________________
શાંતિની શેાધમાં [ ૨૦ ]
ચારે તરફ જોઈ જોઈને થાકી ગયા, પારકા સમધી વિચાર કરી કરીને પરવારી ગયા, દુનિયાનુ દાર ગીપણું જોઇને મૂંઝાઇ ગયા, પ્રશંસાને નિષ્ઠામાં ફરી ગયેલ જોઇને વિમાસણમાં પડી ગયા.
અહારની દુનિયા તરફ નજર કરી લેાકેા થાતા જ નથી, સવારથી સાંજ સુધી લગભગ એકસરખી ક્રિયા કરે છે અને ખીજે દિવસે પાછું તે ને તે જ શરૂ કરે છે. એ દુકાને જાય છે તેા દરરોજ તેટલી જ હાંસથી ગયા કરે છે, ઉપર ઉપરની ક્રિયા કરે તેમાં જરા પણ ઊંડા ઊતર્યા વગર વર્ષો સુધી એક સરખી રીતે એનું એ કરે છે, એમ્સેિ જાય તે સામવારના વિચાર આખા દિવસ ો કરે છે, આ સ એમ ને એમ થયા કરે છે પણ ત્યારે એના છેડા ક્યાં?
પૈસા કમાનાર પૈસાથી ધરાતી નથી, કામ કરનાર પોતાના કામનો છેડા જોતા નથી, સીપાઇ સીપાઈગીરીમાંથી ઊંચા આવતા નથી, વાંચનાર વાંચવામાં ને વાંચવામાં વાંચનનો ઈંડા દેખતા નથી, લાલ દલાલીથી પરવારતા નથી અને સવાર પડે કે પાછી એ ને એ અરઘટ્ટ ઘટી ચાલ્યા જ કરે છે. આમ તે ક્યાં સુધી ચાલ્યા કરશે ? કેટલે પહોંચ્યા ? આ દોડાદોડમાં ક્યાંઈ શાન્તિ દેખાણી નહિ, વસ્તુત: કાઇ સુખ લાગ્યું નહિ, અંતરમાંથી ઉમળકા ઊડયા નહિ, અંદરના ખેરા નાદ અનુભવ્યો નહિ, શાન્ત વાટિકાનાં મધુર એક મુમુક્ષુની રાજનીશિમાંથી ઉષ્કૃત.