________________
૫૦.
સાધ્યને માગે
^^/www/www,A
AAAAA AAA ૧
/
૫
છે કે સ્વાર્થમય છે, ધંધાવાળું કે નેકરવાનું છે, વ્યવહારૂ છે કે શાન્ત છે એ સર્વ વિશેષણો છે એની સફળતાને સરવાળે અમુક દેશ કે કાળની અપેક્ષાએ કે અમુક વખાણ કે માનપત્રોની સંખ્યાથી કરવાનું નથી, એની સફળતા જીવનમાં સ્વપરવિવેક અને તદ્વિવેકજન્ય વર્તન કેટલું થયું છે? તે પર થાય છે. ઘણીવાર ધામધુમ કરનારા માણસનાં ચરિત્રો લખાય છે એથી અકળાવું નહિ, દુનિયાની દષ્ટિ સર્વદા નિષ્પક્ષ કે ચાખી હોતી નથી, દુનિયાદારીની તુલનાનાં ત્રાજવાં પણ દુન્યવી હોય છે અને તારે તે ખ્યાલમાં રાખવું કે ઘણી વાર સંત પુરૂષે અપ્રસિધ્ધ રીતે જીવનેત્કર્ષ સાધતા હોય છે. દુનિયા તેમને જાણે કે ન જાણે તેની તેને દરકાર હોતી નથી, હેઈ શકે જ નહિ. તેઓનું સાધ્ય આંતરવિકાસનું હોય છે અને તે ધરણે દેરેલી રૂપરેખા પર તેઓ જીવનવહન કરે છે.
જીવનસાલ્યની આ એક અનુપમ ચાવી છે. સ્વપરને વિવેક કરી સ્વનો આદર કરે, સ્વને પ્રેમ કરે, સ્વને વિકાસ કરે, સ્વનું સ્થાન પ્રાપ્ત કરવું, સ્વની પ્રગતિનાં સાધનો જવાં, પરને ઓળખવા, પરભાવને જાણવા, પરભાવ, પરવસ્તુ અને પરજનને પર તરીકે સમજવા અને તેની તેટલી કિમત મૂકી તેને અનુકુળતા અને શક્તિ અનુસાર દૂર રાખવા, તેમાં વ્યાપ્ત ન પામવો અને તેનાથી ઉપર તરી આવી સ્વમાં ઈતિકર્તવ્યતા સમજવી અને આદરવી. આ પ્રમાણે તારી જીવનપ્રનાલિકા દેરીશ તે તને આખી જીંદગીને છેડે આ જીવન નિષ્ફળ થયું છે, ફેરારૂપ થયું છે, નકામું થયું છે, એમ કદી નહિ લાગે. વિશિષ્ટ આદર્શવાનો આ માર્ગ હોય,