Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy
Catalog link: https://jainqq.org/explore/006004/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હૌલ કેઈન કૃત ધ બન્ડમેન' યાને કિnબનાવામisitorઘરકામકાજામવાના IIII) WHICH H ER નક નાની નાનામાવાનાતકની HTAT 1 MAMTAGaravada સપાટ ગોપાળદાસ પટેલ , વિશ્વ-સાહિત્ય અકાદમી, અમદાવાદ-૧૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિશ્વન્સાહિત્ય અકાદમી યુથમાળા-૪ આત્મ-બલિદાન હિૉલ કેઈન કૃત નવલકથાઃ “ધ બેડમેન'] સંપાદક નેપાળદાસ જીવાભાઈ પટેલ અમર પાળિયારૂપ આવી કથાઓનું સેવન જેટલું વધુ થાય તેટલું સારું. - વાચક પ્રકાશક વિશ્વસાહિત્ય અકાદમી - સરદારબ્રિગેડ હૉલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ ૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રક હૉ. રજનીકાન્ત શૈશી મત્રી વિશ્વસાહિત્ય અકાદમી ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફોન : ૪૦૬૧૯૭ દ્ર સુરધર પ્રકૃતિ જીવન પ્રેસ, રાતરાણી-ફૂલવાડી આશ્રમ, અમદાવાદ-૧૫ મૅન : ૬૭૪૬૫૭૮ : ૬૭૫૧૫૦૧ પહેલી આવૃત્તિ, પ્રત ૧૦૦૦ મુખ્ય વિક્રેતા: નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૧૪ અને વિશ્વ-સાહિત્ય કિતાબ ઘર, સરદાર-બ્રિગેડ હોલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ ફોન : ૬૭૫૧૫૦૧ ૩ ૬૭૪૬૫૭૮ . •છે. ૧૦૦૦° તા. ૨-૧૦-ટ માંધી-જય તી Page #4 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ-સાહિત્ય અકાદમીનું નિવેદન શ્રદ્ધેય શ્રી. વિજયશંકર મંછારામ ભટ્ટની આ એક અનોખી ભેટ ગુજરાતી વાચકને છે. તેઓ શ્રી. મગનભાઈ દેસાઈના જિજ્ઞાસુ મિત્રા અને આજીવન અભ્યાસી હતા. તેઓ ચિંતક અને વિદ્વાન વિદ્યોપાસક હતા. સદ-ગ્રંથ અને સતુપુરુષને સંગ અને સેવા એમનો પ્રિય શેખ હતા. તેઓ સતત કંઈને કંઈ સ્વાધ્યાય અર્થે વાચન કર્યા જ કરે. અંગ્રેજી, હિંદી, મરાઠી, ગુજરાતી એ બધી ભાષાઓમાંથી ઉત્તમ પુસ્તકો તેઓ વીણી કાઢતા અને પિતાને ગમતાં પુસ્તકો બીજાને વાંચવા તેઓ ભલામણ કરતા રહેતા. તેમની પ્રેમાળ ભલામણને કારણે ગુજરાતી વાચકને આ સુંદર કથાનો લાભ મળે છે. ગુરુદત્તનાં પુસ્તકોના પણ તેઓ ભારે શોખીન હતા, અને તેમાંય “દન” પર! તેમની ભલામણથી કમુબહેન પટેલે હિંદી લેખક ગુરૂદત્તની નીચેની છ નવલકથાઓ ગુજરાતીમાં ઉતારી ગુજરાતી વાર્તા-સાહિત્યમાં કમતી ઉમેરો કર્યો છે: (ગુદન” – કુટુંબ પરિવાર, ‘વતન I મા – ભ્રષ્ટાચારને માર્ગે, “પ્રવંજના” – પ્રેમનાથ, “ઘા” – ગંગાજળ, મૂ” – ભૂલ કોની? અને “ઘરતી ર વન?– ધન અને ધરતી) શ્રી. ગુરુદત્તનાં આ પુસ્તક આપણી પ્રાચીન ભારતીય કુટુંબભાવનાને સાકાર કરે છે. આ વાર્તાઓ લખીને ગુરુદત્તે કમાલ કરી છે. - સ્વનિષ્ઠ અને સ્વતંત્ર વિચારમય જીવન-ઉપાસના ગેપાળદાસ પટેલે કરી; તેના માતૃભાષાના અગાધ પ્રેમરૂપે આ હૉલ કેઈનનું પુસ્તક ગુજરાતી વાચક આગળ રજૂ કરતાં અકાદમી ધન્યતા અનુભવે છે. તા. ૨-૧૦-૯૮ છે. રજનીકાન્ત જેશી [મંત્રી) જીવણલાલ શાહ (પ્રમુખ) Page #5 -------------------------------------------------------------------------- ________________ વંદન! [અમર પાળિયાઓરૂપઆ કથાને] માતૃભાષાના પ્રેમી ગુજરાતી વાચકને, સ્વ૦ શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈને, સ્વ૦ વિજયશંકર મંછારામ ભટ્ટને, સ્વ૦ ગોપાળદાસ પટેલને, સ્વ૦ શ્રી ઠાકોરભાઈ દેસાઈને અને વિશ્વ-સાહિત્ય અકાદમીને હૉલ કેઈનની એક ઉત્તમ નવલકથાના આ બૃહતુ-સંક્ષેપના પ્રકાશન ટાણે વંદન! હૉલ કેઈનની અમર પાળિયાઓરૂપ આ કથા આપણા સમાજને ઉન્નત બનાવવાની બેઠી તાકાત ધરાવે છે. વાર્તાને પ્રસન્ન કથાપ્રવાહ એકધારો ને સતત વહે છે. આ વાર્તા તેના પાવકતમ ભાવમાં વાચકને તરબોળ કરે છે. હોલ કેઈને સુંદર પાત્રોનું રસપૂર્ણ ચિત્ર દેરીને પોતાની વાર્તાકળાને ખરેખર જેબ આપ્યો છે. હૉલ કેઈનની આ એક મહાકથા છે. લેખક પોતે જ એને સાગા' કહી છે. “સાગા' નામ તે પ્રાચીન રાષ્ટ્રીય ઈતિહાસને આધારે રચાયેલ મહાકાવ્ય જેવી વીર કથાઓને જ આપવામાં આવે છે. પણ લેખકે આ નવલકથા, જેની ઘટનાઓને કાળ ઈ.સ. ૧૮૦૦ આસપાસને કહેવાય, તેને “સાગા' કહી છે. અને આપણે જોઈ શકીશું તેમ આ નવલકથાને “સાગા' કહી છે, તે સમુચિત જ નહીં, પરંતુ યથાર્થ પણ છે. જોકે, આઇસલૉન્ડ જેવા યુરોપખંડની છેક ઉત્તરે આવેલા અને કઠોર-કપરી કુદરતી પરિસ્થિતિવાળા તુચ્છ ટાપુનાં પાત્રોની આ કથા Page #6 -------------------------------------------------------------------------- ________________ છે, જ્યાં સૂર્ય પણ ઘણુંખરું આથમતે નથી તથા જેની ધરતીને મોટો ભાગ કાં તે બરફથી કે ફાટી નીકળેલા ધરતીકંપના ઊકળતા લાવારસનાં જામી ગયેલાં ગચિયાંથી છવાયેલો છે. વાર્તા સીધીસાદી છે – કથા કાવા-દાવા, ગુપ્ત રહસ્ય, ભેદ-ભરમ કે બીજી ફાલતુ લાગણીઓના ઉછાળા તેમાં નથી. છતાં તેમાં માનવજીવનની ચરમ કૃતાર્થતા સાકાર થતી નિરૂપાયેલી હોવાથી એ સનાતન કથા – મહા-કથા બની રહી છે. વાચકને જરૂર પ્રશ્ન ઊઠશે કે, આ નવલકથાનો મુખ્ય નાયક હડધૂત થયેલી માતાને બધેથી હડધૂત થયેલો પુરા જ છે. છેવટે તો તે પિતાની પ્રેમપારા માનેલી યુવતી તરફથી પણ જાકારો પામે છે. પોતાની માતાને રંજાડનાર અને તેનું જીવન બરબાદ કરનાર પોતાના પિતા ઉપર, તેના બીજા ગેરકાયદે લગ્નની પત્ની ઉપર તથા તેને થયેલા સંતાન ઉપર વેર લેવા તે નીકળે છે; છતાં છેવટે એ બધામાંથી એકે વસ્તુ તે પાર પાડી શકતો નથી. વસ્તુતાએ પણ સુખભેગ કે બીજી વ્યાવહારિક સફળતાઓ કે સંપન્નતાઓની દષ્ટિએ જ જે જીવનની સાર્થકતા નાણવા જઈએ, તો તો આપણી નવલકથાના નાયકનું જીવન છેક જ નિરર્થક- વ્યર્થ ગયેલું લાગે. ન દુ:ખ અને ની હતાશા સિવાય તે પોતાના જીવનમાં કશું જ હાંસલ કરી શકતો નથી. પરંતુ તે પિતાના તુરછ જીવન દરમ્યાન બીજાને માટે બલિદાન થવાને છેવટે એ અનુપમ લહાવો પ્રાપ્ત કરે છે, જેથી તેનું જીવન ધન્ય બની જાય છે. જીવનની એ એક ક્ષણ પણ તેને જીવનની કતાર્થતાની ટોચે પહોંચાડી દે છે. માનવ-ઇતિહાસના એવાં આત્મબલિદાનના દાખલા જ પછીથી સીને યુગો સુધી મહા-કથાઓમાં કીર્તન કરવાની વસ્તુ બની રહે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ નવલકથાકાર પ્રસંગોનું અને પાત્રોનું ઘડતર કરતા કરતે છેવટે જ્યારે આપણા સમગ્ર લાગણીતંત્રને ઉછાળી મુકે- હચમચાવી મૂકે એવા પ્રસંગ ઉપર આવે છે, ત્યારે આપણે પણ એ ઘડીએ જાણે એક પ્રકારની ધન્યતાને ઉછાળ અનુભવીએ છીએ. આ નવલકથાની બલિહારી તો એ છે કે, એમાં પળે પળે હદય-ઉછાળ પ્રસંગ આવે છે. એવા પ્રસંગો જ ભરપષ્ટ્ર રજુ કરવાની કુશળતા લેખકની આ નવલકથાને સાચા અર્થમાં “સાગા’ બનાવે છે. મહાભારત વિશે એમ કહેવાયું છે કે, “જે આમાં છે તે જ સૌમાં છે: અને જે આમાં નથી એ કોઈમાં નથી ' આમ કહીને આખા સાહિત્યજગતને મહાભારતનું જ “ઉપજીવી' બતાવ્યું છે. એને અર્થ એટલે જ છે કે, માનવ-ભાવનાને ઉછાળી મૂકે – વલવી નાખે– પાવન કરે, એવા પ્રસંગો એ મહાકાવ્યમાં એટલા બધા તથા એવા વિવિધ પ્રકારના છે કે, બીજ કવિ હવે જે કંઈ કલ્પશે, તે એમાં કોઈ ને કોઈ રૂપે આવી જ ગયું હશે! આ નવલકથા પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના પિતા-પુત્ર વચ્ચેના ભાઈભાઈ વચ્ચેના અરે દુશ્મન-દુશમન વચ્ચેના અનેક ભાવ-ઉછાળ પ્રસંગો ઉપરાઉપરી રજુ કરે છે. માનવહૃદયના એ બધા ભાવોને દેશ-કાળ કે શત-પાતની કશી મર્યાદા હોય નહીં. એ બધા ભાવ માનવ-સુલભ હાઈ સાર્વજનિક છે. એટલે ધરતીને ઉત્તર છેડે આવેલા આઇસલેન્ડમાં ભજવાતી આ કથા ગુજરાતના ગરમ મેદાનમાં પણ અપ્રસ્તુત હરગિજ નથી બનત. - આ નવલકથા ૧૮૦માં લખાઈ છે. તેના લેખકની સૌથી પ્રથમ નવલકથા ૧૮૮૫માં લખાઈ હતી, અને સૌથી છેવટની જાણીતી કથા ૧૯૨૩માં. લેખક પોતે ૧૯૩૧માં ગુજરી ગયા છે. છતાં અંગ્રેજી. Page #8 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં હવે તેની એક પણ નવલક્યા એક પણ આવૃત્તિમાં ઉપલબ્ધ નથી! એ ઉપરથી વાચન રસની બાબતમાં અત્યારનો જમાનો શું શું છાંડી બેઠો છે અથવા શાની પાછળ પડયો છે, એ સમજી શકાય છે. છતાં ગુજરાતી ભાષામાં એ વિશ્વ-સાહિત્યની નવલકથાઓ હજુ પણ ઉતારવાનું સાહસ કરી શકાય છે, તેનો અર્થ એ છે કે, ગુજરાતી વાચક હજ પંડિત નેહરુની “જ્ઞાનની બારી”ની ચુંગલમાં પૂરેપૂરે ફસાઈ ગયો નથી. હજુ તેના અંતરના તારને છેડનારું કાંઈ પણ મળે, તે તે તેને ઝટ આવકારે છે. ગુજરાતના એ ગુમ તારોને જ આપણે જેટલા વફાદાર રહીશું, તેટલા સબળા અને સધ્ધર બની શકીશું. દ્વારિકાના મોહન શ્રીકૃષ્ણ પોરબંદરના મોહન ગાંધી, ચરોતરના સરદાર, તથા સૌરાષ્ટ્ર-કચ્છ-સુરત-ભરૂચ- અમદાવાદ-નડિયાદ-વડોદરાના સેંકડો નરરત્નોને યાદ કરીને ગુજરાત હજ ધન્ય થઈ શકે છે. તા. ૨-૧૦-૯૮ પુ• છેપહેલે Page #9 -------------------------------------------------------------------------- ________________ વદન અલિદાન પાત્ર-પરિચય સૂત્રપાત ૧. હાકેમ ર: હાકેમની દીકરી ૩. જૈસન અનુક્રમ ૯. જૈસનનું આગમન ૧૦. સ્ટિનના અંત આદમ ફૅરબ્રધર સન-સિ ૬. છેકરા-ઢાકરીની નાનકડી દુનિચા ૭. પિતાનું ઋણ ૮. ધાર અંધકાર: મનના અને રાત્રીના પણ પહેલું સ્ટિફન આરી પુ૦ ૦ પટેલ ગેાપાળદાસ પટેલ પવ બીજું માઇકેલ સનબ્લૉટ્સ ૧. ઉદય અને અસ્ત ૨. આદમની વિદાય ૩. અવળચંડી ભવિતવ્યતા ૪. માઇકેલ સનબ્લૉટ્સના ઉદ્દેશ્ય ૫. પ્રીત ન કરિયા કાચ - ૬. શ્રીબા ગઈ! *** * * * * * * ? * * * ૐ ૧૨૩ ૧૪૦ ૧૫૩ ૧૬૫ ૧૭૩ ૧૭૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૭. વેરની આગ ! ૮. “પક્ડ ૯. સન ૧૦. ફૅશ્રષર-ભાઈએ ૧૧. માફી ૧૨. શકા ૧૩. માઇકેલ સન-લૉક્સનું પતન પવ ત્રીજું સન 1 ૧. બુઠ્ઠા આમ ફૅરબ્રધરની દાસ્તાં ૨. ગંધકની ખાણા ૩. મૈાતના આછાયાવાળી કારમી ખાડ ૪. “સૌ માટેની ધાટી” ૫. કાનૂન-પર્વ ત ૬. પ્રલયકાળ ૭. સાચી વફાદાર ૮. ફ્રી પા। કાંથી ! · e. સબસે ઊંચી પ્રેમ-સગાઈ...’ ૧૦. ભગ્ન હૃદય ! ૧૧. જીવન દઈને જીવન માવાય! ૧૮૪ ૧૯૧ ૨૦૬ ૨૧૯ ૨૨૭ ૧૪ .૧૫૬ ૧૬૯ ૨૧ ૩૦૦ ૩૧૧ ૩૧૪ ૩૪૫ ૩૫૦. ૩૭ DIE ૩૯૧ ૩૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ સત્યાગ્રહની મીમાંસા લેખક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ૧૯૩૫માં બહાર પડેલે આ ગ્રંથ સત્યાગ્રહનું સામાજિક દર્શન, રાજ્ય અને સમાજ-વિદ્યાની દષ્ટિએ સમજાવવા પ્રયત્ન કરે છે. સત્યાગ્રહના મૂળ સિદ્ધાંતની સમજ, સમાજવાદ, સામ્યવાદ વગેરે બીજ સામાજિક સિદ્ધાંતોની દષ્ટિએ તેનું પરીક્ષણ તેની પાછળ રહેલી સામાજિક ફિલસૂફી, વગેરે બાબતોની શાસ્ત્રીય રીતે ચર્ચા કરતું પ્રથમ પુસ્તક આને કહી શકાય. આ પુસ્તક માટે લેખકને “પારંગત'ની પદવી પૂ. ગાંધીજીને હાથે એનાયત કરવામાં આવી હતી. - આ પુસ્તકનો હિંદી અનુવાદ પણ બહાર પડી ચૂક્યો છે. અને તેને અંગ્રેજી અનુવાદ પણ હાલ પ્રેસમાં છપાય છે. “સત્યાગ્રહની મીમાંસા' અંગ્રેજીમાં પ્રસિદ્ધ થશે ત્યારે વિશ્વના ગાંધી-પ્રેમીઓ તેને રોટતેટલા ભાવે આવકારશે. સત્યાગ્રહને સંદેશ વિશ્વમાં પહોંચાડવાની અકાદમીની હેશ છે. સરસ્વતીચંદ્ર લેખક વધનરામ માધવશવ ત્રિપાઠી “સરસ્વતીચંદ્ર” આપણા સાક્ષર-જીવનના “પંડિતયુગનું મહાકાવ્ય” છે. તેના પણ બે જુદી જુદી કક્ષાના સચિત્ર સંક્ષેપ પરિવાર સંસ્થા તરફથી બહાર પડી ચૂકયા છે. ગુજરાતી ભાષાની આ મહાકાદંબરી “સરસ્વતીચંદ્ર - સચિત્ર અંગ્રેજી અનુવાદ પણ વિશ્વસાહિત્ય અકાદમી તરફથી તૌયાર થઈ રહ્યો છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અપણુ પરમ પિતા ગુરુ શ્રી, મગનભાઈ પ્રભુદાસ દેસાઈ - ને ચરણે જેમના સંરક્ષણે મારા બધા રોષ ગળાઈ ગયા, અને હું માટીમાંથી માનવ બન્યા. વેપાળદાસ છવાશાઈ પટ Page #13 -------------------------------------------------------------------------- ________________ દૂમાનડિકન્સલ્ચગેરકૉટ અને ઢોંસ્ટોયની : રસસભર નવલકથાઓ (સંપા. ગોપાળદાસ પટેલ). લે મિરાક્ષ યાને દરિદ્રનારાયણ સંપા. ગેપાળદાસ પટેલ ૧૫૦.૦૦ [વિકટર હ્યુગે કૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ.] શાશા અને ધીરજ સંપા મેપાળદાસ પટેલ ૧૦૦.૦૦ [અલેકઝાન્ડર ડૂમા કૃત અભુત રસ-પ્રધાન નવલકથા કાઉંટ ઓફ મેન્ટેક્રિસ્ટો ને છાયાનુવાદ.] શ્રી મઢિયસ -૪ યાને પ્રેમ, સં૦ નેપાળદાસ પટેલ ૧૫૦.૦૦ [મા કૃત “લુઈઝા દ લા વાલિયેરને સચિત્ર સંક્ષેપ.] શ્રી મકેટિયસ-પ યાને દગા કિસીકા સગા નહિ! ૧૫૦.૦૦ સંપા. ગોપાળદાસ પટેલ [મા કૃત “મૅન ઇન ધી આયર્ન માસ્કને સચિત્ર સંક્ષેપ.] ડોબી એન્ડ સન” યાને તવગરનું સંતાન ૧૦૦.૦૦ - સંપા૦ ગેપાળદાસ પટેલ [ડિકન્સ કૃત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] પિકવિક કલબ યાને “સી સારું, જેનું છેવટ સારુ” ૧૦૦.૦૦ સંપા. ગોપાળદાસ પટેલ [ડિકન્સ કૃત નવલકથાનો વિસ્તૃત સંક્ષેપ.] જગારીની દુહિતર સંપા, ગોપાળદાસ પટેલ ૧૦૦.૦૦ 1. અલ્સ રિકન્સ કૃત “ધી ઑલ્ડ કયુરીયોસીટી શોપ”] અદાલતી ન્યાય સંપા. ગોપાળદાસ પટેલ ૧૦૦.૦૦ [ચાસ કિસ કૃત “બ્લીક હાઉસ”] હૃદયપલટો સંપા. ગોપાળદાસ પટેલ ૧૦૦૦૦ [ટૉલ્સ્ટૉય કૃત નવલકથા “રિઝરેકશનને વિસ્તૃત સંક્ષેપ.] પ્રાપ્તિસ્થાન વિશ્વ-સાહિત્ય કિતાબ-ઘર, ૧૭૦, સત્યાગ્રહ છાવણું, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ બલિદાન માણસજાતે આચરેલા, અપનાવેલા તથા ખીલવેલા સૌ ગુણેામાં મોટા કે મહત્ત્વના કોઈ ગુણ હોય તે તે સ્વાપણું અથવા આત્મ બલિદાન છે. બીજા ગુણા આચરવાથી કે ધારણ કરવાથી પેાતાની જાત ધન્ય બની જાય છે; તથા પોતાની ફરજ કે પેાતાનું કર્તવ્ય સમજીને તે ગુણા આચરાતા હોય છે. ઉપરાંત, એ ગુણ્ણા ન ખીલવવાથી પેાતાની જાતને ક્ષતિ પહોંચવાના કે પેાતાનું કંઈક અહિત થવાનો ખતરો હોય છે; ત્યારે આત્મ-બલિદાન એવા ગુણ છે કે જેને માટે કોઈ પ્રકારના બહારના કે બીજાના કોઈ તકાજો હોતા નથી : પેાતાની સ્વતંત્ર મરજીથી બીજાના હિત કે લાભ માટે તે આચરાય છે. અહીં એ સવાલ ઊભા થાય ખરો કે, બીજા ગુણા ધારણ કરવાથી તા પાતાને સુખ-શાંતિ-ઉન્નતિ વગેરે હાંસલ થાય છે; પરંતુ બીજાને માટે આત્મ-બલિદાન આપવાથી શું હાંસલ થતું હશે, જેથી પેાતાની જાતનું – પેાતાના સર્વસ્વનું બલિદાન આપવા માણસ તૈયાર થાય ? આત્મ-બલિદાનથી સુષ્ટિના કે સરજનહારનેા – એવા તો કયા મોટા કે અંતિમ ઉદ્દેદ્ય સિદ્ધ થતા હશે, જેથી આત્મ-બલિદાન આપનાર પેાતાનું સર્વસ્વ ગુમાવીને પણ પેાતાની જાતને ધન્ય થયેલી માની શકે છે? ઉપરાંત, આત્મ-બલિદાન કાને માટે આપવામાં આવ્યું હાય એની કસેાટીથી તેનું મૂલ્યાંકન કરી શકાય ખરું? તેમજ આત્મ-બલિદાન આપનાર પાત્રની કક્ષાના કે મહત્તાને પણ એ આત્મ-બલિદાનનું મૂલ્યાંકન કરતી વખતે ખ્યાલ રાખવા પડે ખરો ? હરગિજ નહિ ! १३ Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ પિતાની બધી લાગણીઓ તથા કામનાઓ ભૂલીને અથવા જતી કરીને, બીજના સુખ માટે- બીજાના હિત માટે આત્મ-બલિદાન આપવું, એ વસ્તુ પોતે જ આપોઆપ એટલી મોટી મહત્તા ધરાવે છે કે, એ બલિદાન આપનારની કક્ષા કઈ છે કે કઈ બાબત માટે એ બલિદાન અપાયું છે તેની ગણના કે હિસાબ કરવાનો હોતો જ નથી. પોતાનું કહી શકાય તેવું થોડું હોય કે વધારે, વધુ કીમતી હોય કે ઓછું કીમતી હોય પણ તેને ત્યાગવું અર્થાત્ બીજને ખાતર જતું કરવું - હોમી દેવું એ સરખું જ મુશ્કેલ કે અઘરું હોય છે. ઊલટું પોતાનું કહી શકાય તેવું થોડું હોય તે તે કારણે જ તેને જતું કરવું વધુ અઘરુ કે મુશ્કેલ બની જાય છે. - નવલકથાઓમાં મુખ્યત્વે કે સામાન્ય રીતે સ્ત્રી-પુરુષના પ્રેમની વસ્તુને ખૂબ બહલાવવામાં આવી હોય છે; ગીતમાં પણ એ વસ્તુ જ ખૂબ આવે છે. પરંતુ એ વસ્તુને બહલાવ્યા કરવી હોય તે પણ તેને ખૂબ જ મર્યાદા છે. જેમકે, એ પ્રેમ ઊભો થવાનાં નિમિત્ત બે કે ત્રણ છે: ગુંડાઓના કે જાલીમના હાથમાંથી સ્ત્રીને બચાવવી, અણીને વખતે તેને મદદ કરવી, અથવા સ્વયંવરની શરતો પૂરી કરીને જીતી જવી. શારીરિક બાહ્ય સ્વરૂપથી અજઈ જઈને પણ પ્રેમ થાય; પરંતુ બંને પક્ષે તે એક સાથે કે એક જ કારણે થતો વિરલ હોય છે. પ્રેમ થયા પછી મિલન થતા પહેલાં પણ વચ્ચે માબાપ તરફની, સમાજ તરફની કે હરીફ તરીકની અડચણે પણ એકસરખી જ ઓળંગવાની હોય છે. પરંતુ હૃદયપલટો થવો કે આત્મ-બલિદાન આપવું એ બાબતને ૧. કોઈ સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રેમ ઊભું થવાને કવિઓએ માંતર: જોડr દેત: કહીને કોઈ અજા એ આંતરિક હેતુ પણ ગણાવ્યો છે. પરંતુ તે હેતુને શબ્દોમાં નિરૂપો અશક્ય છે. કારણ કે તે માટે પુનર્જન્મ, પૂર્વજન્મનાં કર્મો, તથા પૂર્વજન્મનાં કર્મોનું ફળ આપનાર ઈશ્વર વગેરે અગમ્ય કે અનિરૂપ્ય બાબતો પણ સાથે સાથે જ માની લેવી પડે. Page #16 -------------------------------------------------------------------------- ________________ એવી કશી મર્યાદાઓ હોતી નથી. દરેક પ્રસંગે કે દરેક વ્યક્તિદીઠ એના નિમિત્તમાં – એના અમલમાં – અગણિત વૈવિધ્ય હોઈ શકે. તેથી સીપુરુષ વચ્ચેના પ્રેમની નવલકથાઓ કે કાવ્યોનું વસ્તુ થોડા વખતમાં ખૂટી જાય છે, ત્યારે હૃદય-પલટાની કે આત્મ-બલિદાનની વાર્તાઓનું વસ્તુ અખૂટ હોય છે, તથા તેને નિરૂપવું અઘરું પણ હોય! આત્મ-બલિદાનની આ અંગ્રેજી નવલકથા મને નામથી પણ પરિચિત નહતી. વાંચી તો નહોતી જ. પરંતુ ૨૦૩૦ વર્ષ પહેલાં પરિવાર' સંસ્થાએ વિશ્વસાહિત્યની ઉત્તમ નવલકથાઓ બૃહત્ સંક્ષેપરૂપે ગુજરાતીમાં ઉતારવાનું શરૂ કરેલું, તે જોઈ મારા એક મુરબ્બી મિત્ર સ્વશ્રી વિજયશંકર ભટ્ટ સર થોમસ હની હૉલ કેઈનની “ધ બોન્ડમૅન’ નામની અંગ્રેજી નવલકથાની એક નકલ મને વાંચવા અને પછી ઠીક લાગે તે ગુજરાતીમાં ઉતારવા મોકલી આપી. તે પહેલાં મેં ડૂમા, હૃગે, ડિકન્સ, સ્કૉટ વગેરેની રાજદરબારનાં કરતુકે, પ્રેમશૌર્ય, ઉદાત્ત ભાવનાઓ – લાગણીઓ કે કામનાઓ નિરૂપતી અનેક નવલકથાઓ ગુજરાતીમાં ઉતારેલી; પરંતુ આ નવલકથા વાંચતાં જ મને લાગી આવ્યું કે આત્મ-બલિદાનની તથા હૃદય-પલટાની નવલકથાઓ જ સર્જનની દષ્ટિએ, પરિણામની દષ્ટિએ તથા રસ યા મનોરંજનની દૃષ્ટિએ પણ વધુ આવકારવા યોગ્ય છે. તેથી મેં બીજી નવલકથાઓનું હાથ ઉપરનું કામ પડતું મૂકીને આ નવલકથાનું કામ જ હાથ ઉપર લીધું અને તેને ખંતથી તથા પ્રેમથી પૂરું પણ કર્યું. જોકે શ્રી. વિજયશંકરભાઈના જીવતાજીવત હું તેમની પ્રિય નવલકથાનું આ રૂપાંતર તેમના હાથમ મૂકી ન શક્યો, તેને ખેદ હંમેશ માટે મારા મનમાં રહી જવાને છે. દેહાંતદંડની કારમી સજા ઘણા ખૂનીઓ, હત્યારાઓ અને ગુંડાઓને થયે જાય છે. પરંતુ પોતે કોઈ ગુને કર્યો ન હોય તથા રાજસત્તાએ કે ન્યાયતંત્રે દેહાંતદંડની સજા ફરમાવી પણ ન હોય, Page #17 -------------------------------------------------------------------------- ________________ * - છતાં પોતે માતના કારમા મુખમાં ધસી જવાનું સ્વીકારવું, એ ખરેખર એક અનેાખું – ન સમજાય તેવું કૃત્ય છે. પહેલાં ગામડાં ઉપર ધાડો પડતી, ત્યારે ગામના બચાવ અર્થે ધાડપાડુઓની સામે ધસી જઈ તેમના સામના કરવા જતાં શહીદ થનારા માટે ગામલેાક ગામને પાદરે તેમના પાળિયા ઊભા કરતા, – જેથી પછીની પેઢીઓ પણ તેમને યાદ રાખી શકે. આત્મ-બલિદાનની આવી કથાઓ કે નવલકથાઓ આજની તેમજ ભવિષ્યની પેઢી માટે અમર પાળિયાઓરૂપ છે. આવી નવલકથાઓનું સેવન જેટલું વધુ થાય તેટલું સારું. - આ નવલકથાનું વસ્તુ યુરોપની છેક ઉત્તર-પશ્ચિમે હિમ-વર્તુળને અડીને આવેલા આઇસલૅન્ડ નામના વેરાન – કઠોર ટાપુમાં (તેની આસપાસ આવેલા નાનકડા ટાપુ પણ તેમાં ગણી લેવાના) મંડાય છે. ઈશ્વર પણ તેને જાણે ભૂલી ગય હાય ઍવા એ ટાપુ આજુબાજુ બરફના મહાસાગરમાં નીકળી આવ્યો હોવા છતાં સળગતા – ભભૂકતા જવાળામુખીઓથી પણ ભરેલા છે. આખા ટાપુમાં કિનારા તરફના ચેાથા ભાગ જ કંઈકે વસવાલાયક છે. તેમ છતાં માણસ ને ત્યાં વસે છે; જેમ ધ્રુવ પ્રદેશ તરફના બરછાયા વેરાન પ્રદેશમાં પણ ઑસ્કીમે લેાકો વસે છે તેમ. ટાપુના લાકો ભલા-ભાળા, કામગરા તથા નાદાન છે. ટાપુમાં કાયદા અને વ્યવસ્થા જાળવવા પોલીસ રાખવા પડતા નથી. રાજાને પ્રતિનિધિ થોડા સૈનિકોને આશરે બધું સંભાળી લે છે. પરંતુ તેવા ટાપુમાંય જુદા જુદા રાજાએ પેાતાની રાજસત્તા જમાવવા ઇચ્છે જ. એટલે ડેન્માર્કના રાજા અને ઇંગ્લૅન્ડના રાજા વારાફરતી ત્યાં પેાતાના અગ્રે જમાવે છે. તેવા એક રાજપલટાના અરસામાં આ નવલકથા મંડાય છે, અને પૂરી થાય છે. પણ તેનું બધું મુખ્ય કાર્ય તે રાજસત્તા કરતાં સામાન્ય લાકો દ્વારા જ થાય છે; અને છેવટનું આત્મ Page #18 -------------------------------------------------------------------------- ________________ બલિદાનનું મહતું કાર્ય તો તેમનાય અદનામાં અદના આદમી દ્વારા થાય છે. છતાં એ કઠોર ભૂમિ તેમજ તેથી વધુ કઠોર પર્યાવરણવાળા ટાપુના સામાન્ય જનોનાં કાર્યો તથા કુ-કાર્યો દ્વારા લેખક એક અનોખી - રસપ્રદ – નવલકથા ઊભી કરે છે. નવલકથાનું એકેએક પગરણ (પ્રકરણ પણ) વાચકને ઘેરા રસમાં ખેંચતું જાય છે. સારાં-નરસાં બેઉ તત્ત્વોનો બનેલો માનવી જેવાં સારાં કામ કરી બતાવે છે, તેવાં જ કેટલાંય ખરાબ કાર્યો પણ કરે જ છે. પરંતુ નવલકથાકારે એ સારાં-નરસાં કાર્યોની ફૂલગૂંથણી એવી કુશળતાથી કરેલી છે કે, દરેક પગથિયું વાર્તાને રસની અંતિમ કોટીએ પહોંચાડતું જાય છે. કોઈ પગથિયા ઉપરથી વાચકને કોરેકોરા જવું પડતું નથી – દરેક પગથિયે તે વાર્તા-રસથી વધુ ને વધુ ભીંજાતો જાય છે. પુરુષનું ચરિત્રા જેમ આ નવલકથામાં ઠીક ઠીક ઉપસાવવામાં આવ્યું છે, તેમ સ્ત્રીનું ચરિત્ર પણ સેળે કળાએ ખીલવાયું છે. સ્ત્રીનું હૃદય કેવું કોમળ, પ્રેમાળ, વફાદાર, તથા એકનિષ્ઠ હોઈ શકે, તે બતાવતાં લેખક જાણે થાકતા જ નથી. આઇસલૅન્ડ જેવા વેરાન પ્રદેશમાં એક સામાન્ય સ્ત્રીને શી મોટી કામગીરી બજાવવાની હોય? છતાં જે કંઈ કામગીરી બજાવવાની શ્રીબાને માથે આવે છે, તેને ઉદાત્ત રીતે પાર પાડતી બતાવવામાં નવલકથાકારે પિતાની કળાને પણ સમુચિત રીતે કૃતાર્થ કરી છે. વાર્તા સીધી-સાદી રીતે જ ઊભી થતી કે વિસ્તરતી નથી. તેથી વાર્તાકારે આ નવલકથાનાં ત્રણ “પર્વ' પાડયાં છે. છતાં વાર્તા એટલી બધી અટપટી પણ બની જતી નથી કે જેથી વાચક વાર્તાનો રસતંતુ જ ખોઈ બેસે. વાર્તાનું એકેએક પ્રકરણ – એકેએક પગથિયું વાર્તાને જુદે જુદે છેડેથી આગળ ધપાવે છે; પરંતુ વાચકને કયાંય જાણે અટવાઈ ગયો હોય – ભૂલો પડ્યો હોય તેવો અનુભવ થતો નથી. વાર્તાનું એકેએક પાત્ર વાચકના માનસપટ ઉપર એવા ઘેરા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રંગથી અંકિત થતું જતું હોય છે કે, થોડા વખત બાદ તે ફરીથી સામું આવી મળે ત્યારે આ કોણ અજાયું આવ્યું એવો ભાવ હરગિજ પેદા થતો નથી. પરદેશી પાત્રોની વાર્તાઓમાં એ મુશ્કેલી વાચકને સામાન્ય રીતે પજવતી હોય છે જ. તેથી આ અનુવાદમાં શરૂઆતમાં જ વાર્તાનાં મુખ્ય પાત્રોને પરિચય કક્કાવારી પ્રમાણે ગોઠવીને મૂક્યો છે, જેથી વાર્તા વાંચતાં અજાણ્યા જેવું નામ તેની સામે આવે, તોપણ તેને વિષે ટૂંક માહિતી ઝટ મળી રહે. આ નવલક્થા વાચકોના હાથમાં આવશે, ત્યારે કેટલાકને પ્રતિભાવ સારો હશે, તો કેટલાકને ખરાબ પણ હશે. ખરાબ નવલકથાઓ, ખરાબ સિનેમાનાં ચલચિત્રો, ખરાબ નાટકો અને હવે તો અબાલ-વૃદ્ધને વધુ ને વધુ પ્રિય થતું જતું ટી.વી. વગેરેના વધારે પડતા સંસર્ગથી વાચકોની સુરુચિ નાશ પામતી જાય છે. તેને ફરી જીવતી કરવી હોય તો વાચકને સારી નવલકથાઓ, સારાં ચલચિત્રો, સારાં નાટકો વગેરેના સંપર્કમાં મૂકવો જોઈએ. એવા જ કંઈક આશયથી પરિવાર સંસ્થા મારફત શ્રી. મગનભાઈ દેસાઈએ સારી નવલકથાઓને બીજી ભાષામાંથી ગુજરાતી વાચકને માફક આવે તે સ્વરૂપમાં – કદમાં પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ આરંભાવી હતી. પરિવર્તન તો કુદરતને કાયદો જ છે. પરંતુ હાલમાં નાચગાન-વાચન-ખાન-પાન ઇત્યાદિ બાબતોમાં થઈ રહેલું અંગ્રેજી-મુખી પરિવર્તન ક્યાં જઈને અટકશે, તથા ક્યાં લઈ જશે એ તો રવીન્દ્રનાથને “ભારત-ભાગ્ય-વિધાતા” જાણે. પરંતુ જેઓ આ પરિવર્તનનું કમનસીબ હાર્દ કે પરિણામ સમજે છે, તેમણે તો “સારી' ગણાતી વસ્તુઓ નફા-તેટાને ખ્યાલ રાખ્યા વિના સૌ સમક્ષ ધર્યા કરવાની ફરજ બજાવ્યે જ છૂટકો. તા. ૨૯-૧૧૯૨ ગોપાળદાસ જીવાભાઈ પટેલ Page #20 -------------------------------------------------------------------------- ________________ પાત્ર-પરિચય [કક્કાવારી પ્રમાણે] આદમ, ફેરબ્રધરઃ મૅન ટાપુમાં નિમાયેલે ડેપ્યુટી ગવર્નર. સીધે-સાદો લેંગ્વને ખેડૂત. પરંતુ સચ્ચરિત્ર તથા વફાદાર. તેની દીકરી ગ્રીબા નવલકથાની નાયિકા તરીકે મુખ્ય ભાગ ભજવે છે. એલ, ડચૂક ઑફ પોતાની હકુમત હેઠળના મૅન ટાપુ માટે ઇગ્લેન્ડના રાજાએ નીમેલા ગવર્નર-જનરલ. તેને મૅન ટાપુમાં રહેવું ગમતું ન હોવાથી તે આદમ કૅરબ્રધરને પિતાના ડેપ્યુટી ગવર્નર તરીકે નીમે છે. એરિકઃ જૈસન અને માઇકેલ સન-લૉસ પાછળ પડેલા ગાર્ડીને કુતરો. ઐશર : આદમ કૅરબ્રધરના છ પુત્રોમાં સૌથી મોટા. ભલો, પણ અસ્થિર પ્રકૃતિનો. એરીસન: સ્ટિફનના બાપનું નામ. પણ બધા સ્ટિફનને “સ્ટિફન એરી” જ કહેતા. એસ્કર ગ્રીબાને અંગ્રેજી શીખવવા માઈકેલ સન-લૉસે રોકેલી અંગ્રેજ હારિયણને પતિ. ગ્રીબાના પિતા દરિયાઈ હોનારતમાં સપડાયા છે તેવા સમાચાર મળતાં તેમની શેાધમાં તેને મેકલવામાં આવ્યું હતો. પ્રેસિડન્ટ માઇકેલ સન-લૉસને ઘેર સામાન્ય નોકરની સેવા બજાવે છે. થીબા આદમ કૅરબ્રધરની છ પુત્રો ઉપરાંતની સાતમી લાડકી દીકરી. માઈકેલ સન-લૉસ અને જૈસન ' બંનેના પરિચયમાં આવી આ વાતોનું મુખ્ય નાટયબિદુ ઊભુ કરે છે. ચીમસનઃ આઇસલૅન્ડની પાર્લામેન્ટ આહિંથગમાં સમાનતાવાદી પક્ષને આગેવાન. પ્રેસિડન્ટપદ માટે માઇકેલ સન-લૉસને કદ૨ હરીફ આલિથગમાં તેની સામે પક્ષ “ચર્ચ પાટી.” તે પક્ષ રાજ્યના બંધારણમાં ધર્મને પાયામાં સ્થાપવા માગતો હતો. १९ Page #21 -------------------------------------------------------------------------- ________________ ચેસ એકલી : ભાડે ભાર વહન કરી નિયત સ્થળે પહોંચાડી આવનાર - ભારતૈયો. માઇકેલ સન-લૉસને પરિચિત. જુઆન : ‘મી અને જૈમી બે વણકરભાઈનું ઘરકામ કરનારે. જંક : વહાણની હોનારતમાં આદમ સાથે સપડાયેલો એક ખલાસી. જૈમી અને ડેમી બે ઘરડા વણકરભાઈએ. જેકબ : આદમ ફેરબ્રધરને પાંચમે છોકરે. શિયાળ જેવો લુચ્ચે. જૈસન: સ્ટિફન ઓરી અને તેની પહેલી પત્ની રાશેલને પુત્ર. શરીરે કદાવર, મનથી નિર્મળ – આ વાર્તાને નાયક. તેના આત્મ-બલિદાનની જ આ કથા હેઈ, લેખકે તેનું યથાચિત ચિત્રણ કરીને હાથ ધોઈ - નાખ્યા છે. - જૈન ઃ આદમ ફેરબ્રધરનો છઠ્ઠો છોકરો. ટાપટીપ પસંદ કરનારે –“જેન્ટલ મેન” નામે ઓળખાતો. જૉન ડયુક ઓફ એથલ? જુઓ “એલ. જૉન પિટર્સન, બિશ૫ : રજાવિકને બુદ્દો બિશપ. લૅટિન ભાષા - શીખવવાની શાળા ચલાવે છે. જૈસન ઉપર ગ્રીબાએ માંડેલા કેસ વખતે ત્યાંની અદાલતના પ્રમુખપદે બિરાજે છે. જોન્સન : ગ્રીમ્સી ટાપુ ઉપરને એકમાત્ર કંજુસ તવંગર. જૉગન જગન્સન : ડેન્માર્કના રાજાએ આઇસલૅન્ડમાં નીમેલ પિતાને ગવર્નર-જનરલ. સ્વાર્થ, કૂટનીતિ અને કશું પાર પાડવા માટે યોજેલી ન્યૂહરચનાની બાબતમાં બેફામ. સ્ટિફન એરીની પત્ની રાશેલને પિતા. પરંતુ પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યું હોવાથી - પુત્રીને કાયમ માટે તજી દે છે. ટોલો૫, કાઉન્ટઃ આઇસલૅન્ડ ખાતે ડેન્માર્કના રાજાને મિનિસ્ટર. કેન ડઃ “ધર્મવીર' ઉપનામથી ઓળખાતો એક મેડિસ્ટ. સ્ટિફનને મરતી વખતે પ્રાર્થના કરી લેવા બહુ સમજાવે છે. ડેમીઃ અને જૈમી બે ઘરડા વણકરભાઈએ. ડંવી પૅવેરિલ વહાણ ઉપરનો મૅન ટાપુને વતની એ બુટ્ટો ખલાસી. તે વહાણમાં જ ખલાસી તરીકે જેસન રેડાયો હતો. Page #22 -------------------------------------------------------------------------- ________________ २१ થસ્ટનઃ આદમ ફેરબ્રધરને એ છોકરે. મક્કમ સ્વભાવને પણ - હંમેશાં પીધેલ રહે. નેરી કોઃ મૅલ્ડન વીશીવાળ. માઇકેલ સન-લૉસને સપડાવવા આદમ ફેરબ્રધરના બીજા અને ત્રીજા છોકરાએ ગોઠવેલા કાવતરામાં સંદેશ વાહક બને છે. પિટસન, જૉન બિશપે? જુઓ “જૉન પિટર્સન, બિશપ.” પૈટ્રિકસનઃ કાનૂન-પર્વત ઉપરની મલ્લ-કુસ્તીની હરીફાઈમાં ઘણાને પછાડ નારે મલ. છેવટે સ્ટિફન ઓરીને હાથે હારતાં ગવર્નર-જનરલ જોંગન જૉર્ગનની દીકરી રાશેલ બાપના વિરોધ છતાં વિજેતા ટિફન ઓરીને પરણે છે. પેટ્રિકસન તથા સ્ટિફન એરી વચ્ચે મારણાંતિક વેર બંધાય છે; સ્ટિફન પછી તેનું ખૂન કરી નાખે છે. પેટ્રિકસનઃ આઇસલૅન્ડ જતા જહાજમાંથી ટપાલ લેવા-આપવા હોમ ટાપુમાંથી હોડી લઈને આવેલ ટપાલી. સ્ટિફને કાનન-પર્વત ઉપર હરાવેલા મલ્લ પૅટ્રિકસનનો ભાઈ. તે પણ પોતાના ભાઈના ખૂનને, બદલો લેવા હંમેશાં પ્રયત્ન કર્યા કરે છે. માઈકેલ સન-લોકસઃ સ્ટિફન ઓરીને બીજી પત્ની લિઝાથી થયેલ પુત્ર. તેના સેનેરી વાળને કારણે તેને તેના પિતા માઈકેલ “સન-લૉફિસ કહેતા. સ્ટિફન તેને આદમ ફેરબ્રધરને ત્યાં ઊછરવા મૂકી દે છે. તે ફેરબ્રધર? જુઓ આદમ ફેરબ્રધર. તેના છ દીકરા ફેરબ્રધર ભાઈઓ તરીકે નવલકથામાં બહુ હલકટ ભાગ ભજવી જાય છે. ગ્રીબા તેમની એકની એક બહેન. તેના જીવનમાં પણ તે સવાથી બેવકૂફ આગ લગાડે છે. રાશેલઃ આઇસલૅન્ડના ગવર્નર-જનરલ જોર્ગન જૉર્ગસનની પુત્રી. તેના પિતા તેને કાઉન્ટ ટ્રોલ ૫ સાથે પરણાવવા ઇચ્છે છે. પણ છેવટે તે પોતાની પસંદગીથી સ્ટિફન ઓરીને પરણુને બાપથી છૂટી પડે છે. જેસન તેને પુત્ર. રૂથઃ આદમ ફેરબ્રધરની કર્કશા પત્ની. Page #23 -------------------------------------------------------------------------- ________________ ક છે લિઝા: સ્ટિફન આઇસલેન્ડથી પૈટ્રિકસનનું ખૂન કરવા બદલ પકડાઈ ન જવાય તે માટે કાચમને નાસી છૂટયો ત્યારે લિઝાને ત્યાં આશરે પામી તેને પરણ્યો હતો. તેનાથી તેને માઈકેલ સન-લૉકસ નામનો પુત્ર જન્મ્યો હતે. લિઝા બદચલન સ્ત્રી હોઈ પતિ કે પુત્ર તરફ કશે ભાવ રાખતી નહિ. એટલે સ્ટિફનને હાથે જ માઇકેલ ઊછર્યો હતો. લિઝા કિલી: સ્ટિફન ઓરી અંગ્રેજ જહાજ ઉપરથી નાસી છૂટયો ત્યાર પછી તેને પિતાને ત્યાં આશરો આપનાર અને પછી તેને પરણનાર બદચલન બાઈ. જુઓ ઉપર “લિઝા.” સૉફસ: જુઓ માઈકેલ સન-લૉસ. સિગડ: જેસન અને માઇકેલ પાછળ પડેલા ગાર્ડોમાંના એકનું નામ. સિઋસ થૉસન : સ્ટેપનને લ્યુથરન પાદરી. ગવર્નર-જનરલ જોર્ગનની દીકરી રાશેલને હેપ્પનના ખલાસી સ્ટિફન એરી સાથે પરણાવવા બદલ તેને હેરાન કરવા દૂર ગ્રીસી ટાપુ ઉપર ખસેડવામાં આવે છે. ટિકન એરીઃ આઇસલૅન્ડના કુલના સ્ટેપ્પન ગામને ખલાસી. બહુ મજબૂત બાંધાને હેઈ આથિંગ વખતે મલ પેટ્રિકસનને પછાડે છે અને તેને જાની દુશ્મન બને છે. ગવર્નર-જનરલ જૉર્ગન જૉર્ગન્સનની પુત્રી રાશેલ તેના ઉપર કુરબાન થઈ બાપનું ઘર અને બાપને તજીને તેને પરણું જાય છે અને કાયમની દુ:ખી થાય છે. જૈસન તેને પુત્ર. સ્ટીનઃ આદમ ફૅરબ્રધરને ત્રીજે છોકરે. રૉસની પેઠે ઘાતકી સ્વભાવને – ઝનૂની. હુસાયિક આંખને વેદ. ગંધકની ખાણ માં કામ કરતા મજૂરે અચાનક ફાટી નીકળેલી ગંધકની ધૂણીથી આંધળા બની જાય, ત્યારે તેમને ઉપચાર કરતો. “હુસાવિક” ગામનું પણ નામ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ વાચકની ક્ષમાયાચના [વીસેક વર્ષ પહેલાં જેની હસ્તપ્રત તૈયાર થયેલી, અને છેક પથારીવશ થયા પછી જે ચોપડીનું છાપકામ હાથ ઉપર લેવામાં આવ્યું, તેમાં વિરામચિહ્નોની બાબતમાં અરાજક તો છે જ, પરંતુ વાર્તાનું વસ્તુ સમજવામાં જ મુશ્કેલી ઊભી કરે તેવી નીચે બતાવેલી ભૂલ સુધારી લઈને જ વાચકે વાર્તા વાંચવાનું શરૂ કરવા વિનંતી. - સી. લટી અશુદ્ધ શુદ્ધ ફગાળાયા ફળાચા તેતે તેને ન રહ્યો એ ન રહ્યો; એ નાનડડી નાનકડી આખું આપ્યું કજૂસ કંજુસ જસનના જેકબના કેટવા કેટલા જવાબ નહીં.” જવાબ નહીં. ત્યારે, તે ત્યારે તે એક કાગળ એ કાગળ તેમ તેમ નથી તેમ નથી એ ચાવી એની ચાવી આ હતું ખરું? આ હતું ખરું ને ન હતા. ન હતો. ન બને !” ન બને?” ચાર વાર દૂરની ચાર વાર જેટલે દૂરની પહોંચ્યો પણ તેણે જોયું. પહોંચ્યો. પણ તેણે જોયું છે. ૨૧૪ ૨૪૪ - 2 ૨૫૧ ૨૫૮ 0 ૨૬૪ ૨૮૧ ૩૦૪ ૧૯ ૩૨૧ . ૨૪ २३ Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ પર્વ પહેલું સ્ટિફન સારી Page #27 --------------------------------------------------------------------------  Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂત્રપાત - આઇસલેન્ડ એટલે હિમ-ભૂમિ! યુરોપખંડનો એક જ પશ્ચિમ છેવાડાનો ઉત્તર તરફનો ભાગ. ચાળીસ હજાર ચોરસ માઈલ વિસ્તારવાળો એ મુખ્ય ટાપુ ઉત્તર-વનું બરફ-કુંડાળું પૂરું થાય કે તરત તેની દક્ષિણે આવેલો છે. તેની આસપાસ બીજા નાના ટાપુ તો ઘણાં છે. આટલો બધો નર્યા બરફનો જ ભાર દરિયાઈ સપાટીથી સરેરાશ બે હજાર ફૂટ ઊંચાઈવાળી પોતાની પીઠ ઉપર વહન કર્યા કરતો હોવા છતાં એ આખો ટાપુ સૌથી વધુ જવાળામુખીઓથી ભરેલો છે – તેમાંના કેટલાક તો સળગતા છે! કેટલાય ગરમ પાણીના ઝરા બહારની બરફીલી ઠંડી ઉપર ફગોળાયા કરે છે. પાસે જ ઉત્તર આટલાંટિકનો હૂંફાળો સમુદ્ર-પ્રવાહ ટાઢાબોળ મહાસાગર-પાણીને વધતો ચાલ્યો જાય છે, અને આઇસલૅન્ડના વાતાવરણને સહ્ય તથા ભેજવાળું બનાવે છે. આ ટાપુનો ચોથો ભાગ માંડ વસી શકાય તેવો છે. ઘણાંખરાં ગામ ઊંચી કરોડોવાળા ભાગેલા કિનારા ઉપર જ આવેલાં છે. ઇમારતી ઝાડનું નામનિશાન નથી. ઘાસછાયાં ચરાણ બીડ છે, જેમના ઉપર ઘેટાં, ઘોડા અને ઢોર ઊછરે છે. ખેતીમાં બટાકા અને ટીંપ જેવાં કંદ પેદા કરી શકાય. લોકોના નિર્વાહનો મુખ્ય આધાર સમુદ્રની પેદાશ – માછલાં વગેરે છે. આઇસલૅન્ડની સંસ્કૃતિ સ્વતંત્રપણે જ ખીલી છે. અંતરમાં ભાવનાની હૂંફાળી તરબોળતા; પણ બહાર બરફની ટાઢાશ – કશી ખોટી દોડધામ નહીં. પ્રમાણિકતા, એકવચનીપણું અને સામાનું ખોટી રીતે પડાવી લેવાની અનિચ્છા લોકોમાં સ્વાભાવિક જ પ્રવર્તે છે. પોલીસસંસ્થા જેવું કશું હોયા વિના લોકો સુખેથી શાંતિમાં જીવે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન - એ લોકોનું પ્રાચીન સાહિત્ય પણ મહાકાવ્ય સાગા' શૈલીનું, અંતરના ગૂઢ ભાવોથી ભરેલું અને ત્યાંના ખડકો જેવું કપરું છે. અલબત્ત, ત્યાંના લોકો બાકીની દુનિયાથી અલગપણે ગમે તેવું શાંત – ટાઢું જીવન જીવવા ઇચ્છે, પણ આસપાસના લૂંટારી પ્રકૃતિના પડોશીઓ એમને શાના જંપવા દે? એટલે આઇસલૅન્ડમાં પણ ધર્મઝનૂની પાદરીઓ, રાજ્ય-લોભી સત્તાધીશો અને ધન-લોભી ચાંચિયાઓ અને વેપારીઓનાં પગરણ ૯મા સૈકા પહેલાંથી જ મંડાઈ ચૂકયાં હતાં. ખ્રિસ્તી ધર્મ ત્યાં ઈ.સ. ૧૦૦૦માં દાખલ થયો. • આ નવલક્થાનો કાળ ઈ.સ. ૧૮૦૦નો હોઈ, તે વખતે ડેન્માર્કના રાજાની હકૂમત પોતાના નીમેલા ગવર્નર-જનરલ મારફત એ ટાપુમાં પ્રવર્તતી હતી. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ હાકેમ 3] નવલકથાને સમયે જૉર્ગન જોર્ગન્સન નામનો ઉમરાવ ડેન્માર્કના રાજા તરફથી આઇસલૅન્ડનો ગવર્નર-જનરલ નિમાયો હતો. અલબત્ત, તે ડેન્માર્કની રાજધાની કૉપનહેગનમાં જન્મેલો ડેનિશ યાને હડહડતો ‘ડેન હતો. પણ ગવર્નર-જનરલ જેવે પદે પહોંચતા પહેલાં તેણે ઘણાં પગથિયાં વટાવ્યાં હતાં, અને તે બધાં રૂડાં-રૂપાળાં ન હતાં. શરૂઆતમાં તો તે એક અંગ્રેજ વેપારી જહાજ ઉપર ઉમેદવાર તરીકે દાખલ થયો; પછી બ્રિટિશ નૌકાસૈન્યમાં હલકા દરજ્જાનો અસર બન્યો; ત્યાર પછી ડેન્માર્ક અને ટ્રાન્સ ઇંગ્લૅન્ડની સામે થયાં, ત્યારે એક ડેનિશ ખાનગી જહાજનો કપ્તાન બની, ઈંગ્લૉન્ડનાં જહાજોને જ પજવવા લાગ્યો. જૉર્ગન સ્વાર્થ ખાતર જ પ્રમાણિક બની શકતો; કૂટ-નીતિની આવશ્યકતાને કારણે જ ન્યાયી બનતો; તથા વ્યૂહરચનાના તકાજાને કારણે જ ઉદાર ! પોતાના રહ્યાસહ્યા અંતરના અવાજને તે કદી પોતાના રોજિંદા વ્યવહારમાં ડખલ કરવા દેતો નહિ. એક વખત વેલ્સ'ના વેપારીના જહાજમાં તે લિવરપુલથી આઇસૉન્ડની રાજધાની રૅજાવિક બંદરે આવી પહેાંચ્યો. આઇસલૅન્ડની કંગાળ, ભૂખે મરતી રાજધાનીની એની એ પહેલી ઓળખાણ હતી. ૧. ઇંગ્લૅન્ડ દેશના એક ભાગ. Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન પણ તેથી વધુ ઓળખાણ તેને એ જહાજના વેલ્સ વેપારીના ઘરમાં થઈ. તે વેપારીનો લિવરપુલ મથકે ધીકતો ધંધો ચાલતો હતો અને તેને પચીસ વર્ષની ફૂટડી કન્યા હતી. જોર્ગન અંગ્રેજ માલના બદલામાં આઇસલૅન્ડની પેદાશ ભરી લાવવા એ વેપારીની નોકરીએ રહ્યો હતો. પહેલી મુસાફરી દરમ્યાન જ તે અહીંથી સો ટન મીઠું ભરી ગયો અને ત્યાંથી જવાળામુખીનો ગંધકભર્યો બોજ વહી લાવ્યો. બીજી મુસાફરીમાં તે પેલા વેલ્સ-વેપારીની દીકરીને જ પત્ની તરીકે ઉપાડી ગયો અને પછી ખાલી વહાણ પાછું મોકલવાની તસ્દી પણ તેણે લીધી નહિ. દરમ્યાન ઇંગ્લેન્ડ અને ડેન્માર્ક વચ્ચે વૈમનસ્ય ઊભું થયાની ખબર પડતાં તે અંગ્રેજ હકૂમતની વફાદારી ફગાવી દઈ, ડેન્માર્કની રાજધાની કૉપનહેગન પહોંચી ગયો. ત્યાંના સત્તાવાળાઓને તેણે જણાવ્યું કે, અંગ્રેજ હકુમતની બંધી છાનીછૂપી વાતો હું જાણું છું, માટે મને આઇસલૅન્ડનો ગવર્નર-જનરલ બનાવો, તો હું તમને બહુ ઉપયોગી થઈ પડીશ. ડેન્માર્કવાળાઓએ તેને વર્ષે ચારસો પાઉડને પગારે એ જગાએ નીમ્યો; એટલે તે પોતાના સસરા વેલ્સ-વેપારીના જહાજ ઉપર જ ડેન્માર્કનો ધ્વજ ફરકાવી રેકજાવિક બંદરે લાંગર્યો. - જૉર્ગન જૉર્ગન્સન તે વખતે તો ભરજુવાનીમાં હતો, પણ પછી ઉંમર ઢળવા માંડવા છતાં તેનું પથ્થર જેવું હૃદય જરાય પોચું પડવા લાગ્યું ન હતું. તેને પોતાનો વંશજ મેળવી પોતાનો વંશ કાયમ કરવાની બહુ ઇંતેજારી હતી, પણ તેની સમગ્ર વિજયી કારકિર્દીની એ એક વિચિત્ર નિષ્ફળતા હતી કે તેને દીકરો ન જ થયો – માત્ર એક દીકરી થઈ. પણ ભગવાને કરેલી ભૂલને તેણે માણસની બુદ્ધિથી સુધારી લેવાનો પ્રયત્ન કર્યો – ડેન્માર્કના આઇસલૅન્ડ ખાતેના પ્રધાન કાઉંટ ટ્રૉલોપ સાથે તેણે પોતાની પુત્રી પરણાવવાનું નક્કી કર્યું. ટ્રોલોપને વર્ષે પાંચસો Page #32 -------------------------------------------------------------------------- ________________ હાકેમ પાઉંડ પગાર મળતો હતો; ઉપરાંત એક મકાન આઇસલૅન્ડની રાજધાની રેકજાવિકમાં અને બીજું ડેન્માર્કની રાજધાની કૉપનહેગનમાં મળ્યું હતું. કાઉટ ટ્રૉલોપ પિતાલીસ વર્ષની ઉમરનો હતો – ઊંચો, કરચલીમરેલો, પાવડર છાંટેલો, તેલ ચોપડેલો અને સ્ત્રી-દાક્ષિણ્યથી છલકાતો. જંર્ગનની પુત્રી રાશેલ તેની વેલ્સ-જાતિની માની પેઠે દુ:ખ સહન કરવામાં ધીર, પ્રેમ કરવામાં ઉગ્ર, અને દ્વેષ કરવામાં તાતી હતી. કાઉન્ટ ટ્રૉલોપ સાથે લગ્નની વાત ઊપડી ત્યારે તે વીસ વર્ષની હતી અને તેની મા કેટલાંક વર્ષ થયાં ગુજરી ગઈ હતી. કાઉન્ટ જૉર્ગનના વિચારમાં મૂંગી સંમતિ આપી દીધી હતી. કારણ કે રાશેલ એવી ફટડી છોકરી હતી કે, તેને નકારવાનું કોઈ પુરુષને કારણે જ ન હોઈ શકે. છોકરીએ પણ શરૂઆતમાં બાપના વિચારને અવમાન્યો પણ નહિ કે સંમાન્યો પણ નહિ. વસ્તુતાએ, કયારે પરણવું, કોને પરણવું તથા કેવી રીતે પરણવું તેનો કશો વિચાર જ તેણે કર્યો ન હતો. રાશેલની ૨૧મી વરસગાંઠ પછીના જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું ચાલતું હતું. એ મહિનો આઇસલૅન્ડની પ્રાચીન લોકસભા આથિગ'નો મહિનો કહેવાય. “આથિગ’ના ઉત્સવ માટે ચૌદ દિવસનો રાષ્ટ્રીય તહેવાર જાહેર કરવામાં આવ્યો. પ્રાચીન રિવાજ પ્રમાણે શિંગ્વલિરની ખીણમાં આવેલા પ્રાચીન કાનૂન-પર્વત ઉપર અત્યારના કાયદો અને વ્યવસ્થા જાળવનારાઓ – ગવર્નર-જનરલ, બિશપ, સ્પીકર અને શરીફો – લોકોના પ્રતિનિધિઓ સાથે ભેગા મળવાના હતા. ત્યાં આઇસલૅન્ડના પ્રાચીન કાયદાઓનું જાહેર વાચન થવાનું, તથા નવા કાનૂનોની જાહેરાત. બદમાશો ઉપર કેસ ચાલવાના, તથા હક-દાવા – લેણ-દેણ પતવવાનાં. ઉપરાંતમાં ત્યાં મલ્લ-કુસ્તી થાય; ઘોડદોડ થાય; શસ્ત્રોના ખેલ થાય; અને સાથે સાથે પ્રેમના અને જીવલેણ હેરના પ્રસંગે પણ. Page #33 -------------------------------------------------------------------------- ________________ આમાલિદાન આ વખતે કાઉન્ટ ટૉલેપ આઇસલૅન્ડમાં હાજર હોઈ જોંગને તેને આ પ્રાચીન મહોત્સવ વખતે પોતાની હાજરીથી શોભામાં વૃદ્ધિ કરવા નિમંત્યો. ગવર્નર-જનરલની મંડળી પચાસેક આઇસલેન્ડના ઘોડાં-ટટવાં ઉપર બેસી કાનુન-પર્વતે જવા નીકળી. રાશેલ તેના બાપ અને કાઉન્ટની વચ્ચે ઘોડેસવારી કરીને ઉપડી. એ છ-સાત લાંબા ડેનિશ માઈલની મુસાફરી દરમ્યાન જૉર્ગને રાશેલના કાઉન્ટ સાથેના લગ્નની શરતો નક્કી કરી લીધી. કાઉન્ટ કબૂલ થયો અને રાશેલે વાંધો ન લીધો. ત્રણ દિવસ “આથિગ' લોકસભાનું કામકાજ ચાલ્યું, તે દરમ્યાન રાશેલ ખૂબ કંટાળી ગઈ. પણ પછી ચોથે દિવસે મલ-કુસ્તી શરૂ થઈ. તેના બાપે તેને ટેકરા ઉપર ઊંચે આસને પોતાની સાથે બેસાડી. આખા આઇસલૅન્ડમાં જે વિજેતા નીવડે, તેની કમરે ચાંદીના બકલવાળો પટ્ટો તે બાંધવાની હતી. રાશે પિતાને મળેલા એ બહુમાન બાબતમાં કશી ઇંતેજારી ન દાખવી. કુસ્તી ચાલવા લાગી ત્યારે તે પરીક્ષક સાથે ઉપેક્ષાબુદ્ધિથી આવીને બેસી તો ગઈ જ. કાઉંટ તેને પડખે ઊભો રહ્યો. નીચે અખાડાની આસપાસ સેંકડો સ્ત્રી-પુરુષ-છોકરાં વગેરે ટોળું વળીને ઊભાં હતાં. એક મલ્લ તેની સાથે કુસ્તી કરવા આવનાર સૌને પછાડથે જતો હતો. તેનું નામ પૅટ્રિકસન હતું. તે આઇસલેન્ડ પાસેના વેસ્ટમૅન ટાપુમાં આવીને વસેલા કોઈ આઈરિશનો વંશજ હતો. જેમ જેમ એ બધાને પછાડતો ગયો, તેમ તેમ તેને માથાનો પવન પણ સાથે સાથે વધવા લાગ્યો; અને છેવટે તો તેની તુમાખી રાશેલને એવી અસહ્ય લાગવા માંડી કે કોઈ એને પવન ઉતારે એ છે કે નહીં તે જોવા તેણે પ્રેક્ષકો તરફ બેદરકારીથી સહેજ જ નજર નાખી. પણ તેની સાથે જ તેની બધી બેદરકારી દૂર થઈ ગઈ! કાનૂન- પર્વતના નીચેના ટેકરા ઉપર એક માણસ તેનું માથું હાથમાં અને Page #34 -------------------------------------------------------------------------- ________________ હાકેમ કોણી ઢીંચણ ઉપર ટેકવીને બેઠો હતો. તેનું માથું ખુલ્યું હતું, અને ગરમીને કારણે તેણે પોતાનું ઊનનું શર્ટ પીઠ ઉપર ઉલટાવી નાખ્યું હતું. દેખાવે તે જુવાન, પહોળા ખભાનો અને ગંઠાયેલા સ્નાયુઓવાળો હતું. તેનાં કપડાં સામાન્ય તથા ફાટેલાં હતાં. તે કુસ્તી તરફ કશો ખાસ રસ દાખવતો ન હતો; આઈસૉન્ડના વતનીઓની પેઠે તે સ્વાભાવિક સુખ મુદ્રામાં બેઠો હતો એટલું જ. જ્યારે છેલ્લે હારેલ માણસ પાછો ફર્યો, ત્યારે લોકોએ જે બુમરાણ મચાવી મૂકી, તે સાંભળીને તે જરા જાગ્રત થયે, અને પોતાની સુસ્ત આંખો જરા ઊંચી કરીને તેણે તે તરફ નજર નાખી. મલ્લકુસ્તી પૂરી થઈ. પૅટ્રિક્સન વિજેતા જાહેર થયો અને ગવર્નરની પુત્રીને હાથે વિજેતાનો પટ્ટો પહેરવા તે કાનૂન-પર્વતના ટેકરા ઉપર ચડ્યો. રાશેલે તે વિધિ કશો ખાસ રસ દાખવ્યા વિના પૂરો કર્યો, – તેની આંખો તો પેલા પહોળા ખભાવાળા ઉપર જ ચોટી રહી હતી. પેટ્રિકસને હવે દારૂ મંગાવ્યો, જેથી તે સૌ હારેલાઓને દારૂ પાઈને તેમના પ્રત્યે શુભેચ્છા દાખવી શકે. તેણે પોતે પણ ખૂબ ઢીંચ્યો પછી તે બડાશ મારીને હાકલ કરવા લાગ્યો કે, તમારા ટાપુના કોઈ પણ મજબૂત માણસને મારી પાસે લાવો, અને હું તેને ચટ દઈને ચિત્તાપાટ કરી દઈશ! આટલું મોટેથી કહીને તે નીચે ઊતરવા માંડ્યો, તે વખતે જ પેલા પહોળા ખભાવાળાએ તેની સામે સીધી નજર કરીને જોયું. પૅટ્રિકસન એની નજરમાં રહેલા હુંકારને પામી ગયો; એટલે તરત જ બોલી ઊઠયો, “વાહ ભાઈ, આ ગેંડુજી બેઠા બેઠા ઘૂરકે છે ને કંઈ! લાવ જરા એમને ઊંચાનીચા કરીએ.” એમ કહીને તેણે તેની આસપાસ પોતાના હાથ ભિડવી, તેને તેની બેઠક ઉપરથી ઊંચે કરવા પ્રયત્ન કર્યો. પણ પેલો ત્યાંથી જરાય ચસ્યો નહીં. Page #35 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન પૅટ્રિકસને હવે છંછેડાઈ, પોતાનું પૂરું જોર લગાવ્યું; પણ બેકાર! જે પ્રેક્ષકો એની આ ફજેતી જોઈ રહ્યા હતા, તેમણે બૂમ પાડીને કહ્યું, આ સુસ્ત જુવાનિયો, જરી વાર પહેલાં કુસ્તીમાં જ ઊતર્યો હોત, તો પેટિકસનની દેન નથી કે તે તેને પછાડી શકે !' તરત જ મૅટ્રિકસન ગુસ્સામાં આવી ત્રાડી ઊઠ્યો, “હજુય કશું મોડું નથી થયું. આ જુવાનિયો જો મારી સામે આવી જાય, તો તેને પછાડયા પહેલાં વિજેતાને આ પટ્ટો હું પહેરીને ઘેર નહીં જાઉં!” તરત જ પેલો જુવાનિયો ખડો થઈ ગયો. પણ તે વખતે જ માલૂમ પડયું કે તેને જમણો હાથ કણી અને કાંડા વચ્ચે જખમાયેલો હતો; અને ઘાથી ઉપરની બાજુએ તેણે રૂમાલ તાણી બાંધ્યો હતો. પણ એથી જરાય ગભરાયા વિના તેણે તો પોતાને ડાબો હાથ પૅટ્રિકસનની કેડની આસપાસ ભિડાવી દીધો. પૅટ્રિકસને તેને પહેલો પકડ્યો હતો એટલે એ તેને જોરથી અધ્ધર ઘુમાવીને પોટલાની પેઠે જમીન ઉપર ફગાવવા ગયો; પણ પેલાને પગ જમીન ઉપર એવો ચોટી રહ્યો કે, તે પોતે જ ઊલટો હાલકડોલક થઈ ગયો. પછી તો પેલાએ પોતાનો એક પગ પૅટ્રિકસનના પગ વચ્ચે ઘાલીને બીજા પગને ઢીંચણ તેના પેટ ઉપર દબાવી, પોતાનું માથું તેની દાઢી નીચે લાવી, પોતાના ડાબા હાથ વડે તેની પાંસળીઓને ભિડાવીને પેલાને પોતાની ઊલટી બાજાએ એવો નમાવવા માંડ્યો કે, થોડી વારમાં જ પેરિસનના પીઠ વચ્ચેથી જ બે કટકા થઈ જાત. પણ તેના સગાવહાલા તરત ત્યાં દોડી આવ્યા. તેઓએ મૅટ્રિકસનને હારેલો જણાવી, તેને મારી ન નાખવા આજીજી કરી. પેલા જુવાને તરત પોતાનું દબાણ ઓછું કરી પૅટ્રિકસનને એવો ધક્કો માર્યો કે, તે માટીના રોડાની પેઠે દુર ફંગોળાઈ ગયો. રાશેલ તો ચિંતાભરી નજરે આ કુસ્તી જોઈ રહી હતી. પણ જ્યારે પૅટિકસન હારીને ગબડી પડયો, ત્યારે તે હસી પડી અને પોતાના પિતાને કહેવા લાગી કે, પેલો કમરપટ્ટો હવે આ નવા વિજેતાને પૅટ્રિકસને કાઢી આપવો જોઈએ! Page #36 -------------------------------------------------------------------------- ________________ હાકેમ જૉર્ગને તરત જ એ વાતની ઘસીને ના પાડી દીધી. કારણકે, કુરતી-દાવ પૂરો થયેલ જાહેર કરવામાં આવ્યો હતો અને પેરિસનને વિજેતા તરીકે પટ્ટો વિધિસર પહેરાવી દેવામાં આવ્યો હતો. હવે તો આ જુવાન બીજા આથિગ વખતે આવીને વિજેતા નીવડે તો જ તેને પટ્ટો મળે! રાશેલે તરત પિતાનો નેકલેસ ગળામાંથી ઉતાર્યો અને પેલા જુવાનને પાસે બોલાવી તેના ઘવાયેલા હાથના ખભા ઉપર પહેરાવી દીધો; અને પૂછયું, “બહાદુર, તમારું નામ શું?” “સ્ટિફન.” “કોના દીકરા?” ઓરીસનને દીકરો છે, પણ બધા મને સ્ટિફન ઓરી જ કહે છે.” “શો ધંધો કરો છો?” “ખલાસી, જોકુલના સ્ટેપ્પન ગામે.” દરમ્યાન પેટ્રિકસન ઊભો થઈ ત્યાં આવી પહોંચ્યો અને પોતાને કમરપટ્ટો રાશેલના પગ આગળ નાખીને સ્ટિફનને સંબોધીને બોલ્યો, “એ પટ્ટો હવે તારો છે, લઈ લે.” ત્યાર બાદ તે મોંએથી ભૂંડા શાપ વરસાવતો ટોળાં વરચેથી પાલતો થઈ ગયો. ઇ એક કલાક બાદ, રાતના ઝાંખા પ્રકાશમાં સ્ટિફન એરી ગવર્નરની દીકરી સાથે શિંગ્વલિરના ધર્માચાર્યના મકાનના દરવાજા પાસે ઊભો હતો. જોર્ડનના રસાલાને ધર્માચાર્યના મકાનમાં ઉતારો મળ્યો હતો. આ સ્ટિફને રાશેલને કહ્યું, “આ પટ્ટો પાછો લઈ લો; કારણકે, હું જો એ પટ્ટો રાખીશ, તો પેટ્રિક્સન અને તેના સગાઓ મને આખી જિંદગી જંપવા નહીં દે.” Page #37 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન રાશેલે કહ્યું, “એ પટ્ટો તમે જીત્યા છે, અને એ તમારે રાખવાનો છે. તમને કોઈ વાતને કોઈ તરફથી ભય રહેતો હોય, તો મનમાં એટલી ધારણ રાખજો કે, મેં – ગવર્નર-જનરલની પુત્રીએ – તમને એ આપ્યો છે, અને કોઈ તે બદલ તમને કશું કહી – કરી શકે નહીં. " તરત જ પાસેની બાજુએથી કંઈ અવાજ સંભળાયો અને સ્ટિફન ચોંકી ઊઠયો. પણ રશેલે હસીને કહ્યું, “એવડા મોટા પૅટ્રિકસનને પછાડનારા થઈને રાતને વખતે કશો અવાજ આવે તેમાં ગભરાઈ શાના જાઓ છો?” બીજે દિવસે સવારે થિંગ્વલિરમાં બુમરાણ મચી રહ્યું કે, પેટ્રિકસનનું ખૂન થયું છે. જ્યાં તેનું શરીર પડ્યું હતું ત્યાં લોકો દોડી આવ્યા. તેમણે જોયું કે, તેની કેડ વચ્ચેથી ભાગી નાખવામાં આવી હતી. તે તરત જ કાનૂન-પર્વત આગળ અદાલત બેઠી. ધર્માચાર્ય ન્યાયાધીશ તરીકે હતા; અને શબ મળ્યું હતું તેની પાસે તંબૂમાં સૂતેલા નવ જણ પંચ તરીકે. પરંતુ કોણે ખૂન કર્યું - કયારે કર્યું એનો કશો પુરાવો મળ્યો નહીં. આખી રાત દરમ્યાન કોઈએ કશો અવાજ પણ સાંભળ્યો ન હતો. એટલે આથિગ સમક્ષ કોઈની ઉપર કશો આરોપ મૂકી શકાય તેમ નહોતું. પૅટ્રિકસનનાં સગાંવહાલાં સ્ટિફન એરી તરફ કાળી અંધાર આંખો કરવા માંડ્યાં; પણ તેના મોઢા ઉપર સહેજે ફરક પડયો નહિ. ગવર્નર-જનરલની દીકરી મલકુસ્તીની રાતથી માંડીને, રાષ્ટ્રીય તહેવાર પૂરો થયો ત્યાં સુધી, પોતાના ઉતારામાં જ ભરાઈ રહી. પછી જ્યારે તંબૂએ સંકેલી, બધા પોતપોતાના ઘર તરફ જવા ઊપડયાં, ત્યારે રાશેલે જૉર્ગન અને કાઉટ ટ્રૉલપની વચ્ચે ઘોડેસવારી કરીને પ્રયાણ કર્યું. Page #38 -------------------------------------------------------------------------- ________________ હાકેમ ૧૩ તેની પાછળ વીસેક ડગલાં દૂર સ્ટિફન ઓરી પણ પોતાના ટવા ઉપર બેસીને આવતો હતો; અને તેની પાછળ પાંચેક ડગલાં દૂર રૅટ્રિક્સનને ભાઈ! જુલાઈ મહિનો પૂરો થઈ ઑગસ્ટ મહિનો બેઠો. રાશેલના કાઉંટ સાથેના લગ્નને દિવસ નજીક આવ્યો. પણ કન્યાની વિનંતીથી લગ્નનો દિવસ જરા દૂર ધકેલવામાં આવ્યો. એ બીજો દિવસ પણ નજીક આવ્યો, ત્યારે રાશેલે ફરી તે દિવસ આગળ ધકેલાવ્યો. એ ત્રીજો દિવસ પણ નજીક આવ્યો ત્યારે હજુ પણ તે દિવસ આગળ ધકેલવાની વાત રાશેલે કરી; પણ જૉર્ગને ઘસીને ના પાડી દીધી. કારણકે, મિનિસ્ટર કાઉન્ટ ટ્રૉલોપને હવે ડેન્માર્કની રાજધાની કૉપનહેગન પાછા ફરવાનું થયું હતું, એટલે તેમની સાથેનું લગ્ન પતી જ જવું જોઈએ. પણ હવે કાઉન્ટ પોતે જ એ લગ્ન માટે આનાકાની કરવા લાગ્યો. તેને રાશેલ બાબત ઘણા ઘણા અહેવાલો મળતા જતા હતા. તેણે જૉર્ગનને એ વિશે એક દિવસ વાત કરી. પેલાએ જવાબ આપ્યો કે, “રાશેલ મારી દીકરી છે, અને હું આ ટાપુના ગવર્નર-જનરલ છું. જર્મન જૉર્ગન્સનની દીકરી સામે આંખ ઊંચી કરવાની હિંમત જ કઈ ન કરી શકે.” કાઉન્ટ તરત જવાબ આપ્યો, “મને ખાતરીબંધ માહિતી છે કે, સ્ટેપ્પનનો સ્ટિફન ઓરી તમારી ધરીનું કુંવારિકાપણું ખંડિત કરી ચૂક્યો છે. નવાઈની વાત તો એ છે કે, એ માણસ તદ્દન પ્રમાદી છે - દિવસ આખા ઘરની પથારીમાં અને રાત આખી દારૂના પીઠામાં ગાળે છે. એની મા જ માછલાં ચીરવાનું કામકાજ કરી, તેનું ભરણપોષણ કરે છે.” ગવર્નરે તરત પોતાની મુક્કી જોરથી ટેબલ ઉપર ઠોકીને કહ્યું, “જૂઠી વાત! મારી છોકરી એવા કંગલાની તો સામું પણ ન જુએ!” “ઠીક, તો તમારી દીકરી અત્યારે અહીં કેમ નથી?” કાઉન્ટ જરા તપી જઈને પૂછ્યું. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આત્મ-બલિદાન “તે માંદી છે એટલે પોતાના કમરામાં સૂઈ ગઈ છે, વળી.” જૉર્ગને પણ ચડસે ચડીને જવાબ આપ્યો. “ તો ઠીક, તમે એ ઘરમાં છે કે નહિ તે જોઈ આવો. પછી તે ક્યાં છે એ હું તમને બતાવું. હું બધું નજરે જોઈને જ આવ્યો છે.” જૉર્ગની દીકરીના કમરામાં જોઈ આવ્યો; તે ત્યાં ન હતી. હવે કાઉન્ટ તેને પોતાની પાછળ પાછળ ચુપકીદીથી બહાર લઈ ગયો. શિયાળાના દિવસે અંધારઘેરા બનતા જતા હતા. રેકજાવિકના ગવર્નમેન્ટહાઉસની પાછળ એક નાનું બીડ હતું. તે રાતે બરફ પડવા લાગ્યો હતો અને થોડે દૂર બે જણ એકબીજાને બાથ ભરીને ઊભાં હતાં – સ્ટિફન અને જૉર્ગન જગન્સનની દીકરી રાશેલ. બિલાડીની પેઠે ધીમેથી સરકીને એક જણ તેમની પાછળ જઈને ઊભો હતો : તે પૅટ્રિકસનનો ભાઈ હતો. તેની પાછળ કાઉન્ટ અને ગવર્નર જનરલ જઈને ઊભા રહ્યા. જંગલી જાનવરની જેમ હુંકાર કરીને ઑર્ગન તરત જ રાશેલ અને ટિકનની વચ્ચે જઈને ઊભો રહ્યો. તેણે સ્ટિફનની છાતી ઉપર જોરથી થપાટ મારી, તરત જ રાશેલ બાપની સમક્ષ ઘૂંટણિયે નમી પડી. જૉર્ગને તેના ઉપર શાપ વરસાવવા માંડ્યા – “હરામજાદી, તું મારી દીકરી જ નથી; તારા શરીરમાં મારું લોહી હોય એમ લાગતું નથી. હરામજાદી, તારું કાળું કર – તમો બંનેનું સત્તાનાશ જાઓ!”. ' રાશેલ બાપના શાપ કાને ન પડે તે માટે કાનમાં આંગળીઓ બેસવા ગઈ અને તરત જ બેભાન થઈને નીચે ઢળી પડી. તેનો જંગી પ્રેમી તેને ફૂલની પેઠે હાથમાં ઉપાડી લઈ, ગુપચુપ ત્યાંથી ચાલતો થયો. Page #40 -------------------------------------------------------------------------- ________________ - હાકેમની દીકરી ગવર્નર જનરલની દીકરીને અને સ્ટેપનના ખલાસીને સિક્સ થોમ્સન નામના લ્યુથરન પાદરીએ પરણાવ્યાં; પણ તે ભલા ખ્રિસ્તીને એ લગ્ન ભારે પડી ગયું. એક અઠવાડિયામાં જ તેને રાજધાનીના દેવળમાંથી બદલી, મુખ્ય ટાપુથી સાત ડેનિશ દરિયાઈ માઈલ દૂર આવેલા છેવાડાના ટાપુ ઉપર આવેલી ગ્રીસીની નાની દેવળજાગીર ઉપર ખસેડવામાં આવ્યો. સ્ટિફન એરીને પરણનારી રાશેલના જીવનમાં પણ સુખના દહાડા ન આવ્યા. તેના મનમાં હતું કે તેને પતિ તેને પિતાને ગામ લઈ જશે, જેથી તેને અહીં સૌની નજર હેઠળ હીણપતભર્યું જીવન ગુજારવું નહિ પડે. પણ સ્ટિફને એવી દલીલ કરી કે, સ્ટેપન તો બહુ કંગાળ ગામ છે – જ્યાં મોટાં વહાણો તો આવી શકતાં નથી; તેના કરતાં અહીં રેકજાવિકમાં વધુ રોજગાર મળી શકે. રાશેલને નાછૂટકે કબૂલ થવું પડયું અને તેઓ માછી લોકોના વાડામાં એક કંગાળ ઘર લઈને રહ્યાં. સ્ટિફન કશું કામકાજ કરતો નહીં. મલ્લકુસ્તીમાં તેણે બતાવેલા પરાક્રમથી તેના પ્રશંસકો ઘણા થયા હતા, અને એવા મોટા માણસથી સામાન્ય કામકાજ કેમ થઈ શકે? પણ છેક જ બેસી રહ્યું આવક થી રીતે થાય? એટલે તેણે રાશેલને સૂચવ્યું કે, તારો બાપ ખાસ પૈસાદાર છે, તેની પાસેથી આપણને જોઈતી ખર્ચજોગી રકમ તું કેમ માગી લાવતી નથી? Page #41 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન બિચારી રાશેલને આ સાંભળી કમકમાં આવી ગયાં. તે તો એક મરદની મરદાનગીને પરણી હતી; અને તે ખાતર બાપના કે સૌના તુચ્છકારને તેણે અવગણ્યો હતો. પણ સ્ટિફન તો છેક જ માટીને માણસ નીકળ્યા – જેને એટલું પણ વટ-આબરૂનું ભાન નહોતું કે, રાશેલથી બાપને ઘેર હવે કોઈ રીતે કે કોઈ કારણે ન જવાય. - સ્ટિફનથી રાશેલની ઠપકાભરી – કરુણાભરી આંખે સામે જોવાય તેમ ન રહ્યું. તેણે એક દિવસ કહ્યું કે, “ મારી મા જ મને સીધા રાખી શકે તેમ છે; તે જ અત્યાર સુધી મારી સંભાળ લેતી આવી છે. તે જો નજીક હશે તો મારી પાસે કંઈક કામ પણ લઈ શકશે; તેમજ હું પોતે પણ તેના ડરથી થોડા ઓછા દારૂ પીશ. વળી તે બહુ કામગરી બાઈ છે, એટલે કામકાજ કરીને ઘરના ચૂલાય સળગતો રાખી શકશે. તેથી તેને હું આપણે ત્યાં રહેવા બાલાવી લઉં છું.” ૧૬ રાશેલને વળી સ્ટિફનની કોઈ વાતમાં હા-ના કહેવાપણું જ કયાં હતું ? એટલે સ્ટિફનની મા ઍક દિવસ એક વિચિત્ર ટટવા ઉપર બેસીને અને પોતાની સામાન્ય ઘરવખરી લઈને આવી જ પહોંચી. તેના કર્કશ અને બિહામણા દેખાવ જોઈને જ રાફેલને રહ્યોસહ્યો આનંદ મરી ગયો. માએ આવતાંવેંત રાશેલ તરફ પગથી માથા સુધી નજર નાખીને જોઈ લીધું – જાણે દીકરે ખરીદેલા કોઈ જાનવરની જાત તપાસતી હોય. તે સમજી ગઈ કે, છોકરી ખરેખર ફૂટડી હતી; પણ એ ફૂટડી છેાકરી કશું ભારે કામકાજ કરીને છેકરાનું પેટ ભરી શકે તેમ ન હતી. મા પેાતાના છેાકરાનું એદીપણું જાણતી હતી. એટલે તેણે રાશેલના હાથમાંથી પેાતાના છેકરાને પાછા જીતી લેવાને કાર્યક્રમ સીધા આરંભી દીધા. તેણે એક બાજુ રાફેલને ધિક્કારવાનું શરૂ કર્યું, અને બીજી બાજુ છેાકરાને લાલન-પાલનથી ખુશ રાખવાનું. માના આવ્યાથી આમ સ્ટિફનભાઈ ઊલટા વધુ ફાવી ગયા. તેમનું એદીપણું વધતું ચાલ્યું. પણ રાશેલ બિચારીના દહાડા દોહ્યલા Page #42 -------------------------------------------------------------------------- ________________ હાકેમની દીકરી ૧૭ બની ગયા. તેને હવે સ્ટિફનની માએ તુચ્છકારપૂર્વક આપેલા રોટલા ગળે ઉતારવાના હતા. પણ તે સગર્ભા અવસ્થામાં હતી, એટલે તેને મન મારીને ચૂપ જ રહેવું પડ્યું. મા કામે જતી ત્યારે સ્ટિફન કોઈ કોઈ વાર રાશેલ પાસે બેસી શરમભર્યો મોંએ બળાપો કરતો કે, મારી પાસે એકાદ ડી જેવું સાધન હોત, તો હું આપણા બંનેને જોઈએ તેટલું સહેજે કમાઈ લાવત – માને આશરે આમ તારે ને મારે જીવવું ન પડત. રાશેલે એક વાર પૂછયું, “હોડી કેટલાની આવે, ભલા?” આજકાલ બંદરમાં લાંગરેલા વહાણના સ્કૉટિશ કાને એક સારી હેડી સાઠ કાઉનમાં વેચવા કાઢી છે. આ બાજુ એવી મજબૂત હેડી ઝટ ન મળે.” એ જ અરસામાં રાશેલે પડોશની છોકરીઓને વાત કરતી સાંભળી હતી કે, બર્નાર્ડ ફંક નામને એક યહૂદી ધક્કા ઉપર જુવાન સ્ત્રીઓના વાળ ભારે કિંમત આપીને ખરીદે છે. પિતાના પતિને મોઢે સારી હોડીના સાઠ ક્રાઉનની વાત સાંભળી, રાશેવને પોતાના સુંદર સેનેરી વાળ યાદ આવ્યા. એટલે પતિને કંઈ બહાનું બતાવી, તે એકલી ઝટ ધક્કા તરફ ચાલી. ત્યાં ખરે જ કેટલીય છોકરીઓ વાળ વેચવા ટોળે વળી હતી. તેઓમાંની કેટલીક વાળ વેચીને જે પૈસા હાથ આવે તે લઈ, સ્ટોર તરફ કાચ-કીડિયાં, વીંટી, રંગબેરંગી શાલ વગેરે ખરીદવા દોડી જતી. ત્યારે કેટલીક વાળ વિનાનાં પેલીનાં બેડકાં માથાં જોઈ, વાળ વેચવા કે નહીં તેની ગડભાંજમાં ત્યાં જ ભમ્યા કરતી. રાશેલનું પણ ત્યાં પહોંચ્યા પછી મન પાછું પડી ગયું. પોતે હોડી ખરીદવાના પૈસા લાવી આપશે તેથી તે પોતાના પતિને માના આ૦ – ૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન હાથમાંથી પાછી મેળવી શકશે ખરી? શરૂઆતમાં પોતે જે વાળથી અને જે રૂપથી પતિને પામી શકી હતી, તે વાળ અને તે રૂપ ન રહેતાં પતિનું સુત મન તેના તરફ આભાર જેવા બીજા કશા હાર્દિક ભાવથી ખેંચાશે – બંધાશે ખરું? તે પણ એટલામાં પેલો યહૂદી તેની દ્વિધા જોઈ ગયો. તેના સોનેરી સુંદર વાળ તેની નજરમાં વસી ગયા. તેણે તરત રાશેલને વાળ વેચવા લોભાવવા માંડી. છેવટે રાશેલે પૂછયું, “મારા વાળને શું આપશો ?” પૂરા પચાસ ક્રાઉન !” સાઠ આપો તો વિચાર કરું.” યહૂદીએ પોતાને કેવી ખોટ જશે એની વાત કરતાં કરતાં સાઠ ક્રાઉન ગણીને રાશેલના હાથમાં મૂક્યા. રાશેલે પણ પોતાનો વિચાર ફરી જાય તે પહેલાં પોતાના વાળ તેની પાસે કપાવી નાખ્યા. ઘેર જઈ રાશેલે સ્ટિફનના હાથમાં સાઠ કાઉન પકડાવી દીધા અને ઝટ તેને પેલા કૉટિશ કમાનની હોડી ખરીદી લેવા જણાવ્યું. સ્ટિફન બાઘો થઈ, વાળ વિનાના રાશેલના માં સામું જોઈ રહ્યો. તેને રાશેલનું વાળ કપાવેલું માં ગમ્યું નહિ; પણ તે ત્યાંથી ઊઠીને ઝટપટ ચાલતો તો થયો છે. થોડી વારે સ્ટિફનની મા પાછી આવી, ત્યારે રાશેલે તેને હરખાતાં હરખાતાં પોતે સ્ટિફનને હોડી ખરીદવા પૈસા લાવી આપ્યાની વાત કરી. ડોસી માત્ર થોડું ઘૂરકી; વિશેષ કાંઈ તે વખતે તો બોલી નહિ. સ્ટિફન હોડી ખરીદી લીધાની ખુશખબર લઈને ક્યારે પાછો આવે, તેની આતુર થઈને રાશેલ રાહ જોવા લાગી. પણ એક પછી એક કલાક પસાર થવા લાગ્યા છતાં સ્ટિફન પાછો ન આવ્યો. છેક છેવટે મોડી રાતે, મધરાત બાદ સ્ટિફન દારૂના ઘેનમાં લથડિયાં ખાતો ઘેર પાછો આવ્યો. તેણે રાશેલ સમક્ષ ઘૂંટણિયે પડીને તેની માફી માગતાં જણાવ્યું કે, “સાઠ ક્રાઉનના સો ક્રાઉન કરવા હું Page #44 -------------------------------------------------------------------------- ________________ હાકેમની દીકરી જુગાર ખેલ્યો હતો, પણ પચાસ કાઉન હારી જતાં, બાકીના દશ પોતાને થયેલો ભારે પસ્તાવો ભૂવવા તેણે પીઠામાં ખરચી નાખ્યા છે.” રાશેલનું હૈયું બેસી ગયું. પણ ડોસી તરત જ પાસે આવીને વિજયના ઘમંડ સાથે બોલી ઊઠી, “તારા વાળના પૈસા આપી મારા છોકરાને તારે હાથ કરી લેવો હતો, ખરું? હવે મારો છોકરો તારા હાથમાં આવી રહ્યો, બોડકી !” રાશેલ મરણિયા જેવી થઈ ગઈ અને મા-દીકરા બંને ઉપર તડૂકી ઊઠી. માએ પોતાના કહ્યાગરા દીકરાને રડારોળ કરીને ઉશ્કેર્યો. સ્ટિફનને માએ કરેલા પડકારથી શૂરાતન ચડી આવ્યું. તેણે તરત આગળ આવી રાશેલના મોં ઉપર અવળા પંજાની ફેટ લગાવી દીધી. રાશેલ પગથી માથા લગી સળગી ઊઠી. “મને તે મારી? મારા ઉપર હાથ ઉગામ્યો, એમ? પેટિકસનનું તેં કરેલું ખૂન ભૂલી ગયો છે, શું? હવે જો તારી વલે કરાવું છું!” રાશેલના શબ્દો, સ્ટિફનના પંજા કરતાં વધુ કઠોર નીવડ્યા. રાક્ષસ જેવો સ્ટિફન એ ધમમ આગળ મીણ થઈ ગયો. પોતાની ટોપી ઉપાડી લઈ, તરત તે અંધારી રાતે ઘરમાંથી કાયમ માટે બહાર નીકળી ગયો. Page #45 -------------------------------------------------------------------------- ________________ જેસન ન જ રાતે રાશેલને સમય પહેલાં પ્રસૂતિ થઈ ગઈ. તેને પુત્ર જન્મ્યો; – પરંતુ તેના બાપની અમાનુષિતા વિચારીને તેના અંતરમાં પુત્ર પ્રત્યે જરાય ભાવ પેદા ન થયો. બાળક રડવા લાગ્યું, પણ માએ તેને ધવરાવવા લીધું નહિ. સ્ટિકનની મા સ્ટિફનની શોધમાં ગઈ હતી તે ભૂંડા સમાચાર અને તેથીય વધુ રાશેલ માટેનો કાળો તિરસ્કાર લઈને પાછી આવી. તેણે રાશેલને સંભળાવ્યું - “સ્ટિફન ગઈ રાતે ઊપડેલા કોઈ અંગ્રેજ જહાજમાં ચડીને ભાગી ગયો છે. તારે કારણે મારો દીકરો મેં ખોયો.” પણ પછી તો હાથની મુક્કી રાશેલના માં સામે ઉગામીને તેણે ઉમેર્યું, “દીકરાના બદલામાં દીકરે – જેમ મારો દીકરો તારે કારણે મેં ખોયો, તેમ તારો દીકરો પણ તું ખોજે!” રાશેલે પોતાના કમનસીબ પુત્રને ધવરાવ્યો જ નહિ – તેને મરવા માટે તજી દીધો. પણ થોડી વાર બાદ અસહાય અને મરવા પડેલા બાળકનું કલ્પાંત સાંભળી, તેને દયા આવી. તેણે કશો વિચાર કર્યા વિના બાળકને ધવરાવવા છાતીએ લીધું. દેવળની વાળઝૂડ અને સારસંભાળ કરનાર એક ડોસો-ડોસી પાસે જ રહેતાં હતાં. ડોસી છેવટના થોડા સમયથી રાશેલની સારવાર કરતી હતી. તે તરત પાદરીને બોલાવી લાવવા દોડી - જેથી ખ્રિસ્તી જલદીક્ષા પામ્યા વિના બાળક મરી ન જાય. છે Page #46 -------------------------------------------------------------------------- ________________ જેસન પાદરીએ આવીને ઉતાવળે રાશેલને તેનું નામ પૂછ્યું; પણ તેણે શો જવાબ આપ્યો નહિ. એટલે પાદરીએ પેલી પડોશણને છોકરાના બાપનું નામ પૂછયું. તે ભલી બાઈએ જવાબ આપ્યો – “સ્ટિફન ઓરી.” તો પછી આ બાળકનું નામ સ્ટિફન સ્ટિફન્સન રાખીએ,” એમ કહી પાદરીએ પાણીમાં આંગળીઓ બોળી. પણ રાશેલ પોતાના બાળકને એના બાપનું ભૂરું નામ મરતી વખતે પણ ન લાગે તે માટે બોલી ઊઠી – “ના, ના, ના.” પડોશણે કહ્યું, “આ બાઈને બિચારીને એના ભૂંડા પતિએ બહુ દુ:ખ દીધું છે; એટલે છોકરાનું નામ માના બાપના નામ ઉપરથી પાડો.” તો તેનું નામ જર્મન જર્ગન્સન રાખીએ,” પાદરીએ કહ્યું. પણ રાશેલ પાછી ત્રાડી ઊઠી, “ના, ના, ના, મને અને આને બાપ છે જ નહિ. તેનું નામ માત્ર જેસન પાડો.” “હું? ખ્રિસ્તીનું નામ એવું તે હોતું હશે?” પાદરી બોલી ઊઠડ્યો. “ભલા, એ તો જહાજનું નામ હોય !” પડોશણ પણ બેલી ઊઠી. છતાં છોકરાનું નામ જેસન જ પાડવામાં આવ્યું. રાશેલે તેને બધાં સાંવહાલાંથી તે બાબતમાં છૂટો પાડી દીધી. પણ નવાઈની વાત એ બની કે, કલાક બાદ છોકરો જાણે ફરી સજીવન થવા લાગ્યો! અને ત્રણ દિવસ બાદ તો રાશેલ જાતને નિચોવી-નિચોવીને, પિતાને સમગ્ર જીવનરસ એ બાળકને ધવરાવવા લાગી. તે રાતે ટાપુના બિશપ રાશેલ પાસે આવ્યા. તેમને રાશેલની મા સાથે મિત્રતા હતી, અને તેથી જ અત્યારે રાશેલનો બાપ તેમના પ્રત્યે કિન્નો રાખતો હતો. બિશપે રાશેલને કહ્યું, “માછીવાડામાં એક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મ-બલિદાન માછી તાજેતરમાં મરી ગયો છે. તેણે પોતાની થોડીઘણી જે કંઈ મિલકત હતી તે દેવળને અર્પણ કરી દીધી છે. તું એ મકાનમાં જઈને રહે.” સુવાવડના દિવસે પૂરા થતાં જ રાશેલ પોતાના બાળક પુત્રને લઈ, બિશપે ચીંધેલા ખેલડામાં રહેવા ચાલી ગઈ. લાવાનાં ગચિયાંને ધૂળધમાથી ચણીને એ ખેલડું ઊભું કરવામાં આવ્યું હતું. અંગ્રેજ વેપારીઓ માટે દરિયાઈ પંખીઓનાં સુવાળાં પીંછાં સાફ કરવાનું કામ કરીને રાશેલ આજીવિકા જોગ કમાવા લાગી. તેને બાપ જૉર્ગન જોન્સન પુત્રીની લાચાર સ્થિતિ જાણતા હશે, પણ તેને મદદ કરવા તેણે કદી કશો પ્રયત્ન કર્યો નહિ. રાશેલનું બાળક ધીમે ધીમે મોટું થવા લાગ્યું, અને તેને આનંદી કલબલાટ રાશેલના ભાગી ગયેલા હૃદયને સજીવન કરવા લાગ્યો. તેને પોતાની કાળી મજૂરી કરવામાં પણ આનંદ આવવા લાગ્યો; જીવન વહાલું લાગવા માંડયું, એ બાળક તેનાં બાવડાંમાં બળ પૂરતું; અને તેના શૂન્ય અંતરમાં પ્રાણ. રાશેલ હવે કંગલી રહી ન હતી : તેને ચાહવા માટે બાળક હતું – કેટલી મોટી સમૃદ્ધિ? એની એ કાળી કોટડી જ તેને માટે પ્રકાશપૂર્ણ સ્વર્ગ બની ગઈ. રાશેલ દરિયા-કિનારે કામ ર્યા કરે, ત્યારે બાળક તેની પાસે કાંકરા રમ્યા કરતું. મા તેના તરફ નજર કરતી કરતી તેની આસપાસ કેવાં કેવાં સ્વપ્ન ઊભાં કર્યા કરતી : તેનો એ લાલ મોટો થઈ કિનારે આવતાં જહાજોમાં ચડીને પરદેશ જશે – કદાચ પિતાને પણ સાથે લઈ જશે- પોતાની માના વતનમાં – ઇંગ્લેન્ડમાં સ્તો. ત્યાંના પુરુષો સ્ત્રીઓ પ્રત્યે સજનતાથી વર્તે છે અને ત્યાંની સ્ત્રીઓ પુરૂને વફાદાર રહે છે. ઇંગ્લેન્ડ જતા સુધીના થડા દિવસ જ આ હતભાગા ટાપુમાં પિતાને રહેવાનું છે – તેનો ઉદ્ધારક તેના પગ પાસે જ ખેલે છે – તેને પિતાનો જૈસન ! Page #48 -------------------------------------------------------------------------- ________________ જેસન વરસો વીતવા લાગ્યાં. જેસન મજબૂત બાંધાને, ઊંચે, કદાવર જુવાનિયો બન્યો. તેના વાળ લાલાશ પડતા રંગના હતા. તે જુસ્સાદાર, ઝનૂની, આકળા સ્વભાવને, અવિચારી, સાહસી, તથા ગણતરી વિનાનો હતો. તે જાણે માનવ જળચર પ્રાણી હતો, અને દિવસનો મોટો ભાગ દરિયા-કિનારે જ ગાળતો. રમત ગણાય એવું જે કંઈ કામકાજ હોય તે બધું તે ઉત્સુકતાથી કરતો. જેમકે બંદર બહારના ઊભા ચઢાણવાળા ખડકોની ટોચે ઇડર-ડક પંખીના માળામાંથી ઈંડાં ઉતારી લાવવાં એ તેનું કામ. લોકો રાશેલને કહેતા કે, તારો છોકરો બરાબર તેના બાપ ઉપર ઊતરશે, ત્યારે તેને ગમતું નહિ, અને તે કાનમાં આંગળીઓ ખસી દેતી. તેનો પુત્ર ફૂટડો અને તેજસ્વી તો હતો જ – એટલો એ તેનો – રાશેલનો અંશ ગણાય. અને ભલે એ છોકરાને તેના બાપની પેઠે સુસ્તીના ગાળા વચ્ચે વચ્ચે આવી જાય; – પણ એક બાબતમાં તે તેના બાપ કરતાં છેક જ જુદો હતો, એની કોણ ના પાડી શકવાનું હતું? – તે એની માને ખૂબ જ ચાહતો! લોકો જૈસનના એ ગુણ અંગે પણ ગુસપુસ કરતા કે, એનો બાપ પણ બીજા ગમે તેટલા દુર્ગુણ તેનામાં હશે, પણ રાશેલને ચાહવાની બાબતમાં તો ઊણો ન હતો. લોકોની એ બધી ગુસપુસ પોતાના પુત્રને કાને ન પડે, અને પિતાના ખંડિત જીવનની કહાણી તેને વખત પહેલાં કોઈ ન સંભળાવી દે, તે માટે રાશેલે પોતાના દીકરાને અંગ્રેજી ભાષા જ શીખવી હતી. છતાં જૈસન દરિયા-કિનારેથી આઇસલૅન્ડની ભાષાના શબ્દો વીણતો જ રહેતો અને પછી તો પોતાની માની શરમની અને પોતાના બાપની હલકટતાની વાત ત્રણગણી કરીને બહારથી સાંભળી લાવ્યો જ. પરિણામ એ આવ્યું કે, મા પ્રત્યેનો તેનો પ્રેમ રાણગણો વધી ગયો, અને બાપ પ્રત્યેને કિન્નો પણ. 1. છતાં આ બધા દિવસો દરમ્યાન રાશેલના મનમાં એક આશા ટકી રહી હતી અને તે એ કે પિતાને પતિ સ્ટિફન ગમે ત્યારે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આત્મબલિદાન પિતાની પાસે પાછો આવશે જ. તેણે કરેલા ખૂનની વાત બહાર પાડી દેવાની ધમકી પોતે અલબત્ત આપી હતી, પણ પોતાની પત્નીની એવી ધમકીને કણ કાયમ સાચી માન્યા કરે, ભલા? અલબત્ત ગુસ્સામાં આવી જઈ રાશેલ એ શબ્દો મોંએથી બોલી ગઈ હતી, પણ તેથી પૅટ્રિકસનના ભાઈના ડરને કારણે પોતાની પત્ની અને બાળકથી જીવનભર કોઈ દૂર રહેતું હશે, વાર? છેવટે રાશેલને મનમાં એવી આશા બંધાવા લાગી કે મૅટ્રિકસનનો ભાઈ મરી જશે, ત્યાર પછી તો સ્ટિફન જરૂર પોતાને ઘેર પાછા આવશે. પોતાના સંતાનનું મે જોવા આવ્યા વિના કોઈને ચાલતું હશે, ભલા? – એટલે જૅસન બહારથી સાંભળેલી વાતોથી બાપ પ્રત્યે ગમે તેટલે વેરભાવ અને ખુન્નસ ધરાવતો થતો જતો હતો, પણ રાશેલને ઊંડી ઊંડી એવી ખાતરી હતી કે સ્ટિફન પાછો આવશે ત્યારે પોતાની માને પતિ પ્રત્યે કેવો સદૂભાવ છે એ નજરે જોશે, ત્યારે જેસન પણ પોતાના પિતાને ધીમે ધીમે ચાહતો થઈ જશે. એટલે જ્યારે થોડા દિવસ બાદ ખબર મળી કે, પૅટ્રિકસનને ભાઈ હવે અહીં દેખાતો નથી; – તે વેસ્ટમેન ટાપુઓ તરફ કાયમને પાછો ચાલ્યો ગયો છે, ત્યારે રાશેલને ખાતરી થઈ ગઈ કે, સ્ટિફન હવે જરૂર પાછો આવશે જ. કારણકે, સ્ટિફનને હવે કોઈથી ડરવાનું રહ્યું ન હતું. પણ દિવસો અને મહિના વીતવા લાગ્યા, પરંતુ સ્ટિફન આવ્યો નહીં કે તેની કશી ભાળ મળી નહિ. ત્યારે છેવટે અંદરથી અને બહારથી અત્યાર સુધી આશા અને હિંમતથી ઝૂઝતી રહેલી રાશેલ ભાગી પડી. તેની તબિયત ઝપાટાબંધ લથડવા લાગી. એક દિવસ અચાનક ગૅટ્રિકસનનો ભાઈ પાછો આવ્યો! તે રાશેલને એટલી જ ખબર કહેવા આવ્યો હતો કે, સ્ટિફન ઓરી મૅન Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જેસન ટાપુમાં છે – દક્ષિણમાં છેક આઇરિશ સમુદ્ર તરફ. ત્યાં તે ફરી પરણ્યો છે અને તેને એક છોકરો છે. તેની પત્ની તો મરી ગઈ છે, પણ તેને છોકરો હજુ જીવે છે. પૅટ્રિકસનના ભાઈએ આ ખબર કહીને રાશેલ ઉપર વેર લીધું કે તેને આશ્વાસન આપ્યું, તે એ જણે. પણ શેલ એ સમાચાર સાંભળીને પથારીમાં પડી, તે પાછી ઊઠી જ નહિ. તેની આશાને સૂરજ હવે કાયમને કાળા વાદળ નીચે ઘેરાઈ ગયો હતો. શિયાળાની ઋતુમાં ઉત્તર તરફના આ ટાપુમાં રાત અને દિવસ એકબીજા સાથે એવાં ભળી જાય છે કે, અંધારું જાણે કદી ખસતું જ નથી. રાશેલ પોતાની ઝૂંપડીમાં એકલી પડી પડી પોતાની જીવનયાત્રા પરિસમાપ્ત કરી રહી હતી. જેસન અવારનવાર ઘેર આવતો; અએક કલાક માની સામે ટગર ટગર જોઈ રહેતો. તેને જંગલી વછેરાની જેમ જીવનના તરવરાટને જ અનુભવ હતો – મોતની નિષ્ટતાનો નહિ. એટલે પોતાની મા જીવનલીલા સમાપ્ત કરી રહી છે, એ વાતનો એને ખ્યાલ જ ન હતો. એક દિવસ જૅસન ઘેર આવ્યો હતો, ત્યારે રાશેલના છેલ્લા શ્વાસ ચાલતા હતા – વાસ શાના ? ડચકાં અને ઘરેરાટી જ સંભળાતાં હતાં. જૅસનનું નામકરણ કરનાર ભલા પાદરીને ખબર મળતાં તે ત્યાં દોડી આવ્યો અને પ્રાર્થના કરવા લાગી ગયો. તેણે રાશેલના બાપ ગવર્નર-જનરલ જૉર્ગનને ખબર આપવા વિચાર કર્યો, પણ રાશેલે ઘસીને ના પાડી દીધી. જૈન શ્વાસ પણ લીધા વિના કે આંસુ લાવ્યા વિના જડ જેવો થઈને મા પાસે ઊભે હતો. અચાનક રાશેલે આંખ ઉઘાડી અને જેસનને પાસે બોલાવ્યો. : “હજુ જરા વધુ નજીક આવ, બેટા.” માએ ધીમે અવાજે કહ્યું. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૬ આત્મબલિદાન જૈસને વધુ પાસે જઈને તેને ઠંડો પડી ગયેલો હાથ પોતાના બંને હાથમાં લીધો. રાશેલની આંખોનું તેજ ચાલ્યું ગયું હતું, પણ જેસનના બંને હાથની દિશામાં મેં રાખીને તેણે કહ્યું, – “બેટા, તારી વિદાય લઉં છું; તને એ મૂકીને જતાં મને હવે ડર લાગતો નથી. તું બહાદુર છે, ખડતલ છે; અને જે માણસ દુનિયાનો સામનો કરી શકે, તેને હંમેશ દુનિયા નમતી આવે છે. માત્ર નિર્બળ પ્રત્યે જ તે ફૂર બની જાય છે – ખાસ કરીને ભીરુ એવી સ્ત્રીઓ જેઓ હદયહીન પુરુષના હાથમાં ગુલામ થઈને વેચાઈ ગયેલી હોય, તેઓ પ્રત્યે ખાસ!” પછી તેણે જેસનને બધી વાત ધીમે ધીમે કહી સંભળાવી – પોતાના પ્રેમની વાત, પોતાની વફાદારીની વાત, પોતાની આખી જીવન-કહાણી. ટૂંકા થોડા શબ્દોમાં તેણે એ વાત કહી દીધી. વધારે શબ્દો બેલવા માટે તેનામાં શ્વાસ જ નહોતો રહ્યો. “મેં તેને સર્વસ્વ અર્પે. એને કારણે મેં બાપને શાપ વહોર્યો. પણ તેણે મને મારી – અને ઉપરથી મારો ત્યાગ કરીને ભાગી ગયો – અને બીજીને પડખે ભરાય. સાંભળ – જરા વધુ નજીક આવ – તું ખલાસી થવાને, અને દૂર દૂર સુધી દરિયો ખેડવાનો. જો કદીક નું તારા બાપને ભેગો થાય, તો તારી માએ એને માટે શું શું સહન કર્યું છે તે યાદ કરજે. જો તું કદી એને ભેગો ન થાય, પણ તેના દીકરાને ભેગો થાય, તોપણ તારી માએ એ છોકરાના બાપને હાથે શું વેર્યું છે તે યાદ કરજે. તને હું કહું છું તે સંભળાય છે? મારાથી હવે બરાબર બોલાતું નથી. મેં કહ્યું તે સમજ્યો ?– વિદાય, બેટા, વિદાય. મેં કહેલી વાત ભૂલતો નહિ.” એક વધુ ડચકું ખાઈને રાશેલે પ્રાણ ત્યાગી દીધા. જૈસન હજુ જેમને તેમ માના મુખ સામે ર્મીટ માંડીને ઊભો Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન રહ્યો. તેની આંખમાંથી આંસુ પણ ટપકડ્યું નહિ કે તેના સુકાઈ ગયેલા ગળામાંથી કશો અવાજ પણ નીકળ્યો નહિ. પેલો ભલો પાદરી હવે પોતાની આંખો લૂછતો લૂછતો બોલ્યો, “ચાલ બેટા, હવે તારી માને અવલમંજિલ પહોંચાડીએ.” ના, હજ નહિ,” એમ બોલી જૅસન માની પાસે ઘૂંટણિયે પડ્યો. તેનો હાથ પોતાના હાથમાં લઈ તે મોટેથી બોલ્યો, “મારા બાપે તને મારી નાખી છે; આખી દુનિયામાંથી હું તેને ગમે ત્યાંથી ખોળી કાઢીશ અને તેને મારી નાખીશ, એ મારો કોલ છે.” આ શું બોલે છે, બેટા?” ભલો પાદરી ગભરાઈને બોલી ઊઠો. જૈસને તેને કશો જવાબ આપ્યા વિના આગળ ચલાવ્યું, “અને જો મારો બાપ તે પહેલાં જ મરી ગયો હશે, અને મને ભેગો નહિ થાય, તો હું આખી દુનિયા ખૂંદી વળીને તેના દીકરાને શોધી કાઢીશ, અને તેના બાપને બદલે તેને જીવ લઈશ.” “ચૂપ, ચૂપ, બેટા!” પાદરી બોલી ઊઠ્યો. ભગવાન મારા સાક્ષી છે!” ભેંસને વાક્ય પૂરું કર્યું. “બેટા, બેટા, જીવોનાં અપકૃત્યની સજા કરવાનું – પાપને બદલો લેવાનું ભગવાનના હાથમાં છે – આપણ માણસોના હાથમાં નહીં.” જૈસને કંઈ જવાબ ન આપ્યો. તે સીધો પોતાની માના મૃત દેહને વળગી પડ્યો -- નાનો હતો ત્યારે વળગતો હતો તેમ. રાશેલને જે દિવસે દફન-સંસ્કાર કર્યો, તે દિવસે ઈસ્ટરનો તહેવાર હતો. અર્થાત્ સ્ટિફન ઓરીને આઇસલેન્ડમાંથી નાઠે બરાબર ૧૯ વર્ષ થયાં હતાં. બીજે જ દિવસે જૈસન એક આઈરીશ જહાજ ઉપર ખલાસી તરીકે જોડાઈ ગયો. તે આયર્લૅન્ડના બેલફાસ્ટ બંદરે ૧. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન નિમિત્તે ઊજવાતો ઉત્સવ. Page #53 -------------------------------------------------------------------------- ________________ જે આત્મ-બલિદાન જવાનું હતું, પણ વચ્ચે કંબરૉન્ડના વહાઇટ-હેવને તથા મેન ટાપુના રૅસે બંદરે લાંગરવાનું હતું. તેનો બાપ સ્ટિફન એરી મેન ટાપુ તરફ છે, એવું મૅટ્રિકસનને ભાઈ તેની માને તાજેતરમાં સંભળાવી ગયો હતો. આદમ ફેરબ્રધર આયરલેન્ડના સમુદ્રમાં મૅન-ટાપુ ઘણાં સૈકાંથી પોતાની અલગ મૅન્કસ ભાષા અને પોતાના સીધા-સાદા કાયદા-કાનૂનો જાળવતો ચાલ્યો આવ્યો છે. ઘણાં ઘણાં વર્ષો પૂર્વે તેને પોતાના રાજા પણ હતા; હવે રાજ્યકર્તા ઉમરાવો છે. તેમાંના એક સ્કૉટિશ ઉમરાવે ૧૭૬૫ માં તેને સેનાના બદલામાં વેચી નાખ્યો. ત્યાર બાદ ઇંડને રાજા તેનો ગવર્નર-જનરલ નીમવાનો અધિકાર ધરાવતો થયો. તેણે એક સ્કૉટિશ ઉમરાવ જૉન, ડયૂક ઑફ ઍથોલ-૪ને ગવર્નર-જનરલ નીમ્યો. પણ તેને એ ટાપુ ઉપર જવાનું તથા રહેવાનું ગમ્યું નહિ, એટલે તેણે ત્યાં પોતાને ડેપ્યુટી ગવર્નર નીમવાને વિચાર કર્યો. તે એમ વિચાર કરે તે પહેલાં તો છવ્વીસ જણા એ પદ માટે તેને અરજ કરવા લાગ્યા : બંને ન્યાયાધીશો, અને ચોવીસે ધારાસભ્યો. પણ તેણે તેમાંથી કોઈને પસંદ ન કર્યા. તેને પોતાની ખાસ કલ્પના મુજબનો જ માણસ પોતાને સ્થાને નીમ હતો. છેવટે તેને ભાળ મળી કે, ટાપુની ઉત્તરે એક ખેડૂત રહે છે, તે તેની પ્રમાણિકતા, સાદાઈ, અને ધર્માચરણ માટે બહુ જાણીતો છે. તરત જ ડયૂક એની વધુ તપાસ માટે જાતે ઊપડ્યો. Page #54 -------------------------------------------------------------------------- ________________ આદમ ફેરબ્રધર પેલા ખેડૂતનું નામ આદમ ફેરબ્રધર હતું. તેનું કુટુંબ ખાસું બહોળું હતું. જુવાનીમાં તે દરિયો ખેડવા નાસી ગયો હતો; પણ આજીરિયાએ તેને કેદ પકડી લીધો અને અઠ્ઠાવીસ મહિના સુધી પોતાને ત્યાં ગુલામ તરીકે રાખ્યો. ત્યાંથી તે ભાગી છૂટયો અને છેવટે ગિનીના જહાજના કમાન તરીકે પિતાને વતન પાછો ફર્યો. આ એને આ ઈતિહાસ, આખી કેળવણી, કે આખી કારકિર્દી હતાં. માંધેલ્ડ જિલ્લામાં આવેલી પાંચસો એકર જેટલી ભૂંડી ભખ જમીનમાં “ૉયૂ' મથકે તે રહેતો હતો. ડયૂક જ્યારે ઘોડા ઉપર બેસી તેને ત્યાં પહોંચ્યો, ત્યારે તે પોતે બારણા ઉપરનો ઘાંટ વગાડીને પોતાનાં કુટુંબીઓને જમવા માટે બોલાવતો હતો. તે વચલી ઉંમરનો, સુદઢ બાંધાન, માયાળુ ચહેરાને, અને મીઠા અવાજવાળો માણસ હતો. આદમે ડચકનો સમાનતાને નાતે હાથ લાંબો કરી સત્કાર કર્યો. ડથકે પણ તેની સાથે હાથ મિલાવ્યો. આદમે ઘોડાની લગામ પકડી રાખી, જેથી ડક નિરાંતે ઊતરી શકે. પછી ઘોડાના રંગ ઢીલા કરી, ડયૂક સાથે વાતો કરતો કરતો તે પહેલાં ઘોડાને પોતાના તબેલામાં લઈ ગયો, ત્યાં ઘોડાને ખાવા માટે ઓટની જોગવાઈ કર્યા પછી તે ડયૂકને પોતાની સાથે ઘરમાં લાવ્યો. જમવા માટે મેજ ઉપર તૈયારી થઈ ગઈ હતી અને જમનારાં બધાં આવવા લાગ્યાં હતાં. આદમે લૂકને પોતાને જમણે હાથે બેસાડયા. આદમની પત્ની, છ દીકરા, નોકરો, નોકરડીઓ – બધાં સાથે જ ટેબલની આસપાસ બેસી ગયાં. આદમે ભગવાનની પ્રાર્થના છ શબ્દોમાં કરી લીધી, એટલે તરત બધાં ખાવા લાગી ગયાં. • ૧. આજીરિયા, આફ્રિકાની ઉત્તરે આવેલું રાજ્ય. - સંપા ૨. આટલાંટિક કિનારે આવેલું પશ્ચિમ આફ્રિકાનું રાજ્ય. - સંપા Page #55 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન જમ્યા બાદ આદમે શબ્દોમાં ભગવાનનો આભાર માન્યો એટલે પછી બધાં ઊઠી ઊઠીને ચાલતાં થયાં. આદમે ટાપુને રાજા એ લૂક પિતાને ત્યાં જમવા બેઠો હોવા છતાં, રોજના ભેજનમાં કશો સુધારો વધારો કર્યો ન હતો. – ડયૂકે વિચાર્યું કે, આ માણસમાં ખરેખર રાજવીનું ગૌરવ છે. પછી બંને જણ નિરાંતે આરામ-ખુરશી ઉપર વાતો કરતા બેઠા. ડયૂકે પૂછયું, “ગિનીથી પાછા આવ્યા બાદ તમને કદી વધુ સત્તાવાળી કે વધુ મળતરવાળી સ્થિતિએ પહોંચવાની ઇચ્છા નથી થઈ?” વધુ સત્તાવાળી સ્થિતિ? પણ જે વસ્તુ એ નામે ઓળખાય છે, તે ખરેખર સત્તા હોય છે ખરી? – નામ અને રૂપ ભાગ્યે જ મળતાં આવે છે!” આદમે જવાબ આપ્યો. " - એનામાં કોઈ રાજદરબારી પુરુષને અનુભવ હોય એમ દેખાય છે!” ડયૂકે વિચાર્યું. “અને મળતરની વાત પૂછો, તો દુનિયા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી કદી સુખી માણસને પૈસાનું આકર્ષણ લોભાવી શક્યું છે, ખરું?” આદમે આગળ ચલાવ્યું. “– એનામાં એક ન્યાયાધીશનું ડહાપણ પણ છે!” ડયૂકે વિચાર્યું. અને હું મારી જાતને પૂરેપૂરી સુખી માનું છું.” આદમે સમારોપ કર્યો. ડડ્યું કે હવે પોતાની મુલાકાતનો હેતુ તેને જણાવ્યું. “હું તમને જે પદ આપવા માગું છું, તે માટે એક જ ગુણ હોવો જરૂરી છે; પણ મારી પાસેનાં માણસમાં મને એ ગુણ જ દેખાતો નથી. એ જગા માટે મારે પ્રમાણિક’ માણસ જોઈએ; અને તે જો મૂરખ ન હોય તો એટલું વધારે સારું. તમે એ જગા સ્વીકારશો?” “ના,” આદમે ટૂંકો ને ટચ જવાબ આપી દીધો. બસ આ માણસ જ મારે ખપે,” ડ કે નક્કી કરી લીધું Page #56 -------------------------------------------------------------------------- ________________ આદમ ફૅરબ્રધર ૩૧ છેક છ મહિના બાદ ડયૂ કની મુરાદ બર આવી : આદમ ફૅરબ્રધર મૅન ટાપુના ડેપ્યુટી-ગવર્નર બન્યો. પગાર વર્ષે પાંચસેા પાઉંડ. ર ૧૭મી જૂનની સાંજે મૅન ટાપુના જૅમ્સે શહેરમાં મોટો ઉત્સવસમારંભ મચ્યો હતો. ‘ રૉયલ જ્યૉર્જ ’જહાજમાં ઇંગ્લૅન્ડનેા પાટવી કુંવર ‘ પ્રિન્સ ઑફ વેલ્સ ' ઍથાલના ડયૂક સાથે મૅન્ક્સ-ભૂમિ ઉપર પહેલવારકો પદાર્પણ કરતો હતો. અંધારું થતા પહેલાં તો જહાજ લંગર ઉપાડીને પાછું ચાલતું થયું, પણ શહેરમાં તો રાત પડી ત્યારે તે માટેના ઉત્સવ-સમારંભ માત્ર શરૂ જ થયા હતા. આ બધી ધમાલ વચ્ચે એક અજાણ્યા વિચિત્ર માણસ શહેરમાં થઈને પસાર થવા લાગ્યા. તે કદાવર, ઊંચા, શણ જેવા વાળવાળા અને પગમાં જોડાવનાના હતા. તેને ચહેરો ફિક્કો પડી ગયા હતા અને તેનાં ડાચાં બેસી ગયાં હતાં. ફૂટડી છેાકરી પેાતાની વાતા બંધ કરી તેની પાછળ જોઈ રહેવા લાગી; પણ પેલા લાંબી લાંગા ભરત આગળ ધસ્યું તે હતા, અને લોકો બાજુએ ખસીને તેને મારગ આપતા હતા. પહેલાં તે ‘ૉડલ ’ વીશી તરફ ગયા, પણ અંદરથી આવતા અવાજો સાંભળી, ત્યાંથી આગળ ચાલ્યા. પછી તે ‘ પ્લાઉ ' નામની બીજી એક વીશી આગળ આવી પહોંચ્યા અને તેમાં દાખલ થયો. એક કલાક બાદ, તલવારો તથા જહાજનાં લાઢાંથી સુસજજ થયેલા ચાર માણસા દાડતા બંદર તરફથી આવ્યા. તે નૌકાસૈન્યના માણસા હતા અને અંગ્રેજ જહાજમાંથી ભાગી છૂટેલા એક ખલાસીને પકડવા દોડી આવ્યા હતા. તેઓના જણાવ્યા મુજબ ‘ ભાગેડુ માણસ પરદેશી હતા અને રાક્ષસી કદને હતા; તે અંગ્રેજી કે બૅન્કસ ભાષાને એક શબ્દય બાલી શકતા ન હતા; તેને કોઈએ જોયા છે?' .. હા; તે ‘પ્લાઉ’ વીશીમાં ગયા છે.” Page #57 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન તરત ચારે માણસો “પ્લાઉ' વીશી તરફ દોડયા. . વીશી ચલાવનારી ભલી બાઈએ તેઓને બધી માહિતી આપતાં જણાવ્યું, “ખરે જ, એવો માણસ અહીં આવ્યો હતો; પણ ન તેની એકે વાત આપણને સમજાય કે ન આપણી એકે વાત તે સમજે. મેં તેને બટકું રોટલો અને થોડુંઘણું પીવાનું આપ્યું હતું, ખરું.” “ તો હવે તે અંદર નથી?” વાહ ભાઈ, તમારી મેળાએ જ જોઈ લ્યો, બસ!' ચારે જણા વીશીમાં બધે ફરી વળ્યા, છેવટે ખાલી હાથે તેઓ ચાલતા થયા. જ્યારે તેઓ ચાલ્યા ગયા, ત્યારે વીશીવાળી બારણા બહાર નીકળી તરફ જોવા લાગી. તરત જ પેલો જંગી માણસ તેની પાછળ પાછળ બહાર આવ્યો. વીશીવાળીએ આંગળી એક તરફની અંધાર-ગલી તરફ ચીંધી. પેલે ટોપો ઉતારી, નમન કરી, ગુપચુપ ચાલતો થયો. અંધાર-ગણી પૂરી થતાં તે બંધૂરની તળેટીમાં આવી પહોંચ્યો. આગળ ન ગ્રામપ્રદેશ પથરાયેલો હતો. રસ્તા ઉપરનાં બે-ત્રણ નાનાં ઘર વટાવીને તે આગળ ચાલ્યો; પણ તેમાં દીવો બળતો ન હતો. એક વીશી પણ આવી, પરંતુ તેનું બારણું બંધ હતું અને ઠોકવા છતાં કોઈએ ઉઘાડ્યું નહિ. છેવટે તે એક આડ-રસ્તો ફંટાતો હતો ત્યાં આવ્યો ત્યારે દૂરથી તેને ઝાડીમાં થઈને આવતા દીવાના પ્રકાશ દેખાયો. તે “લેંગ્ય’ મથકે આવી પહોંચ્યો હતો. જે પ્રકાશ તેણે જોયો હતો તે એક જ બારીમાંથી આવતો હતો; અને તે સીધો એ તરફ ચાલ્યો ગયો. અંદર એક માણસ ચૂલા પાસે બેઠો હતો. આગના પ્રકાશમાં તેનું મોં બહુ ભલમનસાઈભર્યું અને માયાળુ લાગતું હતું. તે આદમ ફ્રબ્રધર હતો. Page #58 -------------------------------------------------------------------------- ________________ આદમ બ્રધર ૩૩ પેલે અજાયો થેડી વાર વિચારમાં પડી ચૂપ ઊભો રહ્યો. પછી તેણે બારી ઉપર ટકોરો માર્યો. વાત એમ બની હતી કે, ગવર્નર-જનલર ફેબ્રધરને આજે પ્રિન્સ ઑફ વેલ્સ અને ડયૂક ઑફ એથેલના સત્કાર માટે ખાસી દોડધામ કરવી પડી હતી. પછી જ્યારે “રોયલ જયૉર્જ” વહાણ પ્રિન્સ ઑફ વેલ્સ વગેરેને લઈને ત્યાંથી પાછું ઊપડી ગયું, ત્યાર બાદ આવા શાહી મુલાકાતીના દબદબાથી આભા બનેલા લોકોએ તેમના આગમન નિમિત્તનો ઉત્સવ-સમારંભ ઊજવવાનું પૂરા જોસથી અને ઉમળકાથી શરૂ કર્યું. તે વખતે આદમ ફેરબ્રધર ગુપચુપ ત્યાંથી છટકી ગયો. તે ગવર્નમેન્ટ-હાઉસમાં રહેતો હતો, પણ આજે લૅચૂ-મથકે પોતાના જૂના ઘરમાં શાંતિથી એક રાત ગાળવાનું નક્કી કરી, અહીં ચાલ્યો આવ્યો હતો. આદમના ત્રણ મોટા છોકરા એ ઘરમાં રહેતા હતા. પણ તેઓ ઉત્સવ સમારંભ માટે રૅસે ચાલ્યા ગયા હોઈ, એક ઘર-કારભારણ જ ઘરમાં હતી. ખરી રીતે તે આદમની દૂરની સગી પણ થતી હતી. આદમને માટે તેણે વાળનું કાઢી ટેબલ ઉપર ગોઠવી દીધું. પછી આદમે તેને સે મુકામે બધી ઊજવણી જોવા રવાના કરી દીધી. વાળનું પરવારી તે એકલો હવે ચૂલા પાસે ખુરશી ખેંચી લાવીને બેઠો હતો અને ચુંગી ફૂંકતો હતો. એમ શાંતિમાં બેઠાં બેઠાં તે ઝોકાં ખાવા માંડયો અને સ્વપ્રાંમાં મશગૂલ થઈ ગયો. તે રાતે તેને આજીરિયામાં પોતાની કેદ અને ગુલામીના દેખાવો સ્વલ્પમાં આવી ચડયા – પોતાનું વહાણ તૂટી જતાં તે કેવી રીતે એ ૧. ગવર્નર-જનરલે પિતાને બદલે નીમેલો ડેપ્યુટી-ગવર્નર. હવેથી તેને માત્ર ગવર્નર કહીને જ સંબોધવામાં આવશે. આ0 – ૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આમ-બલિદાન લોકોના હાથમાં કેદ પકડાયો હતો, ગુલામી કોઠે પડતા પહેલાં તેને કેવી કેવી રિબામણીમાંથી પસાર થવું પડ્યું હતું, પોતાના માલિકોની ભાષા સમજે તે પહેલાં તેને કોરડાના મારની જ ભાષા કેવી રીતે શીખવી પડી હતી, એ બધું તેને તાદશ દેખાવા લાગ્યું. પછી હાથ ઉપરની બેડીએ, પગ ઉપરનું સાંકળોનું વજન, ગળામાં ભિડાવેલું કડું, અને તે બધાનાં ચામડી છોલાતાં પહેલાં તીખાં ચાઠાં, – એ બધું પણ નજરે ચડ્યું. છેવટે પોતે પોતાના જેવા બીજા ત્રણ સાથીઓ સાથે ભાગી છૂટયો તે તોફાની અંધારી રાત, ગમે તેમ બાંધીને તૈયાર કરેલો તરાપો, પોતાનાં કપડાંનો બનાવેલે સઢ, અને ઠંડીમાંથી બચવા ચારે જણા એકબીજાને વળગીને પૂંઠવાતા કેવા બેઠા હતા તે દેખાવ – એ બધું પણ. એ બધા કારમા અનુભવના સ્વપની વેદનામાંથી જરા ઝબકીને તે જાગ્યો, અને એ બધું પૂર્વે વીતી ગયેલું સ્વમ જ હતું એમ જાણી તેને જરા “હાશ' થઈ. તે ઘડીએ જ બારી ઉપર ટકોરા પડ્યા. તે તરફ નજર કરતાં તેણે એક માણસને દુ:ખ અને ત્રાસથી વીંખાઈ ગયેલો ચહેરો જોયો. તેણે તરત જ ઊભા થઈ બારણું ઉઘાડયું. અંદર આવ.” આદમે કહ્યું. પેલે અંદર આવ્યો; પણ એક ડગલું ઘરમાં આવી તરત જ ભી ગયો. થોડી વાર વિચાર કરી તેણે ગુપચુપ પિતાના હાથની બાંય ઊંચી ચડાવીને પોતાનું કાંડું આદમ સામે નમ્રતાથી ધર્યું. તે કાંડાની આસપાસ લોખંડની સાંકળનું કડું છોલાઈ, ચામડી ઊતરી જતાં માંસ ખુલ્લું થઈ, જે લાલ-સફેદ પટ્ટો પડેલો, તે સ્પષ્ટ તગતગતો હતો. તે નાસી છૂટેલે કોઈ કેદી છે, એ સમજી જઈ, આદમે તેને બેસવા નિશાની કરી. Page #60 -------------------------------------------------------------------------- ________________ આદમ ફ્રેબ્રધર પેલો આભારસૂચક કશું ગણગણ્યો. આદમ સમજી ગયો કે તે પરદેશી હતો. પણ તેનો ધંધો શો હતો? પરભાષાની મુશ્કેલી દૂર કરવા આદમે ખૂણા ઉપરના કબાટમાં સઢ ચઢાવેલા જહાજનું નાનું પ્રતીક હતું તેની તરફ આંગળી કરી, એટલે પેલાએ તરત ડોકું હલાવી – તે ખલાસી હતો. કયા દેશનો? “શેટ-બૅઝને?” ગવર્નરે પૂછયું. પેલાએ ડોકું ધુણાવી ના પાડી. સ્વીડનનો? નૉર્વેને?” – આઇસલૅન્ડ” પેલાએ કહ્યું. – તે આઇસલૅન્ડનો હતો. ભીંત ઉપર બે છબીઓ હતી, એકમાં આદમના પ્રથમ પુત્રનું ચિત્ર હતું, બીજીમાં આદમની યુવાન પત્નીનું ચિત્ર હતું. ગવર્નરે છોકરાની છબી તરફ પ્રથમ આંગળી કરીને પૂછ્યું; પેલાએ ડોકું ધુણાવ્યું. – તેને કુટુંબ ન હતું. ગવર્નરે હવે પોતાની પત્નીની છબી તરફ આંગળી કરી. પેલો જાણે દ્વિધામાં પડી ગયો – પહેલાં હા પાડવા ગયો, પછી જાણે એ અણગમતો વિચાર પ્રયત્નપૂર્વક હાંકી કાઢતો હોય તેમ તેણે ડોકું ધુણાવી ના પાડી દીધી. – તેને પત્ની ન હતી. તેનું નામ શું હતું? એ પ્રશ્નનો જવાબ મેળવવા ગવર્નરે બાઇબલને પાને પોતાનું લખેલું નામ બતાવી, પોતાની જાત પ્રત્યે આંગળી કરી, આગંતુક પ્રત્યે નિશાની કરીને પૂછ્યું. તરત જ એ આગંતુકના મોં ઉપર એકદમ જુદો જ ભાવ છવાઈ ગયો. તેને જાણે એ પ્રશ્ન ન ગમ્યો હોય તેમ તે ચૂપ થઈ ગયો. આદમે હવે એક ખુરશીને ટેબલ પાસે ખેંચી અને આગંતુકને તેના ઉપર બેસી ટેબલ ઉપર પડેલા ખાદ્ય પદાર્થો ખાવા માટે નિશાની Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આત્મ-બલિદાન કરી. પેલે એટલી ઝડપથી અને મોટે કોળિયે ખાવા લાગી ગયો કે જાણે ઘણા દિવસનો ભૂખ્યો હોય. ખાવાનું પરવારી, તે ત્યાં ને ત્યાં બેઠો બેઠો ઝોકાંએ ચડ્યો. ગવર્નર તેને ઉઠાડીને તબેલાના માળિયા ઉપર સૂવા માટે લઈ ગયો. પેલો તરત જ ઘાસ ઉપર લાંબે થઈ સુઈ ગયો અને થોડી વારમાં ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. ગવર્નર તબેલામાંથી પોતાના કમરામાં માંડ પાછો ફર્યો હશે તેવામાં તેના પુત્રો, નોકરો અને નેકરડીઓ વગેરે સૌ પૅસેથી પાછાં આવી ગયાં. તેઓ બધાં ઉત્સવ-સમારંભની વાતો જ મોટેથી કર્યા કરતાં હતાં; આદમ તેઓની વાતોમાં ભંગ પડાવવાને બદલે, એકલો ચૂપ બેસી રહ્યો; અને જે રીતે તેને પોતાના બંદી-જીવનની વાતો યાદ આવી હતી, તે રાતે જ એક અજાણ્યો કેદી બંદીવાસમાંથી ભાગી છૂટીને પોતાને ત્યાં જ આશરે લેવા આવી ચડયો, એ જાતના સંજોગના મેળની વિચિત્રતા વાગોળવા લાગ્યો. અચાનક પલાંઓ એક ભાગી છૂટેલા ખલાસીની અને તેની પાછળ પડેલા નૌકાસૈન્યના ચાર માણસોની વાત કરવા લાગ્યાં. આદમે તરત પોતાના કાન સરવા કરી દીધા. એ નાસી છૂટેલા માણસે ચોરી કરી હશે? ના, તે ખૂન કરીને નાસી છૂટયો હોવો જોઈએ. તેને પકડવા માટે વૉરંટ જ કાઢવામાં આવ્યું છે, એટલે એ ભાગી છૂટીને ક્યાં જવાનો છે? થોડી જ વારમાં પકડાઈ ગયો જાણે ને!– એવી એવી વાતો ચાલવા લાગી. ગવર્નરે હવે તે લોકોની ચર્ચામાં ભાગ લઈને પૂછયું, “એ નાસી છૂટેલા માણસને દેખાવ કેવો હતો ?' છોકરાએ જવાબ આપ્યો, “કોઈ પરદેશી જેવો જ હતો; પણ એ માણસ પાસે ઊંચો હતો.” Page #62 -------------------------------------------------------------------------- ________________ આદમ ફૅરબ્રધર તે જ ઘડીએ નૌકાસૈન્યના પેલા ચાર માણસો એ તરફ ઉતાવળે આવતા હતા તેમનાં પગલાં સંભળાયાં. અંદર આવી તેમણે જણાવ્યું કે અમે જે ભાગેડુને શોધીએ છીએ, તે બૅલ્વર તરફ આવ્યો હતો અને લેંગ્યુ-મથક તરફ વળ્યો હતો, એટલા સગડ અમને મળ્યા છે. તે અહીં આવ્યો હતો કે કેમ, એમ તેઓએ પૂછયું. છોકરાઓએ ઝટપટ પેલાઓએ પૂછેલો સવાલ પોતાના બાપને પૂછયો. કારણકે, ઘરમાં તે એકલો જ હાજર હતો; પોતે બધા તો હમણાં જે ૨સેથી પાછા આવ્યા હતા. આદમે બગાસાં ખાતાં ખાતાં જાણે પિતાને કશી નિસબત ન હોય તેમ પૂછ્યું, “એણે શું કર્યું હતું?” “નામદાર, તે જહાજ છોડીને ભાગ્યો છે.” નૌકાસૈન્યના માણસેએ જવાબ આપ્યો. “બીજું કાંઈ, – કંઈ ગુને-બુને તો તેણે નથી કર્યો?” બીજું કાંઈ કર્યું નથી, નામદાર. પણ તે આ તરફ આવ્યો હતો? તમારી નજરે પડ્યો હતો?” “ના.” ગવર્નરે જવાબ આપ્યો અને તરત પાછા ઊંઘમાં પડી ગયા હોય તેમ તેમણે આંખો મીંચી દીધી. પેલા ખલાસીઓ, રાતે તબેલામાં સૂઈ રહી, બીજે દિવસે સવારે આસપાસ તપાસ ચાલુ રાખવાનું વિચારવા લાગ્યા; કારણકે, એ માણસ આ તરફ આવ્યો હોઈ, જરૂર આસપાસ કયાંક છુપાયો હોવો જોઈએ. એ વાત સાંભળી તરત ગવર્નર ઊંઘમાંથી જાગી ઊઠ્યા અને બોલ્યા, “તબેલામાં સૂવા માટે બીજી કશી સગવડ કરી શકાય તેમ નથી; તેના કરતાં તમે રસોડામાં પાટલીઓ ઉપર જ સુઈ જાઓ.’ પેલાઓ ગવર્નરને આભાર માની પાટલીઓ ઉપર આડા પડી સૂઈ ગયા. Page #63 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન થોડી વારમાં આખું ઘર ઘસઘસાટ ઊંઘમાં પડી ગયું. ત્યાર પછી આદમ ધીમે રહીને ઊઠ્યો અને બંધ ફાનસને હાથમાં લઈ, તબેલા તરફ ગયો. ત્યાંથી પેલા આઇસલૉન્ડવાળા માણસને ઉઠાડી, પોતાની પાછળ આવવાની નિશાની કરીને તે તેને આંગણામાં બારી પાસે લઈ આવ્યો. તેણે કરેલી નિશાની મુજબ પેલાએ અંદર નજર કરી, તો પેલા ચાર માણસો પાટલીઓ ઉપર ઘસઘસાટ ઊંઘતા હતા. પેલો સહેજ ઘૂરકી, પોતાની કમરે બાંધેલી છરી હાથમાં લઈ એક ડગલું આગળ વધ્યો, પણ આદમે મક્કમતાથી તેને હાથ પકડી રિથર નજરે તેની સામું જોયું, એટલે પેલો તરત પાછો ફરી, બહાર અંધારામાં અલોપ થઈ ગયો. બીજે દિવસે સવારે તો પેલા ચાર જણા ખાલી હાથે રેમ્સ પાછા ફર્યા, અને સૂર્યોદય થતાં એમનું અંગ્રેજ જહાજ સઢ ચડાવી ત્યાંથી વિદાય થઈ ગયું. રેગ્નેની દક્ષિણ તરફ બે સુંદર અખાતો આવેલા છે : એક લેંગ્વ કહેવાય છે, અને બીજો પૉર્ટી-વૂલ. પૉર્ટી-વૂલના કિનારા ઉપર કાચા કોલસાનાં ગચિયાંની બનાવેલી એક ઝૂંપડી આવેલી છે. તેમાં રહેતી સ્ત્રી સવારમાં ઊઠીને કિનારે ગઈ, ત્યારે ત્યાં ભાગીને પડી રહેલી હોડીના માળખામાં એક માણસને સૂતેલો તેણે જોયો. પેલી બાઈએ તેને ઉઠાડ્યો અને પોતાની ઝૂંપડીમાં પાછળ પાછળ આવવા નિશાની કરી. ગઈ રાતે તે માણસને સારામાં સારા મકાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, આજે સવારે ખરાબમાં ખરાબ – અંધારિયા અને ભેજવાળા – ઘોલકામાં તેને નિમંત્રવામાં આવ્યો હતો. ૧. જરૂર મુજબ ઓછું-વતું અજવાળું પાડી શકાય તેવા ખસતા ઢાંકણવાળું અને બીજી બાજુએથી બંધ એવું ફાનસ. – સંપા. ૨. “પીટ.” ભેજવાળા ભાગમાં વનસ્પતિ દટાઈ – સડીને જે રૂપાંતર થાય છે, તે છેદીને સૂક્વીને બાળવાના કામમાં લેવાય છે. - સપાત્ર Page #64 -------------------------------------------------------------------------- ________________ સનબ્લોકસ નિમંત્રનાર સ્ત્રી લિઝા કિલી હતી – આખા ટાપુની ફવડ અને બદચલન તરીકે પંકાયેલી બાઈ.. અને પેલો માણસ હતો, સ્ટિફન ઓરી. સન- લક્સ આઇસલૅન્ડથી ભાગી છૂટયે સ્ટિફન ઓરીને એક મહિનો થયો હશે. તે દરમ્યાનનો તેને ઇતિહાસ ટૂંકમાં જ કહી દેવાય તેમ છે. પોતાની પત્નીને જે જંગલી ફેટ તેણે મારી હતી, તેની શરમ તેમજ પત્નીએ પૅટ્રિકસનને ખૂની કોણ હતો તે જાહેર કરી દેવાની આપેલી ધમકીને ડર, – એ બંનેને માર્યો તે, બંદરમાં પડેલા એક અંગ્રેજ જહાજના ભંડકિયામાં ઘૂસીને છુપાઈ ગયો. એ જહાજ તે જ રાતે આઇસલૅન્ડથી ઊપડયું. બે દિવસ ભૂખમરો વેઠયા પછી તે પિતાની છુપાવાની જગામાંથી બહાર આવ્યો, ત્યારે તેને કૂવાથંભનું કામ કરવાની ફરજ પાડવામાં આવી. દશ દિવસ બાદ જે પહેલું અંગ્રેજ બંદર આવ્યું, ત્યાં તેણે એ જહાજના ખલાસી તરીકે કરારનામું લખી આપ્યું. પણ પછી આળસ કરવા માટે સજાઓ, અણ-આવડત માટે સજાઓ, દરિયાઈ અફસરની ભાષા ન જાણવા બદલ સજાઓ, અને છેવટે ધમકીઓ તથા મારામારી આવ્યાં. કમાને સ્ટિફન ઓરીના માથામાં લોખંડનો સળિયો ઠોકી દીધો, તો સ્ટિફને તેને જહાજ ઉપરથી દરિયામાં જ ફગાવી દીધો. પરિણામે અઠ્ઠાવીસ દિવસ બેડીમાં જકડી રાખવાની સજા થઈ – બે દિવસે ખાવા માટે એક વખત પાણી અને રોટી મળે, એટલું જ. છેવટે એક સાથી ખલાસીએ દયા લાવી તેને ભાગી છૂટવાની તક મેળવી આપી, અને જહાજ જ્યારે સેના Page #65 -------------------------------------------------------------------------- ________________ ४० આત્મ-બલિદાન અખાતમાં લાંગર્યું હતું, ત્યારે સ્ટિફન તરતો તરતો કિનારે પહોંચ્યો. પછી જે રીતે શહેરની ધમાલ ઓળંગી, તે લૉગ્ય મથકે છુપાયો અને ત્યાંથી પૉર્ટી-વૂલ સુધી આવ્યો, તે બધું આપણે હમણાં જ જાણી આવ્યા. પેલી લિઝા કિલીના ઘોલકામાં આવ્યા પછી શું થયું, તે તો સાચેસાચું કોઈ કહી શકે તેમ નથી; –માત્ર કલ્પના કરી શકાય. પણ તે એની સાથે રહેવા લાગ્યો, એ નક્કી. લિઝા એક દેવાળિયા અંગ્રેજની પડોશમાં રહેતા પાદરીની દીકરીથી થયેલી પુત્રી હતી. તેના બાપે તેને સ્વીકારી ન હતી, અને માએ તેને છૂપી રીતે કોઈને ઉછેરવા સોંપી દીધી હતી. તેનો ઉછેર આમ અજ્ઞાન અને અપવિત્રતામાં જ થયો હતો. " લિઝાએ સ્ટિફનને કઈ કળાથી, કઈ ચાલાકીથી, કયા આકર્ષણથી પિતાની પાસે રાખી લીધો હશે, એની કલ્પના કરવી પણ અઘરી નથી. તે કેદમાંથી ભાગી છૂટેલો માણસ હોઈ, તેને બીજું કોઈ પોતાના ઘરમાં આશરો આપવાનું વિચારે તેમ નહોતું. વળી, તે પરદેશી હોઈ, જાતે વાત કરી શકે તેમ નહોતું; કે બીજું કોઈ લિઝા વિશે કંઈ કહે તો સાંભળી-સમજી શકે તેમ નહોતું. અને સ્ટિફન કદાવર અને સુઘડ બાંધાનો જુવાન તો હતો જ. છેવટે કેટલાય કાવાદાવા અને ગોઠવણોને અંતે એક દિવસ દેવળમાં જઈ, લિઝા કિલી અને સ્ટિફન લગ્ન માટેનો પ્રસ્તાવ નોંધાવી આવ્યાં અને ત્રણ અઠવાડિયાં બાદ લગ્ન પણ થયું. - લિઝાનાં પડોશીઓએ વિઝાને લગ્નની ઊજવણીમાં બનતી મદદ કરી. ખાન-પાનના સમારંભ માટેની બધી ગોઠવણ લિઝાના જૂના યારોએ જ કરી હતી. એક જણ એટલે કે, વીશીવાળો નેરી ક્રો દારૂ ઊંચકી લાવ્યો; બીજો અધું ઘેટું લઈ આવ્યો; અને ત્રીજો છીંકણીની દાબડી ઠસેઠસ ભરી લાવ્યો. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સન-લૉફિસ આ બદચલન સ્ત્રી-પુરુષોની હાજરીમાં ગંદી મશ્કરીઓ, દારૂ ઢીંચીને કરેલાં તોફાને – ગાળાગાળી – અને મારામારીથી લગ્ન તો જે રીતે ઊજવાય તે રીતે ઊજવાઈ ગયું. અલબત્ત સ્ટિફન તે દરમ્યાન પોતે કયાંથી કયાં આવીને ફસાયો એનો વિચાર કરતો બહાર જ ઘૂમતો રહ્યો હતો. અને તે કોઈની ભાષા સમજતો ન હોવાથી તેની એ ગેરહાજરી કોઈએ મન ઉપરેય ન લીધી. મોડી રાતે ઘોલકામાં પાછા આવી, તેણે ટે થઈને પડેલાઓને ઊંચકી ઊંચકીને તેમને ઘેર પહોંચાડી દીધા. આ લગ્નની લિઝા ઉપર એવી જ અસર થઈ છે, જેવી બદચલન સ્ત્રીઓ ઉપર થાય – તે હવે વધુ આળસુ, વધુ બેપરવા અને વધુ ધૃષ્ટ બનતી ગઈ. પિતાને પુરુષ પાસે હોવાથી હવે તેને કલંકનો ડર રહ્યો નહિ. તેણે પોતાનું નાગાપણું લગ્નના આંચળા હેઠળ ઢાંકી દીધું; એટલે તેની રહી સહી સ્ત્રી-સહજ શરમ પણ દૂર થઈ ગઈ. સ્ટિફન ઓરી ઉપર પણ આ લગ્નની સારી અસર ન થઈ. તે વધુ આળસુ, વધુ ગમગીન અને વધુ અસહાય બની ગયો. જીવનમાં તેનો કશો હેતુ કે કશું પ્રયોજન બાકી ન રહેતાં તેનું જીવન જાણે સ્થિગિત થઈ ગયું. શરૂઆતમાં તો માછલાં પકડવા બીજાની સાથે તે જતો પણ ખરો, પણ ધીમે ધીમે તે કામ પ્રત્યેય એ બેદરકાર બનતો ગયો, અને કલાકોના કલાકો કશે વિચાર કર્યા વિના કે કશું કામ કર્યા વિના જડની પેઠે પડી રહેવા લાગ્યો. આમ પતિ-પત્ની બંને પિતે ઊભા કરેલા કાદવના સડામાં વધુ ને વધુ ગરકાવ થતાં ચાલ્યાં. બંનેને એકબીજા પ્રત્યે કશો આદર કે કશો ભાવ તો ન જ ઊભો થયો, ઊલટું નર્યો તિરસ્કાર અને નર્યા અનાદરનો જ સંબંધ બંને વચ્ચે જામતો ગયો. પણ કુદરતનો ક્રમ તો બધે ચાલુ જ રહે છે, એટલે વખત જતાં તેમને ત્યાં પણ પુત્રને જન્મ થયો. છોકરશે એવો ધિગો અને રૂપાળી Page #67 -------------------------------------------------------------------------- ________________ - આત્મબલિદાન હતો કે, જોઈ રહેવાનું જ મન થાય. પણ લિઝાને એ બાળક પોતાના સ્વાતંત્ર્ય ઉપર અને શકિત ઉપર તરાપ મારનારો જ લાગ્યો, એટલે તેણે તેના પ્રત્યે કેવળ દુર્લક્ષ્ય જ દાખવ્યું. સ્ટિફનને પણ એ છોકરાને જોઈ જોઈ યાદ આવતું કે, પોતે નાસી આવ્યો તે વખતે રાશેલને પણ બાળક જન્મવાની તૈયારી જ હતી – પોતાની રાશેલને – જેને તેણે દૂભવ્યા જ કરી હતી અને દુ:ખ જ દીધું હતું. એટલે તેણેય લિઝાના બાળક પ્રત્યેથી મોં ફેરવી લીધું. આમ ત્રણ વરસ વીતી ગયાં, અને સ્ટિફન ઓરીમાંથી માણસાઈનો રહ્યો સહ્યો અંશ પણ લુપ્ત થઈ ગયો. પહેલાં તે પ્રમાદી અને સુસ્ત તો હતો જ, પણ કદી હલકટતા નહોતો દાખવતો. તે સ્વભાવે સાચાબોલો હતો; પરંતુ અધમ પ્રકૃતિની લિઝા તેને જઠો જ માન્યા કરતી, એટલે છેવટે તે ખરેખર જૂઠો જ બની રહ્યો. તેને આ તરફની ભાષા આવડતી ન હોવાથી તે લિઝા સિવાય બીજા કોઈની સાથે વાતચીત કરીને પણ મન હલકું કરી શકતો ન હતો. રોજના ખાવાપીવાની પ્રવૃત્તિ સિવાય તેનામાં બીજું કશું જીવન બાકી રહ્યું ન હતું. બદચલન લિઝાનું રાતના વખતનું ગુપ્ત ભટકેલપણું વિફળ બનાવ્યા કરવામાં તે અલબત્ત પૂરી સાવચેતી દાખવતો. એક વખત આખો દિવસ માછલાં પકડવાનું કામ કર્યા બાદ રાત પડ્યો ભૂખ્યો થઈને તે ઘેર આવ્યો, ત્યારે તેણે જોયું કે, લિઝા પથારીમાં દારૂ પીને ટૅ થઈને ચત્તાપાટ પડી હતી - ઘરમાં ચૂલો જ સળગેલો નહિ. બાળક બિચારું રડતું રડતું તેના માથાની પાસે અટવાયા કરતું હતું. પહેલાં તો સ્ટિફને પોતાના કમરપટ્ટાની છરી ઉપર હાથ નાખ્યો; પણ એટલામાં પેલા બાળકના કરુણ ચહેરા ઉપર નજર પડતાં સ્ટિફને તેને જ પ્રથમ ઉપાડી લીધું. તેણે ઝટપટ ચૂલો સળગાવ્યો અને રાંધીને તેણે બાળકને ખવરાવ્યું અને પોતે પણ ખાધું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સન-લૉસ બાળક હવે રડતું બંધ થઈ ગયું અને હાલની હૂંફ જાણે પહેલી વાર મળવાથી બાપના માં સામું જોતું જોતું હસવા લાગ્યું. સ્ટિફને પોતાનું વસ્ત્ર ઉતારી તેના ઉપર વીંટયું અને ચૂલાની હૂંફ વધુમાં વધુ પહોંચે તેવી જગાએ તેને ગોઠવી દીધું. પેલું બાપની એ બધી મમતા સમજતું હોય તેમ રાજી થતું થતું તેના સામું જ તાકી રહ્યું અને પછી ઊંઘી ગયું. સ્ટિફન સમજી ગયો કે, આ બાળકને જીવતું રાખવું હશે, તો પોતે જ તેના બાપનું અને માનું એમ બંને કામ સંભાળવાં પડશે. તે વખતે એ બાળકના નિર્દોષ ઊંઘતા મોં સામું જોઈ રહેતાં તેને પોતે કરેલા ભયંકર ગુનાનો પહેલી વાર વિચાર આવ્યો – ભલી રાશેલને, પવિત્ર રાશેલને પોતાને ચાહતી રાશેલને જરા પણ ભાવ બતાવ્યા વિના – મા થવાની તૈયારીમાં હતી ત્યારે જ – જંગલીપણે ફેંટ મારીને પાછળ પડતી મૂકીને પોતે ચાલ્યો આવ્યો હતો. ના, ના, અહીં આવીને પાછો. પોતાની પત્ની રાશેલ જીવતી હોવા છતાં લિઝાને પરણ્યો હતો, એ કેવો મોટો ગુનો કહેવાય? સ્ટિફનને બધું યાદ આવતાં એ પણ ડંખી આવ્યું કે ભલી રાશેલને તેણે કદી વહાલનો એક શબ્દ પણ સંભળાવ્યો ન હતો, છતાં તે છેવટ સુધી તેને ચાહતી જ રહી હતી. તેવીને તજીને, તેની અને પિતાની વચ્ચે આઠસો માઈલનો દરિયો નાખીને તે અહીં આવ્યો હતો; અને વધારામાં બીજું લગ્ન કરી, તેણે રાશેલ પાસે ફરી કદીય પાછા જવાનો માર્ગ સદંતર બંધ કરી દીધો હતો. લિઝાનાં નસકોરાં તે વખતે કંઈક જોરથી બોલવા લાગ્યાં. સ્ટિફનના કાનમાં એ છરીની પેઠે ભોંકાયાં. તેણે ઝટપટ પોતાના કાન ઉપર બંને પંજા દાબી દીધા, અને “રાશેલ”, “રાશેલ” “રાશેલ” એવા શબ્દો તેના મોંમાંથી નીકળી પડયા. પણ નવાઈની વાત એ બની કે, લિઝા તે જ વખતે જાગી ઊઠી, અને સ્ટિફનને મેં એ રાશેલનું નામ સાંભળી, નવાઈ પામી, Page #69 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન તરત ઊઠીને તેની પાસે આવી. પછી તેનો ખભો પકડી, તેને ઢંઢોળતી કર્કશ સ્વરે તે પૂછવા લાગી, “કહું છું, એ રાશેલ રાંડ કોણ છે?" સ્ટિફન ચાંકી ઊઠયો, પણ કશો જવાબ આપ્યા વિના ચૂપ રહ્યો. તેમ પેલી વધુ ને વધુ આકળી થઈ પૂછવા લાગી, એ ડાકણ રાશેલ કોણ મૂઈ છે?” “કહું છું, સ્ટિફન આખે શરીરે કંપી ઊઠયો. તેણે તરત ઊભા લિઝાને જોરથી એક હડસેલો મારીને કહ્યું, “રાશેલ મારી કાયદેસરની પત્ની, સમજી ?” ૪૪ થઈ જઈ, પત્ની છે, લિઝા ડરની મારી સ્ટિફનના માં સામું જોતી ચૂપ ઊભી રહી. પણ બીજે દિવસે તેણે પાદરી પાસે જઈને આ વાત કહી દીધી. તેના મનમાં એમ હતું કે, એક પત્ની હોવા છતાં લિઝા સાથે લગ્ન કરવા બદલ સ્ટિફનને ભારે સજા થશે. પણ પાદરીને પોતાને જ બે પત્નીઓ હતી. અલબત્ત, પહેલી તેને છોડીને ચાલી ગઈ હતી, અને છ વર્ષ સુધી તેના કંઈ સમાચાર ન મળતાં તેણે ફરી લગ્ન કર્યું હતું. તેણે લિઝાને કહ્યું, “સ્ટિફને ભલે કાયદાનો ભંગ કર્યો હોય, પણ તારી પાસે તેનો શો પુરાવા છે, વારુ?” પાદરીના આવા ઢીલા શબ્દો સાંભળી, લિઝા ર સેના ન્યાયાધીશ પાસે પહોંચી. તે હતો કુંવારા; પણ છૂપી રીતે કેટલીય ઇક્બાજી ચલાવતો. તેણે જવાબ આપ્યો, ભલી બાઈ, લોકોનાં ઘરોમાં આવું બધું તો ઘણુંય ચાલતું હોય છે. તું ધારતી ન હોય તેવા ભલભલા આવું કરતા હોય છે. અને તેમાં ખોટુંય શું છે? હાં, જો તેણે તારા ઉપર હાથ ઉપાડયો હોત, કે તને મારી હોત, તો જુદી વાત હતી. ” લિઝાએ મન સાથે નક્કી કરી દીધું કે, ગમે તેમ પજવીને આ માણસ પોતાની ઉપર હાથ ઉપાડે તેમ કરવું, અને એ રીતે તેની ઉપર વેર તો લેવું જ. લિઝાએ હવે પોતાનાં ઓળખીતાંઓમાં ફરવા માંડીને સ્ટિફન પોતાના દેશમાં જીવતી બૈરી મૂકીને અહીં આવ્યો છે અને મારી સાથે 66 Page #70 -------------------------------------------------------------------------- ________________ સન-લૉસ ગેરકાયદે ફરી પરણ્યો છે, એમ કહેવા માંડયું. લોકોમાં સ્ટિફન પ્રત્યે ભારે નફરત ઊભી થવા લાગી. સ્ટિફન ઓરીને માછલાં પકડવાને કામે રોજી આપનાર કેન વડે તરત જ બીજે દિવસે સ્ટિફનને પોતાની નોકરીમાંથી છૂટો કરી દીધો - એમ કહીને કે હમણાં ધંધામાં ભારે મંદી ચાલે છે એટલે ખર્ચમાં કરકસર કરવી પડે તેમ છે. લિઝા સ્ટિફનને પડેલે મેંએ પાછો આવતો જોઈ રાજીરાજીના રેડ થઈ ગઈ. બીજે દિવસે સ્ટિફન જાળ બનાવનારાને ત્યાં કામ શોધવા ગયો. તેણે એવો જવાબ આપ્યો કે, આ ટાપુના કામદારો પરદેશીઓ સાથે કામ કરવાની ના પાડે છે. ત્રીજે દિવસે તે વીશીવાળા નેરી કો પાસે ગયો. તેણે સંભળાવ્યું, “મને તો ખાસ વાંધો નથી, પણ મારા ઘરાકો ભારે સુગાળવા છે – તમારો હાથ લાગેલા પ્યાલાને પણ તેઓ નહિ અડકે,” ઇ0, ઇ0. છેવટે સ્ટિફન એક જમીનવાળા પાસે સાથે ખેડવા પાંચ એકર જમીન માગવા ગય; ત્યારે પેલાએ સાંથની ભારે રકમ માગી – અને તેય અગાઉથી. સ્ટિફન પાસે એટલી રોકડ હતી નહિ, એટલે એ પડેલે મેંએ પાછો આવ્યો. આજે પણ લિઝા તેને પડેલે માંએ પાછો આવતો જોઈ મનમાં ખૂબ મકલાવા લાગી. લિઝાને હવે ખાતરી થતી ગઈ કે, થોડા જ દિવસમાં ભાઈસાહેબ હાથ ઉપાડવાના જ – અને પછી જોઈ લો મજા ! પણ સ્ટિફન લિઝાના મનની મુરાદ પામી ગયો હતો, એટલે તે એને બર આવવા દેતો જ ન હતો. લિઝા ભલે મને, પોતાને કે છોકરાને ભૂખે મારે; પણ એનું ધાર્યું તો ન જ થવા દેવું! પરંતુ લિઝા સાથે રહેવું, અને તેનાં બધાં અપકૃત્યો અને અપશબ્દો સાંખતા રહેવું, એ હંમેશા પોતાનાથી બની શકે એવો તેને Page #71 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન ભરોંસો પડતો ન હતો. એટલે તેણે ત્યાંથી ભાગી જવાનો. વિચાર કર્યો. પણ મૅન જેવા નાનકડા ટાપુમાં એ જ્યાં ભાગે, ત્યાં પેલી એનો પીછો કર્યા વિના ન રહે. એવામાં એક ખેડૂતે પોતાની કળણ જમીનમાંનું પાણી ઉલેચી કાઢવાનું કામ તેને ધર્યું. એ એવી કાળી મજૂરીનું કામ હતું કે કોઈ ખ્રિસ્તી મરદ એ કામ કરવા કબૂલ ન થાય. પણ સ્ટિફન ઓરીએ એક મહિના સુધી કમરબૂડ પાણીમાં રહીને તથા રોટી અને ભૈડકું ખાઈને એ કામ કર્યા કર્યું. એ કામ પૂરું થતા સુધીમાં તેણે છત્રીસ શિલિંગ બચાવ્યા. એ પૈસા હાથમાં આવ્યા એટલે તરત તે પોતાના છોકરાને તેડી લઈ, રસે બંદરમાંથી ઊપડવા તૈયાર થયેલા એક આઈરિશ મુસાફર-જહાજના માલિક પાસે જઈ પહોંચ્યો. ' પેલો તેને આયરલૅન્ડ લઈ જવા તૈયાર હતો, પણ પહેલાં બેલિફ પાસેથી તેણે લાયસન્સ લઈ આવવું જોઈએ! બેલિફે તેને લાયસન્સ આપવાની હા પાડી. પણ તે પોતાની સાથે પોતાની બૈરીને લઈ જતો હોય તો જ. “તું એકલો ચાલ્યો જાય તો પછી પાછળ તારી બૈરીનું ભરણપોષણ કોણ કરે, વારુ?” નિરાશ થઈને સ્ટિફન ઘેર પાછો ફર્યો. તેની બધી કાળી મહેનત નકામી ગઈ હતી. ઘેર જઈ તેણે પૈસા છાપરાના છાજ નીચે છુપાવી દીધા – એ પૈસા દેખીને તેને પોતે સેવેલી બધી આશાઓ યાદ આવ્યા કરતી. ' પણ હવે ધીમે ધીમે તેને એ વિચાર આવવા માંડ્યો કે, આ લિઝાડી તરફથી તેને જે દુ:ખ-અપમાન વેઠવાં પડે છે, તે તો પોતે ભલી રાશેલને આપેલા દુ:ખનો અને તેના કરેલા અપમાનનો ભગવાને આપેલો બદલો જ છે. અને રાશેલ તો અસહાય અબળા હતી, ત્યારે પોતે તો મરદ માણસ છે, એટલે પ્રમાણમાં તેને બહુ Page #72 -------------------------------------------------------------------------- ________________ સન-લૉસ ૪૭ હળવી સજા થઈ કહેવાય ! આ વિચાર આવતાં જ તેનું મન શાંત થઈ ગયું, અને તે લિઝાનાં અપમાન મૂંગે મોંએ સહન કરવા લાગ્યો. પછી તો એક રાતે એકાદ હોડી કિનારે તણાઈ આવેલી મળી આવતાં, એ હોડીમાં દિવસનો મોટો ભાગ તે માછલાં પકડવામાં ગુજારવા લાગ્યો. જોકે, આ બધી દીનતા અને હીનતા, તેના બાળક-પુત્રનું નિર્દોષ માં તેને જોવા ન મળતું હોત, તો તે લાંબે વખત સહન કરી શક્યો હોત એમ ન કહી શકાય. દરરોજ પોતાના વહાલા બાળક-પુત્રનો કઠણ રોટલો પોતાના ભૈડકામાં પલાળીને પોચો કરી આપ, અને તેને ખવરાવવો, પોતાના ભૈડકામાંથી દાણા વીણીને તેના મોંમાં મૂકવા, ઉનાળામાં તેને નવરાવવો, શિયાળામાં તેને પોતાનો જબ્બામાં ઢબૂરો – એ બધું કામ તેના જીવનનો મુખ્ય હેતુ અને આનંદ બની રહ્યું હતું. છોકરો ધીમે ધીમે ચાર વર્ષનો થયો. સ્ટિફન જ્યાં જાય ત્યાં તે સાથે જ જતો – કાંતો તેની પીઠે વળગીને કે તેના વિશાળ ખભા ઉપર સવાર થઈને. સ્ટિફને તેનું નામ માઇકલ પાડયું હતું, પણ તેના માથા ઉપરના સોનેરી વાળના ગુચ્છા જેમ જેમ જામતા ગયા, તેમ તેમ સ્ટિફન તેને સન-લોક્સ (સૂર્ય-કેશી) કહેવા લાગ્યો. અને ખરેખર પૉર્ટી-વૂલના એ ઘોલકામાં માઇકેલ સૂર્યની જ ગરજ સારતો – તે જાગે ત્યારે ઘરમાં સૂર્યોદય થતો, અને તે ઊંધે ત્યારે રાતનું અંધારું. સન-લૉસને સ્ટિફને પોતાની આઇસલૅન્ડની ભાષા જ બોલતાં શીખવી. અલબત્ત, પોતાને અંગ્રેજી બરાબર આવડતી નહોતી, એટલે તેણે તેમ કર્યું હતું; પણ લિઝાએ એમ જ માની લીધું કે તેની અને છોકરાની વચ્ચે ભાષાની આડ ઊભી કરવા જ સ્ટિફને તેમ કર્યું છે ! અલબત્ત, ભવિષ્યમાં એ ભાષા સન-લૉકસને કેવી કામ લાગવાની હતી, એ વાત તો કદાચ નસીબ-દેવતા જ જાણતો હશે. Page #73 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન નાનો સન-લોકસ સ્ટિફનને માટે આંખો અને કાનરૂપ, તેના ભાગી ગયેલા અંતરને માટે આશાની દિવ્ય અમૃત-વર્ષારૂપ, અને તેના જડ બની ગયેલા અંત:કરણની અનેકમુખી કેળવણીરૂપ જ બનતો ગયો. છોકરાની આંખ સ્ટિફનની આંખ સાથે મળે કે તરત તેની આંખોમાંની શૂન્યતા ઓસરી જતી. એ છોકરા સાથે રમતી વખતે સ્ટિફનને જંગી પગ છેક ઢીલા અને ધીમાં બની જતા; અને એ છોકરો પ્રશ્નો પૂછે, જવાબો આપે, કે ડહાપણભરી કંઈ વાત કહે, ત્યારે સ્ટિફનની જડસુ બુદ્ધિ અચાનક ચમકી ઊઠતી. પણ ધીમે ધીમે સ્ટિફનને વિચાર આવવા લાગ્યો કે, આવો અદૂભુત છોકરો પણ વધુ વખત લિઝા સાથે રહેશે અને તેનો બધી બાબતનો દુર્વ્યવહાર જોશે, તો કે ખિન્ન, ગમગીન, કે લુચ્ચો તથા કિન્નાખેર બની જશે? કંઈ નહિ તો છેવટે એ બદમાશ બાઈને વેઠી લેવા જેટલા જડ કે અંધ તો તેને બનવું જ પડશે. પોતાનો ભલો, ભોળો, નિર્દોષ સન-લોકસ એવી અધોગતિ પામશે, એ કલ્પના આવતાં જે સ્ટિફન આખે શરીરે ધ્રુજી ઊઠતો. તો ભગવાન સન-લોકસને હમણાં જ પાછો લઈ લે તો કેવું સારું? – હૈ? પણ સન-લૉકસ વગર પોતે શી રીતે પછી જીવી શકે? ના, ના, ના, સન-લૉકસ ભલે જીવે. પણ તે મોટો થઈ બદમાશ થાય એમાં પણ એનું શું હિત સધાયું? તેના કરતાં તે મરી જાય તે શું પાર્ટ? ખરી વાત, ખરી વાત! નાનકડો સન-લોકસ કરવો ન ગો ! અને ભગવાન તેને પાછો લઈ લેતા નથી, તો પોતે જ તેને પાછો પોચી જેવો ન જોઈએ? અને એ ઇરાદાથી તેણે હવે સનલૉકસને ખભે લઈ, ઘણાં બધાં ઠેકાણે ફરી ફરીને કહેવા માંડ્યું કે, નાનકે સન-લોસ પોતાને ઘણો ઘણો વહાલો છે, પણ દક્ષિણ તરફનું કેઈ નિ:સંતાન માણસ તેને દત્તક લેવા માગે છે, એટલે પોતે સન-લૉફિસનું હિત વિચારી ત્યાં મૂકી આવવાનો છે, ઇ. Page #74 -------------------------------------------------------------------------- ________________ સન-લોસ તેણે મન સાથે સન-લૉકસને એક દિવસ દરિયામાં દૂર લઈ જઈ ડુબાડી દેવાની યોજના વિચારી કાઢી; પણ એને અમલમાં મૂકવાની થતી, ત્યારે તેના પગ પાછા પડી જતા. પણ એક દિવસ તે બજારમાં માછલાં વેચવા ગયો હતો, ત્યારે તેણે લિઝાને પીઠામાં બેસી દારૂ પીતી જોઈ. તેને એકદમ તો નવાઈ લાગી કે, રાંડ પાસે પૈસા ક્યાંથી આવ્યા? – કારણકે, સ્ટિફનથી ડરીને તેના આશકોએ તેને હવે તજી દીધી હતી; અને પોતે તો તેને કદી રોકડ પૈસો આપતો નહીં. અચાનક તેને વિચાર આવ્યો કે, પોતે છાપરાના છાજ તળે છુપાવેલા પૈસા તો તેના હાથમાં નથી ગયા? – એ વિચાર આવતાં જ તરત તે ઘર તરફ દોડ્યો, અને છાપરા નીચે જ્યાં પોતે પૈસા મૂક્યા હતા ત્યાં જોયું તો પૈસા ન મળે! હવે તેને એ નિશ્ચય ઉપર આવવું જ પડયું કે, સન-લૉસને દરિયામાં નાખી આવવાની યોજના ઝટપટ અમલમાં મૂકી દેવી જ જોઈએ. કારણકે, હવે લિઝા હાથથી જવાની અને ફાવે તેવો ઝઘડો માંડવાની. સ્ટિફને તરત જ સન-લૉકસનું મોં બરાબર ધોયું; તેને છેલ્લી વારનાં સારાં કપડાં પહેરાવ્યાં, તેના વાળ સરસ રીતે આવ્યા, તેના. માથા ઉપર સુંદર ટોપી પહેરાવી, અને એમ છેવટના તેની મન ભરીને ઘણી ઘણી ઠાઠો કરી લીધી, જેથી તેની યાદ પોતાના અંતરમાં બરાબર જળવાઈ રહે! નાનકો સન-લૉકસ પિતાએ કરેલી માવજત આનંદથી કલબલાટ કરતો અને હસતો હસતો માણી રહ્યો. પછી તેને ખભે પ્રેમથી બેસાડી, ભારે પગલે સ્ટિફન જ્યારે દરિયા તરફ લઈ ચાલે, ત્યારે સન-લૉકસ પૂછવા લાગ્યો, “ભા, આપણે ક્યાં જઈએ છીએ?” હા, હા, જઈએ જ છીએ, બેટા સન-લૉક્સ, જઈએ જ છીએ.” આ૦ -૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન “દેવળમાં જઈએ છીએ, ભા? આજે કયો દિવસ થયો?” છેલો દિવસ, સન-લૉકસ, છેલ્ટો દિવસ થયો.” હાં, છેલો દિવસ એટલે રવિવાર, ખરું?” કિનારે સ્ટિફનની હેડી તૈયાર હતી. નાનકડા સન-લૉકસને તેમાં બેસાડી, સ્ટિફને હોડી હંકારી મૂકી. સન-લૉકસને સ્ટિફન બધે સાથે જ લઈ જતો, પણ દરિયાના પાણીમાં કદી નહોતો લઈ ગયો. એટલે આજે ભા સાથે દરિયાનાં મેજ ઉપર હિલોળે ચડવાની નાનકડા સન-લૉસને બહુ મજા આવી. ભા, તમે મને કદીક પાણી ઉપર લઈ જવાનું કહેતા હતા, ખરું ને? હા, નાનકા સન-લૉકસ.” સાંજ પડવા આવતાં સૂર્ય જમીન પાછળ ડૂબતો જતો હતો. ભા, આ સૂરજ રોજ આમ નીચે પડી જાય છે?” તે આથમે છે, બેટા, આથમે છે એમ કહેવાય.” “ક્યાં આથમે છે, ભા?” મરી જ જાય છે, બેટા.” . “ઓહ!” * દરિયાનાં પાણી પણ આથમતા સૂર્યના મંદ પ્રકાશ હેઠળ જાણે ઊંઘવા લાગ્યાં હતાં; અને દરિયાઈ પંખીઓ કે-કે-કે કરતાં ઊડતાં હતાં. ભા, આ પંખીડાં ચીસે કેમ પાડે છે?” “બેટા, તેઓ તેમનાં નાનકા છોકરાને બોલાવતાં હશે, ઘેર પાછાં જતી વખતે તો.” જમીન તરફ ઘેટાં બેં-બેં-બેં કરતાં સંભળાતાં હતાં. ભા, પેલું નાનકું બચ્ચું ખડક ઉપર એકલું ઊભું ઊભું રડે છે, ખરું ને?” Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૧ સન-લૉન્ટ્સ “કદાચ બાપથી વિખૂટું પડી ગયું હશે, બેટા.” “તો કોઈ જઈને એના બાપને ખબર કેમ કહી આવતું નથી કે એ ભૂલું પડીને ખડક ઉપર ઊભું છે, ને રડે છે!” ધીમે ધીમે સાંજ પડી અને પાણી કાળું થવા લાગ્યું, “ભા, આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે રાત ક્યાં જતી હશે?” “બીજી દુનિયામાં, સન-લૉકસ, બેટા.” “હા, હા, સ્વર્ગમાં જાય છે, ખરું ને, ભા?” ધીમે ધીમે ચંદ્ર ઊગવા લાગ્યો, અને દૂરના ખડક ઉપરનાં કેટલાંય ઝૂંપડાંમાં દીવા દેખાવા લાગ્યા. કેટલાંય છોકરાં મા-બાપ ભેગાં થઈ અત્યારે કલોલ કરતાં હશે. સ્ટિફનનું હૈયું મૂંઝાવા લાગ્યું. આસપાસ કોઈ હોડી કે મછવો દેખાતાં ન હતાં. હવે કોઈ ન જુએ તેમ સનલૉસને દરિયામાં ફગાવવાની સરસ તક હતી. સ્ટિફને હલેસાં મારવાનું છોડી દીધું, અને હોડીને જેમ ફાવે તેમ ઘસડાવા દીધી. પણ નાનકડો સન-લૉકસ જાગતો હોય ત્યાં સુધી તેના માં સામું જોતાં જોતાં તેનાથી એ કામ થઈ શકે તેમ નહોતું. એટલે તેણે સનલૉસને કપડાંમાં વીંટાળીને ઢબૂરવા માંડ્યો. “નાના સનલૉકસ, ઊંધી જ, બેટા.” “પણ હજુ મને ઊંઘ નથી આવતી, ભા!” છતાં સન-લૉસની આંખો થોડી વારમાં મીંચાવા લાગી. અચાનક સન-લૉક જાગી ઊઠયો અને બોલી ઊઠયો, “ભા, સૂતા પહેલાં પ્રાર્થના કરવાનું ભૂલી ગયો !” “તો સન-લોકસ, હવે કરી લે.” સન-લૉસ બાપે શીખવાડેલી આઇસલૅન્ડમાં પ્રચલિત પ્રાર્થનાના શબ્દો ધીમેથી રટવા લાગ્યો – Page #77 -------------------------------------------------------------------------- ________________ આત્માલિદાન ઊંઘતાં ને જાગતાં, બાપુ ભગવાન, અમારી સંભાળ લે છે તમારું નામ સૂતા પહેલાં તેથી યાદ કરીએ છે.' બેટા, બીજી પ્રાર્થના પણ બોલી લે—” સન-લૉકસ બીજી કડીઓ બોલવા લાગ્યો – “બાપુ ભગવાન, અમે તમારાં છોકરાં, નાનકડાં, નબળાં ને લાડકાં તમારાં દેવદૂત અમે ઊંધીએ ત્યારે, તમ ચરણે અમને લાવતાં.” બેટા, સન-લોકસ, તને સ્વર્ગમાં ભગવાન બાપુ પાસે જવું ગમે, ખરું?” ના, ના.” કેમ નહિ, બેટા?” “મને તો મારા ભા સાથે બહુ ગમે –” આટલું બોલતાંમાં તો સન-લૉસ પાછો ઊંઘી જ ગયો. અચાનક સ્ટિફનના અંતરમાં કોઈ જાણે પિકારી ઊઠ્યું, “નાનક સન-લોસનું ભવિષ્યમાં શું થશે એ નક્કી કરનાર તું કોણ? જે જિંદગી મેં એને બક્ષી નથી તે જિંદગી લઈ લેવાનો તને શો હક?” – ના, ના, નાનકા સન-લૉસને મારી ન જ નંખાય. તે ભલે જીવતો રહે. ભગવાન બાપુ તેનું રક્ષણ કરશે – તેને સુખી કરશે. જયારે મોડી રાતે પૉર્ટ લૉગૂ બંદરે સન-લૉકસને તેડીને સ્ટિફન હેડીમાંથી ઊતર્યો, ત્યારે કેટલાક લોકો ત્યાં ટોળે વળીને ઊભા હતા. તેઓ તેને ઓળખીને તરત જ તેને ઘેરી વળ્યા. તેઓએ તેને કહ્યું કે, અખાતમાં લાંગરેલા જહાજમાંથી ઊતરીને કોઈ પરદેશી તને શોધતો આવ્યો છે, અમે તેને તારે ઘેર પૉર્ટી-વૂલી મોકલ્યો છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ કરા-છેકરીની નાનકડી દુનિયા સ્ટિફન મનમાં કંઈક ડર સાથે પૉર્ટી-પૂર્વી તરફ ઉતાવળે પગલે ચાલ્યો. પાંચ મિનિટમાં તો તે ઘેર પહોંચ્યા — પણ અંદર પેસતાં જ જાણે ઠરી ગયા. ઘર ખુલ્લું પડયું હતું, અને તેની પત્ની જમીન ઉપર ચાપાટ મરેલી પડી હતી. તેના માથા આગળની ભીંત ઉપર માટી વડે આઇસલૅન્ડની ભાષામાં લખ્યું હતું “ મારા ભાઈ પૅટ્રિકસનના ખૂનનો બદલા લીધા છે. – સહી, એસ. પૅટ્રિકસન.” બદલા! કોના ઉપર? માણસ પોતાના અંધાપામાં શું શું કરી બેસે છે, અને શું શું માની બેસે છે! - કરા-બેકરીની નાનકડી દુનિયા લિગ્નાની ઝાની હત્યા બાદ ચેાથે દિવસે સ્ટિફન ઓરીએ સવારના પહેારમાં ઉતાવળે ખાવાનું તૈયાર કરી, સન-લૉક્સને જગાડયો. તેનું મેાં વગેરે ધોઈ, તેને કપડાં પહેરાવી, બંને જણે ખાવાપીવાનું પરવારી લીધું. પછી ઘોલકાના બારણાને બહારથી ખીલા મારી બંધ કરી દઈ, સન-લૉક્સને ખભે બેસાડી, સ્ટિફને દક્ષિણ તરફ ચાલતી પકડી. રસ્તામાં બપાર થયે એક ગામમાંથી પેનીની કિંમતની જવની રોટી ખરીદીને તેણે એક ટુકડો સન-લૉક્સને ખાવા આપ્યો અને બાકીનો ટુકડો ખિસ્સામાં મૂકી રાખ્યા. દરમ્યાન મોટી ફાંગે તેણે મુસાફરી ચાલુ જ રાખી. સાંજ પડવા આવી ત્યારે તે કૅસલ-ટાઉન પહોંચ્યો અને ગવર્નરનું મકાન કયાં આવ્યું તે પૂછવા લાગ્યા. બતાવેલે ઠેકાણે જઈ, સ્ટિફને દરવાજો ઠોકયો. તેણે સન-લૉક્સને ખભે ઊંચકી એકે શ્વાસે પૂરા છવ્વીસ માઈલ કાપ્યા હતા. તે થાકી ચૂકયો હતો, ભૂખ્યા થયા હતો, અને ધૂળથી છવાઈ ગયા હતા. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આત્મ-બલિદાન દરવાને બારણું ઉઘાડતાં સ્ટિફનને જોઈ તેને પૂછ્યું, “કોનું કામ છે ?" સ્ટિફને જવાબ આપ્યો, “ગવર્નરને મળવું છે.' દરવાન તેના દીદાર જોઈ નવાઈ પામ્યો, અને તેનું નામઠામ પૂછવા લાગ્યો. સ્ટિફને નામ-ઠામ તો કહ્યું, પણ “શું કામ છે' એ સવાલના જવાબમાં કંઈ કહ્યું નહિ. દરવાને, “ગવર્નર સાહેબ જમવા બેઠા છે', એમ કહી બારણું બંધ કરી દીધું. સ્ટિફન પાસેની પાટલી ઉપર બેસી પડયો. સન-લૉકસને તેણે ખભેથી ઉતારી પોતાના ઢીંચણ ઉપર બેસાડ્યો અને તેને ખિરસામાં રાખી મૂકેલો રોટીનો ટુકડો કાઢીને ખાવા આપ્યો. નાનકો સન-લૉક્સ આ આખી લાંબી મુસાફરી દરમ્યાન રડ્યો ન હતો; તડકો થયો, પવનથી ઊડેલી ધૂળથી આંખો ભરાઈ ગઈ કે તરસ લાગી તોપણ. આંખમાંથી આંસુ નીકળી પડતાં હોય તોપણ પિતાના “ભા'ને રડીને કે કંકાસ કરીને ત્રાસ આપવાનું તે જાણતો જ નહિ. ' સન-લૉસ તેના “ભાએ આપેલી રોટીનો ટુકડો ચગળવા લાગ્યો; એટલામાં ઘરની અંદરથી કોઈ બાળકીના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. તે સાંભળી નાનકા સન-લોક્સના હાથમાંથી રોટીનો ટુકડો પડી ગયો અને તે લક્ષ દઈને સાંભળવા લાગ્યો. ફરીથી હસવાનો અવાજ આવ્યો અને સન-લૉસનું માં પણ હાસ્યથી ખીલી ઊઠયું. સ્ટિફન રીનું મોં એ જોઈ વધુ ગમગીન બન્યું. તેણે પૂછ્યું, “નાનકા, તને આવા ઘરમાં રહેવાનું ગમે?” “હા – મારા ભા સાથે હોય તો !” તે જ ઘડીએ બારણું ફરીથી ઊઘડ્યું, અને દરવાન હાથમાં મીણબત્તી લઈ બહારનો દીવો સળગાવવા આવ્યો. “શું? હજુ તું અહીં બેઠો છે?” તેણે નવાઈ પામી પૂછ્યું. Page #80 -------------------------------------------------------------------------- ________________ છોકરા-છોકરીની નાનકડી દુનિયા પપ “ગવર્નર સાહેબ જમી લે તેની રાહ જોઉં છું.” સ્ટિફને જવાબ આપ્યો. દરવાન અંદર ગયો અને ગવર્નરને કહી આવ્યો કે, એક જંગી માણસ, નાનકડા છોકરાને સાથે લઈને આવ્યો છે અને પરદેશી ભાષા બોલે છે, તથા નામદારને મળ્યા વિના ચાલ્યો જવાની ના પાડે છે. તો તેને અંદર લઈ આવ.” ગવર્નરે કહ્યું. આદમ ફેરબ્રધર ભજન પતી ગયું હોવા છતાં હજુ જમવાના ટેબલ આગળ જ બેસીને તમાકુ ફેંકતો હતો. તેની પત્ની રૂથ ગૂંથણકામ કરવા ખુરશી જરા બાજુએ ખેંચીને બેઠી હતી. સ્ટિફન નાનક સન-લૉસને હાથ વડે દોરતો ધીમે ધીમે અંદર દાખલ થયો. સ્ટિફન ભાગીતૂટી અંગ્રેજીમાં બોલ્યો, “હું તમને કશુંક આપવા આવ્યો છું.” આદમની પત્નીએ આંખ ઊંચી કરી તેની સામું જોયું. આદમે સ્વાભાવિક રીતે નાનકડા સન-લૉસને પાસે બોલાવવા હાથ લાંબો કર્યો. પણ સ્ટિફને સનલૉકસને પકડી રાખ્યો. મારી પાસે એટલું જ આપવાનું છે.” સ્ટિફને કહ્યું. “શું આપવાનું છે, ભાઈ?” આદમે પૂછ્યું. આ બાળક જ આપવાનું છે,” એમ કહી સ્ટિફને આદમના લાંબા કરેલા હાથમાં સન-લૉસને પકડાવી દીધો. આદમની પત્નીના હાથમાંથી ગૂંથણકામ ખોળામાં પડી ગયું. પણ તેના મોં ઉપર છવાઈ રહેલા આશ્ચર્યનો ભાવ જોયા વિના સ્ટિફને પિતાને આવડતી ભાંગીતૂટી અંગ્રેજી ભાષામાં પોતાની કહાણી કહી સંભળાવી – પિતાની પત્નીનું દુરાચારી જીવન, તેનું મૃત્યુ, પોતે બાળકને દરિયામાં ફેંકી આવવા કેવી રીતે ગયો હતો અને અંતરમાં ભગવાનનો Page #81 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન અવાજ સંભળાતાં કેવી રીતે પાછો આવ્યો હતો, એ બધું. પછી નાનકા સન-લૉકસ તરફ ભીની આંખે જોઈ, તે ન સમજે એવા અંગ્રેજી શબ્દોમાં તેણે કહ્યું, “હવે હું પૉર્ટી.વૂલ પાછા જવા માગતો નથી – કદાચ દરિયો ખેડવા જઈશ અથવા ખાણમાં કામ કરવા જઈશ. પણ આ નાનકડા બાળકને મારી સાથે એમ રખડાવવા લઈ જવો ઠીક નહિ – બાળક બિચારું સબત વિના સેરી મરે – એટલે હું મારા વિશ્વાસના કોઈ જણના હાથમાં તેને સોંપી ચાલ્યો જવા માગું છું. તમે મારા ઉપર એક વખત ઉપકાર કર્યો હતો, એટલે તમારી ભલમનસાઈ યાદ લાવીને મને એમ થયું કે નાનકા સન-લૉકસને તમારા હાથમાં સોંપવો એ જ તેના હિતની વાત છે. એટલે હું આ છોકરો તમને સંપું છું.” આદમની પત્ની આ બધું સાંભળી આભા જેવી જ બની ગઈ હતી. તે બોલી ઊઠી, “વાહ, આવી વાત કોઈએ કદી સાંભળી હશે ખરી?” સ્ટિફનને એના પ્રશ્નનો અર્થ ન સમજાતાં, તે તેની સામે ફીકી આંખે જોઈ રહ્યો. “જાણે છોકરાં ઓછાં હોય ને!” એમ કહી રૂથે માથું તુચ્છકારમાં આડું ફેરવ્યું. છતાં સ્ટિફનની જડસુ બુદ્ધિમાં કશું ઊતર્યું નહિ, એટલે તેણે એટલો જ જવાબ આપ્યો, “મૅડમ, મારે તો એ એકનો એક જ છે.” પણ ભલાદમી, એ કિંમતે તો આખા ગામનાં બધાં જ છોકરાં અમને મળે!” સ્ટિફનના હોઠ ધૂજી ઊઠયા. તે બાઘાની પેઠે બેલી ઊઠયો, “પણ મૅડમ, હું એને દુનિયામાં સૌથી વધારે ચાહું છું.” “તો પછી ભલાદમી, તારી પાસે જ એને રાખીને, અમને શા માટે વળગાડે છે?” રૂથે ગરમ થઈ જઈને કહ્યું. Page #82 -------------------------------------------------------------------------- ________________ છોકરા-છોકરીની નાનકડી દુનિયા ૫૭ સ્ટિફન બાઘુ બની ગયો. અત્યાર સુધીની ગણતરીમાં એણે એટલું જ વિચાર્યું હતું કે, પોતે જેને આટલો બધો ચાહે છે, પોતે જેની સારસંભાળમાં આખો દિવસ વ્યસ્ત રહે છે, એવા નાનકા સનલૉસને પોતે આપી દેવા તૈયાર થાય, તો પછી એ જે કંઈ થોડુંઘણું ખાયપીએ, તથા તેની જે કંઈ થોડી સાર-સંભાળ લેવી પડે, એટલાની ગણતરીએ કોઈ તેને રાખવાની ના ન જ પાડે! સ્ટિફનના ગળામાં ડચૂરો બાઝી ગયો; તે કશું બોલી શક્યો નહિ. તેણે ભીની આંખે નાનકડા સન-લૉસને ઊંચકવા પિતાનો હાથ લંબાવ્યો. આ બધો વખત આદમ પોતાની ભરાઈ આવેલી આંખે છુપાવવા જ ચૂપ રહ્યો હતો. તેણે હવે દદડતી આંખેએ નાનકા સન-લૉકસને પોતાના ઘૂંટણ વચ્ચે ખેંચી લીધો અને શાંતિથી કહ્યું, “રૂથ, આ નાનકાને આપણે રાખી લઈશું. એક કરતાં બે લાકડાં ભેગાં સારાં બળે; – આપણી નાનકડી ગ્રીવાને સારી સોબત થશે.” આદમ, તમારે તમારા પિતાનાં છોકરાં ઓછાં છે, જેથી બીજાંની લપ પાછી હૈયે વળગાડવી છે?” રૂથ તડૂકી ઊઠી. રૂથ, મારે છે છોકરા છે; અને બાર હોત તો હું વળી વધુ ખુશી થાત. ઉપરાંતમાં મારે એક દીકરી છે, પણ જો બે હોત તો વળી વધુ સારું થાત.” પણ સ્ટિફન એરીએ પહેલાં એક લગ્ન કરેલું છે, એ વાત લિઝાએ ફેલાતી કરી હતી, તે લેંગૂ થઈને ગવર્નમેન્ટ-હાઉસમાં પણ આવી પહોંચી હતી. સ્ટિફન બોલતો હતો ત્યારે આદમને એ વાત યાદ આવી હતી, પરિણામે તે નાનકા સન-લૉસના માથા ઉપર વધુ વહાલથી હાથ પસવારવા લાગ્યો. પણ આદમની પત્નીને એ વાત યાદ આવતાં તે બોલી ઊઠી, “તો શું આપણી એકની એક દીકરી ગમે તેની રખાતના છોકરા સાથે ઊછરશે, એમ?” ૧. રાજભવન; રાજાના પ્રતિનિધિને રહેવાનું મકાન. - સંપા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આત્મલદાન આદમ હવે મક્કમતાથી બોલી ઊઠયો, “રૂથ, આપણે આ છોકરાને રાખી લેવાનાં છીએ; એથી વધુ કંઈ બોલવાની જરૂર નથી.” રૂથ તરત ગુસ્સે થઈ ઊભી થઈ ગઈ અને કમરની બહાર ચાલી ગઈ. સ્ટિફન બિચારો મૂંઝાઈ, દ્વિધામાં પડી, ગવર્નરના ઘરમાં નાહકનો કંકાસ ઊભો કરવો એ ઠીક કહેવાય કે નહિ, એ વિચારમાં, બારણા તરફ અને ગવર્નરના મેં તરફ વારાફરતી નજર કરતો ઊભો રહ્યો. પણ ગવર્નરે તો નાનકા સન-લૉસને હવે ખોળામાં ઊંચકી લઈ, વહાલથી પૂછયું, “તારું નામ શું, લાડકા?” “સન-લૉક્સ.” સ્ટિફન એરીએ ઉમેર્યું, “એનું નામ તો માઇકેલ છે, પણ હું તેને સન-લૉકસ કહું છું.” માઇકેલ સન-લૉસ એ તો સારું નામ છે, અને એની ઉંમર કેટલી છે?” ચાર વરસ.” “બસ, મારી લાડકીની ઉંમર જેટલી જ.” એમ કહી, ગવર્નર સન-લૉસને નીચે ઉતારી દાંટ વગાડ્યો અને નોકરને કહ્યું, “ગ્રીબાને અહીં લાવે.” વારમાં બદામી રંગના વાળ અને ગુલાબી રંગના ગાલવાળી એક નાનકડી છોકરી કમરામાં દોડતી ઠેકતી આવી. તેના એક હાથમાં ઢીંગલી હતી, અને તેના પગ તદ્દન ખુલ્લા હતા. “અહીં આવ લાડકી,” એમ કહી ગવર્નરે બંને છોકરાંને એકબીજાની સંમુખ ઊભાં રાખ્યાં. પણ બાળકોના કાયદા અજબ હોય છે – બંને છોકરાંને એકબીજા સામું જોવું હતું. છતાં તેઓ ક્ષણભર તદ્દન લાપરવાઈ દાખવતાં હોય Page #84 -------------------------------------------------------------------------- ________________ છેકરા-છેકરીની નાનકડી દુનિયા એમ આડું જોઈ ઊભાં રહ્યાં; અલબત્ત, ત્રાંસી નજરે અવારનવાર એકબીજા તરફ જોયા જ કરતાં હતાં. એ પ્રાથમિક પ્રક્રિયા પૂરી થઈ એટલે સન-લૉક્સની નજર ગ્રીબાના ખુલ્લા પગ ઉપર પડી. અને ખુલ્લા પગવાળાં બાળકને તો બીજું કોઈ તેડી જ લેતું હાય છે, એમ માની, તેણે તરત ગ્રીબાને તેડી લેવા પ્રયત્ન કર્યો. પણ તે કાંઈ ગ્રીબા કરતાં બહુ મોટો ન હતો, એટલે બંને જણ જમીન ઉપર ગબડી પડયાં. નાનકડી ગ્રીબા ચિડાઈ ગઈ, અને સન-લૉક્સ છેાભી પડી ગયા. ૫૯ પણ ગ્રીબાના માં ઉપરથી ચીડનું આંસુ સુકાય, અને સનલૉક્સના મોં ઉપરથી છાભીલાપણાનો ભાવ દૂર થાય, તે પહેલાં ગ્રીબાએ આડું જોઈ તેની સામે પેાતાની ઢીંગલી ધરી – ‘એ અજાણ્યા નવાઈના છેાકરાને જોવી હાય તો ભલે જુએ, અમે કંઈ તેને જોવાનું કહેતાં નથી ! ’ સન-લૉક્સ એ ઢીંગલી સામે નવાઈ પામી, પ્રશંસાની નજરે જોઈ રહ્યો. પછી તો એ બંને વચ્ચે કશી ન સમજાય તેવી ચીંચીં ચાલવા લાગી; અને તરત જ એ ઢીંગલી ઉદારભાવે અને ક્ષમાભાવે સનલૉક્સના હાથમાં મૂકવામાં આવી. સન-લૉક્સે કદી એવી ચીજ જોયેલી – પકડેલી નહિ, એટલે તે તે ખુશ ખુશ થઈ ગયો. પણ એને હવે આભારના ભાર નીચે દબાવી જ દેવા હાય, એમ થોડી વારમાં તે ગ્રીબાએ કયાંકથી સ્લેટ-પેન, ચિત્રોની ચાપડી, રિબનના ટુકડા, અને નાના રકાબી-પ્યાલા કાઢી આણ્યા અને તેની સામે મૂકયા. થોડી વારમાં તા બંને જણ રમતમાં કયારે મશગૂલ થઈ ગયાં તે કોઈએ જાણ્યું પણ નહિ. સ્ટિફન રી આનંદ અને સંતેષ સાથે સન-લૉક્સને ગ્રીબા સાથે ખેલતા જોઈ રહ્યો હતા; તેણે હવે ગવર્નર તરફ જોઈને કહ્યું, “હવે મારે ગુપચુપ ચાલ્યા જવું જોઈએ. ” Page #85 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન ગવર્નર તથા સ્ટિફન ઘરની બહાર ચાલ્યા આવ્યા. . બે કલાક બાદ નાનકો સન-લૉસ પોતાના એકમાત્ર મિત્ર અને સાથી એવા પિતાના “ભાને ન જોઈ થોડું રડ્યો; પણ પાછો નવા સાથીદાર ગ્રીના આગળ ઠાવકો દેખાવા માટે થોડું હસ્યો; અને પછી વખત થતાં સૂઈ ગયો. ઝીબા પણ સાથે જ હતી. સ્ટિફન ઓરી અત્યાર સુધી ઘરની આસપાસ ઘૂમ્યા કરતો હતો, તે મેડી રાતે બધું ઘર જંપી ગયેલું જોઈ ચાલતો થયો. તે પછી વર્ષો વીતી ગયાં. સ્ટિફન તે દરમ્યાન ફરીથી કદી કેસલટાઉનમાં દેખાયો નહીં. પણ નાનકા સન-લૉકસનો ગવર્નરના કુટુંબમાં સમાવેશ કરવામાં આવ્યો તેની ઘણી ઘણી અસરો નીપજી. પ્રથમ તે આદમ અને તેની પત્ની રૂથ વચ્ચે ગંભીર અણબનાવ થઈ ગયો. સ્વભાવના જરા પણ મેળ વિનાનાં એ બંને બહારથી સુલેહ-સંપનો દેખાવ જાળવી રાખીને અત્યાર સુધી ભેગાં રહેતાં આવ્યાં હતાં. રૂથ મૂળે મૅન્કસ-સ્ત્રી ન હતી; મેન ટાપુની ઉત્તરે આવીને વસેલા એક ફ્રેંચ નિર્વાસિતની એ પુત્રી હતી. આદમ ફૅરબ્રધર આજીરિયાથી પાછો આવ્યો, તે વખતે તેનાં પરાક્રમોની વાતેથી આ ટાપુ ગાજી ઊઠ્યો હતો ત્યારે રૂથ આદમને પરણી હતી. પરંતુ ત્યાર બાદ તો આદમ ઘરવાસ કરીને જ સ્થિર થઈ ગયો, એટલે રૂથ બહુ નિરાશ થઈ ગઈ. પણ પછી ડયૂક જ્યારે આદમને ડેપ્યુટી ગવર્નર જનરલ બનવાનું સમજાવવા આવ્યા, ત્યાર રૂથે તે પદ સ્વીકારવા તેની ઉપર કંકાસિયણ સ્ત્રી લાવી શકે તેવું અને તેટલું દબાણ આપ્યું, અને છેવટે આદમને તે પદ સ્વીકારવું પડ્યું. શરૂઆતનાં લગ્ન-જીવનનાં દશ વર્ષ દરમ્યાન રૂથે આદમને છ પુત્રોથી નવાજ્યા હતા, પણ ત્યાર પછી બીજાં દશ વર્ષ વીતી ગયે તેણે છેવટના એક જ પુત્રી ઝીબાને જન્મ આપ્યો. આમ કુલ વીસ Page #86 -------------------------------------------------------------------------- ________________ છેકરા-છેકરીની નાનકડી દુનિયા ૬૧ વર્ષ સુધી ભલા આદમ આ ચંચળ પ્રકૃતિની અને સ્વાર્થીલી બાઈ સાથે શાંતિથી જીવન નિભાવતા આવ્યા હતા. અત્યાર સુધી તે ડહાપણ દાખવી, નજીવી બાબતા માટે રૂથ સાથે તકરાર માંડતા નહિ; અને ઠંડો મિજાજ રાખી બધું હસી કાઢતા. પણ આ પહેલી વાર તે મક્કમ રહ્યો, અને પરિણામે નાનકો સન-લૉકસ ગવર્નમેન્ટ-હાઉસમાં સ્થિર થઈને રહેવા લાગ્યા. એક વર્ષ પસાર થઈ ગયું; દરમ્યાન સન-લૉક્સ એટલા બધા બદલાઈ ગયા કે, પહેલાંનું પરિચિત એવું કોઈ હવે ઝટ તો તેને ઓળખી શકે જ નહિ. બાળક પણ ફૂલની પેઠે પેાતાના વાતાવરણનો રંગ ઝટ પકડી લે છે. હવે તે ગુલાબની પેઠે ખીલી ઊઠયો હતો. તેના ગાલ ગુલાબી હતા અને તેની આંખો ચમકદાર તીણી, તેનો બાંધા તે તેના બાપ જેવા મજબૂત અને કદાવર હતા; અને તેના ગુચ્છાદાર વાળ હવે વધુ સોનેરી બની રહ્યા હતા. આખા દિવસ તે પંખીની પેઠે કિલબિલાટ કરી મૂકતો અને હસતો ગાતો ઠેકડા ભર્યા કરતો. રૂથને પણ હવે તેના પ્રત્યે પહેલાં જેવા અણગમા રહ્યો ન હતો. બીજું વર્ષ પસાર થયું; અને સન-લૉક્સ ઝટપટ અંગ્રેજી ભાષાના શબ્દો પકડવા લાગ્યા. વળી વધુ એક વર્ષ પસાર થયું; અને ગ્રીબા તથા સન-લૉક્સ બંનેની ભાવી પ્રકૃતિ આકાર લેવા લાગી : ગ્રીબા ઉતાવળી, જુસ્સાદાર, લાગણીપ્રધાન અને તુમાખીભરી બનતી ચાલી; ત્યારે સનલૉક્સ શાંત, નિ:સ્વાર્થ, ધીરજવાળા, પણ અવારનવાર મિજાજથી તપી ઊઠે એવા બનવા લાગ્યા. ચોથું વર્ષ વીત્યું તેવામાં બંને જણને છૂટાં પડવાનું થયું. યૂકની પત્ની – ડચેસ લંડનથી હવાફેર માટે આવી. એક દિવસ ગવર્નમેન્ટ-હાઉસ આવતાં તેણે ગ્રીબાને જોઈ. તરત તેને થઈ આવ્યું Page #87 -------------------------------------------------------------------------- ________________ કર આત્મ-બલિદાન કે, પેાતાની આઠ વર્ષની ફૂટડી દીકરી ફીકી પડતી જાય છે, તેને ગ્રીબાની સોબત મળે, તો તેના મેાં ઉપર લેાહી ચડે ખરું. આદમે તો ગ્રીબાને લંડન મેકલવા વિનયપૂર્વક ના પાડી દીધી — તેણે કહ્યું, ‘ગ્રીબા આખા કુટુંબમાં એટલી નાની અને લાડકી છે કે, જાણે તે એકનું એક સંતાન હોય તેમ આખા ઘરનો ટેકો બની ગઈ છે; એટલે તેનાથી છૂટા પડવાનું અમારે માટે શકય નથી.' પણ રૂથે તરત જ સંભળાવી દીધું — આપણાં માલિકણ કહેવાય એવાં બાનુની મરજી પાછી ન ઠેલી શકાય. ઉપરાંત ડચેસ ખુશ થઈને ભવિષ્યમાં ગ્રીબા માટે કોઈ ને કોઈ આવકનું સાધન ઊભું કરી આપશે. બીજું કોઈ હાય ને આવી તક મળે તો એને ખાળા પાથરીને વધાવી લે – લંડનમાં ડયૂ ક ઑફ ઑથેાસના મહેલમાં છેાકરીને ઊછરવાનું મળે, એ જેવી તેવી વાત નથી, ઇ, ઇ. અંતે આદમને રૂથની મરજી આગળ ઝૂકવું પડયું. જોકે, · પેાતાને ગ્રીબાની ખેટ ઘણી સાલશે; ઉપરાંત, ગ્રીબાને આમ શહેરમાં જવા દેવાથી કદીક પેાતાને પસ્તાવાવારો પણ આવશે,' એમ તેને ખાતરીબંધ લાગતું હતું. પણ નાનકડી ગ્રીબા તો શહેરમાં જવાની વાતથી ઉમંગમાં આવી ગઈ : “ ત્યાં મેાટી માટી ઘેાડાગાડી હશે, બાનુએ ઘેાડેસવારી કરતી હશે, દુકાનો હશે, અને મખમલથી મઢેલી ઢીંગલીઓ હશે – વાહ, વાહ!” “ પણ ગ્રીબા ત્યાં માઇકેલ સન-લૉક્સ નહીં હોય, મા નહિ હાય કે બાપુ પણ !” આદમ બાલ્યા. પણ નાનકાં છેાકરાંને જે નવું મળવાનું હાય તેનો જ આનંદ હેાય છે; જે મળેલું છે તે તો કયાં નાસી જવાનું છે, એમ જ તેમને લાગતું હાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ છોકરા-છોકરીની નાનકડી દુનિયા એટલે ગ્રીબા તો પોતાના આ ખુશી સમાચાર બીજાને સંભળાવવા ઉતાવળી થઈ ગઈ. બીજું એટલે કોણ? – સન-લૉકસ સ્તો ! સન-લૉકસ તે વખતે ચેલ્સ એ-ડલી નામના એક ભારતૈયા*ની પોઠના ગધેડા ઉપર સવારી કરવાનો આનંદ માણી રહ્યો હતો. તે અત્યારે વહેળાના પાણીમાંથી પસાર થઈ, ગધેડાને સામે પાર બીડ તરફ લઈ જતો હતે. ગ્રીબાએ દોડતાં દોડતાં પુલ ઉપર આવીને પિતાના ખુશી-સમાચાર શ્વાસભેર સન-લૉસને સંભળાવી દીધા – “અમે લંડન જવાનાં – ત્યાં બગ્ગીઓ, બાનુઓને બેસવાના ઘેડા, વહાણો, મીણ-પૂતળીના ખેલ, જંગલી જાનવરો એવું એવું જોવા મળશે, અને બીજું પણ ઘણું ઘણું!” સન-લૉસ ગ્રીબાને ડચેસે આપેલી નવી ઇંટનાં ફૂમતાં તરફ મટ માંડીને જોઈ રહ્યો. અને અમે મખમલનાં ફરાક પહેરીશું, અને નવી નવી હેટ ! ખાવાની પણ ઘણી ઘણી ચીજો અમને મળવાની !” અરે પાગલ, શું બક્યા કરે છે?” સન-લૉકસ છેવટે તડૂક્યો. “અમે પાગલ નથી કંઈ ! અમે સાચ્ચે જ જવાનાં છીએ – તમે અહીં જ રહેવાના. મારે હવે છોકરીઓ સાથે રમવાનું – છોકરાઓ સાથે નહીં, સમજ્યા?” પણ માઇકેલની સ્થિતિ તો કર્ણાજનક થતી ચાલી હતી. તેણે હવે જુસ્સામાં આવી જઈ ગધેડાને જોરથી દંડ ફટકારી દીધો અને ગ્રીબાને કહ્યું, “તો જજે ને, જ્યાં જવું હોય ત્યાં! અમારે શું? અમને અહીં શા માટે કહેવા આવી છે?” પણ ગધેડાને જે ડફણું પડયું, તે તેને જરાય ઉચિત લાગ્યું ન હતું. એટલે તેણે પાછલા બે પગ ઊંચા કરી એકદમ ઊછળવા માંડ્યું. * ભાડે વજન વહી જનાર. – સંપા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪. આત્મ-બલિદાન છેવટે માઇકેલભાઈ પાણીમાં ગબડી પડ્યા. પણ તેણે કપડાં પલળ્યાની 'પરવા કર્યા વિના ગધેડાને ડફણાટીને સામે પાર લેવા માંડયું. સામે પાર જઈ, ગધેડા ઉપર ફલંગ મારીને બેસી જઈ, માઇકેલે બૂમ પાડીને પુલ ઉપર થઈ પાછળ આવેલી ગ્રીબાને કહ્યું, “તો જવાની છે તે જાને; અહીં અમારી પાછળ પાછળ કેમ આવે છે?” ગ્રીબાનું હૈયું ભરાઈ આવ્યું. તે નાક હલાવીને બોલી, “અમે જવાનાં તેથી તમે રાજી થાઓ છે, તે આમ કહી બતાવવાની જરૂર નથી, કંઈ!” “અમે કયાં કહ્યું કે અમે રાજી થઈએ છીએ? પણ અમે રાજી નથી થતા એમ પણ કહેતા નથી.” પણ તમે જો જવાના હોત તો અમે રડી પડ્યાં હોત, વળી!” અને ખરે જ તેને રડવું આવી જ ગયું. પણ એ છુપાવવા તે મૂઠીઓ વાળીને પાછી ભાગી ગઈ. માઇકેલે હવે બૂમ પાડવા માંડી, “ગ્રીબા! ગ્રીબા!” પણ કાંઈ જવાબ ન મળ્યો. પેલી ઘેર પાછી ચાલી ગઈ હતી. અર્ધા કલાક બાદ ડચેસની ઘોડાગાડી ગ્રીબાને લઈને ગવર્નમેન્ટહાઉસમાંથી નીકળી. ગવર્નર આદમની પત્નીએ ગ્રીબાને ડચેસને ત્યાં મોકલી મિલકત મેળવવાનો હેતુ મનમાં રાખ્યો હતો; તે તો, ભવિષ્યની વાત અત્યારથી કહી દઈએ તો –ન જ સધ્યો; પણ તેનું નહિ ધારેલું એવું બીજુ ઊલટું પરિણામ અવશ્ય આવ્યું - ઝીબા ચાલી જતાં આદમ માઈકેલ સનલૉકસ તરફ વધુ ને વધુ ઢળવા લાગ્યો. ગ્રીબાને બીજાની છોકરીની સોબતણ તરીકે મોકલી આપી, એટલે નાનકા સન-લૉકસને પોતે જ સોબત આપવી જોઈએ, એમ તેને લાગ્યું. Page #90 -------------------------------------------------------------------------- ________________ છોકરા-છોકરીની નાનકડી દુનિયા પ પણ આદમના મનમાં માઇકેલ સન-લૉક્સ પ્રત્યે કોઈના દુ:ખી નિરાધાર છોકરા માટેની દયાભાવ જ લાંબે વખત ન રહ્યો એ; ઊંચા, કદાવર, ચપળ, સમજદાર કિશોર પ્રત્યે હવે તેનું અંતર પુત્ર માટેના વાત્સલ્યથી જ ઊભરાવા લાગ્યું. વર્ષ ઉપર વર્ષ વીતતાં ચાલ્યાં. શાળાનું ભણતર પણ શરૂ થયું અને પૂરું થયું. હવે તો સન-લૉકસ ગવર્નરનો જમણો હાથ જ બની રહ્યો. માત્ર જમણો હાથ જ નહિ, તેની કલમ, તેની યાદદાસ્ત, તેની સૂઝ-સમજ, બધું જ. દરેક બાબતમાં જયાં ને ત્યાં “માઇકે સન-લૉસ કહેશે', “માઇકેલ સન-લૉસ કરશે' એમ જ હવે સાંભળવા મળતું. માઇકેલ સન-લૉસ પણ ગવર્નર ફેબ્રધરને જ પોતાનો બાપ ગણતો, અને પુત્ર તરીકે તેની સેવામાં અને પડખે જ ઊભે રહેતો. પણ મિસિસ ફેબ્રધર અને તેના છયે છોકરા એ બે વચ્ચેની આ સ્નેહગાંઠ જોઈ અકળાવા લાગ્યાં. રૂથ પતિને ભાંડવા લાગી અને છોકરાઓ સન-લૉસને તિરસ્કારવા લાગ્યા. આદમ ફેરબ્રધરના છયે છોકરા ધિંગા, ભૂખ્યા-ડાંસ, અને વિચિત્ર સ્વભાવના હતા. સૌથી મોટો એશર તેત્રીસ વરસનો હતો : ભલો, પણ પાણી જેવી અસ્થિર પ્રકૃતિનો. તે કહ્યા કરતો, “અલ્યો, છોને બુઢો એ છોકરા જોડે રમ્યા કરે, એમાં આપણું શું જાય છે?” પણ બીજો રૉસ, અને ત્રીજો સ્ટીન એ બંને ઘાતકી સ્વભાવના ઝનૂની જુવાનિયા હતા; તેઓને ડર હતો કે આદમ કદાચ પોતાની બધી મિલકત સન-લૉસને જ લખી આપશે. ચોથ થર્સ્ટન હંમેશ પીધેલો અને લાલ આંખેવાળો જ રહેતો; તે મક્કમ સ્વભાવનો હોઈ, બધા ભાઈઓને એકસરખા હાંકતો હતો. પાંચમો જેકબ શિયાળ જેવો લુચ્ચો અને સાવધાન હતો; તથા છઠ્ઠો જૉન “જેન્ટલમેન' તરીકે ઓળખાતો આ૦ – ૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન ટાપટીપ-પસંદ જુવાનિયો હતો. તે બધા ભેગા મળી સન-લૉકસને દૂર કરવાના અનેક પેંતરા રચવા લાગ્યા. પહેલાં તો આદમ તેને કાઢી મૂકે તે માટે સન-લૉકસના બાપ વિશે તેઓએ ફાવે તેવી વાતો કરવા માંડી : ઉત્તરથી દક્ષિણ સુધી બધા સારા માણસોને તે ત્રાસરૂપ બની ગયા છે, છૂપા દાણચોરીને અને વધુ તો ચાંચિયાગીરીના ધંધા કર્યા કરે છે, કાફની જોખમભરેલી ખાડીમાં કેટલાંય જહાજોને જાણી જોઈને અવળે માર્ગે દોરી ખડકે ઉપર અથડાવે છે અને પછી તેમનો માલ ઉપાડી લે છે, – ખૂની પણ હશે જ, ઇ૮, ૪૦. આ બધી બેટી બંદગઈની બુટ્ટા આદમ ઉપર કશી અસર ને કંઈ પણ માઇકેલ સન-લૉકસના હૃદયમાં તે બધું સાંભળી પોતાના બાપ માટે અને તેના નામ માટે પણ ઊંડે તિરસ્કાર ઊભો થતો ચાલ્યો. અને જેમ પોતાના સગા બાપ સામે તિરસ્કાર ઊભો થતો ગયો, તેમ પોતાના પાલક પિતા પ્રત્યે તેના મનમાં વધુ ને વધુ ગાઢ પ્રેમ-મમતા ઊભરાતાં ગયાં. એક દિવસ એટલે કે, માઇકેલ સન-લૉક્સ જ્યારે અઢાર વર્ષની ઉંમરનો થયો હતો ત્યારે, કર્ક મૉઘોલ્ડથી વીશીવાળો નેરી કો આવ્યો અને માઇકેલને બાજુએ લઈ જઈ, ભારે ગુપ્ત વાત કહેતો હોય તેમ કહેવા લાગ્યો કે, સ્ટિફન એરી દાણચોરીના મામલામાં સપડાયો હોવાથી, હંમેશ માટે ટાપુ છોડી ભાગી જવા માગે છે; પણ તે પહેલાં તે તને મળવા માગે છે. જો હું તેને મળવા નહીં જાય, તો તને મળવા અહીં જોખમમાં દોડી આવશે. તેના કરતાં તું ત્યાં જાય તે જ સારું કહેવાય. કફની ખાડીમાં એક જહાજ તૈયાર ઊભું છે, તેમાં તારો બાપ તારી રાહ જોશે, તારે મધરાત પહેલાં તે જહાજ ઉપર જઈ પહોંચવું. ' અલબત્ત, આ આખું આદમ ફેરબ્રધરના બીજા અને ત્રીજા છોકરા રૉસ અને સ્ટીનનું રચેલું કાવતરું જ હતું. કારણકે, જે જહાજ Page #92 -------------------------------------------------------------------------- ________________ છોકરા-છોકરીની નાનકડી દુનિયા ઉપર માઇકેલ સન-લૉકસ બાપને મળવા જાય એમ ગોઠવ્યું હતું, તે ખરી રીતે દાણચોરોનું જહાજ હતું – સ્ટિફન એરીનું નહિ. અને તે જહાજને પકડવા આસપાસ સરકારી જકાતી જહાજો તૈયાર ઊભાં હતાં. ભલો માઇકલ. સ્ટિફન ઓરી પિતાને મળવા બંદરે ઊતરી આવે અને પકડાઈ જાય એવું બનવા ન પામે તે માટે હોડીમાં બેસી મધરાતે એ જહાજ તરફ જવા નીકળ્યો. તરત સરકારી અફસરોએ તેને ઘેરીને પકડી લીધો. માઇકેલે ગવર્નર સમક્ષ બધી વાત કબૂલ કરી દીધી, એટલે તરત ૉરી કોને પકડવામાં આવ્યો. તેણે પોતાને જાન બચાવવા આદમ ફેરબ્રધર આગળ રસ અને સ્ટીનનાં નામ કબૂલી દીધાં. તેમને પૂછપરછ કરવામાં આવતાં તેમણે પોતાને ચડવનાર તરીકે (પાંચમા અને છઠ્ઠા છોકરા) જેકબ અને “જેન્ટલમેન' જૉનનાં નામ દીધાં. આદમ જોઈ ગયો કે, આ કાવતરામાં તે લગભગ તેનું આખું કુટુંબ જ સપડાયેલું છે, એટલે તેના ગુસ્સાએ માઝા મૂકી. પણ તે વખતે તેની પત્ની રૂથ છોકરાઓના પક્ષમાં દોડી આવી અને પોતાના સગા છોકરાઓ કરતાં બહારના અનાથ છોકરાને વધુ વહાલો ગણનારે પતિ સાથે પોતે રહેવા નથી માગતી, એમ જાહેર કરી દીધું. આદમે તેને સમજાવી પણ પેલી ન માની. છેવટે આદમે તેને કહ્યું, “તું આમ તારા છોકરાઓનો બેટો પક્ષ લેશે તેથી કરીને હું માઇકલને કાઢી પણ નહિ મૂકું કે આપણા કુટુંબની શાંતિ જળવાઈ રહે એ માટે તે પોતે ચાલ્યો જવાનું કહે છે તેમ પણ તેને નહિ કરવા દઉં. મને સરકારી નોકરી બદલ થોડા ઘણા પાઉંડ મળે છે, પણ મારી પોતાની કહેવાય તેવી ખરી મિલકત તો લેંગ્વની છે. હું તને તારા જીવનકાળ દરમ્યાન તારા ભગવટા માટે એ જમીન આપી દઉં છું; તારી પછી એ જમીન છે છોકરાની અને તેમની બહેનની ગણાશે. તું એ મિલકત લઈને મારાથી જુદી રહી શકે છે.” શરતે રૂથ પોતાના છે છોકરાઓને લઈને લેંગ્યુ ચાલી ગઈ. માઈકેલ સન લૉકર એકલો રાજભવનમાં આદમ સાથે રહેવા લાગ્યો. Page #93 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન પણ આદમને હવે ઘણું એકલવાયાપણું લાગવા માંડ્યું, અને તેને પોતાની લાડકી ગ્રીબા વધુ ને વધુ યાદ આવવા લાગી. છેવટે તેણે લંડન ડચેસને લખી જણાવ્યું કે, હું ગ્રીબાને લેવા આવું છું, માટે તેને તૈયાર રાખજો. - આદમને લંડન ગયે એક અઠવાડિયું થયું હશે તેવામાં તેનું કામકાજ સંભાળતા માઇકેલ સન લૉકસને ફરિયાદ મળી કે, ઉત્તર તરફ પૉઇન્ટ ઑફ આયર' ઉપર દીવાદાંડી ન હોવાથી, અને ખડકની કાંગરી ઉપર તાપણા જેવું સળગાવવાની જ વ્યવસ્થા હોવાથી જહાજોને બહુ જોખમ રહે છે. એટલે સન-લૉસને ત્યાં શું કરવું જોઈએ તેનું જાત-નિરીક્ષણ કરવા અચાનક જવું પડયું. તેને ગમે બે દિવસ થયા હતા. પાછો ફરતાં તે ડગલાસ મુકામે રાતે સૂઈ ગયો, અને બીજી સવારે કેસલ-ટાઉન તરફની પોતાની બાકીની મજલે ઊપડયો. પણ તેના પગ પાછા પડતા હતા – આદમ ફૅરબ્રધરને પિતાને કારણે કુટુંબથી છૂટા પડવાનું થયું એ ઠીક નથી થયું એમ તેને લાગતું હતું. છેવટે તેણે નક્કી કર્યું કે, આદમ ઇછે કે ન ઇછે, પણ પોતે વચ્ચેથી ખસી જ જવું જોઈએ. | રાજભવન પહોંચી, તે ઘોડાને તળેલા તરફ લઈ જતો હતો, તેવામાં રસ્તામાં ઘેટાંના વાડા આગળ થઈને પસાર થતાં તેને બે જણ વચ્ચે ચાલતી વાતચીતનો અવાજ સંભળાયો. તે તરત ખચકાય અને ઊભો રહ્યો. કારણકે, બેમાંનો એક અવાજ તેને ઘણો મીઠો લાગ્યો તથા તેના આખા શરીરે રૂવાંટાં ખડાં થઈ ગયાં. તેણે પૈગડા ઉપર ઊભા થઈને જોયું તો વાડ પાછળ એ બેમાંનું એક જણ તેને દેખાયું; – એ તેનો જૂનો મિત્ર ભારતૈયો હતો. તે કહેતો હતો, “હવે તો એ મોટો છોકરો થઈ ગયો છે, પણ જરાય મિજાજ ન મળે; અને હોશિયાર તો એવો કે ન પૂછો વાત. હું અને Page #94 -------------------------------------------------------------------------- ________________ છોકરા-છોકરીની નાનડકી દુનિયા ક એ તો જાણે સગા ભાઈઓ જેવા જ છીએ – અને મારા ગધેડા ઉપર સવારી કરવાનું હજુ તેને પહેલાં જેટલું જ ગમે છે.” તરત સામે પ્રશ્ન આવ્યો, પણ એવા મીઠા મધુર અવાજે કે, માઈકલ ફરી પુલક્તિ થઈ ઊઠથી. જવાબમાં ભારતૈો બોલ્યો, “તે કોના જેવો છે, એમ? અરે સીધે સોટા જેવો ટટ્ટાર ! અને મોઢાની વાત કરો તો એની સામે દીવો ધરીને ઊભા રહેવાને લાયક માણસ આ આખા ટાપુમાં કોઈ ન મળે.” પણ એટલામાં માઇકેલનો ઘોડો અકળાઈને પગ પછાડવા લાગે; પણ માઈકેલ એ અંગે કશું કરે, એવામાં તો બાજુએથી નાજુક પગલાં આવતાં સંભળાયાં અને થોડીક હાલચાલ થયા બાદ સામે જ ગ્રીબા આવીને ઊભી રહી. કલ્પના બહારની તેની સુંદર આકૃતિ જોઈને માઇકેલ સન-લોકસ એકદમ તો આભો જ બની ગયો; અને “ગ્રીબા” એટલું બોલી ઘોડા ઉપરથી કુદી પડ્યો. ઝીબાના મો સામું ફરી ઊંચું જોવાની હિંમત કર્યા વિના તેણે પોતાનો હાથ વિનય ખાતર સામો ધર્યો. ગ્રીબાએ પણ શરમાઈ જઈ પોતાનો હાથ તેના હાથમાં મૂકી દીધે. બંને જણ રાજી થયાં એમ કહેવાને બદલે ગભરાઈ ગયાં, એમ જ કહેવું જોઈએ. ' પેલો ભારતૈયો આગળ ચાલ્યો ગયો; એટલે ગ્રીબાએ જ જરા હિંમત ધરીને પૂછયું, “હું ચાલી ગઈ હતી તેથી તમે રાજી થયા હતા; તો હવે હું પાછી આવી તેથી પૂરા નાખુશ થશો, ખરું ને?” પણ માઇકેલનો તો શ્વાસ જ ઊડી ગયો હતો; એટલે તે બેલી જ શકશો નહિ. તેણે માત્ર હસીને લગામ ઘોડાના માથા ઉપર થઈને ડોક ઉપર નાખી ઘોડાને તબેલા તરફ લીધો. ગ્રીબાનાં અને માઇકેલનાં પગલાં જોડાજોડ તબેલાની ફરસ ઉપર પડતાં હતાં. તે સાંભળીને બંને જણનાં અંતર તેથી પણ વધુ અવાજ કરતાં ધબકવા લાગ્યાં. Page #95 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન - એ બંને પાછાં આવતાં હતાં ત્યારે આદમ ફેરબ્રધર બારીમાંથી તેમની તરફ જોઈ રહ્યો હતો. તેના અંતરમાંથી તરત પ્રાર્થના રૂરી આવી, “ભગવાન હવે આ બેને અને મને કદી છૂટાં ન પાડે!” આ બધું ગૂડ ફ્રાઈડેના આગલે દિવસે બન્યું. ત્રણ દિવસ બાદ જ આદમે માઇકલ સન-લૉસને પોતાના કમરામાં બોલાવ્યો. સન-લૉકસ ત્યાં ગયો ત્યારે ત્યાં આદમ સાથે એક વિચિત્ર દેખાવનો માણસ બેઠેલો હતો. તેનો પોશાક જાડધરો હતો, તેને દાઢી ઊગેલી હતી, તેના વાળ શણ જેવા લાંબા હતા, અને તેનો બાંધો કદાવર હતો. માઇકેલ સન-લૉકસની નજર તેના ઉપર ગઈ કે તેનું મોં પડી ગયું; પણ પેલા અજાણ્યાના મોં ઉપર ઉજાસ છવાઈ ગયો. આદમે માઇકેલને બતાવીને પેલા અજાણ્યાને સંબોધીને કહ્યું, “આ તમારો દીકરો, સ્ટિફન ઓરી.” પણ એટલું બેલતાંમાં તેનો અવાજ ભારે થઈ ગયો. પછી તેણે માઇકેલ તરફ જોઈને ઉમેર્યું, અને માઇકે સન-લૉસ, આ તારા બાપુ.” ( સ્ટિફન એરી તરત જ આનંદના આવેશમાં આવી જઈ, માઇકેલને પોતાની છાતીએ દબાવી દેવા હાથ લાંબા કરીને આગળ વધ્યો; પણ જાતે જ શરમાઈ જઈ, પાછો ફરી ગયો. તે જ ઘડીએ માઈકેલ સન-લૉકસનો ચહેરો ફીક પડી ગયો. તે એકદમ બે ડગલાં પાછા ખસી ગયો. આદમે હવે બંનેની વચ્ચે આવીને મહા મુશ્કેલીએ કહ્યું, માઇકેલ, એ તને પિતાને વતન લઈ જવા આવ્યા છે.” એ ઈંસ્ટરનો દિવસ હતો : સ્ટિફન એરીને આઇસલૅન્ડમાંથી નાઠાને આજે બરાબર ૧૯ વર્ષ થયાં હતાં. Page #96 -------------------------------------------------------------------------- ________________ પિતાનું ઋણ ટિફન ઓરીએ પોતે કહેવાની વાત ટૂંકમાં કહી દીધી હતી : તેનો દીકરો હવે રેફજાવિકની લૅટિન સ્કૂલમાં જોડાય અને બુટ્ટા બિશપ જૉન પાસે ભણે, એવી તેની ઇચ્છા હતી. બિશપ જૉન પ્રત્યે નાનપણથી તેના પોતાના મનમાં આદરભાવ હતો; એટલું જ નહિ, આખા આઇસલૅન્ડના લોકો જ તેમના પ્રત્યે પૂજ્યભાવ દાખવતા હતા. પોતાના દીકરાને એટલું ભણાવવા જોગ પૈસા પણ તેની પાસે ભેગા થયા હતા. રેફાવિક જવા નીકળેલું, બેલફાસ્ટનું એક આઇરિશ જહાજ રેમ્સ બંદરે પછીને શનિવારે લાંગરવાનું હતું. એમાં તેનો દીકરો આઇસલૅન્ડ જવા ઊપડી જાય એમ તે ઇચ્છતો હતો. ઊપડતા પહેલાં તે એક વાર પૉર્ટી-વૂલમાં આવેલા પોતાના નાનકડા ઘરમાં એકાદ વખત આવી જાય તો સારું, જેથી તે એને કંઈક અગત્યની વાત કરવી છે તે કરી લઈ શકે, એવી તેની આજીજી હતી. આટલું આદમને કહી દઈ, તે પિતાનો ટેપ હાથમાં લઈ, બહાર કયારે નીકળી ગયો, તેની કોઈને ખબર પણ ન પડી. માઇકેલ સન-લૉસે તરત જ આદમ સમક્ષ મોટેથી જણાવી દીધું કે, “ગમે તે થાય, હું ત્યાં જવાનો નથી! એ અત્યારે મારો બાપ થતો આવે છે, તે અત્યાર સુધી ક્યાં હતો? અત્યાર સુધી તેણે કેમ મારી કશી કાળજી રાખી નહિ, અને બીજાને ઘેર ઊછરવા મૂકી ૭૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આત્મ-બલિદાન દીધો? ઉપરાંત, તેનાં કરતૂકો પણ કેવાં કેવાં સંભળાય છે! એવા બાપ પ્રત્યે મારે કશી ફરજ હોઈ શકે નહિ.' આદમ પણ માઇકેલથી છૂટું પડવાનું આવ્યું હોવાથી આંખો ભરાઈ આવતાં આડું જોઈ રહ્યો હતો, તે હવે માઇકેલે જવાની નામરજી દેખાડવાથી રાજી થયો; પણ તેને સમજાવતો હોય તેમ બેલ્યો, “બેટા, એ તારો બાપ છે; તારો સગો બાપ !” આદમને એ એ વાક્ય ઘણી વાર સાંભળીને માઇકલને મનમાં થઈ આવ્યું કે, કદાચ આદમ પણ ઘરકંકાસથી થાકી, પોતે ત્યાંથી ચાલ્યો જાય એમ જ ઇચ્છતા હશે. એ વિચાર આવતાં તેનું માં પડી ગયું; અને તે આદમને પગે પડીને કરગરવા જતો હતો કે, પિતાને તે ક્યાંય મોકલી ન દે. પણ એટલામાં તેને વિચાર આવ્યો કે, “આજે સવારે જ મેં અહીંથી ચાલ્યા જવાનું નક્કી કર્યું હતું. તો પછી કોઈને કશી ગેરસમજ ન થાય એવી આ તક સામી આવી છે તે શી ખોટી છે? માત્ર ઝીબા આવી એટલે જ હવે હું અહીં રહેવા ઇચ્છું છું, એ કેવું?’ અને સાથે સાથે તેને બીજો કડવો વિચાર એ પણ આવ્યો કે, * હવે ઝીબા આવી એટલે ગવર્નરને મારી સેબતની જરૂર પણ નહિ રહી હોય; એટલે જ તે હવે હું જાઉં એમ ઇચ્છે છે.’ આ વિચાર આવતાં જ તેને એક પ્રકારનું ખોટું લાગ્યા જેવું થઈ આવ્યું, અને અંતરમાંથી ગુસ્સાની આગ ભભૂકી ઊઠતાં તરત જ તે લાલ લાલ થઈ જઈને બોલ્યો, “ઠીક, ઠીક, તમે ઇચ્છો છો એટલે હું ચાલ્યો જઈશ, બસ !” આદમ માઈકેલના મનમાં ચાલતો આ બધા વિચાર-સંઘર્ષ સમજી ગયો. તેના પોતાના મનમાં પણ ઓછો સંઘર્ષ ચાલતો ન હતો – એક બાજુ માઇલને ન મોકલવાનો વિચાર; અને બીજી બાજુ તેના બાપની Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પિતાનું ઋણ મમતાનો વિચાર. તેણે હવે માઈકલના બાપ પ્રત્યેની પોતાની ફરજનો વિચાર કરીને, માઇકેલને સંબોધીને તેના બાપે નાનપણમાં તેને માટે શું શું કર્યું હતું તેની વાત કહી સંભળાવી : સ્ટિફન જાતે કર્કશ સ્વભાવનો જડસુ માણસ હોવા છતાં, પોતાના પુત્રને દુરાચારી માતાની બેકાળજીમાંથી બચાવી લેવા કેવી રીતે તેણે જાતે એને ઉછેર્યો હતો; માની પેઠે એની માવજત કરી હતી; છેવટે પેલીની ભૂંડી અસરમાંથી એને બચાવી લેવા એને લઈ પરદેશ ચાલ્યા જવાનો તેણે કેવો પ્રયત્ન કર્યો હતો, પણ પરવાનો ન મળતાં તેને એ ઈચ્છા તજી દેવી પડી હતી; છેવટે, બીજો કશો ચારો ન રહેતાં, છોકરો બગડી જાય તે પહેલાં એને ડુબાડી દેવાનો વિચાર કરી, તે એને હોડીમાં બેસાડી સમુદ્રમાં દૂર કેવી રીતે લઈ ગયો હતો, પણ છેવટની ઘડીએ અંતરાત્માના અવાજથી ડરીને અને છોકરાની કાલી બેલીથી એના ઉપર દયા લાવીને, એને કેવી રીતે પાછો લઈ આવ્યો હતો, અને અંતે પોતાની સાથે રાખી રડાવ્યા કરતાં, એના હિતનો વિચાર કરી, હૈયું કબૂલ કરતું ન હોવા છતાં અહીં (આદમને) સે પી ગયો હતો, – એ બધું જ. અલબત્ત, સ્ટિફન ઓરી પ્રત્યે માઇકેલનું મન આકર્ષાય એ માટે આ બધું કહેતી વેળા ભલા આદમનું પોતાનું અંતર એનાથી છૂટા પડવાના વિચારમાત્રાથી ચિરાઈ જતું હતું, છતાં તેણે એક સજજન તરીકે પોતાનું કર્તવ્ય બજાવવાની ભાવનાથી બધી વાત ખુલ્લંખુલ્લા માઇકેલને કહી સંભળાવી. જોકે, તેના મનમાં ઊંડી ઊંડી આશા હતી કે, માઇકેલ તેમ છતાં જવાની ના જ પાડશે; પરંતુ માઇકેલ તો આ બધી વાત સાંભળતાં સાંભળતાં પોતાના બાપુની પોતા પ્રત્યેની મમતાની વાત જાણી રડવા જ લાગ્યો હતો; અને આદમે વાત પૂરી કરતાં તરત જ બોલી ઊઠયો, “હું જરૂર જઈશ; એવા બાપ માટે તો આખી દુનિયા વીંધીને જવું પડે તોય જવું જોઈએ !” Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આત્મ-બલિદાન માઇકેલ વિચારમાં ને વિચારમાં મકાનની બહાર નીકળ્યો અને પશ્ચિમ તરફના રેતી-છાંટયા માર્ગ ઉપર આમથી તેમ આંટા મારવા લાગ્યો. એટલામાં મકાનની બારીમાંથી ગ્રીવાનો અવાજ આવ્યો – એટલે ખરેખર તમે જવાના જ એમ? વાહ, પાદરી થવાનું ભણશે એટલે કાળો જન્મે એઢી, બુઠ્ઠા ખચ્ચરની જેમ ચાલવા માંડશો, રે!” માઇકેલે તરત જ ગ્રીબાની મજાકમાં સૂર પુરાવીને જવાબ આપ્યો, “હાસ્તો, પાદરીનું ભણી, પછી અહીં આ પરગણામાં જ આચાર્ય થઈને આવીશ, ત્યારે અહીંની મહિલાઓ ઉપર છાપ પાડવા ખંધા જ ચાલવું પડે ને!” પણ ત્યાંની કોઈ ડોરકાસ છોકરી જોડે પરણી લેશે એટલે ત્યાં જ વસવું પડશે, જો !” “તો તો કદાચ ત્યાં રહેવું પડે ખરું!” “કોઈ ચશ્માં પહેરેલી કુંવારી ડોસી તમને કેવી શોભશે, – મારું તો અત્યારથી હસી હસીને પેટ ફાટી જાય છે, તો!” એ વાતેય નાખી દેવા જેવી નથી.” તો પાદરી લેકે આગળ નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ સૌએ કબૂલાત* કરવી પડે, ખરું?” “ કરવી જ પડે તો; પાપમાંથી મુકિત જોઈતી હોય ને!” “તો તો પછી ભાઈસાહેબ, ત્યાં જ રહેજો; અને અહીં આવો તો પણ આ પરગણામાં ન આવતા.” * ખ્રિસ્તીઓમાં પોતે કરેલાં પાપની કબૂલાત ધર્મગુરુ આગળ કરી લઈ, પ્રભુની મા મેળવવાનો શિરસ્તો છે. મરણકાળે તો આ વિધિ ખાસ કરવામાં આવે છે. - સપાટ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭પ પિતાનું ઋણ કેમ, મારી આગળ કબુલાત કરવા કરતાં કોઈ અજાણ્યા આગળ કબૂલાત કરવી તેને વધુ પસંદ આવે, એમ?” તમારી આગળ કબૂલાત કરું? હાય, તમે તો નાના છોકરડા છો!” પણ ઝીબા, મારે જો તારી આગળ કબૂલાત કરવાની હોય, તો મને જરાય વાંધો ન નડે.” “પણ મહેરબાન, તમારે શી શી કબૂલાતો કરવાની છે, વળી?” “તું નીચે આવે તો કહું, ખરશે.” “ના, તમારે જે કહેવાનું હોય તે અહીં હું જ્યાં છું ત્યાં જ મને સંભળાવી દો.” “તો ગ્રીબા – ગ્રીબા —” “ચાલે, શરૂ કરી દો.” “ઝીબા, તું મને –” “અરે થોભો, થે, જુઓ પાછળ કોઈ સાંભળે છે.” માઇકેલ પાછળ જોવા વળ્યો તેટલામાં તો ગ્રીબાએ અંદર પેસી જઈ બારી બંધ કરી દીધી. માઇકેલે જોયું તો એક વાછરડું જ પાછળ ઊભું હતું. બીજે દિવસે સોમવાર હતો, અને ઘણે વરસે ઇંગ્લેન્ડથી પાછી આવેલી ગ્રીબાને પોતાની મા અને ભાઈઓને મળવા લેંગૂ જવાનું હતું. ત્યાં તે બીજા સોમવાર સુધી રહે એમ નક્કી થયું, જેથી પછીને દિવસે માઇકેલ સન-લૉકસ આઇસલૅન્ડ જવા ઊપડી જાય ત્યારે તે તેને વિદાય આપવા હાજર રહી શકે. સન-લૉકસ ત્રણ દિવસ વધુ ગવર્નમેન્ટ-હાઉસમાં રહ્યો. પછી પોતાના મિત્ર ભારવૈયાને પોતાની ટૂક લઈ જવાનું અગાઉથી સોંપીને – અને તે મિત્ર બીજા કોઈને એ કામ કરવા દે પણ નહિ – પોતે તૈયાર થઈ શુક્રવારે સવારે પૉર્ટી-વૂલી જવા નીકળ્યો. ગવર્નર થોડી જ વારમાં તેની સાથે થોડે સુધી જવા જોડાયો. Page #101 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન તેણે આલતુફાલતુ વાતો કરીને પોતાના દુ:ખી હૃદયને શાંત રાખવા પ્રયત્ન કર્યો; તથા પોતે પણ આઇસલૅન્ડ તરફ કદીક આવી ચડશે એમ કહી માઇકેલ સન-લોકસને ધારણ આપી. અને પછી પાછા ફરવાનો વખત થયો, ત્યારે તેણે પોતાના અંતરની વાત માઇકેલને કહી દીધી – જો બેટા, તું ઊપડતા પહેલાં તારા બાપુને મળવાનો છે જ, તે કદાચ તમને અહીંથી લઈ જવા માટેનું જે ખાસ કારણ હશે તે કહેશે. મને તો તેણે બિશપ જોન પાસે તને લૅટિન ભણવા મૂકવાનું જ કહ્યું છેપણ તે જ ખરું કારણ હોય, તો યાદ રાખજો કે, વિદ્યા એ તવંગર માટે સુંદર પોશાકરૂપ છે, અને ગરીબ માટે તો ધનદોલત રૂપ જ છે. અને ધનદોલતની વાત ઉપરથી મને યાદ આવ્યું -” એમ કહી તેણે ખીસામાં ઊંડે હાથ ઘાલીને કહ્યું, “બે જાતના પગાર ખરાબ કહેવાય – એક પહેલેથી ચૂકવાય તે, અને બીજો કદી ન ચૂકવાય તે. તું તો એ બંને ખેટા પગારોને લાયક નથી, માટે આ કાગળિયું જરા તારા ખીસામાં મૂકી દે, અને ભગવાન તને આશીર્વાદ બક્ષે.” એમ કહી તેણે માઇકેલના હાથમાં પચાસ મેક્સ પાઉંડની નોટો મૂકી દીધી. પછી તે પાછો ફરવા જતો હતો તેવામાં માઇકેલે તેની બાંય પકડી લીધી અને કહ્યું, “મને તમે આશીર્વાદ આપો.” I હવે આદમે અત્યાર સુધી ગમે તેવી વાતોને બહાને બાંધી રાખેલા આંસુના બંધ છૂટી ગયા અને તે ચોધાર આંસુએ રડી પડ્યો. તેણે પેંગડામાં ઊભા થઈ, માઇકેલના નીચા નમાવેલા માથા ઉપર હાથ મૂકી, મૂંગે મૂંગે આશીર્વાદ આપ્યો. બીજે દિવસે સવારે માઇકેલ સન-લૉકસ પૉટ-વૂલી જઈ પહોંચ્યો. સ્ટિફન એરી ત્રણ દિવસથી ત્યાં આવી ગયો હતો અને માઇકેલના આવવાની રાહ જોતો, પોતાના ઘોલકાને ઘસી-માંજી, વાળી Page #102 -------------------------------------------------------------------------- ________________ પિતાનું ત્રણ ઝડી બનાવાય તેટલું ચોખ્ખું કરવા, તથા આગ સળગાવી તેની અંદરનો ભેજ ઉરાડવા પ્રયત્ન કરતો હતો. જોકે, તેનો સુપુત્ર એ ઘોલકામાં કદાચ અએક કલાક માંડ રોકાવાનો હતો! સ્ટિફન લિઝાની હત્યા પછી, બારણાને ખીલ મારીને, બાળક સનલૉકસને ખભે બેસાડીને નીકળ્યો હતો, ત્યાર પછી કદી ત્યાં આવ્યો ન હતો. બીજાઓ પણ એ જગાને ગોઝારી ગણી ત્યાં કદી જતા નહિ. માઇકેલ આવ્યો એટલે સ્ટિફન તેને નમન કરીને “સરકાર સંબોધન કરીને બોલ્યો, “મારે તમને અહીં બેલાવવા જોઈતા નહોતા, સરકાર.” મને માઇકેલ કહો,” છોકરાએ જવાબ આપ્યો અને બંને જણ ધોલકામાં પેઠા. “મારે તમને કંઈક કહેવાનું છે, પણ મને સારું અંગ્રેજી બોલતાં નથી આવડતું; આટલાં બધાં વર્ષ થયાં છતાં.” સ્ટિફને ઉમેર્યું; અને પછી કંઈક વિચાર આવતાં તે શબ્દો આઇસલૅન્ડની પોતાની ભાષામાં બોલ્યો, અને માઇકેલ સન-લૉસના મેં સામું જોવા લાગ્યો. માઇકલ એ શબ્દો સમજ્યો છે, એ જોતાં જ એ ખરબચડો જંગી માણસ બાળકની પેઠે રડી પડ્યો. અને માઇકેલને પણ એ શબ્દો સાંભળી, કશું આવરણ અંતર ઉપરથી હટી ગયા. જેવું લાગ્યું, અને તે બોલી ઊઠ્યો, “બાપુ, મને માઈકલ કહીને જ મારી સાથે વાત કરજો, હું તમારો દીકરો છું ને?” તરત જ સ્ટિફન ઓરી આઇસલૅન્ડની ભાષામાં બોલવા માંડ્યો અને માઇકેલ સનલૉકસ અંગ્રેજીમાં. બંને અન્યોન્યની ભાષા સમજતા હતા, પણ બોલી શકતા હતા પોતાને આવડતી ભાષામાં. માઇકેલ, મેં તમારા પ્રત્યે એક સારા બાપ જેવું વર્તન ન દાખવ્યું કહેવાય, કારણકે આટલાં બધાં વર્ષ સુધી હું તમને મળવા જ ન આવ્યો. પણ તમે તમારા બાપ કરતાં સારા માણસ થાઓ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આત્મ-બલિદાન એવું હું ઇચ્છતો હતો. માણસ ગમે તેવો ખરાબ હેય, પણ પિતાનો દીકરો પોતાને જોઈને શરમાય એવું તેને ન જ ગમે. અને માઈકેલ, હું તમારી પાસે આવું, અને તમે મારાથી શરમાઓ, એ જોઈને મને બહુ દુ:ખ થાય એટલે જ હું તમને મળવા આવ્યો ન હતો. ઘણીય વાર હું જાણે તમને મળવા ભૂખ્યો થઈ જ, તથા તમારો અવાજ સાંભળવા પણ – પરંતુ તમને શરમિંદા બનાવવા તમારી પાસે આવવાની મારી હિંમત નહોતી ચાલતી.” બાપુ, એ વાત બંધ કરે; અને મને તુંકારીને જ વાત કરવા માંડે, એટલે તમને સ્વાભાવિક બોલતાં ફાવશે.” બેટા, ખરી વાત છે, હું તો તને તું જ્યારે મારે ખભે બેસતો હતો અને સવાલો પૂછયા કરતો હતો, એટલો નાનો જ માનું છું. પણ તું હવે કે મોટો બની ગયો છે એ જોઈને જ મારાથી તું”કારીને બોલાતું નથી. પણ હવે વખત થોડો છે, એટલે એ બધું ભૂલી, પહેલાં તું મારો નાનકો સન-લૉકસ હતો એમ જ માનીને બોલવા લાગીશ. તો બેટા, તું તારા બાપના વતનમાં જવાનો છે. મને એ વતન છોડયે ઓગણીસ વર્ષ થયાં. ત્યાં હું સારા માણસની રીતે જીવ્યો નહોતો. તારા બાપુને ઓળખતા ઘણા તને મળશે, જેમને તારો બાપુએ કંઈ ને કંઈ અવગુણ કર્યો હશે. હવે એ બધું મારાથી ધોઈ કાઢી શકાય તેમ નથી. પણ એક કામ મેં એવું કર્યું છે, જે મને રાતદિવસ કોરી ખાય છે. અને મારા વતી તું જઈને એને કંઈક ધોઈ આવે એ જ આશા આટલાં વરસ સુધી મેં મારા મનમાં રાખ્યા કરી છે. કેટલાંક માણસો, બેટા આ દુનિયામાં બીજાને દોષે દુ:ખી થવા જ આવતાં હોય છે, – ખાસ કરીને સ્ત્રીઓ. હું જેની વાત કહેવા માગું છું, તે પણ એક સ્ત્રી હતી. તે અત્યારે ભાગ્યે જીવતી હોય – બિચારી મારાં અને તેનાં પાપો લઈને કયારનીય સ્વર્ગે પહોંચી ગઈ હશે – જોકે, તેનું કોઈ પાપ હું ગણાવી શકું તેમ નથી જ. ભગવાને તેને તેનાં દુ:ખોનો બદલો જરૂર આપશે; પણ જો તે જીવતી હોય તો Page #104 -------------------------------------------------------------------------- ________________ પિતાનું રણ અહીં પણ તેને થોડો બદલો જરૂર મળવો જોઈએ. પણે જે કંઈ બની ગયું છે તે પછી મારાથી ત્યાં જાતે જઈ શકાય તેમ નથી, તેથી હું તને ત્યાં મોકલવા માગું છું.” “મને બધી વાત ખુલાસાવાર કહો, બાપુ.” માઇકેલે કહ્યું. પછી સ્ટિફન ઓરીએ ભાગેલે અવાજે, અને ઓગણીસ ઓગણીસ વર્ષ સુધી અંતરમાં કંડારી રાખેલી આગને મોંએથી બહાર નીકળવા દેતો હોય તેમ, પોતાના જીવનની કહાણી પુત્રને કહી સંભળાવી – રશેલ, તેનો બાપ, તેના બાપે આપેલો શાપ, એ બધું છોડીને રાશેલ પોતાની પાસે આવી ત્યારે પોતે તેના તરફ કેવું દુર્લક્ષ દાખવ્યું, અને છેવટે પોતે તેને કેવી ફેંટ મારી – તે વાત તેણે દુ:ખભર્યા નિસાસા સાથે કહી સંભળાવી. પછી રાશેલે છેવટે આપેલી ધમકી, અને તે હરનો માર્યો પોતે કેવો તે ટાપુ છોડીને ભાગ્યો તે વાત; અહીં લિઝાને કેવી રીતે ભેગો થયો તે વાત; તેની સાથે પોતે કરેલું લગ્ન, તેની સાથે ગુજારેલા હીણપતભર્યા દિવસો, પુત્રનો જન્મ, અને પુત્રને એ દુષ્ટાની અસરમાંથી બચાવવા પોતે દરિયામાં નાખી દેવાનો કેવો નિશ્ચય કર્યો – એ બધું જ તેને કહી સંભળાવ્યું. એ બધું કહેતી વખતે બીજાના દોષ ઉપર ભાર મૂકવાને બદલે પોતાનો જ દોષ તેણે મોટો કરીને બતાવ્યા કર્યો. માઇકેલ આભે બની બધું સાંભળી રહ્યો. કેટલીક વાર તે ગુસ્સે થઈ જતો, તો કેટલીક વાર ડરી જતો. પણ છેવટે કેવળ કરુણાથી ગદ્ગદ્ થઈ જઈ તેણે પોતાના બાપુના જંગી પંજા પોતાના ધ્રુજતા પંજામાં પકડી લીધા. તો બેટા, હવે તે બધું જાણ્યું. મારાથી ત્યાં શાથી પાછા જવાય તેમ નથી, તે પણ તે સાંભળ્યું. કારણકે, મારી અને રાશેલની વચ્ચે હવે બીજી સ્ત્રી આવી ગઈ છે – જોકે તે ગુજરી ગઈ છે, છતાં તે મારી અને એની વચ્ચે હંમેશ મોજૂદ રહેવાની જ. પણ પેલી છે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૦ આત્મ-બલિદાન મારા વતનમાં છે, તે જો જીવતી હોય, તો તે કાયદેસરની મારી પત્ની છે. તેને હું એવી કંગાળ હાલતમાં છોડીને આવ્યો છું, કે તેને મદદ કરનાર કે તેની સંભાળ રાખનાર કોઈ જ નથી. તેના બાપને કારણે તેના તરફ તિરસ્કાર‘દાખવવામાં આવતા હશે અને મારે કારણે ધિક્કાર. માઇકેલ, તું તેની પાસે જઈશ, બેટા ? '' માઇકેલને આ પ્રશ્ન પૂછતી વખતે સ્ટિફન ભૂલી ગયો કે, જેને તે રાશેલની અને પેાતાની વચ્ચે આવેલી માને છે, તે લિઝાનો જ માઇકેલ પુત્ર હતો. તે તે એમ જ માનતા હતા કે, માઇકેલ પોતાનો પુત્ર છે, એટલે પેાતાની પેઠે લિઝાને તે પણ શાપરૂપ જ માનશે ! 66 માઇકેલે તેને કશે। જવાબ ન આપ્યો. સ્ટિફને જ આગળ બાલવા માંડયું, હું તે। ખરાબમાંથી બદતર જ બનને ચાલ્યો છું, માઇકેલ; પણ આ બધા દિવસામાં હું તને મારે વતન મેાકલવાના ઇરાદાથી જ પૈસા ભેગા કરતા આવ્યા છું; જેથી તું ત્યાં જાય, રાફેલને શેાધી કાઢે, અને તે જીવતી હાય તે તેનો ટેકો બની રહે. અને જો તે મરી ગઈહાય – તે ભલે બિચારી દુ:ખમાંથી છૂટી — પણ હું તેની પાસેથી નાસી છૂટયો ત્યારે તે બે-જીવ સાતી હતી, એટલે એના બાળકને પણ અવશ્ય શોધી કાઢજે. તે તે તેની મા કરતાં પણ વધુ નિરાધાર સ્થિતિમાં – ઘોર કંગાલિયતમાં જ સબડતું હશે. તેને પણ તેની માને ખાતર અને મારે ખાતર તારે બચાવી લેવાનું રહેશે. માઇકેલ, બેટા, તું એમ કરીશ ?'' - છતાં માઇકેલે કશા જવાબ ન આપ્યો. “ બેટા, આજથી બરાબર ચૌદ વર્ષ પહેલાં ભગવાને મારો હાથ પકડી રાખી, તને ડુબાડી દેતા બચાવી લીધો. બરાબર આજે રાતે જ એ વાતને ચૌદ વર્ષ થશે. જ્યારે હું તને તેડીને પાછા કિનારે આવ્યા, ત્યારે તારી મા લિઝા મરેલી હાલતમાં આ ઘરમાં પડેલી હતી. એ જ મારા માર્ગમાં અંતરાયરૂપ હતી. તેને મરેલી જોઈ મેં વચન લીધું હતું Page #106 -------------------------------------------------------------------------- ________________ પિતાનું ત્રણ કે, હું જાતે તે પાછો રાશેલ પાસે નહીં જઈ શકું, પણ તને તો જરૂર મોકલીશ જ. બેટા, હું મારું એ વચન પાળવા માગું છું. તું જઈશ?” હા, હા, બાપુ,” માઇકલ ઓચિત ઊભે થતો બોલી ઊઠયો; “બાપુ મને એ ક્યાં મળશે?” હું તો તેને રેકજાવિકમાં છોડીને ચાલી નીકળ્યો હતો, અત્યારે તે કયાં હશે તે તે શી ખબર?” “કંઈ વાંધો નહિં; હું આખી દુનિયા ખૂંદી વળીશ. જ્યારે તે મને મળશે, ત્યારે હું તેમનો દીકરો થઈને રહીશ; અને તે મારાં મા ” થશે.” “બેટા, બેટા, જીવતા રહે!” સ્ટિફન પોકારી ઊઠ્યો. જો તે મરી ગયાં હશે, અને મને ભેગાં નહિ થાય, તો હું તેમના સંતાનને શોધવા દુનિયા ખૂંદી વળીશ. અને જ્યારે તે મને જડશે, ત્યારે તે મારું સગું ભાંડુ બની રહેશે.” “બેટા, બેટા!” સ્ટિફન એરી આગળ બોલવા ગયો, પણ તેના મોંમાંથી શબ્દો જ ન નીકળી શક્યા. માત્ર તેની આંખો ભીની થઈ ગઈ. તેના અંતર ઉપરથી વીસ વીસ વર્ષનો ભાર જાણે અચાનક છો થઈ ગયો હતો. Page #107 -------------------------------------------------------------------------- ________________ 7. ધાર અંધકાર : મનને અને રાત્રીના અપાર થઈ ગયા હતા. બંદરમાં આઇરિશ જહાજ ઉપર કાપડ, બટાટા, ઢોર, અને ઘેટાં ચડાવાતાં હતાં. એટ શરૂ થાય એટલે તે અખાતમાંથી બહાર જઈ લાંગરવાનું હતું અને પછી નવ વાગ્યે ઊપડવાનું હતું. દરમ્યાન માઇકેલે પરવાનાની ગાઠવણ કરી લેવાની હતી અને સાડા આઠ વાગ્યે ધક્કા ઉપર પિતાને ભેગા થવાનું હતું. એ દરમ્યાન એણે ગ્રીબાને પણ મળવાનું હતું; પરંતુ એ વસ્તુ સહેલી ન હતી. લૉગ્સ-મથકે ખબર પહોંચી ગયા હતા કે માઇકેલ ચાલ્યા જતા હતા, અને સૌ અંદરખાને એ જાણી ખુશ થયાં હતાં. ગ્રીબા તેને વિદાય આપવા થોડી વાર બંદરે જાય એમ એમ તેના ફેરબ્રધર-ભાઈઓએ જાણ્યું કે તરત તેઓએ કરવાની મના ફરમાવી દીધી. ગ્રીબાને હવે ખુલ્લંખુલ્લા મળવાનું તે શકય ન રહ્યું, એટલે માઇલે કોઈ ને કોઈ છૂપી વેતરણ કરવાની થઈ. પણ ગ્રીબાને એમ ગુપ્તપણે મળવું શી રીતે ? પરંતુ પુરુષને જે યુક્તિ ન જડી, તે સ્રીને તરત જડી. ગ્રીબાએ માઇકેલને કોઈની મારફત ખબર પહોંચાડી દીધી કે, વૅલ્યૂર ઉપર ચરવા ગયેલાં વાછરડાંને સાંજે હાંકી લાવવા ગ્રીબા પોતે આજે જવાની છે: અર્થાત્ નદીના પુલ આગળ પાછા ફરતી વખતે તેનો ભેટો થઈ શકે. નક્કી થયું છે તેને એમ 66 તે પ્રમાણે બંને અજાણતાં જ ભેગાં થયાંહાય એમ મળ્યાં. પછી ગ્રીબાએ સહેજ પૂછતી હોય એમ પૂછ્યું, • તમે જવાના કેમ ? તમે ખરેખર જશેા જ એમ હું માનતી ન હતી. ' ર Page #108 -------------------------------------------------------------------------- ________________ ધાર અધકાર: મનનો અને રાત્રીના કેમ વળી ? ” “એ તે શી ખબર ! હાં ભલા, સાંભળ્યું છે કે, આઇસલૅન્ડમાં છોકરીએ તે ઢગલાબંધ છે; – ભલે તેમાં કઈ માલ ન હોય !” “વાહ, મેં તે સાંભળ્યું છે કે, ત્યાં બહુ સારી છેકરીઓ હાય છે!” માઇકલે પણ મજાક જ આગળ ચલાવી. <3 ગ્રીબાએ તુચ્છકારમાં માથું ઉછાળીને કહ્યું, “બહુ સારી છેાકરી ન જોઈ હોય તેા ! વાત તે સાંભળેા — છેકરી જો કંઈકે પાણીદાર હાય, તે તેને સારી સેાબત, સારા લોકો, સારા મેાજશેખની અપેક્ષા રહે જ.” “તે તું પણ પાણીદાર હોઈ છેવટે લંડન તરફ જ પાછી ચાલી જવાની, ખરું ને ?'' “લંડન જવાનું કોણે કહ્યું ? લૉગ્યૂમાં મારા છ-છ ભાઈઓ છે; મારે શી મણા છે?" "" .. ‘મને તે લાગે છે કે, હું પાછા આવીશ તે પહેલાં તેએ તને ઠેકાણે પાડી દેશે, અથવા તો બીજો કોઈ આવીને તને ભરમાવી જશે. 66 “ અમારી વાત અમારી પાસે રહી; પણ પાતે તે ત્યાંની કોઈ ને કોઈ રૂપવંતીને પરણી બેસવાના, એ નક્કી જ છે.” કદાચ !” એમ બોલી માઇકેલે આડું જોયું. બંને હવે ચૂપ ઊભાં રહ્યાં. માઇકેલ આડું જ જોઈ રહ્યો હતો. ગ્રીબાએ હાથમાંની ડાળખી એક-બે વખત તેાડી એનો અવાજ આવ્યા. પણ બંનેમાંથી કોઈ હવે કશું બોલી શકે તેમ રહ્યું ન હતું. થોડી વારે ગ્રીબા જ બોલી, “હું જાઉં ત્યારે; મારા ભાઈ નહીં તે। મને શોધવા નીકળી પડશે.” “હું તારી સાથે લેંગ્યું સુધી તને મૂકવા આવું છું – અંધારું થઈ ગયું છે. ” Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આત્મ-બલિદાન “ના, ના, તમારે આવવાની જરૂર નથી.” * માઈકેલે તેનો હાથ પકડીને પૂછયું, “કેમ પણ?” મારા ભાઈઓને તમે ઓળખતા નથી; તમને મારી સાથે જુએ તો તમારી એવી ગત બનાવે કે—” એ છયે જણા ભલે પુત્રને સામે છેડે તૈયાર થઈને ઊભા જ હોય, અને મારે તેમની વચ્ચે થઈને નીકળવાનું હોય તો પણ તને આ અંધારામાં એકલી તો નહીં જ જવા દઉં.” - બંને જણ હવે ઘર તરફ સાથે સાથે ચાલવા લાગ્યાં. થોડી વારે ગ્રીબાએ તીખે અવાજે પૂછયું, “જે એ દેશ તમને એટલો બધો સારો લાગે છે તો તમે ત્યાં નિરાંતે ઠરીને રહેશો પણ ખરા, ખરું ને?” ના; મારે ત્યાં રહેવું પડે તેથી વધુ એક ક્ષણેય નહિ રહું.” કેમ?” શી ખબર?” “પણ કેમ?” માઇકેલે કશો જવાબ ન આપ્યો; એટલે ગ્રીબા ખડખડાટ હસી પડી. “વાહ, તને હસવું શેનું આવે છે? કદાચ હું જાઉં છું તે તને એટલી આનંદની વાત લાગતી હશે – “માઇકેલ જરા દુભાઈને બેલ્યો. “તમને જ જવાનું બહુ ગમે છે વળી; અમારે માથે દેષ શાના દો છો?” છે પણ હવે તેઓ લેંગ્યુ નજીક આવી ગયાં હતાં. વાછરડાં તો વાડા સુધી પહોંચી પણ ગયાં હતાં. “તમે હવે પાછા વળી જાઓ.” ગ્રીબાએ નિસાસે નાખીને કહ્યું. Page #110 -------------------------------------------------------------------------- ________________ ઘેર અધિકાર? મનને અને રાત્રીને ગ્રીબા,” માઇકેલ દુ:ખી અવાજે બોલ્યો. “શું કહેવું છે? પણ મહેરબાની કરીને ધીમે અવાજે બોલજો,” એમ કહી ઝીબા માઇકેલની સટોસટ આવીને ઊભી રહી. “ગ્રીબા, ધાર કે મારે લાંબે વખત ત્યાં રહેવું પડે – કદાચ ઘણાં વરસ સુધી; તોપણ આપણે બંને એકબીજાને ભૂલી જઈશું ખરાં? ” “ના, ના, ભૂલી તો નહિ જ જઈએ.” ગ્રીબા હવે ભાગી પડવા લાગી હતી. પણ ત્યારે એકબીજાને સંભારીશું પણ ખરાં?” કેવા ભોળા છો તમે? ભૂવીએ નહિ એટલે યાદ જ ક્ય કરીશું, એવો જ અર્થ થાય ને?” જો ગ્રીબા હવે તો હસવાનું છોડ; મારે જવાનો વખત થયો છે – તો મને એક વચન આપ, તો હું નિરાંતે જઈ શકું.” એમ કહી માઇકેલે ગ્રીવાને કાનમાં બહુ ધીમેથી કશુંક કહ્યું. તરત ગ્રીબા હસતી હસતી છલંગ મારીને વેગળી નાઠી; પણ માઈકેલે બે ઠેકડામાં તેને પકડી પાડી. તેણે હાંફતાં હાંફતાં ગ્રીબાને કહ્યું, “છોકરવિદ્યા છોડ; મને વચન આપ કે, તું મારી રાહ જોશે.” શ્રીબાએ હસતાં હસતાં જ જવાબ આપ્યો, “જાએ હું વચન આપું છું કે, તમે દૂર ગયા હશો તે દરમ્યાન મને કોઈ ભરમાવી નહિ જાય, બસ! હવે જાઓ!” મને કંઈક તારું સંભારણું આપ.” શ્રીબા હવે ગાભરી થઈ ગઈ. તેણે તરત રસ્તાની કિનારી ઉપર ખીલેલાં બે જંગલી કૂલ તોડયાં, અને તેમને ચુંબન કરી, એક માઇકેલને આપ્યું અને બીજું પોતાની છાતી આગળના પડમાં દબાવી ત્યાર પછી તેણે રડતે અવાજે કહ્યું, “આવજો !” Page #111 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન આવજે!” માઇકેલે પણ જવાબમાં કહ્યું. ' ગ્રીબા થોડાં ડગલાં દોડી ગઈ; પણ માઇકેલે તેને ફરી પકડી પાડી. આ વખતે તો તેણે એક હાથે તેને કમરેથી પકડીને અને બીજો હાથ તેના ગળાની આસપાસ વીંટીને, તેનું મોં ઊંર કરી, તેના હોઠ ઉપર ચુંબન જ કરી લીધું. ગ્રીબાના ગળામાંથી હસવાનો ઘરઘરાટ નીકળી પડ્યો. માઇકેલે તેના પિતા તરફ ઊંચા થયેલા મોં ઉપર ઝુકીને કહ્યું, “યાદ રાખજે!” . અને બીજી ક્ષણે તે અંધારામાં પાછો ફરી ગયો. ઘેર ગ્રીબાના ભાઈઓ બૂમ પાડતા હતા, “વાછરડીઓ તો ક્યારની આવી ગઈ, પણ પેલી નાનકી કોણ જાણે ક્યાં ગઈ ?” ગ્રીબાએ મોટાભાઈ ઍશરની પાસે જઈ પહોંચીને કહ્યું, “ભાઈ, આ દરવાજાનો નચૂકો કોણ જેવો કેવો કટાઈ ગયો છે – કેમે કર્યો ભિડાતો જ નથી.” માઇકેલ સન-લૉસ નક્કી કરેલ સમયે બંદરે પહોંચી ગયો. સ્ટિફન એરી હોડી તૈયાર કરીને રાહ જોતો ઊભે હતો. માઇકેલ બેસી ગયો એટલે તેણે તરત હોડી હંકારી મૂકી. તેઓ બંદર બહાર નીકળ્યા ત્યારે દૂર આઇરિશ જહાજના દીવા દેખાતા હતા. જોકે શહેર ધુમ્મસ હેઠળ ઢંકાઈ ગયું હતું. ડો પવન શરૂ થતાં સ્ટિફન બેલ્યો, “ધુમ્મસ ઊંચે ચડવા લાગ્યું છે, એટલે થોડી વારમાં પવન ફૂંકાવા લાગશે.” તેને કંઈક બોલવું હતું પણ ક્યાંથી શરૂ કરવું એ તેને સમજાતું ન હતું. એટલામાં પૉઈન્ટ ઓફ આયર તરફ તેની નજર પડતાં તે બોલી ઊઠ્યો, “ત્યાં દીવાદાંડી ક્યારે બંધાશે? બહુ જોખમકારક જગા છે.” “વસંતની ભરતી પછી.” Page #112 -------------------------------------------------------------------------- ________________ ઘેર અંધકાર મનને અને રાત્રીને ૮૭ તેઓ હવે આઇરિશ જહાજ અને બંદરની અધવચ આવ્યા હતા. સ્ટિફને હલેસું પોતાની બગલમાં દબાવી, ખિસ્સામાંથી પૈસાની થેલી ખેંચી કાઢી. આ લઈ લે.” તેણે થેલી માઇકેલ તરફ ધરતાં કહ્યું. “ના, ના.” માઈકેલે પોતાનો હાથ પાછો ખેંચી લેતાં કહ્યું અને થોડી વાર બાદ ઉમેર્યું, “બાપુ, મિ0 ફેબ્રધરે મને પચાસ પાઉડ આપ્યા છે. હવે મારે વધારે શું કરવા છે?” સ્ટિફન ઓરી થોડી વાર ચૂપ રહ્યો, અને બેલ્યો, “મને લાગે છે કે, મારા જેવાના પૈસાને તું અડે જ નહિ.” માઈકેલને એ શબ્દો ચાબખાની પેઠે ચોટી ગયા. બાપુ, કેટલા પૈસા છે?” “બસોએક પાઉડ હશે.” “તમને એ ભેગા કરતાં કેટલો સમય ગયો?” ચૌદ વર્ષ.” અને એ ચૌદ વર્ષ દરમ્યાન તમે એ પૈસા મને આપવા જ ભેગા કર્યા હતા, ખરું ને?” “હા, બેટા.” મને આઇસલૅન્ડ પાછો મોકલી શકાય તે માટે, ખરું?” “હા.” હવે તમારી પાસે શું બાકી રહ્યું?” “બહુ ખાસ નહિ.” “છતાં કેટલુંક ?” મને ખબર નથી – ભાગ્યે બાકી રહ્યું હશે.” તમારી પાસે હવે કશું જ રહ્યું નથી ને?” સ્ટિફને કશો જવાબ ન આપ્યો. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આત્મ-બલિદાન તમારી પાસે હવે કશું રહ્યું છે, બાપુ?” માઇકેલે જક કરીને પૂછ્યું. ના.” બાપુ, આપણે હવે જુદા પડવાના છીએ; કદાચ જલદી પાછા ભેગા નહિ થઈ શકીએ. મેં તમને એક વચન આપ્યું છે, તો તમે મને એક વચન આપશો?” શું વચન?” “કે તમે હવે એ રસ્તે ફરી પૈસા ભેગા કરવા પ્રયત્ન નહિ કરો.” “પણ હવે એમ કરવાની જરૂર જ નહિ રહે ને?” પણ તમે મને વચન આપો છો?” “હા.” “તો હવે તમે મને એ પૈસા આપો.” સ્ટિફને થેલી માઇકલના હાથમાં મૂકી દીધી. “તમારી ચૌદ વર્ષની જિંદગીની આ કમાણી છે, ખરું ને?” “હા, એમ કહી શકાય.” હવે એ પૈસા મારા છે, એટલે હું એનું જે ઇચ્છું તે કરી શકું, ખરું ને?” હા, બેટા, તારે એ પૈસાનો જે ઉપયોગ કરવો ઠીક લાગે તે કરજે.” તો મને એ પૈસા તમને પાછા આપી દેવા ઠીક લાગે છે. તમે એ લઈ લો. પણ થોભો! તમારું વચન યાદ રાખજો, બાપુ, કારણ, તમારી બાકી રહેલી જિંદગી એ પૈસા આપીને એક રીતે હું ખરીદી જ લઉં છું.” માઈકલ જહાજ ઉપર પહોંચી ગયો ત્યાર પછી પણ બંદર તરફ પાછા ફરવાને બદલે સ્ટિફને હેડી દરિયા તરફ આગળ જ લીધી. Page #114 -------------------------------------------------------------------------- ________________ ધાર અધકાર : મનના અને રાત્રીના ૯૯ પછી જ્યારે જહાજે લંગર ઉપાડયું અને પૉઇન્ટ ઑફ આયર તરફ તેણે આગળ વધવા માંડયું, ત્યારે સ્ટિફન હેાડીને થંભાવી, અંધારામાં પોતાની પાસે થઈને પસાર થતા એ જહાજને જોઈ રહ્યો. પેાતાના વિદાય થતા દીકરાની નજીક રહેવાય ત્યાં સુધી રહેવા માટે જ તે એ તરફ આવ્યો હતો. સ્ટિફનને અચાનક થઈ આવ્યું કે પાતે પેાતાના લાડકા પુત્રને આ છેલ્લી વાર જ મળે છે – હવે આ દુનિયામાં ફરી તેઓ ભેગા થઈ શકવાના નથી. તરત જ તેનું કર્કશ હૃદય પણ ઢીલું થઈ ગયું અને તે ડૂસકે ડૂસકે રડી પડયો. એમ તે દરિયા ઉપર કયાં સુધી સ્થિર બેસી રહ્યો તેનું તેને ભાન ન રહ્યું. તેના અંતરમાં આઇસલૅન્ડના પોતાના બેજવાબદાર જીવનનાં ભૂંડાં સંભારણાં ઊભરાઈ આવ્યાં; અને પછી મૅન-ટાપુ ઉપર આવીને પોતે જે કંઈ કર્યું હતું તે બધાનાં પણ. એ બેમાંથી કયું જીવન ભૂંડું હતું તે એ નક્કી ન કરી શકયો. આઇસલૅન્ડમાં તેણે તેને ચાહતી પત્ની તજી દીધી હતી, અને અહીં મૅન-ટાપુમાં પેતે જેને ચાહતો હતો તે પુત્રને અબઘડી તજ્યો હતો. હવે તેની પાસે શું બાકી રહેતું હતું ? કશું જ નહિ. તે પોતે બધાથી તિરસ્કૃત, બધાથી અછૂત મનાતો એવા એકલા બાકી રહેતો હતો! જો સંજોગે જરા જુદા હોત, તો પોતે શું થઈ શકયો હાત તેનો વિચાર તેને આવ્યા. અને તરત જ તેના વિચારો બદલાવા લાગ્યા. પેતે વચગાળામાં સારા થવા જે કંઈ પ્રયત્નો કર્યા તેનાથી શું સારું પરિણામ આવ્યું, વારુ ? તેનો સન-લૉક્સ હવે નાનકો સન-લૉક્સ નહાતો રહ્યો. તેની આગળ તેને શરમાવા જેવું – દબાવા જેવું થયું હતું. શા માટે? એ પેાતે બીજા કોઈનો વિચાર કરવાને બદલે પોતાને માટે જ જીવ્યા કર્યો હોત, તો તેને કોની આગળ શા માટે શરમાવું પડત, ભલા? સેતાન સ્ટિફનના મનમાં આ બધા ઉત્પાત મચાવી રહ્યો હતો, Page #115 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન ત્યારે ઈશ્વર પણ કશું કર્યા વિના રહ્યા ન હતા. અલબત્ત, તેમની કામગીરીની કળા અકળ હોય છે, એ ખરું. અચાનક દરિયામાં ભરતી આવવાનો અને પાણી કિનારા ઉપર અફળાતું હોવાનો અવાજ સંભળાયો. તે જ ઘડીએ પૉઇન્ટ ઑફ આયર તરફથી આવતો દીવાનો પ્રકાશ તેની નજરે પડયો. તેણે જોરથી હલેસું મારીને હોડી દરિયા તરફ લીધી. એ બધું થતાં ત્રણ જ મિનિટની વાર લાગી હતી, પણ તેના ખ્યાલમાં એટલી વાત એ દરમ્યાન આવી ગઈ કે, રેતાળ પથ્થરના પુસ્તા ઉપર દીવો મૂકવાની પેટી તાજેતરના તોફાનમાં તૂટી-ફૂટીને દરિયામાં ઘસડાઈ ગઈ હતી, અને તેથી એક થાંભલો વીખરાઈ પડેલા પથ્થરોમાં આડો ખસી તેને છેડે દોરડું બાંધી એક દીવો પાણી ઉપર અધ્ધર લટકાવવામાં આવ્યો હતો. આ બધું તે બીજા વિચારોમાં મગ્ન હતો તે દરમ્યાન જ તેના મગજમાં નોંધાઈ ગયું. ધુમ્મસ ઊઠવા લાગ્યું હતું, છતાં રાત હજુ કાળી-અંધાર જ હતી. એક પણ તારો ચમકતો ન હતો કે ચંદ્ર પણ દેખા દીધી ન હતી. છતાં સ્ટિફનની ખલાસીની આંખ ઉત્તર તરફ કશુંક કાળું કાળું જોઈ શકી. પેલું આઇરિશ જહાજ તો ક્યારનું દેખાતું બંધ થયું હતું, તો પછી આ શું હોઈ શકે? હા – હા, એ કાળું વાદળ હશે, – એટલે કે તોફાનની આગાહી ! ના, ના, એ તો વધતું જાય છે – મોટું ને મોટું થતું જાય છે – પાસે ને પાસે આવતું જાય છે; – અરે એ તો જહાજનો સઢ છે! ધીમે ધીમે સ્ટિફન જોઈ શક્યો કે, બે કૂવાથંભવાળું એ તો ડબ્લિનનું જહાજ હતું – આઇસલેન્ડથી આયલૅન્ડ તરફ જવા નીકળ્યું હશે; - વ્હાઇટ હેવને જઈ આવીને હવે તે સે બંદરે જઈને લાંગરશે. – સ્ટિફનના મનમાંથી નવા ઊભા થયેલા બધા વિચારો ઘસડાઈ ગયા, અને અત્યાર સુધીની ટેવ મુજબના વિચારે તેમની જગાએ ધસી આવ્યા. આ જહાજ આઇસલૅન્ડથી પુષ્કળ માલ ભરીને આવતું Page #116 -------------------------------------------------------------------------- ________________ ધાર અધકાર : મનતા અને રાત્રીના ૯૧ હોવું જોઈએ – તે જો આ તરફના છીછરા ખડકાળ કિનારાવાળા દરિયા તરફ આવીને તૂટી જાય, તો તેનો માલસામાન ઉપાડી લઈ, ચિકન રૉક્સ આગળ પડયા - પાથર્યા રહેતા એક ફ્રેન્ચ દાણચોરને વેચી નાખી, સારા પૈસા ઊભા કરી શકાય ! આ પૉઇન્ટ ઑફ આયર આગળ થાંભલે લટકાવેલા આ એક જ દીવા છે, જે જોઈને ટાપુની ઉત્તરે આવેલા આ છીછરા અને ખડકાળ કિનારાવાળા ભાગની જાણ જહાજવાળાને થઈ શકે. આસપાસ માઈલેાના માઈલા સુધી બીજે કયાંય ઝૂંપડું સરખું નથી કે જ્યાં કોઈ જાતનો દીવા કે પ્રકાશ હોય. આ દીવો કોઈ ઓલવી નાખે, તો જહાજ પવનના અને વહેણના જોરે આ તરફ જ ધસ્યું આવે, અને થોડી જ વારમાં તેના ભૂકા બેાલી જાય. દીવાદાંડી ન હેાવાથી માત્ર આ દીવાને આધારે જ જહાજવાળાઓ આ તરફના ખડકોથી દૂર દરિયા તરફ રહે છે. સ્ટિફન ક્ષિતિજ-રેખા ઉપર મેટા ને મેટા થતા જતા એ ડાઘા તરફ જોઈ જ રહ્યો. તેના મનમાં અવળા વિચારો ઊભરાતા ચાલ્યા. હું જ આ દીવો તોડી નાખું, તો એ જહાજ જરૂર આ તરફના ખડકો ઉપર અફળાઈને નાશ પામે ! સ્ટિફને પેાતાની હોડીને તરત પૉઇન્ટ ઑફ આયર તરફ લીધી, અને બે મિનિટમાં તો તેણે થાંભલા ઉપર લટકતા પેલા ફાનસને તોડી જ પાડયું. ફાનસ તૂટીને પાણીમાં પડયું અને બધે અંધારું-અંધારું થઈ ગયું. એ જહાજમાં સ્ટિફનને શેાધીને મારી નાખવાની પ્રતિજ્ઞા લઈને નીકળેલા તેનો રાશેલથી થયેલા પુત્ર જૅસન પણ હતો. સ્ટિફને તો એ જહાજ તૂટી જાય પછી તેમાંનો હાથ લાગે તેટલા માલસામાન લૂંટી લેવા જ ફાનસ તોડી પાડયું હતું. કિનારાથી દૂર હંકારી ગયા. પણ દરમ્યાન એટલે સઢ છાડવા તે ઊભા થયા. તે જ વખતે તેના ખેાળામાંથી કશુંક નીચે પડયું. તેનો અવાજ સાંભળી સ્ટિફન હવે હોડીને પવન વધવા લાગ્યા હતા, Page #117 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન સ્ટિફને નીચે નમી તેને હાથમાં લઈને જોયું, તો માઇકેલ સન-લોકસે તેને પાછી આપેલી પૈસાની થેલી હતી. તરત જ કોઈએ તેના માથામાં ફટકો માર્યો હોય તેમ તે ધબ લઈને પાછો નીચે બેસી પડ્યો. તે જ વખતે મોજાં ઉપર ચડીને દૂરથી આવતો માઈકેલ સન-લૉકસનો અવાજ તેને સંભળાય : “તમે હવે એ રસ્તે ફરી પૈસા ભેગા કરવા પ્રયત્ન નહિ કરો. તમારું વચન યાદ રાખજો બાપુ, તમારી બાકી રહેલી જિંદગી હું ખરીદી લઉં છું.” સ્ટિફનનું હૃદય ધબકતું બંધ પડી જવા લાગ્યું. તેણે પેલા પુસ્તા તરફ નજર કરી, તો ત્યાં હવે દીવો ન હતો. તેણે પેલા જહાજ તરફ નજર કરી, તો તે હવે આ તરફ જ આવતું હતું. એક-બે-ત્રણ મિનિટ એમ જ પસાર થઈ ગઈ; દરમ્યાન એ જહાજ નજીક જ આવતું જતું હતું. એ જહાજ ઉપર જીવતા માણસો હશે, અને તેઓ તેમના મોત તરફ જ અજાણમાં ધસી રહ્યા છે તેમને પત્નીઓ હશે જેઓ તેમને ચાહતી હશે; અને છોકરાં હશે, જે તેમને ઢીંચણે ચડીને રમવા આતુર હશે. પણ પોતે ફાનસ તોડી પાડ્યું, તે પહેલાં તેઓએ એને જોઈ લીધું હોય તો કેવું સારું! પણ અરેરે ! જહાજ તો આ તરફ જ સીધું આવતું જાય છે; જરાય દૂર ફંટાતું નથી. તેમણે એ ફાનસ નહીં જ જોયું હોય; કાળઅંધાર ખડકોને કાળઅંધાર દરિયો માનીને તેઓ સીધા આ તરફ આવ્યું જાય છે ! સ્ટિફન અકળાઈ ઊઠયો – ગભરાઈ ઊઠયો. તેણે સીધા એ જહાજ સામે ધસી જઈ, એ લોકોને ચેતવવા જવાનો વિચાર કર્યો. તેણે હોડી જલદી જલદી એ જહાજ તરફ લીધી. પણ આ શું? તે જહાજથી થોડે દૂર રહ્યો એટલામાં તે ઉત્તર તરફના પ્રવાહમાં ઘસડાવા લાગ્યો. તેણે ખૂબ પ્રયત્ન કર્યો પણ તે જહાજ પાસે જઈ ન શક્યો. પછી તેણે બૂમો પાડવા માંડી, પણ પવન તેના અવાજને જુદી દિશા તરફ જ ઘસડી જવા લાગ્યો. Page #118 -------------------------------------------------------------------------- ________________ જસનનું આગમન હવે જાણે તેને ભૂત વળગ્યું હોય તેમ તે ગાંડો બની ગયો. તેણે વારંવાર એ જહાજ તરફ પહોંચવા પ્રયત્ન કરી કરીને બૂમો પાડવા માંડી. પણ જહાજ ઉપરનું કોઈ તેના અવાજને સાંભળી શક્યું નહિ કે તેની નાની હોડીને અંધારામાં જોઈ શકયું નહિ. જૈસનનું આગમન ત જહાજ પૉરિલ' જ હતું અને રવિકથી ચરબી, પીંછાં, કૉડ- અને શાર્ક, ઓઈલ વગેરે ભરીને ડબ્લિન પાછું ફરતું હતું. ઇસ્ટરના દિવસે રજાવિકથી તે નીકળ્યું હતું અને શુક્રવારે વહાઇટહેવને લાંગરી, પછીને દિવસે તે મૅન-ટાપુ પહોંચવા આઇરિશ સમુદ્રમાં દાખલ થયું હતું. રૅમ્સ બંદરથી દૂર દાણચોરીનો રમ-દારૂ લેવા તે થોભવાનું હતું. તેનો કપ્તાન અને મદદનીશ બંને અંગ્રેજો હતા, પણ ખલાસીઓ બે સિવાયના બધા આઇરિશ હતા. આઇરિશ સિવાયના બેમાં એક મેન-ટાપુનો રહેવાસી મેસ હતો અને બીજો આઇસલૅન્ડનો જ વતની હતો. જે મૅન્કસ હતો તે તો રીઢ ખલાસી હતો; તેણે વીસ વર્ષ માછીમારીનો ધંધો કર્યો હતો, અને બીજાં ઘણાં વર્ષો દાણચોરીને. ત્યાર પછી તે જહાજ ઉપરનો કાયદેસર ખલાસી બન્યો હતો. તેનું નામ ડેવી હતું, અને સરકારી ચોકિયાત જહાજોની ઝપટમાં આવી જઈ, ઘરડી ઉંમર જેલખાનામાં વિતાવવી ન પડે માટે ડાહ્યો બન્યો હતો. બીજો જે આઇસલૅન્ડવાળો હતો તે વીસ વર્ષને કદાવર બાંધાનો પહેલવાન જવાનિયો હતો. જહાજનો એક આઇરિશ ખલાસી દરિયા વચ્ચે અધવચ મરી ગયો, તેની જગાએ તે રેકજાવિકથી નોકરીએ ચડયો Page #119 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન હતો. તે મૂઢ જેવો અને ગમગીન પ્રકૃતિને હેઈ, તેના સાથીદારો તેના ઉપર ખુશ ન હતા; અને તેને વારંવાર ચીડવ્યા કરતા. તે પોતાની સાથે કૅનરી પંખીનું એક પાંજરું લઈને જ આવ્યો હતો – બીજો કશો સામાન તેની પાસે ન હતો. એ કેનરી પંખી સાથે તેને બહુ મમતા હતી; અને તેની તે બરાબર સંભાળ રાખતો. કોઈ કોઈ વખત બુદ્રા ડેવી સાથે તે કંઈ વાત કરતો – બાકીનાઓ સાથે તો કદી નહિ. એ જૈસન હતો – રશેલ અને સ્ટિફન ઓરીને પુત્ર. બ્રિટિશ ટાપુઓની આસપાસ પૉઇન્ટ ઑફ આયર આગળ આવેલી ખાડી જેવી દેખાબાજ ખાડી બીજી કોઈ નથી. કારણકે ત્યાં ચાર-ચાર જોરદાર પ્રવાહો ભેગા થાય છે અને આઇરિશ સમુદ્રની એ નળમાં ઘમસાણ મચાવે છે. “પૅલૅરિલ' જહાજ વહાઈટ હેવનથી ઊપડયા બાદ, ઉત્તર તરફના પ્રવાહમાં થઈ હવે મેન-ટાપુ તરફ વળ્યું હતું. અંધારું થવા આવતાં પૉઇન્ટ ઑફ આયર ઉપરનો ઝાંખા જેવો દીવ કપ્તાનની નજરે પડ્યો. હંમેશ હોતે તે કરતાં આજે તેને એ દીવો કંઈક ઝાંખે લાગ્યો. તેણે ડેવીને બોલાવીને પૂછ્યું, “પેલો પૉઇન્ટ ઑફ આયરવાળો જ દીવે છે ને?” હા, હા, ચોખ્ખો દેખાય છે, વળી.” તેણે જવાબ આપ્યો. એટલી ખાતરી કરી લઈને પછી કમાન નીચે ચાલ્યો ગયો. ડેવી હવે સુકાન સંભાળવા લાગ્યો. જેસનને તો દરિયા ભણી નજર રાખવાનું કામ કરવાનું હતું, એટલે અવારનવાર તે એની સાથે આવીને વાતો કરવા લાગ્યો. તે બધી તૂટક વાતોનો ભેગો સાર આ પ્રમાણે છે – * “આ પેલી તરફ જ તમારે મૅન ટાપુ આવ્યો ને?” જેસને પૂછ્યું. હા, દીકરા.” Page #120 -------------------------------------------------------------------------- ________________ જેસનનું આગમન ત્યાં તમે બહુ વખત રહ્યા છો?” “તું જભ્યો હોઈશ તે પહેલાં ત્રીસ વર્ષ સુધી, કદાચ.” “તે વખતે મારા દેશને કોઈ વતની તમારા ટાપુ ઉપર હતો ખરો?” “એક જ હતો, દીકરા, એક જ.” કેવોક હતો?” “ભારે જંગી માણસ, પૂરો સાડા છ ફૂટ ઊંચે, અને ખાસ્સો જોરાળો. બહુ ખાટ્ટો માણસ, પણ આમ બહુ શાંત; ખૂબ જ શાંત, દીકરા. “તેનું નામ શું હતું?” પૉલ?– ના! પિટર?- ના! હું છેક જ ભૂલી ગયો. પણ જૂના કરાર'માં એનું નામ આવે છે ખરું.” સ્ટિફન?” “બસ! એ જ. પણ એનું પાછળનું નામ મને યાદ નથી આવતું.” રી?” “બરાબર, સ્ટિફન એરી! તો તું દીકરા એને ઓળખે છે ના રે ના.” તેને કંઈ સગો બગય નથી થતું?” “ના, ના. પણ તે હજુ જીવે છે?” હા, હા, તે મરી ગયો છે એવી મને ખબર હજ મળી નથી, દકરા.” “તે કયાં રહે છે?” “પૉર્ટ એરિન તરફ, સામુદ્રધુની નજીક.” Page #121 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન “ડેવી, આપણે રૅસે બંદરે લાંગરવાના, ખરું ને?” “ જરૂર; કારણકે અંધારામાં દારૂ ખૂબ આવશે – ગૅલનના અઢાર પેન્સ, અને આપણાથી પિવાય એટલો તો મફત !” “આપણે બંદરથી કેટલાક દૂર લાંગરવાના? ” એક બે બિટ નાખીએ એટલા દૂર તો ખરા જ; એથી વધુ નજીક કદી નથી જતા.” એટલું તો કંઈ ન કહેવાય, ડેવી” જેસન વિચારમાં પડી જઈ, બોલી ઊઠ્યો. ડેવી તેના મોં તરફ જોઈ રહ્યો. ધૂમસને જે ગોટા જહાજની આસપાસ દૂર સુધી વીંટાયો હતો, તે હવે ઊંચો થવા લાગ્યો અને પવન ફૂંકાવો શરૂ થયો. પાણી ઊછળીને તેની ઝાપટો જહાજ ઉપર વાગવા લાગી. એટલે તૂતક ઉપર કામગીરી બજાવનારા ખલાસીઓ બધા જ પલળી ગયા. તેઓ હવે નીચે ભંડકમાં ગયા ત્યારે ટાઢે ઘૂજતા હતા અને તમાકુ ચાવતા હતા. દી હજુ સળગ્યો ન હોવાથી, ટિચાતા-અફળાતા અને એકબીજા ઉપર પોતાનાં જાકિટોને છંટકારતા તેઓ એકબીજા સાથે બેલાબેલી કરતા હતા. એટલામાં અંધારામાં જ અચાનક કોઈ પંખીને મીઠો અવાજ સંભળાયો. જેસન નીચે આવી ભીને કપડે જ પોતાના પથારીના ખાનામાં આડો પડયો હતો; તેની પાસે લટકાવેલા પાંજરામાંના તેના કેનરી પંખીનો એ અવાજ હતો. કેનરીના અવાજથી ચોંકી કોઈએ ચકમક વડે દીવો સળગાવ્યો; પછી બધા હૂંફ માટે ટોળે વળી, ચુંગીઓ સળગાવી ફૂકતા ફૂંકતા બેઠા. પેલું કેનરી હજુ ગાયા કરતું હતું. - એક જણ બોલી ઊઠયો, “જરૂર તોફાન આવવાનું થયું છે, અને તોફાનનો ભૂત જ રાજી થતો આ પંખીને મેએ ગાય છે.” તો તો હું આ પંખીની ડોક મરડી નાખું, એટલે એ ભૂત પણ મરડાઈ જાય,” એમ બોલતો એક ખલાસી ઊભો થયો. Page #122 -------------------------------------------------------------------------- ________________ જેસનનું આગમન ડેવી તરત જ બેલી ઊડ્યો, “અલ્યા એય, એ પંખી તો પેલા છોકરડાનું પંખી છે.” છોકરડે જહન્નમમાં જાય,” એમ બેલતાં બોલતાં પેલાએ ઠેકડો મારી પાંજરાનું બારણું ઉઘાડી કેનરીની ડેકી દબાવી દીધી. - જેસને તેને એથી બૂમ પાડી ચેતવવા પ્રયત્ન કર્યો હતો, પણ તે એ બાજુ પીઠ કરીને સૂતેલ હોઈ, તેને વખતસર રોકી ન શક્યો. તરત જૅસન કેકડો મારતોકને પથારીના ખાનામાંથી કૂદી પડયો. પેલાની ગરદન ઉપર એક જ ફેટ લગાવી તેને સીધો પાટડા તરફ ધકેલી દીધો. પછી પોતાનું માથું તેના મેં ઉપર અફાળી તે ત્રાડી ઊઠયો, “તારે હવે આવી બન્યું.” બચાવો, બચાવો !” પેલે કરુણ અવાજે ચીસ પાડી ઊઠયો; જેસને તેના ગળા ઉપર મુક્કીની ભીંસ દીધી હતી. બીજાઓ ખાસ ઉતાવળ કર્યા વિના ત્યાં આવ્યા અને તેમણે બંનેને છૂટા પાડડ્યા. પેલો બફડતો અને ધમકી આપતો દૂર ચાલ્યો ગયો; પણ એક છોકરડાને હાથે તેની થયેલી વલે જોઈ સૌ પિતાનું હસવું રોકી શક્યા નહિ. ડેવી જેસન પાસે જઈને કહેવા લાગ્યો, “ઠીક કર્યું, ભાઈ, હું બધ્ધાઓને કહે કહે કરતો હતો કે, એ છોકરો શાંત છે અને ગુપચુપ બેસી રહે છે, તો પછી એને છેડયા ન કરશે; એક વખત એ ચિડાશે તો પછી તમારી કોઈની ખેર નથી. વાહ બેટા, તું જ્યારે પેલાને ઠોકતો હતો ત્યારે મને સ્ટિફન એરીની યાદ આવ્યા વિના ન રહી – એ બંદો બરાબર તારા જેવો જ હતો.” પણ તે જ વખતે ઉપરથી એકદમ અવાજ આવ્યો, “બધ્ધા દોડી આવો – જહાજ ખડક તરફ ધસી રહ્યું છે!” આO – ૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન વાત એમ બની હતી કે, જહાજ ઉપર બધા ખલાસીઓ બદલાયા, તે જ વખતે સ્ટિફન એરીએ ફાનસ તોડી પાડયું હતું. એટલે ડેવીએ જ્યારે સુકાનનો કબજો છેડયો અને બીજા આઇરિશ સુકાનીએ તેનો કબજો સંભાળ્યો, ત્યારે બંનેમાંથી કોઈની નજર દીવા તરફ ન હતી. અને પછી સ્ટિફન ઓરી જ્યારે બૂમ પાડી પાડીને જહાજવાળાઓને ચેતાવવા દોડી આવ્યો, ત્યારે નીચે કેનરી પંખીવાળી ધમાલ ચાલતી હતી, એટલે તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહિ. ધુમ્મસ અલબત્ત થોડું ઊંચું ઊડ્યું હતું, છતાં ચંદ્ર કે તારાઓનું અજવાળું જરાય ન હોવાથી આકાશ એટલું બધું અંધારઘેરું હતું કે, પાસે જ ખડકાળ છીછરો દરિયો અને જમીન છે, એનું કશું એંધાણ દરિયા ભણી નજર રાખનારને મળ્યું નહિ. પરિણામે જહાજ મોજાં અને પવનના જોરે સીધું કિનારા તરફ ઘસડાવા લાગ્યું. થોડા સમય પછી સુકાનીએ એક નાનોશો દીવો દૂર જોયો. તેણે માની લીધું કે એ પૉઇન્ટ ઑફ આયરનો દીવો છે. ખરી રીતે તે રૅસે બંદરના ધક્કા ઉપરનો દીવો હતો. મધરાત થવા આવી હતી. સુકાનીને અચાનક બે વધુ પ્રકાશિત દીવા દેખાયા. તેણે માન્યું કે રેસે બંદર આવ્યું એટલે તેણે સુકાન તે તરફ વાળ્યું. પણ દરિયા તરફ નજર રાખનારો માણસ અચાનક બોલી ઊઠ્યો, “બધ્ધા ઉપર દોડી આવો - જહાજ ખડક તરફ ધસી રહ્યું છે.” - એ અવાજ નીચે ભંડકમાં પહોંચતાં બધા ઉપર દોડી આવ્યા. બધાએ જોયું કે, કાળા અંધારામાં જોરદાર ભરતી ખડકાળ કિનારા તરફ જહાજને ધકેલી રહી હતી; અને ખડકો સાથે પછડાઈને છિન્નભિન્ન થતાં મેજા પાસે જ દેખાતાં હતાં. કતાને તરત લંગર નાખવાનો હુકમ આપ્યો. પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. લંગર હજુ તો જમીનને અડકે તે પહેલાં જહાજ રેમ્સના અખાતના છીછરા પાણી તળેની ખડકાળ કાંગરીમાં ફસાયું, Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈસનનું આગમન અને દરેક મેજે તેને હથોડાની પેઠે ખડકના ધારદાર દાંતાઓમાં ઠોકી ઠોકીને ઘુસાડવા લાગ્યું. સુકાનીએ બે દીવા જોયા હતા તેમાંનો એક તો પૉર્ટી-વૂલીમાં આવેલા સ્ટિફન ઓરીના ઘોલકાનો હતો. માઈકેલ સન-લૉકસને વળાવવા ગયો ત્યારે સ્ટિફન એ દીવો સળગતો મૂકીને જ ગયો હતો – રાતે પાછા ફરતાં નિશાન રહે તે માટે અને બીજો દીવો ત્રણ વણકરોના ઝૂંપડાનો હતો. તેઓ ત્યાં ચાલીસ ચાલીસ વર્ષથી રહેતા હતા – સ્ત્રી, છોકરાં કે બાળક વગર. તેમાંના બે ભાઈઓ હતા, જેઓ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના હતા; અને તેમનું ઘરકામ કરનારા સાથી જુઆન નેવું વર્ષનો હતો. તે પેલા બે ભાઈઓના બાપનો સાથી હતો. ડેમી અને જેની બંને ભાઈઓ જેમ જેમ ઘરડા થતા ચાલ્યા, તેમ તેમ તેમને સાળ ઉપર કામ કરવા માટે છેલ્લાં પાંચ વર્ષથી દરેક વર્ષે એક એક મીણબત્તી વધારવી પડતી હતી. એટલે છાપરા ઉપરથી લટકાવેલી દીપદાનીઓમાં અત્યારે આઠ મીણબત્તીઓ સળગતી હતી. જુઆન કંઈ કામ માટે ઝુંપડી બહાર જઈને પાછો આવ્યો ત્યારે બોલ્યો, “પૉઇન્ટ ઑફ આયર ઉપરનો દીવો આજે પણ એલવાઈ ગયો છે. એક મહિનામાં આ ત્રીજી વાર બન્યું છે. હું હોડ બકવા તૈયાર છું કે આજ રાતે જરૂર કોઈ ને કોઈ જહાજ ડૂબવાનું.” થોડી વાર પછી તે ફરીથી બહાર ગયો, ત્યારે કિનારા તરફથી આવતી બૂમ જેવું સંભળાતાં તે અંદર આવીને કહેવા લાગ્યો, “આ બધા ચોકિયાતો ને અમલદારો ફેગટનો પગાર ખાય છે. હું હોડ બકીને કહું છું કે, અત્યારે કિનારા ઉપર દાણચોરી ચાલી રહી છે.” પેલા બે ભાઈઓ જુઆનનો બડબડિયો સ્વભાવ જાણતા હતા એટલે તેઓ કશું બોલ્યા નહિ. પણ ત્રીજી વાર જુઆન બહાર ગયો ત્યારે તેને ચોખું સંભળાયું કે, ઘણા લોકો આફતમાં સપડાયા હોય અને મદદ માટે બૂમ પાડતા હોય એવો અવાજ કિનારા તરફથી આવતો હતો. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આત્મ-બલિદાન તે બારણું ઉઘાડી પાછો આવ્યો ત્યારે ડેમી અને જેમીએ પણ સાળ ઉપર બેઠાં બેઠાં મદદ માટે પાડવામાં આવતી બૂમોનો અવાજ સાંભળ્યો. તેઓ તરત ઊઠીને બહાર આવ્યા, અને પછી એ વાતની ખાતરી થતાં, ત્રણે બુઢાઓ તરત લેંગૂમથકે ફેરબ્રધર્સ ભાઈઓને મદદ મોકલવાનું કહેવા અંધારામાં અથડાતા કુટાતા દોડયા. -મથકે પણ બધાં ઊંઘતાં હતાં. છતાં થોડીક ઠોકાઠોક પછી બધાં જાગી ઊઠયાં; પછી તરત આસપાસના પડોશીઓને પણ સમાચાર પહોંચાડવા ઘંટ જોરથી વગાડવામાં આવ્યો. ઍર, રૉસ અને સ્ટીન એ ત્રણ ફેરબ્રધર-ભાઈઓ કિનારે પહેલા પહોંચી ગયા. તે દરમ્યાન “પેવેરિલ'ના બધા ખલાસીઓ સહીસલામત વહાણમાંથી પ્રસરી પડી, પાણીમાં થઈ, થથરતા થથરતા કિનારે આવી પહોંચ્યા હતા. વહાણને એટલું બધું નુકસાન થયું હતું કે, તેની ઉપર વધુ રોકાવું તદ્દન જોખમભર્યું બની ગયું હતું. થોડી વારમાં કિનારા ઉપર સંખ્યાબંધ લોકો મદદે આવી પહોંચ્યા. ફેબ્રધર-ભાઈઓને ઘેરથી ઝીબા, તથા ઘરનાં બધાં નોકરચાકર, કેન વેડ, બૅરી કો, ચેલ્સ એ-કીલી* વગેરે બધા જ. ઍશર કૅરબ્રધરે ભીના થયેલા અને ટાઢે પૂજતા સૌ ખલાસીઓને પિતાને ઘેર લૉગૂ-મથકે આવવા નિમંત્રણ આપ્યું. સૌ રાજી થતા તેની પાછળ જવા લાગ્યા. પણ એટલામાં દરિયા ભણીથી કોઈની મદદ માટેની બૂમ આવતી સંભળાઈ. ગ્રીબાએ જ પહેલ વારકી એ બૂમ સાંભળી હતી. કોઈ હજુ જહાજ ઉપર બાકી રહી ગયું લાગે છે, ” ગ્રીના બેલી ઊઠી. “ના, અમે સૌ તો અહીં છીએ.” કમાને કહ્યું. * માઇકેલ સન-લૉકસને મિત્ર ભાર, જે એ રાતે કેન વેડને ત્યાં સૂઈ રહ્યો હતો. Page #126 -------------------------------------------------------------------------- ________________ જેસનનું આગમન ૧૦૧ છતાં ફરીથી પેલી દર્દભરી બૂમ સંભળાઈ; અને આ વખતે તો ઘણાઓએ એ સાંભળી. “એ બૂમ તો પૉર્ટી-વૂલ તરફથી આવતી હોય એમ લાગે છે.” ઐશર ફેરબ્રધર બોલી ઊઠ્યો; અને તેઓ સૌ કિનારે કિનારે પૉર્ટીવૂલ તરફ દોડયા. ત્યાં ગયા બાદ તેમની નજરે પડ્યું કે, માછલાં પકડવાની એક હોડીનો આગલો ભાગ બે ખડકોના જડબામાં ફસાઈ ગયો હતો અને પાછલો ભાગ તોફાને ચડેલા દરિયાના પાણીથી ઊંચે થઈ વણ-પલોટેલા ઘોડાની જેમ ઠેકડા ભરતો હતો. તે હેડી નાના અખાતમાં પેસવા ગઈ હશે, પણ તોફાન શરૂ થવાથી ખડકોના જડબામાં ઘસડાઈ ગઈ હતી. એક માણસ એ હોડીમાં લથડિયાં ખાતે દૂરથી દેખાતો હતો. તે કૂવાથંભ તોડી પાડવા કોશિશ કરતો હતો, જેથી હોડી ખડકનાં જડબાંમાંથી નીકળી જાય. પણ દરેક મોજું હોડીને ખડકની ફાટમાં વધુ ને વધુ ઘુસાડતું જતું હતું, અને દરેક નિષ્ફળ પ્રયત્ન પેલો માણસ ફફડતો ફફડતો મદદ માટે બૂમો મારતો હતો. ' એક હોડી કિનારા ઉપર ઊંચી કોરી જગામાં બાંધેલી હતી. સ્ટીન અને થર્ટન એ બે ફેરબ્રધર-ભાઈઓ તરત તેને પાણીમાં ધકેલી ગયા. પણ મોજાં એટલાં જોરથી કિનારા તરફ ધસતાં હતાં કે એ હડી જરાય આગળ વધવાને બદલે કિનારા ઉપર જ પાછી અફળાવા લાગી. બધાએ બૂમ પાડીને કહ્યું, “કંઈ નહિ વળે, ભાઈ; હેડી અત્યારે દરિયામાં ન નાખશો.” પણ ગ્રીબા હવે કંઈક વિચિત્ર જસ્સામાં આવી જઈને, “મદદ કરો! મદદ કરો !” એવી બૂમો પાડવા લાગી. ઊંડે ઊંડે તેને એવો ડર પેસી ગયો હતો કે, એ માણસ કદાચ તોફાનમાં જહાજ તૂટી જતાં હોડીને આશરે કિનારે તણાઈ આવેલો માઇકેલ સન-લૉકસ જ હશે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આત્મ-બલિદાન એટલે તે તો હવે કિનારા ઉપર ઊભેલા માણસો તરફ દોડતી ફરતી કહેવા લાગી, “એ માણસ થોડી જ વારમાં મરી જશે – કોઈ એને બચાવવા નહિ જાઓ?” પણ ટોળાંમાંની સ્ત્રીઓએ પોતપોતાના પુરુષોને પકડી રાખ્યા; અને પુરુ ડેકું ધુણાવતા ગણગણવા માંડ્યા, “એને બચાવી શકાય તેમ જ નથી.” “અમારે પણ બૈરી-છોકરાં છે.” “ નકામી જિંદગી જોખમમાં નાખવાની શી જરૂર?” છતાં ગ્રીબા બૂમો પાડતી જ રહી, “મદદે દોડો! કોઈ તો દોડો! હજુ તેને બચાવી શકાય તેમ છે.” અને તરત ખલાસીઓમાંને જ એક જુવાનિયો આગળ આવ્યો અને બોલ્યો, “આટલે નજીક ઊભા હોઈએ, અને એને મરવા દેવાય?” “ભગવાન તમારું ભલું કરે, હંમેશ ભલું કરે!” ઝીબા બોલી ઊઠી; અને ભાનભૂલી થઈ જઈને તરત તેને ભેટી પડી. પછી તો તેણે તેના ગાલ ઉપર ચુંબન જ કરી લીધું. એ જુવાનિયો જેસન હતો. તેણે એક દોરડું શોધી કાઢી, તેનો એક છેડો પિતાની કમરે બાંધી લીધો અને બીજો છેડો “પકડી રાખજો” એમ કહી થર્સ્ટન ફેરબ્રધર તરફ ફેંક્યો. બીજી જ ક્ષણે તેણે તોફાની દરિયામાં ઝંપલાવ્યું. પેલો હોડી ઉપરને માણસ તેને આવતે જોઈ ગયો તેથી, કે બીજા કોઈ કારણે, બૂમો પાડતે ચૂપ થઈ ગયો. “શાબાશ! શાબાશ!” ગ્રીના જવાનોને પોરસ ચડાવતી બોલવા લાગી. આમાં શાબાશી આપવા જેવું શું છે? આ તે નર્યું ગાંડપણ છે.” ડેવી બોલી ઊઠ્યો. એ જુવાનડા કોણ છે?” કક્ષાને પૂછયું. Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈસનનું આગમન “પેલો આઈસ-કૉન્ડને જુવાનિયો,” ડેવીએ જવાબ આપ્યો. પેલો છોકરડો જેસન કે?” “હા, હા, એ જ; પણ દિલદાર જુવાનિયો છે, કહેવું પડે.” ડેવી ગણગણ્યો. લકોને શ્વાસ થંભી ગયો. ગ્રીબાએ તે ડરી જઈને આંખો ઉપર પંજા જ ઢાંકી દીધા. જેસન મજબૂત બાથો ભરતો અને પાણી કાપતો હોડી સુધી પહોંચી ગયો. થોડી જ મિનિટ બાદ તે પેલા માણસને ઘસડતો કિનારે લઈ આવ્યો. એ માણસ જેસનના હાથમાં છેક જ બેહોશ સ્થિતિમાં પડ્યો હતો. તેના માથામાં ઊંડો ઘા પડ્યો હતો, અને તેમાંથી પુષ્કળ લોહી નીકળતું હતું. ગ્રીબાએ આગળ આવી તેના મોં તરફ નજર કરી લીધી અને પછી નિરાંતનો શ્વાસ મૂક્યો – તે માઇકેલ સન-લૉકસ ન હતો ! જેસન પેલાને જમીન ઉપર મૂકીને બોલ્યો, “બિચારો ખતમ થઈ ગયો લાગે છે.” એ કોણ છે, કોણ છે?” કેટલાય અવાજો આવ્યા. “ફાનસ લાવો તો ખબર પડે.” જેસન બોલ્યો. જ બુદ્રા ઓરીના ઘોલકામાં દીવો સળગતો દેખાય છે. આપણે આને ત્યાં જ લઈ ચાલો. એ નજીકમાં નજીકની જગા છે.” તે તરત જ ખભા ઉપર પેલા બેહોશ માણસને ઊંચકી સ્ટિફન ઓરીના ઘોલકા તરફ લઈ ચાલ્યા. કેટલો બધો વજનદાર છે?” ધર્મવીર* કેન વેડ બોલી ઊઠ્યો; “કોઈ આગળ જઈને બારણું ઉઘાડાવો.” ભારૌ ચેલ્સ એ-કીલી આગળ દોડવો. • મૂળ “મેડિસ્ટ.” જોન લેસ્લીએ (૧૭૦-૯૧) સ્થાપેલે સંપ્રદાય. એ લોકે ધર્માચારની બાબતમાં બહુ ચુસ્ત હોય છે. – સંપા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આત્મ-બલિદાન બીજો એક જણ ગણગણો, “સ્ટિફન આજ રાતે ક્યાં ગયો છે? નહિ તો તે મદદે દોડી આવ્યા વિના ન રહે.” * “આખું અઠવાડિયું તે અહીં જ હતો,” નેરી ક્રો બેલી ઊઠયો. ચેલ્સ એ-કીલી હવે સ્ટિફનને ઘોલકે જઈ બારણું ઠપઠપાવવા લાગ્યો હતો તથા તેનું નામ દઈ તેને બૂમો પાડતો હતો. “સ્ટિફન ! સ્ટિફન ! સ્ટિફન રી!” અંદરથી કશો જવાબ ન મળ્યો. પેલાએ વધુ મોટેથી બૂમ પાડી. સ્ટિફન, બારણું ઉઘાડ! એક માણસ મરવા પડ્યો છે.” પણ અંદરથી કશી હિલચાલ ન સંભળાઈ. કોઈએ કહ્યું, “એ ઊંઘી ગયો હશે.” કેન વડે કહ્યું, “એ કદાચ અંદર નહિ હોય; બારણું ધક્કો મારીને ઉઘાડી નાખે.” એક જ ધક્કો બસ થયો. બારણું માત્ર દોરીથી જ બાંધી રાખેલું હતું. લોકો પેલાને ઊંચકી અંદર પેઠા. બારીમાં સળગતા દીવાનું અજવાળું પેલા બેહોશ માણસના મોં ઉપર પડતાં જ તેઓ બોલી ઊડ્યા, “ભલા ભગવાન, આ તો સ્ટિફન એરી પોતે જ છે.” Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સ્ટિફનના અંત ૧ નેધાના જાન બચી ગયા; માત્ર આઇરિશ જહાજ પૅવૅરિલ અને સ્ટિફનનું હાડકું – એ બે જ ખડકોમાં નાશ પામ્યાં. ફેરબ્રધર-ભાઈઓના નિમંત્રણથી પૅૉરિલના ખલાસી ૉડ્યૂમથકે ભૂખ્યા, ભીના અને થથરતા જઈ પહેોંચ્યા. તેમને માટે તરત તે। ગરમાગરમ પીણાની વ્યવસ્થા કરવામાં આવી; પછી ઘરમાંથી મળ્યાં તેટલાં પુરુષનાં કપડાં ખલાસીઓને બદલવા આપવામાં આવ્યાં, અને ખૂટયાં તેટલાં નોકરડીએએ પાતાનાં કપડાં પેાતાની ટ્રકોમાંથી કાઢી આપ્યાં. ત્યાર પછી તરત બને તેટલું વાળુનું તૈયાર થતાં સૌને ભેજન કરવા બેસાડવામાં આવ્યા. ડૅવીને ભાગ સ્ત્રીના જલ્ભા અને કબજો આવ્યાં હતાં, એટલે તેના દેખાવ થોડી વાર તો ઠઠ્ઠા-મજાકના વિષય બની રહ્યો. ખલાસીઓ દરિયા ઉપર ગમે તેવી મુશ્કેલી વેઠતા હોય, પણ જમીન ઉપર આવે ત્યારે કદી ગમગીન રહેતા નથી. આ બધા વખત દરમ્યાન મિસિસ ફૅરબ્રધર પોતાના કમરામાં સૂઈ જ રહી હતી. દરમ્યાન ગ્રીબા જૅસનને ખભે ટકોરા મારી તેને અંદરના કમરામાં બોલાવી ગઈ, અને તેને માટે જુદું સારું સારું ખાવાનું લઈ આવી. તે બધું ઘરમાં મેાજૂદ હેાવા છતાં બધાને પૂરું પડી શકે તેમ ન હોવાથી, બહાર લઈ જવામાં આવ્યું ન હતું. પણ જસને એકલા ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આત્મ-બલિદાન એકલા કશું વિશેષ ખાવાની ના પાડી; પણ ગ્રીબાને રાજી કરવા માટે તે એક ઈંડું કોટલા સાથે આખું ને આખું ચાવી ગયો. ગ્રીબાએ તે જોઈ જરા કમકમાં આવ્યાનો દેખાવ કર્યો, પણ પછી રણકતું હાસ્ય હસીને તે બેલી ઊઠી, “તમને દરિયાકિનારે પહેલવહેલા જોયા ત્યારથી જ હું સમજી ગઈ હતી કે તમે ખરેખર જંગલી માણસ છે; અને હવે તો મને તમારી બીક લાગવા માંડી છે!” બંને જણ હવે સાથે હસી પડ્યાં, ગ્રીબા મર્માળી રીતે, અને જેસન જરા શરમિંદો બનીને. ગ્રીબાએ હવે ચમકતી આંખો સાથે તેને કહ્યું, “તમે હું ઓળખું છું એવા એક જણ જેવા જ બરાબર છો.” જેસને પૂછ્યું, “એ કોણ છે?” ગ્રીબાએ જરા સાવચેતીપૂર્વક તથા લજ્જાપૂર્વક મંદ હસીને જવાબ આપ્યો, “આજે રાતે જ એ આ ટાપુ છોડીને ચાલ્યા ગયા છે.” બંને જણ હવે રસોડામાં બધા જમવા બેઠા હતા ત્યાં પહોંચી ગયાં. એ બેને સાથે દાખલ થતાં જોઈ, ખલાસીઓ એમની મજાક કરવા તરફ વળ્યા. બુઢ્ઢો ડેવી બોલી ઊઠયો, “દીકરા, આજે તને કિનારા ઉપર જે ચુંબન વણમાગ્યું મળ્યું છે, એવું ભાગ્યે કોઈ ખારા-ખલૂટ ખલાસીડાને મળ્યું હશે.” ગ્રીબા તરત શરમાઈ જઈને પોતાની શરમ છુપાવવા જલદી કમરામાંથી બહાનું કાઢીને બહાર ચાલી ગઈ. જૅસન માં નીચું કરી પિતાની બેઠકે બેસી રહ્યો. કેટલાંય વર્ષો પૂર્વે ચાર નૌકાસૈન્યનાં માણસેએ પીછો કર્યો હતો ત્યારે ભાગી આવેલો સ્ટિફન તે જ જગાએ બેઠો હતો. ડેવીએ હવે પોતાની મશ્કરી વધારે પડતી ચોટી ગઈ એમ માની વારણું વાળતાં કહ્યું, “બેટા જેસન, મૅન-ટાપુ ઉપર પગ મૂકતાં સાસર Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્ટિફનને અંત ત તેં આ ટાપુના એક વતનીની જિંદગી બચાવી છે, એટલે આ ટાપુવાસીઓ તરફથી તારો જેટલો હાર્દિક સત્કાર થાય એટલે છે.” ઍશર ફેબ્રધરે તરત જેસનના માનમાં એક પ્યાલો પીવાને સૌને આગ્રહ કર્યો. - ગ્રીબા હવે પોતાની શરમ બરાબર દબાવી, સ્વસ્થ થઈને રસોડામાં ફરી પાછી આવી તે વખતે આ બધાના હસવા-બોલવાના અવાજથી જાગી ઊઠેલી મિસિસ ફેરબ્રધર પણ આ બધા શોરબકોરનું કારણ જાણવા ત્યાં આવી પહોંચી. પણ તે જ વખતે બુઢો ચેલ્સ એ-કીલી બહારથી ફિકે મોંએ ઉમરા આગળ દોડતો આવીને બોલ્યો, “પેલો માણસ મરવાની તૈયારીમાં છે. તે પહેલાં તે પોતાને બચાવી લાવનાર જુવાનને મળવા માગે છે. તે જુવાન મારી સાથે ચાલ્યો આવે.” જેસન તરત ખડો થઈ ગયો. ગ્રીબા પણ સાથે જ જવા શાલ વીંટીને નીકળી. ચેલ્સ તે ઉતાવળો આગળ જતો હતો. સને ગ્રીબાને પૂછયું, મરણ-પથારીએ પડેલા એ માણસને તમે ઓળખો છો? તે કોણ છે?” “ના,” ગ્રીબાએ કહ્યું, પણ ચેલ્સની પાસે દોડી જઈ તેણે કંઈ પૂછપરછ કરી લીધી અને પછી જેસન પાસે આવીને કહ્યું, “એ બિચારાને અહીં કોઈ કશી ગણતરીમાં લેવા જેવો ગણતું નથી.” “પણ એ છે કોણ?” જેસને પૂછયું. “દાણચોર છે, અને તેથીય વધુ ખરાબ કદાચ હશે. તેની પત્ની ઘણાં વરસોથી મરી ગઈ છે, અને ત્યારથી તે સૌથી તેજાયેલો એકલો રહે છે. બીજા તો ઠીક, તેના પુત્રે પણ તેને તજી દીધેલ છે. આજે રાતે જ તેનો પુત્ર આઇસલેન્ડ જવા ઊપડી ગયો છે.” Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આત્મ-બલિદાન - “આઇસલેન્ડ જવા?” “હા, તમારું જ વતન છે ને? બચપણથી જ એ છોકરો એના બાપ સાથે રહેતો ન હતો; મારા બાપુને ત્યાં જ ઊછર્યો હતો. તમારા જેવા એક જણને હું ઓળખું છું એમ મેં કહ્યું હતું તે એને માટે જ કહ્યું હતું.” એનું નામ શું છે?” જેસને અચાનક અંધારામાં થોભીને કહ્યું. છોકરાનું નામ? માઇકેલ.” “માઇકલ કેવો?” “માઇકેલ સન-લોકસ.” એ જવાબ મળતાં જૅસને નિરાંતનો શ્વાસ મૂક્યો –તેના નામનો પાછલો ભાગ પોતાના બાપ સ્ટિફન ઉપરથી સ્ટિફન્સન કે એ કાંઈક ન હતો. થોડી જ વારમાં તેઓ પૉર્ટી-વૂલના ઘોલકામાં આવી પહોંચ્યાં. ત્યાં એ અગાઉ ધર્મવીર કેન વેડ અને તેની મંડળી મરણપથારીએ પડેલા સ્ટિફન માટે છેવટની પ્રાર્થના કરવા આવી પહોંચ્યાં હતાં. કેન વેડ સ્ટિફનને સેતાનના હાથમાંથી છોડાવી પોતાના હાથમાં લેવા પ્રભુને પ્રાર્થના કરતો હતો. જેસન એ પ્રાર્થના-મંડળીની પાછળ ઊભો રહી પથારીમાં આડા પડેલા સ્ટિફનના પડછંદ શરીર તરફ જોઈ રહ્યો. ગ્રીબાએ વધુ પાસે જઈ, સ્ટિફનના માથા નીચે પોતાના કોમળ હાથને ઓશિકા તરીકે મૂકી, બીજા હાથનો પંજો તેની ભમરો ઉપર ફેરવવા માંડયો, તથા અવારનવાર નેરી કોના પ્યાલામાંની બ્રાન્ડી વડે તેના હોઠ પલાળવા માંડયા. ૧. દીકરાના નામ ઉપરથી બાપનું નામ ખબર પડે અને બાપના નામ ઉપરથી દીકરાનું – એવી રીતે નામ પાડવાનો કેટલેક ઠેકાણે રિવાજ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ટિફિનને અંત સ્ટિફનને અત્યારે સનેપાત થઈ આવ્યો હોઈ, તે લવરીએ ચડયો હતો અને પછાડ ખાતે હતે. ગ્રીબાની સારવારથી તે જરા શાંત પડ્યો અને થોડા વખત બાદ તેણે ધીમેથી આંખ ઉઘાડી તથા હોઠ ફાડયા. તે કંઈ બોલવા માગતા હતા, પણ તે કંઈ બોલે તે પહેલાં કેન વડે તેને પ્રભુની પ્રાર્થના મોંએથી બેલાવવા કોશિશ કરવા માંડી. સ્ટિફન ભાનમાં આવ્યો, તેમાં કેન વેડને સેતાનનો પરાજય થયો વાગ્યો, અને હવે જલદી તે પ્રભુનું શરણું લઈને પોતાના આત્માનો ઉદ્ધાર સાધે, એ તેને જરૂરી લાગતું હતું. કેન વેડની મંડળીની જોરશોરથી ચાલેલી બુમરાણ જરા શાંત થઈ એટલે સ્ટિફને ધીમેથી પૂછયું, “પેલો આવ્યો?” ગ્રીબાએ ધીમેથી તેના કાનમાં કહ્યું, “એ આ રહ્યા,” અને જેસનને પાસે આવવા નિશાની કરી. જેસન જોર કરી સ્ટિફનની પથારી પાસે પહોંચ્યો. સ્ટિફન ઓરી ગણગણ્યો, “અમને બંને એકલા વાત કરવા દો.” ગ્રીબા એ સાંભળી ત્યાંથી ઊઠવા ગઈ, ત્યારે સ્ટિફને તેને ધીમા અવાજે કહ્યું, “તમારે જવાની જરૂર નથી.” પણ કેન વેડ અને તેની મંડળી તે, સ્ટિફન આ દુનિયાના બીજા વિચારોમાં મન પરોવે તેને બદલે પરમાત્માનું આખરી પારણું લઈ લે, એવો જ આગ્રહ કરવા માંડયાં. સ્ટિફન બિચારો ગણગણ્યો, “મને પ્રાર્થના કરતાં નથી આવડતું.” ત્યારે કેન વેડ બોલી ઊઠ્યો, “તારે બદલે અમે પ્રાર્થના કર્યા કરીશું, પણ તારે તારું ધ્યાન બીજી લૌકિક બાબતમાં હવે ન જવા દેવું.” સ્ટિફને કહ્યું, “હવે બહુ મોડું થઈ ગયું છે; આખી જિંદગી નકરાં પાપકર્મ કર્યા બાદ —” ના, ના, છેવટની ઘડીએ આપણે ભગવાનનું શરણું લઈએ, તે તે જરૂર આપણો ઉદ્ધાર કરે. માટે આ આખરી ઘડી એ જ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આત્મ-બલિદાન ભગવાનને યાદ કરવાની ખરી ઘડી છે,” કેન વેડ જુસ્સાપૂર્વક બોલી ઊડ્યો. સ્ટિફન જરા અકળાઈને બોલ્યો, “પણ મારે મારા પાપ માફ નથી કરાવવાં; મને તે બદલ જે સજા થશે તે વેઠવા હું તૈયાર છું. તમે બધા દયા કરી મને ક્ષણ વાર આ ભાઈ સાથે એકલો મૂકો.” ના, ના, આખી જિંદગી પાપને માર્ગે ચાલનારા તને અમે આ આખરી ઘડીએ જરાય વીલો મૂકવાના નથી.” કેન વેડ ધર્મઝનૂનથી બોલી ઊઠ્યો. અરે, તમે લોકોમાં દયા જેવુંય કંઈ હોય છે કે નહિ?” સ્ટિફન કરગરી ઊઠયો. તરત જ ગ્રીબા મક્કમ પગલે ઊઠી, અને બધાને તેણે એક પછી એક ઝૂંપડી બહાર કાઢયા. પેલા બધા બૂમ પાડતા અને વિરોધ કરતા ત્યાંથી મહાપરાણે વિદાય થયા. સ્ટિફને હવે પથારીમાં જરા ઊંચા થઈ પોતાનો કોટ મંગાવડાવ્યો. ચૂલા આગળ સૂકવવા તેને પહોળો કર્યો હતો, ત્યાંથી જેસન તે કોટ ઉપાડી લાવ્યો. સ્ટિફને તે કેટના છાતી આગળના અંદરના ખિસ્સામાં હાથ નાખી, તેમાંથી કશું કાઢવા તેને સૂચવ્યું. જેસને તેમાંથી પૈસાની ભરેલી એક થેલી ખેંચી કાઢી. “એ તારી છે,” સ્ટિફન ઓરી બોલ્યો. મારી?” જેસન બોલી ઊઠ્યો. “મારા દીકરા માટે મેં એ પૈસા સંઘર્યા હતા, હવે તે તારી છે, બેટા. એટલા પૈસા ભેગા કરતાં મને ચૌદ વર્ષ વીત્યાં હતાં. કોઈ અજાણ્યા માટે એ બધું ભેગું કરું છું, એમ હું જાણતો ન હતો; પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ રિટફનને અંત ૧૧૧ એ થેલી હવે તારી જ છે – કારણકે મારી જાન બચાવીને તું એ કમાયો છે.” સ્ટિફન ભાગીતૂટી અંગ્રેજીમાં બેલ્યો. ના, ના, હું કશું કમાયો નથી. મેં જે કંઈ કર્યું તે પૈસા માટે કર્યું ન હતું.” જેસન મક્કમતાથી બોલ્યો. “પણ બેટા, એમાં બસે પાઉંડ છે.” “ભલે રહ્યા.” “તો તારી પાસે એ કરતાં ઘણા પૈસા છે?” સ્ટિફને પૂછયું. “મારી પાસે તો કશું જ નથી.” બધું જહાજ સાથે ડૂબી ગયું?” “હા – ના – એટલે કે, મારી પાસે કશું હતું જ નહિ.” “તો તે ભગવાનને ખાતર આ પૈસા લઈ લે; અને તારી મરજીમાં આવે તેમ એ પૈસા વાપરજે. જો તું નહિ લે, તો મારું મરણ બગડશે – મારી અકળામણનો પાર નહિ રહે.” “ હું એ પૈસા અત્યારે રાખી લઈશ, પણ તમારો દીકરો મને મળશે ત્યારે તેને આપી દઈશ. તમારા દીકરાનું નામ માઇકેલ સનલૉકસ છે અને તે આઇસલૅન્ડ જવા ઊપડયો છે, ખરું ને? હું આઇસ-લૅન્ડનો જ વતની છું, અને કોઈક દિવસ હું જરૂર ત્યાં તેને ભેગો થઈશ.” સ્ટિફન હવે ગળગળો થઈને બોલી ઊઠયો, “બેટા, તારા જેવો દીકરો પામીને તારા બાપ કેવું અભિમાન ધરાવતા હશે! તારા બાપનું નામ શું છે?” “મારે બાપ નથી; મેં કદી એમને જોયા નથી.” એટલે કે, તું નાનો હતો ત્યારે તે મરી ગયા હતા?” “ના.” તો તું જમ્યો તે પહેલાં મરી ગયા હતા?” ના. " Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આત્મ-બલિદાન તે શું તે જીવતા છે?” મને ખબર છે તે પ્રમાણે જીવતા છે.” સ્ટિફન તરત કોણીને ટેકે ફરી ઊંચો થઈ બોલી ઊઠયો, “તારા બાપે તારી માને તજી દીધી છે?” એમ જ કહેવું જોઈએ.” “એ કેક હલકટ બદમાશ માણસ હશે? પણ હું કયે એ એને દોષ દઈ શકું? પણ બેટા, તારી મા જીવે છે?” “ના.” તો તારા બાપુ ક્યાં છે?” “એમનું નામ ન દેશે.” તે તારું નામ શું છે, બેટા?” “જે સન.” એ નામ સાંભળી સ્ટિફનને કંઈક નિરાંત થઈ. પછી તે ગણગણ્ય, તારા જેવા પરાક્રમી ભલા પુત્રને પામીને પણ અપનાવી ન શકયો એ બાપને કેવો અભાગિયો ગણવો જોઈએ?” પણ હવે સ્ટિફનની આખરી ઘડી આવી પહોંચી હતી. તેનો શ્વાસ ટૂંકાતો જતો હતો. છતાં તેણે મહાપરાણે કહ્યું, “બેટા?” કહો, શું છે?” જેસને પૂછ્યું. “મેં તારો ભારે મોટો અપરાધ કર્યો છે.” તમે વળી મારો છે અપરાધ ક્યારે કર્યો હોય? આપણે દરિયાકિનારે થોડી વાર પહેલાં તો ભેગા થયા.” જેસને નવાઈ પામી પૂછ્યું. “બેટા, આજે રાતે જ મેં તારે અપરાધ કર્યો છે.” “કેવી રીતે?” Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્ટિફનને અંત ૧૧૩ “એ વાત જવા દે; હવે એનું કશું થઈ શકે તેમ નથી. પણ મને હવે તારો બાપ બનવા દે. મારી આખરી ઘડી છે; તું મારો દીકરો. બન્યો હોઈશ તો મારી થોડીઘણી આ જે બચત છે, તેનો નું વારસદાર થઈ શકીશ.” “પણ એ મિલકત તમારા ખરા પુત્રની ગણાય.” “એ એને કદી હાથ નહિ લગાડે.” શાથી?” મને એ સવાલ ન પૂછીશ. મને મરતો બચાવ્યા પછી છેવટની ઘડીએ તું મને આમ રિબાવ્યા જ કરશે?” “ના, ના, મારો ઇરાદો તમને દૂભવવાનો ન હતો. ભલે હું એ પૈસા રાખીશ, બસ?” “ભગવાનની દયા.” ડી ક્ષણ સ્ટિફન ચૂપ રહ્યો. ગ્રીલા અવારનવાર પાસે આવ્યા કરીને સ્ટિફનનું દુ:ખ હળવું થાય એવા ઉપાયો કર્યા કરતી હતી. અચાનક સ્ટિફન બોલી ઊઠયો, “બેટા, તું એમ માને છે કે, કદીક તું મારા પુત્રને ભેગો થઈશ?” “ભેગો થઈશ જ વળી; હું જે કામ કરવા અહીં આવ્યો છે, તે પૂરું થતાં હું મારે વતન પાછો જવાનો છે. અમારો દેશ મોટો છે, પણ ત્યાં વસ્તી બહુ થોડી છે; એટલે ત્યાં કોઈ માણસ શોધવાથી ન મળે એવું ન બને. ત્યાં તે કઈ તરફ ગયો છે?” એ તે મને ખબર નથી; તે પણ કોઈને શોધવા ગયો છે. પણ તે બહુ ભલો અને સારો છોકરો છે, હું એટલું તને ખાતરીપૂર્વક કહી શકું છું. અને કોઈ બાપની આખર ઘડી આવી હોય ત્યારે પોતાના પુત્રની બાબતમાં તેને એટલી ખાતરી હોવી, એ કેટલી બધી નિરાંતની વસ્તુ છે, બેટા ! તે પણ તેના બાપને બહુ ચાહે છે – એટલે કે તે બહુ આ૦ – ૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આત્મ-બલિદાન નાનો હતો ત્યારે મને ખૂબ ચાહતો હતો. તેને મા ન હતી, એટલે મેં જ તેને બચપણમાં ઉછેર્યો હતો. અને બચપણમાં તે મને જરૂર ચાહતો હતો; જોકે, અત્યારે તે મારું નામ ધારણ કરતો નથી – કદાચ તેમ કરવા ઇચ્છતો નથી.” ' જેસને એ વાક્યનો અર્થ સમજવા સ્ટિફન ઓરી સામું જોયું અને પછી ગ્રી સામું જોયું. સ્ટિફનની નજરે એ ન પડયું. તેની આંખે ઝાંખપ આવી ગઈ હતી, અને તેનો અવાજ પણ ઘૂંટાતો હતો. તેણે આગળ ચલાવ્યું, “હું તેને સન-લૉસ કહે, કારણ તેના વાળ ખરેખર એવા જ હતા. તે મારે ખભે જ બેઠેલો રહેતો. અમે બે જ તે વખતે ભેગા રમ્યા કરતા; કારણ કે, અમે બંનેને બીજું કોઈ સોબતી ન હતું. મારી આખી દુનિયા એનામાં જ સમાઈ રહી હતી. પણ એ તો ઘણા દિવસ પહેલાંની વાત છે. બેટા સન-લોકસ, મારા નાનકા સન-લૉસ – સ્ટિફન થોડું હસ્યો; પણ થોડી વારમાં તે પાછો લવરીએ ચડી ગયો. તેની આંખ ઉઘાડી હતી પણ તે કશું જોતો ન હતો. પણ અચાનક તેના ચહેરા ઉપર આનંદની આભા છવાઈ રહી. જાણે તે તેના નાના છોકરા સાથે રમતો હતો, અને તે જે કંઈ કાલું કાલું બોલતો હતો, તે હસતાં હસતાં સાંભળતો હતે. વચ્ચે વચ્ચે તે જાણે તેને કશું ગાઈને તેને છાનો રાખતો હોય કે સુવાડતો હોય એમ તેના હાથની અને ચહેરાની ચેષ્ટા થઈ જતી. અચાનક તેણે પિતાના બંને હાથ છાતીએ દબાવ્યા, જાણે પોતાના નાના લાડકાને છેવટનો છાતીએ દબાવ્યો! ગ્રીબા તે આડો હાથ રાખી રહ્યા જ કરતી હતી. જેસન ખુલ્લંખુલ્લા તો રડી ન પડ્યો, પણ તે ગળગળે થઈ જઈ એટલું તે બે જ “જે પોતાના દીકરાને આટલો બધો ચાહે છે એને છેક જ ખરાબ માણસ ન કહી શકાય.” હવે સ્ટિફનનો સનેપાત વધતું ચાલ્યું. થોડી વાર બાદ તેની Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્ટિફનને અંત નજર સમક્ષનું ચિત્ર જાણે બદલાઈ ગયું અને તેના ચહેરા ઉપર ભય અને આજીજીનો ભાવ છવાઈ ગયો. જસને દરમ્યાન ગ્રીબાને પૂછયું, “પૉર્ટ ઍરિન કેટલુંક દૂર છે?” “ત્રીસેક માઈલ,” ગ્રીબા તેના અણધાર્યા સવાલથી ચોંકીને , બેલી, “આ માણસ પહેલાં ત્યાં જ રહેતો હતો.” “આ માણસ પૉર્ટ ઍરિન રહેતો હતો?” “હા, તેની પત્ની મરી ગઈ ત્યારથી. ત્યાર પહેલાં તે, તેની પત્ની, અને માઇકેલ સન-લૉસ અહીં રહેતાં હતાં. તેની પત્નીનું બહુ કરુણ મૃત્યુ થયું હતું.” “કેવી રીતે ?” “તેના પતિના કોઈ દુશ્મને તેની હત્યા કરી હતી. તે માણસ તે નાસી ગયો, પણ પોતાનું નામ પાછળ ભીંત ઉપર લખતો ગયો હતો –ૉટ્રિકસન.” “પૅટ્રિકસન ?” “હા, એ વાતને ચૌદ વર્ષ વીતી ગયાં; ત્યારથી માંડીને આ માણસ પૉર્ટ ઍરિન મુકામે જ રહેતા હતા. તમારે ત્યાં જવું છે?" “હા, મારો ઈરાદો તો છે જ.” “ ત્યાં શું કામ છે?” ગ્રીબાએ જરા ચોંકીને પૂછયું. “કોઈને શોધવાનો છે.” એ “કોઈ' કોણ છે?” “મારા બાપ.” પણ તમારું માને છે તેમણે દુ:ખ દીધું હોય, તે પછી તેમને શોધવા જવાની શી જરૂર ?” “મારી માનું વેર લેવા.” તમે બેટા માટે અહીં આવ્યા છો, શું?” Page #141 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન હા, આજે જો અમારું જહાજ, કિનારે અફળાઈને તૂટી ન ગયું હોત, તે હું દરિયામાં ભૂસકો મારી, તરતે તરત આ કિનારે આવવાને હતો.” નવાઈની વાત છે; આ માણસ પણ જ્યારે આ ટાપુમાં ઓગણીસ વર્ષ પહેલાં આવ્યું હતું, ત્યારે એ રીતે વહાણમાંથી કૂદી પડીને જ આવ્યો હતો.” “હા, બરાબર ઓગણીસ વર્ષ અગાઉ!” જેસન જાણે ઊંઘમાં બેલતો હોય તેમ ગણગણ્યો. ગ્રીબા તેના તરફ જોઈ ભયથી ધ્રૂજવા લાગી. – થોડી જ ક્ષણમાં જેસનને ચહેરો જંગલી જાનવરને હોય તેવો ઝનૂની બની ગયો હતો. સ્ટિફનને સંપાત પણ વધતો ચાલ્યો. હવે તેના મોંએથી ભાગીતૂટી અંગ્રેજીના શબ્દો નીકળવાને બદલે અચાનક બીજી જ ભાષાના શબ્દો નીકળ્યા. ઝીબા એ ભાષા ન સમજી શકી, પણ જેસન સમજી ગયો, અને બોલી ઊઠ્યો, “ઈ-ઈ-સ્સ, આ માણસ આઇસલૅન્ડનો છે!” તો તમે એ વાત અત્યાર સુધી જાણતા ન હતા?” ગ્રીબાએ તરત પૂછ્યું. “એનું નામ શું છે?” જૈસને જવાબ આપવાને બદલે સામું પૂછ્યું. તમે અત્યાર સુધી એનું નામ સાંભળ્યું નથી?” ગ્રીબાએ વધુ કંપી ઊઠીને જવાબ ન આપ્યો, અને સામે પ્રશ્ન કર્યો. એનું નામ શું છે?” જેસને પોતાને આગ્રહ ચાલુ રાખ્યો. ગ્રીબા તરત જ બૂમ પાડી ઊઠી, “ઓ ભગવાન!” અને તરત લથડિયું ખાઈને એક-બે ડગલાં પાછી હટી ગઈ. Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્ટિફનને અંત ૧૧૭ પણ એટલામાં સ્ટીન અને થર્ટન એ બે ફેરબ્રધર ભાઈઓ તથા ડેવી એ ત્રણ જણ ત્યાં આવી પહોંચ્યા. તેઓ ગ્રીબાને લેવા આવ્યા હતા. “ચાલ, ઝીબા,” થર્સ્ટન બોલે. “ના, ના, હું અહીં જ રહીશ.” ગ્રીબાએ કહ્યું. પણ મા અકળાયાં છે અને ગુસ્સે થયાં છે; તારા જેવી નાનકીએ મરણપથારીવાળી જગાએ રહેવું ન જોઈએ, એમ તે કહે છે.” પણ આ મરણપથારીએ પડેલા માણસ પાસે હું છું જ; પછી તમારે શેકાવાની શી જરૂર છે?” જેસને પણ ગ્રીબાને જવાનો આગ્રહ કર્યો. ગ્રીબા તેના માં સામું જોઈ, તેના મનનો વિચાર પામી ગઈ હોય તેમ બોલી, “ના, ના, મારે બદલે કોઈ અહીં રહે, તો જ હું અહીંથી ખસીશ.” ડેવી તરત જ બોલી ઊઠયો, “જેસન ખરું કહે છે; તેણે જ એ માણસને મરતો બચાવ્યો છે, અને તે એકલો જ ભલે તેની સારવારમાં રહે.” “ના, ના,” ઝીબા વિચિત્ર જક કરતી બોલી ઊઠી. પણ જુઓને, હવે આ માણસ એકાદ ઘડીને જ મહેમાન છે; ઘણા પણ અહીં રહીએ તો પણ તેને કશી મદદ થઈ શકે તેમ નથી.” ડેવીએ ભારપૂર્વક જણાવ્યું અને પછી સહાનુભૂતિપૂર્વક પેલાની સામું જોઈને બોલ્યો, “બાપડો ઓરી! બિચારો સ્ટિફન ! છેવટે તે ચાલ્યો !” જેસન એ નામ સાંભળી સાબદો થઈ ગયો – તેને ખાતરી થઈ ગઈ કે, પોતે જેને શોધવા આવ્યો છે તે જ આ માણસ છે! પેલાઓ ગ્રીબાને બળપૂર્વક જ ખેંચી ગયા. જેસન એક્લો જ હવે સ્ટિફન ઓરીની સમક્ષ ઊભો રહ્યો. જેને શોધવા માટે પોતે દરિયો ખેડીને આવ્યો હતો, તે આ રીતે તેના પગ આગળ જ તેના Page #143 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન એકલાના હાથમાં આવી પડ્યો હતો. જેસનને ખાતરી થઈ ગઈ કે, ભગવાને જ તેને હાથે સજા પામવા અને તેના હાથમાં આમ સોંપી દીધો છે! આ દુષ્ટ મરતી વખતેય બીજીથી થયેલા પુત્રને યાદ કર્યા કરે છે. એ પુત્રે તેનું પોતાનું (જેસનનું) સ્થાન પડાવી લીધું હતું; અને એ પુત્રની માએ તેની પોતાની મા (રાશેલ)નું. સ્ટિફન હવે ભારે લવરી કરવા લાગી ગયો હતો. તેને કશું જ ભાન રહ્યું ન હતું. જે સને નક્કી કર્યું કે, એ માણસ જ્યારે જરા ભાનમાં આવે ત્યારે પોતાની મા રાશેલનું નામ તેને સંભળાવીને તેનું વેર લેવું. અત્યારે બેહોશ અવસ્થામાં તેને મારી નાખવાથી માનું કશું વેર નહીં લઈ શકાય. પણ આ સનેપાત શાંત પડશે ખરો? કદાચ એમાં ને એમાં જ તે ખતમ થઈ ગયો તો? એના કરતાં એ જીવતો છે તે જ વખતે તેને મારી નાખીએ તો સારું નહિ? જેસને તરત બંને હાથે ઓશિકું પકડીને ઉપાડ્યું. પણ પાછો તેને વિચાર આવ્યો – ભગવાને જો આ માણસને સજા કરવા માટે પિતાની પાસે લાવીને મૂક્યો છે, તો ભગવાન છેવટે તેને જરૂર ભાનમાં લાવશે. તે વખતે પોતે માના નામથી અને પોતાનું સાચું ઓળખાણ આપીને તેને મારી નાખશે! એ બદમાશ માણસને તે વખતે જે ત્રાસ થાય, તે જ પોતાની માને એ માણસે જીવનભર આપેલા ત્રાસના યત્કિંચિત્ બદલારૂપ થશે. જેસન આવા વિચારમાં અટવાતો ઊભો હતો તેવામાં અચાનક સ્ટિફન લવરી કરતો બૂમ પાડી ઊઠ્યો, “રાશેલ! રાશેલ! રાશેલ!” 'તેના બોલ જાણે તે કરગરતો હોય તેવા ભાવમાં નીકળ્યા હતા, અને ત્યાર બાદ જે થોડાઘણા તૂટક શબ્દો આઇસલૅન્ડની ભાષામાં જેસનને સમજાયા, તે કરુણાજનક વિનંતિના તથા ક્ષમાયાચનાના હતા : રાશેલ! રાશેલ! ... દયા .... ક્ષમા ... મને પાપીને .... રાશેલ! રાશેલ! ... દેવી!” Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્ટિકનને આત ૧૧૯ જેસનનો ગુસ્સે અને કડવાશ તરત પવનના ઝપાટાની પેઠે ઊડી ગયાં. “આ માણસ પસ્તાવો કરે છે, પોતે કરેલા પાપની ક્ષમા માગે છે. તો હું અત્યાર સુધી જે માનતો હતો કે, મારી મા પ્રત્યે આ માણસે આચરેલા મહા-અપરાધને બદલો લેવા ભગવાને તેને મારા હાથમાં સોંપ્યો છે, તે શું ખોટું હતું? મારા પોતાના અંતરની દ્રષ અને વેરની ભાવનાથી પ્રેરાઈને જ હું આ કામ કરવા દોડી આવ્યો છું?” સ્ટિફનનો અંત નજીક આવી રહ્યો હતો. તેનો સનેપાત હવે ધીમે ધીમે દૂર થઈ ગયો. તે હવે એક બાળક જેવો શાંત બની ગયો, અને તેણે ધીમેથી આંખ ઉઘાડી. પોતે લવરીએ ચડી ગયો હતો તેનું ભાન તેને આવ્યું હોય તેમ જેસન સામું જોઈ તેણે કંઈક છોભીલા બનીને કહ્યું, “મેં જાણે તેને જોઈ – મારી ભલી જુવાન પત્નીને સ્તો. કેટલાંય વર્ષોથી મેં તેને ગુમાવી હતી, તથા તેને ભારે અપરાધ કર્યો હતો.” જેસનનું ગળું ભરાઈ આવ્યું. તે થોથવાતે અવાજે બોલ્યો, “શાંત સૂઈ રહે અને આરામ કરો.” પણ સ્ટિફન ઓરી જાણે સ્વાભાવિક રીતે બોલતો હોય તેમ બેલ્યો, “હું કેવો મૂરખ છું? તું એ કશું ક્યાં જાણે છે? – મારી જવાન પત્ની, મેં તેને કેવી રિબાવી હતી, એ બધું તને કહેવાનો શો અર્થ?” જેસને ફરીથી કહ્યું, “શાંત સુઈ રહો; જરા આરામ કરો.” “પણ તેની સાથે બીજું કઈક પણ હતું – તેને દીકરો જ વળી. પણ તેનો કેમ? મારે પણ! મેં તેને તજી દીધી ત્યારે તેને બાળક જન્મવાનું હતું. પણ તેની સાથે જે છોકરો હતો તેનું મોં તારા જેવું જ દેખાતું હતું. મેં ફરી બારીકાઈથી નજર કરીને જોયું તોપણ મને દરિયામાંથી બચાવી લાવનાર જુવાનડાનું મોં જ મને દેખાયું. મને બરાબર યાદ છે કે, રાશેલ સાથે તું જ ઊભો હતો – તે ઘડીએ મેં એમ જ માનું હતું કે તું જ મારો દીકરો છે.” Page #145 -------------------------------------------------------------------------- ________________ આત્મ અલિદાન જૅસનથી હવે વધુ થેભી ન શકાયું. તે તરત જ સ્ટિફનની પથારી નજીક ઘૂંટણિયે પડયો અને તેની છાતી ઉપર પેાતાનું માથું નાખી દઈને બોલ્યા, “બાપુ! હું તમારો છોકરો જ છું. "" ૧૨૦ પણ જવાબમાં સ્ટિફન ઓરી માત્ર થોડું હસ્યો અને શાંતિથી બાલ્યા, “હા, હા, મને યાદ આવે છે; આપણે છેવટના એ જ કડદા કર્યો છે. ભલે, તું મારા પુત્ર બનજે અને મારી મિલકતને વારસદાર બનજે. ઈશ્વર તારું ભલું કરે. 22 એટલું બાલી સ્ટિફન ઓરીએ પ્રાણ ત્યાગી દીધા. જૅસન ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયો મરતા પહેલાં તે પેાતાના પિતાને ખાતરી કરાવી ન શકયો કે, રાશેલના જે પુત્રને તે ઝંખતા હતા, તે ખરેખર પોતે જ હતો. Page #146 -------------------------------------------------------------------------- ________________ પ ખીજું માઇકેલ સન-લોક્સ Page #147 --------------------------------------------------------------------------  Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉદય અને અસ્ત હવે આપણા ઇતિહાસનાં ચાર વર્ષ આપણે વટાવી જઈએ છીએ. આ ચાર વર્ષો દરમ્યાન ગ્રીબા અને જેસનના જીવનમાં મોટી કટોકટી આવીને ઊભી રહી હતી. તે રાતે ગ્રીબાના ભાઈઓ સ્ટિફન ઓરીને તેની મરણ-પથારીએ એકલા જેસન સાથે છોડીને ગ્રીબાને પોતાને ઘેર ખેંચી તો ગયા. પણ ગ્રીબા સમજી ગઈ હતી કે જેસન જરૂર સ્ટિફનની હત્યા કરી નાખશે. એટલે ઘેર આવ્યા પછી, કોઈને ખબરેય ન પડે તેમ, તે પાછી પોર્ટી-વૃર્તીના ઘોલકામાં જઈ પહોંચી. તે શ્વાસભેર દોડતી ગાભરી ગાભરી આવી હતી, અને ઘોલકાનું બારણું ઉઘાડતાં જ તેને મરતા માણસની ઠંડે પેટે કરેલી કતલ જ જોવા મળશે એવી તેને ભારોભાર ખાતરી હતી. પણ તેને બદલે તેણે તો જેસનને સ્ટિફન ઓરીની પથારી સમક્ષ ઘૂંટણિયે પડી હૃદયાફાટ, ડૂસકાં ભરતાં જોયો. સ્ટિફન ઓરી આંખમાં પ્રેમભાવની ઝમક અને હોઠ ઉપર આશીર્વાદના બેલ સાથે તરતમાં જ મૃત્યુ પામ્યો હતો. જેસન ગ્રીબાને જોતાં વેંત તરત જ તેને હાથ પકડી તેને પોતાના પિતાની મરણશય્યા પાસે લઈ ગયો. ત્યાં તેની પાસે તેણે સોગન લેવરાવ્યા કે, તેણે અહીં જે કંઈ જોયું-ભળ્યું હોય તે વિષે કશું કોઈને કદી કહેવું નહિ. ત્યાર બાદ તેણે ખરી હકીકત ઝીબાને સમજાવતાં કહ્યું કે, “સ્ટિફન ઓરી મારે બાપ જ હતો; તેણે જ ૧૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આત્મબલિદાન મારી માને હીન અવગણના અને ઘાતકી વર્તાવથી મારી નાખી હતી; એટલે મારી માનું વેર લેવા અને આની કતલ કરવા પ્રતિજ્ઞા લઈને જ હું અહીં આવ્યો હતો; પણ મારો બાપ સનેપાતની લવરીમાં મને આશીર્વાદ આપતો અને મારી માની ક્ષમા માગતો મૃત્યુ પામ્યો છે.” ગ્રીબા સમજી ગઈ કે, તેણે આ બાબતમાં ચૂપ રહેવું જ આવશ્યક છે; કારણકે, જેસને સ્ટિફનને તેની મરણપથારીએ ભલે ક્ષમા આપી; પણ પોતાની માની શૉયના પુત્ર તરીકે માઇકેલ સનલૉકસને તે કદી જતો નહિ કરે. દરમ્યાન, આદમ ફેરબ્રધરે માઇકેલ સન-લૉકસને એક પત્ર લખી નાખ્યો કે, તારા પિતાનું મૃત્યુ થયું છે, એ તને વળાવીને બંદરે પાછા આવતા હશે તેવામાં દરિયાઈ તોફાનમાં સપડાઈને ખડકે ટિચાઈને ઘાયલ થઈ મૃત્યુ પામ્યા છે. આ કાગળ તેણે રેકજાવિકની લેટિન શાળાવાળા લૉર્ડ બિશપ જોન પિટર્સનને સરનામે મોકલી આપ્યો; કારણકે, માઇકેલ સન-લૉક્સનું એટલું જ સરનામું તે જાણતો હતો. . પરંતુ થોડા જ વખત બાદ એ કાગળ બિશપની એવી નોંધ સાથે પાછો આવ્યો કે, એ નામનો કોઈ વિદ્યાર્થી તેમની શાળામાં નથી. આદમ ફેરબ્રધરને હવે ચિંતા થઈ કે, જે રાતે સ્ટિફનની હોડી તથા આઇરિશ જહાજને કારમી હોનારત નડી, તે રાતે જ માઈકેલ સન-લૉક્સ આઇસલૅન્ડ જવા ઊપડ્યો હોઈ, તે પણ એ જ તોફાનનો ભેગ બને છે કે ? એટલે તેણે આઇસલૉન્ડના ગવર્નર-જનરલ, કે જે પોસ્ટમાસ્તરનું કામ પણ સંભાળતા, તેમને સરનામે એ કાગળ માઇકેલ સનબ્લૉક્સને ફરીથી મોકલ્યો અને તેમાં થડ ઉમેરો એ કર્યો કે, તેના પિતાનું મૃત્યુ થયું હોઈ, તે હવે આઇસલૅન્ડમાં રહેવાની તેની જવાબદારીમાંથી મુક્ત થયો કહેવાય; એટલે તે હવે ત્યાંથી પાછો ફરશે કે કેમ એ જલદી જણાવે. કાંઈ નહિ તો તે આઇસલૅન્ડ સુખરૂપ Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દય અને અસ્ત ૧૨૫ પહોંચ્યા છે, એટલી ખબર તો અહીં તરત લખી મેાકલે; કારણકે, અહીં એ બાબતની સૌને ભારે ચિંતા રહે છે. ઘણા વખત બાદ માઈકેલ સન-લૉક્સનો જવાબ આવ્યા. તે સુખરૂપ આઇસલૅન્ડ પહોંચી ગયા હતો; પરંતુ ત્યાંથી નિયમિત ટપાલ ઊપડતી ન હોવાથી, અને અંગ્રેજ જહાજો જ યારે આવે ત્યારે ટપાલ લઈ જતાં હોવાથી, તથા પહેલા જહાજમાં ગફલતથી તે ટપાલ મેાકલવાનું ચૂકી ગયે હોવાથી, બીજું જહાજ ઊપડે ત્યાં સુધી તે ટપાલ લખી શકયો ન હતો. ત્યાં પહોંચ્યા બાદ ઘણી ઘણી વિચિત્ર ઘટનાઓ બની હતી; – તે અયારે ગવર્નર-જનરલને ઘેર જ રહે છે, પોતાના પિતાના મૃત્યુના સમાચારથી પેાતાને ઘણા આઘાત લાગ્યો છે, પરંતુ તે ઘટનાથી તે હવે પાછો આવવા છૂટા બનતો હોવાને બદલે તેના પિતાએ સેાંપેલું કામ કાળજીથી પાર પાડવા વધુ બાધ્ય બન્યો છે એમ તેને લાગે છે. તે કામ શું છે તે એનાથી કાગળમાં લખી શકાય તેમ નથી; તે જ્યારે પાછો આવશે ત્યારે મેઢામેાઢ તે બધું કહેશે So, So. કાગળમાં તે ઉપરાંત, પિતા જેવું વાત્સલ્ય પાતા તરફ દાખવવા બદલ તેણે આદમ ફૅરબ્રધરનો ઊંડી લાગણીથી આભાર માન્યો હતો અને ગ્રીબાને પણ બીજા કોઈ ઝટ ન સમજે તેવી ભાષામાં હાર્દિક રીતે યાદ કરી હતી. આ ચાર વર્ષમાં માઇકેલ સન-લૉક્સને એ એક જ કાગળ આવ્યા હતો. ત્યાર પછી તેના કશા જ વાવડ મળ્યા ન હતા. ર અને આ ચાર વર્ષ દરમ્યાન જૅસન લૉગ્યૂ-મથકે છ ફૅરબ્રધર ભાઈઓ, અને તેમની મા સાથે જ કુટુંબને માણસ બનીને રહેવા લાગ્યા હતો. તેની સાથેના બીજા બધા ખલાસીઓ તો ડબ્લિનવાળા જહાજના માલિકો પાસેથી ચડેલા પગાર વગેરે મળી જતાં, પોતપેાતાને મથકે વિદાય થઈ ગયા હતા. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આત્મ-બલિદાન સ્ટિફન ઓરી સાથે સંબંધ ગ્રીબા સિવાય બીજું કઈ જાણતું ન હતું, પણ સ્ટિફનના પૈસા તેની પાસે આવ્યા છે એ વાત તો સૌને જાણીતી થઈ ચૂકી હતી. જેસન ખાસ કાંઈ કામકાજ કરતો નહિ. તે સ્વભાવે તેના બાપ જેવો સુસ્ત હતો. તેને સ્વતંત્રપણે મોકળાશથી રહેવા-ફરવાનું ગમતું. ઉનાળામાં તે દરિયામાં માછલાં પકડવા જતો, અને શિયાળામાં નિશાન તાકી શિકાર કરવા ફર્યા કરતો. એ બધુંય તે કામકાજ કરવા ખાતર નહિ પણ રમૂજ ખાતર જ કરતો. તેને ખાસ શોખ હોય તો તે પંખીઓ પકડવાનો. ટાપુ ઉપરનાં અને દરિયા ઉપરનાં બધાં પંખીઓનો તેની પાસે નમૂને મળે. પંખીઓને ચીરી-ફાડીને તે કંઈક કુશળતાથી મસાલો ભરી આબેહુબ જીવતાં હોય એમ પૉર્ટી-વૂલવાળા નાના મકોનમાં ગોઠવી રાખતો. એ ચાર વર્ષમાં તેનું શરીર સારી પેઠે ખીલ્યુ-ફાલ્યું હતું. સ્ટિફન ઓરી કરતાંય તેણે કદાવર બાંધો જમાવ્યો હતો. કમરેથી તથા ડોક આગળથી તે ટટાર રહેતો; તેના વાળ લાંબા જુલફેદાર હતા; તેના મજબૂત દાંત સફેદ ચમકતા હતા; તેનો ચહેરો વિચારવંતો હતો અને અવાજ પહાડો ગજવે એવો ઘેરો. તે અવારનવાર ગવર્નમેન્ટ-હાઉસ તરફ પણ જતો. ગ્રીબા પોતાના પિતા આદમ ફૅરબ્રધર સાથે ત્યાં જ રહેતી. જેસન અને ગ્રીબા મળતાં ત્યારે અરસપરસ સામાન્ય આવકારની જ લેવડ-દેવડ થતી. પરંતુ ગવર્નર તો પોતાનું કામ પૂરું થયું હોય ત્યારે જેસન સાથે તેના દેશ અંગે, ભાષા અંગે, લેકો અંગે વિવિધ માહિતી પૂછતો અને રસપૂર્વક સાંભળતો. કાંઈ નહિ તો તેનો વહાલો છોકરો માઈકેલ સન-લૉકસ કેવા મુલકમાં ગયો છે તે જાણવા ખાતર પણ! આદમ ફેરબ્રધર જેસન વિષેને પોતાને અભિપ્રાય ગ્રીબાને પણ કહી સંભળાવતો : બહાદુર, હિંમતવાન જુવાન છે મોતની તો Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉદય અને અસ્ત ૧૨૭ કશી પરવા જ જાણે તેને નથી; જૂઠું બોલવાનું કે દગેા દેવાનું તો તેને આવડતું જ નથી; અને ન્યાય બાબતની તેની ભાવના બહુ ઊંચી છે. મારો સન-લૉક્સ તો બળવાન હોવા છતાં નમ્ર અને નાજુક હતો; ત્યારે આ તો ગંભીર અને ઉદાત્ત પ્રકૃતિના છે; તથા ગરમાગરમ પણ એવા છે કે, તેનું નામ કોઈથી ઝટ ન લઈ શકાય. ગ્રીબાને તેના ભાઈઓજસનથી ચેતતા રહેવાનું જણાવતા. પરંતુ આ દિવસેામાં ગ્રીબાનું અંતર છીછરું હતું, તેમજ તેનું વર્તન પણ. જોકે, જે સન બાબત કશા વિચાર કરતી વખતે તે એટલું જ યાદ રાખતી કે, તે પોતે ગવર્નરની પુત્રી છે, ત્યારે જ સન તો પેાતાના દેશના કિનારે જહાજ તૂટી જવાથી આવી ચડેલા નિરાશ્રિત ખલાસી છે. જોકે, મિસિસ ફૅરબ્રધર જૅસન ઉપર ખુશ હતી. જેસન કશું કામકાજ નહોતો કરતો; તોપણ સ્ટિફન ઓરી તેને વારસામાં જે ૨૦૦ પાઉંડ આપી ગયો હતો, તે રકમ તે બાઈની કલ્પનામાં વધીને બે હજાર પાઉંડ બની ગઈ હતી. સ્ત્રીની સહબુદ્ધિથી તે એટલું જોઈ ગઈ હતી કે, જૅસન ગ્રીબા પ્રત્યે કંઈક ખેંચાયા છે. જોકે, જસનને પાતાને તે વખતે કોઈએ એમ કહ્યું હોત તો તેણે તે વાત હસી કાઢી જ હોત. આ બાબતના ઇશારા ગવર્નમેન્ટ-હાઉસમાં પણ પહોંચ્યો હતો. પણ બુઢ્ઢા આદમે તે સાંભળીને માત્ર ડોકું જ ધુણાવ્યું હતું. અલબત્ત, જૅસનની વિરુદ્ધમાં કહેવા જેવું તેની પાસે કંઈ ન હતું, સિવાય કે તેને કામકાજ કરવું ગમતું નહોતું. છતાં જૅસન તવંગર હતો કે ગરીબ હતો એ વાતનું તેને મન કશું મહત્ત્વ ન હતું. તે તો માઇકેલ સન-લૉક્સને માટે જ ગ્રીબાને નિરધારી બેઠો હતો. ૩ પરંતુ સંજોગો એવા આવતા ગયા કે, ગ્રીબાને જૅસન તરફ વધુ ને વધુ ઢળવું પડયું. આપણે એ વાત ઉપર જ આવી જઈએ. આદમે પોતાની પત્નીને હૅન્ગ્યુ-મથકની મિલકત લખી આપી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આત્મબલિદાન હતી – જીવે ત્યાં સુધી પત્નીના ભાગવટો; અને તેના મૃત્યુ પછી તેનાં પુત્ર-પુત્રીના. આદમના છયે છોકરાઓને આ વાત વસમી થઈ પડી; કારણકે, તેઓને ખાવા-પીવા-પહેરવાની જોગવાઈ સિવાય હાથખરચનું કશું તેમની મા પાસેથી મળે તેમ ન હતું: તે બાઈ ભારે કંજૂસ હતી. ખાવા-પીવારહેવાનું પણ તેમને જે મળતું તે બદલ તેમને જમીન ઉપર સવારથી સાંજ સુધી કામ કરવું પડતું. તેઓ હવે મેટી ઉંમરના થયા હતા, અને મેટો દીકરો ફૅશરતો પરણવા લાયક થઈ ગયા ગણાય; પરંતુ જ્યાં સુધી તેના હાથમાં પેાતાના કહેવાય તેવા વાપરવાને પૈસા પણ ન હોય, ત્યાં સુધી તે પણે કેમ કરીને? એટલે એ છયે છોકરા આ બાબતની પોતપોતાની ફરિયાદ લઈને બાપ પાસે આવવા લાગ્યા. આદમ તેમને શું કહે કે શે! ઠપકો આપે ? તેની પાસે તો એક જ માર્ગ બાકી રહ્યો હતો અને તે એ કે છોકરાઓને હાથ-ખરચી માટે માગે તેટલા પોતાના પૈસા આપવાને. અને આમ જલદી જલદી માગ્યે પૈસા મળતા થયા, એટલે તે છોકરાઓ વારંવાર આવવા લાગ્યા. જ્યારે તેઓ પૈસા લઈ સંતુષ્ટ થઈ પાછા જતા, ત્યારે આદમ તેમની નાલાયકી બદલ ડોકું ધુણાવતો. ગ્રીબા પણ ડોકું ધુણાવતી; કારણકે, તે જોતી હતી કે, આમ તો ઘેાડા જ વખતમાં તે હરામી છોકરાઓ તેમના બાપને ફોલી ખાશે. તે કોઈ કોઈ વખત પોતાના બાપને એમ કહેતી પણ ખરી; પણ આદમ જવાબ આપતો કે, ખરાબમાં ખરાબ થઈનેય બીજું શું થવાનું છે – તેની પાસે તેને પેાતાના વાર્ષિક પગાર તો છે ને! પૈસાને ઉપયોગ ન થાય, તો તે શા કામના? તેમજ દાન-દયા પણ ઘર આગળથી જ શરૂ કરવાં જોઈએ ને ? પણ આ અનિષ્ટની માઠી અસર લૅંગ્સ સુધી પણ પહોંચી - છોકરાઓને પૈસા આદમ પાસેથી મળવા માંડયા એટલે તેઓ જમીન Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દય અને અસ્ત ૧૨૯ ઉપરના કામકાજની બાબતમાં આળસુ બનતા ગયા અને દારૂ પીને પીઠાંમાં પડી રહેવા લાગ્યા. રૉસ અને સ્ટીને મરઘડાંની સાઠમારી અને તેના જુગાર શરૂ કર્યો; લુચ્ચા જેકબ બીજા ભાઈઓ જેટલા પૈસા માગી લાવતો પણ તે બચાવીને તેનું વ્યાજ ખાવા લાગ્યા; ત્યારે જેન્ટલમૅન જૉન નવાં કપડાં પહેરી પ્રેમ-શિકાર ખેલવા માંડયો. મિસિસ ફૅરબ્રધર આ અનિષ્ટનું મૂળ કયાં છે તે તરત સમજી ગઈ, અને પોતાના પતિ ઉપર ચિડાવા લાગી. એ બાપ કેવા ગણાય કે જે છોકરાઓને હાથે કરીને બગાડીને નકામા બનાવે? તેને મનમાં એમ પણ વસી ગયું કે, જમીનની તેની આવકમાં આ રીતે તાટો લાવી, તેને બરબાદ કરવાને જ એના પતિના દુષ્ટ ઇરાદો છે. સ્ટિફન ઓરીના મૃત્યુ પછી ચાર વર્ષ બાદ પરિસ્થિતિ આ હદે આવી પહોંચી હતી. પણ ત્યાર બાદ ઝપાટાબંધ એવા પ્રતિકૂળ સંજાગા આવતા ગયા કે, આ ઇતિહાસ સાથે જોડાયેલાં બધાં પાત્રોના જીવનમાં અનિષ્ટ પરિણામોની પરાકાષ્ઠા આવી ગઈ. એક પછી એક એમ બે ખરાબ માસમા આવી – માછલાંની બાબતમાં તેમજ બટાકાની ખેતીની બાબતમાં. માછીમારો તેમજ ગણાતિયાઓની ભારે કફોડી સ્થિતિ થઈ ગઈ. માછીમારો તો ભિક્ષાની ઝોળી લઈ ઘેર ઘેર ખાવાના કોળિયા જ માગવા લાગ્યા; અને ગણાતિયાઓ પોતાનાં ઢોર, જમીન કે બીજો સરસામાન પોતાના જમીનદારો પાસે ગીરે મૂકીને દેવું કરવા લાગ્યા. જ્યાં તવંગર લોકો ગણતરીના જ હોય અને ગરીબા જ વધારે હોય, ત્યાં ભીખ માગતા માછીમારો કે ગીરો મૂકી દેવાં કરતા ગણાતિયાઓને પૈસા માગવા જવાની જગાઓ પણ ગણતરીની જ હોય ને ! એટલે તંગીમાં આવી પડેલાઓ માટે મુખ્યત્વે બે મથકો જ પૈસા આવ – ૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આત્મ-બલિદાન માગવા માટે ખુલ્લાં હતાં –ૉયૂવાળું અને ગવર્નમેન્ટ-હાઉસવાળું. મિસિસ ફેરબ્રધર તો જમીને, હોડીઓ, વગેરે ગીર લખાવી લઈ. ભારે વ્યાજે પૈસા ધીરતી; અને મુદત પૂરી થયે પેલાઓ રકમ પાછી ન વાળી શકે તો તરત બધી વસ્તુઓ જપત કરી લેતી. એમ અર્ધાએક વર્ષમાં તો કેટલીય હોડીઓ, વાડીઓ, જમીન વગેરે ઘણું તેના કબજામાં આવી ગયું. તે ખાસી માલદાર બની ગઈ; અને જેમ જેમ તે માલદાર બનતી ગઈ, તેમ તેમ તેને લોભ પણ વધતો ગયો. ઉત્તર તરફના એ ભાગમાં તે વખતે બે કે જેવું કાંઈ ન હતું. * દક્ષિણ તરફ આવેલા ગવર્નમેન્ટ-હાઉસમાં પણ ભીખ માગનારાઓને દરોડો વધતો ચાલ્યો. ગવર્નર પાસે આપવા જેટલું જે બધું હતું તે અપાઈ ગયું, અને તેની પાસેના રોકડ પૈસા પણ ખૂટી ગયા, ત્યારે તે ઘંટીવાળાઓ ઉપર આટા માટે અને વણકરો ઉપર કાપડ માટે ચિઠ્ઠી લખી આપવા લાગ્યો. થોડી વારમાં ચોગરદમ જાહેર થઈ ગયું કે, ગવર્નમેન્ટ-હાઉસનાં બારણાં સૌ કોઈ માગણ માટે ખુલ્લાં છે, એટલે તંગીમાં આવી પડેલાં દુખિયારાં ઉપરાંત આળસુ અને બદમાશે પણ ત્યાં આવવા લાગ્યા. આદમ ખરા દુ:ખી કોણ છે અને ખાટા ઢોંગી કોણ છે એ સમજી જતો, અને સૌને બૂમો પાડીને ભાંડતો; પણ છેવટે બધાને માગેલી મદદ આપતો જ રહેતો. બધા સમજી ગયા હતા કે, તે જેમ ખૂબ ભાંડશે, તેમ છેવટે પાછો ઢીલો પડી જઈને માગેલું બધું જ આપશે. ધીમે ધીમે આદમ ખાલી જ થતો ગયો; અને ગ્રીબા બધે હિસાબ લઈ તેની પાસે આવતી ત્યારે તે ખૂબ મૂંઝાતો પણ ખરો. પણ તે એમ ધીરજ રાખતો કે, તેના વર્ષે આવતા પાંચ પાઉંડ તો ખોટા થવાના નથી જ, એટલે દીન-દુ:ખીને મદદ કરી પરલોકનું ભાથું બાંધી, લેવામાં આળસ શા માટે કરવી? છે પણ ધીમે ધીમે તેના નેકર-ચાકર તેને ઘેરથી વિદાય થઈ ગયા. અને હવે ઘણુંખરું કામ હાથે કરવાનું થયું. આદમના છોકરાઓ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉદય અને અસ્ત ૧૩૧ ખૂબ ગુસ્સે થઈ ગયા; કારણકે તેમને મળવા જોઈતા પૈસા તેણે સામાન્ય ગરીબ-ગુરબામાં “વેડફી” માર્યા હતા, એટલે તેમને મળતા પૈસા છેક જ ઓછા થઈ ગયા અથવા લગભગ બંધ જ થઈ ગયા. જેસન લેંગ્વ-મથકે ચાલ્યા કરતી આ બધી વાતો સાંભળતો – “ઉઘાડી આંખે આદમ બરબાદ થવા બેઠો છે; અને આદમને પોતાને જ ભીખ માગવા વારો આવશે, ત્યારે તેને કેણ એક પેની પણ આપવાનું છે?' થર્સ્ટન પોતાના પિતાની એવી આકરી ટીકા કરતો; અને જેસનના હાથ તો ઘણી વાર બાપ ઉપર તૂટી પડવા સળવળી ઊઠતા. નાતાલનો તહેવાર આવ્યો. ગ્રીબાએ ભોજન માટે બેએક ખાસ વાનાં તૈયાર રાખ્યાં હતાં. પણ તે બીજી તૈયારીઓ માટે બહાર ગઈ તે દરમ્યાન ત્રણ જણ માગવા આવ્યા અને આદમે તેમને બધું આપી દીધું. ગ્રીબા પાછી આવી અને “ચોરી થઈ” “ચોરી થઈ' એમ તેને કહેવા આવી, ત્યારે આદમે જવાબ આપ્યો, “ફલાણા પાસે નાતાલના ભોજન માટે બટકુંય ન હતું . ફલાણા પાસે માત્ર સૂકો રોટલો જ હતો .. અને ફલાણાને આપવા માટે રસોડામાં કશું ન હતું એટલે મેં મારા ખિસ્સામાં જે કંઈ હતું તે આપી દીધું છે.” બસ, આમ હિસાબ પૂરો થયો! જેમ જેમ ગવર્નર આદમ વેગથી ખાલી થતો જતો હતો, તેમ તેમ પરિણામે ગ્રીબાને વધુ ને વધુ જૈસનના હાથમાં જઈ પડવાનું થતું જતું હતું. જોકે એ વસ્તુ હજુ તે બંનેમાંથી કોઈનાય લક્ષમાં આવી ન હતી. જયારે છેવટની કટોકટી આવી, ત્યારે જ ત્રણેયને એ વાતની ખબર પડી અને તેઓ દિંગ થઈ ગયાં. આ ટાપુમાં એક માણસ એવો હતો જેણે અત્યાર સુધી ગરીબકંગાળ-દીન-દુ:ખીનાં દુ:ખો પ્રત્યે સદંતર લાપરવાઈ દાખવ્યા કરી હતી. તે હતો આ ટાપુનો તથા સોડાનો બિશપ. તે માણસ મેન-ટાપુનો Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આત્માલિદાન વતની ન હતો; ટાપુના માલિક ઉમરાવ એલનો તે નજીકનો સગો થતો હતો. તે બહુ શેખી માણસ હતો અને ભપકાબંધ રીતે રહેવા ટેવાયો હતો. તેને આ ટાપુમાંથી સાંથ-લાગા વગેરેની ભારે આવક થતી હતી. લોકોનાં સુખ-દુ:ખ સાથે બીજો કશો સંબંધ તેને ન હતો. ખરાબ વર્ષોમાં તેની આવક ઘટે ત્યારે તેને ખબર પડે કે લોકો કંઈક તકલીફમાં છે. પણ આ વખતે તેને થોડો પણ લાગો ઉઘરાવવો અશક્ય બની ગયો ત્યારે તેણે પોતાના લાગાની રકમ ઉઘરાવી આપવા તૈયાર થનારને ઈજારો આપવા માટે ઇંગ્લેન્ડમાં હરાજી બોલાવી, અને પોતાને સૌથી વધુ રકમ આપવા કબૂલ થનારા એક સ્કૉટિશ માણસને એ ઇજારો આપી દીધો. ગરીબ લોકોને હવે બે જણનાં ખીસાં ભરવાનાં થયાં – બિશપનું તેમજ ઇજારદારનું! ઉપરાંત, બિશપથી તો વધુ જોરજુલમ થાય નહીં, ત્યારે આ ઇજારદાર તો બિશપના દરબારની અને બિશપની અદાલતની બધી સત્તા અને મદદ વાપરીને લાગાની રકમ ગમે તેમ કરીને વસૂલ કરી શકે. જ્યારે આ ઇજારો અપાયાના સમાચાર મેન-ટાપુ પહોંચ્યા, ત્યારે સૌ આભા બની ગયા. અને આભા બનવા જેવું જ હતું – કારણકે, ઉઘરાણીની અને પાછળ પાછળ જ જપતીની નોટિસો વિધિસર ગરીબ લોકો ઉપર તરત પહોંચવા માંડી. ગરીબોને પોકાર કેસલ-ટાઉનમાં ગવર્નરને કાને પણ પહોંચ્યો. બિશપની ઉઘરાણી પેટે જે જપતી થાય, તે ગવર્નરથી રોકી તો શકાય નહિ; પણ તેણે બિશપને વિનંતી કરી કે, એ જપતીઓ કરવાનું કામ મોકૂફ રાખવામાં આવે; કારણકે, ટાપુ અત્યારે અસાધારણ કપરા સંજોગામાંથી પસાર થઈ રહ્યો છે. 'બિશપે તોછડાઈથી જવાબ વાળ્યો કે, હવે એ વાત તેમના હાથમાં નથી – તેમણે તો ઈજારો આપી દીધું છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉડ્ડય અને અસ્ત ૧૩૩ ગવર્નરે એમ ઉઘરાણીના ઇજારો કાયદેસર આપી શકાય કે નહિ એની તપાસ કરી, અને એ બાબત પાતાની શંકા બિશપને લી જણાવી, ત્યારે બિશપે તેને રોકડું પરખાવી દીધું કે, તમારે બીજાના કામમાં માથું મારવાની જરૂર નથી. ગવર્નરે જવાબ વાળ્યો, “ ટાપુના લોકોનું હિત સંભાળવું એ જ મારું કામ છે; અને તમે બિશપ હો કે લૉર્ડ હો, કે બંને હો, પણ ખાતરી રાખજો કે, હું અહીં છું ત્યાં સુધી લેાકાનું હિત વણસતું હું જોઈ રહીશ નહિ. ' 19 બિશપે જવાબમાં એટલું જ કહ્યું કે, “કોઈ કંગાળ ભિખારીને રાજગાદી આપે તેનું આ જ પરિણામ આવે.” દરમ્યાન પેલા સ્કૉટિશ ઇજારદારે નેટિસા આપવાનું કામ પૂરજોશમાં આરંભી દીધું; અને અમુક નિયત મુદત સુધીમાં નાણાં ન ભરનારાઓની ઢોર કે પાક વગેરે માલમિલકત જપ્ત કરવામાં આવશે, એમ જાહેર કરી દીધું. એ મુજબ પહેલી જપતીનો પ્રસંગ આવ્યો, ત્યારે ગવર્નરે પાતે એ વખતે હાજર રહેવાનો ઇરાદો ગ્રીબા આગળ જાહેર કર્યો. ગ્રીબાને તોફાન થવાનો ડર લાગ્યા એટલે તેણે પિતાને ત્યાં ન જવા સમજાવ્યો; પણ માત્ર જોખમના ડરને કારણે કર્તવ્ય-પાલનમાંથી ચૂકે, તો એ આદમ ફૅરબ્રધર નહિ. ગ્રીબાએ શૅલ્સ એ-કીલી ભારનૈયા મારફતે લૉગ્સ-મથકે પોતાના ભાઈને ખબર કહેવરાવી અને તોફાનને સ્થળે પાતાના પિતાને પડખે ઊભા રહેવા તેને વિનંતી કરી. પણ તેઓએ જવાબમાં કહેવરાવ્યું કે, જો બાપુને બિશપના કામમાં ડખલ કરવાની કાયદેસર સત્તા હોય, તો તેમનાં પેાતાનાં સરકારી માણસા જ ઘણાં છે; અને જે તેમને સરકારી માણસાની મદદ લેવાનેા અધિકાર ન હોય, તો પછી તેમણે ડહાપણ વાપરી જપતી અટકાવવા દોડી જવું ન જોઈએ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આત્મ-બલિદાન બુટ્ટો ચેલ્સ આ જવાબ લાવ્યો ત્યારે નસીબજોગે જેસન કેસલટાઉન આવેલ હતો. ગવર્નરના ઘર ઉપર તંગીનું વાતાવરણ ઘેરાઈ વળ્યું હતું ત્યારથી તે અવારનવાર પહાડ ઉપરથી ત્યાં ઊતરી આવતો, અને કરી લાવેલ શિકાર રસેડામાં ગુપચુપ નાખી, કોઈની સાથે બોલ્યા વિના ચાલ્યો જતો. આ વખતે તે એમ ગુપચુપ શિકાર નાખવા આવ્યો ત્યારે ગ્રીબા તેની તપાસમાં જ ત્યાં ઊભી હતી. એટલે ગ્રીબાએ તેને પકડી પાડીને ઊભો રાખ્યો તથા પોતાના બાપુ કેવું જોખમ ખેડી જપતીઓ અટકાવવા જવા તૈયાર થયા છે એ વાત તેને કહી સંભળાવી. તે સાંભળતાં વેંત જેસન તરત ગવર્નર જાણે નહિ તેમ ગવર્નર સાથે જવા તૈયાર થઈ ગયો. * * - ગ્રીબા તરત જ ગળગળી થઈ જઈને બોલી ઊઠી, “ તમારો આભાર માનું છું.” અને પછી તેણે જેસન તરફ મંદ હસીને એવી ભાવભરી નજરે જોયું કે, જેસનનું હૃદય આરપાર વીંધાઈ ગયું. ના, એ નજર આખી દુનિયાને આરપાર વીંધતી ચાલી ગઈ. કારણકે, આખી દુનિયા જેસન માટે તે ક્ષણથી કોઈ નવા આનંદભર્યા પ્રકાશથી છલછલ ઊભરાઈ રહી હતી. જે દિવસે પહેલવહેલી જપતી થવાની હતી, તે દિવસે આદમ તે ગામે જઈ પહોંચ્યો. ત્યાં મોટું ટોળું ભેગું થયું હતું અને આદમને આવેલો જોઈ, સી લોકો આનંદનો પોકાર કરી ઊઠ્યા. પેલે સ્કૉટિશ ઇજારદાર પણ બિશપનાં માણસો લઈને આવી પહોંચ્યો. તેણે કોઢનાં બારણાં ખેલી નાખી, અંદરથી ઢોરને બહાર લાવી, હાજર રાખેલા હરાજીવાળા મારફતે તેમને તરત હરાજ કરી દેવાનો હુકમ કર્યો. પણ કોઢ અંદરથી બંધ હતી, એટલે સ્કૉટિશ ઇજારદારે છાપરા ઉપર ચડી, અંદર ઊતરીને આગળો ખેલી નાખવાનો પોતાના માણસને હુકમ કર્યો. ' ' ગવર્નર તરત જ બોલી ઊઠ્યો, “થોભે, એમ કરશો તો પણ Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉદય અને અસ્ત : ૧૩૫ એ ઢેર હરાજીમાં ખરીદી ગરીબ માણસના મોંમાંથી રોટલો કાઢી લેવા અહીં કોઈ નહિ ઇચ્છે.” તરત જ બિશપનો વકીલ આગળ આવ્યો અને આદમને ધમકી આપવા લાગ્યો કે, “તમે જો લોકોને ઉશ્કેરી આ કાયદેસર કામમાં ડખલ કરવાનો પ્રયત્ન કરશો, તો તમને દેવળનો તિરસ્કાર કરવા બદલ ! દેવળની અદાલત સમક્ષ હાજર થવા અહીં ને અહીં નોટિસ બજાવવામાં આવશે.” આદમનું એ અપમાન લોકોનું ટોળું સહન કરી શક્યું નહિ. તેઓ તરત આગળ ધસવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. ઇજારદારનાં માણસો સામાં થયાં તે દરમ્યાન ગવર્નર એ ધક્કામુક્કીમાં જમીન ઉપર ગબડી પડ્યો. સ્કૉટિશ ઇજારદારે લોકો સામે પોતાની પિસ્તોલ ધરી અને તેના માણસો વાંકડી તરવારો ઊંઝવા લાગ્યા. આ દરમ્યાન જૅસન, જાણે ચિતો જ ત્યાં આવી ચડયો હોય તેમ ટોળાની બહાર ઊભે હતો ત્યાંથી એકદમ અંદર ધસી આવ્યો. તેણે ગવર્નરને પકડીને જમીન ઉપરથી ઊભા કર્યા, સ્કોટિશ ઇજારદારને જમીન ઉપર ગબડાવી પાડ્યો અને તેને પિસ્તોલવાળો હાથ પોતાની એડી નીચે દબાવી દીધો. જે સનના મેની આસપાસ તરત તરવારો વીંઝાવા લાગી, પણ જેસને પોતાના લાંબા હાથના સપાટાઓ લગાવી એવો તરખાટ મચાવી મૂક્યો કે બે મિનિટમાં તો સૌ દૂર હટી ગયા. અને પછીની બે મિનિટમાં તો ઇજારદાર, તેની મંડળી સાથે, “વહેલો તે પહેલો” એ ઝડપે ત્યાંથી ભાગી ગયે. લોકો તેમને હુરિયો બોલાવતા તેમની પાછળ પડયા. બધામાં જેસન જ કારમી રીતે ઘવાયો હતો. તેની જમણી ભમ્મર ઉપર જ તરવારનો ઊંડો ઘા થયો હતો, અને તેમાંથી પુષ્કળ લેહી વહેતું હતું. પણ તેને એની કશી પરવા ન હતી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આમ્બલિદાન બધા કેસલ-ટાઉન પાછા આવ્યા. ગ્રીબા ઉત્સુક નજરે તેમના પાછા ફરવાની રાહ જોઈ રહી હતી. જેસનના કપાળ ઉપર મોટો પાટો જોઈ તે લગભગ બેહોશ થઈ ગઈ. જે સને તેને ઘણું ઘણું આશ્વાસન આપ્યું કે, ગભરાવા જેવું ખાસ કંઈ નથી; પણ ગ્રીના આખે પાટો છોડી નાખી, પછી પિતાને હાથે બધું સંભાળપૂર્વક અને મમતાપૂર્વક સાફ કરી, ફરીથી પાટો બાંધીને જ જંપી. ઘા એટલે હતો અને આંખની એટલી નજીક આવી ગયો હતો કે, ગ્રીના આ વખત ભયથી જ કંપ્યા કરતી હતી. પણ જસને હસતાં હસતાં કહ્યું, “આવી મમતાભરી સારવાર મળવાની હોય તો બીજે દિવસે બીજી આંખ ઉપર એવો ઘા લઈને ન આવું તો મારું નામ જેસન નહીં !' ગ્રીબાની છાતી ઊછળવા લાગી. તે તરત જ બોલી ઊઠી, પેલા તોફાનમાં ઝંપલાવવા બદલ તમારી જાત માટે તમને અભિમાન લેવા જેવું નથી લાગતું?” “અભિમાન લેવા જેવું શા માટે?” જેસને બાઘાની પેઠે પૂછ્યું. * “તમે મેં કહ્યા પ્રમાણે આમ બીજી વાર સાહસ ખેડયું, અને તે બદલ તમને સારી પેઠે સહન કરવું પડ્યું. તે માટે, વળી!” ગ્રીબા લાલ લાલ થઈ જતી બોલી. પણ અભિમાન લેવા જેવું એમાં શું આવ્યું?” જેસન બબૂચકની જેમ બેલી ઊઠ્યો. તો શું તમને અભિમાન લેવા જેવું નથી લાગતું? મને તે તમારે માટે કેટલું બધું અભિમાન લેવા જેવું લાગે છે!” બંને એકલાં જ હતાં. ગ્રીબાની છાતી ઊંચી ઊંચી ઊછળતી હતી અને તેની આંખોમાં વિચિત્ર પ્રકારની ચમક દેખાતી હતી. બીજી જ ભણે બંનેના હાથ ભેગા થયા, અને જેસનનું લોહી ઉકળવા લાગ્યું. તે પોતે શું કરે છે તેનું તેને ભાન થાય તે પહેલાં તેણે સુંદર Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉદય અને આત ગીબાને પિતાના હાથમાં વીંટી લીધી અને તેના ગાલ ઉપર તથા પછી હોઠ ઉપર ચુંબન કર્યું. ઝીબા શરમથી લાલ લાલ થઈ જઈને એકદમ છટકીને દૂર નાઠી. જેસન બિચારો એમ ગભરાઈ ઊઠ્યો કે પિતે જંગલીપણું દાખવી ભારે અજુગતી વાત કરી છે, અને ગ્રીબા જરૂર ગુસ્સે થઈ જશે. પણ ગ્રીબા તો નીચું જોતી જોતી, મંદ મંદ હસતી હસતી પગને ટેરવે ચાલતી હોય તેમ ધીમેથી કમરા બહાર નાસી ગઈ. તે ઘડીથી જેસનને ખાતરી થઈ ગઈ કે, તે પોતે ગ્રીબાના પ્રેમને પાત્ર થઈ શકે છે. આદમની ધારણા ખરી હતી. જપતી કરી, હરાજીમાં માલ વેચી પૈસા વસૂલ કરવાનું શક્ય ન હતું. એટલે ઇજારદાર થોડા વખત બાદ ઇંગ્લેન્ડ પાછો ચાલ્યો ગયો, અને પછી જપતીને માટે કાઢેલી નોટિસ અંગે કશી કારવાઈ આગળ ન ચાલી. પણ ટાપુના ડાહ્યા લોકો ડોકું ધુણાવતા કહેવા લાગ્યા કે, આદમ કૅરબ્રધર ઉપર કશી તવાઈ આવ્યા વિના રહેવાની નથી – તેણે કાયદેસર કામમાં આમ આડા પડવા જેવું કશું કરવું જોઈતું ન હતું. પણ ધાર્યા કરતાં બીજી બાજુએથી જ તોફાન ફાટી નીકળ્યું. ડરાક ઓફ ઍલના બાપે પિતાના નાણાંકિય હકો અંગ્રેજ સરકારને વેચી દીધા હોવાથી ડયૂક પાસે તો હવે આ ટાપુમાં તેને ઇલકાબ, બિશપની આવક ઉપર જાગીર-હક, અને તેનું ગવર્નરજનરલપાડ્યું - એટલાં વાનાં જ બાકી રહ્યાં હતાં. તેના ઇલકાબની તો અંગ્રેજ રાજદરબારમાં કશી માન્યતા ન હોવાથી, તેનું કશું ખાસ મહત્ત્વ ન ગણાય; અને ગવર્નર-જનરલપણાને પગાર પણ તે પોતે આ ટાપુમાં રહેતો ન હોઈ, પોતે નીમેલા સ્થાનિક ગવર્નરને આપી દેતો હોવાથી તેથીય ઓછા મહત્વનો ગણાય. તેની પાસે બિશપની આવક ઉપરનો જાગીર-હક એકલો જ હવે કંઈક મળતરવાળે રહ્યો ગણાય. પણ એ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આત્મબલિદાન આવક પણ જોખમમાં આવી પડી, ત્યારે તેને પોતાના આ બધા નામના મોભાને વેચી નાખી તેની કિંમત ઉપજાવી લેવાનું સલાહભર્યું લાગ્યું. એટલે તેણે અંગ્રેજ સરકારને તે બધું વેચી નાખ્યું અને પિતાના બાપે ઉપજાવી હતી તેના કરતાં છ ગણી કિંમત ઉપજાવી. આમ પોતાના તમામ હક ટાપુ ઉપર સમાપ્ત થતાં, તેણે આદમ ફેરબ્રધરને તાકીદની નોટિસ અને અર્ધા વર્ષને નોટિસનો પગાર અગાઉથી મોકલાવી આપી, એકદમ છૂટો કર્યો. ગ્રીબા અને આદમ ઉપર આ ફટકો એ અચાનક આવી પડ્યો છે. તેમને એ વિષે ખેદ કરવા બેસવાનું પણ રહ્યું નહિ. ગવર્નમેન્ટ-હાઉસ અને એને સરસામાન તો સરકારી હતાં, એટલે નવો ગવર્નર કોઈ પણ ક્ષણે તેમને કબજો લેવા આવી પડે તેમ હતું. જોકે, થોડેઘણે સ્ટૉક આદમને હતો; પણ તેવું થોડુંઘણું દેવું હતું, એટલે તેણે એ સ્ટૉક વેચી નાખી દેવું ચૂકતે કરવા વિચાર કર્યો. - આખા ટાપુના ડાહ્યા લોકો આદમની થયેલી આ માઠી વલે જોવા અને પેટ ભરીને ટીકા કરવા સ્ટૉકની હરાજી વખતે ભેગા થયા. આદમ સાંભળે તેમ મેટેથી ટીકા ચાલવા લાગી – “કુપાત્રને ગમે તેવી સારી જગાએ બેસાડો, તેથી તેને તે જગા જાળવી રાખતાં કે સાચવતાં કદી આવડે?” “પાંચસો પાઉડને વાર્ષિક પગાર હોવા છતાં, ભાઈસાહેબ છેક જે ખાલી છે!” “કેટલાક લોકોના હાથમાં પૈસા આવે એટલે જાણે ચાળણીમાં પાણી ભર્યું !” આદમના છ દીકરા ત્યાં હાજર હતા. તેઓ બેલવા લાગ્યાં, “આ બધા ગોટાળા માટે હવે અમારે દોષ કોઈ ન કાઢશે.” જેસન પણ ત્યાં ઊભો હતો. તેનું મેં તોફાન સાથે ચઢી આવેલા વાદળ જેવું કાળું બુશાક બની ગયું હતું, અને ગમે તે ક્ષણે ગમે તેની ઉપર તૂટી પડવા ઝળુંબી રહ્યો હોય એવો તેને દેખાવ થઈ ગયો હતો. Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દય અને અસ્ત આદમે તો માં જ બહાર બતાવ્યું ન હતું. તેને માલસામાન ખરીદનારા ટીખળ કરતા તથા હસતા હસતા વેરાઈ ગયા, ત્યાર પછી ગ્રીબા બધા હિસાબ લઈને તેની પાસે આવી. છ મહિનાના અગાઉથી મળેલા પગાર પણ અંદર નાખતાં પાછળનાં દેવાં ચૂકવાયા પછી આદમ પાસે પંદરેક પાઉંડ માંડ બચતા હતા. ૧૩૯ પ બીજે દિવસે સવારે આદમ અને ગ્રીબા આ મકાન છોડી, ૉડ્યૂ-મથકે પેાતાના જૂના ઘર તરફ જવા ઊપડી ગયાં. સાથે માત્ર બુઢ્ઢો ચેલ્સ એ-કીલી ભારવૈયા જ તેમને સ્હોસહ્યો સામાન ગાડીમાં ભરીને આવતો હતો. ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી ગરમી હતી; અને ત્રણ ત્રણ અઠવાડિયાંથી સુકવણું ચાલતું હાવાથી રસ્તાઓ ધૂળવાળા થઈ ગયા હતા. ચેલ્સ એ-કીલી રસ્તો ખૂટે તે માટે વાતો કરવા લાગ્યા. આ પૉની લાવ્યા તે પહેલાં તેનું જે ગધેડું હતું એની વાત તેણે ઉપાડી. એ ગધેડાની વાત નીકળી એટલે નાનપણમાં તેના ઉપર સવારી કરવાના રિસયા માઇકેલ સન-લૉક્સની વાત આવી. પછી તો ચેલ્સ પોતે માંદો પડતાં તેણે એક પૈસા પણ લીધા વિના એ ગધેડું પાલવવા એક પડોશીને આપી દીધું તેની વાત કાઢી. પછી પાતે સાજો થતાં એ ગધેડું કંઈક કામ માટે ઊછીનું માગવા ગયા ત્યારે પેલા પડોશીએ પૈસા લીધા વિના આપવાની સીધી ના પાડી દીધી, એ વાત કહી. અને છેવટે તેણે ઉમેર્યું, “ દુનિયાની રીત જ એવી છે; તમે કોઈને તમારું પહેરણ આપા, તો તે તમારી ચામડી ઊતરડી લેવા ન આવે તો તમારી જાતને ભાગ્યશાળી ગણજો ! ” Page #165 -------------------------------------------------------------------------- ________________ આદમની વિદાય આ પાર થઈ ગયા હતા અને પુરુષવર્ગ ખેતરોમાં ચાલ્યો ગય હતો; પણ મિસિસ ફેબ્રધર ઘેર જ હતી. તેણે આ ત્રણેને દરવાજો ઉઘાડી મકાનમાં પેસતાં જોયાં. તે તરત જ મનમાં ગણગણી ઊઠી, “હું ધારતી જ હતી. તેઓ શા કામે આવ્યાં છે તે હું અબઘડી કહી આપું!” આદમે ઘરમાં પેસી બહારથી સ્વસ્થ રહેવાને પ્રયત્ન કર્સ, પિતાની પત્નીને અભિવાદન કર્યું. પણ મિસિસ ફેરબ્રધરે શો જવાબ ન વાળ્યો. તેણે ઝીંબા ઉપર અને છેવટે ચેલ્સ ઉપર નજર કરી લઈ, ટાઢાશથી એટલું જ કહ્યું, “અને અહીં આ ધાડ લઈને શા માટે આવ્યા છો, વારુ?” “રૂથ! તે અમારા ઉપર કમનસીબે પાડેલી પસ્તાળની વાત સાંભળી જ હશે; કારણકે આખો ટાપુ એ વાત જાણે છે. હું એ બાબતની કશી ફરિયાદ કરતો નથી – કારણકે, બધું ઈશ્વરના જ હાથમાં છે, અને શું સાચું છે તે એ જાણે છે. હું હવે ઘરડો થઈ ગયો છું, રૂથ; જાતની જ સંભાળ રાખી શકું તે રહ્યો નથી, તો પછી બીજાની તો શી રીતે રાખી શકું. અને – ” પણ આદમ આગળ બોલે તે પહેલાં મિસિસ ફેરબ્રધર અકળામણથી જમીન ઉપર પગ ઘસતી બોલી ઊઠી, “ટૂંકું કરે ને સાહેબ; તમારે ઇરાદો શો છે?” Page #166 -------------------------------------------------------------------------- ________________ સાહ્નસની વિદાય ૧૪૧ આદમે આભા બની જઈ, જરા સ્વસ્થતાથી જવાબ આપ્યો, મારા ઇરાદા મારે ઘેર પાછા આવવાનો છે, રૂથ. 66 "9 “ ઘેર ? અને કયે ઘેર, એ જરા મહેરબાની કરીને કહેશો ?'' મિસિસ ફૅરબ્રધરે કર્કશપણે પૂછ્યું. આદમ એક ક્ષણ જરા ચૂપ રહ્યો, અને પછી બાલ્યો, “ કચે ઘેર? આ ઘેર જ વળી, રૂથ !” "" “ આ ઘેર છુ પણ આ ઘર તમારું નથી.' આ ઘર મારું નથી?” આદમ શૂન્ય બની ગયો 66 “મારું નથી ? હાય તેમ મનોમન ગણગણ્યો. પણ પછી એકદમ ટટાર થઈને બાલ્યો, કેમ રે? આ ઘર મારું કેમ નથી? હું અહીં જન્મ્યો હતો, મારી પહેલાં મારા બાપુ પણ અહીં જ જન્મ્યા હતા. મારી પાંચ પાંચ પેઢીએ અહીં જ જન્મી છે અને અહીં જ મરી છે. આ ઘરના છાપરાની એકએક વળી અમને ઓળખે છે.” “રાખા, રાખા, હવે ! તમે જો આ ઘરમાં વધુ રહ્યા હોત, તો છાપરાની એક વળીય બાકી રહી ન હોત. નહીં, સાહેબ; મેં આ ઘરનું છાપરું સાચવી રાખ્યું છે, એટલે આ ઘર મારું છે. ' 99 "6 હા, હા, એ તારું છે; કારણકે, મેં તને એ આપ્યું છે.” .. તમે મને આપ્યું છે? અરે જા, જાઓ; તમારા હાથમાં થઈને તો તમારી બધી મિલકત સરી જતી હતી તે વખતે મારા હકનું ગણીને મેં તેને સાચવી લીધું છે. તમારા હાથમાં વળી તમારું કહેવાય એવું કશું જ શું બાકી રહ્યું છે! બધું ચાળણીમાંથી પાણી નીકળી જાય એમ નીકળી ગયું છે!” “મારા હાથમાંથી તો ચાળણીની પેઠે એક જ વસ્તુ ચાલી ગઈ છે, અને તે મારી પત્નીની વફાદારી, જેણે ચાલીસેક વર્ષ પહેલાં ઈશ્વર સમક્ષ મને ચાહવાના અને મારા આદર કરવાના સાગન લીધા હતા. "" Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આત્મ-બલિદાન પથરા ને પાણકા! હું મારી આ ઉમરે મહેનત કરીને ને બચાવીને આ ઘર જાળવી રાખ્યું અને તમે તમારી બેવકૂફીથી બધું ગુમાવીને અહીં આવો ત્યારે તમને બધું ફનાફાતિયા કરવા પાછું આપી દઉં – એને તમે વફાદારી અને આદર કહે છે, એમ? જેનામાં બૈરીને માથે છાપરુંય સાબૂત રાખવાની શકિત કે આવડત નથી, તે પાછો ધણીવેડા કરતો આવીને મને મારી ફરજ સમજાવવા બેઠો છે, વાહ! મેં મારાં છોકરાંને તમારી બેવકૂફીથી રઝળતાં નથી થવા દીધાં, એ મારી વફાદારી નથી તો બીજું શું છે?” તો શું તું મને આ ઘરમાં પેસવા નહીં દે, એમ?” આ ઘર મારું છે – કાયદેસર અને કરારનામાંથી.” પણ તું મને ઘરમાં આવવા દેશે કે નહિ?” ઊભા થઈ જઈને આદમે ફરીથી પૂછ્યું. “ તમે તમારું બધું ઉડાવી દઈને હવે મારે ગળે પડવા અને આ બધું પણ ઉડાવી દેવા આવવા માગો છે, એમ?” “ રૂથ, તું મને એટલું જ કહી દે કે, તું મને અહીં રહેવા દેવાની ના પાડે છે કે કેમ.” હા, હા, હું “ના” પાડું છું. તમે તમારી જાતને ભિખારી બનાવીને હવે મને ભિખારી બનાવવા આવ્યા છો, તે હું નહિ સાંખી લઉં.” ગભરાતી નહિ, રૂથ, હું બટકું રોટલો અને સૂવાની પથારી માટે તારી આગળ ભીખ માગતો અને તેને પગે પડતો નહિ જ આવું. પણ જે દિવસે મેં તને પત્ની તરીકે સ્વીકારી, તે શાપિત દિવસ બદલ ભગવાન મને માફ કરે!” ગ્રીબા હવે આગળ આવી અને બેલી, “મા, શાંતિ રાખો; બાપુ ઉપર ગુસ્સો ન કરશો. તે જે કંઈ કડવું બોલ્યા છે, તે બદલ જરૂર પસ્તાવો કરશે. પણ હવે એ ઘરડા થયા છે – કંઈ કામકાજ કરી શકે Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ આદમની વિદાય તેવા નથી, એ વાતનો વિચાર કરો. જો આ ઘર તેમનું ન હોય, તો પછી તે ઘરબાર વગરના જ થઈ ગયા ગણાય.” આદમ તરત જ બોલી ઊઠયો, “બેટા, મેં જે કંઈ કહ્યું છે, તે બદલ હું જરાય પસ્તાતો નથી, અને પસ્તાવાનો નથી. આ સી પહેલેથી દૂર હૃદયની કર્કશા છે. હું કંઈ અહીં મારે પોતાને જ માટે આવ્યો ન હતો. પણ હજુ મારા પુત્રોએ મને ક્યાં ના પાડી છે? તેઓ જ મારું લોહી કહેવાય; આ બાઈ તો પરાઈ હતી અને પરાઈ જ રહી છે. મારા દીકરાઓ મને ઘરને બારણેથી બહાર નહિ જ કાઢી મૂકે.” તે જ વખતે છ માંથી ત્રણ જણ – પ્રેશર, રૉસ અને થર્સ્ટન ઢોર માટે “ફર્ઝ* કાપવા ગયેલા તે આવી પહોંચ્યા. આદમે પોતાની લાગણીના જુસ્સામાં આવી જઈ, કશે ખુલાસો કર્યા વિના સીધું ઑશરને પૂછયું, “શર, તું તો એમ નહિ જ કરે ને?" . ઍશરે પિતાને કશું અભિવંદન – અભિવાદન કર્યા વિના કહી દીધું, “તમે શું કહો છો તે હું સમજ્યો નથી, મહેરબાન.” “તારી માને તેમણે શાપ દીધા છે; અને જે દિવસે તેમની સાથે લગ્ન કર્યું તે દિવસને પણ.” મિસિસ ફૅરબ્રધર વચ્ચે જ બોલી ઊઠી. પણ તારી માએ તો મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે.” આદમે કહ્યું, “આ ઘરમાંથી કે જે મારા બાપનું અરે, બાપ-દાદાનું ઘર છે!” - “તમે એમની માફી માગો, એટલે એ તમને પાછા આવવા દેશે.” એશર બોલ્યો. એની માફી માગું? ભલા ભગવાન!” આદમ ત્રાડી ઊઠયો. તમે હવે ઘરડાખંખ થઈ ગયા છો, સાહેબ.” થર્ટને કહ્યું, * કાંટાળું ઝાડવું – પીળાં ફૂલ બેસે છે. - સંપા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આત્મ-બલિદાન “હા, હું ઘરડો થયો છું, પણ તે વાતનું શું છે?” એટલે તમારે બહુ અકડાઈ ન રાખવી જોઈએ.” શું, તું પણ એના પક્ષનો થઈ ગયો? પ્રેશર, થર્સ્ટન, રૉસ, તમે મારા દીકરાઓ છે; તમે મને આ ઘરમાંથી બહાર કાઢી મુકાતો જોઈ રહેશો?” ત્રણે જણ માથું નીચું નમાવી ચૂપ ઊભા રહ્યા. છેવટે શર ગણગણ્યો, “મા કહે એ અમારે કબૂલ તો રાખવું જોઈએ ને?” પણ મારી પાસેનું બધું મેં તમને આપી દીધું છે. હવે હું ઘરડો થયો છું અને હું અત્યારે ગરીબ-કંગાળ બની ગયો હોઉં, તો મને તે કોણે બનાવ્યો, તે તમે તો બરાબર જાણે છો.” અમે પણ કંગાળ જ છીએ, મહેરબાન; અમારી પાસે કશું જ નથી; અને એને માટે કોણ જવાબદાર છે, તે અમે પણ ભૂલી ગયા નથી.” થર્સ્ટન ઘૂરક્યો. “તમે અમારું બધું બીજાઓને આપી દીધું અને હવે તમને એ સદાનો પસ્તાવો કરવાવારો આવ્યો છે, એટલે અમે તમને ટેકવીએ એવી અમારી પાસે અપેક્ષા રાખો છો!” રોસે ઉમેર્યું. દરમ્યાન, સ્ટીન, જેકબ અને જોન પણ આવી પહોંચ્યા હતા. જ બે લુચ્ચાઈપૂર્વક ટાપસી પૂરી, “અને પિતાનાં છોકરાંને બદલે, એક અજાણ્યાનો પક્ષ કોણે લીધો હતો, વારુ? તમારા રૂડા રૂપાળા માઈકેલ સન-લૉફિસનું શું થયું? તે તમારી કંઈ ભાળસંભાળ રાખે છે કે પછી અહીંથી ચાર વર્ષ પહેલાં ગયા બાદ તમને યાદ પણ નથી કરતો, હું?” ગ્રીના ગુસ્સાથી સળગી ગઈ હોય તેમ લાલ લાલ થઈને બોલી ઊઠી, “ધતુ, નાલાયકે, બુઢ્ઢા બાપને આ રીતે ટાણાં મારીને સંતાપ છો ? ” Page #170 -------------------------------------------------------------------------- ________________ આદમની વિદાય ૧૪૫ મિસિસ ફેરબ્રધર બેલી ઊઠી, “જા, જા, પતાકડી, તું શા વતીના આવા મોટા બેલ બોલે છે, વળી? લંડનમાં રહીને આવડી લડધા જેવી થઈ, તોય તને કશુંય કામ કરતાં ક્યાં આવડે છે, તે?” આદમે હવે કહ્યું, “તમે બધાં એમ માનતાં લાગો છો કે, હું મારે પોતાને માટે આશરો માગું છું. ના, ના, હું તો આ છોકરી માટે આશરો માગવા આવ્યો છું. મારો તમારી પાસે કશું માગવાનો હક ભલે નહિ હોય, પણ ગ્રીબાનો તો છે. કારણકે, તે તમારામાંની જ એક છે, અને પોતાના ભાગની હકદાર છે. તે હવે પોતાના બાપની પાસે રહી શકે તેમ નથી, કારણકે, તેના બાપને પોતાને હવે ઘર નથી. પણ તેને તો આ ઘરમાં હક છે જ, અને હું તેને અહીં મૂકીને જ જવાનો છું.” એટલા બધા ફાસ્ટ ન જતા, મહેરબાન,” જૉન બોલી ઊઠ્યો; અમે બધા જ્યારે અમારો વારસાહક પામીએ, ત્યારે તે પણ પામશે; અત્યારે તો તે પણ તેના ભાઈઓની પેઠે કામ કરે અને રોટલો ખાય, એ સિવાય બીજા કશા ઉપર તેનો હક નથી.” કામ કરે, હરામખોર?” આદમ ત્રાડી ઊઠ્યો; “તે તો બહેન છે – દીકરી છે—” “સ્ત્રી કે પુરુષ, તેથી શો ફેર પડે છે, વારુ?” જોને જવાબ આપ્યો, અને પોતાની આંગળીઓના ટચાકા ફોડ્યા. “શે ફેર પડે છે? ફેર બાપ પ્રત્યેની મમતા અને ફરજની બાબતમાં પડે છે, તે જોતો નથી?” “ તમે એટલા બધા બુટ્ટા છો કે તમારી સાથે મારે તકરાર કરવી નથી; હું તમને જતા કરું છું.” જેન્ટલમેન જૉન બોલ્યો. તું મને જતો કરે છે, એમ? પણ મારે ધીરજ રાખવી જોઈએ. જે દિવસે મેં મારી પત્નીને પહેલવારકી જોઈ, તે દિવસને તો મેં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આત્મ-બલિદાન શાપ આપ્યો છે; હવે જે સમયે તેણે મારા સંતાનોને પહેલવારકો જન્મ આપ્યો, તે ઘડીને મારે શાપવી નથી. ઍશર, તું મારો મોટો દીકરો છે; તું આમ ચૂપ ઊભો રહી આ બધું જોઈ-સાંભળી નહિ જ રહે, એમ હું માનું છું. ગ્રીબા તારી બહેન થાય; એ વાતનો વિચાર કર.” ઐશરે મેં મરડીને જવાબ આપ્યો, “એ છોકરી મારી કંઈ થતી નથી. અમારા કોઈની તે કશું થતી નથી. તે આખો વખત તમારી સાથે રહી છે, અને બાકીનો વખત અજાયાઓ સાથે પરદેશમાં. તે અમારી બહેન છે જ નહીં.” આદમે રૉસ તરફ જોઈને પૂછ્યું, “તું પણ એમ જ કહે છે?” એ અહીં રહીને શું કરશે? કશું જ નહિ. આ કંઈ ફેશનેબલ બાનુઓ માટેની જગા નથી. અહીં તો અમારે ખેતરમાં અને કોઢમાં સવારથી સાંજ સુધી કામ કરવું પડે છે. તેને લંડનમાં તેનાં હિતેચ્છુ પાસે જ પાછી મોકલી દો.” અથવા તો તેને તરત જ પરણાવી દે – એ ટૂંકામાં ટૂંક અને સીધામાં સીધો રસ્તો છે. મને કોઈ પંખી આવીને કાનમાં કહી પણ ગયું છે કે તેને પરણવા એક જણ તૈયાર છે! મિસ, બહુ નવાઈ પાયાનો ઢોંગ ન કરશો; એ વ્યક્તિ અત્યારે દૂર પર્વતોમાં શિકાર ખેલવા ગઈ છે, પણ થોડા વખતમાં જ તે અહીં તમારી પાસે આવી પહોંચશે.” જેકબ મરડાટમાં બોલ્યો.. ગ્રીબાની આંખમાં વીજળીઓ ચમકી ઊઠી. તે મહાપરાણે પોતાના બાપની ખુરશીની પીઠને સખત રીતે પકડીને સ્થિર ઊભી રહી. આદમ આખે શરીરે ફફડી ઊઠ્યો. તે ધીમેથી બોલ્યો, “જો તે તમારા કોઈની બહેન નથી, તો તમારી માની દીકરી તો છે જ. તમારી માને તો એ હકીકતનો શું અર્થ થાય તે ખબર હશે જ.” પછી તેણે મિસિસ ફેરબ્રધર તરફ ફરીને કહ્યું, “રૂથ, આ તારી છોક્રી છે; Page #172 -------------------------------------------------------------------------- ________________ આદમની વિદાય ૧૪૭ અને તું જે કરારનામાની વાત હમણાં કરતી હતી તેની રૂએ પણ આ મિલકતની ભાગીદાર છે.” હા, પણ એ તો હું જયારે મરી જાઉં ત્યારે! અત્યારે એ વાત વચ્ચે લાવવાની જરૂર જ ક્યાં છે?” “એ વાત ખરી; પણ તે પહેલાં તું એને ભૂખે મરતી જોશે? અથવા ફાવે તેવા લગ્નની ધૂંસરીમાં જોડી દેશે?” “હું તેને એક જ શરત રાખવા તૈયાર છું.” “કઈ શરત, રૂથ ?” “એ કે, પછી તમારો તેના ઉપર કશે હકદાવો નહીં રહે.” એટલે?” એટલે એમ કે, પછી તમારે એની સાથે કશો સંબંધ નહીં રાખવાનો – એને તમારે મળવાનું નહિ, એની સાથે વાત કરવાની નહિ કે પત્રવ્યવહાર પણ કરવાનો નહીં.” પણ એમ શા માટે?” “કારણકે, મેં તેના ભવિષ્ય માટે કંઈ વિચારી રાખ્યું હોય, તેમાં તમે આડે આવો જ, એની મને ખાતરી છે.” તારી વિચારેલી યોજનાને માઇકેલ સન-લોસ સાથે સંબંધ છે, શું?” ના રે ના, હરગિજ નહિ.” મિસિસ ફેરબ્રધરે તુચ્છકારથી માથું ઉછાળીને કહ્યું. તો પછી આઇસલૅન્ડના વતની જુવાન જેસન સાથે સંબંધ “હોય કે ન હોય, તે મારી બાબત છે; તમારે તે વાત સાથે કશી લેવાદેવા નથી.” . “એ તારી આખરી શરત છે?” હા.” Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આત્મઅહદાન “એટલે કે, મારે એનાથી હંમેશ માટે છૂટા પડવાનું – મારે એને તદ્દન ભૂલી જવાની, અને તેના હિત-અહિત વિશે કશી લેવાદેવા નહિ રાખવાની, એમ? પણ તું જાણે છે કે, એ મને કેટલી વહાલી છે; એ મારી આંખોનું નૂર છે. ભગવાન તને ઊલટું વિચારવા બદલ આકરી સજા કરશે, કર્કશા !” ' “જુઓ, તમારે ફાવે તેમ બોલવું નહિ; નહીં તો હું તેને એ શરતે પણ અહીં નહીં રાખું.” “સાચી વાત છે; એ બિચારીના મેનો રોટલો છીનવી લેવાનો મને કશો હક નથી. ગ્રીબાને જેમ કરવું હોય તેમ કરે.” એમ વિચારી આદમે ગ્રીબાને કહ્યું, “બેટા, તું જ વિચારી લે : હું ઘરડો અને ગરીબ છું; તેમજ મારી મૂર્ખાઈને કારણે ઘરબાર વગરનો થઈ ગયો છું. મારી ચિંતા ન કરીશ, કારણ કે હું મારું તો ગમે તેમ કરીને ફોડી લઈશ; આમેય મારે ઘણા દહાડા તો કાઢવાના છે નહિ, અને એટલા દિવસ તો ગમે તેમ કરીને નીકળી જશે. પણ તારે મારી મુર્નાઈઓને કારણે કે કમનસીબીને કારણે કશું સહન કરવાની જરૂર નથી. મારી સાથે તું રહીશ તો કંગાલિયત અને ભૂખમરો જ તારે વેઠવાનાં છે; અને તારી મા સાથે રહીશ તો તને મબલક ખાનપાન તે મળશે. માટે બેટા, તું તારી મેળે ક્યાં રહેવું છે તે પસંદ કરી લે – ઉતાવળ કર; કારણકે, અહીં મારું હૃદય ફાટી પડવાનું થયું છે.” ગ્રીબાએ તરત જ માથું ઊંચું કરીને, સળગતી આંખે સાથે જવાબ આપ્યો, “મારે પસંદ કરવાનું છે, બાપુ? તો તો બીજી કશી પસંદગીનો સવાલ જ નથી. હું તમારી સાથે ધરતીના છેડા સુધી આવવા તૈયાર છું – ભલે આપણે માથે ખુલ્લા આકાશનું જ છાપરું રહેવાનું હોય.” આદમ તરત ખુરશી ઉપરથી ઊછળીને ઊભા થઈ ગયો. તેના આંસુભીના ચહેરા ઉપર ભારે આનંદની આભા છવાઈ ગઈ. તે બોલી Page #174 -------------------------------------------------------------------------- ________________ દમની વિદાય 99 66 ઊઠયો, “ જુઓ હરામખોરો, દુનિયામાં હજુ માયા-મમતા-ભાવપ્રેમ જેવું કંઈક બાકી રહ્યું છે. હજુ મારે મારાં સંતાન પેદા થયાં એ દિવસ કે ઘડીને શાપ આપવાપણું નથી. ચાલ બેટા, આપણે ભગવાનને આશરે આ નાલાયકોનું ઘર છોડીને ચાલતાં થઈએ. પછી તેણે બાજુએ ઊભેલા છોકરા તરફ વળીને કહ્યું, નાલાયક દુત્તા, હવે હું તમને સૌને મારા મનમાંથી પણ ઝાપટી-ખંખેરી નાખું છું. હું તો મારા એ દીકરા પાસે જાઉં છું, જે મારું પોતાનું છતાં તેથી પણ વધુ અને પછી પેાતાની પત્ની તેણે કહ્યું, અને તું પણ સાંભળી લે — એક દિવસ તું પેટ ભરીને પસ્તાઈશ, અને મારા આ શબ્દો યાદ લેાહી નથી, "" છે. તરફ વળીને 66 - ૧૪૯ આવશે, જ્યારે કરીશ. ” ત્યાર બાદ ગ્રીબાને દેારતો દોરતો તે બારણા બહાર નીકળ્યો, અને આકાશ સામું જોઈને બાલ્યો, “ બેટા સન-લૉક્સ, દીકરા, હું તારી પાસે આવું છું – તારી પાસે. 29 ચેલ્સ એ-કીલી એકલો ગણગણતો અને બડબડતો તેમની પાછળ ગાડું હાંકતો ચાલ્યો. બારણા આગળ જ જૅસન તેમને સામેા મળ્યો. તે પંખીઓને ફાંદીને, કમરપટ્ટો લટકાવીને ચાલ્યો આવતો હતો. પેલાં કશું કહે તે પહેલાં તે બધું સમજી ગયો આ લોકો ઘરબાર વગરનાં થઈ પેાતાને જૂને ઘેર આશરો શેાધતાં આવ્યાં હશે, અને તેમને અહીંનાંઓએ પાછાં હાંકી કાઢથાં હશે. કહ્યું બાલ્યા વિના જૅસન આદમને પડખે જઈ પહોંચ્યો અને તેને ટેકો આપી સાથે સાથે ચાલવા લાગ્યો. તેઓએ રૅમ્સે ગામનો રસ્તો પકડયો. ત્યાં આવી, એક વીશીમાં ઉતારો કર્યો. પછી આદમે જસનનો પોતાને રસ્તામાં ટેકો આપવા બદલ આભાર માન્યો અને કહ્યું, “ભાઈ, જે તારી મરજી થાય તો Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આત્મ-બલિદાન આજે રાતે દશ વાગ્યે અહીં પાછો આવજે અને મારી એક છેલલી સેવા બજાવી જજે, જોકે, એ સેવા બજાવવા બદલ તને કશું વળતર આપવાનું મારી પાસે સાધન નથી.” - “હું રાતે દશ વાગ્યે જરૂર આવીશ.” એટલું કહી જેસન તાપૂરતો ચાલતો થયો. - તે ચાલ્યો ગયો એટલે આદમે ગ્રીબા સાથે પોતાની કોટડીમાં જઈને કહ્યું, “બહુ ભલો – નિર્દોષ છોકરો છે; એને જે છેતરશે તે પુરુષ કે સ્ત્રી કદી સુખી નહિ થાય. તું તો બેટા, એને કદી નહિ છેતરે ને?” “બાપુ, તમે શી વાત કરો છો? હું અને તમે બંને સાથે જ આ દેશ છોડી જવાના છીએ ને?” હા, બેટા, ખરી વાત છે.” એટલું કહી આદમ ચૂપ થઈ ગયો. અને આદમ સકારણ જ ચૂપ થયો હતો. કારણ કે, લેંગ્યુ-મથકેથી રેમ્સ સુધી પગપાળા ચાલતાં ચાલતાં આવતી વખતે તેણે મનમાં એક યોજના વિચારી રાખી હતી – ગ્રીબાને તેની મા અને ભાઈઓથી છુટી પાડીને પોતાની અસ્થિર જિંદગીમાં સાથે લેવી એ જરાય સલાહભરેલું ન હતું. પિતાને પછીના દિવસેમાં શું શું વેઠવું પડવાનું છે તેની તેને કશી ખાતરી ન હતી. તેવી જિંદગીમાં આવી નાજુક, અસહાય છોકરીને સાથે લેવી એ અપરાધ જ કહેવાય. ગ્રીબા તેની મા અને ભાઈઓ સાથે સ્થિર થઈને રહે, એમાં જ એનું ભલું હતું. - એક વાર તેને માઇકે સન-લૉકસનો વિચાર આવ્યો – તે જરૂર ગ્રીબાને ખુલ્લે હાથે આવકારે એવી તેને ખાતરી હતી. પણ માઇકેલ સન-લૉક્સનું શું થયું છે, કે અત્યારે તેની શી મતિ થઈ છે, તે કોણ કહી શકે? ઉપરાંત, પોતે જે ગ્રીબાને પાછળ તેની મા સાથે જ મૂકતો જાય, તો જેસન અને ગ્રીબાને વધુ ભેગાં થવાની તક Page #176 -------------------------------------------------------------------------- ________________ આમની વિદાય મળે. અલબત્ત, એથી આગળની વાત તે કોશિશ કર્યા છતાં કલ્પનામાં લાવી શકયો નહિ; પણ તેણે એટલું તો નક્કી કરી લીધું કે, ગ્રીબાને પેાતાની સાથે તો ન જ લઈ જવી. ૧૫૧ ખાધાપીધા બાદ, આદમ એકલા શહેરમાં ફરવા નીકળ્યો. ધક્કા ઉપર જઈને પૂછપરછ કરતાં તેને ભાળ મળી કે, આયર્લૅન્ડથી આઇસલૅન્ડ જવા ઊપડેલું એક જહાજ અત્યારે બંદરમાં લાંગરેલું છે; અને બીજે દિવસે ભરતી આવતાં જ ઊપડવાનું છે. તેણે તરત જ તે જહાજમાં પોતાની જગા મેળવી લીધી. છ પાઉંડ ટિકિટના થયા અને રાજના ચાર શિલિંગ ભાજન-ખર્ચના. મુસાફરીમાં પવન અનુકૂળ રહે તો એક મહિનો વીતે તેમ હતું. આદમે હિસાબ ગણી જોયા, તો રૅવિકમાં તે પગ મૂકે, ત્યારે તેની પાસે છ કે સાત પાઉંડ બાકી રહે. એ પરિસ્થિતિથી સંતોષ માની તે તરત વડા બેલિફ પાસે ટાપુ છોડીને જવા માટેનું લાઇસંસ લેવા ઊપડયો. ૩ રાતે દશ વાગ્યે જૅસન આવીને હાજર થયા. તેને આમે બધી વાત ખાનગીમાં કહી સંભળાવી : “હું આ દેશ છોડી, તારા દેશમાં ચાલ્યો જાઉં છું. મારી દીકરી, ગ્રીબા, અત્યારે ઊંઘે છે. તેને આ વાતની કશી ખબર નથી. તું મારી એક સેવા બજાવીશ ?” “ મને અજમાવી જુઓ!” જસને કહ્યું. 66 તો તું આજની રાત રૅમ્સમાં જ રહેજે. સવારમાં ગ્રીબા ઊઠે ત્યારે તું એને ખબર કહેજે કે, હું પરદેશ ચાલ્યો જાઉં છું અને ગ્રીબાએ તેની માને ત્યાં લૉગ્યે પાછા ફરવાનું છે. હું સાથે નહિ હોઉં એટલે તેની મા અને તેના ભાઈઓ તેને કાઢી નહિ મૂકે. "" જૅસન દરમ્યાન લૉગ્યૂ જઈ આવ્યા હતો અને બધું જાણી બીજો કોઈ રસ્તો માકલવાનું યોગ્ય આવ્યો હતો. તેણે ધીમેથી પૂછ્યું, “ એ સિવાય નીકળી શકે તેમ નથી? તેમને લેંગ્યું જ પાછાં માનો છો?” Page #177 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન “બીજો કોઈ જ રસ્તો નથી, ભાઈ ! કારણ કે, શ્રીબા કોડી વગરની છે; અને કંગાળને કશી પસંદગી કરવાની હોય નહિ.” પણ એક જણ છે, જેને મન ને પૂરેપૂરાં તવંગર છે. તે પોતે ભલે કંગાળ છે; પણ તે પિતાના લોહીનું આખરી ટીપું પણ તેમને માટે આપવા તૈયાર છે. તે અત્યાર સુધી ચૂપ રહ્યો હતો, પણ હવે તેણે પિતાના મનની વાત એક વખત મોંએ લાવી દેવી જ જોઈએ. હું અત્યાર સુધી રખડેલ ભામટાની જિંદગી જીવતો આવ્યો છું – કારણકે, મારે બીજા કોઈની સંભાળ લેવાની ન હતી કે બીજા કોઈને પષવાનું ન હતું. પણ મને એક વખત ગ્રીબાને પડખે ઊભવાનો અધિકાર આપો, પછી હું શું શું કરી શકું છું તે નજરે જોજો! પછી તેમના કોઈ ભાઈની દેન નથી કે તેમની સામે તુચ્છકારની નજરે જોઈ શકે તેમને પણ એમને ત્યાં જવાની જરૂર જ નહીં રહે.” “બેટા, હું તને ઓળખું છું; મને તારા ઉપર પૂરો ભરે છે. જોકે, મેં બીજા કોઈને ગ્રીબા માટે નિરધારી રાખ્યો હતો, છતાં, મારું ચાલે તો હું ગ્રીબાને તારા પ્રેમ અને રક્ષણ હેઠળ મૂકીને નિરાંતે વિદાય થઈ શકે. પણ બેટા, મને હવે ગ્રીવા માટે પસંદગી કરવાનો કશે હક રહ્યો ન કહેવાય; તેમજ તે પોતે પણ હવે પસંદગી કરવા સ્વતંત્ર નથી.” જેસન આદમના મનની વાત સમજી ગયો. તેણે આદમે કહ્યા મુજબ જ કરવાનું વચન આપ્યું. આદમ પણ છેવટના ઊંઘતી ઝીબાના મોં ઉપર નજર નાખી લઈ વિદાય થયો. Page #178 -------------------------------------------------------------------------- ________________ અવળચંડી ભવિતવ્યતા વાત એમ બની હતી કે, જેસને લંગૂ જઈને જેકબને . મએ આદમ અને ગીબાને શો જવાબ વાળવામાં આવ્યો હતો એ બધી વાત સાંભળી હતી, અને તેણે ત્યાં ને ત્યાં એ છયે ભાઈના શરીરમાંનાં બધાં હાડકાં ભાગી નાખવાના અને પછી ફરી કદી લેંગ્વમથકે ન આવવાના સોગંદ ખાધા હતા. પણ આદમને આપેલું વચન પાળવું હોય તો લેંગ્વમથકે કદી ન જવાની પ્રતિજ્ઞા તેણે જતી જ કરવી પડે. એટલે તેણે પોતાની પહેલી પ્રતિજ્ઞા થોડા વખત માટે મુલતવી રાખી; પણ લૅગૂમથકે વસવાટ કરવાનું તો તેણે તે દિવસથી છોડ્યું જ. તેણે ડેવી ડોસાની ઝૂંપડીમાં પિતાનો ડેરો લગાવ્ય. ડેવી ડોસો હવે દરિયો ખેડવા માટે વધુ બુદ્ધ થઈ ગયો હતો. અને દાણચોરી કરવા માટે વધુ પુણ્યશાળી બની ગયો હતો. એટલે દેવળના દરવાજા પાસે હવે તે એક નાની ઝૂંપડીમાં રહેતો હતો. પણ એ ભાગના લોકો બહુ નીરોગી હતા કે કોણ જાણે, પણ તેને મડદાંનું કામ ઓછું મળતું. એટલે જેસન તેની સાથે રહેવા આવ્યો એ વસ્તુ તેને મોટી રાહતરૂપ થઈ પડી. તેણે એક બુટ્ટી ડોસીને બંને માટે રાંધવા વગેરેનું ઘરકામ કરવા રોકી લીધી. અત્યાર સુધીમાં જેસને બાપ પાસેથી મળેલા પૈસામાંથી અર્ધાએક ખરચી કાઢયા હતા. કારણકે તે કશું કમાતો જ નહિ. પણ હવે ૧૫૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ : આત્મ-બહિદાન તેણે પોતાની બધી આળસુ ટેવ છોડી દીધી : તેણે માછલાં પકડવા જવાનું કે પંખીઓ ફાંદવા રખડવાનું છોડી દીધું. પીઠામાં જઈને કે તમાકુ ફૂંકતા કલાકોના કલાકો પડ્યા રહેવાનું પણ બંધ કરી દીધું. અલબત્ત, તે ડેવીને ત્યાં રહેવા આવ્યો ત્યાર બાદ બે દિવસ અને બે રાત ગુપચુપ પડી જ રહ્યો; અને તેથી બિચારા ડેવી ડોસાને ફિકર થવા માંડી કે, છોક્રો બીમાર પડી ગયા છે કે શું. પણ જેસન તો ભવિષ્ય માટેની પિતાની યોજના જ વિચારતો હતો. અને એક યોજના તેના મગજમાં બરાબર ગોઠવાતાં તે ઠેકડો ભરીને પથારીની બહાર નીકળી આવ્યો અને ઠંડા પાણીની ડોલમાં માથું ઝબકોળી, માથું લૂછતો અને ખાવાના મોટા બૂડા ભરતો ડેવીને પૂછવા લાગ્યો, ડેવી, ટાપુની આ બાજુએ આટ દળવાની ઘણી પન-ચક્કીઓ છે શું?” “ના રે ના, દીકરા; ઘણી તો શું, એક્કોય નથી!” એટલે કે, સલ્લી અને કસીની પન-ચક્કીઓથી નજીકમાં કોઈ જ ચક્કી નથી ને?” “એથી પાસે એકેય નથી દીકરા.” તો આટલામાં કોઈ પન-ચક્કી શરૂ કરે તો?” “વાહ, તો તો આ તરફના ખેડૂતો તેના માથા ઉપર એટલા આશીર્વાદ વરસાવે કે, ન પૂછો વાત!” “તો અત્યાર સુધી કેમ કોઈએ આ તરફ ચક્કી નાખી નથી?” “બેટા, કોઈ મેક્સ બચ્ચો એવી તરખટમાં ન પડે તે દશ ગાઉ ચાલીને દળાવવા જાય, પણ....” વાત એમ હતી કે, બેલૂરની ઊંચાઈએથી એક પાણીદાર વહેળો ધસમસતો ઊતરી આવી, પૉર્ટી-વૂલી આગળ થઈ દરિયાને જઈ મળતો ૧. વહેતા કે નીચે પડતા પાણીના જોરથી ચાલતી ઘંટી. – સંપા. ૨. મૈન ટાપુના વતનીને કે તેની ભાષાને “મેકસ' કહે છે. – સંપા. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ અવળચંડી ભવિતવ્યતા હતો. જેસન જ્યારે જ્યારે સ્ટિકન એશની ઝૂંપડીમાં રાખેલાં મસાલો ભરેલાં પંખીઓના પિતાના સંગ્રહસ્થાને આવતો જતો ત્યારે એ વહેળે જોઈને તેને અચૂક વિચાર આવતો કે, આના પાણીથી પનચક્કી સરસ ચાલે! તરત જ તે રસ્તાની અને દરિયા-કિનારાની વચ્ચે આવેલી જમીન ખરીદવા મિસિસ ફેરબ્રધર પાસે દોડ્યો અને પાણી વાપરવાના હક માટે બેલિફ પાસે. પછી એક ગાડું ભાડે કરી લાવ્યો અને ટેકરી ઉપરથી પથ્થરો ભરી લાવવા માંડયો. ટૂંકમાં, થોડા જ વખતમાં તે પોતાની યોજનાના કામે લાગી ગયો. તેણે સુતાર, લુહાર, અને સલાટને કામે લગાડી દીધા. પણ ભીંતો ઊભી કરવાના કામમાં અને છાપરું છાજવાના કામમાં તો તે જાતે જ લાગ્યો. અવારનવાર તેને ડૅવીની મદદ લેવી પડતી. તેને બાંધકામનો કશે અનુભવ ન હતો, પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આખો દિવસ તે પથારીમાં ગુપચુપ પડ્યો રહે અને વિચાર કર્યા કરે. પછી મુશ્કેલીનો ઉકેલ જડી આવે એટલે તે ઠેકડો મારીને પથારીમાંથી બહાર કૂદી પડે અને કામે લાગી જાય. ' સવારથી સાંજ સુધી તે ઝોડની પેઠે કામે વળગેલો રહે. બે મહિનામાં તો ભીંતો ઉપરનો પહેલો આડો પાટડો નંખાઈ ગયો અને આખી પન-ચક્કી ચાલુ થવાને થોડી જ વાર એટલે કે થડી જ મહેનત બાકી રહી. ડેવી જઈ જઈને મિસિસ ફેરબ્રધરને કહેતો, “આ જુવાનડો ખશે કામનો માણસ છે. તે કેટલું બધું કામ કરે છે, અને તેને કેટલું બધું આવડે છે? થેડા જ વખતમાં આ પન-ચક્કી શરૂ થઈ જ જાણો...” - “અને પછી પૈસાની ટંકશાળ પણ શરૂ થઈ જશે, ખરું ને?” મિસિસ ફેબ્રધરે પૂછયું. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શાત્મવિદ્વાન “હા, હારતો, વળી. ’’ “ પછી તો તે પરણીને ઘરબારી થવાનો પણ વિચાર કરશે, ખરું ને ?” “ એ વાતનું તો કહેવાય નહિ, મૅડમ; કારણ' કે, છેકો હજુ નાના બાળક જેવા અણજાણ છે; તેને સ્રીનો ડંખ હજુ લાગ્યો નથી.'' પણ મિસિસ ફૅરબ્રધર એ બાબતમાં જુદા જ અભિપ્રાયનાં હતાં. જૅસન હવે ભાગ્યે ૉગ્સ આવો; છતાં તેના મનમાં ગ્રીબા પ્રત્યે જે ભાવ હતો તે એ બરાબર પામી ગયાં હતાં. અઠ ગ્રીબા માને ત્યાં રહેવા આવ્યા બાદનાં શરૂઆતનાં વાડિયાંમાં એક વખત ફરીથી જૅસનને ભેગી થઈ હતી ત્યારે તે પણ જૅસનના મનની વાત બરાબર પામી ગઈ હતી. એટલે તેણે તરત જ માઇકેલ સન-લૉક્સને એક કાગળ લખી દીધા. પાતાના બાપ ત્યાં આઇસલૅન્ડ – આવવા નીકળ્યા છે; એ ત્યાં સુખરૂપ આવી પહોંચ્યા છે કે નહિ, એ ખબર પૂછવાનું તેણે બહાનું કાઢયું હતું — પણ માઇકેલ પોતે ત્યાં કેવી સ્થિતિમાં છે, અહીં મૅન-ટાપુમાં પાછા આવવા માગે છે કે, પછી આઇસલૅન્ડમાં જ ઘર કરીને રહેવા માગે છે, વગે૨ે ખબરો જ તેને જાણવી હતી. પોતાની અહીંની સ્થિતિ વિષે, અલબત્ત, તેણે કરાય' તેટલા છૂપા અણસારા એ પત્રમાં કર્યા હતા; પણ જૅસન વિષે એક અક્ષરેય તેણે લખ્યો ન હતો. કારણ કે, એ બાબતમાં તેને હવે બેવડો ભય લાગતો હતો — જૅસન તેના – ગ્રીબાના – પ્રેમમાં પડયો હતો એ નિર્વિવાદ હતું; પાતાની મા પણ એ લગ્ન થાય એ માટે ઉત્સુક હતી. પણ ગ્રીબા એ પણ જાણતી હતી કે, જૅસન પેાતાની ઓરમાન મા અને તેના સંતાન ઉપર પેાતાની માનું વેર લેવાના ઇરાદાથી જ તેમને શેાધવા અહીં આવ્યા હતો — અલબત્ત, રમાન મા મરી ગઈ હતી અને માઇકેલ સન-લૉક્સને તે એળખતો ન હતો, એ જુદી વાત. – Page #182 -------------------------------------------------------------------------- ________________ અવળચંડી ભવિતવ્યતા ૧૫૭ માઇકલનો જવાબ આવે નહિ ત્યાં સુધી તેણે જેસનને ભેગા થવાનું બિલકુલ ટાળી દીધું. તે જો રસ્તા ઉપર તેને સામો આવતો જોતી, તો તરત ખેતરોમાં ફંટાઈ જતી. તે જો ઘરમાં આવતો, તો તે કોઈક ને કોઈક બહાને રસોડાની બહાર નીકળી જતી. જેસન પિતાને ટાળવાનો ગ્રીબાનો ઈરાદો સમજી જતો, અને તેની શાંત અને તરત ખિન્ન બની જતી તથા તેનો સુદઢ ચહેરો ખેંચાવા લાગતો. તે ત્યાંથી તરત પિતાને કામે ચાલ્યો જતો; પણ તે કામ કરવાનો તેના હૃદયનો ઉત્સાહ ઓસરી જતો. ગ્રીબાની મા જેસન પ્રત્યેનો ગ્રીબાનો એવો વ્યવહાર જોઈ ગુસ્સે થઈ જતી અને પૂછતી, “એણે તારું શું બગાડ્યું છે, રી?”. “કશું જ નહિ.” ગ્રીના જવાબ આપતી. તો પછી તેને ઘરમાંથી આમ કેમ તગેડી મૂકે છે, વારુ?” ઝીબા એ સવાલનો કશો જવાબ ન આપતી. “જો, તારી રીતભાત તારે સુધારવી પડશે, તારે હવે પરણી કરીને અહીંથી ચાલ્યા જવાનો વખત થઈ ગયો છે.” પણ મારે અહીંથી ચાલ્યા જવું ન હોય તો?” “જા, જા, હવે. પણ સાંભળી લે; હું તને એક અઠવાડિયાનો સમય આપું છું – છોકરો સારો છે, કામગરો છે, અને થોડા વખતમાં માલદાર થઈ જવાનો છે. એક અઠવાડિયા બાદ તારે તેને સીધો જવાબ આપવો પડશે. આવતા.. પર્વને દિવસે તું તેવીસ વર્ષની થઈશ; એ ઉંમરે તારી માએ તો તારા બે ભાઈઓને જયા હતા.” પણ મારા કેટલાક ભાઈઓ તો મારા કરતાં બમણી ઉંમરના છે, છતાં તમે એમને પરણાવવાનું તો નામેય દેતાં નથી.” ગ્રીબાએ કહ્યું. છોકરાઓની વાત જુદી છે.” મિસિસ ફેબ્રધરે જવાબ આપ્યો. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આત્મબલિદાન પણ દીકરીને આપેલો અઠવાડિયાનો સમય મિસિસ ફેબ્રધરને માટે વધારે પડતો લાંબો નીવડ્યો – થોડા જ વખતમાં તે મરણ પથારીએ પડયાં. અને આદમ તેને શાપ આપી ઘર બહાર નીકળ્યો હતો તેને એક મહિનો પણ વીત્યો નહીં હોય અને આદમે ભાખ્યું હતું તેમ તે પસ્તાતી અને દુ:ખી થતી આ દુનિયામાંથી સિધાવી ગઈ. અલબત્ત, તેણે આદમનો શાપ વિફળ કરવા, જેમના જેમના પૈસા હક કરતાં વધારે પડાવ્યા હતા, તેમને બધાને – એટલે કે તેમની બાદ જીવતી રહેલી તેમની વિધવાઓને કે અનાથ બનેલાં છોકરાંને – બોલાવી બોલાવી એ રકમ પાછી અપાવી. પણ તે વખતે તેને ખબર પડી કે, એ વધારાના પૈસા પડાવતાં અને આકરી રીતે વસૂલ કરતાં કેટલાંય જીવનો હંમેશ માટે બરબાદ થઈ ગયાં હતાં. મરતા પહેલાં મિસિસ ફેરબ્રધરે છયે છોકરાઓને બેલાવી, ખેતર ઉપરના કામકાજની ઝીણવટભરી સૂચનાઓ આપી દીધી અને જણાવ્યું કે, કદી જમીનના ભાગલા ન પાડતા. ભેગા જ રહેશે તો સુખી થશે. અને ભેગા રહેવું હોય તો આ ઘરમાં ઐયરો ન લાવતા – નહીં તો તમે બધા એક દિવસેય ભેગા નહીં રહી શકે. ભાઈઓએ એમ કરવાનું વચન આપ્યું. આદમને એક પૈસે પણ આ મિલકતમાંથી ન આપશો એમ જણાવીને મિસિસ ફેરબ્રધરે ગ્રીબાને તેનો ભાગ પૂરેપૂરો કાઢી આપવાની તથા તે પોતે જ્યાં પરણવાની ઇચ્છા રાખે ત્યાં તેને પરણવા દેવાની ભાઈઓને તાકીદ ભાઈઓએ એ બાબતનું પણ તેને વચન આપ્યું. પણ પુરુષોને અને ખાસ કરીને ભાઈઓને આપસમાં ઝઘડવું હોય તો વચ્ચે સ્ત્રી હોવી જ જોઈએ એવું જરૂરી નથી. એટલે માતાના મૃત્યુ પછી તરત જ છયે જણા ઝઘડવા મંડી ગયા. અંદર Page #184 -------------------------------------------------------------------------- ________________ અવળચડી વિતવ્યતા ૧૫૯ ગણગણ્યા કે, થર્સ્ટન પીધેલા છે; થર્સ્ટન સામું બબડયો કે, ઍશર પ્રમાદી છે. ઑશરે જવાબ વાળ્યા કે, પાતે પાટવી હેઈ, અધિકારની રૂએ જમીનનો તસુએ તસુ તેને જ મળવા જોઈએ; એટલે રૉસ અને સ્ટીન ગુસ્સે થઈને બોલી ઊઠયા કે, અમે શું ત્યારે આખી જિંદગી તારી જાગીર ઉપર વૈતરું કરવા જ પેદા થયા છીએ ? ઇ ઇ. આમ ને આમ તકરારો ચાલવા લાગી; છેવટે જેન્ટલમૅન જૅકબે તાડ કાઢયો કે, ભાઈઓ વચ્ચે આપસમાં શાંતિ જાળવી રાખવી હાય તા એક જ રસ્તા છે – આપણે સૌએ મિલકત વહે...ચી લેવી; એટલે પછી ઑશર આળસુ થઈને પડી રહે કે થર્સ્ટન દારૂ પીને પડી રહે, તે પણ એ બધું એમને હિસાબે ને જોખમે! સદ્ભાગ્યે ૉગ્યુની જાગીરમાં છ જુદાં જુદાં મકાનવાળાં છ ખેતરોનો સમાવેશ થતા હતા. જૅકબે કહ્યું, “ભગવાને જ આપણે માટે એ વ્યવસ્થા કરી રાખી છે; કારણકે, આપણે પણ છ જ ભાઈ છીએ. ” પણ એ ખેતરોની જમીનની ફળદ્રુપતા ઓછીવત્તી હાઈ, આમદની પણ ઓછીવત્તી થાય; એટલે છયે ભાઈઓમાં કાણ કર્યું ખેતર લે એ બાબત તકરાર ચાલી. છેવટે તેઓએ ચિઠ્ઠી નાખી; અને બધું તકરાર વિના વહેં ચાઈ ગયું, ત્યારે ઑશર બાલી ઊઠયો, “ પણ પેલી છેાકરીનું શું?” છયે જણા એકબીજા સામે માં વકાસીને જોઈ રહ્યા. પણ જેકબે જ પાછા તાડ કાઢયો કે, “ઍશર તેને લૉગ્યૂ-મથકે જ પોતાની સાથે રાખે; અને પાક તૈયાર થાય ત્યારે બાકીના પાંચ ભાઈ ગ્રીબા માટે તેમાંથી દર વખતે કંઈક હિસ્સા કાઢી આપે. છતાં ભાઈઓ વચ્ચેનો ઝઘડો મટયો નહિ જ થર્ટનને ભાગે ઊંચાણની ખડકાળ જમીન આવી હતી, અને બધી ચિઠ્ઠી જેકબે લખેલી હાઈ, તેને વહેમ ગયા કે કંઈક ચાલાકી કરવામાં આવી છે. --- Page #185 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન એટલે તે પીઠામાંથી દારૂ પી, તૈયાર થઈ, એ બાબતની સફાઈ કરવા જેકબને ત્યાં પહોંચ્યો. ત્યાં જઈ. જેકબને મારી-ઠોકી તેણે ઘરમાંથી અને જમીન ઉપરથી હાંકી કાઢયો. . તરત જ કોટબાજી શરૂ થઈ. બાકીના ચાર ભાઈઓએ પિતાને મનફાવતો પક્ષ લીધો. રેગ્નેની અદાલતમાં પ્રથમ અનધિકાર-પ્રવેશનો મુકદ્દમે ચાલ્યો. થર્ટનને જેકબનું ઘર અને ખેતર ખાલી કરવાં પડયાં. પણ હજુ મારામારીની ફરિયાદ બાકી હતી. જેકબે અને થર્ટને જરીના માણસોને દારૂ પાઈને લાંચ આપી ફોડવા પ્રયત્ન કર્યો. પરિણામે જરરો કશા નિર્ણય ઉપર આવી શક્યા નહિ, એટલે ન્યાયાધીશે તેમને ધમકાવીને કાઢી મૂક્યા. આ આખા અદાલતી ફારસનું એક સારું પરિણામ આવ્યું કહેવાય તો એ કે, અદાલતના એક વકીલે, બીજો કંઈ કામ ન હોવાથી, ઝીબા તરફથી તેના ભાઈઓ સામે ફરિયાદ દાખલ કરી; અને તેના પક્ષે એવી સારી રજૂઆત કરી કે, ન્યાયાધીશે છ ભાઈએને દરેકને ગ્રીબાનો ભાગ દબાવવાના સબબસર દર વર્ષે આઠ પાઉંડ આપવાનો હુકમ કર્યો. જેસન અદાલતમાં હાજર રહ્યો હતો. તેના હાથ છયે ફેરબ્રધરભાઈઓનાં હાડકાં-પાંસળાં ભાગવા માટે સગવળી રહ્યા હતા. તે ગ્રીબાના આંસુભર્યા માં સામે તે બાજુએ ઊભો રહ્યો હતો. છેવટે તે મહાપરાણે પોતાના જુસ્સાને રોકી, પૉર્ટી-વૂલ તરફ ચાલતો થયો. પણ કશા કામમાં મન ન લાગવાથી પાછો લેંગ્યુ તરફ જવા નીકળ્યો. ગ્રીબા રેસેથી એકલી જ ભારે હૈયે પાછી ફરી હતી. તેના ભાઈઓએ તેને કેવી રીતે લૂંટવા પ્રયત્ન કર્યો હતો તે એની જાણમાં આવી ગયું હતું, અને છતાં અદાલત તેને કેવો છે ન્યાય આપવા તત્પર થઈ તે પણ તેણે જોયું. ઉપરાંત, એવો આછોપાતળો હુકમ પણ તેના ભાઈઓ માનશે કે કેમ એ તો નક્કી જ ન હતું. તે હવે Page #186 -------------------------------------------------------------------------- ________________ અવળપડી ભવિતવ્યતા ૧૬૧ પોતાની જાતને આખી દુનિયામાં અટૂલી તથા નિરાધાર અનુભવવા લાગી. તે વખતે જે સને બારણું ઉઘાડી, અંદર દાખલ થઈને પૂછ્યું, “ઝીબા, હું અંદર આવું?” “હા”, દુ:ખી ગ્રીબાએ ટૂંકો જવાબ આપ્યો. જેસન અંદર દાખલ થયો. ગ્રીબાએ આંખ ઊંચી કરી નહિ; અને જેસને પણ પિતાનો હાથ આગળ ધર્યો નહિ. પણ તે એની સામે સ્વસ્થતાથી તથા મમતાભર્યા ભાવથી ઊભરાતો ઊભો રહ્યો. એટલા માત્રથી ગ્રીબાના હૃદય ઉપરનો બેજો જાણે ઓછો થવા માંડ્યો. ગ્રીબા, જે સાંભળ, હું તારી મુશ્કેલીઓ સમજું છું અને મને એથી ઘણું દુઃખ થાય છે. ના, ના, મારે એક વાત કહેવી નથી, પણ મને બીજા શબ્દો જડતા નથી, ઝીબા !” શી વાત?” નસીબે આપણ બેને ભેગાં કરવા ધાર્યું હોય એમ તનેય લાગતું નથી? અત્યાર સુધી દુનિયાએ તારી તરફ તથા મારી તરફ ગેરવર્તન જ દાખવ્યું છે. પણ તું સી છે, અને હું પુરૂષ છું; માત્ર મને તારે માટે લડવાનો અધિકાર આપ–” ઝીબાની આંખમાંથી આંસુના રેલા ચાલ્યા. એટલામાં જ સનના હાથમાં ઝીબાનો હાથ આવી ગયો. તેણે મમતાથી તેને દબાવીને કહ્યું, “ગ્રીબા!" ગ્રીબા થોડી સ્વસ્થ થઈ જઈને તરત બોલી ઊઠી, “આજે ચાલ્યા જાઓ; આજે મને કશું ન કહેશો, જેસન, મહેરબાની કરીને ચાલ્યા જાએ!”