________________
વિચારણું અને અવલોકન
૪૭ - અત્યારે સામાન્ય જીવનક્રમ એવી રીતે ઘડાયેલું છે કે ન જાણે પોતે એક નાની દુનિયાને મધ્યબિન્દુ હોય, પિતાની નાની દુનિયાને આનંદ થાય, તેઓ જરા વખાણ કરે, તેઓ ખુશી થાય, એટલે તેમાં આ પ્રાણ જીવનનું સાફલ્ય માને છે. પિતાની સમજણ અને વ્યવહારદક્ષતા માટે ઘણાખરાને બહુ ઊંચો ખ્યાલ બંધાઈ રહેલું હોય છે. પરિણામે પોતાના ધંધા કે વ્યવહારમાં ચુસ્તતા એટલી રહે છે કે પરને સંબંધ નિરંતર વધતો જાય છે. વાત એટલે સુધી આવે છે કે એક મજૂર પિતાની આઠ દશ આનાની દરરોજની કમાણી કરવામાં પોતાની જાતને કુશળ માને છે અને પિતાની નાની દુનિયાના વખાણ સાંભળી જીવન સફળ થયું ધારે છે અને ભિખારી પણ બીજાની આઠ દશ પૈસા મેળવવાની શક્તિ કરતાં પિતાની ચાર આના પ્રાપ્ત કરવાની પ્રવીણતામાં મસ્ત રહે છે. એવી રીતે આખી દુનિયાને નાને મેટો વર્ગ સંસારને વળગી રહી મસ્ત રહે છે અને અંતિમ પ્રશ્નો પર વિચાર કરતો નથી, વિચાર કરવાની એને જરૂર પણ માલૂમ પડતી નથી અને આડાઅવળા અથડાઈ પીટાઈ નાને માટે ઢગલે જોવામાં કે જમે ઉધારના સરવાળા જોઈ ખુશ કે નાખુશ થવામાં જીવન વ્યતિત કરે છે. પણ એમાં પોતે કોણ છે? અને પિતાને એ વસ્તુ કે રકમ સાથે સંબંધ શું છે? તે વિચારતે નથી અને એ કેફમાં જીવનકાળ પૂર્ણ થયે માની લીધેલા વિષમાં પર વસ્તુને કાંઈક વ્યય કરી કે વિભાગ કરી જીવન સફળ થયેલું ધારવા, માનવા કે મનાવવા યત્ન કરે છે. આ સર્વ શુંચવણમાં પિતે શુંચવાઈ જાય છે, અટવાઈ જાય છે અને એકરસ થઈ જાય છે.
જના અને જરૂર ના પટો ગલેર જીવન