________________
સાધ્યને મા
સંતઃ— જીવન આખું જેમ અને તેમ સાદું, પ્રમાણિક અને આત્મસન્મુખ રાખવું એ પડિત મરણના ઉપાય છે. એ વાત “આડકાર”ની જે હકીક્ત ઉપર કહી તેમાંથી જ નીતરી આવે છે. '
"
મુમુક્ષુઃ આત્મસન્મુખ જીવનના મુખ્ય માર્ગો કહેા તા આનંદ થાય. ’
૧૩૪
સત: એના મુખ્ય માર્ગોમાં “ આત્મનિરીક્ષણ,” ધ્યાનમાર્ગના અભ્યાસ અને સક્રિયતા આવે છે. હવે પછી કાઈ વખત આત્મનિરીક્ષણ શા માટે કરવું ? કેમ કરવું ? એનું પરિણામ શું થાય ? એ કાણુ કરી શકે? વિગેરે મહત્ત્વના અંગપ્રત્યંગે પર વિચાર કરશું અને ધ્યાનયોગની મહત્તા સર્વ દનેટમાં બતાવાઈ છે, અને તેના રસ્તા વિચારાયા છે તે પણ ચશું. આજે તા ઘણા વખત થયા તેથી જશું.’ સુમુક્ષુઃ— કૃપાળુ ! કાઇવાર જરૂર પધારશે. આપના સમાગમથી બહુ આનદ થયા. આત્મવિચારણા કરવાની બહુ જરૂર છે, તેવા સમયમાં તેના પિરચય કરાવે એવું કાઇ નથી મળતું. મારે આપની સાથે ‘અનુભવજ્ઞાન’ અને ‘સ્વાનુભવ’ ઉપર કેટલીક વિચારણા કરવી છે. ’
"
અહીં સંત સમાગમના પ્રથમ પરિચયના છેડા આવ્યેા. મુદ્દાસર વાત લખી શકાણી નથી. યાદશક્તિ પર આધાર રાખી તે પ્રસ ંગે થએલ વાતચીતના મુદ્દા રાજિનિશમાં નોંધી રાખ્યા છે. સંતની આંખાનું તેજ, બેસવાની સ્થિરતા, વાત કરવાની સચાટતા અને મુખ પરની નમ્રતાએ મારા મન પર તે વખતે ઘણી અસર કરી, જેનું વર્ણન થઈ શકે તેમ નથી. એમના વિશેષ પરિચયની ઇચ્છા થયા કરે છે. પરમાત્મા આવા સંતસમાગમના મગળ પ્રસંગ વારવાર મેળવી આપે. હૈ. ૧. પ્ર. પુ. ૪૩. પૃ. ૧૬૩
}
સ. ૧૯૮૩