________________
ભૂલ્યા બાજી
[ ] ' આજે બેસતે મહિને હતે. ચાર ઘડી પાછલી રાત્રીએ વહેલાં ઉઠી ઘરના મંદિરમાં કુટુંબના સર્વ બાળકાદિ સાથે નવસ્મરણ, ગૌતમસ્વામી રાસ, પ્રભાતી, છંદ વિગેરેનું ગાન કરી, દેહશુદ્ધિ કરી, સ્નાત્રપૂજન ભહુ આહલાદ સાથે ક્ય. ઉત્તમ સ્વર સાથે યોગ્ય સાજના સહયોગથી કવિવિશારદ પંડિત વીરવિજયજીકૃત અંતરાયકર્મની પૂજા ભણાવાતી હતી તેમાં ભાગ લીધો. તે વખતે ચોથી પૂજામાં એક પદ આવ્યું, તેને લય ત્યાર પછી મનમાં આખો દિવસ વાગી રહ્યો. એ ધ્વનિમાં ખેદ અને હર્ષ હતા, શાંતિ અને અસ્થિરતા હતા, નિર્વેદ અને પ્રેમ હતા.
રાત્રિના શાંત સમયે બગિચામાં પાછો એ ધ્વનિ વધારે ફર્યો. બાજી બાજી બાજી, ભૂલ્યો બાજી.
એ ધ્વનિ દશવીશ વખત ચાલે, વારંવાર તેને જાપ ચાલ્યું. શેની બાજી? કેણ ભૂલ્ય? ક્યારે ભૂલ્યો? શા કારણથી ભૂલ્યો? તેની સાથે વળી આખું પ્રભાતનું દશ્ય–અનેક સુંદર વસ્ત્રભૂષણથી સજ્જ થયેલા પૂજન કરનારા, કલકંઠથી ગાનાર ગવૈયો, પ્રભુની શાંત મુદ્રા, સુંદર પુષ્પની આંગી અને આરતી વખતને સર્વને હર્ષ–માનસ સમક્ષ સિનેમાના ચિત્રપટ પેઠે ખડા થયા અને છતાં મનમાં તે એક જ લય ચાલી કે “બાજી બાજી બાજી, ભૂલ્યો બાજી!”
ત્યારે શું આખી બાજી ખરેખર ભૂલી જ ગયો? આ