________________
-
સાન
સાધ્યને મા સંતા–“માનસમાંથી તું અંતરાત્મા સનમુખ જઈશ. ત્યાં તને તારું અને પારકું શું? તેની ઓળખાણ થશે, તેમાં કચાશ લાગશે, પછી તારામાં વિવેક જાગશે, તને અતૃપ્ત
ધની પિપાસા જાગશે, પછી તે અંતરાત્માની વધારે સન્મુખ થઈશ, પછી તને બહારમાં બધું તેફામ લાગશે, બેટી ધમાલ લાગશે, ખરી વસ્તુ જુદી જ છે, ઓર જ છે અને તે પ્રયાસથી પ્રાપ્તવ્ય છે એમ જણાશે, પછી સાચા માર્ગના રસ્તા શોધવા મને લાગશે અને અભ્યાસ તેમજ ચિંતવનથી સાચી વસ્તુ પ્રાપ્ત કરવા મન દેશે એટલે માર્ગનિરીક્ષણ થશે.”
–“આપે રાજમાર્ગોની વાત કરી હતી તે તે ત્યારે હજુ ઘણાં દૂર છે! પછી–?”
સંતઃ–“દૂર કાંઈ નથી, તારી પાસે જ છે. માત્ર બાહ્યા ભાવ છેડવા માટે તારે આત્મનિરીક્ષણ કરવાનું છે, અને તે માટે આત્મમંથન એ પ્રથમ કર્તવ્ય પ્રાપ્ત થાય છે. એક વાર એ માર્ગે ચઢીશ એટલે પછી તને અત્યારની તારી ધમાલમાંથી શ્રદ્ધા ઊડી જશે, એ વસ્તુ તારી નથી કે તું એનો નથી, એ સમજતાં તું તારી પિતાની લક્ષમી શેાધીશ અને તને તક્ત નવીન માર્ગો જ જણાશે. પછી તે તો અપૂર્વ દર્શન થશે અને માર્ગો આપમેળે સૂઝી આવશે. તેમાંથી તારા પિતાનો માર્ગ તું નક્કી ક્વી શકીશ, કારણ કે અમુક આત્મમંથન પછી તને દિવ્ય કર્શન થશે, સાધ્ય દૂરથી દેખાશે અને ત્યાં જવાની ખરી પિપાસા જાગૃત થશે પછી તે દરેજ એ આત્મલક્ષમી કેટલી મેળવી? અને કેટલું આગળ વધાયું? એ જ ચિંતા રહેશે. એ ચિંતા, એ વિચારપ્રવાહ, એ અપૂર્વ બળ, એ જ અંતસ્ત્રમભાવ