SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે ચાલતી ગાડીએ બેસો, હોં માંગ્યા દામ આપે, વિચારો કે તમે માને છે તે મેક્ષમાં ગયા તો આ સર્વ તે અહીં રહેવાનું છે. ત્યાં ગાડામાં બેસીને જવાય છે કે વિમાનમાં બેસી જવાય છે તે વિચારે. તમારી આ દશા હોય! બની ગયા! સજજડ બની ગયા ! હવે તે પોતે થાઓ ! પિતાને ઓળખે ને પોતામાં પેસે. સમયને માથે જવાબદારી મૂકવી એ તે આપણું ચેખી નબળાઈ છે. જ્યારે આપણું ઉત્થાન થાય. ત્યારે સમય કાંઈ નડતું નથી. શું કહે છે? આ પાંચ આરે છે? હુંડાઅવસર્પિણી કાળ છે? અરે ભાઈ! એ શું નમાલી વાત કરે છે? શું બીજા ઉત્તમ કાળમાં બધા મેક્ષે જ ગયા હતા? અરે! તેમાં તે સાતમી નરકે જનારા પણ હતા. આવા શુન્ય વિચાર ન કર, બહાદુર થા, ઊઠ, કેડ બાંધ અને રણુજંગ મચાવ!! તારે તે એટલું વિચારવું કે મારે માટે તે સુસમા કાળ કરતાં પણ આ પુણ્ય સમય ખરે હાથ આવ્યો છે. જે કાળે આત્માનું ઉત્થાન થાય તે કાળ તેને માટે સારે છે. તારા હાથમાં આ અવસર કદી આવ્યા નથી. તું સુસમા કાળમાં પણ જમ્યો નહોતે એમ ધારીશ નહિ. ત્યાં પણ તેં જરૂર આ જૈન શાસનપ્રાપ્તિ કરી હશે. તારે માટે આ ધન્ય સમય બીજો કેઈ નથી. દરવાજા આગળ જઈ ઊભો રહેજે, પછી બારણું ખખડાવજે અને તે ઊઘડે કે તરત જ અંદર દાખલ થઈ જજે. માટે શું? બસ, ઊઠ અને કામે લાગી જા. વિચારજે કે ગયે વખત કદી પાછે આવવાને નથી જ. છે. ધ. પ્ર. પુ. ૪૩. પૃ. ૩૩૫ } સં. ૧૯૮૪
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy