SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે મુમુક્ષુ–કાંઈક વધારે સ્પષ્ટતા કરે. આ વાત હજી બરાબર જચી નથી, જામી નથી, સમજાણું નથી.” સંતા–“સાંભળ, પ્રથમ તે શરૂઆતમાં આખા દિવસનાં કાર્યો જોઈ જવાં એટલે સિનેમાની ફીમ (ફિલ્મ) ની પેઠે સવારથી સાંજ સુધી શું શું કર્યું તે વિચારી જવું–દષ્ટિપથની આગળ જોઈ જવું.' | મુમુક્ષુ –એ ચાવેલું ચાવવામાં માલ શો? એને બદલે કાંઈ નવું વાંચીએ, લખીએ તે લાભ નહિ?” - સંતઃ—ના, કેટલીક બાબતમાં ચાવેલું ચાવવાથી જ પાચન થાય છે, નહિ તે આફરો ચઢે છે. આ વખત નવું નવું ખાવામાં પાચન કરવાનો વખત રહેતું નથી અને આધ્યાત્મિક બાબતમાં તે અપચે બહુ નુકસાન કરે છે. એ હતુએ જ પ્રતિક્રમણને બે વખતનું આવશ્યક કાર્ય ગણવામાં આવ્યું છે.” . મુમુક્ષુ –“પણ એવી સિનેમાની ટ્રિમ ફરી વાર ચલવવી એને બદલે નવા અનુભવ કરવા એ સારું નહિ? એટલો વખત એના એ વિચાર કરીએ તેને બદલે કાંઈ નવું વંચાય લખાય તે પ્રગતિ થાય કે નહિ?” સંતા–“વાત એમ છે કે આખા દિવસને કાર્યક્રમ વિચારતાં ક્યાં ભૂલ થઈ? કયાં ઠેકર ખાધી? કેમ પાછા પડ્યા? એવા વિચારે પ્રથમ આવે. પછી સ્થળ ઉપરથી માનસિક સ્કૂલનાએ તરફ લક્ષ્ય જાય. દંભ, દેખાવ, માયા, આત્મવિગેપન કેટલાં થયાં? કેમ થયા? શા માટે થયાં? પોતે કેણ પિતાનું સ્થાન શું ? અને આ બધું શા માટે? કેને માટે? ક્યાં સુધી? એ વિચારો જરૂર એ સારું નહિ ? લ સના એ વિચારો કરી.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy