________________
૨૩૪
'
સાધ્યને ભાગે
ગુરુચેલા બને ત્યાર પછી કાશીની યાત્રાએ ગયા. અનેક તીથે જઈ બે વર્ષે પાછા તે જ ગામમાં આવ્યા. પેલા રસ્તા પર ઠુંઠાની જગ્યાએ જુએ છે તે મોટું લીલું કુંજાર ઝાડ થઈ ગએલું દેખાયું. તેની શાખા પ્રશાખા અને લીલાં પાંદડાં જે શિષ્યના દુ:ખનો પાર રહ્યો નહિ. એણે તે ફરી શંકા બતાવી કે ગાયનું લેહી પીનાર ટકવું ન જોઈએ, તેને બદલે આ તે ફાલીફૂલીને મોટું ઝાડ થઈ ગયું અને વળી સૂકું હતું તેને બદલે લીલુંછમ થઈ ગયું, એ તે મોટામાં મેટે અન્યાય કહેવાય. આ તે ઓછું થવાને બદલે વધતું જાય છે, મેટું થતું જાય છે અને અનેક રીતે સમૃદ્ધ થતું જાય છે. એણે લંબાણ પ્રસ્તાવના સાથે કુદરતના અન્યાય પર મેટો આક્ષેપ કર્યો અને ફરી વાર ગુરુ મહારાજને શંકા બતાવી. ગુરુ મહારાજે અગાઉના જેવી જ શાંતિ રાખી જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે “ભાઈ! આગળ ઉપર જોયું જશે.” ચેલાજીને આ ભયંકર પક્ષપાત અને ગુરુની મીઠી ઠંડી વાત પર બહુ ઉછાળો આવ્ય, કાંઈક ઉદ્વેગ પણ થયો; પરંતુ એણે મુખેથી કાંઈ ગુસ્સો બતાવ્યું નહિ. એને મનમાં શંકા પાકી થતી ગઈ કે આ દુનિયામાં પાપ કરનારને ઘટતી સજા થતી નથી. ઉપરના ચારે પ્રસંગે ગુરુચેલો પેલા રસ્તા પર ચાલતા હોય ત્યારે આ વાત થઈ હતી અને ગુરુચેલો જરા આગળ જાય એટલે એ વાત બંધ પડી વિસારે પડી જતી હતી.
“ગુરુ એ જ ગામમાં ચાતુર્માસ રહ્યા. ઝાડ ખૂબ વધ્યું, ખૂબ ફાલ્યું.
એક રાત્રે સખ્ત પવન અને વીજળીના કડાકા થયા,