________________
૧૭૨
સાધ્યને માગે તે દરમ્યાન સ્થળ ભેગઉપભેગનાં સાધને વિષે ગણતરી કર્યા કરજે. એ રીતે ધીમે પગલે પ્રગતિ થતાં વખત તે લાગશે, પણ કષ્ટસાધ્ય દશાના આત્માઓને એ જ માર્ગ સુવિહિત
છે. પછી તને માર્ગોનું વિશિષ્ટ જ્ઞાન આગળ કરાવીશ.” | મુમુક્ષ:-“મારી જેવા પ્રાથમિક સ્થિતિમાં રહેલાને
હાલ આલું પણ બસ છે. આજે આપે મારા ઉપર ઘણું - કૃપા કરી. આપ જરૂર અવારનવાર આવી કૃપા કરતા રહેશે.”
સંતા–“કૃપાનો સવાલ છે જ નહિ. ઉપચાર તરીકે એ વાત હોય તે તેમાં મને મેજ નથી, અને તે લાભ લે તે એવી વાત કરવી એ તો મારા જીવનસંદેશનો વિભાગ છે. બાકી તેં કહ્યું કે “આટલું બસ છે” એ વાત મને ન ગમી, મહત્વાકાંક્ષીને એટલામાં સંતોષ ન હોય.” | મુમુક્ષુ –એ તે અત્યાર પૂરતી જ વાત છે. બાકી તે જ્યાં શરૂઆતના વાંધા લાગે ત્યાં અમ જેવા પામરની સધનતાના ખ્યાલ પણ પામર જ હોય.”
પછી કેટલીક પ્રાસંગિક વાત થઈ. સંતની આખેનું તેજ અને અંતરવૃત્તિની ધગશ, એમની મુખમુદ્રાની ભવ્યતા અને ચહેરા પર છવાઈ રહેલી નિર્વિકારતા, એમની વાણીમાં આકર્ષક શક્તિ અને ભાષાનું લાલિત્ય—એ સર્વ એવાં સુંદર હતાં કે એની છાયા એમના પ્રસંગમાં એકાદ વખત આવનારને પણ ભાગ્યે જ પડ્યા વગર રહે. મુમુક્ષુને આજે તે અંતરથી ભાવ થયો કે જ્યારે જ્યારે બની શકે ત્યારે ત્યારે આવા સંત પુરુષોનો સમાગમ થાય તે સારું અને એ વાત તેણે છેલ્લે સંતને કહી પણ દીધી. જવાબમાં મનભાવે સંત માર્મિક રીતે ગાલમાં હસ્યા. છે. ધ. પ્ર. પૃ. ૪૪. અં. ૧ પૃ. ૧૩} સં. ૧૯૮૪