________________
શાંતિની શોધમાં
૨૫૦ - શાન્તિલાલ:–“ તમે હમણાં કહ્યું કે શોધતાં જડે તેવી વસ્તુ એ નથી અને હવે કહે છે કે શોધ એ પ્રયત્ન છે. ત્યારે આ તો નકામી ગૂંચવણ વધતી જાય છે. જરા સ્પષ્ટતાથી સમજાય તેમ આપ વાત કરે તે કાંઈ ગમ પડે.” - મહાત્મા:–“મારા વિચાર પ્રમાણે મંદિરે કે બજારે અથવા ઘરે શેધવાથી મળે તેવી ચીજ શાન્તિ નથી. એ અંતરની દશા છે, તમારી પોતાની મન:સ્થિતિ છે, એને શોધવા બહાર જવું પડે તેમ નથી, એ તમારામાં છે, તમારી પાસે છે, તમારી અંદર છે, અને તમારા કબજામાં છે. ”
શાન્તિલાલ –“એટલે તે વાત એવી થઈ કે જે મારી પાસે છે એને શોધવા હું ઘેર ઘેર અને ગામે ગામ રખડે ! પરંતુ હું આપને પૂછું છું કે મારામાં એ છે
એ આપ કેવી રીતે મને બતાવે છે? જરા વધારે સ્પષ્ટ રીતે સમજાવો.” - મહાત્મા–“શાન્તિ એટલે અંતરની શાનિ, આત્મિક શાંતિ અથવા મનની અવ્યવસ્થિત ચંચળતાને ત્યાગ. એ દીર્ઘ કાળ રહે તે શાંતિ સ્થાયી થતી જાય છે અને થોડીવાર રહે તે અશાન્તિ થાય છે, એટલે શાન્તિને જેમ અને તેની મજા દૂર થાય છે. આવી દીધું કાળની શક્તિ મેળવવા મારે મનને કબજામાં લાવવું જોઈએ. સામાન્ય રીતે અત્યારની તમારી દશામાં એટલું કહી શકાય કે મન ઉપર જેમ જેમ કાબૂ આવતો જશે તેમ તેમ શાન્તિ આવતી જશે. સ્થાયી શાતિ મેળવવાને એ રસ્તો છે. એ બહાર શેાધવા જવી પડે તેવી વસ્તુ નથી.”