________________
વિલક્ષણ અનુભવો*
[૧૨]
સાચા જોશી એક દિવસ અમારા ગામમાં એક સાચા જેશી આવ્યા. એમણે ભૂતકાળની વાત એટલી સાચી અને સ્પષ્ટ કરવા માંડી કે કેટલાક લેકેની ગુપ્ત વાત જે તેઓ પોતે જ માત્ર જાણતા હતા તે પણ જેશી મહારાજે કહી દીધી; એટલે લેકેને તેના પર વિશ્વાસ બેઠે. ભવિષ્યની વાતમાં કેટલાકને કહ્યું કે તેનું છ માસમાં જ મરણ થવાનું છે, કેઈને આઠ માસ કહા અને કેઈને એક વર્ષ કહ્યું. એવું જેનું ભવિષ્ય ભાખ્યું તેની ભારે અપદેશા થઈ. એમાંના એકે તે દેશપરદેશ મેલાં (મરણસમાચારના પત્રો લખ્યાં અને કે મરણ પછી દિલગીરી બતાવવા (કાણે) આવે તેને બદલે પ્રથમથી જ આવી ખરખરે કરવા લાગ્યા અને એ રીતે કુલ છ માસ રડારોળમાં જ ગયા. બીજાને છોકરીના લગ્ન કરી નાખવા હતા તે કામ એણે ઊંચે મને પતાવી દીધું અને પિતે મરણની રાહ જોઈ બેઠે. ત્રીજાને ઉઘરાણી ઘણી હતી તે વસુલ કરવાની તાલાવેલી લાગી અને ગામેગામ ભટકી એણે
એક મુમુક્ષુની રાજનિશિમાંથી લખી લીધેલ છે. એમ જણાય છે કે આ પ્રત્યેક અનુભવની પછવાડે કે મહાન સત્ય છે, પણ તે મુમુક્ષુએ લખ્યું જણાતું નથી. વાંચનારને લાભ થાય તેવું જાણું જેવું મળ્યું તેવું પ્રકટ કરી નાખ્યું છે. એની વિલક્ષણતા વિચારણીય છે, એમ ઉદ્દઘ્રત કરનારને ઘણું લાગ્યું છે. 10.