________________
સાદથને માગે
-
કેમ ભાગ્યા? અરુચિકર વાત સાંભળતાં, અનિષ્ટ બનાવ બનતાં, ન ગમે તેવો દેખાવ જોતાં માણસ ત્યાંથી નાસવા માંડે છે. પરંતુ ભાઈ ! નાસીને ક્યાં જશે ? કાર્ય કરીને પછી પ~િ ણામે ભેગવતી વખત ભાગનાશ શા માટે કરવી ? “વાવીએ તેવું જ લણીએ ” – એ ઉક્તિ બરાબર છે. જાર વાવીને ઘઉ પામવાની આશા રાખવી ખોટી છે. એ સર્વ વિચાર વાવતી વખતે કરવો હતે. કાર્તિક મહિને કણબી ડાહ્યો થાય એમાં કાંઈ વળે નહિ. અક્કલ તે અશાડ મહિનાના ડહાપણમાં છે. હિસાબ, ગણતરી અને લાંબી નજન્મા દષ્ટિપાત વગર આપણે આજુબાજુ શું જોઈએ છીએ? એનાં પરિણામે સહન કયે જ છૂટકે. અને નાસીને પણ કયાં જશે ? નાસીને સાતમે પાતાળ પેસશે તે પણ તમારી સાથે લાગેલાં કર્મો તમને છોડશે નહિ. તમે રેલ્વેમાં બેસી નાસશે, તે એ એજીનમાં બેસી તમે જ્યાં જશો ત્યાં એ તમારી પહેલાં પહોંચી જશે. સાથે સાથે એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સંગે અનુકૂળ હોય, વય યુવાન હય, શરીરશક્તિ સારી હોય, ત્યારે – અત્યારે, સહી લેવામાં મજા છે, નહિ તે પરાધીનપણે ખમવું પડશે ત્યારે પાર વગરના નિવાસ નાખવા પડશે અને ત્યારે ધીરજ દેનાર પડખે કઈ પણ ઊભું રહેશે નહિ. તમે એક બળદ કે ઘોડાનાં પરાધીન જીવનનો
ખ્યાલ કરે. એને ઊંઘવું હોય ને ઘણી એને ગાડી સાથે જોડે, એને તરસ લાગી હોય, ભૂખ લાગી હોય તે પણ વેઠ કર્યા સિવાય છૂટકે થતું નથી. એ મહેં બાંધીને માર આવા કરતાં અત્યારે ખમી ખાવું–સહન કરી લેવું સારું