________________
જનW^^
ઘાંચીને બળદ
૧૯૩ કેટલાક માની લે છે. આ વ્યાપાર ઘાંચીના બળદને છે, આ ધંધો પ્રગતિરોધક છે, આ માર્ગે આગળ વધવામાં અડચણ કરનાર છે. આ મનોદશા જેને વિવેક હાય તેની ન હોય, જેને શ્રતની લહેર આવતી હોય તેને અકથ્ય હોય અને જે પોતાને માટે સ્વતંત્ર વિચાર કરી શકતા હોય તેને અશક્ય હોય. હાલ તો આપણે માટે આપણે વિચાર જ કરતા નથી, કરતા શીખ્યા નથી, એટલે ઉપરઉપરની થોડી શિષ્ટ ક્રિયાઓના સંવ્યવહારમાં કૃતકૃત્યતા માની બેઠા છીએ અને એને અને આપણું બીજા વ્યવહારોને જાણે સંબંધ જ ન હોય, તેમ તેમને સ્પર્શ પણ થવા દેતા નથી. એ ધધ સુઝને ન પાલવે.
એમ માનવાનું કારણ એ છે કે અત્યારના કિયારુચિ છો એકલી ક્રિયામાં જ સંપૂર્ણતા માની બેઠા છે, એ અન્યના ધમીઠપણાની તુલના પણ એ જ દષ્ટિએ અને એ જ તુલાએ કરે છે. અમુક પ્રકારની ક્રિયા કે જેમાં તેઓ રસ લેતા હોય તેવી થેલી બાહ્ય ક્રિયા કરનાર અને સહજ ત્યાગ કરનાર કે રાત્રે ન ખાનારને જ તેઓ ધર્મસન્મુખ માને છે. જેઓ જેટલે અંશે ત્યાગ કરે છે તેટલે અંશે તેઓ ધન્ય છે, પણ એમાં ભૂલ સંપૂર્ણ માનવામાં થાય છે. એમને પ્રિય હોય તેવી ક્રિયા કે એવા પ્રકારનો ત્યાગ ન દેખાય ત્યાં ધર્મને અભાવ માને એ જેટલું ભૂલભરેલું છે તેટલું જ બાહ વતન કે યિા ઉપર પૂર્ણ ધર્મને આ૫ માનવો તે પણ ભૂલભરેલું છે. એ દશા જૈન ધર્મની નહોતી અને ન
l૩