________________
રરર
સાધ્યને માગે નાસી છૂટી તે વખતે તેને ગર્ભ હતે. મારી માતા શ્રાવતી નગરીએ એક સાર્થવાહની સહાયથી પહોંચી. અજિતસેન મુનિની કીતિમતી નામની મહત્તરિકા પાસે એણે દીક્ષા લીધે. દીક્ષા લેતી વખતે અંદરના ભયથી ગર્ભની વાત એણે ન કરી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામતાં મહત્તરાએ શય્યાતર શ્રાવિકાને ત્યાં તેને ગુપ્તપણે રાખી. ત્યાં મારે જન્મ થયે. સુજ્ઞ મહત્તરિકાએ શાસનને લાંછન ન આવે અને મારે વધ ન થાય તે રીતે પ્રચ્છન્નપણે પ્રસૂતિકાર્ય આટેપી દીધું. મારું “યુલન્ક” એવું નામ પાડયું. હું ખૂબ ભા. મહાત્મા અજિતસેનસૂરિની કૃપા અને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થયાં અને બાળપણથી એજ અભ્યાસ હતું, સાથે બુદ્ધિને ચોગ થતાં શાસ્ત્ર પારંગત થયે. બારમેં વષે મને દીક્ષા આપી. મેં બાર વર્ષ પાળી. એક વખત વનને ઉક જાગે. રૂપવાન શરીર અને માદક
રાકને જીરવી ન શકે. સંસારમાં જવા ઈચ્છા થઈ. મારી સાધ્વી માતાને પૂછયું. “માએ કહ્યું કે મારી ખાતર બાર વર્ષ વધારે રહે, પછી જજે.” પરમ ઉપકારી માતાને ના ન પાડી શકો. પૂર્ણ પ્રેમથી ચારિત્ર પાળ્યું. બાર વર્ષ વધારે કાઢયા, પણ અંદરથી સંસારની લાલસા ગઈ નહિ. ફરી માતાને મળે. એમણે ખરે ઉપકાર મહત્તરિકાને અતાવ્યો અને તેમની આજ્ઞા લેવા કહ્યું. મહરિકાના આગ્રહથી બાર વર્ષ વળી વધારે સંયમમાં રહ્યો. ત્યાર પછી શાસ્ત્રને અભ્યાસ કરાવનાર ગુરુ અજિતસેનના આગ્રહથી બીજા બાર વર્ષ રહ્યો. ઉપાધ્યાયના સીધા આભારમાં હતું તેથી તેમનાં વચનાનુસારે વળી બીજાં બાર