________________
www
જીતની બાજી હાર મા ધારીને તીણ આંખે જેવા લાગ્યો અને આ સમાજ કંઈ અચિંત્ય હકીક્ત જાહેર થવાની આશામાં ચિત્રવત્ બની નિ:શબ્દ થઈ ગયા. રાજાએ ખુલાસો પૂછયે. એના પ્રશ્નની સાથે વૃદ્ધ યુવકે જણાવ્યું કે–“તે અર્ધ રાજ્યને હક્કદાર હતું, તે તે લેવા આવ્યો હતો, પણ વૃદ્ધાનાં વચને રાજ્ય લીધા વગર પાછે જનાર છે.”
“આ શું કૈતુક ! રાજ્ય શું અને હક્ક શાં! આ રાજમુદ્રા કયાંથી અને આ ડોસલા જેવા તેજસ્વી પાસે કયાંથી આવી? મેનકાને આટલી બધી ભેટ શી અને એને ભેદ શો? રાજ્ય લેવા આવનાર લશ્કર વગર કેમ આવે અને આવીને ચાલ્યા જવાની વાત પણ કેમ કરે? આની અંદર કાં તે ગાંડપણ કે કાં તો ગોટાળો જણાય છે.” રાજાના હૃદયમાં આવા વિચારે ચાલતા હતા ત્યારે લોકો તે અનેક તર્કવિતર્કો. કરી રહ્યાં હતાં, તેમની ગૂંચવણને તે પાર જ નહોતે.
વૃદ્ધ રાજા મુદ્રિકા ઊંચી નીચી કરી જોયા કરે છે, પણ તેને ભેદ કેઈ ન સમજ્યુ. લેકેની આંખો કિમતી રત્નકંબલ પરથી ખસી નહિ. મેનકાની અહોભાગ્ય માનતી આંખે જ્યારે તે વૃદ્ધ યુવક પર ઠરી, ત્યારે યુવક ચાલી જવાની તૈયારી કરી રહ્યો હોય એમ લાગ્યું. તેના મુખ પર દીનતા નહોતી, પરન્તુ સ્વયં ત્યાગનું દેદીપ્યમાન તેજ અને ગૌરવ હતાં. રાજાએ ખુલાસે પૂછતાં તેણે નીચેની વાર્તા શરૂ કરી:
આજથી બહોતેર વર્ષ પર મારી માતાને આ નગર છોડવું પડયું. શા માટે છોડવું પડયું એ હું નહિ કહું. હું આપના નાના ભાઈ કંડરીકને પુત્ર થાઉં. મારી માતા
૧ આ પુંડરીક અને કંડરીક તે ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર બધેલ પુંડરીક કંડરીકથી જૂદા છે.