________________
woman
સમેતશિખરને માગે
૩૧૫ વિગેરે હદયના ભાવો પ્રાણીને તદ્દન સંસાર સન્મુખ ખેંચી જાય છે, એનું ચિત્ત એને તદ્દન જુદે જ માર્ગે લઈ જાય છે, બાહ્યા નજરે ક્રિયા કરતો હોય તેનાથી તદ્દન જૂદા જ વિચારે મનમાં ઘળાતા હોય છે, એ તો આપણને દરજનો અનુભવ છે. આથી બાહ્ય દ્રષ્ટિ અને આંતર દષ્ટિ વચ્ચે તે ઘણે તફાવત છે. સુજ્ઞ પુરુષે બાહ્ય ક્રિયા કે આચાર જેઈને રાજી થાય છે, એની અવગણના કરતા નથી, પણ એના ઉપર કોઈ પ્રકારનો મદાર બાંધતા નથી કે તેલ કરતા નથી. આંતર દષ્ટિના માર્ગો તદન જૂદા જ છે.” | મુમુક્ષુ –પણ ભાઈ આંતર અને બાહા એક બીજાથી ઊલટા જ હોય એ કોઈ નિર્ણય છે?”
પંથી:–“નહિ, કોઈવાર બાહ્ય અને આંતરની એકતા પણ હોય છે, પણ સર્વદા હેવી જ જોઈએ એવો નિયમ નથી. બાહ્ય નજરથી ફ્લાઈ જવા જેવું નથી, એટલું જ મારું કહેવું છે.” | મુમુક્ષુ –“ત્યારે ચલમાં પણ એજ વાત આવશે. બાહ્ય નજરે ચલન થતું દેખાય તે ખરેખર હાર્દિક છે એમ કહેવાય નહિ. એ સાધ્યને અનુલક્ષીને હેય પણ ખરું, અને ન પણ હોય. ત્યારે જે એમ હોય તે પછી અન્યની પરીક્ષા આપણે કેવી રીતે કરી શકીએ?”
પંથી–તમારું કહેવું સારું છે. ચલને હાર્દિક હેય તેજ વિચારવા ગ્ય કહેવાય. ઉપર ઉપરના સ્થળ અથવા સાધ વગરનાં પગલિક પિપાસાથી કે સાંસારિક અપેક્ષાથી અથવા માનની ઈચ્છાથી કે માયાના ફાંસાથી થયેલાં ચલને નકામાં છે, એટલું જ નહિ પણ એ ધાર્મિક