________________
સાધ્યને માગે
immm
હેય, દીર્ધ વિચાર અને સંસારપ્રપંચના સ્પષ્ટ ખ્યાલ કે વિવેક વગરની હોય તે સુખ શું છે? તે સમજાતું જ નથી અને ઘણી વાર માનસિક સુખને બદલે ઉપાધિ વહોરવી પડે છે. એ સંબંધી સહજ વિગતમાં ઉતરવું યોગ્ય લાગે છે. કેટલીક વાર પિતાના સુખને બદલે પરના સુખને ખ્યાલ કરી પ્રાણ પ્રવૃત્તિ કરે છે. અહીં તેને માનસિક સુખ થાય છે કે કેમ? તે તેના વિચારની સ્પષ્ટતા અને કર્તવ્યપરાયણતા પર આધાર રાખે છે. જે તેનો ખ્યાલે અહીં પણ સ્થળ હોય, પિતાની વાહવાહ બોલાવવા માટે સમાજકાર્યમાં પ્રવૃત્તિ કરાતી હાય, લોકેમાં માન સન્માન મેળવવા પ્રવૃત્તિ થતી હોય, તે તેમાં પણ કાંઈ મઝા નથી, ખરો આનંદ નથી, વાસ્તવિક સુખ નથી. માનસિક સુખને ખ્યાલ બહુધા સ્થળ હોય છે, અસ્પષ્ટ હોય છે અથવા દુનિયાદારીને લગતે હોય છે. એ સર્વ બાચકા છે, વેડ છે, ધમાલ છે, એક પ્રકારને વ્યવહાર જ છે. મનમાં આ પ્રાણી જેને સુખ માને છે તે તદ્દન સ્થળ પ્રકારનું અને મેટે ભાગે માની લીધેલું હોય છે અને વળી બહુ થડે વખત ટેક તેવું હોય છે. એવા સુખને સુખ કહેવાય જ નહિ.
સ્થળ કે માનસિક સુખને અંગે ત્રણ વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. એક તે એ સુખ ન મળે ત્યાં સુધી આનંદ રહે છે, બીજું એ મળ્યા પછી એમાંથી રસ ચાલ્ય જાય છે અને ત્રીજું એ બહુ છેડે વખત ચાલે છે. એ રીતે જોતાં એવા સુખની પાછળ વલખાં મારવાં એ વસ્તુસ્થિતિનું અજ્ઞાન, દીર્ઘ વિચારની ગેરહાજરી અને સારાસાર–આદરણ્ય અનાદરણીયના જરૂરી વિવેકની ખામી બતાવે છે. દુનિયાના