. , . ' જેસન એક શબ્દ બોલ્યા વિના તરત જ ચાલતો થયો. ગ્રીબાએ પિતાના બંને પંજા પોતાના મોં ઉપર દાબી દીધા. આ૦ – ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આત્મબલિદાન - ઝીબાને અચાનક માઇકેલ સન-લૉકસની યાદ આવી ગઈ હતી. તેણે એને માટે રાહ જોવાનું વચન આપ્યું હતું, અને માઇકેલનો જવાબ ગમે ત્યારે આવી પહોંચે એવી શક્યતા હતી. બીજે જ દિવસે તે રેમ્સની ટપાલ-ઑફિસમાં ખબર કાઢવા ગઈ. પણ તેનો કોઈ કાગળ ન હતો. પણ શેટલેન્ડઝ તરફથી આવતી એક બોટ આઇસલેન્ડની ટપાલ લઈને ત્રણેક દિવસ બાદ આવવાની વકી હતી. ત્રણ દિવસ બાદ તે તરત રેન્સે જઈ પહોંચી. એ બોટમાં ટપાલ આવી હોવા છતાં, ગ્રીબાનો કોઈ કાગળ ન હતા. પણ ડબ્લિન અને રેકજાવિક વચ્ચે સફર કરતું આઇરિશ જહાજ, સ્વદેશ પાછું ફરતી વેળા આઠ-નવ દિવસમાં અહીં આવી પહોંચવાનું હતું, એવી ભાળ તેને મળી. વખત થયે પેલું જહાજ આવ્યું; પણ ગ્રીવા માટે કોઈ કાગળ ન હતું. હવે ગ્રીબાના મનની બધી આશાઓ પડી ભાગી – સન-લૉકસ તેને ભૂલી જ ગયો હતો; કદાચ હવે તેના મનમાં ગ્રીબા માટે કશી જ લાગણી રહી નહિ હોય; કદાચ તે ત્યાં બીજી કોઈને પ્રેમ કરવા લાગી ગયો હશે. અને તેની સાથોસાથ ગ્રીબાનું સ્વાભિમાન જાગી ઊઠયું : તે મને ભૂલી ગયા હોય તો તેમાં મારે શું? અલબત્ત, હું અહીં બહુ એકલી-અટૂલી પડી ગઈ છું તથા જીવનમાં મને કશો આનંદ નથી રહ્યો, એ ખરી વાત. પણ તેથી બીજાની ખોટી આશા રાખ્યા કરવામાં પણ શો ફાયદો? ગ્રીબા હજુ તેના મોટા ભાઈ સાથે લેંગ્વ-મથકે જ રહેતી હતી. પણ ભાઈનો વર્તાવ તેના પ્રત્યે બહુ ઠંડો હતે. ગ્રીબાએ પોતાના ભાગ માટે અદાલતમાં પોતાની સામે દાવો માંડ્યો હતો, એ વાત તેને બહુ ચાટી ગઈ હતી. Page #188 -------------------------------------------------------------------------- ________________ અવળી -ભવિતવ્યતા ગ્રીબા ભાઈના વર્તાવથી દુઃખી દુઃખી થઈ ગઈ; અને તેને એના ઘરનો રોટલો ખાવો પણ કડવો થઈ પડયો. ધીમે ધીમે તેણે ભોજન-સમયે હાજર રહેવાનું જ છોડી દીધું. અદાલતના ચુકાદા પછી પંદર દિવસે જેસન ફરી પાછો આવ્યો. આ વખતે પણ ઝીબા એકલી જ બેઠી હતી. જેસને આવીને છોભીલાની પેઠે કહ્યું, “મારાથી વધુ ન થોભામું, મેં પ્રયત્ન કર્યો, પણ અશક્ય બની ગયું - હું બહુ વહેલો પાછો ચાલ્યો આવ્યો તે બદલ મારા ઉપર ગુસ્સે ન થતી, ગ્રીના.” ગ્રીબાએ જવાબ ન વાળ્યો. પણ તેના મનમાં તે બોલી ઊઠી, હજ એક દિવસ મોડું તમે કર્યું હોત તો તે વધારે પડતું મોડું જ થઈ ગયું હોત – ગ્રીબા તમને જીવતી જોવા ન મળી હોત.” “ગ્રીબા!” જેસન ત્રાડી ઊઠયો; “શું થયું છે, મને કહી દે ! ” પણ ઝીબા જરી ફીકું હસી અને તેની તરફ માયાળુ નજરે જોઈ રહી. જેસનની ધીરજ ન રહી; તે લગભંગ કરગરી ઊઠ્યો, “ગ્રીબા, ભગવાનને ખાતર કહે કે શું થયું છે?” “બીજું કંઈ જ થયું નથી; માત્ર મને ખાવાનું મળ્યું નથી.” જેસન એક ક્ષણમાં બધું સમજી ગયો. તેણે ઘર સામે મુક્કો ઉગામીને કહ્યું, “એમ વાત છે?” ગ્રીબાએ પરંતુ તરત ઉમેર્યું કે, “મને વીસરી જનારાઓ આગળ મે બતાવતા ફરવાનું મને જ ગમતું નથી; એ લોકોનો કશો વાંક નથી” જેસન તરત જ બોલી ઊઠ્યો, “ગ્રીબા, એક જણ હજુ છે, જે તને કદી વીસરતો નથી. સવાર-સાંજ તું એની સાથે જ એના અંતરમાં જ હોય છે. દુનિયા સરજાઈ ત્યારથી માંડીને કોઈ પુરુષ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આત્મઅભિન કોઈ સ્ત્રીને એટલા પ્રેમથી ચાહી નહિ હોય અફાટ દુનિયામાં ચાહવા માટે બીજું કોઈ છે જ કારણ કે, તેને આ 99 નહિ, ગ્રીબાએ જૅસનની આંખામાં નજર પરોવીને જોયું અને તેનાં વાકયોની સચ્ચાઈ તેની આંખામાંથી ભારોભાર પ્રગટ થતી તેને દેખાઈ. સાથે જ, પેાતાને ચાહનાર કોઈ જણ પોતાને પડખે છે એમ જાણી, તેના હૃદયમાં અનેરા આનંદનો અને અનેરા ગર્વનો અનુભવ થયો. તેનું હૃદય ભરાઈ આવ્યું અને તેની આંખો નીતરવા લાગી. જૅસન વગર કહ્યે સમજી ગયો કે, ગ્રીબાએ સ્વાર્પણ કરી દીધું છે, અને હવે તે પોતાની છે. તેણે તરત આનંદની એક કિકિયારી પાડીને ગ્રીબાને પોતાની છાતી ઉપર સમેટી લીધી. તેના કાનમાં તે બાલતો જ રહ્યો, “મારી ગ્રીબા ! મારું જીવન ! મારા પ્રાણ !” એક કલાક સુધી એ બે પ્રેમીએ વચ્ચે માત્ર આનંદ અને મમતા વ્યક્ત કરવા ખાતર જ ચાલેલી વાતચીતની રમઝટ જામી રહી. ત્યાર પછી આનંદને હિલેાળે ચડેલા હૈયે જૅસન એક લેાકગીત ગાતો ગાતો ત્યાંથી વિદાય થયો. પણ થોડી જ વારમાં તે પાછા આવ્યો અને વિચારમાં પડી જઈ ત્યાં જ બેસી રહેલી ગ્રીબાને કહેવા લાગ્યો. “ હું કેવા બબૂચક છું તે? આજે સવારે હું રૅમ્સે ગયો હતો ત્યારે ત્યાંના પેસ્ટ-માસ્ટરે આ કાગળ તને આપવા મને આપ્યો હતો. એ આઇસલૅન્ડનો છે; એટલે તારા બાપુના જ ખુશખબર તેમાં હશે. ભગવાન તેમનું ભલું કરે ! '' એમ કહી, એ કાગળ ગ્રીબાના હાથમાં મૂકી દઈ, જેસન પાછા પેલું જ આનંદ-ગીત ગાતો ગાતો ત્યાંથી ચાલ્યો ગયો. પણ, એ કાગળ માઇકેલ સન-લૉક્સનો હતો, Page #190 -------------------------------------------------------------------------- ________________ માઈકેલ સન-લૌક્સનો ઉદય ૫ત્રમાં માઈકલ સન-લૉફસે જણાવ્યું હતું – “આટલો લાંબો વખત મેં ચુપકીદી જાળવી, તે બદલ મને ખરેખર શરમ આવે છે. તારા બાપુજી પ્રત્યે એ કૃતજનતા દાખવી કહેવાય, તથા તારા પોતાના પ્રત્યે અવજ્ઞા. એ હરિયાળો ટાપુ છોડશે ચાર ચાર વર્ષ થઈ ગયાં પણ અહીંના કામકાજની અને ચિંતાઓની ધમાલમાં સમય કેમ પસાર થઈ ગયો તે મને ખ્યાલમાં રહ્યું જ નહિ. “જોકે, આ બધું કહીને હું મારી બેદરકારીને છાવરવા માગતો નથી; ઉપરાંત અહીંની નવી ધમાલમાં પણ મેં હરહંમેશ ત્યાં પાછળ મૂકેલાંની સ્મૃતિ હૃદયમાં ધારણ કર્યા કરી છે, એમ કહેવું એ પણ સત્યથી વેગળું કહેવાય. માત્ર હું એટલું જ કહેવા માગું છું કે, આ ચારે વર્ષ દરમ્યાન જો કોઈ સ્મૃતિઓ મને સતત વિશેષ મધુર લાગી હોય, તો મારા એ જૂના ઘરની; તથા મારા અંતરની પ્રિયમાં પ્રિય કોઈ આશા હોય તો તે કદીક ને કદીક ત્યાં પાછા ફરવાની. એ દિવસ અલબત્ત હજુ આવ્યો નથી, પણ તે પાસે આવતો જાય છે, એમ હું સ્પષ્ટ જોઈ શકું છું. એટલે, વહાલી ઝીબા, તું તારાથી મને ક્ષમા કરી શકાય તેમ હોય તો જરૂર કરજો અને કંઈ નહિ તો મારા પ્રત્યે કશે ગુસ્સાનો ભાવ તો ન જ ધારણ કરતી. અને તે અર્થે જ હું આપણે છૂટાં પડ્યાં ત્યાર પછીની હકીકતો તારી સમક્ષ રજૂ કરવા આ પત્રથી પ્રયત્ન કરું છું – ૧૬૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન “જ્યારે આઇસલૅન્ડ આવ્યો ત્યારે બિશપ જોનની લૅટિન સ્કૂલમાં જોડાવા નહોતો આવ્યો – પરંતુ એક સંપેતરું લઈને જ આવ્યો હતો : પ્રથમ તો મારે એક ભલી સ્ત્રી અને સાચી પત્ની, જેને બીજાને વાંકે ઘણું સહન કરવું પડ્યું હતું, તેને શોધી કાઢવાની હતી; અને શોધ્યા પછી તેને બનતી મદદ પહોંચાડવાની હતી. તે બાઈ પોતે મૂળે ગવર્નર-જનરલની પુત્રી હોવા છતાં, તથા આઇસલૅન્ડની કુલ વસ્તી બધી મળીને બે હજાર જેટલી જ હોવા છતાં, એ કમનસીબ બાઈની કશી માહિતી મુજાવિકમાં એક અઠવાડિયા ઉપર વખત થઈ જવા છતાં મને મળી શકી નહિ. એ ઉપરથી એ બિચારીની કમનસીબીની પરાકાષ્ઠાની કલ્પના તને આવી શકશે. છેવટે જ્યારે મને તેની ભાળ મળી, ત્યારે તે કબરમાં જ પોઢી ગઈ હતી, – હું આ કિનારે ઊતર્યો તે પહેલાં બે મહિના અગાઉ! કબ્રસ્તાનના એક પડતર ભાગમાં આવેલી તેની કબર ઉપર માત્ર લાકડાનો એક ખીલે જ ખોસેલો હતો. મારી શોધનું પ્રથમ પ્રકરણ આમ પૂરું થયું. એ બાઈના મૃત્યુની કરુણતાથી ઘવાઈ, હું મારા સંપેતરાના બાકી રહેતા બીજા ભાગ તરફ વધુ જુસ્સાથી વળ્યો. તે બાઈએ પાછળ કોઈ સંતાન મૂકયું હોય, તો એને મારે શોધી કાઢવાનું હતું, અને તેને પણ બને તેટલી મદદ પહોંચાડવાની હતી. પરંતુ એ સંતાન વિશે મને વિશેષ કંઈ ભાળ મળી નહિ, માત્ર એટલી અછડતી માહિતી મળી કે, એ છોકરો તેની માનો એકમાત્ર આધાર અને સોબતી હતો; બંને જણ પડોશી ઓથી અલગ – દૂર જ રહેતાં હતાં. તેની માતાના મૃત્યુ વખતે તથા તેને કબરમાં પોઢાડી તે વખતે એ છોકરો હાજર હતો; પણ પછી તેનું શું થયું કે તે ક્યાં ગયા, તે કોઈ જાણતું ન હતું. “એ છોકરાની શેધમાં જ હતો, તેવામાં પાસેના નાનકડા ટાપુ એન્ગીને કિનારે કોઈ જુવાનનું મડદું તણાઈ આવ્યું. એ એવું સડી ગયેલું તથા ફૂલી ગયેલું હતું કે, તેના ચહેરા-મહોરા ઉપરથી એ કેનું મડદું છે તેની કશી ઓળખ થઈ શકે તેમ નહોતી. પરંતુ શહેરના Page #192 -------------------------------------------------------------------------- ________________ માઈકેલ સન-હૉસને ઉદય માછીમારોમાંના ઘણાએ એ શબનું કદ અને કપડાં જોઈને કહ્યું કે, હું જેને શોધતો હતો તે છોકરાનું જ એ શબ હતું. અને આમ મારી શોધખોળનું બીજું પ્રકરણ પણ કબર આગળ જ પૂરું થયું. જોકે, મને મનમાં અંદેશો તો રહી જ ગયો કે, એ મડદું ખરેખર હું જેને શોધતો હતો તેનું ન પણ હોય : કારણકે, મને જે વર્ણન સાંભળવા મળ્યું હતું તે ઉપરથી પેલો જુવાન આત્મહત્યા કરે એવી પ્રકૃતિનો હરગિજ લાગતો ન હતો. અને જે લ્યુથરન પાદરી તે છોકરાની માની મરણપથારીએ હાજર હતો, તેણે પણ એમ જ કહ્યું. પરંતુ મારો ઉત્સાહ હવે ઓસરવા લાગ્યો હતો અને તેથી મેં સામાન્ય લોક-અભિપ્રાયને સ્વીકારી લીધો અને પેલા જુવાનની વધુ શોધ કરવાનું માંડી વાળ્યું. “વહાલી ઝીબા, હું કોઈક દિવસ તને કહીશ કે, એ બે જણની શોધ કરવા અને કોણે મોકલ્યો હતો; કદાચ તેં કંઈક કંઈક તો કલ્પી પણ લીધું હશે. પરંતુ ત્યાર પછી એક એવો બનાવ બન્યો, જેને કારણે આ ટાપુમાં મારા નિવાસનો હેતુ છેક જ પલટાઈ ગયો. મેં ઉપર જણાવ્યું જ છે કે, જે ભલી બાઈને હું શોધવા આવ્યો હતો, તે ભલી બાઈ આ ટાપુના ગવર્નર-જનરલની પુત્રી હતી. તે ગવર્નર-જનરલનું નામ જોંગન જોન્સન હતું. તેણે એકની એક પુત્રીનો ત્યાગ એટલા માટે કર્યો હતો કે તે પુત્રીએ બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરવાની હિંમત બતાવી હતી. લગ્ન પછીનાં બધાં વર્ષો દરમ્યાન કાં તો બાપે તેની ગરીબાઈની પરવા કરી ન હતી, અથવા તો પુત્રીના સ્વાભિમાને તેની કંગાલિયતની વાત બાપ સુધી પહોંચવા દીધી ન હતી. પણ પછી જ્યારે બાપને પુત્રીના મૃત્યુની ખબર પડી, ત્યારે દરમ્યાનમાં બાપનું ઘમંડ પોતાના એકમાત્ર સંતાનના વિજોગમાં ઓસરવા લાગ્યું હતું, અને તેને પોતાની પાછલી ઉંમરમાં પોતાની એકલતા સાલવા લાગી હતી. એટલે તેણે હવે પોતાની પુત્રીના સંતાનની Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આત્મ-બલિદાન શોધ ચલાવવા માંડી, જેથી પોતાની પાછલી જિંદગી કંઈક હળવી થાય. તે શોધ દરમ્યાન જ અચાનક અમે બંને ભેગા થઈ ગયા. પણ તે જ વખતે પેલા જુવાનનું મડદું તણાઈ આવવાની વાત મળતાં, ગવર્નર-જનરલે પોતે જ પહેલપ્રથમ એ પોતાની પુત્રીના સંતાનનું જ મડદું છે એમ સ્વીકારી લીધું. પણ દરમ્યાન ગવર્નર-જનરલને મારામાં કોઈ વિચિત્ર રસ ઊભો થવા લાગ્યો હતો. તેણે મને પૂછ્યું કે હું કોણ છે? એટલે મેં સાચી હકીકત તેને કહી દીધી. જ્યારે તેણે જાણ્યું કે હું સ્ટિફન ઓરીનો જ પુત્ર છું, ત્યારે સ્ટિફન ઓરીએ તેના પિતાના જીવનમાં તથા તેની પુત્રીના જીવનમાં મચાવેલા ઉત્પાતન વાત ભૂલી, તે મને તેની પુત્રીના પુત્રને સ્થાને સ્વીકારવા તૈયાર થઈ ગયો. મને એ માણસની નિયત ઉપર ભરોસો પડતો ન હતો, છતાં પરદેશમાં અજાણ્યા સ્થળે કાંઈ કામકાજ બાકી ન રહ્યું હતું તે વખતે તેના આ આમંત્રણનો હું અસ્વીકાર કરી ન શકયો. જોર્ગન જૉર્ગન્સન, અલબત્ત, બહુ વિચિત્ર પ્રકૃતિનો માણસ હતો – કદીક રાજી રાજીનો રેડ થઈ જાય, તો કદીક છેક જ ખફા! છતાં હું તો તેના એક વફાદાર સેવક તરીકે તેની નોકરી બજાવતો તેને ઘેર રહેવા લાગ્યો. તે નર્યો સ્વાર્થી માણસ હતો, પણ તેના સ્વાર્થનાં કેટલાંક પાસાં મારો વિકાસ સધાય એ માર્ગે જ ઢળતાં હતાં; – તેણે મને તેની પાછળ ગવર્નર-જનરલ બનાવવા ધાર્યું હતું. અથવા કંઈ નહિ તો હું સ્પીકર – અધ્યક્ષ બને એવી તેની ઇચ્છા હતી જ. એટલે તેણે આ ટાપુની આથિગ – અર્થાત્ ધારાસભામાં મને ચૂંટાવરાવ્યો. મારી ઉંમર, મારી રાષ્ટ્રીયતા, તેમજ આઇસલૅન્ડમાં મારા વસવાટનો સમય – એ બધું ધારાસભાના સભ્ય તરીકેની મારી ચૂંટણીની વિરુદ્ધ હતું, છતાં તેણે ખટપટ કરીને મને ચૂંટાવરાવ્યા તો ખરા જ. પણ એ ચૂંટણીને કારણે અમારા સંબંધોમાં નહિ ધારેલો તફાવત પડી ગયો : અત્યાર સુધી હું તેના ઘરમાં નોકર હતો, એટલે Page #194 -------------------------------------------------------------------------- ________________ માઈકેલ સન-હૉસને ઉદય મારું મન અને મારી ઇચ્છા તેની મરજીને અનુસરતાં હતાં, પણ હવે હું ચૂંટાયેલા સભ્ય બન્યો, એટલે હું જે લોકોનો પ્રતિનિધિ બન્ય, તેમનાં હિતને અનુસરવા લાગ્યો. પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન કેવા કેવા બનાવો બન્યા – ગવર્નરજનરલે લોકોના હિતની વિરુદ્ધનાં કેવાં કેવાં કાવતરાં મારી આંખે સામે રચ્યાં, અને હું તેના ઘરમાં રહેતો હોઈ, જરાય વિરોધ કરી શકતો ન હતો – વગેરેની લાંબી દાસ્તાન કહેવા હું આ પત્રમાં પ્રયત્ન નહીં કરું. ટૂંકમાં કહી દઉં તો મારે તેનું ઘર છોડી તેનાથી છૂટા થવું પડયું. પછી તો છંછેડાઈ જઈ તે માણસે મારા ઉપર કારમું વેર લેવા સઘળા પ્રયત્ન કર્યા; પણ મારી આસપાસ પણ ટેકેદારોની સારી સંખ્યા ઊભી થઈ હોઈ, તે મને કંઈ ઈજા ન પહોંચાડી શક્યો. છેવટે તેણે ડેન્માર્કની સરકારને કહીને આથિગની સત્તામાં કાપ મુકાવવા પ્રયત્ન કર્યો. તે વખતે મેં એનો વિરોધ કરવાની આગેવાની લીધી, અને આખા ટાપુમાં ક્રાંતિનું પ્રચંડ મોજું ફરી વળ્યું. આખું આઇસલૅન્ડ પરદેશી ડેનિશ સરકારની સામે થઈ ગયું, અને છેવટે જર્મન જૉર્ગન્સનને આઇસલૅન્ડ છોડી ભાગવું પડ્યું. એમ ડેનિશ સત્તાનો આઇસલેન્ડમાં અંત આવ્યો. કાંતિ પછી, જૉર્ગન જૉર્ગન્સન પરદેશી સરકારની મદદથી ફરી ચડાઈ ન કરે તે માટે ટાપુના સંરક્ષણની જોગવાઈ કરવાને કામે હું તાબડતોબ લાગી ગયો. ડેનિશ લોકોનું એક નાનું શું સંસ્થાન આ ટાપુમાં હતું. તે લોકોએ ક્રાંતિ વખતે ડેન્માર્કની સરકારનો પક્ષ લીધો હતો, તેથી તેને નાબૂદ કરવું પડયું. એ બધા કેદીઓને રાજધાની રેપુજાવિકમાં રાખવા એ બિન-સહીસલામતીભર્યું ગણી, મેં તે લોકોને ક્રિશુવિકની ગંધકની ખાણોમાં કામ કરવા મોકલી દીધા. આ રીતે રાજ્યને આર્થિક આવક ઊભી કરે એવો એક ઉદ્યોગ પણ શરૂ થયો. આમ થોડા વખતમાં જ આવાં બધાં ચિંતાભર્યા અને તાકીદનાં કામોથી Page #195 -------------------------------------------------------------------------- ________________ તે આત્મબલિદાન મારા હાથ એવા રોકાઈ ગયા કે, હું યાદ કરી તને પત્ર લખી તારી ખબર પુછાવી શકું કે મારી ખબર તને મોકલી શકું, તેમજ ન રહ્યું. “પણ ખરી રીતે તું કદી મારા મનમાંથી દૂર થઈ નથી. તો હવે આટલે લાંબે ગાળે પણ કંઈક ચિતા સાથે તેને પૂછું છું કે, લેંગ્યુને દરવાજે તે રાતે વિદાય થતી વખતે મેં જે કહેલું તે તને યાદ છે? તે તને હજુ મંજૂર છે? તારા બાપુના શા સમાચાર છે? તે ભલા માણસ ક્ષેમકુશળ જ હશે. તેમને કંઈ સંકટ આવે જ નહિ; અને આવે તો પછી પરમાત્માના ન્યાયીપણા ઉપર જ વિશ્વાસ મૂકવા જેવું શું રહે? “તું તો હવે ખાસી મોટી થઈ ગઈ હોઈશ; તારી અત્યારની છબી હું ગોઠવીને મનની પીંછીથી ચીતરવા જાઉં છું, તો તે માન્યામાં ન આવે એટલી સુંદર બની રહે છે. તારે કોઈ નવા મિત્રો થયા છે? મને તો ઘણા નવા મિત્રો થયા છે; છતાં મારા અંતરમાં નિકટમાં નિકટ તો મારો એક જૂનો - બાળપણનો મિત્ર જ વસેલે છે.” – આ જગાએ પત્ર લખવો બંધ કર્યો હોય એમ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. પણ પછી કંઈક મોટા, છૂટા છૂટા અને ઉતાવળે લખેલા અક્ષરમાં આ પ્રમાણે લખાણ આગળ ચાલતું હતું – તારો કાગળ મને હમણાં જ મળ્યો. સમાચાર જાણી હું આભો બની ગયો છું. તારા બાપુ હજુ અહીં આવ્યા નથી. તેમનું વહાણ રેકજાવિક જ આવવા નીકળ્યું હતું? કે તે હાફનેકૉર્ડ જવાનું હતું? વચ્ચે ગમે ત્યાં તે લાંગર્યું હોય, પણ તું લખે છે તેમ તે જો પખવાડિયા પહેલાં ઊપડ્યું હોય, તો તે અહીં ક્યારનું આવી પહોંચ્યું હેવું જોઈએ. એટલે કાગળ લખવા વચ્ચે બંધ કરીને હું તેમની તપાસ માટે એક હોડી મોકલવાની વ્યવસ્થા કરવા દોડી ગયો હતો. તે હોડી ઊપડી ગઈ છે. તે હવે “સ્મકી પૉઇટ' પહોંચવા આવી હશે. તેની સાથે જો તારા બાપુ આવી પહોંચશે, તો તો તેમનું હજાર હજાર પ્રકારે Page #196 -------------------------------------------------------------------------- ________________ માઈકેલ સન-લૉસને ઉદય ૧૭૧ વાગત થશે. કેવા ભલા માણસ! અને તેમની ઉદારતાને કારણે જ તે છેક ખાલી થઈ ગયા! ભગવાને તો એમના જેવા માણસને અખૂટ ભંડાર ભરી આપવા જોઈએ ! ગમે તેમ, ભગવાન હું તેમની ભેગો થાઉં ત્યાં સુધી તેમને સહીસલામત રાખે એટલે બસ. મને હવે તારી ચિંતા પણ ઓછી નથી થતી ગ્રીબા. તારી માના ઘરમાં તારી હવે શી સ્થિતિ હશે, એ હું કલ્પી શકું છું. હું આ કાગળ સાથે પચાસ પાઉંડ મોકલું છું. તે સ્વીકારતાં સંકોચ ન કરતી. હું મૅન-ટાપુ છોડીને અહીં આવ્યો તે દિવસે તારા બાપુએ મને એટલા પાઉંડ ઊછીના આપ્યા હતા. તે પાઉંડ હું તેમની પુત્રીને પાછા વાળું છું, એટલું જ. એ કંઈ બક્ષિસ નથી, અને બક્ષિસ માને તોપણ જેઓ અરસપરસ ચાહે છે, તેમનામાં એવી લેવડ-દેવડ કશો આભારનો ભાર ચડાવતી નથી. “અહીંના કામકાજનો હવે મને પહેલી વાર કંટાળો આવવા લાગ્યો છે. મને અત્યારે તારે પડખે દોડી આવવાનું જ મન થયા કરે છે. પણ એ તો તારી પરવાનગી વિના ન બની શકે. તું કબૂલ થાય તો હું તાબડતોબ એક વિશ્વાસુ માણસને તારી પાસે મોકલું, જે તને તારા બાપુ પાસે અને મારી પાસે લઈ આવે. પણ એમ તારા અહીં આવવાનો શો અર્થ થાય, તે તું સમજી શકે છે; એટલે જ તારી લેખિત પરવાનગી આવ્યા પછી જ હું તેમ કરી શકું. માટે વહાલી, જલદી લખી જણાવ – જલદી – જલદી –” ‘અહીંયાં પાછો કાગળ લખાતો બંધ થયો હોય તેમ લાગતું હતું. પછી નીચે આ પ્રમાણે તા.ક. હતા – “આ ઉત્તરના પ્રદેશમાં રહેવાની એક કુદરતી સજા છે કે, વર્ષમાં લગભગ અર્થો વખત અમારે બાકીની દુનિયાથી અલગ થઈ જવું પડે છે. અને બાકીના અર્ધા ભાગમાં પણ પવન અને દરિયો જ્યારે મરજીમાં આવે ત્યારે અમને અલગ પાડી દઈ શકે છે. એટલે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આત્મ-બલિદાન મારો પત્ર લખાઈ ગયા પછી પણ દરિયાઈ તોફાનને લીધે સાત દિવસ સુધી વહાણ ઊપડી ન શકવાને કારણે અહીં જ રોકાઈ રહ્યો. એ દરમ્યાન મેં મેલેલી હોડી પછી આવી ગઈ છે – તેને તારા બાપુની કશી ભાળ ન મળી. વહેલના શિકારે ગયેલા એક આઇરિશ જહાજ મારફતે માત્ર એટલા સમાચાર મળ્યા કે એક જગાએ ખડકાળ કિનારા આગળ એક જહાજ અથડાઈને ભૂકા થઈ ગયું છે – પણ તેના બધા ખલાસીઓ અને મુસાફરો સહીસલામત જમીન ઉપર ઊતર્યા છે, અને જમીનમાર્ગે રાજધાની તરફ આવવા નીકળ્યા છે. કદાચ તારા બાપુ એ લોકોની મંડળીમાં જ હોય ! પણ રસ્તાના અજાણ્યા એ લોકો આ ખડકાળ વિષમ ભૂમિ ઉપર પગપાળા સહીસલામત આવી શકે એવો સંભવ ઓછો હોવાથી, હું તેમને અહીં લઈ આવવા એક ટુકડી સામે મોકલવાની ઉતાવળે જોગવાઈ કરું છું. પણ હવે તો તારે અહીં તારા બાપુની શોધમાં મદદ કરવા આવી પગવું જોઈએ. પણ તને અહીં બોલાવું છું તેની પાછળનો મારા અંતરનો ગૂઢ આશય તને સ્પષ્ટ કહી બતાવું – તને હું મારી પત્ની બનવા અહીં બોલાવું છું. જો તું આવીશ તે દરમ્યાન તારા બાપુ સુખરૂપ આવી ગયા હશે, તો તેમને તું મળવા પામીશ; અને નહીં મળ્યા હોય, તો તેમની લાંબી શોધમાં મારી ભાગીદાર બનીશ. – તો વહાલી ઝીબા, આવી પહોંચ – આવી પહોંચ – આવી પહોંચ – જલદી આવી પહોંચ.” Page #198 -------------------------------------------------------------------------- ________________ “પ્રીત ન કરિયે કોય” નાઇકેલ સન-લોકસના પત્રે ગ્રીબાના અતરમાં વિરોધી લાગણીઓનું જે રમખાણ જગવ્યું, તેવું કોઈ જુવાનના કોઈ યુવતી ઉપરના પત્રે નહિ જગવ્યું હોય. તે પત્રે તેને પ્રેમાવેશથી કંપાવી મૂકી, પણ સાથેસાથ ભયથી ગાભરીય કરી મૂકી. તે પચે તેને આનંદમાં ગરકાવ કરી દીધી, પણ સાથોસાથ હતાશાથી ઠંડીગાર પણ! તે પત્ર વાંચી તે હસવા લાગી, પણ સાથોસાથ રડવા લાગી. તે પાને તેણે ધ્રુજતા હોઠોથી ચુંભ્યો ખરો, પણ તરત જ તેની કંપની આંગળીઓમાંથી તે નીચે સરી પડ્યો. પણ છેવટે તે પરાની સરવાળે અસર એટલી થઈ કે, તે ઝટપટ પિતાના પિતા અને સન-લોસ પાસે જઈ પહોંચવા આતુર થઈ ગઈ - સામો પત્ર લખવાથી માઇકલ સન-લૉકસનો કોઈ વિશ્વાસુ માણસ તેને તેડવા આવે તેની રાહ જોયા વિના જ. પણ થોડી વાર બાદ તેને જુસ્સો કંઈક શાંત પડતાં તેને જેસનની યાદ આવી. તેણે એને વચન આપી દીધું હતું – અને હવે જો તે એ વચન ફોક કરે, તો જેસનનું હૃદય સદંતર ભાગી પડે, એની તેને ખાતરી હતી. પણ તો પછી સન-લોકસનું શું? જેસનને તો જેસનના પોતાની ઉપરના ઉત્કટ પ્રેમને કારણે તે ચાહવા લાગી હતી; પણ સનલૉકસને તો ગ્રીબા પિતાના જ અંતરમાં ઊભા થયેલા પ્રેમથી પૂજતી હતી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આત્મબલિદાન હવે શું કરવું? સન લૉકસ પાસે દોડી જઈને જેસનને આપેલું વચન તથા તેનું હૃદય તોડવું, કે પછી જેસન પાસે રહીને પોતાનું હૃદય ભાગી નાખવું અને સન-લોકસની આશાઓને પણ? તેને વિચાર આવવા લાગ્યો કે, ભવિતવ્યતા કેવી અવળચંડી છે? – આ કાગળ એક કલાક પહેલાં જ તેને મળ્યો હોત તો? જેસને પણ ભુલકણા થઈને એ કાગળ તેને થોડો મોડો કેમ આપ્યો? પણ ખરો તો સન-લૉકસનો જ વાંક કહેવાય કે તેણે આટલે એક કાગળ લખવામાં આટલું મોડું કર્યા કર્યું. ગ્રીબા ઊંડા નિસાસો નાખીને પોકારી ઊઠી, “ હોય, કોઈ છોકરી પોતે જેને ચાહતી હોય તેના માથા ઉપર આટલી આફતો લાવવા સરજાઈ હશે ખરી?” આમ ને આમ વિચારોમાં અટવાઈ તેણે પથારીમાં ધમપછાડા માર્યા કર્યા પછી મેડી રાતે તેને ઊંઘ ઘેરી વળી. સવાર થવા આવી હતી, અને દૂરથી ગાતા ગાતા આવતા જસનનો અવાજ, જાગી ઊઠેલી ગ્રીબાને પ્રાત:કાળની શાંતિમાં સંભળાવા લાગે. થોડી વારમાં તો જેસને ગ્રીબાની બારી નીચે આવી “શી-ઈઈ-ત' એવો અવાજ કર્યો. બે વાર, ત્રણ વાર એવો અવાજ આવ્યો એટલે ગ્રીબાને ઊઠીને બારીએ આવ્યા વિના ચાલ્યું નહિ. જેસન ગ્રીબા માટે ડાં પંખીને શિકાર કરી લાવ્યો હતો અને ગ્રીબા બારીએ આવતાં તે રાજી રાજીના રેડ થઈ જઈ ઊભરાતે હદયે એટલું જ બોલી શક્યો, “સુપ્રભાત, ગ્રીબા ! કેવું રળિયામણું પ્રભાત છે? ના, ના, રાત પણ બહુ રળિયામણી હતી. રસ્તામાં આવેલી પેલી નદી પણ! હે, શ્રીબા! મને બધી જ વસ્તુઓ હવે આમ રળિયામણી કેમ લાગે છે! મને તું મૂરખ ન માને, તો તને કહ્યું કે, મને આખા વખત આનંદથી નાચ્યા કરવાનું જ મન થાય છે!” Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રીત ન કરિ કેય” ૧૭૫ ગ્રીબા બિચારી શો જવાબ આપે? પોતાના પ્રેમમાં મસ્ત બનેલા આ ભલા જુવાનિયાનું અંતર કેમ ચીરી શકાય? ગ્રીબાને ચૂપ રહેલી અને તેના મનમાં રહેલી દિધાની મૂંઝવણથી જે અકલ્પનીય સુંદર બની ગયેલી જોઈ, જેસન જ શરમિંદો થઈ બોલી ઊઠ્યો, “ગ્રીબા, માફ કરજે; હું બધું ગાંડું ગાંડું શું બોલ્યા કરું છું? પણ અત્યારે હું જાઉં; મારી પનચક્કી ઉપર એક જ આડો પાટડો હવે નાખવાનો બાકી છે – પછી આખું મકાન પૂરું થઈ જશે, ત્યારે આનંદથી વાતો કર્યા કરવાની ઘણીય ફુરસદ મને મળશે.” એટલું બોલી, હસતો હસતો, હાથ હલાવીને ગ્રીબાને અભિવાદન કરતો કરતો તે ચાલતો થયો. ગ્રીબાને વિચાર આવ્યો કે, જેસન આગળ બધી વાત કરવાથી તેના હૃદયને ભારે આઘાત લાગ્યા વિના રહેવાને નથી; – પણ એમ કરવા જતાં પોતાનું હૃદય પણ ભાગી પડ્યા વિના રહેશે ખરું? એટલે તેણે પત્ર લખીને જ એને બધી પરિસ્થિતિ સમજાવી દેવાનો વિચાર કર્યો. તેણે ચાર લાંબાં પાન આજીજી – વિનંતી – મનામણાનાં લખી" પણ નાખ્યાં. પરંતુ પછી તેને વિચાર આવ્યો કે, આ કાગળ તેને માટે પાછળ મૂકી ગુપચુપ ચાલ્યા જવું એ કેવળ સ્વાર્થીપણું કહેવાય; તેના કરતાં પોતે મોઢામોઢ જ બને તેટલી હળવાશથી વાત કરીને જવું વધુ સારું નહિ? સૂર્ય નીચો ઢળ્યો એટલે જેસન ગ્રીબા પાસે પાછો આવ્યો. તેણે પનચક્કીનું મકાન પૂરું કર્યું હતું અને તે ગ્રીબાને કંઈક નિર્દોષ આનંદથી તે બાબતની ઉજવણી કરવા નિમંત્રણ આપવા આવ્યો હતો. પણ ગ્રીબાએ પહેલાં નક્કી કર્યા પ્રમાણે જમીન તરફ નજર રાખી જેસનને કહેવા ધારેલી વાત બાધેભારે ઉપાડી. જેસને જડસડ થઈને Page #201 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન તે વાત સાંભળી : તેના મોં ઉપરનો આનંદેલ્લાસ એક ક્ષણવારમાં અલોપ થઈ ગયો. ગ્રીબા પણ હવે જેસનના હાથને પ્રહાર ક્યારે પડે છે તેની રાહ જોતી નીચું જોઈ રહી – સ્ટિફન એરીના મૃત્યુની રાતે તેણે જેસન કાળમુખ જોયું હતું. ગ્રીબાએ થોડી વારે ઊંચું જોયું તો જેસનનો લેહી ઊડી ગયેલ ચહેરો જોઈ તે ગભરાઈ ઊઠી. તે તરત તેની આગળ ઘૂંટણિયે પડી અને કાલાવાલા કરતી તેની ક્ષમા માગવા લાગી. પણ જેસને તેને ધીમેથી ઊભી કરી અને કહ્યું, “ગ્રીબાબાનુ, કદાચ મેં તમને પૂરેપૂરાં ચાહ્યાં નહિ હોય – મારો પ્રેમ તમને અધૂરો લાગ્યો હશે.” ના, ના, એમ નથી!” ગ્રીબા બોલી ઊઠી. "અજ્ઞાન, ભખ્ખાબોલો માણસ છું; પૂરેપૂરો જંગલી જ કહો ને. મારે કોઈ બાન-યુવતીના હાથને સ્પર્શ કરવાની હિંમત કરવી ન જોઈએ, અને કોઈ બાનુયુવતી કદી મારા ઉપર ભાવ દર્શાવવા જેટલાં ઝૂકે પણ નહીં.” ના, ના, આખી દુનિયામાં કોઈ પણ લેડી-બાનુ તમને પરણે તો તમારી આગળ ભાવપૂર્ણ હૃદયે ઝુક્યા વિના ન રહે.” તો પછી કદાચ તમારી આફતને સમયે મેં તેનો ગેરણાભ વઈ તમારી સતામણી કર્યા કરી છે, એમ તમને લાગતું હશે.” “ના, ના, તમે તો ઊલટા મારી આફતને સમયે એક વીરને છાજે તેવી બહાદુરી દાખવી છે.” “તો પછી ઝીબા, મને કહી દો કે, ગઈકાલથી માંડીને અત્યાર સુધીમાં એવું તે શું બન્યું છે જેથી મારા પ્રત્યેના તમારા ભાવમાં આ ધરમૂળથી પલટો આવી ગયો, વારુ?” કશું જ બન્યું નથી અથવા તે બધું જ બન્યું છે. જેસન, મેં તમને અન્યાય કર્યો છે. તમારે કશે જ વાંક નથી. પણ હવે મને ખબર પડી કે, હું તમને ચાહતી નથી.” Page #202 -------------------------------------------------------------------------- ________________ “પ્રીત ન કરિયે કેય” ૧૭૭ “પણ મારા દિલનો પ્રેમ કેટલી ઝડપે વધતો વધતે વધુ ઊંડો અને સાચો બની રહેશે, એ તમે જાણતા નથી. મને થોડો સમય આપો.” “એથી કંઈ નહિ વળે.” ગ્રીબાએ નન્નો જ રટવા માંડયો. “થે, તમે બીજા કોઈને ચાહો છો?” પણ ગ્રીબા એ પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં તેણે ઉતાવળે ઉમેર્યું, “નહિ, નહિ, તમને એ પ્રશ્ન પૂછવાનો મને કંઈ અધિકાર નથી; એટલે તમે જવાબ આપશો તેય હું તે સાંભળીશ નહિ.” જેસન તમારું દિલ બહુ મોટું છે; મેં તે મને મારા વચનમાંથી મુક્ત કરવા તમને વિનંતી કરી હતી, પણ તમે તો તમારા દિલના મોટાપણાથી મને ઊલટી શરમિંદી કરી મૂકી છે. એટલે હવે તમે જ મારે માટે નિર્ણય આપે – મેં તમને પરણવાનું વચન આપ્યું છે, જો તમે હજુ ઇચ્છતા હો તો હું મારું વચન પાળીશ.” જેસન બિચારો દુઃખી હૃદયે ગણગણયો, “ના, ઝીબા, ના; તમને તમારા વચનને કારણે બાંધી રાખવાં, એ તો તમારા ઉપર જુલમ ગુજાર્યો કહેવાય.” પણ તમારી પોતાની શી સ્થિતિ થશે, તેનો તે વિચાર કરો.” “એમ કરવાની કશી જરૂર નથી. આમ છે તેમ જ કરીશ તેથી મારું હૃદય તે તૂટેલું જ રહેશે; પણ સાથે સાથે તમારું હૃદય શા માટે તૂટવું જોઈએ, તથા જે માણસ મને તમારાથી વિખૂટો પાડે છે, તેનું પણ?” આટલું કહી, તે ભાગેલે અવાજે, “ભગવાન તમારું બંનેનું ભલું કરો,” એમ કહી ચાલતો થયો. ગ્રીબાએ હાથ આમળતાં આમળતાં “જેસન, જેસન” કહીને બૂમ પાડી; અને તરત પાછળ જઈ તેના હાથ પકડયા અને કહ્યું, આ૦ – ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આત્મ-બલિદાન “હું તમને પ્રેમ નથી કરી શકતી, એટલી વાત સાચી છે; પરંતુ પ્રેમ સિવાય એ વસ્તુનું બીજું કાંઈ નામ હશે જ – તે તે હું કરું છું.” એમ બોલતાં બોલતાં તે બહાદુર છોકરીએ તેને હૃદય સાથે ભીડી પોતાના હોઠ તેના હોઠ સાથે ચાંપી દીધા. “ના, ના, ના!” એમ ઘેઘરે અવાજે બેલ જેસન ગ્રીબાની પકડમાંથી છૂટો થઈ ગયો. ગ્રીબા ગઈ! લાગી પડેલા હૃદયવાળા જેસન, સ માણસોને મળવાનું ટાળી, નિર્જન દરિયા-કિનારે નાઠો. તે દિવસે મંગળવાર હતો; પણ પછી શનિવાર સુધી રોજ તેણે નિર્જન ખડકોમાં જ રખડ્યા કર્યું. તે દરમ્યાન વિફળ બનેલા – સામા પાત્રે જવાબ ન વાળેલા પ્રેમનું દારુણ ચિત્ર તેના માથામાં ઘૂમતું રહ્યું. અને એ બધું કેટલું કઠોર – કેટલું કારમું હતું? તેને જાણે મોતની સજાનો હુકમ મળ્યો હોય, તેમ તેનું જીવન શૂન્ય – અર્થહીન થયેલું લાગતું હતું. જે ઉજજવળ ભાવી તેણે પોતાને માટે કલ્પનામાં ખડું કર્યું હતું, તે ભૂકા થઈને તેના પગ આગળ વેરવિખેર પડ્યું હતું. વચ્ચે વચ્ચે વધુ હિંસ લાગણીઓ તેના અંતરમાં ઊછળી આવતી. એ પોતે જ એ ખ્યાલોથી ચેંકી ઊઠતો. દરિયા-કિનારે ધારદાર ખડકોના જંગલમાં ઊભો ઊભો તે કોઈ કોઈ વાર મોટેથી ખડખડાટ હસી પડતે; અથવા પિતાને થયેલી સજાના વિરોધમાં મોટેથી પિકાર કરી ઊઠતો. Page #204 -------------------------------------------------------------------------- ________________ ચીબા ગઈ! ૧૭૯ જીવન અને પ્રેમ – એ બે વસ્તુઓ જ તેને અર્થપૂર્ણ લાગતી હતી; પણ સૌ મનુષ્યોમાં તે એકલો જ જાણે એ બંને વસ્તુઓથી વંચિત થયો હતે. અવારનવાર રાત્રીની નીરવતામાં તે લૉગ્ય મથકની પાસે જઈ પહોંચતે; અને જે બારી પાસે ગ્રીબા રોજ સૂતી તેના તરફ એકીટશે જોઈ રહેતો. પછી અચાનક સ્ત્રીની પેઠે “ગ્રીબા', ગ્રીબા' એવો મોટેથી વિલાપ કરતો તે ત્યાંથી ભાગી જતો. પણ દિવસ ઊગતા તેમ તેમ તેનામાં હિંમતનો – પ્રાણનો ફરીથી સંચાર થતો. દૂર દરિયામાં તે મોટાં મોટાં તોતિંગ જહાજોને આવ-જા કરતાં જોતો અને તેમની ઉપર ખલાસીઓને નિશ્ચિતપણે ગીત ગાતા સાંભળતો. ત્યારથી તેના મનમાં એક વિચાર આકાર પકડીને ચાલ્યો કે, આ ટાપુમાં તેના વસવાટના દિવસો હવે પૂરા થયા છે, અને જ્યાં ગ્રીબા રહેતી હોય ત્યાં તેનાથી હવે રહી શકાય નહિ. પછી તો રવિવારે ચર્ચમાં એક વખત દૂરથી ગ્રીબાને નિહાળી લઈ, તેણે આ ટાપુ છોડી ચાલ્યા જવાનો નિરધાર કર્યો. તે મનોમન ગગણ્યા કરતો, “ઝીબા, તું ભલે જીવજે અને સુખી થજે મને તારા ઉપર જરાય ખોટું નથી લાગ્યું. એ બધાની યાદ મારા મનના પટ ઉપરથી ભલે ભૂંસાઈ જાય.” પણ મંગળવારે સૂતારે છેલ્લો પાટડો જૈસનની પન-ચક્કીના છાપરા ઉપર ચડાવ્યો, ત્યાર પછી જેસનને ઘરમાંથી લાપતા થઈ ગયેલો જાણી તેના સાથી ડેવીને બહુ નવાઈ લાગી. કારણકે, અત્યાર સુધી જેસને એ પનચક્કી ઉપર ઝોડની પેઠે કામ કર્યું હતું, પણ હવે તે એના તરફ નજર નાખવા પણ આવ્યો ન હતો! જ્યારે નર્યું સોનું વરસવાનું થયું ત્યારે જ! ડેવીએ બિચારે જેસનને કોઈ ભૂતને વળગાડ થયો હોવાનું જ માની લીધું. તરત જ તેણે એક બુટ્ટી ડોસીને સંપર્ક સાધ્યો અને તેણે જેસન સૂતેલું હોય ત્યારે તેના ગળામાં બાંધવા માટે એક તાવીજ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આત્મ-બાંહદાન મંતરી આપ્યું. પણ જેસન રાતે સ્થિર થઈને ઊંઘતો હોય તો ને? છતાં છેવટે તે એ તાવીજ તેના ગળામાં બાંધવામાં સફળ થયો. જેસન તેને હવે શાંત પડી ગયેલો લાગ્યો. પણ તે તો જાણે એક ધમાલિયું ભૂત જેસનમાંથી નીકળી જઈને બીજું મુંજી ભૂત તેને વળગ્યું હોય તેવું થઈને રહ્યું – જેસન મૂંજી જેવો જ આખો દિવસ પછી રહેવા લાગ્યો. રવિવારે જેસન ગ્રીબાનાં છેલ્લાં દર્શન કરી લેવા ચર્ચમાં જઈ પહોંચ્યો. ચાર વર્ષ થયાં તે આઇસલૅન્ડમાં આવ્યો હતો; પણ ચમાં તે બહુ થોડી જ વાર ગયો હશે. લોકો વચ્ચે જગા કરતો ચર્ચના એક અંધારા ખૂણા તરફ તે ચાલ્યો ગયો. ત્યાં જઈને તે બેઠો ખરે; પણ ગ્રીબા ચર્ચમાં આવી ન હતી. પછી તો ચર્ચનું બારણું બધ થઈ જતાં, તેને સેવા-ભકિત પતે ત્યાં સુધી અંદર જ બેસી રહેવું પડ્યું. | બાઇબલમાંની જેકબની અને ઇસોની વાતનો પાઠ ચાલવા લાગ્યો. તેમના બાપુ આઈઝેકે પિતાનું મૃત્યુ નજીક આવતું જાણી, ઇને હરણનું માંસ લઈ આવવા મોકલ્યા; જેથી તે ખાઈને, બદલામાં, મરતા પહેલાં તે ઇસોને વરદાન આપી શકે. પણ ઇસો હરણનો શિકાર કરવા ગયો તે દરમ્યાન જેકબે હરણનું માંસ લાવી, ઇસોને નામે બાપ સામે હાજર થઈ, તેમની પાસેથી તેમના બધા વારસાનું વરદાન મેળવી લીધું. પછી ઇસો આવ્યો ત્યારે તેને અને આઇઝેકને જેકબના કાવતરાની ખબર પડી. ઈસો પિકાર કરી ઊઠ્યો અને બાપ પાસે પિતાને પણ વરદાન આપવા વિનંતી કરવા લાગ્યો. બાપે કહ્યું, “તારું રહેઠાણ સ્વર્ગમાંથી નીતરતા ઝાકળ હેઠળની ધિંગી જમીન હશે. તારે તારી તરવારથી જીવવું પડશે અને તારા ભાઈની નોકરી કરવી પડશે. જ્યારે તું તારું રાજ્ય મેળવીશ, ત્યારે તું તારા ભાઈની ઝૂંસરીમાંથી મુક્ત થઈશ.” Page #206 -------------------------------------------------------------------------- ________________ ચીબા ગઈ! ૧૮૧ ઇસો હવે જેકબને ધિક્કારવા લાગ્યો; અને પિતાના મૃત્યુના શોકના દિવસ પૂરા થાય એટલે જેકબનું ખૂન કરવાનો તેણે નિરધાર કર્યો. તરત જ જેસનને પણ પોતાની મા, તેનું કપરું જીવન, તેનું મૃત્યુ, અને પોતે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવ્યાં. તેને થયું કે, હું સ્ત્રીપ્રેમનાં સ્વપ્નમાં પડી જઈ, મારી માનું વેર લેવાની પ્રતિજ્ઞા ભૂલી ગયો. તેને ખાતરી થઈ ગઈ કે, પોતે જો માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા પૂરી નહિ કરે, તો તેને શાપ કબરમાંથી પણ તેને જંપવા નહિ દે. દેવળની પ્રાર્થના પૂરી થઈ, એટલે જેસન ત્યાંથી કોઈની નજરે ન પડાય તેમ ભાગ્યો. પણ જૉન ફેરબ્રધરે તેની પાછળ દોડી જઈ તેને પકડી પાડયો, અને તેના મોં સામું જોઈને પૂછયું, “તે કયાં ગઈ છે તે તમે તો જાણતા જ હશો!” “કોણ કયાં ગઈ છે?” જેસને નવાઈ પામી પૂછયું. “ત્યારે, સાચે જ તમે કશું નથી જાણતા?” “કેણ, ઝીબા ચાવી ગઈ છે?” “હા, હા, તેની જ વાત છે તે. પણ તમે તે વધુ જાણતા જ હશે.” પણ જસન તેની સાથે વધુ વાતચીત કરવા ભવાને બદલે તેને હડસેલે મારી લેંગ્યુ તરફ દોડ્યો. જૉન નવાઈ પામીને તેની પાછળ જોઈ રહ્યો અને ગણગણ્યો, મા”નું લાગે છે તો એવું કે, એ જાણે કશું ન જ જાણતો હોય!” જેસન લેંગ્યુ પહોંચ્યો, ત્યારે બીજા ફેરબ્રધર ભાઈઓ ત્યાં ભેગા થયા હતા. ઐશરને ગઈ રાતથી જ ગ્રીબાનો પત્તો ન લાગતાં રવિવારે સવારે મોડો મોડો ઊઠયા બાદ પણ તે બીજા ભાઈઓને ત્યાં ખબર કાઢવા પહોંચી ગયો હતો. પરિણામે જોન સિવાયના બાકીના બધા જ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આત્મ-બલિદાન ભાઈઓ લેંગૂમથકે ભેગા મળી શું બન્યું હશે તેની વિવિધ કલ્પનાઓ દોડાવતા હતા. પ્રથમ તેઓએ ગ્રીબાની ઓરડી ફંફોસી જોઈ. તેમાંના એક પટારામાંથી તેમને બે કાગળ મળ્યા. ગ્રીબા જતી વખતે એ કાગળો કાઢી લેવાનું ભૂલી ગઈ હતી. – જો તે એ કાગળો યાદ રાખીને સાથે લેતી ગઈ હોત, તે તેના પિતાના જીવનમાં અને બીજા બેનાં જીવનમાં જે કારમી કરુણતા હવે સરજાવાની હતી, તે કદાચ ન સરજાત ! એ બે કાગળોમાંનો એક તો માઈકેલ સન-લૉકસનો ગ્રીબા ઉપર આવેલો કાગળ હતું અને બીજો ગ્રીબાએ જસનને આપવા લખેલ કાગળ હતા, જે તેણે પછી જેસનને આપ્યો ન હતો. ભાઈએ બંને કાગળો નવાઈ પામતાં પામતાં વાંચ્યા. પછી જોકબે સન-લોકસવાળો કાગળ પોતાના ખીસામાં સરકાવી દીધો. બધા ભાઈઓ હવે સન-લૉસના એ કાગળની મતલબ વિચારતા હતા, તેવામાં જેસન ફી પડી ગયેલે એ ત્યાં આવ્યો. તેણે તરત જ પૂછયું, “ગ્રીબા ક્યાં છે? શું થયું છે?” “કોણ જાણે, ક્યાં ગઈ છે તે! પણ આ કાગળ તેના ઉપર કોણે લખ્યો છે તે વાંચે – ” એમ કહી કબે ખીસામાંથી કાગળ કાઢી તેની નીચે સન-લોકસે કરેલી સહીના અક્ષરો આંગળી કરીને બતાવ્યા – “માઇકેલ સન-લૉકસ.' અને પછી કહ્યું, “હવે તો તમને સમજાઈ ગયું હશે કે તે ક્યાં ગઈ છે!” જેસન હિસ્ત્ર પ્રાણીની જેમ ધમધમી ઊઠ્યો. તે દૂર હાસ્ય હસીને બોલ્યા, “ને બેવકૂફ જ છું – મને અત્યાર સુધી કેમ ન સમજાયું? એ બદમાશનું સત્તાનાશ જાય!” એટલું કહીને તે જેકબે આગળ ધરેલ કાગળ પાછો હડસેલી, ઘર બહાર નીકળી ગયો. ત્યાંથી સીધો તે પૉર્ટી-વૂલી તરફ દોડ્યો. ત્યાં જઈ તેણે પોતે ઊભું કરેલું પનચક્કીનું મકાન આખું તોડી પાડવું – એકેએક પાટડી Page #208 -------------------------------------------------------------------------- ________________ થીબા ગઈ! ૧૮૩ અને એકેએક પથ્થર ! પછી પોતાની ઝૂંપડીમાં જઈ તે ત્યાંનું બધું સંગ્રહસ્થાન કાઢી લાવ્યો અને તેને દરિયામાં પધરાવી દીધું. દરમ્યાન ફેબ્રધર ભાઈઓ ભેગા મળી સંતલસ ચલાવવા લાગ્યા. “માળો સન-લૉકસ આઇસલેન્ડનો પ્રેસિડન્ટ થયો છે, એ તો ગવર્નર-જનરલ જ ગણાય.” થર્સ્ટન બોલ્યો. “મારો બેટો!” જૉન બેલ્યો. “ગ્રીબાડી તો ખાસી તવંગર બની જશે, હું હંમેશા કહેતો હતો કે, તે મોટી લેડી થવાને લાયક છે.” રૉસ બાલ્યો. હંઅં! પણ આપણે કો જરા બાઘા તે ખરા !!! સ્ટીન બોલ્યો. તમે લોકોએ માન્યું જ નહિં; હું તો તમને પહેલેથી કહેતો હતો કે આપણે એ છોકરી સાથે સારો વર્તાવ રાખવો જોઈએ.” શરે ઉમેર્યું. “થે, લ્યો, હજુ કંઈ બગડી ગયું નથી.” જે કબ બેલી ઊઠયો. કેમ? હવે શું થઈ શકે, વારુ?” બીજા સામટા પૂછી બેઠા. “આપણે તેની પાછળ જઈ પહોંચવું જોઈએ, વળી!” જેકબે કહ્યું. "હું?” “સાંભળો! આપણે આપણા એક ભાગનું ખેતર વેચી દઈ, તેના પૈસા લઈ તેની પાસે જઈએ અને તેને કહીએ કે, આપણે તેના સાતમા ભાગના ખેતરની કિંમત પહોંચાડવા આવ્યા છીએ.” વિચાર સારો છે.” જૉન બોલ્યો.” Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આત્મ-બલિદાન “ગવર્નર-જનરલને તે બહારનુંય ઘણું ઘણું મળતર હોય,” જેકબે કહ્યું. પણ ગ્રીબાને એ બધું આપવા-લેવા આઇસલૅન્ડ કોણ જશે?” શરે પૂછયું. લો, જવું પડે તે જવામાં મને વાંધો નથી.” જેકબે જવાબ આપ્યો. મને પણ તમારી સાથે આવવાનું મન ન થાય એમ નહિ.” જેને ઉમેર્યું. અને બાકીના ચારેએ મને મન નક્કી કરી લીધું કે, એમને પણ ગવર્નર-જનરલના મળતરમાં ભાગ પડાવવા આઇસલૅન્ડ જવામાં કશો જ વાંધો ન હતો! વેરની આગ ! સને મેન-ટાપુમાં પિતાનું જે કંઈ દેવું હતું તે ચૂકતે કરી દીધું અને પછી તે આઇસલૅન્ડ જવા ઊપડયો. આદમ ફેબ્રધર જેટલા પૈસા સાથે આઇસલૅન્ડ જવા નીકળ્યો હતો, તેના કરતાંય તેના ખીસામાં તે વખતે ઓછી રકમ હતી. માઇકેલ સન-લૉકસ રેકજાવિમાં છે, એ સિવાય બીજી કંઈ વિશેષ માહિતી તેને ન હતી. છતાં તેને શોધવા અને તેના ઉપર માએ કરમાવેલું વેર લેવા તે નીકળ્યો હતો. જે વહાણમાં તે ઊપડ્યો, તે વહાણ તે ડેન્માર્કની રાજધાની કૉપનહેગન જતું હતું. ત્યાં પહોંચી ત્યાંથી તેણે રેકજાવિક જતા એક જહાજમાં જગા મેળવી લીધી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ વેરની આગ ! જહાજના કપ્તાને જ્યારે જાણ્યું કે જે સન આઇસલૅન્ડને વતની છે અને ચાર વર્ષ અગાઉ ત્યાંથી નીકળી ગયેલે છે, ત્યારે તેણે તેને જણાવ્યું કે, “તને ભાઈ, આ દરમ્યાન આઇસલૅન્ડમાં ઘણું બધું બદલાઈ ગયેલું જોવા મળશે.” વેસ્ટમેન-ટાપુઓ હમણાં જ નજરે પડ્યા હતા, તેવામાં “હોમ'ટાપુમાંથી એક ખુલ્લી હોડી જહાજ પાસે ટપાલ લેવા માટે ઊછળતાં મેજા વચ્ચે આવી પહોંચી. પોસ્ટમૅનને જહાજના કમાને પૂછ્યું, “કેમ, પૅટ્રિકસન, તમારા પુરાણા દેશના શા સમાચાર છે?” દરમ્યાન કમાને બે છાપાં તેને આપ્યાં અને તેની પાસેથી ટપાલને એક કાગળ લઈ લીધો. કેમ. તમે સાંભળ્યું નથી ?” ટપાલી પેટ્રિકસને પૂછયું. શું ભાઈ?” પેલા જવાન મૅક્સને તેઓએ ગાદીએ બેસાડયો છે! જેના બાપને હું બરાબર ઓળખતો હતો !” પૅટ્રિકસન-ટપાલી છાપાં લઈ, અને કાગળ આપી પાછા ફરી ગયો. કપ્તાન સાથે તેને થયેલી વાતચીત જૈસને બરાબર સાંભળી હતી. તે હવે કમાનને વિશેષ પૂછપરછ કરવા જતો હતો, તેવામાં તેને વિચાર આવ્યો, “ના, ના, આ તો હાથે કરીને પુરાવાર ઊભા કરતા જવા જેવું થાય ” એટલે તે ચૂપ રહ્યો. દિવસ ઢળતો થયો ત્યારે આઇસલૅન્ડને દક્ષિણ-પૂર્વ કિનારો તેમની નજરે પડયો. બધું ખડકાળ, જવાળામુખી પર્વતએ ઓકેલા ૧. મૈન-ટાપુનો વતની. અહીં માઇકેલ સન-લૉક્સ અભિપ્રેત છે, એ ઉઘાડું છે. - સપાટ ૨. સ્ટિફને મારી નાખેલા પોતાના ભાઈનું વેર લેવા તેણે સ્ટિફન ઓરીને બદલે તેની બીજી પત્ની લિઝા કિલી (માઇકેલ સન-લૉકસની મા)ને મારી નાખી હતી. - સપાટ ૩. માઈકેલ સન-લૉસને મારી નાખે તેના. Page #211 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન લાવા-રસનાં ગચિયાંથી ભરેલું હતું, છતાં પોતાનું જન્મસ્થાન જોઈ, જેસનનું હૃદય એક વાર તો ભરાઈ આવ્યું. પણ પછી તરત તે પાછો ઉશ્કેરાટની સ્થિતિમાં આવી ગયો. પોતાની માને ભૂખમરો અને મૃત્યુ, તથા માઇકલ સન-લૉકસની અત્યારે અહીં હાજરી – એ બે વાનાં તેનાથી ભૂલ્યાં ભુલાય તેમ નહોતાં. બીજે દિવસે તેઓ સ્મકી-પૉઇંટ વટાવીને રેકજાવિકના અખાત તરફ વળ્યા. હજુ છ વાગ્યા ન હતા, પણ શિયાળો નજીક આવ્યો હોવાથી અંધારું થઈ ગયું હતું. બે છોકરાઓ હોડી લઈ કિનારાના ખડકોમાં ઈંડાં વગેરે શોધવા નીકળેલા, તે જહાજમાંથી કોઈ ઉતારુ મળે તો તેને લઈ આવવા જહાજ પાસે આવી પહોંચ્યા. જેસન પોતાના થોડાઘણા સરસામાન સાથે તેમની હેડીમાં ઊતરી પડ્યો. તે છોકરાઓ સાથેની વાતચીત ઉપરથી જણાયું કે, જેસન જ્યાં જન્મ્યો હતે તે ઘોલકામાં જ તેઓ રહેતા હતા. જેસન સમજી ગયો કે, તેના બાપની મા ગુજરી ગઈ છે – છેવટના તે જ ત્યાં રહેતી હતી. રાજધાની નજીક આવતી ગઈ, તેમ તેમ સળગતી મશાલ અને તાપણાં સાથે કંઈ ધમાલ કિનારે ચાલતી જોઈ, જેસને છોકરાઓને પૂછ્યું, “આ શાની ધમાલ છે, વારુ?” “નવા ગવર્નર કિલ્લો બંધાવે છે કે, તેની !” કિનારે ઊતરીને, જેસન, પિતાની સામું જોઈ નવાઈ પામી પોતાને વિશેષ પૂછપરછ કરવા માગતા લોકો તરફથી મેં ફેરવી લઈ આગળ ચાલ્યો. દેવળની બાજુની ઝૂંપડીમાં, દેવળનું કામકાજ સંભાળનાર એક વૃદ્ધ તથા તેની વૃદ્ધ પત્ની રહેતાં હતાં. તેઓએ જેસનની માના છેવટના દિવસેમાં તેની સારી સંભાળ રાખી હતી. જેસન તેમની પાસે જ પહોંચી ગયો. Page #212 -------------------------------------------------------------------------- ________________ વેરની આગ ! ૧૮૭ તેઓએ ભાવપૂર્વક – જોકે ઘણી જ નવાઈ પામીને – તેને આવકાર્યો, અને ઘરમાંનું સીધુંસાદું ખાવાનું તેની સામે પીરસી દઈ, તેને પ્રશ્નો પૂછવા માંડયા – “તું અત્યાર સુધી ક્યાં હતો, દીકરા?” ઇંગ્લેન્ડ, સ્કૉટલૅન્ડ, ડેન્માર્ક – એમ ઘણે ઠેકાણે.” જેસને જવાબ આપ્યો. વાહ, તને તે અહીંના લોકોએ ચાર વર્ષ થયાં કબરમાં વિધિસર દફનાવી જ દીધો છે!” બુઢાએ જરા હસીને કહ્યું. “અરે તારી કબર ઉપર ફસ ખોડ્યો છે, અને ક્રૂસ ઉપર તારું નામ પણ કોતર્યું છે!” બુદ્દીએ ઉમેર્યું. “કોણે વળી મારી એટલી બધી કાળજી લીધી?” જેસને પૂછયું. જૉર્ગન જૉર્ગન્સને વળી. તારા માની કબર પાસે જ તને દટાવી તેની ઉપર એ ક્રૂસ તેણે ઊભે કરાવ્યો છે. તારી મા મરી ગયા પછી જૉર્ગનને સાચે જ બહુ ભારે પસ્તાવો થયો હતે.” બુટ્ટીએ જવાબ વાળ્યો. પણ પોતે કરેલા અપકૃત્યથી બધું બરબાદ થઈ જાય, ત્યાર પછી પસ્તાવો શા કામને?” બુઢ્ઢાએ કહ્યું. “ભગવાન એને પસ્તાવો ગણે જ નહિ ને! અને જુઓને તેની શી વલે થઈ તે!” બુદ્વીએ જવાબ આપ્યો. હું? તેને વળી શું થયું?” જેસને પૂછયું. “તેને આઇસલૅન્ડ છોડવું જ પડવું, વળી; તને ખબર નથી, બેટા?” બુઠ્ઠીએ કહ્યું. કેમ? તે મરી ગયો?” ના, ના, એનાથીય બદતર – તેને અપમાનિત થઈ આઈસલૅન્ડ છોડવું પડયું.” Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આત્મ-બલિદાન પણ મારા બાપનાં મા ગુજરી ગયાં, ખરું?” જે સને પૂછયું. “ના રે ના! રોજ સવારે દેવળમાં પ્રાર્થના કરવા આવે છે, ને!” બુઢ્ઢો ગણગણ્યો; એવાં પુરાણાં પાપિયાને ઝટ મત આવતું હશે?” “પણ તેમના ઘલકામાં તે બીજું કોઈક રહેતું હોય એમ લાગે છે?” જેસને પૂછયું. હા, એ તે ખરી વાત છે; કારણકે એ બુઠ્ઠીથી હવે કશું કામકાજ થઈ શકે તેમ નથી, એટલે નવા ગવર્નર જ તેને પોષે છે. પણ તારા બાપુની કશી ભાળ તને મળી ખરી?” બુઢ્ઢાએ ખભે ઉલાળીને એ પ્રશ્નનો જવાબ પોતે જ આપી દીધું – નહીં જ મળી હોય! ખાઈને, જરા સાંસત થઈ, જેસન તરત બહાર ફરવા નીકળ્યો. રાત પડી ગઈ હતી, છતાં શહેરમાં હજુ કામકાજની – ધંધારોજગારની ધમાલ જેવું લાગતું હતું. ખરેખર, પહેલાંનાં આળસ અને પ્રમાદ કયાંય દેખાતાં ન હતાં. જાણે આખું શહેર દી નિદ્રામાંથી હમણાં જ જાગ્યું હોય! લોકોની નજર ટાળી, તે પુલ તરફ વળ્યો. બિશપનું શાંત મકાન તે તરફ આવ્યું હતું. ત્યાંથી આગળ તે લૅટિન સ્કૂલ અને જેલ તરફ વળ્યો. સ્કૂલમાં છોકરાઓને ડ્રીલ શીખવતા હતા. તેણે આસપાસ ઊભેલી જુવાન છોકરીઓને પૂછયું, “આ શું ચાલે છે?” “નવા ગવર્નરે પલટણ ઊભી કરી છે. એક છોકરીએ જવાબ આપ્યો. નવ ગવર્નર ! બધે જ નવા ગવર્નરનું નામ હતું – “તેણે આ કરવા માંડ્યું છે અને “તે કરાવવા માંડયું છે!' લોકોના આખા જીવનમાં જાણે તે વ્યાપી રહ્યો હતો અને તેમને પ્રવૃત્તિ કરવા - પરિશ્રમ કરવા જાણે ગોદાવી રહ્યો હતો. Page #214 -------------------------------------------------------------------------- ________________ વેરની આગ! ૧૮૯ જેલમાંથી સુતારોના હથોડાઓનો ધડાધડ અવાજ આવતો હતો. “તેઓ જેલમાં શાની ધડાધડ કરે છે?” તેણે ત્યાં થઈને પસાર થતા દરજીને પૂછ્યું. “જેલમાં ફેરફાર કરી, નવા ગવર્નર માટે રહેવાનું મકાન બનાવે છે,” દરજીએ જવાબ આપ્યો. નવો ગવર્નર બહુ કામગરો માણસ લાગે છે!” જેસન બોલી ઊઠયો. હા, ખરી વાત છે; જોકે, તે ઘણા જવાન છે - તમારા જેટલા જ હશે, પચીસેક વર્ષના. પણ તેમણે પેલા હરામખોર ડેન – ડાકુઓને દેશમાંથી હાંકી કાઢ્યા. ત્યાર પહેલાં આ દેશમાં આપણી મહેનતમારી પણ આપણી ન હતી – બધું તે પરદેશીઓ પડાવી જતા. અને આ ગવર્નર ન્યાયી પણ કેવા છે ! – પણ હવે તે પરણવાના છે – કોઈ પરદેશી બાજુ સાથે સ્તો – અત્યારે તે બાબુ બિશપ જૉનને ત્યાં રહે છે.” એટલી વાત કરી દરજી તેને રસ્તે ચાલતો થયો. અચાનક એક જુવાન ઘોડેસવાર આ તરફ ઘોડાને પૂરપાટ દોડાવતે આવ્યો. જેસને પાછા વળીને તેની પાછળ જોયું તો તે બિશપના મકાનને દરવાજે થંભ્યો. તેને જે આદરસત્કાર ત્યાં તેણે થતે જોયે, તે ઉપરથી તેને લાગ્યું કે, એ “નવ ગવર્નર' જ હશે, જે પોતાની ભાવી પત્નીને મળવા કે તેની ખબર કાઢવા બિશપને ત્યાં આવ્યો હશે. જેસનને એ ભાગ્યશાળી માણસની અદેખાઈ તો ન આવી, પણ પોતાની સ્થિતિ ઉપર તેણે નિસાસો જરૂર નાખે. જેસન હવે શહેર તરફ પાછો ફર્યો. એક પીઠા આગળ તેને ઓળખતા તેના જુના સાથીઓ તરત તેને ઘેરી વળ્યા, અને આનંદના Page #215 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન પિકાર કરવા લાગ્યા. તે જીવતે પાછો આવ્યાની વાત તેઓએ હમણાં જ સાંભળી હતી. “ત્યારે તું પરદેશ ચાલે ગયે હો કેમ?” “તને તે અહીં બધાએ દાટી દીધા છે!” “પરદેશમાં પરણ્યો-બરો છે કે નહિ?” “નથી પરણ્યો? – તો તો આઇસલૉન્ડની છોકરીઓ જ વધુ સારી છે, ખરું?” “પણ ભાઈ, તું એને ખોટે વખતે બહાર ચાલ્યો ગયો – તું ન મળ્યો એટલે તારા દાદા જૉર્ગન જૉર્ગન્સને તારે બદલે માઇકેલ સન-લૉકસને જ દીકરા તરીકે સ્વીકારી લીધે!” “માઇકેલ સન-લૉસ?” જેસન જાણે બીજી દુનિયામાંથી બોલતો હોય એવા ઘેરા અવાજે બોલી ઊઠયો. હા, હા, એ પાછો મોટો નવો ગવર્નર બની ગયો છે, એટલે બધાંનું દારૂ પીવાનું બંધ કરવા માગે છે! જો તો ખરો; તું જ જૉર્ગન જૉર્મન્સનને વેળાસર ભેગો થયો હોત, તો ટાપુના સૌ ભલા માણસોને માથે આ આફત ન આવી હોત !” નવો ગવર્નર?” સને જાણે બેભાનમાં બેલો હોય તેમ ફરી પૂછ્યું. હા, હા, તું તો એને ઓળખતો જ હશે;- બુઢ્ઢા જૉર્ગનને તેની સાથે તકરાર થઈ, અને તેને ટાપુ છોડી ચાલ્યા જવું પડયું. બધા જ કહે છે કે, એ તો તારે એરમાન ભાઈ થાય છે.” માઈકેલ સન-લૉકસ નવા ગવર્નર થયો!– માઇકેલ સન-લૉસ ગ્રીબા સાથે પરણવાને છે! – ત્રણ ત્રણ વખત એ માણસ મારા માર્ગમાં આડે આવ્યો : એક વખત મારા બાપની બાબતમાં; બીજી વખત ગ્રીવાની બાબતમાં; અને ત્રીજી વખત મારા દાદા જૉર્ગન જૉર્ગન્સનની બાબતમાં. તે માણસે પિતાને કરેલા નુકસાનને બધો હિસાબ જેસને માંડી જોવા પ્રયત્ન કર્યો, પણ આ બધા સમાચાર ઉપરાછાપરી તેને એટલા Page #216 -------------------------------------------------------------------------- ________________ વેરની આગ! ૧૯૧ બધા અણધાર્યા મળ્યા હતા કે, તે એના અંતરના વિક્ષોભને દબાવીને કિશો વિચાર કરી શકયો નહિ. થોડી જ વારમાં તે કશું મન સાથે નક્કી કર્યા વિના, બિશપના મકાન તરફ ચાલ્યો, – જાણે કોઈ તેને હાથ પકડીને ખેંચી જતું હોય. બિશપના ઘર સામું જોઈને તે ગણગણ્યો – “એ માઇકેલ સનલૉકસ મારા માર્ગમાં પહેલેથી માંડીને અત્યાર સુધી આડે જ આવ્યા કર્યો છે : તેણે મારા જીવનની બધી સારી વસ્તુઓ પચાવી પાડી છે. તે અત્યારે યશ, ધનસંપત્તિ અને સુખશાંતિની ટોચે ઊભે છે, ત્યારે હું રાતના અંધારામાં ઘરબાર વિનાને રવડત ફરું છું. બસ, હું અત્યારે જ એનું કાટલું કાઢી નાખું – અબઘડી – અત્યારે!” પણ તરત જ તેને યાદ આવ્યું કે, તેણે માઇકેલ સન-લૉસને કદી પોતાની નજરે જોયો નથી; એટલે બધાં માણસેમાંથી તેને કેમ કરીને ઓળખી કાઢી શકશે? તેણે જરા ધીમેથી – સાવચેતીથી – આગળ વધવું જોઈએ – પહેલાં તેને બરાબર ઓળખી લેવો જોઈએ. જેસન હવે પોતાને ઉતારે પાછો ફરવા તૈયાર થયો. એટલામાં અચાનક બિશપના મકાનમાંથી, વાજિત્ર સાથે કોઈ મધુર અવાજે ગાતું હોય એવો અવાજ તેને સંભળાયો. તે ગ્રીબાને જ અવાજ હતો, – ગ્રીબા પ્રેમ-ગીત ગાતી હતી, અને એટલા બધા ભાવથી ગાતી હતી કે, વેરો તેની પાસે જ ઊભા હોવો જોઈએ, એમ જેસનને લાગ્યા વિના ન રહ્યું. “એને માટે જ ગ્રીબા મને છોડીને અહીં દોડી આવી છે – એનાં માન-મરતબાથી લોભાઈને – એનાં સુખ - આરામમાં ભાગીદાર બનવા!” તરત જ તેને વિચાર આવ્યો કે, એ સ્ત્રી માટેના તેના પ્રેમે તેને પાંચ પાંચ વર્ષ સુધી કેવી દેખાબાજીમાં રાખ્યો હતો. એ સ્ત્રીને કારણે ૧. ગ્રીબાને વરાયેલે પતિ – માઈકેલ સન-લૉસ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આત્મબલિદાન તે પિતાની માતાને આપેલું વચન ભૂલી ગયો હતો. એ સ્ત્રી પોતે મુશ્કેલીઓમાં સપડાઈ હતી ત્યારે તેને ચાહવાનો ઢોંગ કરતી હતી, પણ બીજાએ તેને બોલાવી કે તરત તેને પોતાને પડતો મૂકી અહીં દોડી આવી છે. જેસનનું હૃદય અમળાઈ જવા લાગ્યું; તે દાંત કચકચાવીને બોલી ઊઠયો, “ભગવાન કરે ને એ માણસ જલદી મારા હાથમાં આવે!” ધરપકડ , - ° સન દેવળ પાસેના પોતાના ઉતારાએ પાછો ફર્યો. બુદ્દો દેવળ-કામદાર તેની રાહ જોઈને બેસી રહ્યો હતો. જેસને મોડા આવવા બદલ કંઈક બહાનું બતાવીને તેની માફી માગી. - રાતે સૂતા પછી તેણે બારના ટકોરા પછીના બધા જ ટકોરા ગણવા માંડયા – ૧, ૨, ૩, ૪. તેને ઊંઘ આવતી ન હતી અને તેને આખે શરીરે વેદના ઊપડી હતી. છેવટે તેને વિચાર આવ્યો કે, આમ તો માંદા પડી જવાશે અને પછી વેર લેવાનું ક્યાંય રહી જશે. તેય એકદમ તો તેને ઊંઘ ન જ આવી. પણ ધીમે ધીમે તે ગાઢ નિદ્રામાં પડી ગયો. - જ્યારે તે જાગ્યો ત્યારે દેવળના ઘડિયાળમાં બીજા દિવસના બારના ટકોરા પડતા હતા! તેને વિચાર આવ્યો કે, આટલું આટલું કામ પતાવવાનું બાકી છે, અને આમ ઊંઘમાં ઘોરતા પડી રહેવાય ખરું? Page #218 -------------------------------------------------------------------------- ________________ ધરપકડ બુઠ્ઠી દેવળ-કામદારણ બિચારી જેસનને માંદો પડી ગયેલો માની બહુ ચિંતા કરવા લાગી. પછી જ્યારે તે નાસ્તો કરવા બેઠો, ત્યારે હવે તેને શું કરવાનો વિચાર છે એમ તેણે પૂછ્યું. જેસને બાધે ભારે જણાવ્યું કે, હજુ કશું નક્કી નથી; પરંતુ દરમ્યાન મારા ખાધા-ખર્ચ જો રોકડ મારી પાસે છે. પણ પછી જેસને ડેસીને જ નવા ગવર્નર કે પ્રેસિડન્ટ વિશે સવાલો પૂછવા માંડ્યા : તે કોના જેવો દેખાવમાં છે, તે સામાન્ય રીને ક્યાં અવરજવર કરે છે, શહેરમાં અવારનવાર ફરવા નીકળે છે કે કેમ ઇ. બિચારી ડોસી બહેરી હતી અને દેવળની સાફસૂફીને દિવસે ત્યાં સુધી માંડ જઈ શકતી; એટલે તે એને વધુ માહિતી આપી શકી નહિ; પણ તેનો બુઠ્ઠો પતિ બહાર શેરીમાં ગયેલો, તે એ જ ઘડીએ ઘરમાં પાછો આવ્યો, તેણે જેસનના છેલ્લા પ્રશ્નનો જવાબ આપ્યો કે, આથગ’ – પાર્લમેન્ટની બેઠક હમણાં ચાલુ છે, એટલે નવા જાહેર કરાયેલા લોકતંત્ર ( રિપબ્લિક')ના પ્રેસિડન્ટ તરીકે માઇકેલ સનલૉસ રોજ બપોરે બેઠકના પ્રમુખસ્થાને બિરાજે છે. જેસન તરત જ નાસ્તાનું જેમ તેમ પતાવી, કંઈક બહાનું કાઢી, પાર્લમેન્ટની બેઠક જ્યાં મળતી હતી તે મકાન તરફ દોડયો. એ મકાન પાકું બાંધેલું ન હતું, તેને લાકડાનું બનાવેલું મોટું ડહેલું જ કહી શકાય. પણ તે પહોંચ્યો ત્યારે બેઠક પૂરી થયેલી એટલે સભ્યો વીખરાઈ ગયા હતા. બીજે દિવસે જેસન બેઠક શરૂ થાય તે પહેલાં જ ત્યાં હાજર થઈ ગયો, જેથી બધા સભ્યો અંદર દાખલ થાય તે પહેલાં તેની નજર તેમના ઉપર પડી શકે. પણ કોઈ સભ્ય તેને માઈકેલ સન-લૉસના વર્ણવવામાં આવેલા જુવાન દેખાવને જોવા ન મળ્યો. તે વખતે કોઈનું ધ્યાન પિતા પ્રત્યે ન ખેંચાય તે માટે તેણે કશી પૂછપરછ. પણ ન કરી. આ૦ – ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આત્મ-બલિદાન પછીને દિવસે પણ એમ જ બન્યું. છેવટે થાકીને જેસને દરવાનને પૂછ્યું કે, માઇકેલ સન-લૉકસ બેઠકમાં હાજર રહેતા નથી? ત્યારે તેણે જવાબ આપ્યો કે, નવા જાહેર થયેલા બંધારણ મુજબ તેઓશ્રી માત્ર ઉપલી કાઉંસિલની બેઠકમાં જ હાજર રહે છે, અત્યારે તો નીચલી સેનેટ ચાલતી હોવાથી તેઓશ્રી આવતા નથી. તે દિવસે ગુરુવાર હતો. જેસનને વિચાર આવ્યો કે, ચાર ચાર દિવસ વીતી ગયા પણ પોતે કશું કરી શક્યો નથી. એટલે તેણે હવે હિંમત લાવીને માઇકેલ સન-લૉકસની હિલચાલ વિશે સીધી પૂછપરછ કરવા માંડી. તેને જાણવા મળ્યું કે, ગવર્નર સાહેબ નો કિલ્લો બંધાયા છે ત્યાં બાર વાગ્યે રોજ જાય છે. જેસન તરત જ ત્યાં દોડી ગયો, તો તેને ખબર મળી કે, ગવર્નર ક્યારના આવોને પાછા ચાલ્યા ગયા હતા. તે પછીને દિવસે શુક્રવારે તે એથીય વહેલો ત્યાં હાજર થઈ ગયો. પણ ગવર્નર હજુ આવ્યા ન હતા. પણ જસનની વારંવાર પૂછપરછ ઉપરથી આસપાસના લોકો શંકામાં પડી જઈ, ટોળે વળી ગુસપુસ કરવા લાગ્યા. જેસનને તરત વિચાર આવ્યો કે, હમણાં જ રાજકાંતિ થઈ હોવાથી, લોકો કદાચ તેને ડેન્માર્કને જાસુસ માની લેશે અને તેને પકડીને જેલમાં ખોસી ઘાલશે. એટલે વિચાર કરી, તે ત્યાંથી ખસી ગયો. પાસેની શેરીમાંના પીઠામાં તેને એક સુકલકડી જુવાનિયો મળ્યો તે પહેલાં વિદ્યાર્થી હતો પણ તેની દારૂ પીવાની વતને કારણે તેને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે જેસનને ખબર કહી કે, રોજ સાંજે ગવર્નર લૅટિન સ્કૂલમાં નવી ભરતી કરાયેલી પલટનની કવાયત જોવા જાય છે. જેસન સાંજને વખતે ત્યાં ગયો, તો બધું ચુપચુપ હતું. અંદરથી નીકળતા એક છોકરાને તેણે પૂછયું, તો માલુમ પડ્યું કે ડ્રીલ-સારજંટ માંદો પડી ગયો હોવાથી આજે ડ્રીલ થવાની ન હતી. Page #220 -------------------------------------------------------------------------- ________________ ધરપકડ ૧૯૫ ધક્કા ઉપર એક ખલાસી બુઢો જોન લાફસન, જેણે જેસન કિનારે ઊતર્યો ત્યારે પહેલવહેલો ઓળખી કાઢયો હતો, તેણે જસનને ખબર કહ્યા કે, પિતે માછલાં આપવા રોજ બિશપ જૉનના મકાને જાય છે, ત્યારે નવા ગવર્નર એ મકાનમાં હંમેશાં તેને ભેગા થાય છે. જે સને અત્યાર સુધી બિશપના ઘર પાસે જવાનું ટાળ્યું હતું, કારણકે, ઝીબા જો તેને જોઈ જાય, તો તે તરત સમજી જાય કે, જેસન શા કામે ત્યાં આવ્યો છે. છતાં આજે અંધારાનો લાભ લઈ, તે બિશપના મકાન પાસે જઈ પહોંચ્યો; પણ લાંબો વખત આસપાસ થોભવા છતાં માઇકેલ સન-લાંસને મળતી આવતી આકૃતિનું કોઈ માણસ જતું-આવતું તેની નજરે પડયું નહિ. પણ આટલા વખત દરમ્યાન તેને લાગવા માંડયું હતું કે, તેનો પોતાનો જ કોઈ પીછો કરી રહ્યું છે. આજે જ્યારે શિંગ્વલિર-રસ્તા ઉપર રાજભવન પાસે થઈને તે જતો હતો તેવામાં ત્રણ જણા પાછળથી આવી તેની સાથે સાથે ચાલવા લાગ્યા. તેઓ ભાગીતૂટી ભાષામાં અને નિશાનીઓથી વાતો કરતા હતા. જેસન સમજી ગયો કે તે લોકો (ડેન્માર્કના) ડેન છે. તે ત્રણમાંનો એક જણ બોલ્યો, “ તમારા ડેન્માર્કમાં શું ચાલે છે? કંઈ કરવાના છે કે નહિ? તમે લોકો ક્યારે ચડાઈ લાવો છો?” તે ત્રણમાંના જ બીજાએ તેને જવાબ આપ્યો, “ તું ગભરાતો નહિ ભાઈ, અમે જાણીએ છીએ કે તું એની તપાસમાં છે,” એમ બોલતાં તેણે રાજભવન તરફ ઇશારો કર્યો, અને પછી ઉમેર્યું, “પણ અમારા દીકરાઓને અને ભાઈને એ માણસ ગંધકની ખાણોમાં કાળી મજુરી કરવા મોકલે છે, તે હવે થોડા વખતમાં જ બંધ થવાનું છે. એના દિવસે ભરાઈ ચૂક્યા છે.” પહેલો બેલનારો એ સાંભળી કટાક્ષમાં હસી પડ્યો અને બોલ્યો, “લોકો કહે છે કે, તે પરણવાનો છે. તો ભલે એ થોડો વખત મજા કરી લે. પછી તો એ રાંડનાને હું જ ખતમ કરી નાખીશ.” Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આત્મબલિદાન જેસને હવે તેમના તરફ નજર કરીને જોયું અને કહ્યું, “સાહેબ, તમે ભૂલતા લાગે છો; હું જાસૂસ નથી, તથા ખૂની-હત્યારો પણ નથી – મને સંભળાવવા આવી વાતો કરવાની જરૂર નથી.” એટલું કહી જેસન તેમની પાસેથી ખસીને આગળ ચાલતો થયો. પણ એ મુલાકાતથી તેને ત્રણ વાતની ખબર પડી ગઈ : એક તો પોતે એમ માન્યા કરે કે, ઈશ્વરે પાપિયાને સજા કરવા તેને હાથે બનાવીને મલ્યો છે, પરંતુ પોતે જ્યારે માઇકેલ સન-લોકસની હત્યા કરશે, ત્યારે લોકો તો તેને ખૂની-હત્યારા સિવાય બીજું કંઈ જ વધારે નહીં માને. બીજું, પોતે જો સન-લૉકસને ખતમ કરવામાં ઉતાવળ નહીં કરે, તો બીજાં હલકાં પ્રયોજનસર તેની હત્યા કરવાની પેરવી બીજા કરી રહ્યા છે અને ત્રીજું, જો ડેન જેવા પરદેશીઓ પણ મારી હિલચાલને પામી ગયા, તો માઈકેલ સન-લોકસના અનુયાયીઓ તો જલદી પામી જશે જ. એટલે, અત્યાર સુધી પોતાના જુસ્સામાં ને જુસ્સામાં તે ફાવે તેમ જ્યાં ત્યાં સન-લોફસ બાબત પૂછપરછ કર્યા કરતો, તથા તેની તપાસ રાખી રહ્યો હોય તેમ ટાંપીને ઊભો રહે; પરંતુ ડેન લોકો સાથેની આ મુલાકાત પછી તે સાબદો થઈ ગયો. તેણે વિચાર્યું, “મારું કામ પતી જાય પછી ભલે તે મારું જે કરવું હોય તે કરે; પણ તે પહેલાં આમ ગફલતમાં રહેવું એ મૂર્ખામી જ છે!” બીજે દિવસે શનિવારે આખા શહેરમાં રસ્તાઓ ઉપર કોઈ ઉત્સવ-સમારંભની તૈયારીઓ થતી હોય તેવું જ સનને લાગ્યું. ઘેર પાછો આવ્યો ત્યારે દેવળના દરવાજા આગળ પણ એવી જ તૈયારીઓ થતી તેને દેખાઈ. તે સમજી ગયો કે, ગવર્નરના લગ્નની તૈયારીઓ ચાલે છે. છતાં તેણે ડોસીને પૂછયું, “આ બધી શાની તૈયારીઓ છે?” વાહ, કાલે ગવર્નરનું લગ્ન છે, તે નથી જાણત, બેટા? અહીં દેવળમાં જ લગ્ન થવાનું છે; જોવાની બહુ મજા આવશે. તારે અંદર Page #222 -------------------------------------------------------------------------- ________________ ધરપકડ ૧૯૭ જોવા આવવું હશે તે હું તને અંદર બેસવાની ગાઠવણ કરી આપીશ – પણ એ બધું મારા ઉપર છેાડી દે.'’ એ સાંભળી જેસનના પગ જાણે ભાગી પડયા, તે ખાધાપીધા વિના જ ઘરમાંથી નીકળી ગયો અને કશા પ્રયોજન વિના ફાવે ત્યાં ભટકવા લાગ્યો. આખરે તેણે નિશ્ચય કરી લીધા કે, બીજે દિવસે ડોસી દેવળમાં બેસવાની સગવડ કરી આપે, તે વેદી પાસે જ આગળ એક ખૂણામાં બેસવું અને પછી લગ્ન ટાણે જ બેધડક પાસે જઈ માઈકેલ સનલૉકસને કતલ. કરી નાખવા; ગ્રીબા તરત ગાભરી થઈ મારી તરફ જોશે અને મને ઓળખી કાઢશે, પછી સ બેભાન થઈ મારા પગ આગળ ઢળી પડશે; તે વખતે હું આસપાસ ઊભેલાઓને શાંતિથી કહીશ, આ બૂન મેં કર્યું છે; મને પકડી લો ' પછી જ્યારે ભગવાનના દરબારમાં મારે જવાબ આપવાનો થશે, ત્યારે હું બેધડક કહીશ કે, ભગવાન પાપિયાંને સજા કરતા નથી, એવું પૃથ્વી ઉપરના લોકોને ન લાગે, તે માટે જ મેં આ કૃત્ય કર્યું હતું. ધર્મશાસ્ત્રમાં કહ્યું જ છે કે – પાપીને તેના પાપનો અચૂક બદલો મળશે; અરે તેની ત્રીજી અને ચોથી પેઢી સુધી.’ 6 બીજે દિવસે ડોસી તેને દેવળમાં લઈ ગઈ, ત્યારે તે પાતે મન સાથે નક્કી કરેલે સ્થાને જઈને બેઠા. બિશપ જે દ્વારે થઈને દાખલ થવાના હતા તે દ્વાર સામે જ હતું; તથા જે રસ્તા ઉપર થઈને વરવધૂ વેદી પાસે જવાનાં હતાં તે રસ્તા કુલ પાથરી અલગ રાખવામાં આવ્યા હતા. વેદીના કઠેરામાંથી દશ આદેશની તખ્તી દેખાતી હતી. * સિનાઇ પવ ત ઉપર પેગમ્બર માચિસને ભગવાને આપેલા ઇશ્વરી નિયમા : એક જ પરમાત્માની પૂજા કરવી – બીજી મૂર્તિ ની નહિ; માતાપિતાને માન આપવું; હત્યા ન કરવી; ચારી ન કરવી; ખાટી સાક્ષી ન પૂરવી; પડેાશીની પત્નીની કામના ન કરવી; પડાઓના ધનના લાભ ન કરવા ૪૦. સા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આત્મબલિદાન તેમાંથી અચાનક “હત્યા ન કરવી” એ આદેશના અક્ષરો હવામાં થઈ તેના પ્રત્યે ધસી આવ્યા. તરત જ જેસન ઊભો થઈ ગયો અને ભીડ વધતે દેવળની બહાર નીકળી ગયો. બહારની ખુલ્લી હવામાં આવતાં તે પાછો સાબદો થશે. તેને તરત જ વિચાર આવ્યો – “હું ત્યાં ક્યાં કરું છું? હું તે ઈશ્વરે પાપિયાને પાપ બદલ જે સજા કરવા ધારી છે, તેનું નિમિત્ત – તેનો હાથો માત્ર બનું છું.’ એટલે તે ફરીથી દેવળમાં દાખલ થવા ગયો, પણ ભીડ વીંધીને આગળ જઈ શક્યો નહિ. તેવામાં વર-વધૂની મંડળી આવી પહોંચી, એથી ત્યાં લોકોની ધમાલ મચી રહી. થોડી જ વારમાં દેવળમાંથી ઑર્ગન-વાજાના સુર સંભળાવા લાગ્યા – લગ્નવિધિ શરૂ થયો હતો. જ સન હવે બહાર જ નીકળી ગયો. દેવળના કંપાઉંડને દરવાજે ઉત્સવ-કમાન તાણેલી હતી, અને છ માણસો ત્યાં રણશીંગા અને બંદૂકો લઈ, લગ્ન બાદ વધુ દેખા દે કે તરત સલામી આપવા તૈયાર ઊભા હતા. બહાર શેરીમાં એક સ્ટૉલ ખાન-પાનની સામગ્રીથી તૈયાર રાખેલો હતો – જેઓ બહારગામથી તે દિવસે ત્યાં આવે તેમને માટે. જેસન ટોળાંની ભીડમાં જ દેવળનો છાંયો પડતો હતો ત્યાં ઊભો રહ્યો. બે બુઠ્ઠી વાતો કરતી હતી. “અલી, એ તો અંગ્રેજ છે; ના, ના, આઇરિશ છે; ના, ના, . મૅન્કસ છે – અરે જે હોય તે. પણ તે પરદેશી તે છે જ અને કોઈ સમજે એ એક અક્ષરેય બોલી જાણતી નથી. રાજભવનની સફાઈ કરનારાં હેલ્ડા-મા એમ કહેતાં હતાં – અને એમને તો ખબર હોય જ ને?” , “ . પણ લોકો કહે છે કે, એ છે તો ખૂબ રૂપાળી અને મીઠડી.” બીજી ડોસી બોલી. તરત એક જુવાનિયો એ બે વચ્ચે પિતાનું મોં બેસીને બોલ્યા “શું હેલ્ડા-મા રૂપાળાં ને મીઠડાં છે?” Page #224 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૯ ધરપકડ હેલ્ડા-માની કોણે વાત કરે છે ને? હું તો આપણા પ્રેસિડન્ટ જેની સાથે અત્યારે લગ્ન કરે છે તે બાનુની વાત કરું છું. અને સાંભળ્યું છે કે, બાનુના બાપુ એમના લગ્નમાં હાજર રહેવા આવતા હતા તેવામાં કિનારા પાસે જ તેમનું જહાજ તૂટી ગયું. એટલે ગવર્નર મારા દીકરા એસ્કરને બીજા વીસેક જણ સાથે સ્ટેપન તરફ તેમની તપાસ કરવા મોકલ્યો છે. પંદર દિવસ થઈ ગયા, હવે એસ્કર પાછો આવી પહોંચવું જોઈએ.” આ લોકોએ એની રાહ જોવી જોઈતી હતી, એમણે પરણવાની ઉતાવળ કેમ કરી, વારુ?” પેલો જુવાનિયો હસતો હસતો વચ્ચે બોલ્યો, “ઓસ્કર આવી પહોંચે એની રાહ આ લોકોએ જોવી જોઈતી હતી, ખરું ને?” “ના, ના, બાનુના બાપની, બાઘા! એ બિચારીને બાપ વિના કેવું અટૂલું લાગતું હશે? પણ બિશપ જૉન બહુ સારા માણસ છે; તે એની બરાબર સંભાળ રાખે છે.” “એમને એવી સારી પત્ની જ મળવી જોઇએ.” બુઢ્ઢા બિશપ જૉનને?” પેલો જુવાનિયો બેલ્યો. હું આપણા જુવાન ગવર્નરની વાત કરું છું, ત્યારે તું શાનો વચ્ચે ગતકડાં મૂકે છે, મુઆ? આપણા ગવર્નર કેવા સારા માણસ છે? ના ગવર્નર તો કોઈ સાથે બેલેય નહિ, પણ આ તો કાલે રસ્તામાં મને મળ્યા કે તરત કહેવા લાગ્યા, ‘ગૂડ મૉર્નિંગ, તમારો દીકરો હવે પાછો આવવામાં જ હશે; હવે વધુ મોડું નહિ થાય.” . ભગવાન ગવર્નરનું ભલું કરે; પેલી પરણનારીનું પણ, ભલે પરદેશી હોય કે નહિ – બંને જણ લાંબુ જીવે.” અને ખાસાં ડઝનેક છોકરાં તેમને થાય -” પેલા જુવાનિયે ઉમેર્યું. ' એ સાંભળી, ત્રણે જણ ભેગાં જ હસવા લાગ્યો. Page #225 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન આ દરમ્યાન થોડો વખત થયાં વાગતું બંધ પડેલું દેવળનું ઑર્ગન-વાજું ફરી વાગવા માંડ્યું. તેના મીઠા સરદોની શામક અસર જેસન ઉપર થવા લાગી; પણ તેને વિચાર આવ્યો, “મારે તો ઈશ્વરના હાથા બની સન-લૉકુસને મારી નાખવાનું છે – મારે ઢીલા પડી ગયે ન ચાલે.” ઑર્ગનના મીઠા મધુર સૂરો હવે ચોતરફ વાતાવરણમાં રેલાઈ રહ્યા હતા. એના ભાવમાં તરબોળ બની જેસન લગભગ રડવા જ લાગ્યો. તે મહાપરાણે આંસુ રોકીને બોલ્યો, “ભલાદમી, તું સાચી વાત કર – તું જ એનું ખૂન કરવા માગે છે. ઈશ્વરે કરેલી સજાનો તું હાથ છે, એ વાત ખોટી છે. હું તો પ્રેમની અદેખાઈ તથા પ્રેમમાં મળેલી નિષ્ફળતાને કારણે તેને મારી નાખવા માગે છે.” જે સનનું માથું ભમવા લાગ્યું. તે કશા ખ્યાલ વગર આગળ ધપવા લાગ્યો. છેવટે એક કબર ઉપર ખોડેલ લોખંડનો નાનો કુસ વચ્ચે આવ્યો ત્યારે જ તે થોભ્યો. તરત તે એ કબર ઓળખી ગયો – “મારી માની જ કબર છે.” પણ પછી તે થોડો વિચાર કરીને બોલ્યો, “ના, ના, મારી માની કબર તો આની પાસે છે – ” અચાનક લોકોમાં ધમાલ મચી રહી; તેઓ બોલવા લાગ્યા – “તેઓ બહાર આવે છે, બહાર આવે છે!” “ભગવાન તેમના ઉપર આશીર્વાદ વરસાવે,” એક જણ લ્યો. “ભગવાન તેમને સહીસલામત રાખે.” બીજું કોઈ બેશું. જસનના કાન ઉપર એ એકેએક આશીર્વાદ શાપની પેઠે વાગવા લાગ્યો. તેણે નક્કી કર્યું, “ભલે ખૂન કર્યું કહેવાય – હત્યા કરી કહેવાય – પણ હું બેને ખતમ કરીશ જ.” પણ એટલામાં ત્યાં થઈને પસાર થતી ગ્રીબા ઉપર તેની નજર પડી – સુખનાં આંસુથી નમ્ર બનેલી – મધુર – મીઠી ઝીબા ગ્રીબાને જોતાં જ જેસનના પગ ભાગી પડવા લાગ્યા. તેને તમ્મર ચડી આવી. તેણે આંખ ઉપર સીધું પડતું અજવાળું ટાળવા Page #226 -------------------------------------------------------------------------- ________________ ધરપકડ નીચે નજર કરી, તે ખંડનો એક કૂસ તેની નજરે પડયો. તેના ઉપરનું નામ તેણે વાંચ્યું, તો તેનું પોતાનું નામ વંચાયું! અચાનક તેને બધી વસ્તુઓ ચોતરફ ઘૂમતી દેખાવા લાગી. પછીનું કશું તેને યાદ ન રહ્યું – માત્ર પિતાને કોઈ ઊંચકીને ઉપાડી જાય છે એવું તેને લાગ્યું ખરું; પણ પછી બધું જ ધબ્ધ. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેના કાનમાં ડોસીના શબ્દો પડ્યા, “સૂઈ રહે બેટા, હજુ સૂઈ રહે.” જેસને આંખો ઉઘાડી એટલે ડોસીએ નીચા નમી, તેના કપાળ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું, “કેટલે દિવસે બિચારો ભાનમાં આવતો જાય છે!” “હું બેભાન થઈ ગયો હતો એ મને યાદ આવે છે, પરંતુ કેટલો વખત હું બેભાન રહ્યો?” વખત? દીકરા, કેટલા દિવસો બેભાન રહ્યો એ પૂછ! રવિવારે તું બેભાન બની ગયો હતો, આજે મંગળવાર થયો.” હું ક્યાં પડ્યો હતો ?” “ક્યાં? અરે દેવળના કંપાઉંડ આગળ વળી; પેલાં નવાં પરણેલાં દરવાજામાંથી બહાર નીકળતાં હતાં અને તું બેભાન બની ગયો હતો.” તરત જ જૈનના મોં ઉપર થઈને ઉજજ્વળ હાસ્ય પસાર થઈ ગયું. તે બોલી ઊઠયો, “ભગવાનનો આભાર – ભગવાનની દયા.” પણ પિતાને હાથે એક કરપીણ કૃત્ય થતું અટકી ગયું તેની હાશ તે માણી રહે, તે પહેલાં તો તેના મનમાં બીજે ખ્યાલ છવાઈ રહ્યો કે, હવે તેને આખું જીવન એલા-અટૂલા નિષ્ફળતાની નિરાશામાં જ ગાળવાનું છે. તરત તે સાવધાન બની ગયો. તેણે પૂછ્યું, “ડેસીમા, હું બેભાનમાં કંઈ લવરી કરતો હતો?” * “લવરી? ના બેટા, કોઈ કોઈ વખત તું ઊંચું થઈ થઈને કોઈને ગાળો ભાંડતો હતો; અને હું એકલી જ અહીં તારી પથારી Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આત્મબલિદાન પાસે બેસી રહેતી એટલે કોઈ કોઈ વખત તને શાંત પાડી સુવાડી દેતાં મને ભારે તકલીફ પડતી હતી.” જેસનને નિરાંત થઈ – ડોસી બહેરી જ હતી, અને જો તે એકલીએ જ અહીં તેની સાર-સંભાળ રાખી હોય, તો પોતે બેભાનમાં કશું અજુગતું બોલી ગયો હશે તો પણ તેણે સાંભળ્યું નહિ જ હોય. ' તેણે હવે કહ્યું, “ડેસીમા, આટલા દિવસ ભૂખ્યો રહ્યો તેનો બદલો હવે વાળવાનો છું – મને ખૂબ ખાવાનું આપે.” હા, બેટા, હા, તને ભૂખ લાગી એ તો સારી નિશાની કહેવાય.” એમ બોલતી ડોસી કંઈ ખાવાનું રસોડામાંથી લઈ આવવા દોડી. ખરી રીતે તો જેસને ખાવાની વાતનું તો બહાનું જ કાઢયું હતું. ડોસી ત્યાં ઊભી હોય, ત્યાં સુધી તેને ઊઠીને ઊભો થવા ન જ દે. એટલે ડેસી જેવી દૂર ખસી કે તરત તે છલાંગ મારી પથારીમાંથી બેઠો થયો અને લથડિયાં ખાતો ખાતો શેરી તરફ બહાર ચાલ્યો ગયો. રાત પડી હતી અને વાદળ પણ નીચાં ઝઝૂમી રહ્યાં હતાં. બરફ વરસવાની તૈયારી હતી. પણ શહેરમાં રોશની થઈ હોવાથી અને ગોબારા ફોડાતા હોવાથી અજવાળા જેવું હતું. ક્યાં જવું છે તેનો ખ્યાલ વિના તે આગળ ને આગળ ચાલ્યો તથા પુલ આગળ થિંગ્વલિર-રોડ ઉપર પહોંચ્યો. ત્યાંના ગાઢ અંધકારમાં પેલા ત્રણ ડેનિશ લોકે તેને મળ્યા - જેમની સાથે એક વખત તેને વાતચીત થઈ હતી. “એટલે કે, છેલ્લી ઘડીએ તમારી હિંમત ઓસરી ગઈ ખરું ને?– હું પાસે જ ઊભો હતો અને તમારી હિલચાલ બરાબર નિહાળી રહ્યો હતો. અરે, પણ બીશ નહિ – અમે તમારા મિત્રો જ છીએ, અને તમે અમારામાંના જ એક છો. આપણે હવે અંદર અંદર સંતાકુકડી રમવાની જરૂર નથી.” એક જણે કહ્યું. “લોકો કહે છે કે એ પોતાની પત્નીના બાપની શોધમાં ખાડી તરફ જવા ઊપડવાનો છે. આ વખતે કાળજી રાખજો કે તે હાથમાંથી છટકી Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ધરપકડ ન જાય. બુદ્રો જૉન ગવર્નર-જનરલ બનીને હવે અહીં પાછો આવે છે. ગૂડ-નાઈટ.” બીજો જણ ધીમેથી બોલ્યો. આટલું કહી, તેઓ જાણે ઑસનને મળ્યા જ ન હોય તેમ માં ફેરવી બેદરકારીભરી રીતે આગળ ચાલતા થયા. જેસને રાજભવન તરફ નજર કરી તો આખું મકાન રેશનીથી. જળાંહળાં થઈ રહ્યું હતું, અને અંદરથી - સંગીત-વાજિત્રના અવાજ આવતા હતા. આગળના આંગણામાં ઘાસ ઉપર સ્ત્રી-પુરુષોનાં જોડાં સુંદર વસ્ત્રોમાં સજજ થઈ, આમતેમ આંટા મારતાં હતાં. પુલ ઉપરથી તે રાજભવન તરફ વળ્યો એટલામાં એક ઘોડેસવાર દરિયા તરફ પુરપાટ જતો તેની નજરે પડ્યો. પહેલાં પણ તેણે આ જ ઠેકાણે આવે જ સમયે અંધારામાં માઇકેલ રસોકસને પિતાની . પાસેથી પસાર થતો જોયો હતો. ત્યાર પછી શું થયું તેની તેને બહુ ઝાંખી જ યાદ રહી. તે આંગણામાંનાં માણસો ભેગો જઈને ઉભો રહ્યો. બહાર બરફ વરસ શરૂ થયો, પણ અંદર મકાનમાં કાચની બારીઓમાં થઈ, નાચ-ગાનનો કાર્યક્રમ ચાલતો દેખાતો – સંભળાતો હતો. જેસનને આછો આછો ખ્યાલ આવ્યો કે, અંદર ઝીબા પોતાના લગ્નની ઉજવણી કરી રહી છે – જે ગ્રીબાને પોતે પોતાના પ્રાણ કરતાંય વધુ ચાહતો હતો. પિતાની આ સ્થિતિની શરમે તે લગભગ ગાંડો થઈ ગયો અને ભાન ભૂલી ગયો. જ્યારે તે કંઈક ભાનમાં આવ્યો, ત્યારે તેને માલૂમ પડયું કે, પોતે પોતાના દુશમનની શોધમાં મકાનની અંદર ઘૂસી આવ્યો છે, અને એક કમરામાં ખિન્ન મુખે ગ્રીબા તેની સામે જ ઊભી છે. . જૈસન, તમે અહીં શા માટે આવ્યા છો?” ગ્રીબા પૂછતી હતી. . “તું શા માટે અહીં આવી છો?” જેસને પૂછયું. “તમે મારી પાછળ પાછળ કેમ આવ્યા છો?” ” Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આત્મ-બલિદાન તું તેની પાછળ પાછળ કેમ આવી છે?” તમે એ માટે અહીં આવ્યા છો?” એટલું પૂછતાં પૂછતાંમાં તે રીબા કરગરી પડીને બોલવા લાગી, “જેસન, મેં તમને અન્યાય કર્યો છે, એ વાત ખરી છે, પણ તમે મને માફી બક્ષી હતી. મારે શું કરવું તે પસંદ કરવાનું મેં તમારી ઉપર છોડયું હતું, તે વખતે તમે જે મને એમ કહ્યું હતું કે, મારે તમારી પાસે જ રહેવાનું છે, તો હું જરૂર ત્યાં જ રહેત. પણ તમે મને મુક્ત કરી – તમે મને તેને સોંપી દીધી, અને હવે તો તે મારો પતિ છે.” * પણ એ માણસ સ્ટિફન એરીનો પુત્ર છે.” જૈસન ત્રાડી ઊડ્યો. : ..* . “એટલે તમે એને માટે આવ્યા છો કેમ? હું પૉર્ટીવૂલવાળી રાત ભૂલી નથી–” ઝીબા બોલી ઊઠી. તે એ વાત જાણે છે?” “ના.” હું અહીં આવ્યો છું તે એ જાણે છે?” ના.” મારે એને મળવું છે.” શા માટે? : મને એની ભેગો કર.” પણ શા માટે? તમારે શાથી તેને મળવું છે? તમારો અપરાધ તો મેં કર્યો છે.” તેથી જ મારે એને મળવું છે." પણ જેસન એ માણસે તમારો શો અપરાધ કર્યો છે? હું એકથી જ તમારી અપરાધી છું. તમારે વેર લેવું હોય તો મારી ઉપર જ લઈ શકો છો.” • • ૧. એટલે કે માઇકેલ સન-લૉક્સનું ખૂન કરવા માટે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ધરપકડ “તે ક્યાં છે?” જેસન ઘૂરકી ઊઠ્યો. “તે મારા બાપુને શોધવા હમણાં જ ચાલ્યા ગયા. મારા બાપુ અહીં આવતાં જહાજ તૂટી જવાથી કયાંક કિનારે અટવાઈ પડયા છે. મારા પતિએ તેમની શોધમાં માણસો મોકલ્યાં હતાં, પણ તે બધાં ખાલી હાથે પાછાં આવ્યાં; એટલે અર્ધા કલાક અગાઉ તે પોતે જ અહીંથી ગયા.” તે ઘોડેસવાર થઈને ગયો, ખરું ને?” જેસન જવાબની રાહ જોયા વિના જ બારણા તરફ દોડયો. થોભ, ભ, તમે ક્યાં જાઓ છો?” એટલું બોલતીકને ગ્રીના ઠેકડો મારીને બારણા વચ્ચે આવીને ઊભી રહી; “જૈસન, વિચાર કરો, તે મારા પતિ છે.” મને જવા દે.” “તમે તેમની પાછળ જઈ તેમને મારી નાખવા માગો છો, ખરું ને? તમારે જવું હોય તો પહેલાં મને ખતમ કરે.” “ના, તારા ઉપર તો હું પ્રાણાંતે પણ હાથ નહિ ઉપાડું.” તો પછી તમારે કિન્નો ભૂલી જાઓ.", ના, જ્યારે તે ખતમ થશે, ત્યારે હું મારો કિન્નો ભૂષીશ; તે પહેલાં નહિ જ.” તો તમે મારા પ્રત્યે દયાભાવ ન દાખવવાના હો, તો મારે પણ દાખવવાનો રહેતો નથી.” એમ કહી ગ્રીબાએ મોટેથી બૂમ પાડી. તરત જ સંગીત બંધ થયું અને સંખ્યાબંધ માણસો ત્યાં દોડી આવ્યાં. જેસને તરત જ પોતાના બંને હાથની અદબ મોં ઉપર વાળી, બારીના કાચને તોડી બહાર ભૂસકો માર્યો. તે એક મિનિટ બાદ તો આખો કમરો ગાભર સ્ત્રીપુરુષોથી ભરાઈ ગયો. જૈસનને લોકો લોહી-નીંગળતો અને બરફ-ભર્યો પકડી લાવ્યા હતા. Page #231 -------------------------------------------------------------------------- ________________ આત્મ-અલિદાન વીસ-વીસ હાથા મજબૂત રીતે જૅસનને પકડી રહ્યા હતા; પણ તેમ કરવાની કશી જ જરૂર ન હતી. જૅસન ઘેટાની પેઠે શાંત-ચૂપ ઊભા હતો. ૨૦}; જ્યારે લેાકો તેને જેલખાના તરફ લઈ ચાલ્યા, ત્યારે તેણે ઊંઘમાંથી ઝબકીને જાગ્યો હોય તેમ ગ્રીબા ઉપર વેદનાભરી અને પડકારના અભિમાનભરી નજર નાખી. ૯ સા સન ઉપર નજીકમાં નજીકની અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. બિશપ જૉન એ અદાલતના પ્રમુખ હતા; અને તેમની સાથે પડોશીઓમાંના નવ જણ બેઠા હતા. આઇસલૅન્ડમાં ગુનેગારને સજા ન ફરમાવાય ત્યાં સુધી કેદ પુરાય તેમ ન હેાવાથી, અદાલત એ રાતે જ સેનેટના ડહેલામાં બેઠી. બહાર બરફની ઝડી વરસતી હતી છતાં અદાલતમાં આટલી મેાડી રાતેય પ્રેક્ષકોની ખાસી ભીડ થઈ ગઈ. કેદીને સ્ટિફન એરીના પુત્ર જૅસન તરીકે સંબાધવામાં આવ્યો. તેના ઉપર દેશના બીજા રિપબ્લિકના પ્રમુખ માઇકેલ સન-લૉગ્સનો જાન લેવાનો પ્રયત્ન કરવાનો આરોપ મુકાયો. તેણે કશા જ બચાવ કર્યો નહિ. અદાલતે પહેલા સાક્ષી તપાસ્યો, તે ગ્રીબા પાતે હતી. તેણે પોતાની જુબાની અંગ્રેજી ભાષામાં આપી, જેનો દુભાષિયાએ અદાલતને અનુવાદ સંભળાવવા માંડયો. ગ્રીબા થર થર ધ્રૂજતી હતી. તેની આંખા Page #232 -------------------------------------------------------------------------- ________________ સજા નીચી નમેલી હતી અને તેનું માં તેના હૂડ નીચે અધું ઢંકાઈ ગયેલું હતું. તેને ખાસ વિશેષ કહેવાનું ન હતું. કેદી રાજભવનમાં જોર કરીને ઘૂસી આવ્યો હતો અને તેના મોઢામોઢ તેણે તેના પતિને જાન લેવાની ધમકી આપી હતી. તેના પતિને બહાર ગયેલો જાણી, તે એની પાછળ દોડી જવા માગતો હતો. બિશપ જાને તરત જ પૂછ્યું, “તમારા પતિ ત્યાં હાજર ન કતા, ખરું?” “હાજર રહેતા જ થોડા વખત પહેલાં તે ઘોડેસવાર થઈ બહાર ચાલ્યા ગયા હતા.” “એટલે કે તેમના ઉપર સીધો હુમલો કરવામાં નથી આવ્યો?” “તો તો, કેદીએ તેમનું ખૂન કરવાની માત્ર ધમકી ઉચ્ચારી હતી, એટલો જ તેનો ગુનો હતો?” હા.” તો તો પછી આ દેશના કે કોઈ ખ્રિસ્તી દેશના કાયદા પ્રમાણે, કેવળ જાન લેવાની ધમકી મોંએ ઉચ્ચારવી, એ ગુનો થતો નથી.” તરત જ અદાલતનો વકીલ બેલી ઊઠયો, “નામદાર, ખૂન કરવું એનો અર્થ માત્ર જાન લેવો એટલો જ થતો નથી. કારણ, ઘણી વાર કશા ઇરાદા વિના અકસ્માતથી પણ જાન લેવાઈ જાય; તેમજ બીજી બાજુ આઇસલૅન્ડના પુરાણા કાયદા પ્રમાણે પહેલાં લોહી રેડવામાં આવ્યું હોય તેના બદલા તરીકે લોહી રેડવામાં આવે, તો તે ગુને ન પણ ગણાય. ખૂન તો એ ગણાય કે, લાંબા વખતથી વેરભાવ ધારણ કરી, લાગ જોઈ હુમલો કરવામાં આવે અને મારી નાખવામાં આવે. અને હું નામદાર અદાલતને દર્શાવી આપીશ કે, આ કેદી રિપબ્લિકના પ્રેસિડન્ટનું ખૂન કરવાનો લાંબા વખતથી લાગ શોધતો હતો.” ..” - ત્યાર પછી, આઇસલૅન્ડને કિનારે ઊતર્યા બાદ, જેસને આ આઠ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ આત્મલિદાન દિવસ દરમ્યાન જેને જેને પ્રેસિડન્ટની અવરજવર વિષે પૂછપરછ કરી હતી, તે બધાએ આવીને જુબાની આપી. પણ છતાં બુઢ્ઢા બિશપ પોતાની વાતને વળગી રહ્યા કે, “ એ બધું ખરું; પરંતુ એ માણસે ખરેખર ગુનાહિત કૃત્ય કયાં કર્યું છે?” “ભલા ભગવાન, તે શું નામદાર, આપણે તેની છરી ખરેખર લાહીથી ખરડાય ત્યાં સુધી રાહ જોવી? '' ‘ભગવાન ખમા કરે.” બિશપ જૉન બાલી ઊઠયા. 66 પછી બે સાક્ષીએ જૅસનનો હેતુ સાબિત કરવા આવ્યા. પહેલા જૅસનનો જૂના વખતનો પીઠાનો સોબતી હતા. તેણે કહ્યું કે, જૅસન નવા ગવર્નર ઉપર ખા૨ે બળતા હતા. એ બે જણા અમુક સંબંધે ભાઈ થતા હતા – એમ લાકા પણ કહે છે અને ભેંસને પણ કહ્યું હતું. તેમને બાપ એક હતા પણ મા જુદી જુદી હતી. જૅસનની મા જૂના ગવર્નર જૉર્ગનની દીકરી થતી હતી. તેણે બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યું હાવાથી બાપે તેને તજી દીધી હતી. પણ તે મરણ પામી ત્યારે બાપે ઢીલા પડી, જૅસનને શોધવા પ્રયત્ન કર્યો હતા. પણ તે ન જડયો એટલે માઇકેલ સન-લૉસને અપનાવ્યો. નવા પ્રેસિડન્ટ (માઇકેલ સનલૉક્સ)ની બઢતી તેથી જ - ત્યારથી જ થઈ. ગમે તેમ પણ જૅસનને લાગતું હતું કે, નવા પ્રેસિડન્ટે પેાતાનું સ્થાન પડાવી લીધું છે, એટલે તે એમની ઉપર ખૂબ રોષે ભરાયા હતા અને તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે, તે એના બદલા જરૂર લેશે. બીજા સાક્ષીએ જૅસનનો હેતુ જુદા જ બતાવ્યા. તે પેલા ત્રણ ડેન લેાકોમાંનો જ એક જણ હતા, જેમણે જૅસન સાથે બે વખત વાત કરી હતી. તેણે એમ જણાવ્યું કે, પાતે આઇસલૅન્ડના રિપબ્લિકને વફાદાર હાવા છતાં તેને આ રાજ્યના દુશ્મનો સાથે ઘણું ભળવાનું થયું છે. જૅસન આ રાજ્યના દુશ્મનોમાંનો એક છે. તે કૉપનહેગનથી જાસૂસ તરીકે સીધા આવેલા છે. તેના બીજા બે મળતિયા અહીં છે, Page #234 -------------------------------------------------------------------------- ________________ સજા ૨૦૯ તેમની સાથે પ્રેસિડન્ટના ખૂનનું કાવતરું યોજતો તેણે પોતાના સગા કાને સાંભળ્યો હતો. આ પુરાવા પડતાં જ લોકોમાં ઊંડો ગણગણાટ વ્યાપી રહ્યો. ગ્રીબા તે જ વખતે એ બધી ખોટી વાતો છે એમ બોલવા એકદમ ઊભી થઈ ગઈ; પણ કંઈ બોલી શકી નહિ. જેસને પોતાની લાલચોળ ઠપકાભરી આંખે તેના તરફ ફેરવી, અને તેની સાથે જ તે બેભાન થઈને નીચે ગબડી પડી. અદાલત એમ સમજી કે, તેને પોતાના પતિના ખૂનના કાવતરાની વાત સાંભળી ખૂબ લાગી આવ્યું છે, અને તેને તરત અદાલતના ઓરડામાંથી ખસેડી લેવામાં આવી. બિશપ જોન બોલી ઊઠયા, “આ કિસ્સો ચેતવણી આપવા માટેનો છે – સજા કરવા માટેનો નથી. આપણી જૂની કાયદાપથીમાં સ્પષ્ટ લખેલું છે કે, કોઈ માણસ બીજાને મારી નાખવાની ધમકી આપે, તો તેને તેણે કરવા ધારેલા ગુનાની ગંભીરતાની અને તે ગુના બદલ થનારી સજાની ચેતવણી આપવી.” અદાલતી વકીલ તરત જ બોલી ઊઠ્યો, “ભલા ભગવાન, આ કેદી એ બંને વાનાંથી અણજાણ છે એમ આપણે શા માટે માની લેવું? ઉપરાંત રાજ્યને અને મિત્રોને મન જેમનું જીવન કીમતી છે, એવા પ્રેસિડન્ટશ્રીના પ્રાણ લેવાનું સાક્ષીઓ સમક્ષ જેણે વચન લીધેલું છે, એવા માણસને આપણે માત્ર ચેતવણી આપીને છોડી મૂકીશું? તો પછી એ માણસ ફરીથી લાગ જોઈને પ્રેસિડન્ટશ્રીનું ખૂન કર્યા વિના રહેશે ખરો?” ભગવાન ખમા કરે,” બિશપે જવાબ આપ્યો. હવે કેદીને જ સીધું પૂછવાનું બાકી રહેતું હતું. “તું પ્રેસિડન્ટના જાન લેવાનો લાગ શોધી રહ્યો હતો, એ વાત ખરી છે?" આ૦ – ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન જેસને એ પ્રશ્નનો કશો જવાબ ન આપ્યો. ' “તું અંગત વેરનો બદલો લેવા માટે એમના જાન લેવા માગે છે?” જવાબ નહીં. “કે કોઈ રાજકીય હેતુ છે?” જવાબ નહીં. “કે બંને હેતુઓ છે?” હજુ પણ જવાબ નહીં.” બિશપે હવે કંઈક વિગતે કાયદાની સ્થિતિ તેને સમજાવતાં કહ્યું, “કોઈની હત્યા થઈ હોય તેનો કોઈ સંબંધી તે હત્યા કરનારનાં નજીકનાં સગાંમાંના કોઈનું લોહી રેડે, તો તેને ખૂની તરીકે આઇસલૅન્ડના જૂના કાયદામાં સજા કરવામાં આવતી નથી. તારા આ કિસ્સામાં તો તે કોઈનું ખૂન કર્યું નથી, માત્ર તારો ઇરાદો ખૂનનો હતો; એટલો મારી ફરજ તને પ્રથમ એ પૂછવાની છે કે, માઇકેલ સન-લોકસે તારાં નજીકનાં લોહીનાં સગાંમાંના કોઈનું લોહી રેડયું છે કે કેમ, અને તું માત્ર એ લોહીનો બદલો લેવા ખાતર જ તેમનું લોહી રેડવાનો ઇરાદો ધરાવતો હતો?” જેસને હવે કંટાળો દર્શાવતા મોંએ એટલો જવાબ આપ્યો કે, “મારે કંઈ કહેવાનું નથી.” હવે એક બુઢો લ્યુથરન પાદરી સાક્ષીના પાંજરામાં આવીને બોલ્યો, “પ્રેસિડન્ટ જો સ્ટિફન રીના પુત્ર છે એ વાત ખરી હોય, તે આ કેદી પ્રેસિડન્ટને શા કારણે ધિક્કારે છે, એ વાત ઉપર હું પ્રકાશ નાખી શકું તેમ છું. હું આ કેદીને ઓળખું છું, કારણ કે એનો ખ્રિસ્તી દીક્ષાવિધિ અને નામકરણ મેં કરેલાં છે. હું આ કેદીની માને પણ ઓળખતો હતો; અને તેના મરણકાળે હાજર હતો. તેની મા માજી ગવર્નર-જનરલની પુત્રી થતી હતી એ વાત સાચી છે, અને તેના પિતાએ તેના પ્રત્યે દુર્વર્તન દાખવ્યું હતું તેનો હું સાક્ષી છું. પરંતુ તેના પતિએ તો તેના પિતા કરતાં પણ તેના પ્રત્યે ઘણે ગેરવર્તાવ દાખવ્યો હતો – તે જીવતી હતી અને તે બીજીને પરણ્યો હતો અને તે Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ બીજી પત્નીથી તેને બીજો પુત્ર થયો હતો. આની મા મરણપથારીએ પડી હતી ત્યારે આ કેદી કે જે તેનો સગો પુત્ર થતો હતો તથા ત્યાં હાજર હતા, તેને તેના બાપ ઉપર અને તેના બીજીથી થયેલા પુત્ર ઉપર વેર લેવાના ભયંકર શપથ તેની માએ લેવરાવ્યા હતા; – એ વાતનો હું સાક્ષી છું.” - બિશપે હવે કાયદાથી મંગાવીને તેમાંથી એક કાયદો સૌને વાંચી સંભળાવતાં કહ્યું, “પરમાત્માએ આપણ સૌ માનવોને ભાઈની પેઠે સંપીને રહેવા ફરમાવ્યું છે; અને આપણા દેશના કાયદામાં એવી જોગવાઈ છે કે, જો બે માણસો વચ્ચે તકરાર પડી હોય અને વેર બંધાયું હોય, તો તેઓ બંને જણ પડોશીઓની હાજરીમાં, શાંતિ જાળવવાના અને ભવિષ્યમાં સંપીને રહેવાના સોગંદ લે, તો તેમને મિત્રો બની ગયેલા ગણવા.” પછી તેમણે જેસન પ્રત્યે નજર કરીને પૂછયું, “તું એ રીતના સોગંદ લેવા તૈયાર છે? પ્રેસિડન્ટ જ્યારે પાછા આવશે ત્યારે તે તારી પ્રત્યે એ રીતના સોગંદ લેશે.” જેસને ઘૂરકતો હોય તેમ જવાબ આપ્યો, “ના.” સરકારી વકીલ તથા પ્રેક્ષકો બિશપની આ ઢીલી શતથી આકળા થઈ ગયા અને ઊંચાનીચા થવા લાગ્યા. સરકારી વકીલ તો બોલી ઊડ્યો, “આવી ચેતવણીઓ અને શાંતિ જાળવવાના સોગંદો એ તો પુરાણા યુગની વાત છે. કેદીને પોતાના ગુનાની ગંભીરતાની અને તે માટે થનારી સજાની પૂરી માહિતી છે. અત્યારે બીજા દેશમાં નો જાન લેવાનો ઇરાદો કોઈએ આડકતરી રીતે પણ કબૂલ રાખ્યો હોય, તો તેને જેલમાં જ ખોસી દેવામાં આવે.” લોકો પણ “ખરી વાત છે', “ખી વાત છે' એમ પોકારી ઊિઠયા. પણ બિશપ જૉને મક્કમતાથી જવાબ આપ્યો, “બીજા કોઈ દેશમાં તો કોઈ ગુનેગાર મતની પરવા કે બીક ન બતાવે, તો તેને ગાડે ગણી પાગલખાનામાં જ લઈ જવામાં આવે.” Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આત્મ-બલિદાન પણ નામદાર, આપણા દેશમાં પાગલખાનું તો છે નહિ; માત્ર ગંધકની ખાણો છે. તે પછી કેદીને ત્યાં મોકલી આપવો જોઈએ.” થોભો.” બિશપ બોલ્યા, અને પાછા તેમણે કેદી તરફ ફરીને પૂછયું. “જો આ અદાલત તને જહાજ ઉપર ચડાવી આઇસલૅન્ડની બહાર મોકલી આપે, તો પછી તું અહીં કદી પાછો ન ફરવાની બાંહેધરી આપે છે?” : “ના”. જેસને જવાબ આપી દીધો. આ તે હદ થાય છે.” સરકારી વકીલ બોલી ઊઠ્યો; “તમે કોઈ હડકાયા કૂતરાને પકડે, તે તરત તેને ખતમ જ કરી દેવો જોઈએ.” “ખરી વાત છે”, “ખરી વાત છે” – એમ કેટલાય લોકો પોકારી ઊઠયા; અને આખી અદાલતમાં ઉશ્કેરણી ફેલાઈ રહી. બુટ્ટા બિશપે હવે નિરાંતનો શ્વાસ મૂક્યો. તે માઇકેલ સન-લૉક્સને બહુ ચાહતા હતા, અને તેની સહીસલામતી માટે બહુ આતુર હતા. ગ્રીબા ઉપર પણ તેમને દયા આવતી હતી અને તેને કારણે પણ તેના પતિને કશી આંચ ન આવે એમ તેઓ ઇચ્છતા હતા. પરંતુ જેસનને જ્યારથી તેમણે જોયો ત્યારથી તેમને જેસનનો પાછલો કડવો ઇતિહાસ યાદ આવ્યો હતો અને તેમણે કેવળ દયાની લાગણીથી તેને કપરી સજામાંથી બચાવી લેવા બનતી કોશિશ કરી હતી. પણ જેસન જ જક્કીપણે તેમની બધી કોશિશને વિફળ કરતે ગયો, એટલે તેમણે હવ કાયદાને તેનો માર્ગ લેવા દીધો. જેસનને બાર મહિના સુધી ગંધકની ખાણમાં મજૂરી કરવા મોક્લી આપવાની અને ત્યાર બાદ પણ તે જ્યાં સુધી પ્રેસિડન્ટ પ્રત્યેને વેરભાવ ભૂલી, તેમના પ્રત્યે મિત્રભાવ દાખવવાની પ્રતિજ્ઞા ન લે, ત્યાં સુધી તેને ત્યાં જ રાખવાની સજા ફરમાવવામાં આવી. Page #238 -------------------------------------------------------------------------- ________________ સા ૨૧૩ २ ગ્રીબા એકલી જ જૅસન વિષેની સાચી વાત જાણતી હતી. તે મૅન ટાપુમાંથી ગુપચુપ નાસી આવી હતી, ત્યારે તે એના તરફના કોઈ ડરથી નહિ પણ પોતાના ભાઈના ડરની મારી જ ભાગી આવી હતી. માઇકેલ સન-લૉક્સને મળ્યા બાદ, ભલા બિશપને ત્યાં તેનું રહેવું, પછી તેનું લગ્ન, અને તેની ઉજવણી – એ બધું એક સુખ-સ્વપ્નની જેમ પસાર થઈ ગયું હતું. પછી સન-લૉક્સ જ્યારે તેને એમ કહીને થેાડા વખત માટે છૂટા પડયો કે, તેણે તેના પિતાની શેાધમાં મેકલેલા લોકો ખોટી દિશામાં ફાંફાં મારીને પાછા આવ્યા છે, એટલે તે પોતે તેમની તપાસમાં જવા માગે છે, અને પખવાડિયામાં તે તે પાછ ફરશે, ત્યારે ગ્રીબાને રડવું આવી ગયું હતું, પણ તેના સુખનો પ્યાલો એટલો સભર ભરાયા હતા કે, તેને પ્રિય પતિનો એ કારણે થનારો ટૂંકો વિયાગ એટલો બધો દુ:સહ લાગ્યા ન હતા. પણ એનું એ આખું સુખ-સ્વરૢ જૅસનને ત્યાં આવેલો જોઈ સદંતર લુપ્ત થઈ ગયું હતું. પ્રથમ તે પોતાના પતિના જાનનો ખતરો જોઈ તે ગાભરી થઈ ગઈ હતી; અને તેથી પોતાના પતિનો જાન બચાવવા જેસનને એક વખત આગ્રહભરી વિનંતી કરી જોયા બાદ, તે ન માન્યા એટલે વીફરીને તેણે તેને અદાલતના હાથમાં સેાંપી દીધા હતા. પણ પછી તરત જ તેને બીજો જ ભય સતાવવા લાગ્યા “મારા પતિ તે। હવે સહીસલામત છે – જૉસન તેમને કશું નહિ કરી શકે; પણ જૅસન જો પોતાના પતિને મારે લગતી બધી વાત કહી દે તો ?” અત્યાર સુધી તેણે, માઇકેલ સન-લૉક્સને, તેની લાંબી ચુપકીદી દરમ્યાન જ સને કેવી રીતે આફતના વખતમાં મદદ કરીને તેનું અંતર જીતી લીધું હતું, પોતે તેની સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું પણ હતું, પણ પછી સન-લૉક્સનો કાગળ મળતાં જસને ગ્રીબાને લગ્નના વચનમાંથી મુક્ત કરી હતી, એ કશી વાત કરી ન હતી. “પણ ― Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આત્મબલિદાન હવે મારા પતિ એ વાત પોતાને (ઝીબાને) મેએ નહિ, પણ જેસનને મોંએ સાભળે, તો મારું આવી બન્યું” – એવી ખાતરી ગ્રીબાને થઈ ગઈ. પણ જેસનને એક વાર અદાલતમાં મોકલી દીધા પછી તેનાથી પાછા ફરી શકાય તેમ રહ્યું ન હતું, એટલે તેને અદાલતમાં સાક્ષી પૂરવા જવાનું થયું ત્યારે તે ગઈ હતી. ત્યાં તેને કોઈએ એમ પૂછયું નહિ કે, જેસનને આજ પહેલાં તે ઓળખતી હતી કે નહિ– કોઈને એવું પૂછવાનો વિચાર પણ ન આવે. અને તેણે પણ જૅસનની બાબતમાં કશું કહ્યું નહિ. તેથી જ જેસને અદાલતમાં જ્યારે તેના ઉપર ખોટા આરોપ મૂકવામાં આવ્યા ત્યારે શ્રીબા તરફ ઠપકાભરી આંખે નજર કરી હતી. જાણે તેને એમ પૂછતો ન હોય કે, “આ બધાં જૂઠાણાં સાંભળીને તું કેમ ચૂપ રહે છે? ખરી વાત મેએ બેલી બતાવવાની હિમત કેમ નથી કરતી, વારુ?” ગ્રીબાને ત્યારે પહેલી વાર વિચાર આવ્યો કે, આ માણસને ગુનો હોય તો માત્ર એટલે છે કે તે એને (ઝીબાને) ચાહતો હતો; એટલે તે બધું કબૂલ કરી દેવા એકદમ ઊભી થવા ગઈ, પણ બેભાન થઈને ગબડી પડી. જ્યારે તે ભાનમાં આવી, ત્યારે, તો તેને તેના ઘરમાં લઈ જવામાં આવી હતી. તેને હવે ડર લાગવા માંડ્યો કે, જેસન બધું જ અદાલતમાં જાહેર કરી દેશે, અને પછી લોકોની નિદાખર જીભ એ વાતને એવું વિકૃત સ્વરૂપ આપી દેશે કે, મારા પતિને મારી સાથે લગ્ન કરવા બદલ શરમાવા જેવું થશે, અને હું પાયમાલ થઈ જઈશ. એટલે, અદાલતે શો ફેંસલો આપ્યો એ એને કહેવા બિશપ આવે તેની તે આતુરતાથી રાહ જોવા લાગી. છેવટે બિશપ આવ્યા. તેમણે અદાલતને ફેંસલો ગ્રીબાને કહી સંભળાવ્યો. Page #240 -------------------------------------------------------------------------- ________________ સા ગ્રીબાએ તરત પૂછ્યું. “તેણે પેાતાના બચાવમાં શું કહ્યું ?” “એક નન્ના સિવાય કશું જ નહિ. હવે ગ્રીબાએ નિરાંતને શ્વાસ લીધા. પણ બીજી જ ક્ષણે તેનેા અંતરાત્મા તેને ડંખવા લાગ્યા : પોતે કેટલા સાંકડા મનની હતી, અને જૅસન કેવા વિશાળ મનના હતા! તે પેાતાના એક શબ્દથી જ તેની જિંદગી બરબાદ કરી શકયો હેાત; પણ તે ચૂપ જ રહ્યો.ગ્રીબાએ તેને જેલમાં નંખાવ્યો, ત્યારે સામે પ્રહાર કરવાને બદલે પેાતાને કરવામાં આવેલા પ્રહાર ગુપચુપ તેણે સહન કરી લીધા. તેથી ગ્રીબા પાતાની જ નજરે બહુ હલકી પડી ગઈ. ૨૧૫ "" મોડું થઈ જવા આવ્યું હાવાથી બિશપ જૉન ગ્રીબાને એટલું આશ્વાસન દેતા દેતા ચાલતા થયા, “એ બિચારો હવે તારા પતિને કશી ઈજા નહિ પહોંચાડી શકે. ખરેખર તે એ બિચારો જેલખાના કરતાં પાગલખાનાને જ વધુ લાયક ગણાય. ગૂડ-નાઈટ, બેટા, ગૂડનાઈટ.” ર જૅસન બીજે જ દિવસે ગંધકની ખાણા તરફ જાય એવું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે તેને કાચી નિયત કરવામાં આવેલા એક કમરામાં પૂરી રાખવામાં આવ્યો. પણ આખી રાત બરફ વરસ્યા કર્યો હાવાથી બીજે દિવસે રસ્તા પુરાઈ ગયા હતા; એટલે એ લાંબી મુસાફરી બરફનું તેાફાન શમી જાય ત્યાં સુધી મેાકૂફ રાખવામાં આવી. જવા ઊપડી જેલ તરીકે ઑકટોબર મહિનાના બીજા અઠવાડિયાનેા બુધવાર હતો. લાકો આઇસલૅન્ડના શિયાળાને બરફ વરસવાના આ દિવસે। પસાર કરવાની તૈયારીઓમાં લાગી ગયા. વેપારી તેમની દુકાનામાં આખા દિવસ ઘરાકી વિના સૂઈ રહેતા. માલ વેચવા આવનારા ખેડૂતો પણ પીઠાંમાં પીને ઊંઘવા લાગ્યા. ચાર દિવસ સુધી બરફ વરસ્યા જ કર્યો અને ચેતરફ અંધારા જેવું જ છવાઈ રહ્યું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આત્મબલિદાન ગ્રીબાએ આ ભયંકર શિયાળે કદી જોયો ન હતો. અને આવા તોફાનમાં માઈકેલ સન-લોકસનું તથા પોતાના બાપુનું શું થયું હશે તેની સારી પેઠે ચિંતા તેમાં ઉમેરાઈ. પણ એ બધા કરતાંય જેલની કોટડીમાં પુરાયેલા જેસનની ચિતા તેને વધારે કોતરી ખાતી હતી. જ્યાં સુધી બરફનું તોફાન ચાલુ રહ્યું ત્યાં સુધી આખું રેકજાવિક ઊંઘતું જ રહ્યું, અને ગ્રીબા કાંઈ જ કરી શકી નહિ. પણ બરફ વરસો બંધ થયો અને દિવસ ઊઘડયો એટલે આખું શહેર જાણે જાગી ઊઠયું અને ચારે તરફ પ્રવૃત્તિના અવાજ આવવા લાગ્યા. ગ્રીબાને માટે સન-લૉકસે એક અંગ્રેજ બાઈ નોકરડી કે હજુરિયણ તરીકે શોધી કાઢી હતી. તેની મારફતે હવે ગ્રીબાને જેસનના સમાચાર મળ્યા : તેને મગજનો તાવ ચડ્યો છે, અને તેની ફસ ખોલી લોહી કઢાવવું પડયું છે. ગ્રીબા તરત જ બિશપ પાસે દોડી ગઈ અને કહેવા લાગી કે, કેદી બિચારાને મગજને તાવ ચડ્યો છે; અને તેણે ધમકી આપી ત્યારે પણ તે એ બીમારીથી જ પીડાતો હોવો જોઈએ. એટલે એના ઉપર દયા લાવી તેને છૂટો કરો; તે હવે જરૂર પોતે આપેલી ધમકી બદલ પસ્તાવો જાહેર કરશે.” બિશપે ગ્રીબાને પોતાના દુશ્મન પ્રત્યે પણ આવો દયાભાવ દાખવવા બદલ શાબાશી આપી; પણ સાથે સાથે જણાવ્યું કે, હવે તેને છોડવો એ પ્રેસિડન્ટના હાથની વાત છે – બીજા કોઈથી હવે કશું ન થઈ શકે, અને પ્રેસિડન્ટ પણ પોતાનું ખૂન કરવાની રાહ જોઈ બેઠેલાને શાના છોડે ?” - ગ્રીબાએ હવે બીજી યોજના વિચારી કાઢી : જેલમાં જઈ જૈસનને મળવું, અને પોતાના પતિ પ્રત્યેના બધા ખોટા વિચારો પડતા મૂકી, તેમની સાથે મિત્રતા કરવા તેને સમજાવવો. એટલું થાય તો પછી Page #242 -------------------------------------------------------------------------- ________________ સજા ૨૧૭ પોતાનો પતિ માઇકલ સન-લૉકસ પાછો ફરે ત્યારે તેને જેસનને માફ કરવા સમજાવી લેવાનું મુશ્કેલ નહીં રહે. દરમ્યાન તેણે જેસનને જેલમાં ખાવા-પીવાની સારી સારી ચીજો મોકલવા માંડી. પોતાની અંગ્રેજ બાઈને તેણે એ કામમાં લીધી. તે બાઈ પોતાના પ્રેમી ઓસ્કરને (જેને ગ્રીબાના પિતાની શોધ માટે મોકલવામાં આવ્યો હતો અને જે ખાલી હાથે પાછો આવ્યો હતો) એ બધી ચીજો જેલમાં કેદીને પહોંચાડવા આપતી. ઓસ્કર બધે જ એ વાત જાહેર કરતો ફરતો કે, ગવર્નરની પોચા દિલની નવોઢા પત્ની પોતે જેને જેલમાં મોકલાવ્યો છે એવા કેદીની કોણ જાણ શાથી ઘણી બધી સંભાળ રાખે છે! પછી એક દિવસ ગ્રીબાએ જ્યારે સાંભળ્યું કે જે સનની તબિયત કંઈક સુધરી છે, પણ હજુ તે મુસાફરી કરી શકે તેવો થયો નથી, તથા બહારના રસ્તા પણ હજુ ખુલ્લા થયા નથી, ત્યારે ગ્રીબા લાગ જોઈ જેલમાં જઈ પહોંચી. જેસન ફીકો પડી ગયો હતો, તે ગ્રીબાને જોઈ જરાય હાલ્યો નહિ. " ગ્રીબા બોલી ઊઠી, “જેસન મને માફ કરો; મેં જ તમારી આ વલે કરી છે; પણ મારા પતિની જિંદગી જોખમમાં હતી એટલે મારાથી બીજું શું થાય?” જેસને કશો જવાબ ન આપ્યો. ગ્રીબા આગળ બોલી, “મેં તમને નુકસાન જ પહોંચાડયા કર્યું છે; પણ તમે તો એક શબ્દ બોલીને મને બરબાદ કરી શકતા હતા, છતાં ચૂપ રહ્યા છો. હું હજુ તમને બચાવી લઈ શકું તેમ છું; તમે માત્ર મને એવું વચન આપે કે, મારા પતિ પ્રત્યે તમે કશો વેરભાવ નહીં રાખે. એટલે મારા પતિ પાછા આવશે ત્યારે હું તમને માફી અપાવીશ – સાચું કહું છું, તે ખરેખર માફી આપશે – ” Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આત્મ-બલિદાન એના ઉપર અને એની માફી ઉપર ધ્યાનત હો!” જેસન એકદમ ઊભો થઈને ટેબલ ઉપર જોરથી મુક્કો મારતો બોલી ઊઠ્યો; “એ વળી મને માફી આપનાર કોણ? મને સેતાન બધું બોલી નાખવા કેટલોય પ્રેર્યા કરતો હતો, પણ હું ચૂપ રહ્યો, તે એને માટે નહિ. તે મારા ઉપર ગમે તેટલાં દુ:ખ ઉતાર્યા છે, પણ હું તેનો બમણો બદલો તેના ઉપર જ લઈશ. ભલે તે મને ગમે ત્યાં ગંધકની ખાણોમાં મોકલી દે- પણ હું જીવતો રહીશ અને તેને ગમે ત્યાંથી પાછો શોધી કાઢીશ. મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે, હું એક વાર તે માણસને મોઢામોઢ મળ્યા વિના મરવાનો નથી.” ગ્રીબા હવે પોતાના પતિની સહીસલામતીની ચિતા સાથે જ પાછી ફરી. બીજે દિવસે કેદીઓની એક પલટણ ગંધકની ખાણો તરફ ક્રિશુવિક જવા ઊપડી. તેમાં પહેલો જેસન હતો. ગ્રીબા એ દેખાવ જોઈ શકી નહિ; તેણે આંખ બંધ કરી દીધી. પણ તેની અંગ્રેજ દાસીએ અંદર આવીને તેને ખબર આપી કે, કેટલાક અજાણ્યા તેને મળવા માગે છે; તેઓ પોતાની જાતને તમારા ભાઈઓ તરીકે ઓળખાવે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ફેબ્રધર-ભાઈ આ બ્રધર-ભાઈઓએ નક્કી કર્યું કે, તે ગ્રીબાનો જમીનનો ભાગ વેચી નાખી, તેના પૈસા લઈને તેને આપવા આવ્યા છે, એસ ફેબ્ર કહી તેની પાસે પહોંચી જવું. વહાણ ઉપર મુસાફરી કરતાં રૅાવિક નજીક આવ્યું ત્યારે જૅકબ વતી બાલનાર – બની ગયો હતો. તે સૌનો ‘મુખિયો ’ ~ બધા તેણે સૌ ભાઈને કહ્યું, જુઓ, કહેવત છે કે, હાથમાંનું એક પંખી, ઝાડ ઉપરનાં કરતાં વધારે કીમતી ગણાય, ખરું ને? અને આપણી પાસે હાથમાં એક પંખી તો છે! તો પછી આપણે ગ્રીબાના ભાગની જમીનના એ છસો પાઉંડ ગ્રીબાને આપી દઈએ, તે પહેલાં આપણા હાથમાં બમણા પાછા આવે તેની ખાતરી કરી લેવી જોઈએ. ” "C અને એ ઇરાદાથી રેાવિક પહોંચ્યા પછી ગ્રીબાને તેના ભાગના પૈસા આપવા તરત તેની પાસે જવાને બદલે તેણે માઇકેલ સનલૉક્સનો હોદ્દો, તેનો પગાર, તેની લાગવગ વગેરે વિષે માહિતી એકઠી કરવા માંડી. ભાષાની મુશ્કેલી હતી, છતાં તેણે પોતાને સંતોષ થાય તેટલું સાંભળી લીધું અને જોઈ લીધું. જૂનું આઇસલૅન્ડ અત્યારે ત્રણ ખરાબ સૈકાંના દુ:સ્વપ્નમાંથી જાગીને જાણે જગતની એક સ્વતંત્ર સત્તા બનવા કોશિશ કરી રહ્યું હતું. જુવાન પ્રેસિડન્ટ માઈકેલ સનલૉક્સ જ એ દેશના સ્વાતંત્ર્યને પાછું મેળવનાર અને તેનો રક્ષણહાર ૨૧૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આત્મ-લિદાન ગણાતો હતો. કીતિ અને આદર તેની સમક્ષ વણ-માગ્યાં ઢગલો થયા કરતાં હતાં; અને તેના હળને જે હાથ દેવા લાગે, તેને પણ એમાંથી કંઈક હાથ આવે જ એ ઉઘાડું દેખાતું હતું. આટલું સમજી લીધા પછી જૅકબે બધા ભાઈને ગ્રીબાની મુલાકાતે લીધા. ર ગ્રીબા જે દિવસે જેલમાં જૅસનને મળવા ગઈ હતી, તે દિવસે જ પાછલે પહારે ફૅરબ્રધર-ભાઈબંદર ઊતર્યા હતા; અને તેના લગ્નની, તેની ઉજવણીની, અને પ્રેસિડન્ટના ખૂનના પ્રયાસની વાતો તેમણે સાંમળી હતી. તે જાણતા હતા કે, જૅસન મૅન ટાપુમાંથી કયાંક બહાર ચાલ્યો ગયો છે; પણ તે અહીં જ હશે એવી કલ્પના તેમને આવી ન હતી. પણ જ્યારે ગંધકની ખાણ તરફ લઈ જવાતા કેદીઓની મંડળી તેમણે જોઈ, ત્યારે તેમણે જૅસનને તેમાં જોયો. પછી તેએગ્રીબાને ઘેર પહોંચ્યા. જૅકબે ભાઈઓને કહી રાખ્યું હતું કે, ‘ ગ્રીબા જોડે વાતચીત કરવાનું મને જ સાંપી રાખજો – તમે કોઈ વચ્ચે બેાલતા નહિ.' પ્રેસિડન્ટના ઘરમાં આવી અંગ્રેજ દાસીને થેાડી પડપૂછ કરતાં જ તે સમજી ગયો કે, પ્રેસિડન્ટનોગ્રીબા ઉપર ખૂબ જ ભાવ છે, તથા ગ્રીબાનું પણ પ્રેસિડન્ટ ઉપર ખૂબ ચલણ છે – તે કહે તે કરવા તે દુનિયાને છેડે પણ જાય! . 66 પેલી અંગ્રેજ દાસી અંદર ખબર આપવા ગઈ તે દરમ્યાન જૅકબે ભાઈઓને કહી દીધું કે, “ગ્રીબાના ભાગની જમીન વેચીને તેને આપવાના પૈસા ઊભા કરવા મારા ભાગની જમીન આપણે અંદરોઅંદર કડદો કરીને વેચી નાખી છે. એટલે તમે ભલે મૅન-ટાપુ પાછા ફરજો – હું તો અહીં જ રહીશ.' "" “ના, ના; હું તને મારી જમીન વેચી દઈશ; એટલે તું પાછે જજે અને હું અહીં રહીશ.” થર્સ્ટને જવાબ આપ્યો. Page #246 -------------------------------------------------------------------------- ________________ ફેબ્રધરભાઈએ ૨૨૧ એટલામાં અંગ્રેજ દાસી તેમને અંદર લઈ જવા પાછી આવી. અંદર જઈ ઝીબાને જોતાં જ જેકબ બોલી ઊઢયો, “આહા, બહેન, તમે કહ્યા વગર દોડી આવ્યાં તેથી અમને કેટલી બધી ચિંતામાં નાખ્યા હતા? તમારા પ્રત્યેનો અમારો પ્રેમ જોતાં તમે ન જડે ત્યાં સુધી અમને સૌને .. થોભે, થોભો, તમો સૌને મારા ઉપર કેવો ભાવ-પ્રેમ છે એ હું બરાબર જાણું છું. તમે અહીં શા માટે પધાર્યા છો, એ જ કહી દો, એટલે બસ.” - “બહેન, એવું બોલવાની જરૂર નથી; અમે તો અમારા ભાવપ્રેમના નક્કર પુરાવારૂપે તમારા ભાગની જમીનના રોકડ પૈસા કરી, તે તમને આપવા અહીં કામધંધો છોડીને દોડી આવ્યા છીએ. તમારા ભાગના પૂરા છસો પાઉંડ, જુઓ, આ થેલીમાં ઠસોઠસ ભરેલા છે,” એમ કહી જેકબે થેલી ખખડાવી; અને આગળ ચલાવ્યું; “અમે અત્યાર સુધી તમારો ભાગ તમને ન આપ્યો તે એટલા જ માટે કે, તમને ભોળોને છેતરીને તમારી મિલકત પડાવી જવા ટાંપી રહેનારા ત્યાં ઘણા હતા.” હા, હા, જૅસન જેવા સ્તો.” બીજા ભાઈઓએ સાથ પુરાવ્યો. પણ હવે એ હરામખેર ઠેકાણે પડયો એ સારું થયું એ બદમાશ એ જ દાવનો હતો. તમારું પણ સારું ઠેકાણું પડી ગયું બહેન, તમે યોગ્ય માણસ સાથે જ લગ્ન કર્યું છે.” જેકબે ગ્રીબાને ઊંચી ચડાવતાં કહ્યું. પરંતુ ગ્રીબા તો આ બધું સાંભળવા છતાં સ્થિર જ ઊભી રહી. પછી તેણે કડક અવાજે એટલું જ પૂછયું, “હું અહીં છું એ તમે શી રીતે જાણ્યું?” * ઍશર બોલી ઊઠ્યો, “કાગળ, કાગળ, તારો કાગળ વાંચીને તો. તું ગઈ ત્યારે અમે બધા તો એમ જ સમજ્યા કે અમારા ઉપર Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આત્મ-બલિદાન ગેરસમજ લાવીને, ગુસ્સે થઈને જ તું ક્યાંક ચાલી ગઈ છે. પછી એક દિવસ તારી યાદ લાવવા માટે કંઈ સંભારણું મળે એ શોધતાં એક પેટીમાંથી તારા ઉપર એ ભલા માણસે લખેલો કાગળ જ અમને મળ્યો.” હા, હા, માઇકેલ સન-લૉકસે લખેલો તો,” સ્ટીને ઉમેરણી કરી. એટલે પછી મેં આ બધાને કહ્યું કે, “ગ્રીબા કયાં છે એ આપણે હવે જાણ્યું, તો આપણે તેમના ભાગનું ખેતર વેચી તેના પૈસા લઈ તેમને પહોંચાડી આવવા જોઈએ. એટલે અમે થોડું નુકસાન વેઠીને પણ કુલ જમીનનો છઠ્ઠો ભાગ વેચી નાખ્યો. જોકે, તમને તો એથી કશું નુકસાન નહિ જાય; કારણકે, આખી જમીનના સાતમા ભાગ જેટલા પૈસા જ તમને તો મળવા જોઈતા હતા.” જેકબે આગળ ચલાવ્યું. લાવો, પૈસા ક્યાં છે?” ગ્રીબા બેલી. જેકબે ભારે ઠાઠથી થેલીમાંના પૈસા ગણી આપવા માંડ્યા; અને સાથે સાથે ઉમેર્યું, “અને એ પૈસા અહીં લાવવા જતાં અમને સારી પેઠે ખર્ચ થયું છે.” “કેટલું ખર્ચ થયું છે?” ગ્રીબાએ પૂછ્યું. “પણ એનું શું છે?” ઉદારપણે હાથ ઘુમાવી જંકળ બેલ્યો. પણ તમને અહીં આવવામાં જે ખર્ચ થયું, તે તો મારે આપવું જ જોઈએ ને?” ગ્રીબાએ કહ્યું. અમારે એક પૈસે લેવાનો નથી; બહેનને તેમના ભાગના પૈસા આપવા આવવામાં તેમના ભાઈએ જણ દીઠ ચાલીસ-પચાસ પાઉડ ખર્ચી નાખે, તેની વળી ગણતરી શી?” “તો તમે તો લો,” એમ કહી ગ્રીબા ઐશરને આપવા ગઈ; અને તે હાથ લાંબો કરી એ પૈસા લેવા જતો જ હતો, એવામાં Page #248 -------------------------------------------------------------------------- ________________ કૅરબ્રધરભાઈએ રર૩ જોકબે આવી તેનો ડગલો ખેંચી નિશાની કરી, એટલે તે હાથ પાછો ખેંચી લઈ બેલ્યો, “ના, દીકરી, ના.” પછી ગ્રીબાએ થર્સ્ટનને પૈસા ધરવા માંડયા. તે તો એ પૈસા સામે નરી ભૂખાળવાની નજરે તાકી રહ્યો; પણ જેકબે એ દુ:ખભર્યો ખોંખારો ખાધો કે, થર્ટનને પણ બોલવું પડ્યું, “ના, ઝીબા, ના; તું શું એમ માને છે કે, ગરીબ માણસને પણ લાગણી ન હોય? તું આગ્રહ ન કરીશ, મને ખેટું લાગશે.” આ બધાની ના છતાં ગ્રીબાએ તો બધા ભાઈઓને વારાફરતી પૈસા ધરી જોયા; પણ દરેક જણ પાસેથી એક જ જવાબ મળતાં, તેણે એ પૈસા કબાટમાં મૂકી દીધા, અને પછી ભાઈઓ તરફ ફરીને કડક અવાજે કહ્યું, “હવે તમે જઈ શકો છો.” તમારા પતિ પાછા આવે તે પહેલાં જ? વાહ, ઝીબા, અમે તેમને મળીને જ જઈશું.” જેકબે કહ્યું. ના, ના, તમારે એમની રાહ જોવાની જરૂર નથી; નહીં તો જે બધી વસ્તુઓ તમે ભૂલી ગયા છે, તે બધી, તમને જોઈને કદાચ તેમને યાદ આવશે.” વાહ, તમારો પતિ શું અમારા બાપને ઘેર જ ઊછરેલ, એક રીતે અમારો ભાઈ જ નથી, શું?” જેકબે દલીલ કરવા માંડી. “પણ તમે આપણા બિચારા બાપુને શું કર્યું હતું તે એ જાણે છે. તમે લોકોએ છેક જ લાગણીહીનતા ન બતાવી હોત, તો અત્યારે આપણા બાપુ દરિયામાં હોનારત થતાં અજાણ્યા કિનારા ઉપર રખડતા થઈ ગયા ન હોત.” ઝીબા, ઝીબા, તમારે એમ માનવાની જરૂર નથી કે, તમારો પતિ પોતાની પત્નીના સગા ભાઈઓ પ્રત્યે કશે ગેરવર્તાવ દાખવશે.” જેકબે આગળ ચલાવ્યું. . “પણ તેમની પત્ની પ્રત્યે પણ તમે શું શું આચર્યું હતું, તે એમને બરાબર યાદ છે.” ગ્રીબાએ જવાબ આપ્યો. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આત્મ-બલિદાન “વાહ, ઝીબા, અમે તમારે માટે જે લઈને આવ્યા છીએ તેના નક્કર પુરાવા પછી, તમે અમારી પ્રત્યે આવી કૃતજનતા દાખવશો?” જે કબે પૂછ્યું. “અત્યાર સુધી મને બધાથી વંચિત રાખ્યા બાદ, હવે આ જે થોડુંઘણું લાવ્યા છે, તે કંઈ તમે મોટી ઉદારતા દાખવી છે, એમ હું નથી માનતી.” પેલા હરામખોરના હાથમાં તમને અને તમારી મિલકતને પડવા ન દીધી, એને તમે “તમને વંચિત રાખ્યાં' એમ કહો છો?” જેકબે પૂછ્યું, “ તમે લોકોએ મારા ન્યાયી હક અધિકારથી મને વંચિત રાખી હતી, એટલું હું તો જાણું. – પણ હવે તમે મહેરબાની કરીને અહીંથી જાઓ, એટલે બસ.” તો શું ઝીબા, તમે અમને તમારા ઘરમાંથી હાંકી કાઢવા માગો છો?” જેકબે પૂછ્યું. “અને હું તેમ કરું તોય, તમે લોકોએ આપણા વૃદ્ધ બાપુને જે કર્યું હતું તેથી વધુ ખરાબ કંઈ કરતી નથી. પેલું ઘર તેમનું હતું, અને આ ઘર મારું છે – તમને લોકોને આ ઘરમાં આવી મોં બતાવતાં શરમ આવવી જોઈએ.” આ તે નાને એ કેવી વાત છે?” ઍશર ઘૂરકયો. “જુઓ તો ખરા, જે આપવા માટે કશી માગણી પણ નહોતી કરવામાં આવી, તે આપમેળે આપવા, સમુદ્ર પાર આપણે દોડી આવ્યા, તેનો આ બદલો !” સ્ટીન બોલ્યો. ભલે, બધું જહન્નમમાં જાય; મને તો અહીં આવવાનું જે ખર્ચ થયું છે, તે આપી દે, એટલે હું ચાલતો થાઉં.” રૉસ બોલ્યો. ના, ના, મેં એક વખત તમને એ પૈસા ધર્યા અને તમે ના પાડી; હવે હું તમને કશું જ આપવાની નથી.” Page #250 -------------------------------------------------------------------------- ________________ ફરબ્રધરભાઈ એ રપ · કેવી ચાલાક બિલાડી છે! પહેલા પૈસા લઈ લીધા પછી હવે નહાર બતાવે છે.” રૉસ ઘૂરકયો. “ ચૂપ, ચૂપ, ભાઈ, તમે મને જ બાલવા દો,” જૅકબે સૌને વારતાં કહ્યું; “ હું, પણ ગ્રીબા, તમે અજાણ્યા પણ જેવા ભાવ-પ્રેમ દાખવા છે, તેવા પણ તમારા સગા દાખવે, એ મારા તા માન્યામાં જ આવતું નથી.” પ્રત્યે નહીં પ્રત્યે ૩ ભાઈ જવા દે એ બધી વાત; હું તમારું મન બરાબર પામી ગઈ છું. હું ગરીબ અસહાય હતી ત્યાં સુધી તમે મારું બધું પડાવી લીધા કર્યું; હવે હું કંઈક તવંગર થઈ છું એમ તમે જાણ્યું, એટલે તમે મારી પાસેથી કંઈક લાભ છડી લેવા માટે જ મને ઘૂંટણિયે પડતા આવ્યા છો. પણ હું તમને ધિક્કારું છું; તમે સ્વાર્થી પામર માણસા છે. મારા બાપુને પણ તમે ચૂસી ચૂસીને ખાવી કર્યા પછી તેમની તરફ પીઠ ફેરવી લીધી; મારા પતિ સામે પણ તમે કેટલાંય કાવતરાં રચ્યાં, અને હવે પાછા તેમના પગ નીચેની ધૂળ ચાટવા આવ્યા છે. ચાલ્યા જાઓ મારા ઘરની બહાર ! અને અહીં ફરી કદી પાછા ન આવતા; નહીં તે હું તમને અજાણ્યા ઘૂસણખાર જાહેર કરી હાંકી કઢાવીશ. "" આ શબ્દો સાંભળતાં જ બધા ઘેટાંની પેઠે એકબીજા સાથે દબાતા-ચંપાતા બારણામાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા બાદ થર્સ્ટન બાલ્યો, “હું જ માળા બેવકૂફ, તે આ જૅકબડાની બેવકૂફીભરી યોજનામાં જોડાઈને પાયમાલ થયો. "" “હું તો પહેલેથી જ કહેતા હતા કે, આમાંથી કશું નીપજવાનું * .. નથી, ” ઑશર બોલ્યો; “ આપણે દરેક જણે પાંત્રીસ પાઉંડ ગુમાવ્યા અને ઉપરથી ચૌદ ટકા વ્યાજ ભરીશું તે જુદું.” આ ~ ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આત્મ-બલિદાન જેકબ હવે દાંત કચકચાવીને બોલ્યો, “બેવકૂફ, તમે પાયમાલ થયા છો કે ધનના ઢગલાના ખોળામાં જ આવી પડ્યા છો? આવું સારું નસીબ તો તમારા બાપ-જનમારામાંય કદી તમે નહિ પામ્યા હો!” “હું? એ વળી શી રીતે ?” પાંચે જણ સામટા બોલી ઊઠયા. શી રીતે, તે એ રીતે કે, જૈસનની ધરપકડ શાથી થઈ, એ સમજ્યા? માઇકેલ સન-લોકસના જાન લેવાની ધમકી આપવા બદલ તેની ધરપકડ થઈ છે, એમ માનવાની બેવકૂફી તો તમે નથી કરતા ને?” “તો પછી?” જોને પૂછયું. અરે ગ્રીબાને ધમકી આપવા બદલ તેની ધરપકડ થઈ છે, સમજ્યા?” “ભલે માઇકેલ સન-લૉસને નહીં ને ગ્રીબાને ધમકી આપી હશે; પણ એમાં આપણો શો દહાડો વળ્યો?” એશરે પૂછ્યું. આપણો દહાડો એમ વળ્યો કે, માઈકેલ સન-લૉકસને આપણે જે બધું જાણીએ છીએ તે કશાની ખબર નથી. અને આપણે તેને અમુક માહિતી એવી આપી શકીએ કે, જેથી આપણો દહાડો જરૂરી વળે.” જેબે જવાબ આપ્યો. “એ વળી કઈ માહિતી?” જૉને પૂછવું. તે માહિતી એ કે, ગ્રીબા જેસનને જ ચાહતી હતી, અને તેને જ પરણવાની હતી, પણ તેની જોડે પ્રેમ-લીલા લાંબો વખત માણ્યા પછી, તેને ગરીબ જાણી, તેને પડતો મૂક્યો અને માઇકેલ સન-લૉસને તવંગર જાણી, તેની સાથે પરણવા તે આઇસલૅન્ડ દોડી આવી છે.” “જા, જા, માઈકેલ સન-લૉકસ તારી એ વાત માની લે ખરો ને! તું મૂરખ જ રહ્યો.” થર્સ્ટન બોલ્યો. “જુઓ, મારી પાસે ગ્રીબાએ જ જૈસનને લખેલો કાગળ છે; Page #252 -------------------------------------------------------------------------- ________________ માફી ૨૨૭ એ જોયા પછી તો તે માનશે ને?” જેકબે ખીસામાંથી ગ્રીબાએ જેસનને આપવા લખેલો અને પછી રાખી મૂકેલો કાગળ કાઢતાં કહ્યું. બધા ભાઈઓ જેકબની હોશિયારી ઉપર ખુશ થઈ ગયા. તેઓ બે દિવસ વધુ રેન્જાવિકમાં રોકાયા. બીજા દિવસે પાછલે પહોરે જહાજમાં માઇકેલ સન-લૉકસ આવી પહોંચ્યો, અને રાજભવન તરફ ઘોડેસવાર થઈને દોડ્યો. ફેબ્રધર-ભાઈઓ સંતુષ્ટ ચિત્તે તેને ત્યાં જતો જોઈ રહ્યા. ૧૧ માફી જયારે માઇકેલ સન-લૉસે આદમ ફેબ્રધર અને તેના જહાજી હોનારતના ભોગ બનેલા સાથીઓની તપાસ માટે મોકલેલા માણસે ખાલી હાથે પાછા આવ્યા, ત્યારે તેમને પૂછપરછ કરીને તેણે જાણી લીધું કે, તેઓ ભૂલથી અવળી બાજુએ જ ગયા હતા. એટલે તેણે જે દિવસો બગયા તેની ગણતરી કરી લઈ, પેલા હોનારતી લોકો પગપાળા કિનારે ચાલવા લાગ્યા હોય તો ક્યાં સુધી આવ્યા હોય એ વિચારી લઈ, વેસ્ટમેન-ટાપુઓ તરફ પોતાનું જહાજ લેવરાવ્યું. પરંતુ વચ્ચે તોફાન નડતાં તેનાથી ધાર્યા પ્રમાણે ત્યાં પહોંચી ન શકાયું; પણ તેને એટલા ખુશખબર તે ત્યાંથી મળ્યા જ કે, હોનારતનો ભોગ બનેલા એ લોકો ત્રણ દિવસ પહેલાં ત્યાં પગપાળા આવ્યા હતા, અને હવે ત્યાંથી આગળ ચાલી નીકળ્યા છે. દરિયા-કિનારો આ ભાગમાં એટલો બધો ખરાબ હતો કે જહાજ વડે ત્યાં પહોંચાય તેમ નહતું, એટલે તેણે જલદી જહાજને પાછું Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આત્મ-અલિદાન રેકજાવિક લેવરાવ્યું. તેનો વિચાર શિંગ્વલિરને રસ્તે જમીન માર્ગે જ એક રાહત-ટુકડી લઈને સામા જવાનો હતો. કી-પૉઇંટ આગળ તે ટપાલ લેવા થોડે દૂર થોભ્યા, તે દરમ્યાન તેમને એટલા સમાચાર મળ્યા કે રાજધાનીમાં પ્રેસિડન્ટનો જાન લેવાનો પ્રયત્ન કરવા બદલ જેસન ઉપર કામ ચલાવવામાં આવ્યું છે અને તેને સજા ફરમાવવામાં આવી છે. માઇકલ સન-લૉક્સને આ સમાચારથી બહુ નવાઈ લાગી અને દુ:ખ પણ થયું, એટલે તેણે જહાજને બને તેટલી ઉતાવળે રાજધાની તરફ લેવરાવ્યું. હવે તો વહાલી ગ્રીબાને મળવાની ઉતાવળ ઉપરાંત જૈસનને માફી બક્ષી તેને જેલમાંથી છોડાવવાની ઇંતેજારી પણ તેમાં ઉમેરાઈ હતી. રાજધાનીએ જઈ તે પોતાની નવોઢા પત્ની રીબાને ઝટપટ મળ્યો. તેને તેના પિતા સહીરાલામત છે એવા સમાચાર આપ્યા, તથા હવે જમીનમાર્ગે જે ટુકડી બીજે દિવસે પોતે સામે લઈને જવા માગે છે, તેમાં સાથે તેણે પણ આવવાનું છે એમ જણાવ્યું. એ સાંભળી ગ્રીબા હરખથી ઘેલી ઘેલી થઈ ગઈ. માઈલને તે પહેલાં ઘણાં ઘણાં રાજકાજ પતાવવાનાં હોઈ, તે ઉતાવળે બહાર જતો હતો, તેવામાં ગ્રીબાએ તેને રોકીને કહ્યું, “માઇકેલ, તમે દૂર ગયા હતા તે દરમ્યાન અમારા ઉપર અહીં શું શું વીત્યું, તેની તમને કલ્પના પણ નહીં આવે.” - “મને બધી ખબર પડી છે, વહાલી; તારે કહી બતાવવાની જરૂર નથી. પણ તું હવે ઝટપટ તારા કમરામાં ચાલી જા.” એમ કહી માઈકેલ સન-લૉકસે ટેબલ આગળ લટકાવેલો દાંટ વગાડયો. તરત તેને નોકર ઓસ્કર ત્યાં આવી પહોંચ્યો. સન-લૉકસે તેને કહ્યું, “ઉતાવળે જેલખાનામાં જા અને જેલરને કહે કે પેલા સજા કરાયેલા કેદીને મારા હુકમ વગર ગંધકની ખાણો તરફ મોકલી દે નહીં.” ૧. માઈકેલ સન-લૉકસને પિતાને. કારણકે, તે જ પ્રેસિડન્ટ હતો. Page #254 -------------------------------------------------------------------------- ________________ માફી ૨૨૯ “કયા કેદીની વાત કરો છો, નામદાર?” એકરે પૂછ્યું. “જૈસન નામના કેદીની.” તેને તો ગંધકની ખાણો તરફ ક્યારનો રવાના કરી દીધો.” “ક્યારે રવાના કરી દીધે?” “ગઈ કાલે વહેલી સવારે.” માઇકેલ સન-લૉકસે તરત એક ચિઠ્ઠી ઉપર ઉતાવળે કંઈ લખી નાખ્યું અને ઓસ્કરને એ ચિઠ્ઠી આપતાં કહ્યું, “આ ચિઠ્ઠી લઈને તું દોડતો સ્પીકર ન્યાયાધીશ પાસે જા અને તેમને કહે કે, તે અહીં આવશે ત્યાં સુધી હું અહીં જ તેમની રાહ જોઈશ.” - આ બધું ચાલતું હતું તે દરમ્યાન ગ્રીબા મોં ઉપર મૂંઝવણના ભાવ સાથે બારણા આગળ જ ઊભી રહી હતી. એસ્કર ચિઠ્ઠી લઈને ચાલ્યો ગયો એટલે તેણે હવે પોતાના પતિની પાસે આવીને ગંભીરતાથી કહ્યું, “માઇકલ, તમે એ માણસનું શું કરવા માગો છો?” પણ માઇકેલ સન-લૉકસે તે પ્રશ્નનો જવાબ આપવાને બદલે એટલું જ કહ્યું, “જો, વહાલી, તારે આ બધાની ચિંતા કરવાની ના હોય. એ મારે લગતી બાબત છે અને હું એ વાત મને ઠીક લાગશે તેમ પતાવવાનો છું.” પણ તેણે આપણી જિંદગી લેવાની ધમકી આપી છે, એ કંઈ તમારા એકલાને લગતી બાબત નથી!” જો, જો, વહાલી, મેં શું કહ્યું? અત્યાર સુધી તું નાહક એ ચિંતામાં હેરાન થઈ છે; હવે તું તારા કમરામાં ચાલી જા, એટલે બસ,” શ્રીબા તેની આજ્ઞાનું પાલન કરવા બહાર જવા લાગી. તરત જ માઇકેલ સન-લૉકસ બોલી ઊઠ્યો, “પણ તારા કમરામાં જઈને ચૂપ બેસી ન રહેતી. તું કંઈક ગાયા કરજે, એટલે હું આ કમરામાં મારું સરકારી કામ પતાવતો હોઈશ પણ મને તારી સોબત Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ આત્મ-બલિદાન મળ્યા જેવું લાગશે! લગ્ન કરતાં વેંત જ આપણે છૂટા પડવાનું થયું છે, તે મારાથી ભૂલાતું નથી.” ગ્રીબાએ તરત પાસે આવી કશો જવાબ આપ્યા વિના પોતાના પતિને કપાળ ઉપર પ્રેમ-ચુંબન કર્યું. તે વખતે તેના ગાલ ઉપર થઈને પ્રેમનાં અશ્રુ વહેવા લાગ્યાં હતાં. પછી તે ત્યાંથી કમરાની બહાર ચાલી ગઈ. માઇકેલ સન-લૉકસે પછી કાગળિયાં ફીંદવા માંડ્યાં. ડેન્માર્કની સરકાર તરફથી કંઈ કાગળિયું આવ્યું છે કે નહિ તેની ખાતરી વારંવાર કરી લીધા પછી તે મનમાં પચાસમી વાર ગણગણ્યો કે, ડેન્માર્કવાળા આઇસલૅન્ડવાળાઓને તેમનો ભાર જાતે જ ઉપાડવા દેવા માટે છૂટા મૂકવા માગે છે કે શું? ત્યાર પછી તેણે ટાપુમાંથી આવેલી અરજીઓ, ફરિયાદો, વિનંતીઓ, માગણીઓ અને ધમકીઓના કાગળો એક પછી એક વાંચવા માંડ્યા; અને મનમાં યોગ્ય નોંધ લેવા માંડી. એટલામાં ગ્રીબાએ માઇકેલનું પોતાનું પ્રિય ગીત ગાવા માંડ્યું તેના મીઠા ભાવભર્યા સૂર તે કમરામાં ગુંજવા લાગ્યા - “મને તારી આંખોના પ્યાલા વડે જ શાશ્વતનપ્રેમના કસમ આપજે; હું પણ મારી આંખેથી જ તેમ કરીશ. એ પ્યાલામાં માત્ર તારું શુંબન પૂરજે – એટલે હું એમાં મધની અપેક્ષા નહિ રાખું. આત્મામાંથી ઊઠતી તરસ – એ દિવ્ય પીણા સિવાય બીજા કશાથી નહીં છીપે !” માઇકલ સન-લૉક્સ ગણગણી ઊઠ્યો, “ગ્રીબાને આવા ઊભરાતા પ્રેમને પાત્ર હું છું ખરો?” પણ તે જ ઘડીએ કંઈક અનિષ્ટની Page #256 -------------------------------------------------------------------------- ________________ માફી ૨૩૧ ઘેરી છાયા તેના તન-મનને અચાનક ઘેરી વળી. તે તેને દૂર કરવા ખૂબ મળ્યો, પણ તે વળી વળીને તેના ચિત્તને ચૂંટી ખાવા લાગી. તે જ ઘડીએ સ્પીકર-ન્યાયાધીશ કમરામાં દાખલ થયો. માઇકેલ સન-લૉકસે તેમને જોતાં જ કહ્યું, “સ્પીકર, મેં તમને મારે લગતી કંઈક અગત્યની બાબત માટે જ તસ્દી આપી છે.” “કહી દો.” ન્યાયાધીશે કહ્યું. “મારી ગેરહાજરીમાં બિશપની અદાલતે એક માણસ ઉપર મારા જાન લેવાની ધમકી આપવા અને કોશિશ કરવા બદલ કામ ચલાવીને તેને સજા કરી છે.” “હા, સ્ટિફન એરી અને માજી ગવર્નર-જનરલ જૉર્ગન્સનની પુત્રી રાશેલનો પુત્ર જેસન" ખરી વાત; એને વિષે જ હું કહેવા માગું છું.” “ઘણી ખુશીથી કહી દો.” “તેને ગંધકની ખાણોમાં મોકલી દેવામાં આવ્યો છે.” બાર મહિના તો ખરો જ.” આપણે તેને પાછો બોલાવીને હાઈકોર્ટ મારફત તેના કેસ ફરી ચલાવરાવી શકીએ?” હવે ઘણું મોડું થઈ ગયું કહેવાય. હાઈકોર્ટે તે તેને સજા જ કરી હોત કે કેમ, એ જ શંકા પડતું છે; પણ સજા કરી જ હોત તો તેને વધુ લાંબી સજા જ કરી હતી. બિશપની કોર્ટે તેને બાર મહિનાની સજા કરી હોવા છતાં એવી શરત ઉમેરી છે કે, એ બાર મહિના બાદ પણ તે જો તમારી સાથે સુલેહ-શાંતિથી વર્તવાના સેગંદ લે, તો જ તેને છુટો કરવામાં આવે. એટલે તમારે તેના તરફનો કશો ડર રાખવાનું કારણ નથી.” પણ મને તેના તરફને કશી જાતને ડર છે જ નહીં; હું હવે તમને જે પૂછવા માગું છું, તે ઉપરથી જ તમે એ જોઈ શકશો.” Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આત્મબલિદાન “શું પૂછવા માગો છો?” જજે કહ્યું. હું તેને માફી આપી શકું ખરો?” એક ક્ષણ તે સ્પીકર જરા ડઘાઈ ગયો; પણ પછી સ્વસ્થ થઈને બોલ્યો, “હા, પ્રેસિડન્ટને માફી બક્ષવાની કુલ સત્તા છે.” તે સ્પીકર તમે મારી સહી માટે જોઈતા કાગળો તૈયાર કરાવી આપશે?” જરૂર; પણ પહેલાં તમને કંઈક કહેવા બદલ મને ક્ષમા આપશો?” “તમારે જે કહેવું હોય તે બેધડક કહો.” “કદાચ તમે એ કેસ ચાલતી વખતે જે જુબાનીઓ પડી છે તે કેવી જાતની હતી, તે નહિ જાણતા હો.” “મને લાગે છે કે, હું જાણું છું.” એ માણસ તમારો ઓરમાન ભાઈ હોવાનો દાવો કરે છે.” “એ મારો ભાઈ છે .” તમે એનું સ્થાન પચાવી પાડયું છે, એવું તે માને છે.” ખરી વાત છે; તેના દાદા જર્મન જૉર્ગન્સન તેને જ શોધતા હતા; પણ પછી તેને મરી ગયેલો જાણી, મને તેમણે અપનાવ્યો હતો. ” તેને તમારી ઉપર વેર લેવું છે, અને તે અર્થે તમારું ખૂન કરવાની તેણે પ્રતિજ્ઞા લીધી છે.” તેનો મારા પ્રત્યેનો વેરભાવ કુદરતી છે; અને તેની પ્રતિજ્ઞાથી હું ડરતે નથી.” સ્પીકર થોડી વાર થોભ્યો અને પછી પોતાની આંખો રૂમાલ વડે લૂછીને બોલ્યો, “તમારું દિલ ખરેખર મહાન છે – ઉદાર છે – હું તરત જ જઈને માફી બક્ષવા માટેના કાગળો તૈયાર કરાવું છું.” Page #258 -------------------------------------------------------------------------- ________________ માફી ર સ્પીકર કમરામાંથી બહાર નીકળ્યો પણ નહીં હોય, અને ગ્રીબા તેમાં દાખલ થઈ. તેણે પાતાના અંતરનો ક્ષેાભ દબાવી રાખવા ખૂબ કોશિશ કરી હતી, પણ તેમાં નિષ્ફળ નીવડતાં તે ફાટેલી આંખે અને ગાભરી અવસ્થામાં જ કમરામાં દોડી આવી. .. “માઇકેલ, સ્પીકર શું લેવા માટે ગયા, વારુ ? "" માફી બક્ષવાનો મુસદ્દો લઈ આવવા. 66 66 “પેલા માણસને માફી બક્ષવાનો મુસદ્દો? 66 હા; હું તેના ઉપર તરત જ સહી કરવા માગું છું.” 66 "9" વહાલા માઇકેલ, એમ કદી ન કરતા; હું તમને આજીજી કરું છું, એ માણસને ગંધકની ખાણોમાંથી પાછો હરિંગજ ન બેલાવતા. ગ્રીબા મનામણાના અવાજે બોલી ઊઠી. "" ૨૩૩ “વાહ ગ્રીબા, આ શું? તું શા માટે આમ ગાભરી બની જાય છે?” 46 વહાલા માઈકેલ, તમારા જાનને ખાતર, મારે ખાતર, એ માફીપત્ર ઉપર સહી કરતા પહેલાં ફેર-વિચાર કરજો. "" “તું આ કિસ્સાથી આટલી બધી ડરી શા માટે ગઈ છે? સ્મોકી-પૉઇંટ આગળથી જ મને જાણવા મળ્યું હતું કે, તેં જ મારા જાન ઉપરની આફતના ડરથી એ માણસને અદાલતના હાથમાં સાંપ્યો હતા. તને તારા વહાલા પતિના જાનની એવી ફિકર હોય એ સ્વાભાવિક છે. હું જાણું છું કે તને મારા ઉપર કેટલા બધા અઢળક પ્રેમ છે. પણ મારે માટે એટલા બધા ડર રાખવાની જરૂર નથી; તું પાછી તારા કમરામાં ચાલી જા, અને મને મારી મરજી મુજબ આ બાબત પતી લેવા દે. "" 64 માઇકેલ, વહાલા, મારે આ બાબતમાં કંઈક કહેવાનું છે; તમે સાંભળશો પણ નહિ ?" Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આત્મ-બલિદાન ના, ના, ના, આ બાબત અંગે કશું પણ નહિ” મારે એક વાત કહી દેવી છે; તમે એક મિનિટ મને આપો.” “એક સેકંડનો અધે ભાગેય નહિ ! આ સિવાય બીજી કંઈ જે વાત કહેવી હોય તો બમણી મિનિટો તને એ માટે આપું છું, અને એવી ખાતરી પણ કે તારા માગતા પહેલાં તે તને મળી ગઈ, એમ જાણી રાખજે.” પણ મને આ કિસ્સાની બાબતમાં કેમ કશું જ બોલવા દેતા નથી?” કારણકે, મેં એ બિચારાને નજરે પણ જોયો નથી; છતાં તું કદી પણ તેને અંગે કશું જાણી શકે, તે કરતાં હું ઘણું વધારે જાણું છું. અને તારું પ્રેમળ હૃદય ભલે પોતાપૂરતું સિંહ જેવું બહાદુર હશે, પણ મારા ઉપરના જોખમની વાત વિચારતી વેળા તે હરણથી પણ વધુ ડરપોક બની જાય, એ સ્વાભાવિક છે. તને મારા ઉપરનું જોખમ હોય તે કરતાં ઘણું વધારે મોટું જ લાગે. માટે તું અહીંથી ચાલી જ જા – એમ હવે તે હું હુકમ કરીને કહું છું!” ગ્રીબા હજુ વધુ આનાકાની કરત, પણ હજૂરિયણે આવીને ખબર આપી કે, ભોજન તૈયાર થયું છે, માટે જમવા પધારો. ભેજન પૂરું થયા બાદ માઇકેલ સન-લૉકસે ગ્રીબાને કંઈક ગાઈ સંભળાવવા ખૂબ આગ્રહ કર્યો. તે મુજબ ગ્રીબા ગાતી હતી, તેવામાં હજૂરિયણે આવીને પાછી ખબર આપી કે, સ્પીકર આવ્યા છે. સ્પીકરે અંદર આવીને કાગળ આગળ ધરતાં કહ્યું કે, “સારી વસ્તુ ભલે સમયસર ન થાય, તો પણ જ્યારે કરીએ ત્યારે સારી જ કહેવાય. આ માફીપત્ર છે, તેના ઉપર સહી કરી દો.” ગ્રીબા તરત જ બોલી ઊઠી, “માઇકેલ, હું આજીજી કરીને કહ્યું છું કે, એ કાગળ ઉપર સહી ન કરશો. મેં કદી પહેલાં તમારી પાસે Page #260 -------------------------------------------------------------------------- ________________ માફી ૨૩૫ કાંઈ માગ્યું નથી, અને હું ફરી કદી કશું માગીશ પણ નહીં. હું આગ્રહપૂર્વક કહું છું, માઇકલ વહાલા, તમે તમારે કારણે નમતું મૂકવા તૈયાર ન હો, તો મારે કારણે પણ આટલું નમતું મૂકો.” “આ બધું શું છે? આ બાબતમાં આટલું ગંભીર બની જવા જેવું શું છે ?” માઇકેલ સન-લૉકસ હાથમાં કલમ પકડતાં બોલી ઊઠ્યો. જાણું છું કે, મને આ બાબતમાં માથું મારવાનો કશોય અધિકાર નથી, છતાં હું કહું છું, વહાલા માઇકેલ, કે એ માફીપત્ર ઉપર સહી ન કરશો – એ માણસને અહીં પાછો ન લાવતા – હું આજીજી કરું છું.” “આ તે બહુ વિચિત્ર કહેવાય.” માઇકેલ સન-લૉકસ ગણગણ્યો. “અને એટલું જ સીધુંસાદુ પણ છે,” જજ આંખે રૂમાલ લગાવતો બોલી ઊઠ્યો. “ઝીબા, તું આ માણસને – જેસનને ઓળખે છે?” માઇકેલ સન-લોકસે પૂછયું. ગ્રીબા ક્ષણભર ખચકાઈ; તેણે સ્પીકર સામે નજર કરી. તું એ માણસને ઓળખે છે?” માઇકેલ સન-લૉકસે ફરીથી પૂછ્યું. ગ્રીબા અંતરાત્મામાં ભારે મથામણ અનુભવવા લાગી : તેને જૂઠું બોલવાનું પ્રલોભન થઈ આવ્યું, અને તે તેમાં સપડાઈ પણ ખરી. “મારા પતિને ખાતર આટલું જઠું બોલવામાં શું વાંધો છે? ભગવાન મારું એટલું પાપ જરૂર ક્ષમા કરશે.” એ વિચાર કરતાંકને તે બોલી પડી, “ના રે ના, હું તેને શી રીતે ઓળખું વળી? હું તેને હરગિજ નથી ઓળખતી.” માઇકલ સન-લૉકસને હવે સંતેષ થયો. તેણે કલમ ખડિયામાં બોળવા હાથ લંબાવ્યો. તરંત જ ઝીબા બોલી ઊઠી, “હું ફરીથી તમને વિનંતી કરું છું કે, એ માણસને અહીં પાછો ન લાવશો.” Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આત્મ-બલિદાન ફરી પાછી ચુપકીદી છવાઈ ગઈ. સ્પીકરે એ દૂર કરવાના ઇરાદાથી ગ્રીબાને સંબોધીને કહ્યું, “તમારા પતિ બહુ બહાદુર માણસ છે; એ ભયનું નામ પણ જાણતા નથી.” માઇકેલ સન-લૉકસ હવે માફીપત્ર જજ પાસે રહેવા દઈ, તેમની ક્ષમા માગી, ઝીબાને જુદા કમરામાં બોલાવી ગયો. ગ્રીબા. વહાલી, તું મારી આટલી ફિકર કરે છે, એ જાણી મને આનંદ જ થાય છે; પણ એક વાત તું નથી જાણતી, તે હવે મારે તને કહેવી જોઈએ. કદાચ મેં તારી ઉપરના પટામાં તેનો ઉલ્લેખ કર્યો હતો, પણ પૂરતો ખુલાસે કરવાની હજુ એક પણ તક મને મળી નથી. તેં સાંબળ્યું છે ખરું કે આ જૅસન મારો ભાઈ થાય છે?” “હા.” અને તું એ પણ જાણે છે કે, હું અહીં આઇસલૅન્ડમાં પહેલવહેલો આવ્યો, તે લૅટિન સ્કૂલમાં જોડાવા નહીં, પણ મને એક સંપેતરું સોંપવામાં આવ્યું હતું તે માટે આવ્યો હતો : મારે પહેલપ્રથમ જૈસનની માને શોધી કાઢવાની હતી, અને પછી જૈસનને પિતાને.” જેસનને ?” “હા, મારા બાપુએ જ મને મોકલ્યો હતો; મારા બાપુને છેવટના પસ્તાવો થયો હતો કે, તેમના વાંકે એ બે જણને ઘણું ઘણું સહન કરવું પડ્યું છે. મારે તેમને મદદ પહોંચાડવાની હતી અને દુ:ખમુકત કરવાનાં હતાં. પણ પછી શું થયું તે તો તું જાણે છે. મા તો હું આવ્યો ત્યારે કબરમાં પોઢી ગઈ હતી. એનો છોકરો મને જડયો નહિ; અને તે પણ મરી ગયો છે એવી અફવાને મેં સાચી માની લીધી. પછી તો મેં એની તપાસ પડતી મૂકી, અને મારા બાપુને આપેલા વચનને ભૂલી, હું મારા પોતાના કામકાજમાં જ પડી ગયો. જોકે, મારા અંતરમાં હું માનતો જ હતો કે, જેસન મરી ગયો નથી, અને કોઈક ને કોઈક દિવસ હું તેને ભેગો થવાનો જ છું. મારા બાપુ Page #262 -------------------------------------------------------------------------- ________________ માફી ૨૩૭ ભલે ખરાબ માણસ હતા, છતાં મને તો મનમાં તેમને આપેલું વચન અવારનવાર ડંખ્યા જ કરતું હતું. એટલે હવે, વહાલી ઝીબા, તું સમજી શકશે કે, હું શાથી એ માફીપત્ર ઉપર સહી કરવા તૈયાર થયો છું. મારો ભાઈ ગંધકની ખાણોમાં જાનવરની પેઠે ગુલામી કરતો રહે, અને હું અહીં તારી સાથે એક ક્ષણ પણ સુખે શી રીતે રહી શકું? તેને મારા ઉપર વેરભાવ ઊપજ્યો હોય, તો તે સ્વાભાવિક છે; અને તેથી મને મારી નાખવાનો ગાંડો વિચાર તેને આવ્યો પણ હોય. પરંતુ તેમાં તે સાચે હોય કે ખોટો, પણ મારે કારણે તેને હું સજા નહિ થવા દઉં. મને તેનો જરા પણ ડર નથી, અને તારે પણ જરાય ડર રાખવાનો નથી.” ગ્રીબા હવે રડી પડી. તે બેલી, “તમારા જેવા માણસની પત્ની થવાને હું લાયક નથી. હું બહુ નાના મનની છું. હું અહીં આવી જ શા માટે? સન-લૉકસ હું જૂઠું બેલી છું.” “જૂઠું બોલી છે?” “હા; જ્યારે મેં કહ્યું કે, હું જૅસનને ઓળખતી નથી, ત્યારે હું સાચું બોલી નહોતી.” “ તો તું એને ઓળખે છે?” “હા; મૅન-ટાપુમાં તે હતા ત્યારથી.” મેન ટાપુમાં ?” તે ત્યાં પાંચ વર્ષથી આવ્યો હતો. તમે જે રાતે અહીં આવવા હંકારી ગયા, તે જ રાતે તે મૅન-ટાપુમાં આવ્યો હતો. “ તે મૅન-ટાપુમાં શા માટે આવ્યો હતો? પણ તને શી ખબર હોય? મારો એ સવાલ નકામો છે.” “તે શા માટે આવ્યો હતો તે હું જાણું છું – તેણે પ્રતિજ્ઞા લીધી હતી - તમારા બાપુને અને તમને મારી નાખવાની. અને એ પ્રતિજ્ઞાનું પાલન કરવા તે મૅન-ટાપુમાં આવ્યો હતો.” Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આત્મબલિદાન “ભલા ભગવાન ! મારા બાપુ તે રાતે દરિયાઈ હોનારતમાં ગુજરી ગયા એ સારું જ થયું; નહિ તો પોતાના પુત્રને હાથે તેમના જાન જાત !” પણ એણે જ તમારા બાપુને એ હોનારતમાંથી હેમખેમ બચાવી આપ્યા હતા!” “થોભ, થોભ એ વાત પછી કરજે;” માઇકેલ સન-લૉકસ બોલી ઊડ્યો. “તે અદાલતમાં તેની ઉપર મારા જાન લેવાની કોશિશ કરવાનો આરોપ મૂક્યો, ત્યારે તું એની એ પ્રતિજ્ઞાની વાત જાણતી હતી?” હા.” ગ્રીબાએ નાછૂટકે જવાબ આપ્યો. એણે જ એ પ્રતિજ્ઞાની વાત તને કરી હતી?” હા; અને તેણે પોતાની એ પ્રતિજ્ઞાની વાત કોઈને ન કરવાનું વચન મારી પાસે લેવરાવ્યું હતું, પણ મારા પોતાના પતિથી હું એ વાત ગુપ્ત રાખી ન શકું.” પણ આખી દુનિયામાં તને જ તેણે પોતાની પ્રતિજ્ઞાની એ ગુમ વાત કહી દીધી, એ બહુ વિચિત્ર કહેવાય.” પણ બદલામાં તેણે મને પોતાને પાપી ઇરાદો સદંતર ત્યાગવાનું વચન પણ આપ્યું હતું.” ગ્રીબા પોતાના શબ્દો કઈ તરફ વાતને લઈ જાય છે, એ વિચાર્યા વિના બોલી ઊઠી. એ વસ્તુ વળી વધુ વિચિત્ર છે,” માઇકેલ સન-લૉસે કહ્યું. “પણ ઝીબા, તું જૈસનને ઓળખતી નથી, એવું તેં હમણાં જ પેલા કમરામાં મને શા માટે કહ્યું?” “ત્યાં સ્પીકર હાજર હતા એટલે.” “પરંતુ સ્પીકર હતા માટે પણ એમ બોલવાની શી જરૂર?” કદાચ મારા વિષે ખોટી અફવા ફેલાય અને તેથી મારા પતિના નામને બટ્ટો લાગે. પ્રેસિડન્ટની પત્ની વિષે ગમે તેવી વાત ચાલે, એ તો સારું ન જ કહેવાય !” Page #264 -------------------------------------------------------------------------- ________________ માફી ૨૩૯ પણ મારી પત્ની એ બિચારા જુવાનિયાને ઓળખે છે, એ હકીકતથી મારા નામને શી રીતે બટ્ટો લાગે, વળી?” પણ માઈકેલ, તમે આવા સવાલો મને શા માટે પૂછો છો?” ગ્રીબા હવે ગભરાઈને પૂછી બેઠી. માઇકલ સન-લૉકસે એ પ્રશ્નનો જવાબ આપવાને બદલે ગ્રીબાના મોં તરફ તીણી નજર ફેંકીને કહ્યું, “તારે ને જેસનને કશે જ સંબંધ ન હતો?” ફરી ગ્રીબા જવાબ આપતાં ખચકાઈ. તેણે માત્ર એટલું જ કહ્યું, “વાહ, એને ને મારે વળી શું સંબંધ હોય?” પણ માઇકેલ સન-લૉકસે જરા પણ ધીમા પડયા વિના પૂછયું, “તે મારે એમ માની લેવું કે તારે ને તેને કશી જ લેવાદેવા ન હતી?” ગ્રીબા હવે માઈકેલ સન-લૉક્સને લાડથી વહાલ કરતી કરતી એટલું જ બોલી, “મારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે મારી કશી જ લેવાદેવા ન હોય !” “તારે ને તેને કશો જ સંબંધ ન હતો, ખરું?” “ના.” ગ્રીબાએ મક્કમતાથી માથું ઉછાળીને જવાબ વાળ્યો. પણ તે જ ઘડીએ પેલી અંગ્રેજ હજૂરિયણ ખબર લાવી કે, “છ મોટા જંગી અગ્રેજો અહીં પહેલાં આવ્યા હતા, તેઓ પાછા ફરી આવ્યા છે. તેઓને હવે મારા માલિકને મળવું છે – માલિકણને નહીં, એમ તેઓ જણાવે છે.” તરત જ ગ્રીબાની મક્કમતા હવામાં ઊડી ગઈ; અને તે પાછી ઢીલી પડીને કરગરી ઊઠી, “એ લોકો પાસે ન જતા તેમની કશી વાત ન સાંભળતા.” તેઓ કોણ છે?” મારા ભાઈ છે. તેઓ મારે વિષે કંઈ જૂઠી વાતો કહી, Page #265 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન મારા ઉપર બદલો લેવા માગે છે. હું તમને બધી વાત કરીશ, એટલે તમે ખૂબ હસશો; પણ તેમને તમે સીધા મળવા ન જતા.” પણ મને જ તેઓ મળવા માગતા હોય તો તેમને મળવામાં શો વાંધો છે?” એમ કહેતોકને માઇકેલ ગ્રીબાની પકડમાંથી છૂટો થઈ બહાર ગયો. * તે બહાર ગયો ત્યારે કોઈ અગમ્ય ડરથી કંપતો – ભૂંડા ઓથારમાં પડયો હોય તેમ ગયો હતો, પણ તે પાછો આવ્યો ત્યારે પોતાના બધા ભય સાચા પડ્યા હોય તેવો બનીને આવ્યો. એક કલાકમાં તો તેનો ચહેરો ખાસ ઘરડો બની ગયો હતો. તે ખભા આગળથી નીચો લચી પડયો હતો. ગ્રીબા તેને જોતાં જ કરુણ ચીસ પાડી ઊઠી. તે તરત જ તેની સામે દોડી અને બોલી, “માઇકેલ, મારા પતિ, તેઓએ તમને એવું તે શું કહ્યું, જેથી તમે છેક આમ ભાગી પડ્યા જેવા થઈ ગયા છો?” માઇકેલ સન-લૉસે પ્રથમ તે શૂન્ય નજરે ગ્રીબા સામે જોયું; પછી તેણે પોતાના હાથમાંનો કાગળ પોતાની પીઠ પાછળ છુપાવી દેવાનો પ્રયત્ન કર્યો. એ શું છે? મને બતાવો.” ગ્રીબાએ આગ્રહપૂર્વક વિનંતી કરી. કશું જ નથી, કશું જ નથી.” “પણ તેઓએ શું કહ્યું, તે મને કહો તો ખરા !” તેઓ કહે છે કે, તું જે સનને ચાહતી હતી – પ્રેમ કરતી હતી – તેને પરણવાની જ હતી.' ગ્રીબાએ હવે પોતાના પતિ ખાતર – પોતાનો પતિ કશી વજુદ વિના પોતાના હાથમાંથી ચાલ્યો ન જાય તે માટે – ગમે તેવું જઠું બોલવાનો નિશ્ચય કરી લીધો. તેણે તરત જ જવાબ આપ્યો કે, “એ હડહડતી જુદી વાત છે.” Page #266 -------------------------------------------------------------------------- ________________ માફી ૨૪૧ માઇકેલે “ભગવાન!' એટલો નિસાસો નાખી, ઝીબા તરફ પૂંઠ ફેરવી. એ કમરામાં એક સગડી ધખધખ સળગતી હતી. માઇકેલે તેની પાસે જઈ, પોતાના હાથમાં કાગળ તેમાં નાખી દીધો. એ તમે શું બાળી નાખો છો?” એમ કહેતી ગ્રીબા તરત કૂદી; અને સગડીમાં હાથ નાખી તેણે બળવા લાગેલો એ કાગળ ઉપાડી લીધો. તેની આંગળીઓ દાઝી ગઈ; પણ તે જોઈ ગઈ કે, એ તો તેણે જેસન માટે લખેલે અને પછી પાછળ પડતો મૂકેલો કાગળ હતો. ગ્રીબાને માઇકેલ સન-લૉકસની બધી હતાશા એક ક્ષણમાં સમજાઈ ગઈ. હતાશ થઈને એક ખુરશી ઉપર બેસી પડેલા પતિની આગળ ઘૂંટણિયે પડીને શ્રીબા બોલી, “માઇકેલ, હું બધું સાચેસાચું કહી દઉં છું – સાંભળે. હું ઑસનને પરણવાની હતી એ વાત સાચી છે, પણ હું એને ચાહતી હતી, એ વાત હરગિજ સાચી નથી. મારો તેના પ્રત્યે આદરભાવ હતો. તે બહુ બહાદુર અને ઉદાર દિલનો જુવાન હતો. મારી માતાના મૃત્યુ પછી, મારા પિતા ચાલ્યા ગયા પછી, અને તમારા તરફથી વર્ષો વીત્યા છતાં કશા સમાચાર આવતા ન હતા તે વેળા, મારા ભાઈઓ જ્યારે મારા પ્રત્યે નાલાયકી અને અમાનુષી વર્તાવ દાખવી રહ્યા હતા તે આફતને સમયે તેણે જ મને ઓથ આપી હતી. એની ભલમનસાઈ અને સહાનુભૂતિનો બદલો આપવાનું બીજું કંઈ સાધન મારી પાસે ન હોવાથી, કૃતજ્ઞતાના ભાવથી પ્રેરાઈને જ મેં તેની પ્રેમની માગણી સ્વીકારી, અને તેને પરણવાનું મેં કબૂલ રાખ્યું. પણ એ જ ઘડીએ મારી પાસેથી વિદાય થતી વેળા તેણે ટપાલમાં આવેલો તમારો પત્ર મને આપ્યો. તે વાંચ્યા બાદ બીજે દિવસે મેં તેને મને તેના બંધનમાંથી મુકત કરવા વિનંતી કરી. તેણે મને મારા જેલમાંથી મુકત મા – ૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આત્મ-બલિદાન કરી, એટલે જ હું અહીં તમારી પાસે આવી, તે પહેલાં નહીં. આ જ સાચી વાત છે – એમાં અસત્યનો લવલેશ પણ નથી.” તે પછી તે આ વાત મને પહેલેથી કેમ ન કરી? અને અત્યારે જયારે પરાણે તારી પાસેથી કઢાવી ત્યારે જ કેમ કહેવા તયાર થઈ?” પણ તેથી મેં તમને અત્યારે જે કહ્યું તે ખોટું છે, એમ તમે કહેવા માગો છો?” “ભગવાન જાણે, મારે શું સાચું માનવું અને શું નહિ!” “પણ તમે મારા ભાઈઓએ કહેલી વાત જ સાચી માનશે? એ લોકો તે તમને છેતરવા જ અહીં આવ્યા છે.” પણ હું જે પત્નીને આટલી ચાહતો હતો, તેણે પણ મને છેતર્યા જ કર્યો છે ને!” ગ્રીબા હવે સ્વાભિમાનથી એકદમ ટટાર થઈ ગઈ અને મક્કમ અવાજે બોલી, “ભલે, પણ તેઓએ તમને શી વાત કહી છે, તે તે મને કહો.” * “એ જ કે, તું જેસનને ચાહતી હતી અને પરણવાની હતી; મારો કાગળ તને ન મળ્યો હોત તો તું જેસનની જ પત્ની બની હોત. તે એને કેદમાં પુરાવ્યો તેનું કારણ હવે મને બરાબર સ્પષ્ટ સમજાઈ જાય છે. તેણે મારી ઉપર વેર લેવાની કરેલી વાત તું જાણતી હતી. એના કરતાં વધુ તવંગર અને પ્રતિષ્ઠિત એવા મને પરણવા માટે તેને છાંડીને તું અહીં ચાલી આવી, ત્યારે તે તારી પાછળ પાછળ તારી ઉપર વેર લેવા માટે આવ્યો. પણ તું એની મને જાનથી મારી નાખવાની પ્રતિજ્ઞા જાણતી હતી, તે તારી પોતાની જાતને તેના વેરમાંથી બચાવી લેવા માટે એની સામે વાપરી. તે એ વાતની ના પાડી શકે તેમ ન હતો, એટલે એ બહાદુર જુવાનિયે એ બાબતમાં પોતાનો કશો બચાવ કર્યો નહિ. જોકે, તેણે ધાર્યું હોત તે, તું એને પરણવા તૈયાર થઈ હતી અને તેને છોડીને નાસી આવી છે એનું વેર લેવા જ તે અહીં આવ્યો છે, Page #268 -------------------------------------------------------------------------- ________________ માફી ૨૪૩ એ વાત કહીને તે તારી બદનામી ભર અદાલતમાં કરી શકત. પણ એ બહાદુર જુવાને તેમ પણ કર્યું નહિ, પણ જ્યારે હું એ જુવાનને માફી બક્ષવાના હુકમ ઉપર સહી કરવા જતેા હતા, ત્યારે તું જ મારો હાથ શા માટે રોકી રહી હતી? – મારો જાન ખતરામાં હતા તે માટે? -ના; તે અહીં આવે અને તારું પાગળ ઉઘાડું પડી ન જાય તે માટે !’ ગ્રીબા તરત જ ગુસ્સાથી ચમકતી આંખોએ તેની સામે જોતી બોલી ઊઠી, “બધું જૂઠું છે! એ જુવાનને અહીં બોલાવશો, તો એ પેાતે જ એ વાતની ના પાડશે. મને ખાતરી છે, એ બહાદુર માણસ છે. હવે તો હું જ તમને કહું છું, તમે તેને અહીં જ બોલાવી મંગાવા – તે જ આપણા સાચા-જૂઠાનો ન્યાય તોળશે. 22 - “ના; હું તેને અહીં નહીં જ બોલાવું; તે મારા પ્રેમનો હરીફ છે. ’ 66 પણ એટલામાં બારણે ટકોરા પડયો અને સ્પીકરે અંદર દાખલ થઈને પૂછ્યું, · માફ કરજો; પણ આ માફીપત્ર ઉપર તમે અત્યારે સહી કરવા માગેા છો કે હવે આવતી કાલ ઉપર એ વાત મુલતવી રાખીશું ? ” 66 હું એ માફીપત્ર ઉપર સહી કરવાનો જ નથી, માઇકેલ સન-લૉક્સ બોલી ઊઠયો; પણ બીજી ક્ષણે જ તે બાલ્યા, “થાભા, શેભા! એ બિચારાનો શા વાંક છે? તે શા વાંકે દુ:ખ ભાગવે? '' "" તરત જ તેણે કલમ ઉઠાવી, માફીપત્ર સ્પીકરના હાથમાંથી લઈ, તેના ઉપર ઉતાવળે સહી કરી દીધી; અને કહ્યું : “ એ માણસ તરત જ મુક્ત થાય, એ જોજો. "" સ્પીકર એક શબ્દ પણ બોલ્યા વિના એ કમરામાંથી ચાલતો થયા. Page #269 -------------------------------------------------------------------------- ________________ શ કા જયારે ફેબ્રધરભાઈઓ રાજભવનમાંથી પોતાની બહેનનો સર્વનાશ કરીને બહાર નીકળ્યા, ત્યારે જેકબને તો પોતાની કામગીરીથી સંપૂર્ણ સંતોષ થયો, પણ તેના ભાઈઓ જુદો જ રાગ આલાપવા લાગ્યા. “માઈકેલે આપણી વાત પૂરેપૂરી માની લીધી હોય એમ લાગ્યું નહિ.” થર્સ્ટન ગણગણ્યો. અરે, મેં એને પેલે કાગળ આપ્યો, ત્યારે એનું મોં કેવું થયું હતું તે નહોતું જોયું?” જેકબે સામે વાંધો ઉઠાવ્યો. “પણ પેલી એને સમજાવી દેશે કે, એક કાગળ તેણે લખ્યો જ નથી, એટલે પછી બધું પતી જશે!” થર્સ્ટને દલીલ કરી. પણ હવે તો એ કાગળ પણ આપણી પાસે નથી રહ્યો; અને આપણા હાથમાં અત્યાર સુધીમાં શું આવ્યું?” સ્ટીને બળાપો કર્યો. અરે એ કાગળ આપવા બદલ આપણો સામાન્ય આભારેય પેલાએ ક્યાં માન્યો? – મોટો દલ્લો આપવાની વાત તો પછી !” રૉસ ઘૂરક્યો. “હું તો હંમેશ એમ જ કહેતો આવ્યો છે. આપણા પાંત્રીસ પાંત્રીસ પાઉડ તો દરિયામાં જ ગયા એમ જાણી રાખો.” એશરે સમારોપ કર્યો. જેકબ તુચ્છકારભર્યું હસીને બોલ્યો, “જુઓ, તમને એમ લાગતું હોય કે મારી યોજનામાંથી કશું નીપજ્યું નહિ કે નીપજવાનું નથી, ૨૪૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ શકા ૨૪૫ તો ડબ્લિન તરફ ભરતી વખતે ઊપડવા જહાજ બંદરમાં તૈયાર ઊભું છે. તમારામાંનો જે ઘેર પાછો ફરવા માગતો હોય, તે દરેકને તેણે ખરચેલા પાંત્રીસ પાઉંડ હું ગણી આપવા તૈયાર છું; પછી તે ને હું આ ધંધામાંથી છૂટા!” બધા ભાઈઓ જવાબમાં “હું” ને “હું” કરવા મંડી ગયા. છેવટે શરે જવાબ આપ્યો, “ તો શું અમે અહીં આવવામાં જે વખત બગાડ્યો તે ફોગટનો ગણવો એમ? જમીનો બધી મહિનાઓથી પડતર રહી, માણસના પગાર ચાલુ રહ્યા, એ બધા પેટે પાંચ-પચીસ કાંકરા ગણી લઈને અમે સંતોષ માનીએ?” “તો તમારે નથી જોઈતા એમ માની લઉં ને?” જેકબે પૂછ્યું. “ નથી જોઈતા, વળી.” “તે ખાલી ગણગણાટ અને કચવાટ કરવાનું રહેવા દો,” જેકબે ગર્જના કરી. સ્ટીન બધા ભાઈઓને સંબોધીને હવે બોલ્યો, “અલ્યા ગ્રુપ મર, એના ભેજામાં હજુ કઈ તરકીબ રમે છે ખરી !” બીજી સવારે માઇકે સન-લૉકસ લગભગ શૂનમૂન થઈ પિતાની ઑફિસમાં બેઠો હતો. ઓસ્કરને તે વારંવાર સંદેશા લઈને બહાર મોકલતો, પણ પાછું યાદ ન રહેવાથી તેને બૂમ પાડયા કરતો. જે કંઈ લખાણ તે કરતો, તે બે બે ત્રણ ત્રણ વાર ફરી ફરીને લખવા છતાં પૂરું થતું જ નહિ, વારંવાર તેના હાથની કલમ થોભી જતી અને તે શૂન્યપણે બારી બહાર કશું લેતો હોય કે કશ અવાજ સાંભળતો હોય તેમ તાકી રહેતો. - બપોર થવા આવ્યા, ત્યારે ફેરબ્રધર -ભાઈઓ તેને મળવા આવ્યા. માઈકેલ સન-લૉસે કશું બોલ્યા વિના માથું નમાવીને જ તેમને આવકાર આપ્યો. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આત્મ-બલિદાન અમે લોકોએ આપને તરત જ ફરી મળવા આવવાની ધૃષ્ટતા કરી છે; કારણ કે અમે લોકો જમીન-જાગીરવાળા છીએ અને તેનું કામકાજ ભૂલવું હોય તોપણ ભૂલી શકાય નહીં. એટલે અમારે બધાએ – મારે એકલાને જમીન નથી એ જુદી વાત છે, અને તેનું કારણ પણ જુદું છે– પણ હવે અમારે બધાએ અમારી જમીનો સંભાળવા તરત પાછા પહોંચવું જોઈએ. અહીં આમ આવવામાં અમારી એક ફસલ તો બગડી જ છે; પણ આપણને જે કાંઈ કામ કરવા જેવું લાગે તે આપણે કરીએ એમાં કોઈ ઉપર આપણે ઉપકાર નથી કરતા. પછી ભલે આપણને નુકસાન જાય અને બદલામાં કશુંય ન મળે.” જૅકબે શરૂ કર્યું. માઇકેલે ડોકું હલાવીને જ જવાબ વાળ્યો. અમારી બહેન પહેલેથી જ એવી નગુણી છે; - જે તેનું કંઈ હિત વિચારે કે ભલું કરવા જાય, તેને જ તે સંતાપે. પણ અમારી જેમ તમારે પણ એના નગુણાપણાથી દુ:ખી થવાનું આવ્યું, એ જાણી અમે ખરેખર દિલગીર છીએ ” જેકબે ઉમેર્યું. એ બાબત એક શબ્દ પણ બોલવાની જરૂર નથી; તમારે શું કામ છે – તમારે શું જોઈએ છે, એ જ બોલી નાખે.” જોઈએ છે? આ તે કંઈ પૂછવાની રીત છે, ભલા?” જેકબ ઉપરથી દુઃખ બતાવતો હોય એમ બોલ્યો. જોકે, વાતને પોતે ધારેલા મુદ્દા ઉપર જ જલદી આવતી જોઈ, તેને આનંદ જ થયો હતો. “માણસ ભલે ગરીબ હોય; પણ ગરીબ માણસનેય લાગણીઓ હોય.” એશરે ભાઈને ટેકો આપ્યો. તમે ગરીબ હો કે તવંગર, મારે એ સાથે કશી નિસબત નથી; તમારે શું જોઈએ છે તે બોલી નાખે.” માઈકેલ સન-લૉકસ ત્રાડી ઊઠ્યો. “અમે તો એટલું જ કહેવા આવ્યા છીએ કે, અમે આ બધું ગુપ્ત જ રાખીશું.” જેકબે એ શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું. Page #272 -------------------------------------------------------------------------- ________________ ર૪૭ હા, ગુપ્ત જ રાખીશું વળી,” બીજાઓ પણ બોલ્યા. એ તો તમારે વિચારવાની વાત છે.” માઈકેલ સન-લૉકસે ટૂંકો ને ટચ જવાબ આપી દીધો. અને અમારી પાસે એ વાત પૂરી સહીસલામત પણ રહેશે. કારણકે અમે અમારી બહેનની જ બદનામી બહાર શા માટે કહેતા ફરીએ? એ તો બિન-કુદરતી જ ગણાય; અને પાછી તે પ્રેસિડન્ટસાહેબ જેવાની પત્ની છે.” ના રે ના, આપણી બહેનનું તો ઠીક, પણ પ્રેસિડન્ટ-સાહેબની બદનામી તો ન જ થવી જોઈએ.” બીજા ભાઈઓએ સમર્થન કર્યું. “છોકરી હોય તે પરણતા પહેલાં કોઈકની સાથે કંઈ લબદામણમાં આવી પણ ગઈ હોય, પરંતુ તેથી એ બાપડીની એ બધી વાત આખી દુનિયામાં ફેલાવવાની શી જરૂર? અને લોકો કહે છે કે, એક ભૂલ તો ભગવાનેય માફ કરે.” જેકબ બોલ્યો. “ચૂપ રહો; તમે જો આ વાત જ કરવા આવ્યા હો, તો આ મુલાકાત લંબાવવાનું કાંઈ કારણ નથી.” માઈકેલ સન-લોસ તડૂક્યો. પણ આઇસલેન્ડના પ્રેસિડન્ટ એક ભ્રષ્ટ સ્ત્રીને પરણ્યા છે, એવું જાહેર થાય એ તો ઠીક ન જ ગણાય ને?” જેકબ પિતાને અવાજ બદલીને બોલ્યો; “માટે, ગઈ કાલે મેં તમને આપેલો પેલો કાગળ મને પાછો આપી દો.” તમારે એ કાગળની ચિંતા કરવાની જરૂર નથી; એ કાગળથી હવે કોઈની કશી બદનામી નહિ થાય –મેં મારે હાથે તેને બાળી નાખ્યો છે.” : “બાળી નાખ્યો? વાહ, એ કાગળ તો બહુ મમતી હતો – હું તો પાંચસો પાઉંડ લઈનેય કોઈને તે કાગળ ને આપું.” જેકબ મોટેથી બોલી ઊઠ્યો. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આત્મબલિદાન માઇકેલ સન-લૉકસ હવે વધુ સહન કરી શક્યો નહિ. તેણે જોરથી ટેબલ ઉપર મુક્કી મારીને કહ્યું, “આ બધું નાટક બંધ કરો – તમારે પાંચ પાઉંડ જોઈએ છે ને?” “કાગળ એટલી કિંમતનો હતો જ – એમાં શી શંકા છે?” જેકબે આડકતરી રીતે હકારમાં જવાબ વાળ્યો. “અને હું જો તમને એટલા પાઉંડ ન આપું, તો તમે બહાર એવો પ્રચાર કરશો કે, પ્રેસિડન્ટ કોઈ ભ્રષ્ટ સ્ત્રીને પરણ્યો છે, ખરું ને?” “વાહ, અમે એમ ક્યારે કહ્યું વળી?” જેકબે જવાબ આપ્યો. ભલે કશું નથી બોલ્યા; પણ તમારે પાંચસો પાઉડ જોઈએ છે, એ તો ખરી વાત ને?” “કાગળ એટલો કીમતી હતો જ.” “જવાબ આપે, તમારે પાંચ પાઉંડ જોઈએ છે, ખરું ને?” “કાગળની કિંમત પૂછો તો એટલી કહેવાય જ; અને તે અમને મળવી જોઈએ.” * તો તો તમને છ-પેન્સ પણ નહિ મળે. તમે જે કામ કર્યું તે માટે હું તમને પૈસા આપીશ, એમ તમે માનો છો? તો એટલું સાંભળી લો કે, તમે તમારી બહેન વિશે જે ખરાબ સમાચાર લાવ્યા, તે ન લાવ્યા હોત, તે મારી પાસે આખી દુનિયાની મિલકત હોત તોપણ તમને મારી પ્રિય પત્નીના ભાઈઓ તરીકે આપી દેતાં હું પાછી પાની ન કરત.” આ બધું બોલવાનો કંઈ અર્થ નથી, મહેરબાન. હવે કાગળ બાળી નાખ્યો છે અને કશું જોખમ તમારે માથે નથી રહ્યું, એટલે એવું બોલી શકો છો. પણ તમેય સાંભળી લો કે, મને પાંચસો પાઉડ નહીં મળે, ત્યાં સુધી હું આઇસલૅન્ડ છોડવાનો નથી, અને આખું આઇસલૅન્ડ એ વાત જાણતું થઈ જશે.” Page #274 -------------------------------------------------------------------------- ________________ રકા ૨૪૯ “તમારે જે કહેવું હોય તે કહેતા ફરજો; અને કરવું હોય તે કરી લેજો; પણ ફરી તમે જો આ ઘરમાં પગ મૂક્યો, તે બદનશી કરી પૈસા કઢાવવા તાકવા બદલ તમને સૌને હું જેલભેગા જ કરી દઈશ.” માઇકેલ સન-લૉકસે છેવટની વાત સુણાવી દીધી. ફેરબ્રધર-ભાઈઓ રાજભવનની બહાર નીકળ્યા, ત્યારે જેકબનું માં તે કાળું ઠણક જ થઈ ગયું હતું, અને થર્સ્ટનની કાંઈક રાજીપાના ભારેલા અગ્નિ જેવી લાલચોળ આંખે બરફને વીધે તેમ તેને વીંધવા લાગી હતી. તેણે જેકબને “પાજી”, “બેવકુફ”, “ઘાંઘો”, “ગમાર” વગેરે જેટલાં વિશેષણો તેને આવડતાં હતાં તે બધાંથી નવાજવા માંડયો. બીજા ભાઈઓ જેકબને સીધો ઉલ્લેખવાનું છે.ડી, આખા પ્રસંગ વિશે પિતા પોતાના અભિપ્રાય વ્યકત કરવા લાગ્યા. જૉન બોલ્યો, “નવાઈની વાત તો એ છે કે, પેલાને માળાને પિતાની પત્નીની બદનામીની જરાય પડી હોય એમ જ લાગતું નહોતું.” અરે એના જેવા જાનવરને બદનામી શું કે આબરૂ શું? તેની મા કોણ હતી તે તો જાણો છો ને? મા તેવો દીકરો !” રોસે જવાબ વાળ્યો. એના કરતાં તો રીબાડી જસનને પરણી હોત તો સારું થાત; હું હંમેશ એમ જ કહેતો આવ્યો હતો.” ઐશરે ઉમેર્યું. આ પ્રેસિડન્ટ જેવા નાલાયકોને જાત સિવાય બીજા કશાની પડી હોતી નથી.. જાત – પિતાની જ જાત, એટલે જાણે બધું તેમાં આવી ગવું – બીજા સગાવહાલા કંઈ નહિ!” સ્ત્રીને ઉમેર્યું. એવા સ્વાર્થીઓ ઉપર ધ્યાનત હજો.” “નોં લાગણીહીન રાક્ષસ!” રૉસે ઉમેરો કર્યો. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ આત્મ-બલિદાન - આમ માઇકેલ સન-લૉકસના નામ ઉપર ધ્યાનત વરસાવીને આ ભલા માણસોએ પિતાનો પુણયપ્રકોપ ખાલી કર્યો. દીકરાઓ,” હવે ખંધા થર્સ્ટને મર્મવાણી ઉચ્ચારી, “ભલે એને પેલી છોકરીની આબરૂ-બેઆબરૂ વિષે પરવા નહીં હોય; પણ એને પિતાની ખુરસીની તો પરવા હશે ને! ત્યાં સુધી શો વાંધે છે?" એટલે શું? એટલે શું?” ચારે ભાઈઓ એની પાસે કાંઈક યોજના છે, એમ કલ્પી ઉત્સુકતાથી પૂછવા લાગ્યા. એ બધું મારી ઉપર છોડી દો. આપણે કિનારે ઊતર્યા ત્યારથી મારે કાને કેટલીક વાતો આવી છે.” ગ્રીબા આખો વખત પોતાના કમરામાં જ લોન્ચ થઈને પડી રહેતી. તેની અંગ્રેજ હજુરિયણ જ હવે માઇકલ સન-લૉકસના કમરામાં શું ચાલે છે તેની ખબરો લઈને અવારનવાર દેડી આવતી. જેમકે, “તેઓ-સાહેબ બહુ વહેલા જાગી ગયા છે; અને ત્યારથી જ કંઈક લખલખ કરે છે... એસ્કરને પહેલાં સેનેટ તરફ મોકલ્યો હતો, પછી સ્પીકર પાસે અને છેલ્લે બિશપ પાસે. જેલના દરવાનને પણ બોલાવ્યો હતે તે કહી ગયો છે કે, “કેદીને માલિકણ (ઝીબા – પ્રેસિડન્ટની પની) મુરબ્બા, સેરવા વગેરે ખૂબ સારું સારું ખાવાનું મોકલતાં; અને એક વાર જાતે આવીને મળી પણ ગયાં હતાં...' કોણ જાણે લોકોને મૂઆઓને હવામાંથી બધી ખબર પહોંચી જાય છે કે શું?” અને માલિક-માલિકણ વચ્ચે કંઈક ઝઘડા જેવું ચાલતું હોય ત્યારે તેમનાં હરિયાં દાસ-દાસીને ભારે અગત્ય મળી જાય છે. એટલે જેટલા પ્રમાણમાં માઇકેલ સન-લૉકસ ગમગીન બનને ચાલ્યો, તેટલા પ્રમાણમાં ઓસ્કર ઉલ્લાસમાં આવતો ગયો; અને જેટલા પ્રમાણમાં ગ્રીબા રોતલ બનતી ગઈ, તેટલા પ્રમાણમાં તેની અંગ્રેજ હજારિયાણ સ્કૃતિમાં આવતી ગઈ. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શકા બપોર વેળાએ અંગ્રેજ હજૂરિયણ શાસભરી દોડતી કમરામાં આવી, અને ગ્રીબાને ગુસપુસ કરતી કહેવા લાગી, “સ્પીકર આવી પહોંચ્યા છે; હવે કંઈક અવનવું બનવાનું છે એની મને ખાતરી છે. એસ્કર પણ એમ જ માને છે. કોણ જાણે શું થશે? હેં?” હજુરિયણ પાસે રહેતી ત્યાં સુધી તો ગ્રીબા હિંમત દાખવવાનો પ્રયત્ન કરતી; પણ તે કમરામાંથી બહાર ચાલી જાય, એટલે તે તરત ડૂસકે ચડતી. સ્પીકરને કમરામાં પેસતા જોતાં જ સન-લોકસ બોલી ઊઠ્યો, સ્પીકર, તમે કાલે રાતે બંને ચેમ્બરોની તાકીદની બેઠક સેનેટહાઉસમાં બોલાવો.” પણ આ@િગની કમિટી કામ પરવારી ગઈ છે અને હવે બધા સભ્યો ઘેર જવાની તૈયારીમાં છે.” તેથી તો હું તે સૌને જલદી ભેગા કરવાની ઇચ્છા રાખું છું.” ખાસ એવું અગત્યનું કામ છે?” “હા, અને જરા પણ મોડું કર્યું ચાલે તેમ તેમ નથી.” “એ બેઠકો લાવવાનું પ્રયોજન મારે તેઓને શું જણાવવું?” “એટલું જ કહેજો કે, પ્રેસિડન્ટ આ©િગને કશો સંદેશ સંભળાવવા માગે છે.” સ્પીકર કશું ન સમજાયાથી, ડોકું ધુણાવતો ત્યાંથી ચાલતો થયો. તે મનમાં ગણગણ્યા વિના ન રહ્યો કે, “આટલી ઉતાવળ શી છે? અને શે સંદેશ સંભળાવી દેવાનું છે, વળી?” માઇકેલ સન-લૉકસ સગડી પાસેથી પાછો વળતો હતો, તેટલામાં ગ્રીબા કમરામાં દાખલ થઈ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આત્મ-બલિદાન “માઇકેલ, તમે શું કરવા માગો છો? મને કહી દો! મારાથી આ બધું સહન નથી થતું.” માઇકેલ સન-લૉસે કશો જવાબ ન આપ્યો. એટલે ગ્રીબા અધીરી થઈને પગ પછાડતી બેલી, “તમારે મને કહેવું જ પડશે – હું હવે વધુ સહન કરી શકું તેમ નથી, તથા સહન કરવાની પણ નથી.” છતાં માઈકેલ ચૂપચાપ ટેબલ આગળ બેસી કશુંક લખતા જ રહ્યો. ગ્રીબા હવે ગુસ્સો કે ડર છોડી, સ્વસ્થતાથી સમજાવવા ઉપર ચડી. “મેં જો તમને છેતર્યા હોય કે થોડુંઘણું તમારાથી છુપાવી રાખ્યું હેય, તેય તે તમારાં સુખ-શાંતિને આંચ ન આવે તે માટે જ. અને જો હું ખરેખર પેલાને ચાહતી હોઉં, તે પછી તમને પરણે શા માટે?” | પહેલી વાર હવે માઇકે માથું ઊંચું કરીને જવાબ આપ્યો, “તારા ઘમંડને પોષવા માટે, વળી; - તારું એ કારમું અભિમાન તું નાની હતી ત્યારથી તને વળગેલું છે. તું લંડન ગઈ હતી, ત્યારે એ કેટલું વધી ગયું હતું? મને લાગતું હતું કે વખત વીતવા સાથે અને માથે ટપલા પડવા સાથે એ બધું સરી જશે. પરંતુ તારું એ જૂનું ઘમંડ હજુ કાયમ જ છે, અને ફરી ફરીને મને નડયા જ કરે છે. મારે જ સમજી જવું જોઈતું હતું કે તારું એ છીછરાપણું તને કોઈ ખોટી દિશામાં જ દોરી જશે; – હું એ ન સમજયો, એ મારો જ વાંક કહેવાય.” ' હવે જો માઇકેલ સન-લૉકસ આ જ શબ્દો ગુસ્સામાં આવી જઈને કે આંસુના ઊભરા સાથે બાલ્ય હોત, તો તો ગ્રીબાએ સ્ત્રી તરીકેની પોતાની આંતરિક સૂઝ-સમજ પ્રમાણે માની લીધું હોત કે, હજ પોતાના પતિનો પોતાની ઉપર પ્રેમભાવ કાયમ તો છે જ. પરંતુ એને બદલે એ તો આ શબ્દો એટલી ટાઢાશ અને સ્વસ્થતાથી – એક Page #278 -------------------------------------------------------------------------- ________________ શકા ૨૫૩ નિસાસો સરખો નાખ્યા વિના – બોલ્યો હતો કે, ગ્રીબાને સમજાઈ જતાં વાર ન લાગી કે, તેના પ્રત્યેનો એનો હાર્દિક સ્નેહ છેક જ ઓસરી ગયો છે. ગ્રીબા તરત જ છંછેડાયેલી વાઘણની જેમ ઘૂરકી ઊઠી, “તો શું તમે એમ માનો છો કે, જેસન ગરીબ હતો તે માટે મેં તેને તજી દીધો ? અને અહીં તમારી પાસે હું દોડી આવી તે તમે તવંગર અને પ્રતિષ્ઠિત હતા તેથી, એમ? એ વાત સદંતર ખોટી છે – જટ્ટી છે. તમે પણ અંદરખાનેથી જાણો છો કે એ વાત જુદી છે.” ઝીબા, હું તવંગર હરગિજ નથી; તારા છીછરાપણાને લીધે તેં એમ માની લીધું હશે કે હું તવંગર છું. પણ જેને તું છોડી આવી તે તો બિચારો મિત્ર-સગા વિનાનો એક ખલાસી છોકરો જ હતો; એટલે તેની સરખામણીમાં હું તને તવંગર લાગ્યો હોઈશ.” હું કહું છું કે, એ વસ્તુ સદંતર ખોટી છે. મારા પતિના માથા ઉપર છાપરું પણ ન હોત, તોય હું તેમને પૂરા દિલથી ચાહત જ. અને તમે જ મને આવા બોલ શાળા સંભળાવો છો? તમે તો મને વધુ સારી રીતે – આંતરિક સંબંધથી ઓળખતા હોવા જોઈએ ! એવા તમે મને આવું કહેવાની હિંમત શી રીતે કરો છો?” એમ કહીને દુ:ખની – રોષની – પ્રેમની મારી તેણે પોતાનો હાથ ઊંચો કરી, માઇકલની છાતી ઉપર ઠોકી દીધો. એ પ્રહારે આંસુભરી કાકલૂદી જે કામ ન કરી શકત તે કામ કર્યું – માઈકેલના અંતરમાં અવિશ્વાસને જે બરફ જામતો જતો હતો તે ઓગળવા લાગ્યો. પણ તે કંઈ જવાબ આપે તે પહેલાં ગ્રીના એકદમ તેની આગળ ઘૂંટણિયે પડી ગઈ અને કહેવા લાગી, “મને માફ કરો, મને માફ કરો; હું શું કરું છું તે જ હું જાણતી નથી, માઇકેલ. તમે જે કહ્યું તે તો ખેટું જ છે – ઘણું ક્રૂર છે. હું ભલે અભિમાની હોઈશ, ઘણી અભિમાની પણ હોઈશ; પરંતુ મને સૌથી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આત્મબલિદાન વધુ અભિમાન મારા પતિનું છે – તેમની સુજનતાનું – તેમની ભલમનસાઈનું. અને માઇકેલ, જેને હું પ્રાણપણે ચાહું છું, તેને માટે મને અભિમાન હોય છે. બાકી, મારા પતિ ગરીબ-કંગાળ-દરિદ્ર હોત, તોપણ હું જરા પણ ખચકાયા વિના – એટલા જ પ્રેમથી એમને પડખે ઊભી હોત.” “ઝીબા, તને એ બાબતની ખાતરી છે?” “એ સાબિત કરવાની મને તક આપે.' “ તને એ તક આવતી કાલે મળી જશે; કારણ કે, આવતી કાલે આપણે આ રાજભવન છોડી દઈએ છીએ.' “એટલે?” “એટલે એ જ કે, આવતી કાલે આપણી સ્થિતિ બદલાઈ જશે, માટે એ માટે તું તૈયાર થઈ રહેજે.” “પણ તમે શું કહેવા માગો છો?” ગ્રીબા ત્રાસથી ફડકી ઊઠીને બોલી ઊઠી. એ જ કે, તું પ્રેસિડન્ટને પરણી હતી, પણ હવે તારે માત્ર માણસ સાથે જ રહેવાનું છે.” “એટલે શું તમે ગાદી-ત્યાગ કરવાના છો?” હા.” “મને સજા કરવા માટે? મારી કસોટી કરવા માટે જ?” “તું જો એમાંથી હેમખેમ પાર ઊતરીશ, તે મને સંતોષ થશે, અને હું ખરેખર સુખી થઈશ.” એટલે કે, હું તમારા જીવનમાં તમારી બરબાદી કરવા માટે જ આવી, એમ? હું એમ નહીં થવા દઉં; હું અહીંથી ગુપચુપ ચાલી જઈશ – આઇસલેન્ડના પ્રેસિડન્ટને મારે કારણે કશી નામોશી કે બદગોઈ વહોરવી નહિ પડે.” Page #280 -------------------------------------------------------------------------- ________________ શકા ૨૫૫ “એમ તું નહિ કરી શકે આપણે પતિ-પત્ની છીએ, અને હવે પતિ-પત્ની તરીકે આપણે સાથે જ રહેવાનું છે.” “પણ હું અહીં રહેવાની નથી, એ મેં તમને કહી દીધું.” અને હું તને કહું છું કે, તું મારી પત્ની છે, અને તારે મારી આજ્ઞાનું પાલન કરવાનું છે.” “માઇકેલ, માઇકેલ, તમે કેમ સમજતા નથી? હું તમારા હિતમાં જ તમને તજીને ચાલી જવા માગું છું – જેથી તમારી જિંદગી નાહક બરબાદ ન થાય. તમે અત્યારે સફળતાની ટોચે પહોંચવા આવ્યા છો, તમારી તે નિસરણી તોડી પાડવા માગતી નથી.” હવે ઘણું મોડું થઈ ગયું છે, ઝીબા, હવે તે એક કંગાળ – ગરીબ માણસ અને કંગાળ – ગરીબ રમી તરીકે આપણે આપણું જીવન સાથે જ ગુજારવાનું છે.” પણ આ બધું મારા ભાઈઓએ જે કંઈ કહ્યું – ક – તેને કારણે જ તમે કરવા તૈયાર થયા છો ને? એ ખોટું છે. એ ભૂલ છે.' ના ઝીબા, મને છેતર્યો છે – તું જઠું બોલી છે, એ વાત ભૂલ નથી જ.” એ શબ્દો સાંભળતાં જ ગ્રીબાનાં આંસુ ક્યાંય અલોપ થઈ ગયાં. તે ગુસ્સાથી સળગતી આંખે સાથે માઈકેલ સન-લૉસ સામે જોઈ રહી અને પછી બોલી, “તમે એમ કહો છો – કહેવાની હિંમત કરી શકો છો, એમ? તે તે સાંભળો – કદાચ તમે કલ્પો છો તે કરતાં બીજી જ ભુલ ખરેખર મેં કરી છે– તમારે માટે એને મેં છોડી દીધે એ! તે ખરેખર ખાનદાન માણસ છે, અને સાચા દિલનો છે. તે બહાદુર માણસ તમારા જેવો શંકાશીલ નથી. ભગવાન તેના ઉપર દયા લાવે અને તેને તજવાને મારો અપરાધ ક્ષમા કરે!” માઇકેલ સન-લૉસ હવે પહેલી વાર આકળો થઈ, ગુસ્સાથી ધમધમી જઈને ત્રાડી ઊઠયો, “એ હરામખેર કદી મારી આંખે ન ચડે, તો સારું, નહીં તે એની ખેર નથી.” Page #281 -------------------------------------------------------------------------- ________________ માઈકેલ સન-લસનું પતન કરધરભાઈએએ આઇસલૅન્ડમાં આવ્યા બાદ શરૂઆતમાં જયારે માઇકેલ સન-લૉકસના વૈભવ અને પ્રભાવ બાબત તપાસ આરંભી હતી, ત્યારે તેઓ ચીપસ્ટેડમાં આવેલ એક પીઠામાં વારંવાર જતા. ત્યાં જુદા જુદા દેશના ખલાસીઓ પીવા માટે ખાસ આવતા. તે વખતે માઇકેલ સન-લૉસનાં વખાણ સાંભળી તેમની છાતી ગજ ગજ ફૂલી જતી, અને તેઓ મોટેથી જાહેર કરતા કે, માઇકેલ સન-લૉકસ એક રીતે એમને મારું જ છે, – એમને ત્યાં જ નાનપણથી ઊછર્યો છે. એક વખત જેકબ સાથે કંઈક બોલાચાલી થયા પછી થર્સ્ટન એ જ પીઠામાં એક્લો જઈ પહોંચ્યો હતો અને ખૂબ પીને મેં થયો હતો, ત્યારે જુદી જ ભાષા બોલનારા એક જણે તેની સાથે વાતચીત આરંભી હતી. એ મુલાકાતને અંતે થર્સ્ટનના મનમાં એટલે ખ્યાલ જરૂર ઊભો થયો કે, માઇકેલ સન-લૉસને ઉથલાવી નાખવા જહેમત કર્યા કરનાર પક્ષ પણ આઇસલેન્ડમાં છે, અને માઇકેલ સન-લૉસ જો પિતાને (થર્સ્ટનને) પૈસા વગેરેથી ઉચિત સંતોષ ન આપે, તો એ પક્ષને ઉપયોગ કરી, તેના ઉપર વેર તો લઈ શકાશે જ. " અને પોતાને તથા પોતાના બધા ભાઈઓને માઇકેલ સન-લોકસને ત્યાંથી જ્યારે ખાલી હાથે લગભગ હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે ૨૫૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ માઈકે સનોફનું પતન ૨૫૭ થર્ટને “એ બધું મારી ઉપર છોડી દો' એમ કહીને જે હુંકાર કર્યો હતા, તે આ કારણે જ. એટલે ઉતારે પહોંચી પિતાના ભાઈઓને હતાશા અને ઉત્સુકતામાં ગોથાં ખાવા પડતા મૂકી, થર્સ્ટન એક્લો ચીપસ્ટેડને પીઠે ચાલ્યો ગયો. ત્યાં તેને પેલા પરદેશીની ફરી મુલાકાત થઈ. પીઠામાંથી સાંજના જ્યારે તે ઉતારે પાછો આવ્યો, ત્યારે પોતાના ભાઈઓને તે રાજી થતો કહેવા લાગે – “બધું મારી ઉપર છોડી દો, એમ મેં તમને કહ્યું હતું ને?” હા, પણ હવે શું કરવાનું છે કે શું થવાનું છે, એ તે કહે.” ચાર ભાઈઓના અવાજો એકીસાથે આવ્યા. એ હરામજાદાને એની ખુરસીએથી ગબડાવી પાડવાનો છેએ કરવાનું છે કે થવાનું છે!” થર્ટને હુંકાર કરીને જવાબ આપ્યો. ત્યાર પછી પાંચ જોડી કાનમાં ધીમા અવાજે એટલી માહિતી પીરસી દેવામાં આવી કે, “બંદરમાં એક ડેનિશ જહાજ આવીને લાંગર્યું છે. તેમાં મેટાં પાપ લાદેલાં છે. એ પીપમાં વિચિત્ર “માલ” છુપાવેલો છે. બહારથી તે કહેવાનું કે તેમાં ચરબી ભરેલી છે, અને એ અહીં ખાલી કરી, એ પીપમાં શાર્ક માછલીનું તેલ ભરી જવાનું છે. પીપ ખાલી કરવા અને ભરવા કિનારે તો ઉતારવાં જ પડે. પરંતુ ધક્કાનાં બધાં ગોદામમાં માલ ઠસોઠસ ભરેલું હોવાથી આ પીપ સેનેટ-હાઉસ નીચેના ભોંયરામાં, જ્યાં કાચી જેલ છે, તે કમરામાં ખસેડવાનાં છે. સદભાગ્યે આ@િગની તાકીદની બેઠક કાલે રાતે બોલાવી છે, તેમાં માઇકેલ સન-લોકસ હાજર રહેવાનો છે. એટલે બસ, હવે બધું સમજી જાઓ!” અને બધા ભાઈઓ બધું “સમજી’ ગયા. આ૦-૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આત્મબલિદાન રાતે જ્યારે બધાં પીપ જહાજમાંથી સેનેટ હાઉસ નીચેના ભોંયરામાં ખસેડાતાં હતાં, ત્યારે થર્સ્ટન ત્યાં હાજર હતો. જેલખાનાનો પહેરેગીર ક્યાંય દેખાતો ન હતો, અને ગામલોક પણ રાતે જંપી ગયું હતું. મોડી રાતે ઉતારે પાછા જઈને થર્ટને ભાઈઓને જણાવ્યું કે, મેં તો બીજું કશું ન મળે, તો એ હરામજાદાને બરબાદ કરવાનો જ ખ્યાલ રાખ્યો હતો, પણ આમાં તો આપણને ખૂબ ઇનામ આપવાનું વચન પણ મળ્યું છે.” 'પછી છયે સજજનો નિરાંતે પોઢી ગયા. થર્સ્ટન બીજે દિવસે જાગ્યો ત્યાર પહેલાં તો રેકજાવિક શહેરમાં હલચલ મચી રહી હતી : સૌને ખબર પડી ગઈ હતી કે, આથિગની તાકીદની બેઠક એ રાતે બોલાવવામાં આવી હતી, પણ શા કામ અંગે, તે વિષે કશી નિશ્ચિત માહિતી કોઈને ન હતી. લોકો ટોળે વળી જ્યાંત્યાં જુદી જુદી કલ્પનાઓના ઘોડા દોડાવવા લાગ્યા હતા. એક બાબતમાં સૌ એકમત હતા – અને લગભગ સાચા હતા – કે, આ બેઠક બોલાવવા પાછળ પ્રેસિડન્ટનો પિતાનો જ હાથ છે, એટલે એના તરફથી જ કંઈ ધડાકો થાય તો થાય. - રાત પડવા લાગી તેમ તેમ આથિગના મકાનની શેરીઓ લોકોના ટોળાંથી ઊભરાવા લાગી. મકાનનું બાજુનું બારણું પહેરેગીરે ઉઘાડતાં જ જાહેર જનતા માટેની જગા ઠસોઠસ ભરાઈ ગઈ. જરા પણ જગા ન રહી, એટલે પહેરેગીરે એ બારણું બંધ કરી તાળું મારી દીધું; અને એ ચાવી શહેરમાં થોડો વખત થયાં આવેલા પેલા છે અંગ્રેજ અજાણ્યાઓમાંના એકના હાથમાં સેરવી દીધી. એ કેટલાક બાજુએ ઊભેલાઓએ જોયું, પણ તે વખતે કોઈને કશો ખ્યાલ આવ્યો નહીં. બહુ પછીથી જ્યારે સૌ એ દિવસોમાં બનેલા બનાવોનો તાળો મેળવતા હતા, ત્યારે એ વાત તેઓને સમજાઈ હતી. Page #284 -------------------------------------------------------------------------- ________________ માઇકેલ સનબ્લૉર્ડ્સનું પતન ૨૫૯ પેલા ચાવી લેનાર અંગ્રેજ બીજો કોઈ નહિ પણ થર્ટન ફૅરબ્રધર હતા. સેનેટના સભ્યો હવે બબ્બે-ત્રણત્રણના જૂથમાં આવવા લાગ્યાં, અને મકાનમાં દાખલ થઈ પાતપાતાની બેઠકે ગેાઠવાઈ ગયા. સેનેટમાં બે પક્ષ હતા – એક તે ચર્ચા-પાર્ટી, જે નવા બંધારણના પાયામાં ધર્મને સ્થાપવા માગતી હતી; અને બીજો ‘ સમાનતાવાદી ’ પક્ષ, જે પાદરી અને ગૃહસ્થી એવા ભેદ રાજકાજમાંથી ટાળવા માગતા હતા. ચર્ચ-પાર્ટીના આગેવાન બિશપ જૉન હતો, જે ઉપલી સભા -- ‘કાઉંસિલ’નો સભ્ય હતા; ત્યારે સમાનતાવાદીઓનો નેતા જૅસનનો કેસ ચલાવનાર અદાલતી-વકીલ હતા. ઘેાડી વારમાં સ્પીકર અને પ્રેસિડન્ટ પણ આવી ગયા. લોકોએ જોયું કે, માઇકેલ સન-લૉક્સ એક દિવસમાં જાણે ઘરડા જેવા બની ગયા હતો. સ્પીકરે બેઠક સંભાળી, એટલે માઇકેલ સન-લૉક્સે સૌની નીરવ ચુપકીદી વચ્ચે બાલવાનું શરૂ કર્યું — “અધ્યક્ષ સાહેબ, અને સદ્ગૃહસ્થા, “આજે તમને મેં એક અગત્યનો સંદેશ સંભળાવવા માટે તસ્દી આપીને ખાસ બાલાવ્યા છે. છ મહિના અગાઉ જ. અત્યારની આલ્ડિંગની કાઉંસિલે ઠરાવ્યું હતું કે, આઇસલૅન્ડમાં લેાકશાહી ગણતંત્ર સ્થાપવામાં આવે, જેના વહીવટ લાકાના પ્રતિનિધિએ જ વડી સત્તા તરીકે ચલાવે. ત્યારે તમે સૌએ મને એ લેાકતંત્રના પ્રથમ પ્રમુખ ચૂંટીને મારું બહુમાન કર્યું હતું. હું બરાબર જાણતો-સમજતો હતો કે, તમા સૌમાં હું જુવાન હાઈ, ઓછામાં ઓછા અનુભવી તથા જન્મસંબંધે પરદેશી -- અંગ્રેજ ગણાĞ; એટલે પ્રેસિડન્ટ તરીકે આ દેશના વહીવટન ભાર સંભાળવા આગળ આવવું એ મારે માટે ધૃષ્ટતા જ ગણાય. છતાં જૂની રાજસત્તા તોડી પાડવામાં મેં આગળ પડતા ભાગ લીધા Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આત્મબલિદાન હોઈ, મને લાગ્યું કે નવું રાજતંત્ર ખડું કરવામાં અને સ્થિર કરવામાં પણ મારે મારો ફાળો આપવો જોઈએ. મને એમ લાગતું હતું કે આંતરિક ખટપટો અને લડાઈ-ઝઘડાને કારણે દેશ અંધાધૂંધી અને અરાજકતા તરફ ઢળી ન જવો જોઈએ – જેથી કરીને પરદેશી દુશમનને દેશમાં પાછા આવવાનું ખુલ્લું બારણું મળી જાય. “હું અલબત્ત એમ નથી કહેવા માગો કે, કશી વૈયકિતક એવી મહત્ત્વાકાંક્ષાઓ હું સેવતો ન હતો; કે મારે કંઈ અંગત પ્રયોજનો સાધવાનાં નહોતાં. પરંતુ તમે સૌ સાક્ષી છો કે, તમારા વિશ્વાસે જે માર્ગ મારે માટે ખુલ્લો કર્યો, અને જે જવાબદારી મને સોંપી, તે બજાવવા જતાં જુસ્સામાં આવી જઈને મારાથી ભૂલ થઈ બેઠી હશે, પણ મારી ફરજ હરહંમેશ એક પ્રમાણિક માણસ તરીકે જ બજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.” ચોતરફથી એના એ કથનનું સંમતિદર્શક ગણગણાટથી સમર્થન થયું. માઇકેલ સન-લોકસે થોડુંક થોભીને આગળ બોલવા માંડયું – પરંતુ, સદ્દગૃહસ્થ, મને હવે માલૂમ પડ્યું છે કે, આ રાજતંત્રનો બેજો ઉઠાવવાનું મારા જેવાને તમે સોંપે એ ઉચિત નથી. હું એ નિર્ણય ઉપર શાથી આવ્યો છે, તેનાં કારણે જેટલે અંશે બીજાઓને લાગેવળગે છે, તેટલે અંશે મારે જાહેર ન કરવાં જોઈએ. પણ મને પોતાને લાગેવળગે છે ત્યાં સુધી હું તમને કહ્યું કે, મેં કેટલીક મોટી ભૂલો કરી છે, અને હું મારી જાત ઉપરનો વિશ્વાસ ગુમાવી બેઠો છું. આમ હું મારી પોતાની જ અંગત બાબતોને ગંભીર ભૂલો કર્યા વિના પાર પાડી શકતો ન હોઉં, તો મારે આખા રાષ્ટ્રના જાહેર વહીવટ જેવી મોટી જવાબદારી માથે રાખવી ન જોઈએ. મને ખાતરી થઈ ગઈ છે કે, હું આ મોટા હોદ્દા માટે નાલાયક છું; એટલે સુધી કે, હું હવે એમ માનતે થયો છું કે તમારામાંને ગમે તે બીજે કોઈ એ હોદા માટે વધુ લાયક હશે.” Page #286 -------------------------------------------------------------------------- ________________ માઈકેલ સન-હૉફિસનું પતન ૨૬૧ લોકોમાં એકદમ તો ગણગણાટ ફેલાઈ ગયો, અને પછી ગંભીર ચુપકીદી. માઈકેલ સન-લૉસે હવે સમારોપ કરતાં કહ્યું, “સદગૃહસ્થો, આ નિર્ણય કંઈ મેં હળવે હૈયે નથી લી. મારામાં મારી સૂઝબૂઝ વિશે પૂરું અભિમાન હતું, પણ હવે તે દૂર થઈ ગયું છે. અને હું માનું છું કે, ભગવાને મને ન્યાયી સજા જ કરી છે. હું અહીંથી છૂટ થઈશ એટલે તમે મને કદી ફરી જોશો નહિ. હું હવે શૂન્યવતું થઈ જવાનો છું, કારણકે હું મારા જીવનને ધ્રુવતારક જ ગુમાવી બેઠો છું. મને હવે જીવનમાં કશો રસ રહ્યો નથી.” માઇકેલ સન-લૉકસ આટલું સંબોધન કરીને બેસી ગયો એટલે તરત “સમાનતાવાદી’ પક્ષના આગેવાન ગ્રીસન ઊભો થયો. પ્રેસિડન્ટપદ માટે માઇકેલ સન-લોકસનો તે જ કટ્ટર હરીફ હતો. તેણે કહ્યું કે, “અત્યારે આપણને એકદમ ધડાકો કરીને આશ્ચર્યમાં નાખી દેવામાં આવ્યા છે. આ બધા નાટકીપણા પાછળ કશુંક ગંભીર રહેલું છે, એવી મને તો ભારોભાર શંકા છે. પ્રેસિડન્ટને આજે અત્યારે પોતાની નાલાયકી બાબત એકદમ કેવી રીતે દર્શન થઈ ગયું, તે જાણવાનું સૌને મન થાય છે. ઉપરાંત, પ્રેસિડન્ટે આપણને પ્રથમ એમ કહ્યું કે, તેમણે એ પદ કશું સારું પરિણામ લાવવા કરતાં તેફાન તથા અનિષ્ટ થતું રોકવા માટે જ સ્વીકાર્યું હતું, અને છતાં અત્યારે તે શું કરી રહ્યા છે? – આખા દેશને અરાજક અને અવ્યવસ્થાની ગર્તામાં જ ડુબાવી નથી રહ્યા?” સમાનતાવાદી પક્ષના નેતા આટલું બાધેભારે બોલીને બેસી ગયો; પરંતુ તે જ પક્ષને તેને અનુયાયી ત્યાર પછી બોલવા ઊભો થયો. તેણે તે વધુ સ્પષ્ટ શબ્દોમાં હુમલો કર્યો – “પ્રેસિડન્ટ સાહેબ બીમાર કે ભેજાગેપ તે નથી જ – ભગવાન તેમને સહીસલામત રાખે – પણ ત્યારે આ બધી ભાંગડ તેમણે શાની માંડી છે? મને પ્રેસિડન્ટની Page #287 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન નજીકના માણસો પાસેથી સાંભળવા મળ્યું છે કે, તેમને આઇસલેન્ડનું તંત્ર બદલી નાખીને – લોકતંત્રને બદલે પ્રોટેકટરેટ કે રાજાશાહી સ્થાપવી છે. તે પ્રેસિડન્ટ સાહેબ એ યેજના આગળ ધપાવવા માટે તો આવી કટોકટી દેશ ઉપર લાદવા માગતા નથી ને? લોકો પોતાની પાસેની નાની માછલીને મોટી માછલી પકડવા ગલ તરીકે વાપરે છે. તો પ્રેસિડન્ટ સાહેબ પણ પિતાનું એ પદ “પ્રોટેક્ટર બનવા કે તેથી પણ ઊંચા પદ માટે છોડી રહ્યા છે કે શું – તે બાબત આપણે સૌએ વિચાર કરતા થઈ જવું જોઈએ.’ પેલે બેસી ગયો એટલે એક બટકો તથા દાઢી વગરનો માણસ બોલવા ઊભો થયો. તેણે કહ્યું. “તમે સૌ પેલી વાત જાણે જ છો : એક ભલા માણસે મિજબાની ગોઠવી અને સૌ મિત્રોને તેમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું. પણ એક પછી એક મિત્રો ગમે તેવાં નકામાં બહાનાં કાઢીને મિજબાનીમાં હાજર રહેવાની પોતાની અશકિત જાહેર કરવા લાગ્યા. એક જણે તે એવું બહાનું કાઢયું કે, તે પરણ્યો છે એટલે નહીં આવી શકે. આપણા પ્રેસિડન્ટ સાહેબ પણ હવે પરણ્યા છે...” માઇકેલ સન-લૉસ તરત છલંગ મારીને ઊભો થઈ ગયો. તે પેલાને આગળ બોલતો અટકાવીને બોલી ઊઠ્યો – “હું અહીં આવ્યો ત્યારે હું એટલું જાણતો હતો કે, હું આ મકાનમાંથી બહાર પાછો નીકળીશ ત્યારે આઇસલૅન્ડના લોકોની નિદા અને ઠપકો મારા માથા ઉપર વરસાવવામાં આવ્યાં હશે. પણ મારી બેઇજજતી કરવામાં આવશે એવું મેં નહોતું માન્યું. મને એટલી પણ ખબર હતી કે, અત્યારના તંત્રથી અસંતુષ્ટ લોકો આ તક મળતાં પોતાનો અસંતોષ પણ પૂરેપૂરો જાહેર કરશે. પરંતુ હાલમાં જે હલકટ હેતુઓનું દોષારોપણ મારા ઉપર કરવામાં આવ્યું છે, તે સામે તો મારે કહેવું જોઈએ કે, એ બધું હડહડતું જુઠ્ઠાણું છે. મારી આ પદ સંભાળવાની અશક્તિ વિશે ભલે કોઈ શંકા લાવે; પણ મારી પ્રમાણિકતા અને ઈજજતને કોઈ બટ્ટો Page #288 -------------------------------------------------------------------------- ________________ માઈકે સન-ૉકસનું પતન ૨૬૩ લગાડે, તો મારે તેને પડકારવો જ રહ્યો. કારણકે, આ સ્થાન છોડીને હું જઈશ, ત્યારે પ્રમાણિક માણસ તરીકેનું એકમાત્ર અભિમાન સાથે લઈને જ જઈશ.” લોકોએ તરત સંમતિદર્શક મોટા પોકારો કરીને એને વધાવી લીધો. હવે બુદ્રા બિશપ જૉન બોલવા ઊભા થયા. તેમણે ધીમા પણ મક્કમ સ્વરે કહેવા માંડ્યું – “અત્યારના યુગની બલિહારી છે કે દરેક જણ પોતાના બંધુને બને તેટલું કષ્ટ જ પહોંચાડવા ઇચ્છે છે. પણ પ્રેસિડન્ટના સંદેશને જેવો ને તેવો સ્વીકારી લેવામાં આપણને શો વાંધો છે? તેમને એ પદ છોડવાનાં અંગત શાં કારણે છે તેની ખણખોદમાં આપણે શા માટે ઊતરવું જોઈએ? અત્યાર સુધી કદી તેમણે આપણને વિશ્વાસઘાત કર્યો છે કે દગો દીધો છે? તે જ્યારથી આ દેશમાં આવ્યા છે ત્યારથી આપણે જોતા આવ્યા છીએ કે તેમનું જીવન પ્રમાણિક અને સાફ છે. એમને અભિમાન – ઘમંડનો ડંખ કયારેય લાગેલો કોઈએ જો છે? – ઊલટું, તેમની નમ્રતાનાં જ આપણે વખાણ કર્યા કર્યા છે. આટલી મોટી સત્તા ધારણ કરતા હોવા છતાં, તે બીજા માણસોથી અંતર રાખીને જરાય અળગા પડ્યા નથી. અને સ્વાર્થ કે લોભને તે ક્યારેય વશ થયા છે? ઊલટા અત્યારે પોતાનું પદ છોડશે. ત્યારે તે નિષ્કિચન જ બની રહેશે. જ્યારે આપણા દેશનું સુકાન તેમના હાથમાં સોંપવામાં આવ્યું, ત્યારે બીજાઓની પેઠે હું પણ તેમની બિન-અનુભવી જુવાન ઉંમર જોઈને કંપી ઊઠ્યો હતો. પણ હવે અનુભવે આપણે જાણીએ છીએ કે, એમની લાયકાત અને ગુણો ઉપર આપણે નિરાંતે ભરોસે રાખી શકીએ છીએ. એમને મોંએ એમનાં વખાણ કરવાં મને ન છાજે; પણ આપણે પ્રમાણિક અને ઇજજતદાર હોઈએ તો આપણે કહેવું જોઈએ કે, એમના જેવો સારો માણસ આજને દિવસે આઇસલૅન્ડમાં બીજો મળવો મુશ્કેલ છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન “આપણા જુવાન પ્રેસિડન્ટ આજે પોતાને જ જ્ઞાત એવાં કારણસર એમનું પદ છોડવા માગે છે. આપણે તે કારણોની ખણખેદમાં પડ્યા વિના એટલું જ કહીએ કે, પરમાત્મા પોતાની મીઠી નજર એમના ઉપર રાખે અને તેમની બધી મુશ્કેલીઓમાં તેમને આશ્વાસન આપે.” બિશપના બેસી ગયા પછી માઇકેલ સન-લૉકસ ગળગળા થઈ, સૌનો આભાર માનવા ઊભો થયો, એટલામાં જ એક તરફથી આવતાં દડબડ દોડતાં આવતાં પગલાંનો અવાજ સંભળાતાં ચોતરફ ભાગદોડ મચી ગઈ. બીજી જ ક્ષણે સૈનિકોની એક ટુકડી નીચેના ભોંયરામાંથી ઉપર ધસી આવી અને ખુલ્લી તરવારે એક બાજુ ખડી થઈ ગઈ. બધા હજુ કંઈક સાંસતા થાય તે પહેલાં એક સેલજરે મોટેથી બૂમ પાડીને કહ્યું, “સદ્દગૃહસ્થો, બારણાને તાળું મારેલું છે; – તમે સૌ આથિગના સભ્યો તથા પ્રેક્ષકો ડેન્માર્કના રાજાના કેદી છો.” દગો! દગો !" એમ ચોતરફથી બૂમ ઊઠી. અને સમાનતાવાદીઓનો આગેવાન તો બેલી ઊઠયો – એટલે કે આ પદત્યાગ અને સ્વાર્થત્યાગના નાટકનું રહસ્ય આ હતું ખરું? આપણ સૌને તાકીદે શા માટે આ ઓરડામાં “આજ રાતે' એકઠા કરવામાં આવ્યા હતા તેનો ભેદ ખુલ્લો થયો! આપણ સૌને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, અને એ વિશ્વાસઘાત કરનાર દગાબાજ પેલો ઊભો!” એમ કહી તેણે માઇકેલ સન-લોકસ તરફ આંગળી ચીંધી. માઈકેલ સન-લૉકસ પિકારી ઊઠ્યો, “જૂઠી વાત! હું દગાબાજ નથી !” પણ એટલામાં તો સૌ લોકોની ઘૂરકતી આંખો તેને ઘેરી વળી, અને તેને ચૂપ થઈ જવું પડ્યું. Page #290 -------------------------------------------------------------------------- ________________ માઈકેલ સન-લૉસનું પતન ૨૬૫ એ જ રાતે જૉર્ગન જૉર્ગન્સન જહાજમાંથી રેકજાવિક બંદરે ઊતર્યો અને તેણે આખા શહેરનો કબજો સંભાળી લીધો. આઇસલેન્ડના “બીજા લોકતંત્રનો અંત આવ્યો. તે જ રાતે ફેરબ્રધર-ભાઈઓ થર્સ્ટનની આગેવાની હેઠળ પિતાનું ઇનામ લેવા જ્યારે રાજભવનને દરવાજે આવીને ઊભા રહ્યા, ત્યારે ત્યાં ઊભેલા પીધેલા ડેન લોકોની ટુકડીએ તેમને ધક્કા મારીને હાંકી કાઢયા. આજુબાજુ ઊભેલા ધાંધળિયાઓમાંના એકે તરત તેમના તરફ આંગળી કરીને બૂમ પાડી, “અલ્યા, આ તો પેઢાના ભાઈઓ છે!” તરત જ બીજા વીસેક જણ પોકારી ઊઠેયા, “ખરી વાત; એ લોકો પોતાને પેલાના ભાઈ તરીકે ઓળખાવતા હતા – મારો સાલાઓને!” અને તરત જ લોકો એમના ઉપર તૂટી પડ્યા. આમ ફેરબ્રધર-ભાઈઓ આઇસલેન્ડમાં લાભ ખાટવા માટે આવી ચડ્યા હતા, તે સારી પેઠે ખાખરા થઈને, અને માંડ માંડ જાન બચાવીને ભાગી છૂટયા. લોકો તેમની પાછળ દોડાય ત્યાં સુધી તેમનો હુરિયો બોલાવતા દોડ્યા. ફેરબ્રધરભાઈ પૂર્વ તરફની ખાડી તરફ જતા એક જહાજમાં ઉતાવળે ચડી ગયા. પણ એ જહાજ આગળ જતાં બરફમાં ફસાઈ ગયું અને ચાર મહિના સુધી તેની અંદરનાં માણસો રિબાઈ રિબાઈને માર્યા ગયાં. જેસનનો નતીજો જેટલો જલદી આવ્યો, તેના કરતાંય માઈકેલ સન-લૉક્સનો વધુ જલદી આવ્યો : “આઇસલૅન્ડની ડેનિશ સરકારને ઉથલાવી નાખનાર એ બંડખરને' જૉર્ગન જૉર્ગન્સનના હુકમથી, તેને તેણે જ શરૂ કરાવેલી ગંધકની ખાણમાં કાળી મજૂરી સાથેની જન્મટીપ ભોગવવા મોકલી આપવામાં આવ્યો. ૧. માઇલ સન-લૉસના. Page #291 --------------------------------------------------------------------------  Page #292 -------------------------------------------------------------------------- ________________ પર્વ ત્રીજું જેસન Page #293 --------------------------------------------------------------------------  Page #294 -------------------------------------------------------------------------- ________________ બુઢા આદમ કૅરબ્રધરની દાસ્તા આદિમ ફેરબ્રધરવાળું જહાજ આઇસલૅન્ડના પશ્ચિમ કિનારા તરફ પહોંચવા માટે ૬૪ અક્ષાંશમાં પહોંચ્યું હતું. પરંતુ ઉત્તર-પશ્ચિમનું ભારે તોફાન નડતાં તે દૂર ૬૬ અક્ષાંશ તરફ ધકેલાઈ ગયું. દરિયો તે સુકાન ઉપરના તૂતક સુધી ઊછળતો હતો; પણ હવે તેને બરફનાં અસાધારણ મોટાં ગચિયાંનો પણ સામનો કરવાનો થયો. પછી પાછા પવન અચાનક શાંત પડી ગયો અને ગાઢ ધુમ્મસ જહાજને ઘેરાઈ વળ્યું. ધુમ્મસ એટલું બધું ગાઢું હતું કે, છેક કૂવાથંભ ઉપરથી પણ એકાદ એકર જેટલું આગળપાછળનો દરિયો નજરે પડી શકે નહિ. એવામાં ગ્રીનલેન્ડના દૂરના કિનારાઓ ઉપરથી છૂટું પડેલું બરફનું ૨૦૦ માઈલ ઊંડું એક ગચિયું આઇસલૅન્ડના કિનારાઓ તરફ ધસતું ધસતું ઘેર અવાજ કરતું પાસે આવવા લાગ્યું. હવે આ લોકોને કિનારાના ખડકો અને બરફના એ પહાડ વચ્ચે છુંદાઈને ચપ્પટ થઈ ગયા સિવાય બીજો આરો જ ન રહ્યો. કારણકે, પવન પડી ગયેલો હોઈ, સઢ તો કામ જ કરતા ન હતા. જહાજ ઉપરના સૌ, મિનિટે મિનિટે નજીક આવી રહેલા મોત માટે તૈયારી કરતા ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. એટલામાં વળી ઠારી નાખનારો સખત પવન શરૂ થયો. એને લીધે ભીંજાઈ ગયેલા સઢ પણ કરીને લાકડાના પાટિયા જેવા થઈ ગયા અને દોરડાં પણ લોઢા જેવાં કઠણ થઈ ગયાં. એ પવનના તોફાનમાં તેઓ કોઈ અજાણી ૨૬૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આતમ-બલિદાન દિશામાં આગળ ધકેલાવા લાગ્યા અને પેલે બરફને પર્વત તેમનો પીછો કરવા લાગ્યા. ભગવાન કોઈને આવી આફતમાં ન નાખે! પણ જહાજના કમાન બહુ બહાદુર માણસ હતો. તેણે એક કાગડો* જહાજ ઉપરથી છોડ્યો. તેનો ઇરાદો એ હતો કે, જો પાસે જમીન હશે તો કાગડો પાછો નહીં આવે, પણ જો દૂર સુધી જમીન નહિ હોય તો કાગડો જહાજ ઉપર જ આશરો મેળવવા પાછો આવશે. કાગડે પાછા ન આવ્યો. પણ ધુમ્મસની ગાઢ અંધારી દીવાલમાંથી કઈ બાજુ કિનારો કે જમીન છે એ કેવી રીતે દેખી શકાય? અને આવા તોફાનમાં જમીનની તપાસ કરવા હલેસાં વડે હેડી હંકારનારા માણસો મોકલવાનો પણ શો અર્થ ? પણ એટલામાં દરિયા ઉપરથી ધુમ્મસની દીવાલ સહેજ ઊંચી થતાં જમીન તેમજ કિનારામાં આડો ફંટાતે એક ખાંચો તેમની નજરે પડયો. સૌ રાજી રાજીના રેડ થઈ ગયા અને પરમાત્માનો આભાર માનવા લાગ્યા. તે રાતે જ તેઓએ એ સામુદ્રધુનીમાં લંગર નાખ્યું. પરંતુ પવનનું જે તોફાન તેમને એ ખાડી તરફ ધકેલી લાવ્યું હતું, તે તોફાન જ પોતાની સાથે બરફના ઠારને પણ લેતું આ છે હતું. જહાજ ઉપરના સૌ તો ચાર-ચાર રાતોના સતત ઉજાગરા પછી પહેલી વાર ઘસઘસાટ ઊંઘવા લાગ્યા હતા. તે દરમ્યાન બરફ તેમના જહાજની ચેતરફ જામી ગયો. એને કારણે કિનારા તરફ જહાજને લાગેલા ધક્કાથી આદમ સૌથી પહેલો જાગી ઊઠયો. તેણે તરત જ સૌને ઉઠાડયા. કમાને પરિસ્થિતિનો ક્યાસ કાઢી, વહાણના ખોખાની અને પાટિયાંની મજબૂતાઈ ઉપર ભરોસે રાખી, કિનારે કિનારે થઈને વહાણને દરિયા તરફ ધકેલી જવા ઘણી ઘણી કોશિશ કરી. પણ બેકાર ! બિચારું મૂળ રેવન'– કાળા કાગડાની એક મોટો જાત. - સંપ૦ Page #296 -------------------------------------------------------------------------- ________________ બુદ્દા આદમી ફેબ્રધરની દાસ્તાં ર૦૧ જહાજ બરફમાં તદ્દન ચોટી ગયું હતું, અને હવે તો ક્યારે કઈ બાજુથી કયું પાટિયું બેસી જશે એની ચિંતામાં જ તેઓ રાતભર જાગના બેસી રહ્યા. સવાર થતાં કમાને સૌને લેવાય તેટલી ખાવા-પીવાની વસ્તુઓ લઈ જહાજમાંથી કિનારે ઊતરી પડવાનો હુકમ કર્યો. | કિનારો તદ્ન વેરાન તથા ઉજજડ હતા. ક્યાંય કશા ઘર જેવું કે આશરો લેવાય તેવી બખોલ જેવું પણ દૂર સુધી નજરે પડતું ન હતું. તેઓ પવનના ઝપાટાથી બચવા માટે પથરા ગોઠવી, આડ જેવું કરી, જહાજની પાસે જ પડી રહ્યા – એવી આશાએ કે પેલો બરફ કદાચ ઓગળે તે વહાણ પાછું છૂટું થાય. આખું વહાણ જાણે બરફને પર્વત હોય એવું જ હવે દેખાતું હતું. પણ દરમ્યાન તે લોકોની માઠી વલે બેસી ગઈ. કેટલાક તો બરફીલા ઠંડા પવનથી બેભાન થઈ ગયા; કેટલાકના દાંત છૂટા પડી ગયા – તેમનાં અવાળાં ખરી પડ્યાં; અને કેટલાકના પગ ઉપર મોટાં મોટાં ચાંદાં ઊપસી આવ્યાં. . છેવટે એક દિવસે જહાજ કિનારાના ખડકો સાથે અફળાઈને છુંદાઈ ગયું, ત્યારે જહાજનો ભલો કમાન પણ હતાશ થઈ માંદા પડ્યો. તેને લાગ્યું કે હવે તેને અંત નજીક આવ્યો છે, એટલે તેણે આદમને પોતાની પછી આખી મંડળીનો મુખિયો નીમ્યો. સૌએ દિલ દઈને છેવટ સુધી તેની બનતી સારવાર કરી, પણ ફરીથી તે ઊભો થઈ શક્યો નહિ : થોડા દિવસ બાદ મરણ જ પામ્યો. આદમે હવે મંડળીના નિમાયેલા અને વરાયેલા આગેવાન તરીકે માણસે, કપડાં અને ખાનપાનનો ક્યાસ કાઢયો. કુલ અગિયાર માણસો હતા – પહેરેલ કપડે જ; અને ખાનપાન તો બહુ કરકસરથી વાપરે તોય માંડ ત્રણેક અઠવાડિયાં ચાલે. હવે દરિયા-માર્ગે તો જવાય એમ Page #297 -------------------------------------------------------------------------- ________________ २७२ આત્મ-અવિદાન હતું નહિ, એટલે તેણે જમીન માર્ગે કયાં કેટલા વખતમાં પહોંચાય તેનો અંદાજ કાઢવા માંડયો. જહાજમાંથી કાઢી લીધેલા નકશાઓ, તથા પોતાના લાડકો માઇકેલ સન-લૉક્સ જ્યારે આઇસલૅન્ડ જવા ઊપડયો ત્યારે આઇસલૅન્ડના કિનારાની મેળવેલી માહિતીની યાદદાસ્તને આધારે તેણે અંદાજ કાઢયો કે, કિનારાની પટ્ટીએ પટ્ટીએ જ જો ચાલ્યા કરે, અને સૌ એટલો વખત જીવતા રહે, તો તે એટલી સામગ્રીથી રેતિિવક પહોંચી શકે ખરા. વચ્ચે કોઈ ગામ આવતું હશે કે કેમ એની તો ખાતરી નહિ, એટલે આદમે તૂટી ગયેલા હાજનાં સઢ અને લાકડાંમાંથી તંબૂ જેવું કંઈક ઊભું કરી શકાય તેટલો સામાન બનતી કોશિશે કઢાવી લીધા. આટલી તૈયારીઓ પછી તેઓએ પેાતાની વૈકાવિક તરફની મુસાફરી શરૂ કરી. રાત પડતા પહેલાં તે ઘાસ-છાયાં છાપરાંવાળાં ઘરાના એક ગામ પાસે આવી પહોંચ્યા. પણ એ તે અનુલ્લંઘનીય પહાડોને કારણે આઇસલૅન્ડના જ બીજા વતનીઓથી અલગ પડી ગયેલા લોકોનું ગામ હતું. તેમની પાસે જહાજ ન હેાવાથી તથા દરિયાનો ભાગ એ તરફ છેક જ ખરાબ હાવાથી, દરિયામાર્ગે પણ કોઈ એ તરફ આવી-જઈ શકે તેમ નહેતું. સૂકવેલાં માછલાં ખાંડીને તેમના બનાવેલા રોટલા એ જ તેમનો આહાર હતો. એ લોકોની ભાષાના કેટલાક શબ્દો આદમ સમજી શકયો. એટલે પેલા લોકો, આદમને, પેાતાની વસાહતમાંથી બચપણમાં ચાલ્યો ગયેલો – ખાવાયેલો એક જુવાન જ વર્ષો બાદ પાછા આવ્યો છે એમ માની, તેને ખૂબ ભેટવા – મુંબવા લાગ્યા. આદમ સમજી ગયો કે, ઘણા જૂના વખતમાં મૅન-ટાપુમાંથી જ જહાજમાં બેસી નીકળેલાં અને દરિયાઈ હાનારતથી આ બાજુ ઘસડાઈ આવેલાં કોઈ લોકોની એ વસાહત છે. આ તરફ થતાં ટટવાં જેવાં બાર પ્રાણી તેઓએ આ લોકો પાસેથી ખરીદ્યાં, અને એક ભામિયા જેવા માણસ ભાડે રાખી લીધો. Page #298 -------------------------------------------------------------------------- ________________ બુકા અદમ ફૅરધરની દાસતાં ૨૭૩ અગિયાર જણ અગિયાર ટુ ઉપર બેસી ગયા, અને બારમા ટુંને તેમના ખાનપાનની સામગ્રીનું ગાડું ખેંચવાને કામે લીધું. ટટટુના દરેકના ૪૦ ક્રાઉન એટલે બે-બે પાઉડથી કંઈક વધુ આપવા પડ્યા, અને ભોમિયાને રોજના બે ક્રાઉન આપવાના હતા. તેઓ થોડે દૂર ગયા હશે, એવામાં એમની પાછળ એક બાઈ પોતાના હાથમાં બાળક સાથે દોડતી આવી, અને પોતાને એમની સાથે લઈ જવા કરગરવા લાગી. તેની કાકલૂદી સાંભળી, તથા તેનો કરુણ ચહેરો જોઈ, આદમે તેને પેલા સામાન ભરેલા ગાડામાં બેસાડી લીધી. પણ એકાદ કલાક માંડ વીત્યો હશે, તેવામાં એક પુરુષ ટુ દોડાવતો તેમની પાછળ આવ્યો અને કહેવા લાગ્યો કે એ બાઈ તેના બાળકને ચેરી લાવી છે, તે પાછું અપાવો. ભોમિયા મારફતે પૂછપરછ કરતાં એ બાઈએ જણાવ્યું કે, એ માણસ ખરેખર આ બાળકનો બાપ છે; અને હું પોતે એ બાળકની મા છું. પરંતુ એ માણસ ખેડૂત હોઈ, તેણે વંશજ પુત્ર મેળવવા ખાતર જ મારી સાથે લગ્ન કર્યું હતું, અને પુત્ર જન્મતાં અને મોટા થતાં મને હાંકી કાઢી હતી. મારા પુત્ર પ્રત્યેની મમતાથી હું એક વખત લાગ જોઈ છાનીમાની ઘરમાં ઘૂસી તેને લઈને ભાગી આવી હતી. આદમે એ માણસને કહ્યું કે, પત્નીને મારીને ગમે ત્યારે કાઢી મૂકી શકાય એ આ દેશનો કાયદો હોય તોપણ, તે અમાનુષી કાયદો છે; એટલે હું આ બાઈને રક્ષણ આપીશ જ. પેલો માણસ એ જવાબ મળતાં પાછો ફર્યો, અને આદમ અને તેની મંડળી આગળ ચાલ્યાં. રસ્તે જતાં મંડળીના બે જણ બીમાર પડ્યા એટલે તેમને વચ્ચે આવેલા એક ફાર્મના લોકોને સોંપી દીધા; અને જણાવ્યું કે, અમે રાજધાની પહોંચ્યા બાદ એમને પાછા લેવા આવીશું. એ ફાર્મના લોકો આ૦ – ૧૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આત્મ-બલિદાન ભલા અને માયાળુ હતા, અને તેઓ પેલા બેને પોતાની પાસે રાખવા કબૂલ થયા. પેલી બાઈના બાળકના કાલા કાલા શબ્દો અને ટહુકા સાંભળી આદમની મંડળીને ઘણો આનંદ થતો અને કપરી આબેહવા છતાં તેમનો ઉત્સાહ કાયમ રહેતો. પણ એ બાળકે છેવટે માંદું પડ્યું અને પછી તો મરી જ ગયું. પેલી બાઈ એથી ગાંડા જેવી થઈ ગઈ અને આદમને જ એ બાળકને આવે વેરાન સ્થળે લાવીને મારી નાખવા બદલ જવાબદાર ગણવા લાગી. આદમ તેનું દુ:ખ જોઈ, તેના કડવા શબ્દો સાંભળી રહ્યો. મંડળીએ છેવટે એક જગાએ એ બાળકને દાટી તેના ઉપર નિશાની તરીકે એક ડાળખી રોપી. થોડા વખતમાં એ બાઈ એમની મંડળીમાંથી અલેપ થઈ ગઈ અને પછી તેનું શું થયું તે કોઈ જાણી શક્યું નહિ. પણ બીજે દિવસે સવાર થતાં તેમની પાછળ પુરપાટ ટહુઓ દોડાવતા આવતા કેટલાક માણસો નજરે પડ્યા. તેમાંનો એક તો પેલી બાઈનો પતિ હતો અને બીજો એ તરફનો શેરીફ” હતો. તે બેએ આદમને પેલું બાળક સોંપી દેવા જણાવ્યું. આદમે બાળક મરણ પામ્યાની અને બાઈ અલોપ થઈ ગયાની વાત તેમને જણાવી. તે સાંભળી એ બાઈનો પતિ આદમ ઉપર પોતાની છરી વડે હુમલો કરવા જતો હતો, પણ પેલા શેરીફે તેને વાર્યો અને આદમને જેલમાં લઈ જવા હુકમ કર્યો. એ સાંભળી આદમની મંડળીના નવ મજબૂત ખલાસીઓ તરત પેલા આઇસલૅન્ડના દશ સુકલકડી લોકોનો સામનો કરવા તૈયાર થઈ ગયા. પણ આદમે તેમને વાર્યા. શેરીફ પણ આદમને પોતાની સાથે પકડી જવા ઉત્સુક ન હતો. તેણે કાગળિયાં કરી આદમને જ આપ્યાં અને આગળના બીજા પરગણાના શેરીફ પાસે જઈ તેને એ કાગળો અને પોતાની જાત સંપી દેવા ફરમાવ્યું. કારણકે, “એ પરગણામાં જ પરગણાને મુખ્ય ન્યાયાધીશ. - સંપ૦ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ બુદ્દા આદમ ફેરબ્રધરની દાસ્તાં જેલ હતી; અહીંના પરગણામાં જેલ ન હતી.' આટલું કહી એ મંડળી પાછી ફરી. આદમની મંડળીના ખલાસીઓ આ લોકોની ભલમનસાઈ કે બાઘાઈ ઉપર હસતા હસતા આગળ ચાલ્યા; કારણકે, જાતે થઈને કર્યો મૂરખ એ કાગળિયાં જેલ આગળ લઈ જઈ પોતાની ધરપકડ વહોરે! પણ આદમે વિચાર્યું કે, આ તરફના લોકો સીધાસાદા અને ભોળા છે – તેઓ જૂઠ કે કૂડકપટ જાણતા નથી. એટલે તેણે તો એ હુકમ માથે ચડાવવાનો જ નિર્ણય કર્યો; અને ભોમિયાને આડા ફંટાઈને પણ પેલા પરગણા તરફ જ પિતાને લઈ જવાનો હુકમ કર્યો. રાત પડયે તેઓ જેલખાને પહોંચ્યા. ત્યાં આગળ આદમે પિતાની મંડળીની ભાવભીની વિદાય લેવા માંડી. તેણે તે સૌને જણાવ્યું કે તેઓએ એની રાહ જોયા વિના રેકજાવિક પહોંચી જવું, અને ત્યાંથી જહાજ મળે પોતાને વતન ઇંગ્લેન્ડ ઊપડી જવું. બધા ભલા ખલાસીઓ આદમથી છૂટા પડતાં રડવા લાગ્યા; તથા આદમની આમ હાથે કરીને કેદ પકડાવાની વાતને મૂર્ખાઈભરી ગણવા લાગ્યા. પણ તેમનામાંનો એક જેક નામનો ખલાસી બીજું કશું બોલ્યા વિના માત્ર રાજી થતો ડચકારા વગાડવા લાગ્યો. પછી આદમ જ્યારે શેરીફ પાસે પોતાની ધરપકડ કરાવવા રજ થયો, ત્યારે શેરીફે તેની પાસે પહેલા શેરીફે આપેલા હુકમના કાગળો માગ્યા. પણ કોણ જાણે એ બધા રસ્તામાં પડી ગયા કે શું થયું. એ કાગળો આદમના ખીસામાંથી નીકળ્યા જ નહિ. જરા દૂર સુધી રસ્તા ઉપર પણ તપાસ કરાવવામાં આવી; પણ એ કાગળ હાથ લાગ્યા નહિ. એટલે એ શેરીફે કાગળો વિના આદમની ધરપકડ કરવાની ઘસીને ના પાડી, અને એને છૂટો જવા દીધો. બધા ખલાસીએ આ લોકોની બાઘાઈ અને ભેળપણની મશ્કરીઓ કરતા ખૂબ હસવા લાગ્યા; માત્ર પેલો જેક જ આદમ જ્યારે તેની તરફ જોતો ત્યારે તેની નજર ચુકાવવા લાગ્યો. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આત્મબલિદાન આમ આ પ્રસંગ સૌના હાસ્ય-વિનોદમાં પૂરો તો થયો, પણ એનાં બે માઠાં પરિણામ આવ્યાં જ : એક તો આ જેલખાના સુધી આવવા માટે તેમને રાજધાની તરફના રસ્તામાંથી ત્રણ ડેનિશ માઈલ જેટલા આડા ફંટાવાનું થતાં માઈકેલ સન-લોકસે તેમને તેડવા માટે સામા મોકલેલા ઓસ્કર વગેરેનો તેમને ભેટ ન થયો; અને બીજું, તેમનો ભોમિયો આદમને શેરીફ પાસે ધરપકડ માટે પહોંચાડીને તરત પલાયન થઈ ગયો. કારણકે તેને તેનો રોજનો પગાર રોજ આપવાની શરત હતી, પરંતુ મંડળીના આગેવાન આદમને જેલ જતો જોઈ, તેણે એમ માની લીધું કે મંડળીના પૈસા પણ તેની પાસે જ રહેવાના, એટલે બાકીના લોકો તેને રોજનો પગાર આપી શકશે નહિ. પણ બીજે દિવસે ઈશ્વરકૃપાએ તેમને ભોમિયા તરીકે એ તરફનો એક પાદરી મળી ગયો. તે ભણેલોગણેલો પંડિત હતો પણ એ તરફના લોકો જેવો જ કંગાળ – ગરીબ હતો. તે લૅટિનમાં જ બોલતો અને આદમ પોતાની અધૂરી-પધૂરી લૅટિનમાં તેને જવાબ વાળનો. એના માર્ગદર્શન નીચે તેઓએ બે દિવસ મુસાફરી કરી ત્યારે તેઓ એક એવા ગામ પાસે આવી પહોંચ્યા, જ્યાંથી તેઓએ કિનારો છોડી થિંગ્વલિરને રસ્તે રેકજાવિક સીધા પહોંચી જવાનું હતું. પણ અચાનક બરફનું તોફાન ચડી આવવાને કારણે તેઓને એક ફાર્મમાં રોકાઈ જવું પડયું; કારણકે, ત્યાંથી આગળ પૂર્વ તથા પશ્ચિમમાં પચાસ-પચાસ માઈલ સુધી બીજો કોઇ ફાર્મ ન હતો. એ જ બરફના તોફાનને કારણે જેસનને રેશ્નાવિકની જેલમાંથી ગંધકની ખાણો તરફ લઈ જવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું, અને તે દરમ્યાન જ માઇકેલ સન-લૉકસ દરિયામાર્ગે તેમની તપાસમાં નીકળ્યો હતો. પણ તેમનો પાદરી-ભોમિયો આ દરમ્યાન પિતાને મળેલા ક્રાઉન ખરચી એટલો બધો દારૂ પીને ટૅ થઈ ગયો હતો કે એક અઠવાડિયા સુધી તે પૂરો સ્વસ્થ થઈ શકે તેમ ન હતું. એટલે બરફનું તોફાન શાંત પડતાં આદમની મંડળીને એના વિના જ આગળ વધવું પડ્યું. Page #302 -------------------------------------------------------------------------- ________________ બુદા માદામ કૅરબ્રધરની દાસ્તાં ૨૭૭ પણ તેઓને જમીનમાર્ગે રેકજાવિક જવાની થિંગ્લેલિર તરફની ઘાટી હાથ ન લાગતાં, તેઓ દરિયા-કિનારાને રસ્તે જ વળ્યા અને સ્મોકી પૉઇંટ તરફ આગળ વધવા લાગ્યા. આમ આગળ વધતાં વધતાં તેઓ કિશુવિક નામના સ્થળે આવી પહોંચ્યા. આ બધો જવાળામુખીનો પ્રદેશ હોઈ, આસપાસના ઠંડા અને જડ પ્રદેશને હિસાબે અહીં ઊકળતા લાવારસના ધમાકા, તથા જોરથી ઊડતા ગરમ પાણીના ફુવારાઓની રમઝટ જામેલી હતી. આખો દેખાવ સડવા લાગેલા, ખરી પડવા લાગેલા, લોહી-પરૂ નીંગળતા માનવ શરીરનો હતો. જાણે ધરતીના ચહેરા ઉપર રકતપિત્તનું ઘારું ! આ જાણે ભગવાનની સરજેલી ધરતી જ ન હોય, પરંતુ સેતાને ઊભી કરેલી નરકની ઊકળતી ખાડ હોય ! આદમે આ કારમો પ્રદેશ જોતાં જ માની લીધું કે, તેમની પહેલાં કોઈ માનવનું પગલું અહીં પડવું નહીં હોય. પણ આગળ વધતાં થોડી વારમાં તેની નજરે એક જગાએ બરાકો જેવાં લાકડાનાં મોટાં બે મકાનો નજરે પડ્યાં. ત્યાં કેટલાક લોકો કામે લાગેલા હતા. ત્રીજું એવું જ મકાન હજુ નવું બંધાતું હતું. તેણે પાસે જઈ, થઈ શકે તેટલી પૂછપરછ કરીને જાણી લીધું કે, આ ઊકળતા ખાડા બીજું કાંઈ નહિ પણ ગંધકની ખાણ હતી; નવા ગવર્નર – આઇસલૅન્ડના પ્રેસિડન્ટ સજા પામેલા લોકોને અહીં રાખવાનું ગોઠવીને રાજ્યને આવકનું સાધન ઊભું કર્યું હતું; પેલાં બે મકાનો કેદીઓ માટેની બરાકો હતી; અને ત્રીજું જે હજુ નવું બંધાતું હતું, તે હૉસ્પિટલનું મકાન હતું. આવા દોજખમાં માણસને રાખી તેમની પાસે કામ કેવી રીતે લેવાય છે, એ વસ્તુસ્થિતિ જોવા-સમજવા આદમ પોતાના ઘોડા ઉપર થોડું થોભો. તેવામાં પાસે થઈને ચાર કેદીઓની ટુકડી ચાર ગાર્ડસંરક્ષકો સાથે જવા લાગી. પણ આ શું? પેલા ચાર કેદીઓમાં એક ૧. માઇકેલ સન-લૉકસે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આત્મબલિદાન તે જેસન હતો. તેના ગળામાં લોખંડનું કડું નાખેલું હતું અને તે કડામાંથી એક અર્ધવર્તુળાકાર લોખંડનું વાંકિયું માથા ઉપર થઈને કપાળ ઉપર આવતું હતું. તેને છેડે એક દાંટડી લટકાવેલી હતી, જે તે ચાલતો ત્યારે રણકતી. જેસનની બધી જુવાની અને મસ્તી ઊતરી ગઈ હતી અને તે ઘરડા જેવા સુસ્ત અને ઢીલો થઈ ગયો હતો. તેનો દેખાવ ખૂબ બદલાઈ ગયો હોવા છતાં આદમે તેને ઓળખી કાઢયો અને તરત તેનું નામ દઈને તેણે બૂમ પાડી. પણ જૈસન અચાનક આંધળો અને બહેરો થઈ ગયો હોય તેમ તેણે કશું જોયું કે સાંભળ્યું નહિ. તે આગળ ચાલતો જ રહ્યો. “જૈસન! જેસન !" આદમે ફરી બૂમ પાડી અને તરત ટટું ઉપરથી નીચે કૂદી પડી તે એની તરફ દોડ્યો. પણ ગાર્ડ-સંરક્ષકોએ તરત જ તેને વચ્ચે જ રોકી દીધો. જેસન તો આંખ ઊંચી કર્યા વિના કે કશી નિશાની કર્યા વિના આગળ ચાલવા લાગ્યો. આદમ નવાઈ પામી, પોતાની ટુકડી સાથે આગળ વધવા જતો હતો, તેવામાં જ સામેથી પચાસેક ડેનિશ ઘોડેસવારોની ટુકડી આવતી તેની નજરે પડી. એ લોકો ઘાટી પાર કરીને આ તરફ આવી રહે ત્યાં સુધી આગળ વધવું અશકય હોવાથી આદમ વગેરે ત્યાં જ થોભી ગયા. ડેનિશ સૈનિકોએ તરત જ બેમાંથી એક બરાક પાસે જઈ આઇસલૅન્ડના ઑફિસરોને નિશાનીઓ વગેરેથી સમજણ પાડી દીધી કે, તેઓ હવે આ સંસ્થાનનો કબજો લેવા આવ્યા છે. આદમ આ બધાનો કશો અર્થ સમજી શકે તે પહેલાં તો પેલો જેક ઉતાવળે તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “ભલા ભગવાન ! આ જુઓ તો ખરા, કોણ છે?” Page #304 -------------------------------------------------------------------------- ________________ બુદ્દા આદમ ફેંરધરની દાસ્તાં ૨૭૯ આદમે તેણે બતાવેલી દિશામાં નજર કરીએ તો બે ડેનિશ ગાર્ડસંરક્ષકની વચ્ચે માઇકેલ સન-લૉકસ હાથપગે બાંધેલી સ્થિતિમાં કેદી તરીકે ચાલ્યો આવતો હતો. આદમ જાણે અચાનક ઊંઘમાં પડી જાગી ઊઠતાં બધું બદલાઈ ગયેલું – અવનવું જોતો હોય તેમ બાઘો બની ગયો. તેણે થોડી વારે પૂરા ભાનમાં આવી બૂમ પાડી, “બેટા! મારા દીકરા!” બાપુ! બાપુ !” માઇકેલ સન-લોકસે પણ આદમને જોઈને અને ઓળખીને બૂમ પાડી. તરત જ પેલા ગાર્ડ-સંરક્ષકો તેને ઘેરી વળ્યા અને તેને આગળ ધકેલી ચાલ્યા. તેમની બૂમાબૂમમાં કઈ કોઈનો અવાજ સાંભળે તેમ ન રહ્યું. આદમ થોડી વાર શૂનમૂન થઈને ઊભો રહ્યો, પણ પછી માઈકેલ સન-લૉકસ દૂર ચાલ્યો જતાં, પિતાની મંડળીનાં માણસોને સંબોધીને બેલ્યો, “મિત્રો અને સાથીઓ, હવે હું તમારાથી છૂટો પડીશ. હું આ દેશમાં મારા પુત્રને મળવા અને શોધવા જ આવ્યો હતો. તે મારો સગે પુત્ર નથી, પણ એ મારી વૃદ્ધાવસ્થામાં મારો ટેકો બનશે, એવી મને આશા હતી. પણ અત્યારે જે જોયું તે ઉપરથી મને લાગે છે કે, તે કાંઈ આફતમાં આવી પડયો છે, અને હું તેને આમ છોડીને તમારી સાથે આવી શકીશ નહિ. ભગવાન તમને સૌને સહીસલામત તમારે ઘેર પહોંચાડે.” પણ એ બધા દિલેર દિલના ખલાસીઓ એને પાછળ એકલો છોડી આગળ જવા તૈયાર ન થયા, અને જેકે તો એક બાજુએ તંબૂ જ ઠોકવા માંડ્યો. તે રાતે આદમ એ ખીણ તરફ આંટાફેરા મારીને આ બધું શું થયું છે તેની માહિતી મેળવવા પ્રયત્ન કરતો હતો, તેવામાં અણધારી રીતે જ તેને બધી માહિતી મળી ગઈ. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આત્મ-બલિદાન વાત એમ બની કે, એ રાતે આદમ શોકમગ્ન થઈ પોતાના સાથીઓ સાથે બેઠો હતો, તેવામાં એક જુવાન આઇસલેન્ડર તંબુ પાસે આવ્યો અને ભાગીતૂટી અંગ્રેજીમાં કહેવા લાગ્યો કે, એક બાઈને આજની રાત પૂરતો અહીં આશરો આપશો? એ બાઈ એકલી જ છે, અને પોતે તેનો ભોમિયો હોઈ રેકજાવિકથી તેને અહીં લઈ આવ્યો છે. આદમ કોઈ દુ:ખિયારાં અસહાયને મદદ કરવા હંમેશ તૈયાર હોય જ; અને તેમાંય સ્ત્રી-બાળકને તો ખાસ કરીને. એટલે તેણે તે બાઈને તંબુમાં લાવવા પેલાને જણાવ્યું. પણ એ બાઈ જ્યારે અંદર આવી, ત્યારે આદમ ફેરબ્રધર આશ્ચર્યથી દિમૂઢ થઈ ગયો : તે બાઈ બીજું કોઈ નહિ પણ ગ્રીબા હતી. પહેલપ્રથમ તો બાપ-દીકરીને આમ અચાનક ભેગા થવાથી આનંદ જ થયો; પણ બંનેએ જેમ જેમ પોતાની કથની કહી સંભળાવવા માંડી, તેમ તેમ તે આનંદ ઊંડા દુ:ખમાં પલટાઈ ગયો. ગ્રીબાએ પ્રથમ તો પોતાની કહાણીમાંથી જૈસનની વાતને સદંતર બાકાત રાખી હતી; પણ આદમે જ્યારે જૈસનને અહીં ગંધકની ખાણોમાં જોયાની વાત કરી, ત્યારે ગ્રીબાએ એ વાત પણ કરી દીધી. બીજે દિવસે સવારના આઇસલૅન્ડના જે અફસરોને છૂટા કરવામાં આવ્યા હતા, તથા જે ડેનિશ કેદીઓને છોડી મૂકવામાં આવ્યા હતા, તે સ રેકજાવિક તરફ જવા ઊપડી ગયા. તે દરમ્યાન આદમે પોતાના મન સાથે જે યોજના વિચારી લીધી હતી તે તેણે ગ્રીબાને કહી સંભળાવી – ગ્રીબા, માઇકેલ સન-લૉકસની આ ધરપકડ અન્યાયી છે. ન્યાયાધીશ કે જરી સમક્ષ કામ ચલાવ્યા વિના માત્ર ગવર્નર-જનરલના કહેવાથી તેને આવી સજા થઈ શકે નહિ. એટલે હું રેપૂજાવિક જઈને પ્રથમ તો જૉર્ગન જૉર્ગન્સનને સમજાવી જોઈશ; અને તે નહિ માને ૧. રિપબ્લિક મટીને ડેનિશ લોકેનું ડેન્માર્કના રાજાનું રાજ્ય હવે થવાથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ બુદ્દા આદમ ફેરબ્રધરની દાસ્તાં તો પછી તેના માલિક ડેન્માર્કના રાજાને અપીલ કરીશ. ડેન્માર્ક જો નહિ માને તો હું ઇંગ્લેન્ડની સરકારને અપીલ કરીશ; કારણકે, માઈકેલ સન-લૉક સ બ્રિટિશ પ્રજાજન છે. અને જો ઇંગ્લેન્ડ પણ મારી વાત નહિ સાંભળે, તો પછી હું પરમાત્માને પ્રાર્થના કરીશ. પરમાત્મા કદી અન્યાય કરનારાઓને કે અન્યાય પામેલાઓને ભૂલતો નથી. હું અલબત્ત ઘરડો થઈ ગયો છું અને માઇકેલ સન-લૉકસને આશરે મારા બાકીના દિવસ શાંતિથી ગુજારવા જ અહીં આવ્યો હતો, પણ ભગવાનના રાહ ન્યારા છે – મને અહીં લાવવામાં તેમનો હેતુ જુદો જ હશે – અને હું એ પ્રમાણે માઇકલ સન-લોસના છુટકારા માટે પ્રયત્ન કરવા ઉતાવળો થઈ ગયો છું; તું પણ બેટા, મારી સાથે જ ચાલ.” પણ ગ્રીબાને અહીં આવવામાં હેતુ જુદો જ હતો. તેણે જણાવ્યું, “ના, બાપુ, ના, તમે રેજાવિક જાઓ અને તમારાથી બનતી કોશિશ કરવા માંડો. મારું સ્થાન તો અહીં મારા પતિની પાસે જ છે. તેમને મારા પ્રેમ ઉપર શંકા આવી છે અને તે એમ માને છે કે હું તેમનાં પદ – પ્રતિષ્ઠા – અને – વૈભવને જ પરણી છું. પણ સ્ત્રી જેને પ્રેમ કરતી હોય છે તેને ખાતર શું શું સહન કરી શકે છે, તે મારે એમને બતાવી આપવું છે. આ જગાએ હું જુદી જ યોજના ઘડીને આવી છે, અને પરમાત્માની કૃપાથી હું તે પાર પાડી શકીશ. માટે મારી ચિંતા છોડી તમે એકલા જ જાઓ. ભગવાન તમને મદદ કરે!” આદમે ગ્રીબાની વાત કબૂલ રાખી. તેણે પોતાનો તંબૂ તથા ખાવાપીવાની જે સામગ્રી બચી હતી. તે બધું ગ્રીબાને માટે ત્યાં જ રહેવા દીધું. કારણકે કિશુવિકથી રેકજાવિક પહોંચવા માટે એક દિવસની જ મુસાફરી કરવાની બાકી રહેતી હતી. આદમ ગયો એટલે ખાણોના પ્રવેશદ્વાર આગળ જે તંબૂઓ હતા ત્યાં ગ્રીબા પહોંચી ગઈ. તેણે ત્યાંના કેપ્ટનને મળવા માગણી કરી. તે નવો આવેલો ડેનિશ હતો એટલે ગ્રીબાને ઓળખતો ન હતો. ગ્રીબાએ તેને કહ્યું કે, અહીં ઇસ્પિતાલ બંધાય છે એમ સાંભળી હું Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આત્મ-બલિદાન રેવિકથી આવી છું. જો તમારે નર્સની જરૂર હોય, તો મને નોકરીએ રાખી લે.” કૅપ્ટને જવાબ આપ્યો, “હા, હા, અમારું ઇસ્પિતાલ માટે એવા માણસની જરૂર છે જ; જોકે, અમે કોઈ સ્ત્રી એ કામ માટે મળશે એવી કલ્પના નહાતી કરી; પણ તમે બરાબર વખતસર આવી પહોંચ્યાં છો.” આમ ગ્રીબા પોતાના પતિની નજીકમાં રહેવાની જોગવાઈ તો કરી શકી. પણ તેના મનમાં હવે વિરોધી લાગણીઓ ઉથલપાથલ મચાવવા લાગી : ‘કોઈ વખત માઈકેલ સન-લૉક્સને ઇસ્પિતાલમાં આવવાનું થશે તો ? ભગવાન એવું ન કરે! પરંતુ ભગવાન કરે ને તે મારી સારવાર હેઠળ આવે જ – તો મારા બાપુ મારા પતિના છુટકારા માટે કંઈક કરી શકે તે પહેલાં હું તેમને અહીંથી નાસી છૂટવામાં મદદ જરૂર કરી શકું.' વળી તેને બીજો વિચાર એ આવવા લાગ્યો કે, જૅસન અહીં મને ભેગા થાય તો શું થાય? માઇકેલ સન-લૉક્સ પણ તેને ભેગા થઈ જાય તો ? ભગવાન .એવું ન કરે! જૅસન તો એમની હત્યા જ કરી નાખશે! પણ કદાચ એમ નયે બને. આ પરિસ્થિતિમાં એકબીજાની નિકટ આવતાં તેઓ એકબીજાની ભલમનસાઇ પામી જાય, અને પોતપોતાનું વેર ભૂલી પણ જાય ! ભગવાન એવું કરે તો કેવું સારું ? ” " Page #308 -------------------------------------------------------------------------- ________________ ગંધકની ખાણે આ ખરે જેસન અને માઈકેલ સન-લૉકસ ભેગા થયા - પણ કેદીઓના સંસ્થાનના અંતરાયેલા વાડામાં! બંને જણ એકબીજાને શોધતા એક દેશમાંથી બીજા દેશમાં આવ્યા હતા – એક વેર-ભાવની પાપ-યાત્રાએ અને બીજો દયાભાવની પુણ્યયાત્રાએ. જોકે છેવટના તો તે બંને એકબીજાના ખૂનના પ્યાસા બની ગયા હતા. પરંતુ, ક્રિશુવિકની ગંધકની ખાણમાં તેઓ ભેગા થયા, ત્યારે એકબીજાને હરગિજ ઓળખતા ન હતા. જૉર્ગન જૉર્ગન્સને ફરી વાર ગવર્નર-જનરલપદે ગાદીનશીન થયા પછી, માઇકેલ સન-લૉકસે ઊભી કરેલી એક જ ગોઠવણ નાબૂદ કર્યા વિના જેમની તેમ ચાલુ રાખી હતી, – અર્થાત્ સજા પામેલા માણસેનો ગંધકની ખાણોમાં કરાતો ઉપયોગ! અલબત્ત એ ખાણોમાં આઇસલૅન્ડના સંરક્ષકોને બદલે ડેનિશ સંરક્ષકો મૂકી દેવામાં આવ્યા હતા : પણ એટલો ફેરફાર આપણી વાર્તાના અંતને બદલવામાં કારણભૂત નીવડવાનો હતો. કારણકે, આઇસલૅન્ડવાળા જૂના સંરક્ષકો જૈસનને ઓળખતા હતા. એટલે માઇકેલ સન-લૉકસ તે વખતે ગંધકની ખાણોમાં આવ્યો હોત, તો એ સંરક્ષક મારફત જેસન અને માઇકેલ સન-લૉસ એકબીજાને ઓળખ્યા વિના ન રહેત. પણ ડેનિશ સંરક્ષકોને જૈન વિષે કશી જાણકારી નહોતી, અને માઇકેલ સન-લોકસને લઈને ત્યાં આવ્યા બાદ તેઓએ તરત જ આઇસલેન્ડવાળા સંરક્ષકોને પાછા ૨૮૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આત્મબલિદાન રેક જાવિક મોકલી દીધા હતા. એટલે જેસનને જોકે રેફાવિકમાં રાજ્યપલટો થયાના સમાચાર હવામાંથી ઊડતા અહીં મળ્યા હતા, છતાં, પોતે જેને શોધતો હતો એ માઇકેલ સન-લૉસ પોતાની પેઠે સજા પામી ગંધકની ખાણોમાં કામ કરવા આવ્યો હોય, એવી તો તેને કલ્પના જ આવી શકે તેમ નહોતું. બીજી બાજુ માઇકેલ સન-લૉકસ જોકે જાણતો હતો કે, જેસનને ગંધકની ખાણોમાં કામ કરવા મોકલી આપવામાં આવ્યો છે, પણ સાથે સાથે તે એ પણ જાણતો હતો કે, તેણે પોતાના પતન પહેલાં બે દિવસ અગાઉ જેસનને તાબડતોબ છૂટો કરવાનો હુકમ આપી દીધો હતો. ઉપરાંત જૉર્ગન જૉર્ગન્સને જૂના બધા કેદીઓને મુક્ત કરી દીધા હતા, એટલે જૅસન તો અહીંથી છૂટો થઈને ક્યારનો પાછો પહોંચી ગયો હશે, એમ જ તે માનતો હતો. પરંતુ બનવાકાળ તે જેસનને બક્ષેલી માફીને હુકમ અહીં ગંધકની ખાણોમાં પહોંચતાં ઢીલ થઈ, અને દરમ્યાન નવા ડેનિશ કેપ્ટને જના કેદીઓમાંથી માત્ર રાજદ્વારી કેદીઓને જ છૂટા કર્યા અને બદમાશ ડામિજ ગણાતા કેદીઓને તો અહીં જ રહેવા દીધા. એ પચાસેક કેદીઓ જૉર્ગન જૉર્ગન્સનના જૂના રાજ્યકાળ દરમ્યાન સજા પામી દૂર દૂરને સ્થળેથી આવેલા હતા, એટલે તેઓ જૈસનને કે માઇકેલ સન-લૉસને જરાય ઓળખતા ન હતા. કેદીઓ માટેની બંને બરાક સામસામે ઉત્તર-દક્ષિણ છેડે આવેલી હતી. એકની આગળ ઘૂઘવતો અફાટ દરિયો હતો અને બીજાની પાછળ ઊંચાનીચા વિષમ કિનારાવાળું ઘેરું સરવર હતું. જેસનને દરિયા-કિનારાવાળું રહેઠાણ મળ્યું હતું, અને માઈકેલ સન-લૉકસને સરોવર-કિનારાવાળું. આ બંને મકાનો લાકડાંનાં ચોખંડાં ડીમચાંનાં બનાવેલાં હતાં અને તેમની ફરસ માટીની હતી. પથારીઓ તરીકે કેદીઓને પાટિયાંની પાટલીઓ આપવામાં આવતી. Page #310 -------------------------------------------------------------------------- ________________ ગધકની ખાણે ૨૮૫ કેદીઓ સાંજે આઠ વાગ્યે બરાકોમાં દાખલ થતા અને સવારના પાંચ વાગ્યે તેમાંથી નીકળી જતા. દરેક બરાકમાં ૨૫ માણસો ગોંધવામાં આવતાં. પહેલેથી એવો ધારો પડી ગયેલો હતો કે, જે નવો કેદી આવે, તે આ દરેક બરાકમાં ત્રણ મહિના ભંગીનું કામ કરે. તે દરમ્યાન તેને ગળામાં કડું પહેરાવવામાં આવતું, જેના ઉપરથી કપાળ ઉપર વળતા વાંકિયાને છેડે એક દાંટડી લટકાવવામાં આવતી. આમ જૈસન દરિયા-કિનારાવાળી બરાકનો ભંગી બન્યો હતો, અને માઇકેલ સનલોકસ સરોવર-કિનારાવાળી બરાકનો. જેસન તો પોતાનું કામ જડની પેઠે કરી લેતો, પણ માઇકલ સન-લોકસનાં આંતરડાં તો એ બધું સાફ કરતાં જાણે ઊછળીને મોઢામાં આવી જતાં. આમ બે મહિના વીતી ગયા. ગરમ પાણીના ઝરાઓને કાંઠેથી ખેલો ગંધક, કોથળાઓમાં ભરી, ટટવાં ઉપર બે પડખે ગૂણે રહે તે રીતે લાદી, નજીકના બંદર હાફને ફૉર્ડ પહોંચાડી, ત્યાંથી ડેન્માર્ક ચડાવી દેવામાં આવતા. સ્વાભાવિક રીતે જ કોથળા મોટા હતા, ટટવાં નાનાં હોતાં, અને ખીણનો રસ્તો નરમ માટી તથા મોટાં લાવાનાં ગચિયાંને કારણે દુર્ગમ જેવો જ હતો. એક દિવસ એ ટટવાની લંગાર પર્વતના ઢાળ ઉપરથી નીચે ઊતરતી હતી. હાંકનારો દરેક પગલે તેમને નાહક લાંબા ચાબખાથી ટકાર્યા કરતો હતો. એવામાં ગધેડા જેટલા કદનું એક નાનું ટટવું તેનો પગ એક ચીલા જેવા ખાડામાં પડતાં ગબડી પડયું. પેલો હાંકનારો એને ઊભું કરવા, ગાળો ભાંડતો એના ઉપર ચાબખા સાથે તૂટી પડ્યો. હરામજાદા, ઊભું થા, નહિ તો તારી ચામડી જતાં જ ઊતરડી લઈશ !” Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આત્મ-બલિદાન દરેક ફટકે પેલું બિચારું ટટવું ઊભું થવા પ્રયત્ન કરતું, પણ ઊભું થઈ શકતું નહિ. તેની આંખો ફાટી ગઈ અને તેનાં નસકોરાંમાંથી ફિણના ગોટા નીકળવા લાગ્યા. હરામખોર, આળસુના બેટા, ઊભું થાય છે કે, હમણાં જ તારો કરી નાખું છું!” આમ તકતા પેલા હાંકડુએ એ ટટવાના પડખા ઉપર, પછી તેના ચત્તા પડેલા પેટ ઉપર, તેના માથા ઉપર, તેના મોં ઉપર અને છેવટે તેની આંખે ઉપર ચાબખા ઝૂડવા માંડયા. પણ એ બિચારા ટટવા ઉપર લાદેલી ગૂણોનો ભાર તેને ઊભું થવા દે તેમ નહોતું, અને તે બિચારું ગમે તેટલું તરફડતું હતું પણ ઊભું થવા જમીન ઉપર પગ જ ટેકવી શકતું ન હતું. જે કેદીઓએ આ ટટવાને લાદીને વિદાય કર્યા હતાં તેઓ આ મારફાડનો અવાજ સાંભળીને કામકાજ બંધ કરી તે તરફ જોવા લાગ્યા. તેમને પેલા ટટવા કરતાં, હાંકનારનો જે રકાસ થતો હતો તેનો જ આનંદ હતો. તેઓ મોટેથી હસતા હસતા બૂમો પાડવા લાગ્યા – જોનાસ, તારા હાથનો ટેકો તેને કર !” “અબે બુદ્ધ, તેને બગલમાં ઊંચકી લે!” આ ઠઠ્ઠામશ્કરીથી પેલા હાંકનારનો ગુસ્સો વળી વધુ તેજ થતો ગયો અને તેણે પોતાનું બધું જોર વાપરી પિતાનો ચાબખો એ બિચારા પ્રાણી ઉપર આડેધડ વાપરવા માંડ્યો. એ ફટકાના કારમાં પડઘા આસપાસની ટેકરીઓમાં પડવા લાગ્યા. બિચારું ટટવું જીવ ઉપર આવીને ઊભું થવા ગયું, એવામાં એક ગૂણ તેની પીઠ ઉપરથી ખસીને ફસકાઈ ગઈ. એમાંનો ગંધક ટવાના પગ ઉપર પડતાં તે ફરી પાછું ગબડી પડ્યું, અને આ વખત તે એટલા ધક્કાથી પછડાઈને પડ્યું કે તેનું માથે પાસેના પથ્થર ઉપર જોરથી અફળાયું. જોનારા કેદીઓ વધુ જોરથી હસી પડયા, અને પેલો હાંકડુ હવે નીચે ઊતરી પેલા ટટવાને મોઢા ઉપર જ લાતે લગાવવા લાગ્યો. Page #312 -------------------------------------------------------------------------- ________________ ગધની ખાણા ૨૨૭ આ બધું જૅસન રહેતા હતા તે મકાનની બાજુ તરફ જ બન્યું હતું. જૅસન અંદર સાફસૂફીનું કામ કરતા હતા, પણ કથા ધાંધળનો અવાજ અંદર સંભળાતાં તે તેનું કારણ જાણવા બહાર આવ્યો. એક નજર નાખતાં જ બધું સમજી જઈ, તે પગની સાંકળાના અવરોધને અવગણતા, જેટલી ઝડપથી પહોંચાય તેટલો એ ટટવા પાસે પહોંચી ગર્યા. બીજી જ ક્ષણે તેણે પેલા હાંકેડુને ધક્કો મારી ચત્તાપાટ ગબડાવી પાડયો અને પછી પેલા ટટવા નીચે પેાતાના હાથ ઘાલી તેને ઊભું કરવાનો પ્રયત્ન આદર્યો. બધા કેદીઓ આભા બની જોઈ રહ્યા : એ માણસ ત્રણ ગુણાના ભારથી દબાયેલા ટટવાને ઊંચકીને પગભર કરવા કોશિશ કરતા હતા ! જૅસને પણ ગૂણા ઉતારવા થાભ્યા વિના, પહેલાં પોતાના હાથ ટટવાના ગળા નીચે નાખ્યા, અને તેને તેના આગલા પગ તરફ ઊંચું કર્યું; પછી તેનાં પહેાળાં પડખાં પેાતાના પગ ઉપર ટેકવી તેણે ધીમેથી પણ મક્કમપણે એવો આંચકો માર્યો કે ટટવું ચારે પગે ઊભું થઈ ગયું. તે બિચારાની આંખા ફાટી ગઈ હતી અને તેનાં નસકોરાં શ્વાસથી અને ફીણથી ભરાઈ ગયાં હતાં. “બાપરે! આ માણસમાં તે સૅમ્સનનું* બળ લાગે છે ! ' બધા કેદીઓ આશ્ચર્યચકિત થઈને બાલી ઊઠયા. તે જ વખતે એક ગાર્ડ દોડતો ત્યાં આવી પહોંચ્યો. પેલા હાંકેડુનું માથું પડતી વખતે પથ્થર સાથે અફળાયું હાવાથી તે બાજુએ તેને લાહી નીકળ્યું હતું. ગાર્ડે હાંકેડુને તરત પૂછ્યું, “આ શું?” * ઇઝરાયેલી દંતકથાનેા એક વીર. તે તેના અતુલ ખળ માટે જાણીતા હતા. તેને વરદાન હતું કે તેના વાળ ન કપાય ત્યાં સુધી તે કાઇથી પરાભૂત ન થાય. ડૅલિલાએ તેને માહિત કરીને તેને ફિલિસ્ટાઇન દુશ્મનેાને સાંપી દીધે. પણ તેણે આખુ ફિલિસ્ટાઇન-દેવળ તેાડી પાડીને વેર લીધું – બધા તેની નીચે છૂંદાઈ ગયા – તે પેાતે પણ. –સપા॰ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આત્મ-બલિદાન હાંકડુ તો જવાબ આપવાને બદલે વધુ જોરથી ઊંહકારા ભરવા લાગ્યો. પણ કેદીઓએ બધી વાત ગાઈને સંભળાવી દીધી. તરત જ એ હાંકેતુને આપવામાં આવેલી છૂટછાટો પાછી ખેંચી લેવામાં આવી; કારણકે તેણે સરકારી મિલકતને નુક્સાન પહોંચાડ્યું હતું. બીજી બાજુ જેસન જેવા તાકાતવાળા માણસને ઝાડુનું કામ સોંપવું એ અનુચિત લાગવાથી તેને ગરમ પાણીના ઝરાઓને કિનારે ગંધક ખોદવાનું કામ સોંપવામાં આવ્યું. આમ જેસનના કામકાજની બાબતમાં જે સારો ફેરફાર થયેલ ગણાય, તેને પરિણામે માઇકેલ સન-લૉકસની સ્થિતિમાં તો ઊલટો જ ફેરફાર થયો – જૈસનના ગળાનું કડું અને કપાળ ઉપરની દાંડી કાઢી નાખવામાં આવ્યાં, પણ માઇકેલ સન-લૉકસને હવે અસંતોષી ગણગણાટિયા તરીકે અને મકાનોની સફાઈ કરવાનું કામ સોંપવામાં આવ્યું, અને પેલું કડું અને દાંટડી તેને પહેરાવી દેવામાં આવ્યાં. પણ તેથી બીજી રીતે એક સારું પરિણામ એ આવ્યું કે, જૈસન અને માઈકેલા સન-લૉકસ બંને ભેગા થઈ શક્યા. વાત એમ બની કે, એક દિવસ માઇકેલ સન-લોકસને દક્ષિણ તરફની બરાકના રસ્તા ઉપર ઊંડો પથરાયેલો બરફ સાફ કરવા મોકલવામાં આવ્યો. હજુ જેસન વગેરે અંદરના કેદીઓ તે વખતે કામકાજે જવા બહાર નીકળ્યા ન હતા. માઇકેલ સન-લૉકસની તબિયત ભાગી પડી હતી અને તેનાથી જલદી કામ થઈ શકતું ન હતું. એક ગાર્ડ બંદૂકને ટેકે ઊભો ઊભો તેને એ કઠણ કામ જલદી કરવા એથીય વધુ કઠણ શબ્દો બોલીને ગોદાવતો હતો. પાવડો ખૂપાવવા માઇકેલ સન-લૉકસ જ્યારે નીચે નમતો ત્યારે અને પાછો ઊભો ટટાર થતો ત્યારે તેના ગળાના કડાના વાંકિયા ઉપર બાંધેલી ઘંટડી રણકતી હતી. જેસનની ગેંગ મકાનની બહાર નીકળી, ત્યારે તેણે માઇકલ સન-લૉકસના કપાળ ઉપર રણકતી ઘાંટડી સાંભળી. તેને તરત જ Page #314 -------------------------------------------------------------------------- ________________ ગંધકની ખાણે ૨૮૯ પોતાને કપાળે થોડા વખત પહેલાં રણકતી દાંડી યાદ આવી; અને હવે કયા હતભાગીને એ ઘંટડીવાળું કડું પહેરવાનું થયું છે તે જોવા તેણે એના તરફ નજર કરી. આપણા જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે કે જ્યારે આપણું ભાવી એ ક્ષણમાં પોતાનો સમગ્ર પ્રભાવ ઠાલવી દેતું હોય છે. જેસન માટે પણ એવી ક્ષણ આવી હતી. તેણે માઇકેલ સન-લોકસ ઉપર પહેલી જ વાર નજર નાખી. તે તેને જરાય ઓળખતો ન હતો; પણ એના ઉપર નજર પડતાંવેંત તેનું આખું અંતર ધબકી ઊઠયું; અને તે માણસ પ્રત્યે અગમ્ય સહાનુભૂતિ તેમાંથી છલકાઈ રહી. તેણે તરત પિતાના ગાર્ડને કહ્યું, “આ માણસ માંદો છે, તેનું કામ હું કરી દઉં છું – હું ઝટ એ કામ પતાવી દઈશ; – એને હોસ્પિટલમાં મોકલી દો.” પણ ગાર્ડોએ તો તેને એવું ખોટું ડહાપણ ડહોળવાની મનાઈ કરીને “આગેકૂચ”નો હુકમ આપ્યો અને જેસનને પિતાની ગેંગ સાથે આગળ ચાલ્યા જવું પડયું. માઇકેલ સન-લૉકસે તે ક્ષણે પોતાનું કામ સહાનુભૂતિપૂર્વક કરી આપવા તૈયાર થનાર પ્રત્યે આંખ ઊંચી કરીને જોવા પ્રયત્ન કર્યો, પણ તે જેસનનું મોં જોઈ શક્યો નહિ. તેને પણ તેના ગાર્ડે હુકમ કર્યો, “ચાલ, કામ ચાલુ કર, ડાકરિયાં ન માર !” તે આખો દિવસ જેસન માઈકેલ સન-લૉકસનું મોં ભૂલી શક્યો નહીં. પોતાની પાસે કામ કરનાર કેદીને તેણે પૂછયું, “એ દાંટડી બાંધેલ કેદી કોણ હતો?” મને શી ખબર?” પેલાએ જવાબ આપ્યો. આ૦ – ૧૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન કામ કરતાં કરતાં જેસન પેાતાના પાવડાનો ટૂંકો લઈ જરા આરામ કરતો હતો ત્યારે તેણે ભમ્મર લૂછતાં લૂછતાં ગાર્ડને પૂછ્યું, “એ માણસનું નામ શું હતું?” “એ-૨૫.” “એ તો એનો નંબર કહ્યો; નામ નહીં. 66 તારે એના નામને વળી શું કરવું છે?” ગાર્ડે તડૂકયો. વ 57 એક અઠવાડિયું પસાર થઈ ગયું છતાં જૅસનથી સન-લૉક્સનું માં ભુલ્યું ભુલાયું નહિ. કોઈ કોઈ વાર તો એને એ માં યાદ આવતાં રડવું આવી જતું. તે પોતાની જાતને એ બદલ ધુત્કાર્યા કરો; પરંતુ તેથી એની યાદ ભૂંસી શકતો નહિ. હવે કોણ જાણે શાથી, પણ તેણે પેાતાની સુસ્તી અને લાપરવાઈ ખંખેરી નાખી હતી; તે ચેાગરદમ નજર નાખ્યા કરતો. પણ એક અઠવાડિયું, બે અઠવાડિયાં, ત્રણ અઠવાડિયાં પસાર થઈ ગયાં, છતાં તે ફરીથી પેલાનું માં જોઈ શકર્યો નહિ, તેના સાર્થીઓ તેની મશ્કરી કરવા લાગ્યા : પેલા પુરુષના વેશમાં સ્ત્રી તો નથી? તું એના પ્રેમમાં પડયો છે કે શું? ઇ એક મહિનો પસાર થઈ ગયો. જે સાંકળ આ બે પાત્રોને ભેગા ગાંઠતી જતી હતી, તે હવે અચાનક સક્કસ થવા લાગી. એક સવારે કૅપ્ટનની ઑફિસમાંથી હુકમ આવ્યો કે, કેદીઓની પરાળની પથારી બહાર કાઢી સળગાવી મૂકવી. એ પથારી બહુ જૂની ન હતી, પણ ભીની થઈ જઈને ઉબાટભરી થઈ ગઈ હતી. કેદીઓનું કહેવું એમ હતું કે, પથારીઓનો વાંક ન હતો, પણ એ જગાનો, એ બરાકાનાં છાપરાંનો અને લાકડાની ભીંતોનો વાંક હતો; તથા તેમને નવી પથારીઓ આપ્યા વિના જૂની તો તેમને ખેતરમાં જમીન ઉપર પડી રહેનારાં જાનવર જેવા જ બતાવી મૂકવા જેવું હતું ઇ. પથારીઓ લઈ લેવી, એ Page #316 -------------------------------------------------------------------------- ________________ - ગંધકની ખાણે પરંતુ કંટને તો રોગચાળો ફાટી ન નીકળે તેવું બહાનું બનાવી એ પથારીઓ ખેંચી કાઢીને બાળી નાખવાનું કામ બી-૨૫ નંબરના કેદીને જ સોંપ્યું. હવે બી-૨૫ નંબરનો કેદી એટલે જેસન પોતે જ; અને તેને તેના કદાવર શરીરને કારણે જ એ કામ સોંપવામાં આવ્યું હતું, જેથી બીજા કેદીઓ તેનો સામનો કરવાની હિંમત ન કરે. અને જેસનને પોતાને બંદૂકની અણીએ એ ન-ગમતું કામ કરવા માટે ધકેલવામાં આવ્યો. બધી પથારીઓ ખેંચતો ખેંચતો તે માઇકેલ સન-લૉક સુતો હતો તે સ્થાને આવ્યો. તે વખતે તેને તેની સ્મૃતિમાં સતત ઘૂમ્યા કરતો ચહેરો ફરી જોવા મળ્યો. “આ પથારી તો સૂકી તથા સારી છે, માટે તેને બાળી નાખવા લઈ જવાની જરૂર નથી.” માઈકેલ સન-લોકસે કહ્યું. જેસન એ પથારી ઉપાડતાં આનાકાની કરવા લાગ્યો એટલે તરત તેના ગાર્ડે તેને ટપાર્યો, “ચાલ, ઉઠાવ જલદી, બબૂચકની જેમ ઊભો શું રહ્યો છે?” “પણ આ પથારી સૂકી અને સારી છે; તે ભલે આની પાસે રહે.” જેસને પણ સામી દલીલ કરી. તરત જ ગાડું બંદૂક ઉગામી અને તેને હુકમ કર્યો, “ઉઠાવે છે કે નહિ?” “સુધરેલા માણસે તો પોતાના કૂતરાઓને પણ સુવા માટે પરાળ આપે છે.” માઇકેલ સન લૉકસે ગાર્ડને સંભળાવ્યું. હા, પણ એ તમારા જેવા કૂતરાઓને નહિ.” ગાર્ડ તતડીને જવાબ આપ્યો, અને પછી જેસન સામે વળીને તેને ફરીથી એ પથારી ઉપાડી લેવા હુકમ કર્યો. જેસનના હાથ તો એ ગાર્ડનું ગળું જ દબાવી દેવા સળવળતા હતા, પણ છેવટે વખત વિચારી તે એ પથારી સમેટીને બહાર નીકળી ગયો. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આત્મ-બલિદાન ગુલામ ! નાલાયક ગુલામ!” માઇકેલ સન-લૉસ તેની પાછળ તકી ઊઠ્યો. જેસનને એ શબ્દો તીરની પેઠે વીંધી ગયા. પણ બીજા અર્ધા કલાકમાં તો બધી પથારીઓ સમેટી, તેમનો ઢગલો કરી, તેણે તેમાં આગ ચાંપી. પછી લાંબા વળાઓ વડે તે બધા ગઠ્ઠા ઝટ સળગે તે માટે તેમને વિખેરતો તે ઊંચા-નીચા કરવા લાગ્યો. એ મોટા તાપણાની જે ગરમી થઈ, તેનું બહાનું કાઢી, તેણે તેને બહાર ખુલ્લામાં કામ કરવા માટે મળતો મોટો ડગલો શરીર ઉપરથી ઉતારી નાખ્યો. તે વખતે ગાડે પણ એ તાપણાની દઝાડતી ગરમીથી દૂર ખસી ગયા. તે તકનો લાભ લઈ, જેસન ધુમાડાના ગોટાઓની ઓથમાં માઇકેલ સન-લૉક્સવાળી બરાકમાં ઘૂસી ગયો. બરાકમાં માઇકેલ સન-લૉસ ન હતો. પણ તેની સુવાની પાટલી શોધી કાઢી, જેસને તેના ઉપર પોતાનો ડગલો પાથરી દીધો. પછી જાણે કશો અપરાધ કરી નાસી જતો હોય તેમ તે ગુપચુપ બહાર ચાલ્યો આવ્યો. પેલું તાપણું જ્યારે સળગી રહેવા આવ્યું, ત્યારે ગાડે જેસનને કહ્યું, “ચાલ જલદી તારો ડગલો પહેરી લે; અહીંથી હવે ખસીએ.” જેસન આવ્યો અને ગાભરો બની ગયો હોય તેમ ચારે તરફ પોતાના ડગલા માટે ખોળાફેંફળા કરવા લાગ્યો. અરે, એ ડગલો તો ક્યાંય નથી; ઢગલા ભેગો બળી ગયો કે શું?” તે વીલે મોંએ બેલી ઊઠ્યો. હું? પથારીઓ ભેગો બાળી મૂક્યો? કે બબૂચક છે? હવે તને બીજો ડગલો નહીં મળે, ભલે ટાઢથી તું કરીને લાકડું થઈ જાય.” ગાર્ડે તેને ધમકાવતાં જવાબ આપ્યો. આ ખાણોની દેખરેખ માટે નિમાયેલો નવ કેપ્ટન જાતે એ નિર્દય માણસ ન હતું, પણ જોર્ગન જૉર્ગન્સન જ રેકજાવિકમાં બેઠો બેઠો અમાનુષી હુકમો કાઢી કાઢીને કેદીઓને રંજાડી રહ્યો હતો. તેને Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ગંધકની ખાણે દાઝ તો એકલા માઈકલ સન-લૉસ ઉપર જ હતી, પણ તે માટે તેને બધા જ કેદીઓનાં સુખ-સગવડ ખૂંચવી લેવાં પડતાં હતાં. પરિણામે કૅપ્ટન જ્યારે જ્યારે બહાર નીકળતો, ત્યારે કેદીઓ કડવી ફરિયાદો કરતા તેને ઘેરી વળતા. સૌથી વધુ ફરિયાદો કરનાર માઈકેલ સનલોકસ જ હતો. બીજી બાજુ સૌથી નમ્ર, સૌથી કહ્યાગરો અને સૌથી મૂંજી કહેવાય એ કેદી જેસન હતો. તેને જાણે કશી બાબતની પંચાત જ ન હતી. તેનું ચેતન જ જાણે લુપ્ત થઈ ગયું હતું. કશી બાબતની ફરિયાદ નહિ, કે કશી બાબતની તકરાર નહિ. છતાં, ધીમે ધીમે કેપ્ટને કેદીઓ પ્રત્યે થોડી માનવતા દેખાડવાનું શરૂ કર્યું. જે જે કેદીઓ નમ્ર અને કહ્યાગરા હોય, તેમને વાડાની બહાર પોતાની સ્વતંત્ર ઝુંપડી બાંધીને રહેવાની છૂટ તેણે આપી : દશ કલાક તેઓ ખાણમાં આવીને કામ કરી જાય, અને બદલામાં પોતાનું રૅશન લઈ જાય. જેસન બહુ નમ્ર અને કહ્યાગરો મનાતો હોવાથી તેને સ્વતંત્ર ઝૂંપડી બાંધીને રહેવાની પહેલી પરવાનગી મળી. જેસને એ માટે માગણી કરી ન હતી, અને તેથી જ્યારે તેને તે પરવાનગી આપવામાં આવી, ત્યારે તેણે કહ્યું, “મારે બદલે બીજા કોઈને જવું હોય તો જવા દો.” પણ હુકમ એટલે હુકમ, ગાર્ડોએ હસીને જેસનને વાડાની બહાર ધકેલી કાઢયો. જૈસને હૉસ્પિટલની નજીક, લાવાનાં ગચિયાંની ઝૂંપડી બનાવવા માંડી. તેની નજીકમાં એક બુટ્ટા પાદરી-કેદીનું એવું જ ઘોલકું હતું. તે પાદરીને જૉર્ગન જૉર્ગન્સને કેટલાંય વર્ષ અગાઉ ખાલી કેપભાવને કારણે કેદ કર્યો હતો. જેસન જયારે ઝુંપડી બાંધવા લાગ્યો ત્યારે તેને મેન-ટાપુમાં પૉર્ટી-વૂલ આગળ પોતે જે પન-ચક્કી બાંધતો હતો તે વાત યાદ આવી; અને ગ્રીબાએ દીધેલા દગા બાદ પિતે તે પન-ચક્કીને ગુસ્સામાં આવી જઈ કેવી તોડી પાડી હતી, તે પણ. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આત્મબલિદાન જેસન પિતાની ઝુંપડી આગળ ઊભો રહી, ખાણોમાં કામ કરતાં જખમાયેલા કોઈ કેદીને હૉસ્પિટલ તરફ લઈ જવાતો જોતો, ત્યારે તે અચૂક તેના તરફ જોઈ રહેતો. ઊના પાણીના ઝરા ઉપરની એ ખાણમાં કામ કરવું કેટલું ખતરનાક હતું, એનો તેને તે વખતે વિચાર આવતો. એવે વખતે હૉસ્પિટલમાંથી કોઈ બાઈને તે બહાર આવતી જોતું. તેણે એક વખત પેલા બુઢા પાદરી-પડોશીને પૂછ્યું, “એ બાઈ વળી કોણ છે?” કોઈ પરદેશી નર્સ છે; પણ બહુ ભલી બાઈ છે. ઊના પાણીના ઝરાની છાંટથી હું મોં ઉપર સખત દાઝી ગયો, ત્યારે એણે જ મારી બહુ મમતાથી સારવાર કરી હતી.” જેસનને તરત પોતાના જીવનમાં પણ એક સ્ત્રી પાસેથી મળેલા પ્રેમના વહાલસોયા પ્રસંગો યાદ આવ્યા. પણ, પણ, – એ બધું તો હંમેશ માટે પૂરું થયું હતું; અને અત્યારે અચાનક એના દિલનો એ ઊંડો કારમો જખમ તાજો થતાં તે આખા શરીરે ધ્રુજી ઊઠયો. પણ ત્યારથી માંડીને તે એ હૉસ્પિટલના મકાન તરફ અવારનવાર જોયા કરતો. પેલી પરદેશી નર્સ તેને માટે મમતાભર્યા પ્રેમની પ્રતીક બની ગઈ હતી. પછી અચાનક એ નર્સ ઘણો વખત થયાં તેની નજરે પડી નહિ. તેણે પડોશી બુટ્ટા પાદરીને પૂછ્યું. “એ નર્સ હવે કેમ બહાર દેખાતી નથી? માંદીબાંદી પડી છે કે શું?” માંદી શાની? તેને તો હૉસ્પિટલમાંથી તગેડી કાઢી.” “તગેડી કાઢી? પણ તમે તો તે સારી બાઈ છે એમ કહેતા હતા?” “બેટા, તે સારી બાઈ જ હતી; પણ એક બદમાશ ગાર્ડ તેને ફસાવવા માગતો હતો, અને પેલીએ તેને ધુત્કારી કાઢ્યો એટલે પેલાએ જાહેર કર્યું કે, એ ગર્ભવતી છે અને બદમાશ વ્યભિચારિણી છે. ” Page #320 -------------------------------------------------------------------------- ________________ ગધકની ખાણે “તદ્દન જૂઠું!” જેસન પોકારી ઊઠ્યો. એ નર્સ પ્રત્યે દૂર રહ્યાં રહ્યાં તેને પ્રશંસાભાવ જ ઊભો થયો હતો. “પણ એમાં કશા પુરાવાની જરૂર જ ન હતી – તે બાઈને પ્રસૂતિ થવાની તૈયારી જ હતી, અને તે એ બાબત કશો પ્રતીતિકર ખુલાસો આપી શકી નહિ, એટલે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી.” અત્યારે તે કયાં છે?” “પેલા બરફને કિનારે આવેલા એક ફાર્મ હાઉસમાં તેણે એક બાળકને જન્મ આપ્યો છે. હું ગઈ રાતે તેને જોવા ગયો હતો. તે બિચારીએ મને તેની બધી વાત સાચેસાચ કહી દીધી : તેના પતિને રેકજાવિકમાં ગાદીએ આવેલા નવા બદમાશે ખાણોમાં કામ કરવા ધકેલી આપ્યો છે, એટલે તે પોતાના પતિ પાસે રહેવા ખાતર જ નર્સ તરીકેની નોકરી લઈને આ તરફ આવી હતી. કદાચ તેને વિચાર પતિને ભગાડવામાં મદદ કરવાનો પણ હશે. તે પોતે ખાનદાન બાનું છે, છતાં તે અહીં દાસીનું કામ કરવા રહી હતી. ધન્ય છે એને!” તો એને પતિ હજુ આ ખાણોમાં જ છે?” “હા.” “તેને એની પત્નીની થયેલી બદનામીની જાણ છે?” “ના.” “એનું નામ શું?” “એ બિચારીએ એનું નામ તો કહ્યું નહીં, પણ તેના પતિને કેદી તરીકે નંબર એ-૨૫ છે એટલે તેણે મને જણાવ્યું.” “હું એ કેદીને ઓળખું છું.” જેસન બોલ્યો. બીજે દિવસે જેસનની ઝુંપડી તૈયાર થઈ ગઈ. તેનું છાપરું પણ બને તેટલું અને મળી શકે તે વસ્તુઓથી ઢાંકીને જેસન કેપ્ટનની • ખેતરમાં જ રહેવા માટે તથા કોઠાર માટે બાંધેલું મકાન. - સં• Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આત્મબલિદાન કચેરીએ ઊપડયો. ત્યાં જઈને તેણે કહ્યું, “મારે વાડા · બહાર મારી ઝૂંપડીમાં નથી રહેવું; તો એ ઝૂંપડી મારે બદલે બીજા કોઈને વાપરવાની પરવાનગી આપશેા ?” • બીજા કોને વળી ? '' ‘એ-૨૫ નંબરને. " ના, એ નહિ બને. ” 66 કૅપ્ટને સંભળાવી દીધું. " 'પણ મારું એ ઝૂંપડું તૈયાર તો થઈ જ ગયું છે; તો જો એ-૨૫ નંબરને એ ન આપી શકાય તેમ હાય, તો હૉસ્પિટલવાળી પેલી બિચારી બાઈને તેમાં રહેવા દો.'' 