________________
૧૭૧
સંત સમાગમની બીજી ઘડી છે અને એની પ્રાપ્તિ થવાના સાચા માર્ગો સાંપડે ત્યારે જ એવો વેગ અંદરથી ઉદ્ભવે છે કે એ વખતે થતાં તેની પાસે સામાન્ય પ્રકાશ ( સૂર્યને કે વીજળીને) હિસાબમાં નથી. એ વેગ અને બળ કેમે કેમે વધતાં જ જાય છે, માત્ર એને આત્મમંથનથી નિરંતરે જાગ્રત રાખવા જોઈએ, એમાં આળસ ચાલે નહિ કે પ્રમાદ પાલવે નહિ. બાકી એની ખરી વાનકી તે અનુભવ કર્યો જ પ્રાપ્ત થાય તેમ છે.” | મુમુક્ષુ આપે બહુ સુંદર વાત કરી અને આપના પ્રથમ અપ્રસ્તુત લાગતા “લક્ષ્મી પેદાશ”ના પ્રશ્નનો હેતુ હવે સમજાયે. હવે કૃપા કરીને એ “આત્મનિરીક્ષણ” ને સાદે રસ્તે સમજાવે.”
સંત—“મને લાગે છે કે હજુ તારું લક્ષ મારી વાત પર જરા પણ નથી. શરૂઆતથી કેમ કામ લેવું તે મેં તને બતાવ્યું. મને લાગે છે કે તારાથી હાલમાં આગળ નહિ વધાય. હાલ તું આટલું જ કર. રાત્રે સૂતી વખત આખા દિવસનો ચિતાર કરી લઈચાર શરણ કરી સૂઈ જજે અને પ્રભાતે ઊઠી હું કરું છું અને ક્યાંથી આવ્યો? અહીં કેમ છું? મારો ધર્મ શું છે? મારી ફરજે શી છે? મારી કેટલી ફરજ અણબજાવેલી પડી રહી છે? પપકારને અંગે મારે શું શું કરવું જોઈએ? મારી અનુકૂળતા પ્રમાણે મારા સ્વજન, દેશ, કેમ, ધર્મ કે જનસમાજ માટે હું શું કરી શકો છું? કેટલું કરી શકું? મારી ધર્મજાગૃતિ કેટલી છે? કેમ વધે? બાહા ક્રિયાઓનો વ્યવહાર માટે હજુ પૂરતો કેમ થતું નથી ? વિગેરે. આટલા વિચાર હાલ કરજે અને કરીને પછી આગળ કેમ વધવું? તે માટે વળી કઈ વાર પૂછજે.