________________
ચંઈ ગયું.
કુદરતના ન્યાયની વિચિત્રતા
ર૩પ વાવાઝોડાના કાનમાં ઝાડ મૂળમાંથી ઉખડી ગયું, ખલાસ
થોડા દિવસ પછી ગુરચેલે એ રસ્તે નીકળ્યા તે ન દેખાય ઝાડ, કે ન દેખાય ઠુંઠું. લેક ઝાડને કાપી સરપણના ઉપયોગ સારું લઈ ગયા હતા અને તે સ્થાન પર માટી નાખી દીધી હતી, એટલે હુંઠાનું નામનિશાન પણ કાંઈ દેખાતું નહોતું. ચેલાએ અડખે પડખે જનાર આવનારને પૂછ્યું તે જણાયું કે તે વખતના સખ્ત તેફાનમાં પેલું ઝાડ મૂળમાંથી ઉખડી ગયું હતું અને ખલાસ થઈ ગયું હતું. ગુરુએ શિષ્યને કહ્યું “ હવે સમજે ! કુદરત આ રીતે સજા કરે છે ઝાડને કે ઠુંઠાને જોતાં તને જે જે શંકા થઈ હતી તે તે સર્વ વિચારી જા. કુદરત ગુન્હો કરનારને ઘણું જૂદી જ રીતે સજા કરે છે. કુદરતના ન્યાયને વિચાર કરવા માટે એક બે બનાવ કે એક બે વર્ષ પૂરતાં નથી. એમાં લાંબી નજરે અને દીર્ઘ કાળે કામ લેવું પડે છે. ઠુંઠાને કાઢવા માટે કુદરત કદાળો કે હથડે લઈ ત્યાં આવતી નથી, પણ લેહી. પીવાની સજા આમ થાય છે! જડમૂળથી કેવી રીતે ઉખડી ગયું છે તે જોયું ? અત્યારે એનું નામનિશાન પણ નથી રહ્યું. એ રીતે કુદરત સજા કરે છે. થોડીવાર ફાલેફુલે ત્યારે તે વાત જોઈને મુંઝાઈ જવા જેવું નથી. કુદરતમાં બહુ ઊંડાણ હોય છે અને એના રસ્તા અનેરા હોય છે.” શિષ્યનું સહુદય મન ગુરુને અંતરથી નમી પડયું એની શંકા દૂર થઈ ગઈ અને કુદરતના કાર્યો માટે દીર્ઘકાળની વિચારણાના મંત્રમાં બહુ વિશાળતા અને રહસ્ય ભાસ્યાં.