SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સંત સમાગમની બીજી ઘડી આવવાના અને એમ થતાં થતાં અંતર મંથન થશે, એથી એક અપૂર્વ બળ પ્રાપ્ત થશે.” | મુમુક્ષ:–“કાંઈક વાતની ઝાંખી થાય છે ખરી. આપે અપૂર્વ બળની વાત કરી ત્યારે હવે કાંઈક નૂતનતા ભાસે છે. આપશ્રી વિગતથી કહેશે ત્યારે સમજાશે.” સંતઃ–એ વાત કહેવા સાંભળવામાં બહુ રસ નથી. એનો અનુભવ થશે ત્યારે જ તને ખરે રસ આવશે. અત્યારે તને હજુ ઝાંખી થાય છે તે માત્ર નવીન વિચાર છે અને તેમાં “અપૂર્વ બળ” શબ્દના ઉપયોગથી તને મજા પડી છે, પણ એની ખરી મજા તે અનુભવે જ થશે. હું તને “આત્મનિરીક્ષણ કરવાનું કહી રહ્યો છું એમાં મજા જૂદા પ્રકારની છે, તદ્દન અનેરી છે, અત્યારની સ્થિતિએ અકચ્છ છે. તારે સ્થૂળથી શરૂઆત કરવી વસ્તુઓ કેટલી ખાધી ? કેટલી વાપરી? કયાં ગયે ? કેમની સાથે બેભે ? વિગેરે વિચારતાં તારા અંતરના આશય ઉપર જઈશ, પછી મનેવિકારને ઓળખતે થઈશ, રાગદ્વેષથી કેટલે કેટલે લેવા ? અભિમાનમાં કેટલો તણાયે? ઉપર ઉપરના દેખાવ કરવામાં કેટલે લલચાયો? બાહી સ્તુતિ સાંભળી કેટલે રાજી થયે? માનભંગ થતાં કેટલે દૂહવા? સગવડ મળતાં કેટલે ફસાયે? અગવડ થતાં કેટલે હતાશ થયે? આશાએ કેટલો દેરવાણે કેને પર માન્યા? કેને પિતાના માન્યા? પોતાના કેવા ફેરવાઈ ગયા? શાકને પ્રસંગે કેટલે મુંઝાયે? હાસ્ય પ્રસંગે કેટલે પરાધીન બ? વિગેરે વિગેરે તને સૂઝતું જશે અને આવી રીતે તું સ્થળમાંથી અંતરમાં જઈશ.” . મુસા–મજાની વાત કરી. પછી?”
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy