________________
સાધ્યને માગે
net
મુદ્દે હકીક્ત તે એ છે કે “ઈચ્છા નથી.” પરંતુ પહેલા પ્રકારને દાવ આપણને સૂચવે છે કે, આપણામાં આત્મિક બળ ઘટતું જાય છે અને તેને અસલ સ્થિતિએ લાવવાનાં સાધને વધારે ને વધારે ઓછાં થતાં જાય છે. આ મનુષ્યભવ પામીને લાભ મેળવે તે બાજુએ રહ્યો, પરંતુ જ્યારે તેટે બાંધી જઈએ, ત્યારે તે એના જેવું ખોટું શું કહેવાય? પરંતુ આ બાજુએ વ્યવહાર તરફ નજર કરીએ છીએ ત્યારે આપણું અક્કલ કાંઈ કામ કરતી નથી.
આવા સખ્ત કર્મબંધન થાય તેવા હરીફાઈના વખતમાં તો દરેકે ખાસ વિચાર કરવો જોઈએ. થોડાં પાપના સબંધમાં આવનાર છેડે વિચાર કરે તે પાલવે, પરંતુ અત્યારની પ્રવૃત્તિ તે તદ્દન પાપમય થઈ ગઈ છે. વળી આવી વિચારણામાં વખત કાઢે તે નકામે છે, એમ લાગતું હોય, તે તે અસત્ય છે; આત્માને તેથી જે લાભ થાય છે અને આવતા ભવમાં તે વખત પર જે આશીર્વાદેને વરસાદ વરસશે તે અત્યારની ક્ષોભ રૂપી ગરમીને શાન્ત કરી દેશે. જ્યારે વલણ આ રસ્તા ઉપર ચઢી જાય છે ત્યારે એક પ્રકારની ગુંચ આવતી જ નથી, પરંતુ મુખ્ય વધે એજ છે કે આપણું વલણ હજી તે તરફ ઢળ્યું નથી.
આત્મ નિરીક્ષણની જરૂરિયાત શી છે તે આટલા ઉપરથી સ્પષ્ટ થયું હશે. દરરેજ હવારે ઉઠી બે ઘડી વિચારવું જોઈએ કે, હું કેણ? મારી ફરજે શી છે? હું અત્યારે મારી સ્વભાવદશામાં છું કે વિભાવદશામાં છું? ચાલુ સંજોગને સુધારી શકું તેમ છું કે નહિ? ધાર્મિકલાભ મારાથી બની શકે કે નહિ? મારી શક્તિ, ધન, વિદ્યા