________________
૩૧૨
સાધ્યને માગે ચક્ષુ સન્મુખ રાખી, બીજાને આશ્રય કરી, શાંત નિર્જન સ્થાનમાં અમે આગળ વધ્યા. તે પ્રસંગે અમારી વચ્ચે કેટલીક વાતચીત થઈ તેને સાર અત્રે ધી લીધો છે. સગવડ ખાતર આપણે ગાન કરનારને મુમુક્ષુ અને સાંભળનાર વિચારકને પંથીના નામથી ઓળખશું. તેઓ બન્ને વચ્ચે થયેલી વાત નીચેની મતલબની હતી:–
પંથી:–“આ માર્ગ બહુ સુંદર છે. વનરાજી વિકસી રહી છે. પક્ષીઓ શાંત મધુર અવાજ કરે છે. સૂર્ય પ્રકાશી રહ્યો છે પણ ગરમી જણાતી નથી. ભૂમિની પવિત્રતા મનને પ્રમાદ કરાવે તેવી છે. આપણે આગળ ચાલ્યા જઈએ અને અંતરાત્માની શાંતિને અનુભવ કરીએ.” - મુમુક્ષુ –“આપ કહે છે તે તદ્દન સત્ય છે. યોગમાં સ્થાન પસંદ કરવાની જે વાત કહી છે, તેને આંતર હેતુ આપણે અનુભવીએ છીએ. મને લાગે છે કે આપણે જેમ જેમ આગળ વધશું તેમ તેમ ચેચના ત્રીજા અંગ આસનને અંગે સ્થાનની વિશિષ્ટતા સ્પષ્ટ થતી જશે. આપના ખ્યાલમાં હશે કે ગસાધનામાં સિદ્ધક્ષેત્ર, પર્વત ઉપરના શાંત ભાગો, દરિયાના કાંઠાઓ, અરણ્યના જીર્ણ પ્રદેશ, મેટાં ઉદ્યાન, નદીઓના સંગમસ્થાને વિગેરેનું શાંત વાતાવરણ પસંદ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યા છે. શાંત વાતાવરણ આત્માને બહુ અસર કરે છે એમ લાગે છે.”
પંથી:–“આપનું કહેવું એગ્ય છે. શાંત સ્થાન અને અનુકૂળ હવા ગસાધનામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું તે તમારા પ્રભાતના ભેરવ પર જ વિચાર કર્યા કરું છું. તમે “ચલના જરૂર જાકું, તાર્યુ કેસા સેવના' એમ બોલી
અને બહુ અસર મુકવામાં આવી, વાતાવરણ