________________
૨૭૨
સાધ્યને મા
છે. વળી ચાલનાર સર્વ આગળ ગતિ જ કરે છે એમ માનવાનુ કાંઇ પણ કારણ નથી. અનેક પ્રાણીએ ચાલવા છતાં પાછળ હઠતા હૈાય છે, કેટલાક ધેારણ વગર ચાલે છે અને કેટલાક વિશિષ્ટ ઉદ્દેશ ખાતર ચાલે છે. આપણેા પ્રશ્ન અનુકરણ માટે નથી હોતો, ઘણી ખરી વાર પ્રશ્ન પૂછવા ખાતર જ હાય છે અને અનેક વાર તુચ્છ જિજ્ઞાસાવૃત્તિમાંથી ઉદ્ભવે છે. પ્રશ્નના જવાબ આપનારને સવાલ ઉડાડવા પડે અથવા ‘સહેજ ચાલી નીકળ્યેા છું' એવા મેગમ ઉત્તર આપવા પડે, અથવા અસત્ય ઉત્તર આપવા પડે એ ત્રણે પ્રકારમાંથી એકે સ્થિતિ ઉત્પન્ન કરવાના નિમિત્ત થવાના તારો અધિકાર નથી. ખલકના કાજી થવાની અને અન્યના કાર્ય ઉપર અભિપ્રાય આપવાની વૃત્તિ ધ્રુમાવવા યાગ્ય છે. તારે તારી પાતાની અનેક ચિંતા હશે, તારા વ્યવસાયે વિવિધ હશે તેની તું ચિંતા કર તેા ખસ છે. પારકાની ચિન્તા કરવામાં સ્વ કે પરતું હિત નથી અને અનેક જંજાળ યુક્ત જીવનમાં એક ત્રાસ વધારવાની તુચ્છ રીતિ છે. એ વૃત્તિ ઉપર સામ્રાજ્ય અભ્યાસથી આવી શકે તેમ છે. આવા નિરર્થક પ્રશ્નને કરવા નહિ. “ ક્યાં એઠા ? ” “ કેમ, જમ્યા ? ” એ તે પ્રશ્ન ખાતર જ પૂછાયલા પ્રશ્નો છે, પણ સ્વત: નિર્દોષ છે. વચનવિલાસમાં ખૂબ સભાળ રાખવા ચેાગ્ય છે. સામાની પરિસ્થતિમાં જાતને મૂક્વાનુ શીખવા જેવુ છે.
,,
*
*
તમે કચે રસ્તે આવ્યા ?
અરે! અમે ગમે તે રસ્તે આવ્યા તેની તમારે શી પંચાત છે? ડાબે રસ્તા લીધે કે જમણા, વાંકે રસ્તા લીધા કે સીધા, આડાઅવળા રસ્તા લીધે કે રાજમાર્ગ લીધેા