________________
તપ્ત વાતાવરણમાં અપૂર્વ શાંતિ*
( [૧૪] ગિરનારના મધ્ય શિખર પર આજે હદયતાને જાગ્યું હતું. જેઠ માસને પ્રભાતને સૂર્ય વાદળાંમાંથી બહાર, નીકળવાના પ્રયાસમાં નિષ્ફળ થયે અને આખું શિખર , સખ્ત ધુમસથી વ્યાપી ગયું. ધુમસ વધારે વધારે ગાઢ થતી ગઈ. લગભગ નિર્ભેદ્ય બની ગઈ અને છેવટે તે એવી આકરી બની ગઈકે ચારપાંચ વાર છે. મનુષ્ય હોય તેને પણ દેખી શકાય નહિ.
ગઈ કાલને ગ્રીષ્મ ઋતુને પ્રચંડ સૂર્ય અને આજની મીઠી ઠંડી વચ્ચે સહજ સરખામણી થઈ જાય. બાજુના પર્વતના ઢળાવમાં ધુમસનાં પડ બાઝયાં હતાં અને લીલોતરી કે પથ્થર, ચઢાવ કે ઉતાર, ખેતર કે નદી સર્વનું દર્શન અત્યારે અવરાઈ ગયું હતું, આખા જગતમાં સફેદ અંધકાર વ્યાપી ગય લાગતો હતો અને અખંડ શાંતિના સામ્રાજ્યમાં નજીકનાં મંદિરમાં વાગતા ઘટના નાદથી જ જગતમાં અન્યત્ર પણ જીવન છે એમ જણાતું હતું. ઉપર નજર જાય તે સખ્ત સફેદ અંધકાર જ દેખાય, કેઈ મંદિર કે શિખર કે ગિરિને કોઈ પણ ભાગ નજરે પડે નહિ.
પણ આને તે એ કઈ બાબતનું લક્ષ્ય નહોતું. એ તે માત્ર અંતરની ધૂનમાં મસ્તી ચલાવી રહ્યો હતો. જગતને એ કડે ગ્રીષ્મકાળની લાંબી રજા ભેગવવા ગિરનારને ચરણે આવ્યું હતું, અને ગિરિરાજે એને પિતાના
એક મુમુક્ષુએ મને મંદિરમાં નેધી રાખેલો એક અપૂર્વ અનુભવ.