66 “ પણ તારે એ બધી શી પંચાત ? ચાલ, તારે કામે ચાલ્યા ” કૅપ્ટને ધમકાવીને તેને હાંકી કાઢયો. જા. જૅસન ચાલ્યા ગયા એટલે કૅપ્ટનને વિચાર આવ્યા કે, “જરૂર પેલા એ-૨૫ કેદીને ભગાડવાની જ કોઈ યોજના ચાલતી લાગે છે. પણ પેલી અંગ્રેજ બાઈની સાથે પણ આ કેદીને શું લાગેવળગે છે, જેથી એ તેને પેાતાની બનાવેલી ઝૂંપડી આપી દેવા માગે છે?” એટલે જૅસનની ભલમનસાઈ ભરેલી અપીલનાં બે જ ઊલટાં પરિણામેા આવ્યાં : એક તે માઇકેલ સન-લૉક્સ ઉપર વધુ ચાંપતી તપાસ રાખવામાં આવી; તેને વધુ ભારે કામ આપવામાં આવ્યું; અને તેને મળતી સામાન્ય છૂટછાટ પણ ઓછી કરી નાખવામાં આવી. તથા બીજું, ફાર્મ-હાઉસમાં સૂતેલી ગ્રીબાને તાબડતોબ હુકમ પહોંચાડવામાં આવ્યો કે, “ તેણે હરતાફરતા થવાય એટલે તેના નવા જન્મેલા બાળક સાથે તરત ક્રિશુવિકની આસપાસના પ્રદેશમાંથી દૂર ચાલ્યા જવું, તથા કદી આ તરફ દેખા ન દેવી; નહીંતર........ ઇ, ઇ. 6 .. થોડા દિવસ બાદ જૅસન પાછા કૅપ્ટન પાસે ગયા અને કહેવા લાગ્યો : ‘અત્યાર સુધી બરફથી આ પ્રદેશ અલગ પડી ગયા હતા ત્યાં સુધી તે વાંધા નહીં; પણ હવે બધા રસ્તા ખુલ્લા થતાં મને Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ ગંધકની ખાણ મારી ઝૂંપડીમાં સ્વતંત્ર રહેવા દેવ ખમકારક છે; કારણકે, હું ગમે ત્યારે ત્યાંથી ભાગી જઈશ.” ભલે; તારાથી નાસી જવાય તે નાસી જજે પણ યાદ રાખજે કે, દૂર સુધી નર્યા નિર્જન – વેરાન એવા આ પ્રદેશમાંથી કોઈ કેદી હજુ સુધી જીવતો નાસી જઈ શક્યો નથી. પ્રયત્ન તો ઘણાઓએ કર્યો છે, પણ તરત એમને પકડી પાડવામાં આવ્યા છે; અને ભૂખ તરસે અમરેલી હાલતમાં તેમને અહીં પાછા પકડી લાવી, ચામડું ફાટી જાય ત્યાં સુધી ફટકારવામાં આવ્યા છે. તારે એ સ્વાદ ચાખવો હોય તો ચાખી જોજે!” પણ હું નાસી જઈશ, તો તમે કદી મને પાછો પકડી શકવાના નથી; અને પકડી લાવશો તો પણ મને સજા તો નહિ જ કરી શકો.” શું તું મને ધમકી આપે છે?” કૅપ્ટન તડૂક્યો. પણ જેસનના ઠંડા માં ઉપર નજર નાખતાં તેમાં એને એવા પ્રકારની એક મક્કમતાનું દર્શન થયું કે તરત જેસનને પાછો વાડાના કેદી તરીકે બધાની ભેગો લાવી દેવામાં આવ્યો. જેસનને એ જ જોઈતું હતું, તેનાથી માઇકેલ સન-લોકસનો વહાલસોયો ચહેરો ભૂલ્યો ભુલાત ન હત; અને તેને એવી આશા હતી કે, વાડામાં રહેવા જવાથી કદાચ તે એની ભેગો થઈ શકશે – તેની ભેગો રહી શકશે. પણ કૅપ્ટનને એના ઇરાદા વિષે વહેમ તે ગયો જ હતો એટલે તેણે જૈસનને માઇકેલ સન-લૉકસથી જુદો જ – દરિયા-કિનારાવાળા બીજા મકાનમાં જ રાખ્યો. અઠવાડિયાં વીતવા લાગ્યાં. ઉનાળો આવ્યો અને મધરાતે પણ સૂર્ય ઝળહળતે પ્રકાશવા લાગ્યો. Page #323 -------------------------------------------------------------------------- ________________ ર૯૮ આત્મ-બલિદાન જેસન આ દરમ્યાન કદી માઇકેલ સનલૉકસને નજરે જોવા પામ્યો ન હતો. જોકે, માઇકલ ઉપર ગુજરતા જુલમની અને તેણે કરેલા સામનાની પુષ્કળ વાતો તેને સાંભળવા મળતી રહેતી હતી. પણ એક દિવસ – એટલે કે, વાડામાં ફરીથી રહેવા આવ્યા ત્યાર બાદ એક મહિને – ગાર્ડોની વચ્ચે ચાલતે જૈસન ગંધકની જરા દૂર આવેલી ખાણ તરફ જતો હતો, તેવામાં એક ટેકરીની તળેટી આગળ તેણે એક દશ્ય જોયું - જે જોઈ તેના આખા શરીરનું લોહી જાણે થીજી ગયું. એક માણસના જમણા હાથનો પંજો લાકડાના એક મોટા ડીમચા સાથે ખીલો મારી જડી લેવામાં આવ્યો હતો. ખાન-પાનની વસ્તુઓ તેનાથી થોડે દૂર મૂકી રાખવામાં આવી હતી – જેથી તેનો બીજો હાથ કોશિશ કરે તો તેની નજીક પહોંચવા છતાં તે વસ્તુઓ તેના હાથમાં આવે નહીં. બહુ ખેંચાખેંચ કરવા જાય તો તેનો ખીલે જડેલો હાથ દુ:ખ્યા કરે અને ચિરાયા કરે. પણ એનો ડાબો હાથ પહોંચે તેટલે દૂર એક છરી અવશ્ય મૂકવામાં આવી હતી. એ માણસ એ-૨૫ નંબરનો કેદી હતો. જેસન એક ક્ષણમાં જ બધું સમજી ગયો. માણસ કલ્પી શકે તેવી ટૂરમાં દૂર સજા એ હતી. એક બાજુ ખીલે જડેલા હાથનું દુ:ખ અને વેદના; બીજી બાજુ લોહી વહી જવાથી તરસ લાગે તો પાણીનું વાસણ પાસે મૂકેલું પણ તેનો હાથ પહોંચે તેટલું નજીક નહિ. ભૂખ-તરસ-અને-વેદનાથી ત્રાસીને એ માણસ છેવટે આપઘાત કરવા ચાહે, તો એક છરી હાથ પહોંચે તેટલી પાસે મૂકી હતી ખરી ! તરત જૅસન એક ઠેકડો મારતોકને ગાડે વચ્ચેથી નીકળીને પેલા કેદી પાસે પહોંચી ગયો. લાગમાં પકડીને ખીલો ઉખાડી નાખે તેમ તેણે પિતાની આંગળીઓ વડે પેલો ખીલો લાકડામાંથી અને પેલાના પંજામાંથી ખેંચી કાઢયો, અને એ કેદીને છૂટો કર્યો. Page #324 -------------------------------------------------------------------------- ________________ ગંધકની ખાણે ૨૯૯ એટલું કર્યા પછી પાછો જેસન શાંત બની ગયો. ગાર્ડે તરત તેને અને લોહી દદડતા હાથવાળા માઈકલ સન-લૉસને કૅપ્ટન પાસે લઈ ગયા. જૉર્ગન જૉર્ગન્સન પણ ત્યાં જ હતો. તેણે જ માઇકેલ સનલૉકસને આ ક્રૂર સજા ફરમાવી હતી. ગાર્ડોએ આવીને જ સને કરેલા અપરાધની વાત કરી અને જૉર્ગન જૉર્ગન્સને ક્રૂરતાભર્યું હાસ્ય હસીને હુકમ આપ્યો, “તે બંનેના એક એક પગ સાથે એક એક પગ અને એક એક હાથ સાથે એક એક હાથ બાંધીને ભેગા જકડી દો.” એ પ્રમાણે કરવામાં આવ્યું એટલે પછી જૉર્ગન જૉર્ગન્સને કહ્યું, “તમને બંને એકબીજાની સેબત જોઈતી હતી ને? બસ હવે તમે બંને જણ દિવસ, અઠવાડિયાં અને મહિનાઓ સુધી ભેગા જકડાયેલા રહો; પછી જ્યારે એ સગવડથી એકબીજાને એટલા ધિક્કારતા થાઓ કે, પાસેના પથરાથી એક જણ બીજનું માથું ફોડી નાખે, ત્યારે બાકી રહેલાનો છુટકારે આ હેડમાંથી થશે!” Page #325 -------------------------------------------------------------------------- ________________ મિતના ઓછાયાવાળી કારમી ખાડ . આસન અને માઇકેલ સન-લૉકસને એક બીજા સાથે બાંધેલી હાલતમાં જ કામે હાંકી જવામાં આવ્યા. આજથી માંડીને જીવનની દરેક ક્ષણે તેમણે સાથેના એક માનવ મડદાનો ભાર પોતાની સાથે ખેંચતા જવાનો હતો. જેસન તો શરમનો માર્યો જમીન તરફ જ આંખ નમાવી રહ્યો, તથા તેને આખા શરીરે થઈને એક પ્રકારનો કંપ પસાર થઈ ગયો. ત્યારે બીજી બાજુ માઇકેલ સન-લૉકસ ગુસ્સાની આગથી સળગી ઊઠ્યો. તેનાથી આ હીણપતભરી સજા સહન જ થઈ શકે તેમ નહોતું. શરૂઆતમાં તો કેવળ ધૃણાથી તેણે પોતાનું મોં બાજુએ ફેરવી લીધું : પિતાને આવી હીણપતમાં નાખનાર પિતાના સાથીનું મો પણ તેને એવું ન હતું. જૅસનનું દિલ હવે એમ ડંખવા લાગ્યું કે, પોતાના અવિચારી કૃત્યથી આ સજા તેણે પિતાની અને પોતાના સાથી ઉપર તરી છે. પણ છેવટે એની એ શરમિંદગીને કારણે જ માઇકેલ સન-લૉકસમાં તેના પ્રત્યે કંઈક સહાનુભૂતિની લાગણી ઊભી થઈ. જેસન ડી વારે જરા ગળળળો થઈને બોલ્યો, “મારો ઇરાદો તમારી ઉપર આવી આફત નોતરવાનો ન હતો.” સન-લૉકસે ધૃણાથી પોતાનું માં અવળું ફેરવેલું રાખીને જવાબ આપ્યો, “તમે તે સારા માટે જ કર્યું હતું, એ હું સમજું છું.” પણ તમે એ કારણે મને ધિક્કારો છો, એવું મને લાગે છે." ૩૦૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ માતના એછાયાવાળી કારમી ખાડ ૩૦૧ સન-લૉક્સે પેાતાના મનનો અણગમા દબાવી રાખીને જેમ તેમ જવાબ વાળ્યો, “મને એવી જંગલી સજામાંથી બચાવવાનો પ્રયત્ન કરવા બદલ હું તમને શા માટે ધિક્કારું?' 19 “તેા તમે પસ્તાતા નથી ને?” જસને પૂછયું. “પસ્તાવાનું હોય તે તમારે છે; મારે શા બદલ પસ્તાવું પડે ?” મારે પણ શા માટે પસ્તાવાનું હોય !” જસને પૂછ્યું. .. 16 ‘મારી હરવાફરવાની છૂટ તો કથારની ઝૂટવાઈ ગઈ હતી; ત્યારે તમે તે છૂટા હતા – અલબત્ત, આ પૃથ્વી ઉપરના નરકમાં માણસને છૂટો કહી શકાય તે અર્થમાં — પણ હવે તે તમે હેડમાં જકડાયા છે! – અને તે પણ મને બચાવવા ગયા તે કારણે !'' - હવે જ સનના મેમાં ઉપર આનંદની આભા ઝળકી ઊઠી; તે બાલ્યા, “ મારે બંધાવું પડ્યુ એની કશી પંચાત મને નથી.” “કશી જ પંચાત નથી ? ” 44 “જો તમે મને ધિક્કારતા ન હેા, તે પછી મને મારા બંધનની કશી જ પંચાત નથી. જસને મક્કમતાથી જવાબ આપ્યા. 99 “તા શું તમે મને મદદ કરવાનો પ્રયત્ન કરવા બદલ નથી ? ” .. ‘ના રે ના; પણ તમે ?” જસને પાછું ફરી પૂછ્યું. પસ્તાતા હવે સન-લૉક્સનું હ્રદય ધિક્કારથી નહિ, પણ આ ભલા માણસ પ્રત્યેના ભાવથી ભરાઈ આવ્યું. તે બાલ્યા, ના ભાઈ, ના. "" 66 જૉર્ગન જૉર્ગન્સન, હવે આલ્ડિંગનો સમય નજીક આવ્યો હાવાથી, ૧૪ દિવસ થિંગ્વેલિર મુકામે ઊપડવાની તૈયારી કરવા ખાણોમાંથી પડાવ ઉપાડીને ચાલતા થયા. તે ગયા એટલે ગાર્ડના કૅપ્ટને આ લોકોની અમાનુષી સજામાં ઘટાડો કરી એવું ફરમાન કર્યું કે, રાતે સૂતી વખતે એ બેને જુદા Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આત્મબલિદાન પાડવા – દિવસે કામ કરતી વખતે જ તેમને ભેગા બાંધવા. પણ જસન માઇકેલ સન-લૉક્સનો મતિયા છે, અને તેને ભગાડી મૂકવાની કોશિશમાં છે એવો ખ્યાલ તેને ઊભો થયો હોવાથી, એ બે જણ મુદ્દલ અરસપરસ વાતેા ન કરે એવી તાકીદ ગાર્ડેને તેણે આપી રાખી. ઉપરાંત એ બે જણાને કામ કરતી વેળા પણ બીજા કેદીઓથી અલગ જ રાખવા તથા સૂતી વેળા પણ તેઓ બીજા કેદીઓ જોડે હળે-મળે નહિ એવું જોતા રહેવાનું તેણે સૂચવ્યું. અને એટલા માટે બે ગાર્ડો એ બે જણ ઉપર જ રાત-દિવસ ચોકી રાખવા અલગ ગોઠવ્યા. છતાં આ બે જણ નજીક જ રહેવાના હાઈ, ઘેાડાઘણા આશ્વાસનના શબ્દો એકબીજાને ન સંભળાવી શકે એમ તેા બને જ નહિ. તેથી તેમના જીવનની સહ-બંધનની પહેલી જ રાતે તેઓ હળવે અવાજે વાત કરવા લાગ્યા 66 માઇકેલ સન-લૉક્સે પૂછયું, “મેં તમને એમ તમારા માં ઉપરથી મને લાગ્યા કરે છે, મળ્યા હોઈશું વારુ?" પણ પથારીઓ વાળતી વખતે માઇકેલ સન-લૉક્સે ઉચ્ચારેલા ધૃણાભર્યા શબ્દો જૅસનને યાદ હતા એટલે તેણે એ પ્રસંગની યાદ તેને ન આપી. 66 - માઇકેલ સન-લૉક્સે આગળ પૂછ્યું, “તમારું નામ શું છે?!' “મારું નામ ન પૂછશેા. 99 કેમ ?” 66 66 66 પહેલાં કયાંક જોયા હોય આપણે પહેલાં કયાં "" તમને એ નામ યાદ રહી જશે, ' તેથી શું?” મારા નામ સાથે મારી કરણી તમને યાદ રહી જાય ને ?” “તા શું તમે એવા કોઈ ગંભીર ગુના માટે સજા પામ્યા છો?” “ હા, બીજાઓને કદાચ એવું લાગે ખરું.” Page #328 -------------------------------------------------------------------------- ________________ .. તમને ક્યા રાજતંત્રે સજા કરી હતી?” “આઇસલૅન્ડના રિપબ્લિક રાજતંત્રે!" “તો તમારું નામ તમે મને નહીં કહા ?” “મારે કહેવા જેવું નામ જ નથી — કારણકે મને નામ આપનાર બાપ જ મારે નહાતા. હું આ જગતમાં એક્લા-અટૂલા જ છું.” આવી — તેના - એ રાતે માઇકેલ સન-લૉક્સને ઊંઘ જ ન પંજામાં મારેલા ખીલાનો ઘા ખૂબ તાડો કરતા હતા. બીજે દિવસે સવારે જૅસન તેના ઉપર પાટા બાંધતા હતા ત્યારે માઇકેલ સન-લૉન્સે તેને પૂછ્યું, “તમે આ જગતમાં એકલા જ છો? તમારું કોઈ જ નિકટનું સગું નથી ? ” ના, કોઈ નથી. 66 .. સાતના ઓછાયાવાળી કારમી ખાડ 66 બાપ ભલે ન હેાય; પણ મા તેા હશે ને ?” “તે બિચારી કયારની મરી ગઈ. ' તમારે બહેન નથી ? '' .. "" "" તા. ભાઈ પણ નથી?” "" ના — નથી, એમ જ કહેવું જોઈએ.’ “તમારું પેાતાનું પણ કોઈ નથી?” ૩૦૩ “ના; મારું શું થયું છે તેની ચિંતા કરે એવું કોઈ જ નથી. જીવતા છું કે મૂએલા, એ બધાની પણ તમારું નામ શું છે?” જસને હું અહીં છું કે સારી જગાએ, પંચાત કરે એવું પણ કોઈ નથી. અચાનક પૂછ્યું. “મને ‘ભાઈ' કહેજો. ” ગાર્ડોએ તરત જ એ લેાકૉને વધુ બાલતા ટોકયા અને ખાણ ઉપર કામ કરવા બહાર લીધા. આ બે જણને ગંધકની ખાણેામાંથી ગંધક ખાદી ખાદીને ટટવાંની પીઠ ઉપર લાદવાનો હતા. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આત્મ-અલિદાન બપોરના જ્યારે ગાડું ઝોકાંએ ચડ્યા, ત્યારે આ બે જણ ભમરો લૂછી, જરા આરામ કરવા લાગ્યા. તે વખતે અચાનક જેસનની નજર હૉસ્પિટલના મકાન તરફ ગઈ. તેને તરત ત્યાં નર્સ થઈને આવેલી ભલી બાઈની જે વલે થઈ હતી તે યાદ આવી. જેસન એટલું જાણતો હતો કે તે નર્સ પોતાના આ સાથીની જ પત્ની હતી. જૅસન તેને એની પત્નીની જે બદનામી થઈ છે અને તે જે મુશ્કેલીમાં મુકાઈ છે, એની વાત કરવા જતો હતે એટલામાં માઇકેલ સન-લૉસે તેને પૂછ્યું, “ભાઈ, તમે આ જગતમાં એકલા જ છો, એ બહુ ખુશનસીબીની વાત છે. સ્નેહનાં બંધન હોવાં એ વધુ દુ:ખી થવાનો જ રસ્તો છે!” સાચી વાત છે.” જેસને ટાપસી પૂરી. તમે કોઈના ઉપર પ્રેમ કરો કે તરત તમારું આખું હૃદય તેનાથી જ ભરાઈ જાય છે, પણ તમે તેને ગુમાવે, પછી તમારી શી વલે થાય?” “પણ તમારી બાબતમાં એવું ક્યાં છે? તમારી પત્ની તો જીવે છે, ખરું ને?” “હા; પણ તે મરી ગઈ હોય તેના કરતાંય તે જીવતી હોવાથી વધુ દુ:ખ થાય, એવું ન બને!” એટલે કે, તમારા બેની વચ્ચે બીજો કોઈ માણસ આવ્યો અને તમારા પ્રેમપાત્રમાં ભાગ પડાવી ગયો, ખરું?" હા.” “તમે તેને મારી જ નાખ્યું હશે, અને તેથી તમને સજા થઈ ખરું?” ના, હજુ મારી નથી નાખે; પણ ભગવાન એને મારી નજીક કદી ફરકવા ન દે!” “અત્યારે તે કયાં છે?” Page #330 -------------------------------------------------------------------------- ________________ માતના ઓછાયાવાળી કારમી ખાડ ૩૦૫ ભગવાન જાણે. તે પહેલાં અહીં જ કેદમાં હતા. રિપબ્લિક ખતમ થયું ત્યારે મને કેદ કરી અહીં મેાકલવામાં આવ્યો, પણ તે પહેલાં બે દિવસ અગાઉ તેને છોડી મૂકવામાં આવ્યા હતા.” .. એટલામાં ગાર્ડો જાગ્યા અને આ બે જણને વાતાએ વળગેલા જોઈ તડૂકયા, “ચૂપ રહેા, કામ કરો. જસનને ખાતરી થઈ ગઈ કે, પેલી નર્સ – આ સાથીની પત્ની – જરૂર બદચરિત્ર બાઈ હશે. પેલા બુઢ્ઢો પાદરી જરૂર એના ભરમાવામાં આવી ગયા હશે, અને એને સારી ભલી બાઈ માનતા હશે. પેલા ગાર્ડે કહેલી વાત જ સાચી હાવી જોઈએ! 3 તે સાંજે જૅસન જ્યારે પોતાના જાકીટમાંથી ચીંદરડી ફાડીને માઇકેલ સન-લૉક્સના ઘા ઉપરબાંધતા હતા, ત્યારે નીચી આંખા કરીને બાલ્યા, “આપણ બેની વચ્ચે કશું જ સરખાપણું હોઈ શકે એમ હું માનતા જ ન હતા. તમે સારા ઘરના સંતાન છો અને કાળજીપૂર્વક તમારા ઉછેર થયા છે; ત્યારે હું તે મારી ગરીબ માના ઘરમાં રોડાની પેઠે રવડતા ઊછર્યો છું. પણ મારા જીવનની એક વસ્તુ તમારા જીવનની એક વાત સાથે મળતી આવે છે.' “ શી ?” મારું જીવન પણ બીજો માણસ મારા પ્રેમમાં આડો આવવાને કારણે બરબાદ થયું છે. મારા આખા જીવનમાં સૂર્યપ્રકાશનું એક જ કિરણ આવ્યું હતું : એક સ્ત્રી મારા જીવનમાં દાખલ થઈ, અને હું તેને મારું સર્વસ્વ માનવા લાગ્યા. પણ તે બહુ તુમાખીવાળી હતી અને હું બહુ ગરીબ હતા. પેલા વચ્ચે આવનાર માણસ બહુ તવંગર હતા; તેની પાસે બધું જ હતું – આખી દુનિયા જાણે તેનાં ચરણામાં આળાટતી હતી. મારી પાસે એ સ્ત્રી ઉપરના પ્રેમ સિવાય બીજું કાંઈ ન હતું. આ ૨૦ ' 1 Page #331 -------------------------------------------------------------------------- ________________ તે આત્મ-બલિદાન પેલાએ વચ્ચે આવીને એટલું પણ છીનવી લીધું, – અને મારાથી એ સહન ન થઈ શક્યું.” ભ, થંભ, તમે એ કારણે જ અહીં છો? તમે પેલાનું – છે, ખરે જ – પેલાને - " “નાના, તમે શું કહેવા માગે છે એ હું સમજી ગયે. પણ મેં એનું ખૂન કર્યું નથી. વસ્તુતાએ મેં તેને કદી જોયો જ નથી. મેં તેને ખોળી કાઢવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ છેવટ સુધી એ મારી ભેગે જ ન થયા.” અત્યારે તે કર્યો છે?” પેલીની સાથે જ! સુખ અને શાંતિમાં મજા કરે છે, ત્યારે હું અહીં બંધનમાં અને ગુલામીમાં સબડું છું. પણ જયારે ત્યારે અમો બે વચ્ચેનો હિસાબ ચૂકતે થશે જ – હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. એક દિવસ હું ને તે સામે મોંએ આવી જઈશું જ.” - માઇકેલ સન-લૉકસે તરત જ જેસનના બંને હાથ પકડી લીધા અને કહ્યું, “ભાઈ – તું હવે મારો હંમેશનો – સાચો ભાઈ બન્યો છે. આપણે એકબીજાના દુ:ખમાં અને શેકમાં ભાગીદાર છીએ, તેથી એકબીજાની તાકાતમાં પણ ભાગીદાર બની રહીશું.” “ચૂપ રહો!” ગાર્ડોએ બૂમ પાડી, અને બંને જણને રાત પૂરતા બંધનમાંથી છૂટા કર્યા. - બીજે દિવસે માઈકેલ સન-વૉફસની પંજાના ઘાની પીંડા ખૂબ જ વધી ગઈ. ગાડે જ્યારે બંનેને બાંધવા આવ્યા, ત્યારે જેસને તેમને કહ્યું કે, આજે આ માંદે છે અને બહાર જઈ શકે તેમ નથી – આજે મને એકલાને જ કામ કરવા દે – હું બંનેનું કામ કરી આપીશ.” Page #332 -------------------------------------------------------------------------- ________________ તના ઓછાયાવાળી કારમી ખાડ પણ તે બંનેને સાથે બાંધવાના હતા તે બેવડું કામ થાય તે માટે નહિ, પણ સજા તરીકે. એટલે ગાર્ડોએ જૈસનના કહ્યા ઉપર લક્ષ આપ્યા વિના બંનેને બાંધીને સાથે જ બહાર લીધા. આ તેમના સહ-બંધનનો ત્રીજો દિવસ હતો. બંનેએ આખો દિવસ મહા મુશ્કેલીએ કામ કર્યું; કારણ કે, માઈકેલ સન-લોકના હાથનો ઘા તેને એકલાને જ અગવડકર્તા ન હતો – જેસનને પણ તે કારણે કામ કરવામાં ડખલ થતી હતી. પણ જેસન કશુંય મન ઉપર લાવ્યા વિના આખા વખત પાવડો ચલાવતો રહ્યો, અને મોં ઉપર હાસ્ય સાથે આશ્વાસન અને ઉત્સાહ આપનારા શબ્દો પણ માઇકેલ સનલૉકસને સંભળાવત રહ્યો. બપોર બાદ ગરમી ખૂબ લાગવા માંડી અને સન-લોકસ થાકથી અને વેદનાથી છેક જ ભાગી પડે એમ થયું, ત્યારે જ અને તેને એમ સૂચવ્યું કે, પોતે નમે ત્યારે તેણેય મારા નમવાનો દેખાવ કરવો, પણ બંને પાવડા તો તે એકલો જ ચલાવશે. પણ એમની એ યુક્તિ તરત પકડાઈ ગઈ અને ગાર્ડોએ વધુ સાબદા બની બંનેની પાસેથી રોજના કરતાંય વધુ કામ લીધું. સજાને ચોથે દિવસે સવારે તો માઈકેલ સન-લૉકસ જાગ્યો ત્યારથી પગે ઊભો થઈ શકે તે જ રહ્યો ન હતો. તેણે ગાડેને જણાવ્યું કે, હું હવે મડદું થવાની તૈયારીમાં જ છું; એટલે મારો ભાર પેલાની સાથે બાંધી, પેલાની પાસે બે જણનું કામ લેવું એ માણસાઈ નથી. પણ ગાર્ડોએ તો તેની વાત હસવામાં કાઢી નાખી; અને બંનેને સાથે બાંધીને જ બહાર કામ ઉપર લીધા. સન-લૉસ જેસન સાથે જોતરાયા બાદ, શરૂઆતમાં તે પોતાની વેદના અને અશકિતને અવગણી, જેસનનો ખ્યાલ રાખી, હિંમત દાખવવા પ્રયત્ન કરવા લાગ્યો. જે સન પણ માઇકેલ સન-લોકસ લથડિયું ખાય ત્યારે બનતું જોર દાખવી તેને સંભાળી લેવા લાગ્યો. Page #333 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન એ જોઈ ગાડે માઈકલ સન-લૉકસની ઠેકડી ઉડાડવા લાગ્યા કે, “ના કહેતો હતો પણ કામ કેવું થાય છે?' પાંચમો દિવસ પણ ચોથાના જેવો જ ગયો. આજે ગાર્ડોએ વધુ ક્રૂરતા દાખવીને બંને પાસે આકરું કામ લીધું. ઉપરાંતમાં વધુ ઠેકડીઓ ઉડાવીને એ આકરા કામને તેમણે સારી પેઠે કડવું કરી મૂક્યું. છઠ્ઠા દિવસે તો માઇકેલ સન-લૉસનો હાથ સૂજીને બેવડા થઈ ગયો, અને તેના શરીરમાં એટલી બધી નબળાઈ આવી ગઈ કે તે ઊભો થવા જતાં જ ગબડી પડ્યો. છતાં ગાર્ડે તેને પરાણે ઊભો રાખી જે સન સાથે બાંધવા લાગ્યા, ત્યારે તે એમના હાથમાં જ બેભાન થઈને ગબડી પડ્યો. તરત જ જસને તેને ગાર્ડોના હાથમાંથી છીનવી લીધો અને બૂમ પાડી કે, જે કોઈ તેને હાથ લગાડવા આવશે, તેનો તે જાન લેશે. તરત કૅપ્ટનને ખબર મોકલવામાં આવી કે આ બે કેદીઓ ફિરે ચડયા છે. કૅપ્ટને બે વધુ ગાર્ડ તેમની મદદે મોકલ્યા અને હુકમ કર્યો કે એક જણ ફિતૂર કરતો હોય તે બંનેને સજા કરજો. ગાર્ડો ભેગા મળી નક્કી કરવા લાગ્યા કે, આ લોકોને આકરી સજા કેવી રીતે કરવી? છેવટે તેમણે નક્કી કર્યું કે, ખાણમાં સૌથી વધુ જોખમભરેલું જે કામ છે, તે આજે આ લોકોને આપવું. વાત એમ બની હતી કે, થોડે વખત થયાં ગંધકની ખાણમાંથી નીકળતી વરાળ ધીમે ધીમે ટાઢી પડતી જતી હતી. કેટલીક જગાએ તો તે નીકળતી જ સદંતર બંધ થઈ ગઈ હતી. એ બહુ ગંભીર નિશાની ગણાય. કારણકે, ગંધકનું સત્વ એ વરાળમાં જ રહેલું કહેવાય, અને ખાણોમાંથી એ વરાળ નીકળતી બંધ થાય એનો અર્થ એ કે ગંધક બનતા બંધ થઈ ગયો છે અને એ ખાણો વધુ વખત જીવતી નહીં રહે. એની સાથે ધરતીમાં અને ધરતી ઉપર બીજા ફેરફારો પણ થવા લાગ્યા હતા : ઉપરથી ફોટો અને ચિરાડો દેખાતી ન હતી એવી Page #334 -------------------------------------------------------------------------- ________________ માતના ઓછાયાવાળો કારમી ખાડ ૩૦૯ જમીન નીચેથી પણ ઊંડા અવાજો સંભળાવા લાગ્યા, અને એ જગા ઉપર કોઈ ચાલે તાપણ નીચેથી પેાલેા રણકો નીકળતા. આ બધી નિશાનીઓ ઉપરથી કૅપ્ટને નક્કી કર્યું કે, આ ખાણાનું ચેતન એટલે કે, જમીન નીચે સળગતા અગ્નિ જગા બદલતા જતા લાગે છે. આટલાં વર્ષો સુધી આ ખાણા નીચે રહ્યા બાદ, તે દૂર જ્યાં ભૂગર્ભમાંથી અવાજે નીકળતા સંભળાતા હતા ત્યાં સ્થળાંતર કરતા હશે. તેથી પેાતાનાં માણસાની સલાહ લઈ, તેણે જે નવી જગાએ જમીન પેાલી રણકતી લાગતી હતી, ત્યાં ગંધકની નવી ખાણા મળવાની આશાએ જમીન ખોદાવવાના વિચાર કર્યા. તે અનુસાર પેલા ગાર્ડીએ આ બંને કેદીઓને એવી એક જગાએ ખાદવાના કામે વીધા. ત્યાં બેએક વાર જેટલા વ્યાસના વર્તુળમાં જમીન સફેદ તથા પીળી પડી ગઈ હતી. માંસમાં સડો પડતાં તે જગા જેવી થઈ જાય છે તેવી. જમીનના તેટલા ભાગ એટલેા ગરમ હતો કે ઉપર હાથ મૂકી ન શકાય; તથા તે એવી પેાલી હતી કે ઉપર પગ મૂકો તેપણ કૂદવા લાગે. અંદર કેટલીય અગાધ ઊંડાઈએથી ઘુઘવાટ જેવેા અવાજ આવતે સંભળાતા હતા. જૅસન અને સન-લૉક્સને તે કુંડાળા ઉપરનું પડ ખાદીને ખુલ્લું કરવાનો હુકમ થયો. બંને જણ સળગતી આગ ઉપરના એ પાતળા પડ ઉપર ખાદકામ કરવા લાગ્યા; પણ થોડી જ વારમાં વીસેક જેટલી ફોટો તેમના પગ નીચે ફૂટી નીકળી. તેમાંથી લપકતી જવાળાઓ પૃથ્વીના પેટાળમાંથી ફૂટી નીકળતી આગની સરવાણીની જેમ ઉપર આવવા લાગી. જૅસન એકદમ કૂદકા મારીને, સન-લૉક્સને સાથે ખેંચતો એ કુંડાળા બહારની નક્કર કિનારી ઉપર આવી ગયો. ત્યાં આવીને તેણે ગાડાંને કહ્યું, “એ પોલાણ ઉપર ખાદકામ કરવું સહીસલામત નથી.” ચાર વાર દૂરની સલામત જગાએ ઊભેલા ગાર્ડે તડૂકયા, પાછા જા અને ખેાદવા માંડ.” ચાલ, 66 Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આત્મ-બલિદાન જૈસને જંગલી જાનવર જેવું ઘુરકિયું કર્યું અને પાછા સનલૉકસને સાથે ઘસડતો આગ ઉપરના પેલા પડ ઉપર જઈ પહોંચ્યો. પણ તે એ જગાએ પહોંચ્યો નહિ હોય એટલામાં ઉપરના પડનો એક થર અંદર તૂટી પડયો, અને પગ ટેકવવા માટે ત્રણેક હાથ જેટલી જ જગા બાકી રહી. જૈસને ત્યાંથી જ બૂમ પાડીને કહ્યું, “અમને પાછા બહાર આવવા દો, આ બધું તો અંદર ધસી પડતું જાય છે.” પણ પેલા ગાર્ડો વધુ જોરથી તડૂક્યા, “જલદી ખદવા માંડ. ” “પણ જો અમારે આ સળગતી આગ ઉપરનું પડ તોડવાનું જ હોય, તો પછી આ દોરડાં તો છોડી નાખો, જેથી જરૂર પડે તો જલદી બહાર નીકળી શકાય. બે જણને આમ સાથે બાંધી આની ઉપર ઊભા રાખવા, એ તો તેમને આગમાં ધકેલવા જેવું છે.” “લવારી બંધ કર, કામ કરવા માંડ.” “એટલે કે, અમને જીવતા સળગાવી મૂકવાનું જ તમે લોકોએ વિચાર્યું છે, એમ?” અને આટલું બોલતાંમાં તે જેસનની આંખમાંથી જ આગના તણખા ઝરવા લાગ્યા. પણ પેલાઓ ઉપર તો એની કશી જ અસર ન થઈ. એટલે જૈસને છેવટની ધમકી ઉચ્ચારી, “તો જુઓ, સાંભળી લો – હું તે શરીરે સશક્ત છું એટલે ગમે તેમ કરી જીવતે બચી નીકળીશ; પણ. મારો આ નબળો સાથી આમેય માંડ ઊભું રહી શકે છે. તેને જો કંઈ થયું, અને એ જોવા હું જીવતો રહ્યો, તો જાણી રાખો કે, તમારા તે ટુકડે ટુકડા કરી નાખ્યા વિના નહિ રહું.” આમ કહેતાંકને તેણે કોદાળો જોરથી એ પાતળા પડ ઉપર ઝીંક્યો. તેની સાથે જ અંદરથી ભૂરા રંગની જવાળા અને ધુમાડાનો મેટો ગોટો નીકળ્યો. તરત જ એ વર્તુળમાંથી મરણ પામતા માણસની એક તીણી ચીસ સંભળાઈ, અને પછી ગંભીર ચુપકીદી છવાઈ રહી. Page #336 -------------------------------------------------------------------------- ________________ જ સૌ માટેની ઘાટી જ્યારે હવા સાફ થઈ, ત્યારે જૈસન તે સાજે સમ ઊભો હતું, પણ માઇકેલ સન-લોકસ તેને પડખે બંધાયેલો ઝૂકી પડ્યો હતો – પેલી જવાળાથી તેની આંખો આંધળી થઈ ગઈ હતી અને કાં તો તે બેભાન બની ગયો હતો કે એક જ ખતમ થઈ ગયો હતો. એ જોતાં અને સમજતાં વેંત જેસનને શું થયું તે કોણ જાણે. તેનું પહેલાંનું રાક્ષસી બળ તેનામાં જણે પાછું આવ્યું. તેણે લીલા વેલા જ બાંધ્યા હોય તેમ દોરડાંના બંધ તડાતડ તોડી નાખ્યા. પછી સન-લોકસને તેણે એક બાળકને ઊંચકતા હોય તેમ ખભે ઊંચકી લીધો, અને પેલા કારમાં ખાડામાંથી તે હુંકાર કરતો બહાર ધસી આવ્યો. તેની આંખો સળગતી હતી અને તેનો અવાજ હિંસ પશુના ઘુરકાટ જેવો બની ગયો હતો. પેલા ગાર્ડે પોતાની બંદૂકો પડતી મૂકીને બનેલાં ઘેટાંની જેમ ત્યાંથી ભાગી છૂટયા. સૌ માટેની ઘાટી” હજુ વહેલી સવાર જ થઈ હતી; અને ચારે તરફ ભૂખરું ધુમ્મસ છવાઈ રહ્યું હતું. પણ વાદળો પાછળથી ઉત્તર-પૂર્વના પર્વતની ટોચ ઉપર નીકળતો અને કદી ન આથમતે સૂર્ય ઝાંખો ઝાંખો દેખાતો હતો. - જેસને તે તરફ જ વેગે ડગલાં ભરવા માંડ્યાં. તેની જમણી ઘૂંટી અને જમણા કાંડા ઉપરથી તૂટેલી સાંકળની કડીઓ લટકતી હતી; અને તે પ્રમાણે સન-લૉકસની ડાબી ઘૂંટી અને ડાબા કાંડા ઉપરથી દોરડાંના છેડા ઘસડાતા હતા. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આત્મા-બલિદાન ક્યાં જવું છે અને શું કરવું છે એના વિચાર વિના જ જેસન સન-લૉસને જમણા પડખા તરફથી જમણે ખભે નાખી આગળ વચ્ચે જતો હતો. થોડી વારમાં સન-લૉસને અપવું ભાન આવ્યું અને તેણે ધીમે અવાજે પાણી માગ્યું. જેસને ચોતરફ નજર કરી જોઈ, પણ ક્યાંય પાણીને જરાય અણસાર તેને મળ્યો નહિ; એટલે તેણે કશો જવાબ આપ્યા વિના ગુપચુપ આગળ વધવા માંડયું. પાણી, પાણી” સન-લૉકસ ફરી ગણગણ્યો. તે વખતે દૂર પર્વતના ગળામાં વીંટળાતી મોતીની સેર જેવી નદીની એક રેખા જેસનની નજરે પડી. પાણી, પાણી, પાણી ” સન-લૉકસ કરગરતો હોય તેમ માગણી કરવા લાગ્યો. હા, હા, એક મિનિટની જ વાર છે; પેલું પાણી દેખાય !” જૈસને આશ્વાસન આપ્યું; અને નદી તરફ તેણે વેગે ડગલાં ભરવા માંડ્યાં. પણ જ્યારે તે એની નજીક પહોંચ્યો, ત્યારે હતાશાભરી એક ચીસ પાડીને ઊભો રહ્યો – એ નદીનું પાણી ઊકળતું હતું અને એમાંથી ધૂણી ભરેલી વરાળ નીકળતી હતી. ભલા ભગવાન, આ ધરતી કેવી શાપિત છે?” જૅસન બૂમ પાડી ઊઠ્યો. તે જ વખતે સન-લૉકસે એક ધીમી ચીસ પાડી. તેનું માથું અત્યાર સુધી અધ્ધર રહ્યું હતું તે હવે જેસનના ખભા ઉપર ઝુકી પડયું – તે ફરીથી બેભાન થઈ ગયો હતો. જેસન હવે કોઈ હિય પશુ શિકારની શોધમાં પર્વત ખૂંદતું હોય એમ આગળ ચાલવા લાગ્યો. થોડી વારમાં દૂર ભૂરા પાણીથી ભરેલું એક સરોવર તેની નજરે પડ્યું. ત્યાં ઠંડું બરફ જેવું પીવાનું Page #338 -------------------------------------------------------------------------- ________________ “સ માટેની ઘાટી” ૩૧૩ અને મા વગેરે જોવાનું પાણી મળશે, એમ માની, જેસન ઝડપભેર તે તરફ ધસી ગયો. એટલામાં જ બંદૂક ફરવાનો પડઘો ઊંચે ટેકરીઓમાં સામસામી અફળાવા લાગ્યો. જેસન સમજી ગયો કે કેદીઓ ભાગ્યા છે એમ સૌને જણાવવા બંદૂક ફોડવામાં આવી છે. અને થોડી જ વારમાં તેણે પિલા સરોવરે પહોંચવા માટે જે મેદાન ઓળંગવું પડે તેમ હતું તેની કિનારીએ કેટલાય ગાર્ડોને ટટવાં ઉપર બેસીને તૈયાર થતા જોયા. “પાણી પાણી” ફરીથી સન-લોકસનો ધીમે અવાજ આવ્યો. સન બિચારો ડૂમો ભરાયેલા અવાજે તેને શાંત પાડવા લાગ્યો, હમણાં જ પાણી પાઉં છું, શાંતિ રાખો.” પછી બેભાન માણસનો ભાર ખભે ઊંચકીને, કેટલાય કલાક સુધી તે ટેકરા, મેદાનો અને નિર્જન વગડામાં કેવી રીતે એક આથડયો. એની કથની કહી શકાય તેમ નથી. કારણકે, પરમાત્માની નજર સિવાય બીજા કોઈની આંખ તેને જોતી ન હતી. એક જગાએ તો ઉપર ઊડતા કાગડાઓ જેવી જ કાળી રાખથી છવાયેલું મેદાન તેને પસાર કરવું પડ્યું, તે મેદાનમાં પણ તોફાનોને કારણે ઠેરઠેર ઊભી થયેલી એવા જ રંગની ટેકરીઓ તેને ઓળંગવી પડી. એક જગાએ તો અંગારાથી છવાયેલી લોઢું ગાળવાની ભઠ્ઠી હોય તેવી એક ખાડને કિનારે તે આવીને ઊભો રહ્યો, અને તરત પાછા ફરી ગયો. દરમ્યાન સન-લૉસની પાણી માટેની કાકલૂદીઓ ચાલુ જ હતી. એ કાકલુદીઓ વધુ વખત સાંભળ્યા કરવી અશક્ય બની જતાં, જેસન આસપાસ ઘૂમતા ગાડૅની બંદૂકનું નિશાન બનવાનું જોખમ ખેડીને પણ સન-લૉકસનો બોજો ઉઠાવીને એક ઊંચી ટેકરી ઉપર ચડ્યો, જેથી આસપાસ ક્યાંય પાણી હોય તો દેખી શકાય અને તે બાજ જઈ શકાય. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આત્મ-બલિદાન છેવટે એક બાજુ તેને હરિયાળી જેવું કંઈક દેખાતાં, ત્યાં અવશ્ય પાણી હશે એમ માની તે ઉતાવળે પગલે તે તરફ વળ્યો. પણ ત્યાં ગયા બાદ લીલથી છવાયેલાં લાવાનાં ગચિયાં સિવાય તેને બીજું કંઈ મળ્યું નહિ ! સૂર્યનો તડકો તેને પણ હવે તાવી રહ્યો હતો. એટલે આ જગાએ આવી, નિરાશ થઈ, સન-લૉકસને જમીન ઉપર સુવાડી, તે પોતે પણ થાકીને બેસી પડ્યો. તે વખતે તેને વિચાર આવ્યો કે, આમ પાણી વિના તરસથી માર્યા જવું એના કરતાં બંને જણા ખાણામાં જ રહ્યા હોત તો સારું નહિ? વળી જેને ઊંચકીને તે ફરતો હતો તે પણ જીવતો રહેશે એ ભરોસો હવે તેને રહ્યો જ નહોતો. તેનું દિલ એ વિચાર આવતાં જ બેસી પડવા લાગ્યું અને તેને ખાણ તરફ પાછા ફરવાનો જ વિચાર આવવા લાગ્યો. તે જ ઘડીએ આસપાસની ખડકાળ ભૂમિ ઉપરથી આવતો ઘોડાની ખરીઓનો અવાજ તેને સંભળાયો. એ બધા જરૂર તે બંનેની પાછળ પડેલા ગાર્ડો જ હશે એમ માનવા છતાં, તે ત્યાંથી જરાય હાલ્યો નહિ; તથા આગળ ભાગવા કે ક્યાંક આડની પાછળ છુપાઈ જવાનો પ્રયત્ન પણ તેણે કર્યો નહિ. એ માણસો મોટેથી વાતો કરતા કરતા, પાસે થઈને પસાર થયા. પણ તેમણે આ લોકોની ખેાળ પણ કરી નહિ કે તેઓ પાસે જ પડેલા હોવા છતાં તેમને જોયા પણ નહિ. તેઓ કંઈ બીજી જ ધૂનમાં વાતો કરતા કરતા આગળ કૂચ કરી ગયા. પણ તેમની વાતોના પિતાને કાને પડેલા શબ્દો ઉપરથી જેસન સમજી ગયો કે, એ લોકો કેદીઓના સંસ્થાનના ગાર્ડો નથી; પણ ર્થિવેલિર મુકામે મળનારી આથિગની બેઠકમાં જવા નીકળેલા સભ્યો છે. જેસનને તરત જ વિચાર આવ્યો કે, એ લોકોને શરણે જવું અને Page #340 -------------------------------------------------------------------------- ________________ સૌ માટેના ઘાટી” ૩૧૫ જણાવવું કે પોતે જુલમથી ત્રાસીને એક બેભાન કેદીને લઈને નાસી છૂટેલો માણસ છે. પણ તે બૂમ પાડીને એ લોકોનું ધ્યાન ખેંચવા જાય, એટલામાં તેને બીજો એક વિચાર ફુરી આવ્યો અને તે ચૂપ થઈ ગયો. ‘તેની પાસે થઈને ગયેલા લોકો, આઇસલૅન્ડની કાયદા ઘડનાર પરંપરાગત સંસ્થા આથિગના સભ્યો હતા.” “તેઓ આઇસલેન્ડના જૂના ન્યાયાસન સમા કાનૂન-પર્વતે જતા હતા. જેસનના મનમાં એક પછી એક શૃંખલાબદ્ધ વિચારો આવવા લાગ્યા – આ લોકો કાનૂન-પર્વતે શા માટે જતા હતા? – આર્થિગની બેઠક ભરવા. આથિગ એટલે આઇસલેન્ડની સર્વોપરી કાનુની સત્તા – ધારાઓ અને કાનૂનો ઘડનાર સુપ્રિમ કોર્ટ – સર્વોપરી અદાલત !' તરત જ તેને આઇસલૅન્ડનો એક જૂનો કાયદો યાદ આવ્યો – કોઈ પણ સજા પામેલો માણસ આલિથગની સભાની વો જઈ, પિતાને થયેલી સજાના અન્યાયીપણા વિષે ધા નાખી શકે. તે વખતે જો આલ્લિગના ન્યાયાધીશે તેને બહાર જવા રસ્તો કરી આપે, તો તે નિર્દોષ છૂટી ગયો મનાય. તરત જ જેસન ખડો થઈ ગયો. શિંગ્લેલિર ત્યાંથી ૩૫ કપરા માઈલ દૂર હતું; પણ તેથી શું? નિર્દોષ ઠરી બચી જવાની આશા તેના થાકેલા શરીરમાં અને હતાશ થયેલા મનમાં પ્રગટી હતી. તેના પગમાં કોણ જાણે કેટલું બધું જોર આવી ગયું! તેણે તરત જ પિતાના સાથીને ઊંચકીને આ@િગની સભા વચ્ચે જઈ પહોંચવાનો અને બંને માટે રાવ ખાવાનો નિરધાર કર્યો. તેને ખાતરી હતી કે, આલ્થિગના ન્યાયાધીશે તેમને બંનેને નિર્દોષ ઠરાવી બહાર નીકળી જવા રસ્તો કરી આપશે અને તેઓ બંને મુક્ત માણસ બનશે. અને બનવાકાળ તે સન સન-લોકસને ઉપાડી થોડો જ આગળ વધ્યો હશે ને તરત એક ઝરણાનો ખળખળ અવાજ તેને કાને પડયો. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આત્મ-બલિદાન જેસન હવે બમણા જોરથી તે તરફ ધસી ગયો. ત્યાં જઈ તેણે બે ખોબે પાણી ભરી લાવીને સન-લૉસના મોં ઉપર છાંટવા માંડ્યું, તથા તેના ભીડાઈ ગયેલા હોઠ પલાળવા માંડયા. થોડી વારમાં સન-લૉકસના હોઠ ફફડવા માંડયા અને તે ભાનમાં આવવા લાગ્યો. જૈસનના હરખનો પાર ન રહ્યો. પાથ તે જ વખતે પાછો ઘોડાઓની ખરીઓની જુદી જાતના અવાજ તેને કાને પડ્યો. આ અવાજ તો ચોક્કસ તેમની પાછળ પડેલા ગાના ઘડાઓનો જ હતો. તેઓ બારેક ઘોડેસવારો હતા. તેમની આગળ એક કૂતર જમીન સુંઘતો દોડતો હતો અને પેલાઓ તે કુતરાની પાછળ વેગથી ઘોડાઓ દોડાવતા આવતા હતા. બીજો એક કૂતરો ગાડૅની પાછળ પાછળ આવતો હતો. ત્રણેક મિનિટમાં તો તેઓ જેસન જ્યાં ઊંચાણમાં બેઠો હતો ત્યાં આવી જ પહોંચ્યા હોત. જૈસને આસપાસ નજર કરવા માંડી. તેની પાછળ તો આકાશને ચુંબતો સીધો ખડક જ હતો - જેમાં પગ ટેકવીને ઊંચે ચડી જવાય તેવો કોઈ ખાડો કે ખાંચે ન હતો; તથા જેની અંદર કે જેની પાછળ છુપાઈ શકાય એવી બખોલ કે ધુંગુંય ન હતું. તેણે બીજી બાજુએ તરફ નજર નાખી; તો આસપાસ નર્યા પથ્થરના કેટલાય ઢગલા હતા. છતાં જેસન, કોઈ માતા પોતાના બાળકને હિલ્સ પશુના હુમલામાંથી બચાવવા છાતીએ દબાવીને નાસે તેમ, સન-લૉસને ઉપાડી લઈને એ તરફ નાઠો. અને અચાનક જેસનની નજરે પથ્થરનો એક એવો ઢગલો પડયો, જ્યાં ઊંચેથી શિલાઓ ગબડીને નીચે પડતાં વચ્ચે મોટી બખેલા જેવું થઈ ગયું હતું. જેસને પહેલાં બેભાન સન-લૉકસના શરીરને એ બખોલમાં ધકેલી દીધું, અને પછી પોતે પેટે સરકતો પાછળ પાછળ દાખલ થઈ ગયો. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ સો માટેની ઘાટી” ત્યાં પડ્યો પડ્યો તે ગાડૅના વાતચીતના અવાજે સાંભળવા પ્રયત્ન કરવા લાગ્યો. “ના, ના, આપણે ખોટે રસ્તે ચડી ગયા છીએ.” “પણ લીલ ઉપર એનાં પગલાં લેખ્ખાં પડેલાં હતાં !” પણ પગલાં એક માણસનાં હતાં, અને આપણે તો બે કેદીઓની પાછળ પડ્યા છીએ ને?” “પણ એક કેદી બીજાને ઊંચકીને નાઠો હતો, એ કેમ ભૂલી જાઓ છો?” પણ ગમે તેવો રાક્ષસ હોય તેય એક માણસ બીજાને ઊંચકીને આટલા બધા માઈલ સુધી આવા ખડકાળ રસ્તે આવે, એ ન માની શકાય એવી વાત છે.” જેસન આ બધું સાંભળ્યા કરતો હતો. ગાડે થોડી વારમાં ત્યાંથી દૂર ચાલ્યા ગયા. જૈસને હવે નિરાંતનો દમ લૂંટયો. પણ એટલામાં પાસે જ તેણે કશો અવાજ સાંભળ્યો, અને તે ચોંકી ઊઠ્યો. એક કૂતરો જમીન સુંઘતો સૂંઘતો એ તરફ આવતો હતો અને થોડી વારમાં તો તેની બે ચળકતી આંખે જેસન તરફ તાકીને જોઈ રહી. બલના અંધકારમાં જૈસનને જોઈ કૂતરો ઘૂરકવા લાગ્યો. જેસન તેને શાંત પાડવા પ્રયત્ન કરવા લાગ્યો; પણ કૂતરો ઊલટો મોટેથી ભસવા લાગ્યો. તરત જેસને તેનું ગળચું પકડી લીધું અને ખૂબ જોરથી દબાવ્યું. કૂતરો સામું જોર કરી તરફડવા લાગ્યો, પણ જેસનના હાથની ચૂડ તેના ગળાની આસપાસ એટલા જોરથી ભિડાઈ હતી કે કુતરાનું કંઈ ચાલ્યું નહિ. એટલામાં બહારથી સેટીનો અવાજ આવ્યો અને પછી કઈ કૂતરાને નામ દઈને બોલાવવા લાગ્યું – “એરિક! એરિક!” પછી તો સિસોટી ઉપરાછાપરી વાગવા લાગી અને “એરિક', “એરિક' એવો અવાજ પણ આવવા લાગ્યો. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આત્મ-અહિદાન કૂતરો એ સાંભળી બમણું જોર કરવા લાગ્યો. પણ સામું જૈસનનું જોર પણ એટલું જ વધવા લાગ્યું, અને એક ક્ષણ બાદ કૂતરો હંમેશને માટે ચૂપ થઈ ગયો. થોડી વારમાં દરથી બીજી કોઈ બોલાવતું હોય એ અવાજ આવ્યો, “સિગર્ડ, સિગર્ડ, હજુ કેમ પાછળ રહ્યો છે?” મારો કૂતરો વાયો છે; મેં આ તરફ એના ઘૂરકવાનો અવાજ થોડા વખત ઉપર સાંભળ્યો હતો.” એટલામાં સન-લૉસ કંઈક ભાનમાં આવી બબડવા લાગ્યો. જેસને જલદી તેના હોઠ ઉપર હાથ દબાવી દીધો; પણ બહારથી એનો બબડાટ પેલા સિગર્ડને કાને પડ્યો હોવો જોઈએ, કારણ કે તેણે એને કૂતરાના ઘૂરકવાનો અવાજ માની ફરી બૂમ પાડી, “એરિક!' એરિક !” પણ આગળ ગયેલા ગાર્ડોએ ફરીથી બૂમ પાડી, “સિગર્ડ! સિગર્ડ ! ઉતાવળ કર; અજાણી જગાએ બહુ પાછળ રહી જઈશ તો રસ્તો નહિ જડે.” આ આવ્યો” કહી તરત સિગર્ડ ત્યાંથી જલદી પાછો ફરી ગયો. માઇકેલ સન-લૉકસ હવે પૂરો ભાનમાં આવી ગયો હતો. તેને અત્યાર સુધી શું થયું હતું તેની યાદદાસ્ત પણ આવી ગઈ. તે સમજી ગયો કે, નવી ખાણનું પડ તોડવા જતાં નીકળેલી આગની લપેટમાં તેની આંખોને કારમી ઈજા થઈ છે, અને તે આખી જિંદગી માટે કદાચ આંધળો અને અપંગ બની ગયો છે. તરસની વેદના પણ ફરી ઉપડતાં તે કરુણ અવાજે પાણી માગવા લાગ્યો. જેસને તેને સમજ પાડીને કહ્યું કે, આજે પહેલી વાર જે પાણી તેમને રસ્તામાં મળ્યું હતું, તે પાછળ મૂકીને તેમને આગળ ભાગવું પડયું છે, અને તેઓ હવે ત્યાં પાછા જઈ શકે તેમ નથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ સૌ માટેની ઘાટી” ૩૧૯ વેદનાનો માર્યો માઇકેલ સન-લૉકસ ત્રાડી ઊઠયો, “તો પછી તમે મને આમ તરસે મારવા ઉપાડી લાવ્યા, તેના કરતાં ત્યાં જ મરી જવા કેમ ન દીધો?” જૈસન આ ઠપકાનો શે જવાબ આપે? તે ચૂપ રહ્યો; અને તેના ગાલ ઉપર થઈને આંસુના રેલા રેલાવા લાગ્યા. પણ વેદના અને ગુસ્સાનું એ વાદળ થોડા વખત બાદ હટી જતાં, સન-લૉકસ પાછો પસ્તાવાના ભાવમાં ગરક થઈ ગયો. તેણે પૂછ્યું, “શે સમય થયો હશે?” “સાંજ પડવા આવી છે.” “કિશુવિકથી નીકળે આપણને કેટલા કલાક થયા?” “દશ.” “ત્યાંથી કેટલા માઈલ દૂર આપણે આવ્યા હોઇશું?” “વીસ.” “એ આખો રસ્તો મને ખભા ઉપર નાખીને તમે કાપ્યો?” “હા.” એ સાંભળી, માઇકેલ સન-લૉકસનું હૃદય ભરાઈ આવતાં તે ડૂસકે ડૂલ્સકે રડવા લાગ્યો. થોડી વાર તો તેનાથી એક શબ્દ પણ બેલાય તેમ ન રહ્યું. માત્ર તેણે જેસનનો હાથ ભાવપૂર્વક પોતાના હાથમાં લીધું અને તેને પોતાને હોઠ આગળ વઈ જઈ ચુંબન કર્યું. જૈસનથી પેલાના ઠપકાના બોલ સહન થઈ શક્યા હતા, પણ તેનો આ ભાવપૂર્ણ વ્યવહાર સહન ન થઈ શકયો. તે પણ ગળગળો થઈ ગયો. તેનામાં હવે બમણી હિંમત આવી. તેણે થોડા શબ્દોમાં માઇકેલ સન-લૉકસને સમજાવી દીધું કે, પોતે હવે શું કરવા માગે છે. અને કાનૂન-પર્વત આગળ ધાર્યા પ્રમાણે બધું જ સમુંસૂતરું પાર પડવું, તો આવતી કાલે તો આપણે બંને મુક્ત માણસ બન્યા હોઈશું. Page #345 -------------------------------------------------------------------------- ________________ સરક આત્મ-બલિદાન માઈકેલ સન-લૉસ તે સાંભળી, ઉત્સાહમાં આવીને બોલી ઊડ્યો, ખરી વાત! ચાલો આપણે કાનૂન-પર્વત તરફ ઊપડીએ! હવે તો હું પિતે જ ચાલી શકીશ – તમે મને માત્ર તમારા હાથનો ટેકો જ આપજે.” ચાલે ત્યારે,” જેસન પણ બોલી ઊઠયો; “ગાડે તો રકાવિકને રસ્તે વળ્યા છે. થિન્વેલિર જવાનો રસ્તો આ તરફ છે. પેલી ટેકરીની પાર “સૌ માટેની ઘાટી'માં થઈને, આગળ જતાં એક સરોવર આવશે, ત્યાંથી થોડા આગળ ચાલીશું, એટલે તરત કાનૂન-પર્વત આવીને ઊભો રહેશે.” જૈસને પછી ધીમે રહીને સન-લૉકસને પેલી બખોલમાંથી બહાર કાઢયો અને જાળવીને પગ ઉપર ઊભો કર્યો. ત્યાર પછી બંને જણા એકબીજાને આશ્વાસન આપતા, અને હિંમત દાખવવાનો પ્રયત્ન કરતા આગળ ચાલ્યા. સન-લૉકસ કહેતો કે, તેને હવે જરાય તરસ રહી નથી, ત્યારે જેસન કહેતો કે થોડી વારમાં મીઠા શીતળ પાણીનું ભરેલું મહાસાગર જેવું સરવર જ આવવાનું છે. પણ સન-લૉકસનું શરીર કાંડા ઉપરના સડતા ઘાના ઝેરથી સારી પેઠે નિર્બળ થઈ ગયું હતું. એટલે થોડી વારમાં તે થાકી ગયો. તેણે ધીમે રહીને જેસનને પૂછ્યું, “હજુ સૂર્યનો પ્રકાશ દેખાય છે?” હા.” હું ખરે જ આંધળે બની ગર્યો છું – મને તો કશું દેખાતું નથી.” હવે થોડી જ વાર છે; સરોવરના પાણીથી મોં બરાબર ધશે અને થોડોક થાક ખાશે એટલે બધું બરાબર દેખાશે.” જેસને આશ્વાસન આપ્યું. Page #346 -------------------------------------------------------------------------- ________________ સ માટેની ઘાટી” ૩૨૧ પણ ભાઈ, હું આંધળો થઈ ગયો છું એ વાત નક્કી છે; મારા જેવા માંદલા, હાથ ભાગેલા, હદય ભાગેલા અને સંકલ્પ ભાગેલા માણસને બચાવવા માટે તમે આટલી જહેમત શા માટે ઉઠાવો છો?” જરા મારા ખભાનો વધુ ટેકો લો.” જેસને વાત જ બદલી નાખી. સન-લૉકસ મહાપરાણે થોડો વધુ આગળ ચાલ્યો; પણ પછી તેનાથી બિલકુલ આગળ વધાય તેવું ન રહ્યું ત્યારે તેણે કહ્યું, “મને એકલાને અહીં મૂકીને તમે આગળ ચાલતા થાઓ. હું થોડોક થાક ખાઈને પછી આવી પહોંચીશ.” એટલે શું, તમને અહીં પાછળ મૂકીને હું આગળ ચાલ્યો જાઉં? એમ કદી બનવાનું નથી. તમે થોડા આડા પડીને આરામ કરી લો. અહીંથી થોડે જ દૂર એક ફાર્મ આવે છે; –મને ચોક્કસ ખબર છે. ત્યાં આપણને દૂધ અને રોટલા મળશે. ત્યાં છાપરા હેઠળ આપણે રાતભર સૂઈ જઈશું, એટલે સવારના પહોરમાં પાછા તાજામાજા થઈ ગયા હોઈશું.” પણ જેસનના શબ્દો માઇકેલ સન-લૉસને કાને જ પડયા નહીં – તે બેભાન થઈ ગયો હતો. જસને હવે તેને ફરીથી પિતાને ખભે ઉઠાવી લીધો. જ જેસન એને ઉઠાવીને રસ્તા વગરના એ વેરાનમાં ખાડામૈયા, અને ટેકરા ઓળંગતો શી રીતે આગળ ચાલ્યો, એનું વર્ણન કરવું મુકેલ છે. છેવટે તે એક સરોવર આગળ આવી પહોંચ્યો પણ તેણે જોયું. કે એનું પાણી ઝેરી હતું અને એમાંથી નીકળતી વરાળથી ઉપર ઊડતાં પણી વગેરે મરી મરીને અંદર પડતાં હતાં. આ૦ – ૨૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આત્મ-બલિદાન ત્યાંથી હતાશ થઈ તે પેલા ફાર્મ આગળ પહોંચ્યો. ત્યારે તેણે જોયું કે, મકાન ખંડેર થઈ ગયું હતું, અને ખેડૂત એને છોડીને ચાલ્યો ગયો હતો. છતાં ડાં કળણો, કે મોટાં મોટાં ગચિયાંના ટેકરાઓ – એ બધું ઓળંગતો અને વટાવતો જેસન આગળ વધવા લાગ્યો. પણ તે પોતે જ હવે ખૂબ થાકી ગયો હતો અને તેને ખૂબ તસ્સ લાગી હતી. ભૂખની તો વાત જ કરવાની ન હતી. જ્યારે તરસની કારમી પીડા તેને થઈ આવતી ત્યારે તેને યાદ આવતું કે, માણસ તેવે વખતે ગાંડો બની જાય છે અને આગળ વધવાને બદલે એ જ જગાની આસપાસ કુંડાળામાં જ ફર્યા કરે છે. તે પોતે એમ તો કરતો નથી એ જોવા તે વારંવાર સાશંક બનીને ભતો. આ આખો સમય સન-લૉકસ મડદાની પેઠે બેભાન થઈ તેના ખભા ઉપર પડયો હતો. વચ્ચે બે જ વખત તે કંઈક ભાનમાં આવ્યો હોય તેમ બેલ્યો હતો. પહેલી વાર તે એમ પૂછી બેઠો હતો કે, મેં સ્વપ્ન જોયું હતું કે શું? – મેં જોયું કે, મને મારો ભાઈ જડ્યો !” “તમારો ભાઈ?” હા, હા, મારો ભાઈ! કારણ કે, મારે એક ભાઈ છે જ – જોકે મેં તેને નજરે જોયો નથી, તથા અમે સાથે ઊછર્યા-ખેલ્યા પણ નથી. હું મોટો થયો ત્યાર પછી તેને શોધવા જ ચાલી નીકળ્યો “ભગવાન ખમ્મા કરે!” જૅસન ગણગણ્યો. સ્વનામાં જ્યારે મેં તેના તરફ ધારી ધારીને નજર કરી, ત્યારે મને લાગ્યું કે તે તમે જ છો; કારણકે તેનું માં પણ ખાણો ઉપરના મારા સાથી તમારા જેવું જ હતું. મને ઘડીભર તો એમ જ થઈ આવ્યું કે, તમે જ મારા એ ખોવાયેલા ભાઈ છે!” નહિ તોય હું તમારો ભાઈ જ છું ને! તમે જરા સાંસતા થાએ, અને આરામ કરો.” Page #348 -------------------------------------------------------------------------- ________________ "સ માટેની ઘાટી” ૩૨૩ બીજી વખતે સન-લોકસ એમ પૂછી બેઠો હતો, “તમને લાગે છે કે, આર્થીિગના ન્યાયાધીશો આપણી વાત સાંભળશે?” “તેઓ સાંભળે જ – તેમણે સાંભળવી જ જોઈએ – આપણા દેશનો એ જૂનો કાયદો છે.” “પણ ગવર્નર-જનરલ એ વખતે હાજર હશે ને? " સન-લૉસે સાશંક થઈને આગળ પૂછયું. તેથી શું?” “તે બહુ કઠોર માણસ છે; એ કોણ છે એ તમે જાણે છે?” “ના,” જૈસને કહ્યું; પણ પછી તરત ઉમેર્યું; “થોભો ! મને યાદ આવ્યું એ કોણ છે તે. તે પણ આથિગની બેઠક વખતે હાજર હશે ખરો?” જૈસનના મનમાં ગવર્નર-જનરલ સન-લોસ હ; માઇકેલ સન-લૉસના મનમાં હતો તે જૉર્ગન જૉર્ગન્સન નહિ. “હા.” “તો તો ઘણું સારું!” જેસન રાજી થતો બોલી ઊઠ્યો. કેમ?” સન-લૉસે પૂછયું. “કારણ કે, હું તેને ધિક્કારું છું, મને તેના ઉપર ખૂબ નફરત “તો તમને પણ એણે કંઈ અન્યાય કર્યો છે?” હા, હા, અને હું પાંચ વર્ષથી એનો બદલો લેવા ટાંપી રહ્યો છું.” તમે હજુ એને કદી ભેગા જ થયા નથી?” “કદી નહિ! પણ હવે હું તેને જોવા પામીશ; અને જો તે હજ પણ મારી સાથે ન્યાયથી વર્તવાની ના પાડશે, તો હું – “તો શું?” કંઈ નહિ.” કહીને જેસને આગળ વાત બંધ કરી. પણ સન-લૉકસ સમજી ગયો કે તે શું કરવા ધારે છે. તેથી તરત બોલી ઊઠહો, “ભગવાન કરે ને એવું ન બને.” Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આત્મ-બલિદાન - આ બધી વાતો, ખભા ઉપર સન-લૉસને ઉપાડીને સન. ચાલતો હતો તે દરમ્યાન જ થઈ હતી – વચ્ચે વચ્ચે સન-લોકસ ભાનમાં આવી જતો ત્યારે. અર્ધા કલાક બાદ જેસન સન-લૉકસને ખભે ઉપાડીને “સી માટેની ઘાટી' નામની પર્વતો વચ્ચેની એક મોટી ચિરાડમાં થઈને શિંગ્વલિરની ખીણમાં દાખલ થયો. તે વખતે બીજા દિવસનો પ્રાત:કાળ થયો હતો. દૂરથી એક ઘેરો અવાજ સંભળાતો હતો. તે ઘણા માણસો ભેગા થયા હોય અને વાતો કરતા હોય એનો હતો. જેસનનું હૃદય આનંદથી છિળવા લાગ્યું. કાનૂન-પર્વત આગળ વધતા પહેલાં આપણે થોડું પાછળ ડોકિયું કરી લઈએ. ગ્રીબાને વ્યભિચારિણી – કુલટા માનીને, તથા કોઈ કેદીને ભગાડવાના ઇરાદાથી કેદીઓના સંસ્થાનની હૉસ્પિટલમાં આવીને રહેલી ગણીને, હૉસ્પિટલમાંથી તેમજ ખાણ-વિસ્તારમાંથી હાંકી કાઢવામાં આવી હતી. પણ સ્ત્રીને સ્નેહ જ્યારે ક્રિયાશીલ બને છે, ત્યારે તેની બુદ્ધિ પુરુષની ચતુરાઈને પણ આંટી જાય છે. એટલે ગ્રીબા ગમે તેમ કરીને ક્રિશુવિકમાં જ રહી. તેના ભાઈએ પોતાના જુદા જ હેતુસર જે પૈસા તેને આપી ગયા હતા, તે પૈસાને કારણે તેને પોતાની ભૌતિક જરૂરિયાતોની ટાંચ પડે તેમ રહ્યું ન હતું. અને તેને જન્મેલો પુત્ર - Page #350 -------------------------------------------------------------------------- ________________ કાનૂન-પત ૩૨૫ જે તેના પ્રિય પતિના કાયમના સંભારણા જેવા હતા, તેને જોઈ જોઈ તે પેાતાની ઘણી ઘણી માનસિક યાતના ભૂલી શકતી હતી. અલબત્ત, તેનો તે પુત્ર આસપાસના લોકોમાં તેને માટે શરમરૂપ બની ગયો હતો; પણ ગ્રીબા પેાતાના મનમાં જાણતી હતી કે લેાકોની એ વાત સાચી નથી – તે પુત્ર વિધિસરના લગ્નથી તેને પ્રાપ્ત થયો હતો. ગ્રીબા એક વખત પાતાને મોઢેથી પુત્રના પિતાનું નામ બાલે કે તરત તેની એ બદનામી દૂર થઈ જાય ! પણ અત્યારે પેાતાની યોજના પાર પાડવામાં એ નામ જાહેર કરી દેવું તેને સલાહભર્યું લાગતું ન હાવાથી તે ચૂપ જ રહી. ગ્રીબા પેલા કેદી-પાદરીને તેના આગવા ઝૂંપડામાં અવારનવાર મળવા જતી, અને પોતાના પતિ ‘એ-૨૫ ’ની ખબરો જાણી લાવતી. તે ભલે પાદરી પણ ‘એ-૨૫' નંબરનો કેદી માઇકેલ સનલૉક્સ છે એવું તો હરિગજ જાણતો ન હતો. પણ તે કેદી એ બાઈનો પતિ છે એટલું જરૂર જાણતો હતો. જોકે, ગ્રીબાના કહેવાથી તે પણ એ વસ્તુ ગુપ્ત રાખી રહ્યો હતો. 66 શિયાળા વીતી ગયો અને ઉનાળેા આવ્યો. એક દિવસ પેલા કેદી-પાદરી જે ખેતર ઉપર ગ્રીબા રહેતી હતી ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, * મને માફ કરજે - પણ મારે આજે તને ખરાબ સમાચાર કહેવાના છે : ‘એ-૨૫' નંબરના કેદીને કારમા અકસ્માત ગંધકની ખાણમાં કામ કરતાં નડયો છે.’ - " ગ્રીબા તરત જ પેાતાના બાળકને કેડમાં લઈને ખાણ તરફ દોડી અને ભાનભૂલી થઈને પાતાની ગુપ્ત વાત' પ્રગટ કરી દેતી પૂછવા લાગી ~~ “ એ-૨૫ નંબરનો કેદી કયાં છે? મને એને જોવા દો ~ એ મારા પતિ થાય છે. ’ "" તારો પતિ થાય છે!'' એમ બોલતા ગાર્ડે તરત જ એને કૅપ્ટન સમક્ષ ખેંચી ગયા. 64 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આત્મા-બલિદાન ગાડએ કહેલી વાત સાંભળતાં જ કેપ્ટન બોલી ઊઠયો, “મને વહેમ હતો જ કે આ બાઈને એ કેદી સાથે કશેક સંબંધ છે, અને તે એને ભગાડવા માટે જ આ તરફ આવી છે.” પછી તેણે ગ્રીબાને કઠોર અવાજે પૂછ્યું, “સાચું બેલી દે, તું આ સ્થળે શહેર છોડીને શા માટે આવી હતી?” “મારા પતિની નજીક રહેવાનું મળે તે માટે.” ગ્રીબાએ સાચો જવાબ જ આપી દીધો. “બીજો કશો જ ગુપ્ત હેતું ન હોં?” “બીજો કશે જ નહિ.” “તો આ બીજો માણસ કોણ છે?” કેપ્ટને પૂછયું. “બીજે માણસ વળી કોણ?” ગ્રીબાએ નવાઈ પામીને પૂછ્યું. ગાર્ડોએ તેને જણાવ્યું કે, તેનો પતિ અહીં નથી – તેની સાથેનો બીજો એક કેદી તેને લઈને ભાગી છુટયો છે. “હું? ભાગી છૂટયો છે?” ગ્રીબા મૂંઝવણમાં પડી જઈને બોલી, “ તો તેમને કશેક કાર અકસ્માત નડ્યો છે એ વાત સાચી નથી? ભગવાનની કપા!” એમ બોલતી ગ્રીબા પિતાના બાળકને છાતી સાથે દબાવી ચુંબન કરવા લાગી. “અમને જોકે અકસ્માતની કે છુટકારાની કશી પાકી ખબર નથી. પણ એ બીજો માણસ કેણ છે તે તું અમને કહી દે, તો અમને એ બધું નક્કી કરવામાં મદદ થશે. એ બીજો કેદી બી-૨૫ નંબરનો હતો અને તેનું નામ જેસન હતું.” જૈસન?” ગ્રીબા ફાટી ગયેલી આંખે ત્રાડી ઊઠી. હા; તે કોણ છે?” કેપ્ટને પૂછયું. ગ્રીબા થોડી વાર શૂનમૂન થઈ ગઈ હોય તેમ ચૂપ રહી, અને પછી બેલી, “તેમના પિતાના ભાઈ છે.” એ બે જણનો વ્યવહાર જોઈને એટલું તો અમે કલ્પી જ શક્યા હોત.” કૅપ્ટન ગણગણ્યો. Page #352 -------------------------------------------------------------------------- ________________ કાનૂત-પત તરત જ ગ્રીબાએ ઉમેર્યું, “ભાઈ ખરા; પણ એમની હત્યા કરવા જ એ આખી જિંદગી એમની પાછળ પડ્યો છે.” “અમે એવું માનતા નથી; તે તો આ ખાણમાં તારા પતિનો સૌથી ઉત્તમ મિત્ર અને મદદગાર હતો.” એ મારા પતિનો ખરાબમાં ખરાબ દુશ્મન છે.” ગ્રીબાએ ભારપૂર્વક જણાવ્યું. પણ એ જ તારા પતિને ખભે ઊંચકીને ભાગ્યો છે.” કેપ્ટને સામી દલીલ કરી. તે જો એમને ઊંચકીને નાઠો હશે, તો તો જરૂર એમને મારી નાખવા જ લઈને ભાગ્યો હશે. ભલા ભગવાન, આ શું થયું? એ જેસનને મારા પતિનો જાન લેવાનો પ્રયત્ન કરવા બદલ જ આ ખાણોમાં કેદની સજા કરવામાં આવી હતી – તમે આવ્યા તે પહેલાં. એટલે મારા પતિને અકસ્માત નડ્યો છે, એ વાત જ સાચી નીવડી હોત તો કેવું સારું થાત? તો હું એમની સેવાચાકરી કરી એમને સાજા કરત; પણ આ તો તે એમના દિલી દુશમનના હાથમાં જ પડ્યા. કેપ્ટન સાહેબ, ભગવાન તમારું ભલું કરશે; તમે જરૂર એમને પેલાના હાથમાંથી છોડાવો – પાછળ માણસો દોડાવો – ઉતાવળ કરો – મારા પતિનો જાન જોખમમાં છે – હાય, આ હું શું બોલું છું? મને માફ કરો કેપ્ટન સાહેબ; પણ મારું હૃદય કારમી આશંકાથી ફાટી જાય છે.” તારું કહેવું બધું વિચિત્ર લાગે છે – અમે તો જેસનને તારા પતિનો પાક મદદનીશ અને સાગરીત જ માનતા હતા. પણ જે ખરું હોય તે – જેસનની પાછળ તો ગાર્ડો ક્યારના દોડી ગયા છે; અને એ અમારા હાથમાંથી કયાંય છટકી શકવાનો નથી. પણ તારી વાત તારે ગવર્નર-જનરલ સાહેબને કહી સંભળાવવી જોઈએ, માટે મારા બે ગાર્ડો સાથે તું અબઘડી શિંગ્લેલિર તરફ જવા તૈયાર થઈ જા. આર્થીિગની બેઠક ભરાવાની હોવાને કારણે તેઓ સાહેબ ત્યાં જ જઈ પહોંચ્યા હશે.” Page #353 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન ૨ જૉર્ગન જૉર્ગન્સનના અંતરમાં માઇકેલ સન-લૉક્સ પ્રત્યે ઘણું ભેગું થયું હતું. પ્રથમ તેણે પેાતાના સ્વાર્થ સાધવા માટે જ તેને આથિંગના સભ્ય બનાવરાવ્યો હતો, પણ માઇકેલ સન-લૉક્સે પછીથી એના કહ્યા મુજબ વર્તવાની ના પાડી હતી. ઊલટું ક્રાંતિના આગેવાન બની સન-લૉક્સે તેને ગાદીએથી જ ઉઠાડી મૂકયો અને પોતે તેની ગાદીએ ચડી બેઠો હતો. એટલે જૉર્ગન જૉર્ગન્સન જ્યારે ફરીથી ગવર્નરજનરલપદે આવ્યા, ત્યારે તેણે માઇકેલ સન-લૉક્સને ગંધકની ખાણામાં રિબાવા જ મેકલી આપ્યા, અને ત્યાંથી જીવતો પાછા ન આવે એવી પેરવી કરી. ૩૧૮ એટલામાં આદમ ફૅરબ્રધરે રૅાવિક આવીને તેની આગળ ફરિયાદ કરી કે, માઇકેલ સન-લૉક્સ મૅન-ટાપુના વતની હોઈ, અંગ્રેજ પ્રજાજન છે; માટે તેના કેસ ન્યાયાધીશ અને જૂરી મારફત ચાલવા જોઈએ, અને પછી તેને સજા થવી જોઈએ. અમારે અહીં જૂરીને રિવાજ નથી; અને તે અંગ્રેજ પ્રજાજન હાય કે નહિ, તેણે ડેન્માર્કના રાજા સામે ફિતૂર કર્યું હોઈ, તેને ડેન્માર્કના કાયદા જ લાગુ પડશે.” જૉર્ગન જૉર્ગન્સને જવાબ આપી દીધા. "" “તો ડેન્માર્કના કાયદાઓ અનુસાર તેને સજા થઈ શકે; કોઈ જાલીમ ગવર્નર-જનરલ મનસ્વીપણે તેને સજા ન કરી શકે.” આદમ પણ તડૂકો. .. • તમારી જીભ ઠેકાણે રાખા, મહેરબાન; જનરલનું મનસ્વીપણું કેટલી હદે જઈ શકે છે જશે.” જૉર્ગન જૉર્ગન્સને તુમાખી દાખવી. હું તમારી ધમકીઓથી ડરી જવાના નથી; હું તમારા માલિક – ડેન્માર્કના રાજા પાસે તમારી સામે ફરિયાદ લઈ જઈશ.” આદમે મક્કમતાથી જવાબ વાળ્યો. નહીં તો ગવર્નરતેની ખબર પડી Page #354 -------------------------------------------------------------------------- ________________ કાનૂન-પર્વત ૩૯ “તમારાથી થાય તે કશ લેજો; પણ દરમ્યાન તમારી જાતને જ સંભાળતા રહેજો.” જોર્ગન જૉર્ગન્સને સીધી ધમકી ઉચ્ચારી. આદમ માઈકેલ સન-લૉકસને ન્યાય અપાવવાની વાત તે ઉપાડી; પણ તેની પાસે તેને માટે આગળ પગલાં ભરવા પૈસોટકો કંઈ જ ન હતું. તેણે પોતાના જૂના માલિક ડયૂક ઑફ એથલ પાસે પચાસ પાઉંડ ઊછીના માગ્યા. તેમણે ૪૦ જ મોકલ્યા અને પૈસાની બાબતમાં હાથ છૂટો રાખવા બદલ આદમને ઠપકો લખી જણાવ્યો, તથા ધંધા વગર પરદેશ રખડ્યા કરવાને બદલે પોતાને વતન પાછા ફરવા તાકીદ આપી. માઇકેલ સન-લૉસ અને ઝીબા પ્રત્યે સહાનુભૂતિવાળા ભલા બિશપ જેનને ત્યાં રહી, આદમ હવે કૉપનહેગનમાં પ્રધાનને, ડેનિશ રિટાગ (પાર્લમેન્ટ)ને, અને છેવટે ડેન્માર્કના રાજાને પોતાને અરજીઓ કરવા લાગ્યો. જોકે એનું કશું નાનું કે મોટું પરિણામ ન જ આવ્યું. તોપણ આદમના આ પ્રયત્નોનું એક પરિણામ આવેલું જરૂર કહી શકાય : જૉર્ગન જૉર્ગન્સન વધુ કડક બનતો ગયો. શરૂઆતમાં તો આઇસલૅન્ડના લોકોએ એમ માની લીધું હતું કે, માઇકેલ સનલૉસે જ ફૂટી જઈને ડેન્માર્કની રાજસત્તાને પાછી આઇસલેન્ડમાં નોતરી છે. પણ પછી એને ગંધકની ખાણો તરફ જ કાયમનો મોકલી આપેલો જાણ્યા બાદ તેમને ખાતરી થતી ગઈ કે, માઈકેલ સન-લૉસ ડેન્માર્કનો ફૂટેલો મળતિયો ન હતો; તેને તો ઊલટો ડેન્માર્કનો શત્રુ ગણીને જ ગંધકની ખાણોમાં જીવતો દાટી દેવામાં આવ્યો છે! એટલે લોકોમાં ધીમે ધીમે માઇકેલ સન-લૉકસ પ્રત્યે આઇસલૅન્ડના તારણહાર, થરીકેનો ભાવ પાછો જામતો ગયો અને જોર્ગન જૉર્ગન્સન તરફ ઘણા અને તિરસ્કાર. લોકો હવે તેનાથી ડરવાને બદલે ઉઘાડે છોક તેની ઠેકડીઓ જ ઉરાડવા લાગ્યા. જૉર્ગન જૉર્ગન્સન એ બધાનું વેર વાળવા માઇકેલ સન-લૉકસ ગંધકની ખાણમાંથી ફરી જીવતો પાછો ન આવે એવી જ પિરવી કરવા લાગ્યો. Page #355 -------------------------------------------------------------------------- ________________ આત્મ-અવિદાન જૉર્ગનને જૅસનના સમાચાર પણ મળ્યા : પોતે પહેલાં ધારતો હતો તેમ તે મરી ગયો ન હતો; પણ સન-લૉક્સને જાનથી મારવાની ધમકી આપવા બદલ તેને ખાણા તરફ મોકલી આપવામાં આવ્યા હતો. જૉર્ગને હવે જૅસનને ખાણામાંથી પાછા બાલાવી, પેાતાને પડખે લેવાનું નક્કી કર્યું – તે પેાતાની દીકરીનો – રાફેલનો – પુત્ર હતો તે કારણે નહિ, પણ તે સન-લૉક્સને જાનથી ધિક્કારતો હતો તે કારણે ! - ૩૩૦ - એ વિચારથી તે ક્રિશુવિક ગયા; પણ ત્યાં તો તેને ઊલટું જ જોવા મળ્યું : જૅસન માઇકેલ સન-લૉક્સનો મદદગાર – મિત્ર બની રહ્યો હતો. એટલે તેણે સન-લૉક્સનો જમણા હાથ લાકડાના ડીમચે ખીલાથી જડી દેવાની અને ડાબા હાથ ન પહોંચે તેટલે દૂર ખાવાપીવાનું મૂકવાની કારમી સજા ફરમાવી. પણ તેનો તે હાથ સહેલાઈથી પહોંચે તેટલે દૂર તેણે એક છૂરી મુકાવી હતી. જૉર્ગનની ધારણા હતી કે થોડા વખતમાં જ વેદના અને ભૂખતરસને માર્યો સન-લૉક્સ એ છૂરી વડે આપઘાત જ કરશે. પરંતુ તે વખતે પણ જૅસને સન-લૉક્સને બચાવી લીધા, એટલે જૉર્ગન જૉર્ગન્સને બંનેના એક એક હાથ અને એક એક પગ ભેગા બાંધવાની સજા કરી; – જેથી તે બંને એકબીજાથી ત્રાસી, એકબીજાને મારી નાખે. અને અલબત્ત, જૅસન જ બેમાં જબરા હાઈ તે જ માઇકેલ સન લૉક્સને મારી નાખશે, એવી તેની ધારણા હતી. એટલી ગેાઠવણ કરી લીધી એટલે થાડા જ વખતમાં સન-લૉક્સ ખતમ થઈ જશે એવું માની, જૉર્ગન જૉર્ગન્સન રેાવિક મુકામે પાછા આવ્યો. અને થિંગ્વેલિર મુકામે તરતમાં જ આઇસલૅન્ડની પરંપરાગત આલ્ટિંગની બેઠક ભરાવાની હતી ત્યાં જવાની તૈયારીમાં પડયો. ક્રાંતિ પછી જૉર્ગન પાતાની પાસે પચીસ માણસાની અંગરક્ષક ટુકડી હંમેશ રાખતો હતો. તે ટુકડી ઉપરાંત પેાતાના બીજો રસાલા સાથે લઈ, તે થિંગ્વેલિર જવા ઊપડયો. એટલામાં એક ટેકરીના ઢોળાવ Page #356 -------------------------------------------------------------------------- ________________ કાનૂન-પ ત ૩૩૧ આગળ તેણે દશેક ધાડેસવાર ગાર્ડોને હાફનેફૉર્ડ તરફથી આ બાજુ પુરપાટ આવતા જોયા. તે ગાર્ડો જૅસન અને માઇકેલ હતા. રસ્તામાં પેલી બખોલ આગળ પાછળ મૂકીને તેઓ આવ્યા હતા, એ - તેઓએ જૉર્ગન જૉર્ગન્સનને ખબર આપ્યા કે, માઇકેલ સનલૉક્સ નાસી છૂટથો છે અને જૅસન તેની સાથે છે. તેઓ હાફનેફૉર્ડ તેમની શેાધ માટે ગયા હતા, પણ ત્યાં તેમના પત્તો લાગ્યો નથી. ગઈકાલથી કોઈ જહાજ હાફનેફૉર્ડથી ઊપડયું નથી; – તેમના પગલાની કોઈ નિશાની પણ તે તરફ મળી નથી; — એટલે તેઓ હજુ વચ્ચેના પ્રદેશમાં જ કયાંક અટવાતા હેાવા જોઈએ. ગાર્ડોએ જૉર્ગન જૉર્ગન્સનને વધુ દશેક માણસે આપવા વિનંતી કરી, જેથી તેઓ એ વચ્ચેના પ્રદેશમાં વધુ બારીકાઈથી તપાસ કરી શકે. - સન-લૉકસની શોધમાં નીકળ્યા સિગર્ડના કૂતરા એરિકનું શબ આપણે જાણીએ છીએ. જોર્ગન જૉર્ગન્સનના તો મેાતિયા જ મરી ગયા. લોકોને મળી માઇકેલ સન-લૉક્સ ફરીથી ક્રાંતિ જગવશે એવા ડરથી તેણે પોતાના સૌ ગાર્ડને રેવિક તરફ દોડી જવા ફરમાવ્યું અને પોતે પણ ત્યાં જ પાછા ફર્યો. રેકાવિકમાં તેણે એકે એક ઘર અને એકે એક છુપાવાની જગા તપાસાવરાવી. પણ તે તરફ પેલા બેની કશી ભાળ ન મળતાં તે હવે થિંગ્વેલિર તરફ દોડયો. કદાચ તેની ગેરહાજરીમાં ત્યાં જ કઈ ન બની ગયું હાય! જોકે, રેક્ટિવકના બચાવ માટે તેણે પોતાના અંગરક્ષકો તથા ખાણ તરફથી આવેલા ગાર્ડને પણ ત્યાં જ રહેવા દીધા. થિંગ્વેલિરની ખીણ તે દિવસે સવારે માણસાની અવરજવરથી ઘાંઘાટભરી બની ગઈ હતી. સેંકડો તંબુઓ ઠોકાઈ ગયા હતા અને હજારો ટટવાં આસપાસ ઊગેલું ઘાસ ચરતાં હતાં. એ મેદાનની વચમાં‘કાનૂન-પર્વત'ના મેાટા નામે એક ટેકરી Page #357 -------------------------------------------------------------------------- ________________ કુકર આત્મ-લિદાન આવેલી હતી. ખરી રીતે તે લાવાનો બનેલો એક ટાપુ જ હતો, અને તેની આસપાસ એક સાંકડો વહેળો વધે જતો હતો, આ@િગ દર ત્રીજે વ મળતી; અને એ પ્રસંગ એક રીતે મહત્વનો રાષ્ટ્રીય પ્રસંગ હોવાથી, દૂરદૂરથી ઘણા લોકોને ત્યાં મેળે જામતો. - બેઠક શરૂ થાય તે પહેલાં સૌ વચ્ચે પાકની, ઢોરની, અને આબોહવાની વાતો જ ચાલવા લાગી. બે કપરા શિયાળા વચ્ચે ગયા હોવાથી એકબીજાના સુખદુ:ખની વાતો કરવાની ઘણી હતી. પણ પછી તરત તેઓ વાતાવરણમાં અને ધરતીના પેટાળમાં થોડો વખત થયાં જોવા-સાંભળવા મળતી વિચિત્ર નિશાનીઓની વાતોએ ચડયા. દક્ષિણ તરફના એકે કહ્યું કે, ત્રણ રાત પહેલાં કાળી ધૂળને વરસાદ અમારા તરફ વર હતો. બીજાએ ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ તરફ ધરતીકંપના એક આંચકાની વાત કરી. ત્રીજાએ આવતી વખતે એક ખીણમાં પોતાના ઘોડાને ચરવા દેવા થેભ્યો હતો તેટલામાં જમીનમાંથી નીકળતા ધુમાડાના વીસ વીસ થંભની વાત કરી. આ બધા ઉત્પાતોની ખબરો, આંખના પલકારામાં, એકને એથી બીજાને કાને એમ આખા સમુદાયમાં ફેલાઈ ગઈ. જુવાનિયાઓ હવે કંઈક ચિંતાતુર થઈ ઘરડેરને આ ઉત્પાતોનો અર્થ પૂછવા લાગ્યા. ઘરડેરાઓ હાથ ઊંચા કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે, પહેલાં આવા ઉત્પાતોથી જે ઉપદ્રવ આ ટાપુમાં સરજાયો છે, તેવો ફરી ને સરજાય! ધીમે ધીમે આથિગની બેઠક શરૂ થવાને સમય નજીક આવી પહોંચ્યો. પણ ગવર્નર-જનરલ હજુ આવ્યો ન હોવાથી બધા સભ્યો સરઘસ આકારે કાનૂન-પર્વત ઉપર જવા જે સ્થળે ભેગા થયા હતા ત્યાં જ થોભી ગયા. લોકોમાં હવે અસંતોષને ગણગણાટ વ્યાપી રહ્યો. ગવર્નર-જનરલ જાણી જોઈને તેઓને અપમાનિત કરવા જ, અને રાહ જોતા બેસાડી Page #358 -------------------------------------------------------------------------- ________________ કાનૂનપત રાખવા ખાતર જ મેડું કરે છે, એમ સી કહેવા લાગ્યા. અને છેવટે સૌ એ પોકાર કરવા લાગ્યા કે, ગવર્નર-જનરલ મોડું કરે તે માટે આથિગનો સમય વીતી જવા દેવાય નહિ. છેવટે તરફના વ્યાપક દબાણથી પ્રેરાઈ આથિગના ૩૬ સભ્યોનું સરઘસ કાનૂન-પર્વતે જવા ઊપડ્યું જ. સૌથી પ્રથમ વડા ન્યાયાધીશ ન્યાયની તરવાર હાથમાં લઈને ચાલવા લાગ્યા. તેમની પાછળ તેમના મેજિસ્ટ્રેટો અને બાકીના આથિગ-સભ્યો ચાલ્યા. તેઓ પગથિયાં ચડી કાનુન-પર્વત ઉપર પહોંચ્યા તે જ વખતે બીજી બાજુનાં પગથિયાંએથી બિશપ જોન અને તેમના ધર્માચાર્યોનું સરઘસ એ પ્રમાણે જ ત્યાં આવી પહોંચ્યું. વચ્ચે ન્યાયાધીશ ઊભા રહ્યા; અને તેમને જમણે હાથે બિશપ ઊભા રહ્યા. ડાબે હાથે ગવર્નર-જનરલની જગા ખાલી રહી. બિશપ જૉને પ્રાર્થના શરૂ કરી. એ પ્રાર્થનામાં ભગવાનના ખોફથી ડરીને ન્યાય તોળવાની તથા ક્ષમાભાવ દાખવવાની વાત મુખ્ય હતી. ન્યાયાધીશે પછી તરવાર ઊંચકીને માણસ માણસ વચ્ચે સમાનતાથી ન્યાય તોળવાના સોગંદ લીધા. ત્યાર બાદ તેણે નવા કાયદાઓ એક પછી એક કલમ અનુસાર વાંચવા માંડયા – પ્રથમ આઇસલેન્ડની ભાષામાં અને પછી ડેનિશ ભાષામાં. એ વાચન ચાલતું હતું તેવામાં ગવર્નર-જનરલ આવી પહોંચ્યો. ન્યાયાધીશે તેને નમન કરવા થોભ્યા વિના પિતાનું વાચન ચાલુ રાખ્યું. બિશપે પણ તેના તરફ નજર ન કરી; અને સભ્યો પણ જેમ બેઠેલા હતા તેમજ બેસી રહી કાયદાઓનું વાચન સાંભળવા લાગ્યા. જૉર્ગન જોન્સને તરત ત્રાડ નાખીને ન્યાયાધીશને કહ્યું, “થોભે, મારે કંઈક વાત કરવાની છે.” . “નામદાર, યોગ્ય વખતે અને યોગ્ય સ્થળે એ વાત આપ કરી શકો છો; અહીં અત્યારે નહિ.” Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આત્મ-બલિદાન મારે અબઘડી – અને અહીં જ એ વાત કહેવી છે. બધા મારી વાત સાંભળો! જે બંડખર રાજદ્રોહી આ ટાપુની હકૂમત પચાવી પડ્યો હતો, તે ખાણની કેદમાંથી ભાગી છૂટયો છે.” ભાગી છૂટયા! માઇકેલ સન-લૉકસ!” જુદા પ્રકારના ભારે ઉશ્કેરાટવાળા એ શબ્દો લોકોના ટોળામાંથી નીકળ્યા. હા, હા, માઇકેલ સન-લોકસ ભાગી છૂટયો છે. તે ફરી પિતાની બદમાશી અને કાવાદાવા પાછા શરૂ કરશે, માટે આઇસલૅન્ડના લોકો, તમને ડેન્માર્કના મહારાજાની મદદે દોડી આવવા હું હાકલ કરું છું; - એ રાજદ્રોહીને ફરી પકડવો જ રહ્યો. માટે તમે બધા પ્રથમ તે કામમાં મદદ કરવા સાબદા થઈ જાઓ!” તમારી પાસે તમારા અંગરક્ષકો ઘણા છે; મદદ માટે અમારી પાસે દોડી આવવાની તમારે શી જરૂર?” નીચેથી એક અવાજ આવ્યો. તમારી પાસે દોડી આવવાની જરૂર એટલા માટે છે કે, મારા રક્ષકો રેકજાવિકનું રક્ષણ કરવાના કામે રોકાયેલા છે; ઉપરાંત તમારો ટાપુ એવો ખાડામૈયાવાળો છે કે તેઓ તેને સો સો વર્ષ લગી ફિદ્યા કરે, તોપણ પેલો ગુનેગાર તેમને હાથ ન આવે.” “ભગવાન એમ જ કરે તો સારું!” નીચેથી બીજો અવાજ આવ્યો. જૉર્ગનનો અવાજ હવે ગુસ્સાથી તરડાવા લાગ્યો – “પણ તમે લોકો જો એ કામે લાગો, તો એને છુપાવાની કોઈ જગાથી તમે અણજાણ નથી. માટે ન્યાયાધીશ મહાશય, હું તમને આથિગની આ બેઠક મુલતવી રાખવા વિનંતી કરું છું, જેથી આ સૌ લોકો પેલા રાજદ્રોહીને શોધી કાઢવાના કામે દોડી જઈ શકે.” સૌ લોકોમાં એ વાતથી ઉશ્કેરાટભર્યો ગણગણાટ વ્યાપી રહ્યો. છેવટે ન્યાયાધીશ બોલ્યો, “મને આપનું કહેવું સમજાયું નહિ, નામદાર.” Page #360 -------------------------------------------------------------------------- ________________ કાનૂન-પુ ત “મારું કહેવું એમ છે કે, તમે ત્રણ દિવસ બેઠક મુલતવી રાખો, જેથી પેલા રાજદ્રોહીની શોધ ૩૩૫ 66 સુધી આલ્ડિંગની થઈ શકે.” ‘નામદાર, આ આથિંગ હજાર હજાર વર્ષોથી દર ત્રણ વરસે મળતી આવી છે; પણ તેની ચાલુ બેઠકને આમ કદી સ્થગિત કરવામાં આવી નથી.” 66 ‘કદી નથી કરવામાં આવી તેથી શું થયું? આજે તમારે તેને સ્થગિત કરવી જ પડશે. બાલા, તમે તેમ કરવા માગેા છે કે નહિ ?' ગવર્નર-જનરલ તડૂકયો. “અમે આપ નામદાર પ્રત્યેની ફરજો અદા કરવા જેમ આતુર છીએ, તેમ આપ નામદાર પણ અમારા પ્રત્યેની ફરજો અદા કરવી જોઈએ.” 66 ‘પણ એ માણસ રાજદ્રોહી છે; તેને પકડવામાં મદદ કરવી એ તમા સૌની ફરજ છે. બાલા, તમે તે ફરજ અદા કરવા માગેા છે! કે નહિ ?” “પણ આજનો દિવસ પ્રાચીન પરંપરા અને રિવાજ મુજબ અમારો પેાતાને છે; એટલે આજે આપે જ અળગા રહેવું જોઈએ.’ “હું અહીં ડેન્માર્કના રાજાના પ્રતિનિધિ છું; અને હું આ બેઠકને ડેન્માર્કના રાજાના નામથી સ્થગિત કરવા ફરમાવું છું. તમે સ્થગિત કરા છે કે નહિ ? '' “પણ અમે અહીં આઇસલૅન્ડની પ્રજાના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ, અને અમે આપને વચ્ચેથી દૂર હટી જવા અને અમારું કામકાજ દખલ વિના ચાલવા દેવા ફરમાવીએ છીએ.” “તમે સૌ ડેન્માર્કના રાજાના પ્રજાજના છેા; અને હું તેમને નામે આ બેઠક સ્થગિત કરવા ફરમાવું છું.” જૉર્ગન જૉર્ગન્સનના ગુસ્સાના હવે પાર ન રહ્યો. Page #361 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન Ge “પણ ડૈન્માર્કે અહીં આવ્યું ત્યાર પહેલાંના અમે અહીં છીએ; એટલે અમે આ બેઠક ડેન્માર્કના રાજાને નામે સ્થગિત કરવાના નથી.” ન્યાયાધીશે મક્કમતાથી જવાબ આપ્યા. ૩ જૉર્ગન જૉર્ગન્સને હવે લોકોના ટોળા તરફ ફરીને બૂમ પાડી, “એ રાજદ્રોહીને જીવતો કે મૂએલા પકડી લાવનારને બે હજાર ક્રાઉન ઇનામ આપવામાં આવશે. કોને એટલા તવંગર થવું છે, બાલા!” “કોઈ આઇસલૅન્ડર બચ્ચો એવા લાહીના પૈસાથી તવંગર થવા નહિ ઇચ્છે, ” બિશપ જૉન બાવી ઊઠયા. જે એને પકડવા એ અમારી ફરજ હશે, તો અમે આવી કશી ઇનામની લાલચ વિના જ એમ કરવા તત્પર થઈશું. .. “ખરી વાત છે, ખરી વાત છે!” સેંકડો લાકા બૂમ પાડી ઊઠયા. 66 જૉર્ગન જૉર્ગન્સન હવે બિશપ, ન્યાયાધીશ, અને આલ્ડિંગના ૩૬ સભ્યા તરફ ફરીને બાલ્યા, “તો એમ વાત છે? તમે સૌ એ ગુનેગારને નાસી છૂટવામાં મદદ કરવાના ગુના કરી રહ્યા છો. તમે એ ગુનેગારના મદદગાર છો; અને લોકોને છેતરવાના અને ધાખામાં રાખવાના ગુના પણ કરી રહ્યા છો.” પછી તેણે લાકોના ટોળા તરફ ફરીને કહ્યું, “આઇસલૅન્ડના લાકો, તમે જાણા છો કે એ રાજદ્રોહી આઇસલૅન્ડના વતની નથી – એ કાયદેસર માબાપ વગરને – વર્ણસંક૨ અંગ્રેજ છે. તેને આ ટાપુમાંથી હાંકી કાઢવા જોઈએ. મેં હમણાં બે હજાર ક્રાઉનનું ઇનામ જાહેર કર્યું; પણ હવે તેને જીવતો પકડી લાવનારને હું દશ હજાર ક્રાઉન આપીશ; અને તેને મૂએલા લાવનારને વીસ હજાર ક્રાઉન !" 66 બિશપ જૉન હવે શાંત રહી શકયા નહિ. તે બાલી ઊઠયા, તમે વળી કોણ છો કે માણસાને આમ ખુલ્લંખુલ્લા હત્યા કરવા ઉશ્કેરી-પૂરી રહ્યા છો ? ” Page #362 -------------------------------------------------------------------------- ________________ કાનૂન-પર્વત ૩૩૭ હત્યા? એ રાજદ્રોહી તો કાયદાના રક્ષણ બહાર નીકળી ગયેલો બહારવટિયો ગણાય. કોઈ પણ માણસ તેને મારી નાખી શકે. આઇસલૅન્ડને, ડેન્માર્કનો, અરે આખી દુનિયાને એ જ કાયદો હોઈ શકે. બહારવટિયાને મારી નાખવો એ હત્યા નથી. માટે તેની પાછળ દોડો! તેને જે મૂએલો મારા પગ આગળ લાવીને નાખશે, તેને વીસ હજાર કાઉન મળશે!” પણ એટલામાં ટોળાની બહારથી એક માણસને ઊંચકીને અંદર ધસી આવતા બીજા એક માણસને જોતાં વેંત જૉર્ગનની જીભ સિવાઈ ગઈ; અને તેનું મોં મડદા જેવું ફીકું પડી ગયું. લોકોના ટોળાએ કરી આપેલા રસ્તામાં થઈ, જેસન માઇકલ સન-લૉકસને ખભે ઉપાડી કાનૂન-પર્વત સમક્ષ ચાલ્યો આવ્યો. ત્યાં આવી તેણે બેહોશ સનલૉકસને જમીન ઉપર મૂકી દીધો. સૌ કો ફાટેલી આંખે જડસડ થઈ એ દશ્ય જોઈ રહ્યા. જેસને આસપાસ અચાનક વ્યાપી ગયેલી ચુપકીદી તોડતાં બૂમ પાડીને કહ્યું, “તમે સૌ જાણે છે કે હું કોણ છું. તમારામાંના કેટલાક મને ધિક્કારતા હશો, અને કેટલાક મારાથી ડરતા હશો. પણ તમે સૌ મને જંગલી જાનવર જેવો ગણી કાઢો છો એ નિર્વિવાદ છે, તેથી જ તમે સૌએ મળીને મને પાંજરામાં પૂરી દીધો હતો. પણ હું એ પાંજરું તોડીને બહાર આવ્યો છું. તમે સૌ આનંદથી નિરાંતે પોતાનાં ઘરોમાં રહો છો અને સૂઆ છો. પણ આ મારો સાથી – તેને બિચારાને શાં શાં કષ્ટ અને શા શા જુલમો વેઠવા પડ્યા છે, તેને હું સાક્ષી છું. તમારો રાજા માઇકલ સન-વૉકસ ક્યાં મૂઓ છે? મને બતાવે – એ હરામજાદાએ આ બિચારા ઉપર શા શા જુલમ ગુજાર્યા છે, તેની વાત મારે તમો સૌ સમક્ષ તેને સંભળાવવી છે એ માઈકેલ સન-લોકસને મારી સમક્ષ રજૂ કરે!” આ૦ - ૨૨ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આત્મ-બલિદાન લોકોને શ્વાસ એકદમ ભી ગયો. ન્યાયાધીશે ધ્રૂજતે અવાજે કહ્યું, “પણ તું જે માણસને ઉપાડી લાવ્યો છે, તેને ઓળખતા નથી શું ? એને ઓળખતા નથી; પણ દુ:ખસંકટમાં એ મારો સાથી – મારો મિત્ર – મારો ભાઈ છે, એટલું હું જાણું છું. પણ તમારે હાકેમ માઇકેલ સન-લૉક્સ કયાં છે? મારે સૌથી પ્રથમ તેનું કામ છે; જેથી તમે સૌ સમક્ષ એ હરામજાદાએ આની ઉપર આચરેલા અત્યાચારની વાત હું કહી સંભળાવું.” - જૉર્ગન જૉર્ગન્સન સમજી ગયો કે વાત શી છે. એટલે તે જરા મરડાટભર્યું હસીને બોલ્યો, “બેવકૂફ, માઈકેલ સન-લૉસ કયાં છે તે હું તને બતાવું,?” બિશપ જોન તરત આગળ ધસી આવ્યા અને તેમણે પોતાના બે હાથના પંજા ગવર્નર-જનરલના મોં ઉપર ઢાંકી દીધા. જૈસન જૉર્ગનને તરત જ ઓળખી ગયો. તે બોલ્યો, “આ બુદ્રાને હું ઓળખું છું. તેને મેં ખાણો તરફ આવેલ જોયો હતો. તો એ પાછો આવ્યો છે શું? મને યાદ આવ્યું, હવે તે ફરી ગવર્નરજનરલ થયો છે એમ મેં સાંભળ્યું હતું. તે માઇકેલ સન-લૉકસ કયાં છે? અત્યારે તે શું છે? કોઈ મને બતાવો તો ખરા કે, આ બધામાં માઇકલ સન-લૉકસ કોણ છે?” બિશપ અને ન્યાયાધીશે તેના પ્રશ્નને કશો જવાબ ન આપે. જોર્ગન જૉર્ગન્સન હવે મરડાટમાં હસી પડયો અને માથું ધુણાવવા લાગ્યો. જૈસનના મનમાં થઈને અચાનક એક વિચાર પસાર થઈ ગયો – અને તરત જ તેણે પોતાનું મોં પંજા વડે ઢાંકી દીધું. ત્યાર બાદ શું બન્યું તે જેસન જાણી શક્યો નહિ. પણ પોતાની પાછળ કશી ધમાલ થઈ એટલે તેણે જાણ્યું. એક બાજુથી આવીને કોઈ જમીન ઉપર સૂતેલા સન-લૉસ ઉપર ઝૂકી પડયું અને તેને હાથમાં Page #364 -------------------------------------------------------------------------- ________________ કાનૂન-પર્વત લઈ ચુંબન કરવા લાગ્યું અને ડૂસકાં ભરવા લાગ્યું: “મારા પતિ! મારા પતિ !” જેસને નજર કરી, તે તે ગ્રીબા હતી. એક ક્ષણમાં જેસન બધું સમજી ગયો – જેને તે જાનની પરવા કર્યા વિના ઉપાડી લાવ્યો હતો અને અત્યાર લગી જેને બચાવવા અને મદદ કરવા તે કોશિશ કરતો આવ્યો હતો, તે માઇકેલ સન-લૉકસ જ હતો – તેને પિતાને જાની દુશ્મન – જેના ઉપર વેર લેવાની તેણે પોતાની માની આગળ પ્રતિજ્ઞા લીધી હતી! આ જાણકારીના આઘાતથી જેસન એકદમ તો તમ્મર ખાઈ ગયો. પણ જૉર્ગન જૉર્ગન્સને તેને મારેલા ટાણાથી તે સતેજ થઈ ગયો – હમેશના બબૂચક! તું જેને વેર લેવા શોધે છે તે માઇકેલ સન-લૉક્સ આ જ માણસ છે! તું એને જ અહીં સુધી ઉપાડી લાવ્યો છે! અને તારી જાતને નુકસાન કરીને પણ તેને મદદ કરવાનું આ પહેલી વાર જ તેં નથી કર્યું !” આ પણ લોકો જૉર્ગન જૉર્ગન્સનની આ ઉશ્કેરણીભરી બેલી ઉપર ફિટકાર કી ઊઠ્યા. દરમ્યાન ઝીબા માઇકેલ સન-લૉસ ઉપર હદયના બધા ભાવો અને હૂંફ વરસાવતી તેને પાછો ભાનમાં લાવવા પ્રયત્ન કરતી રહી. * જેસન એ બધું જોઈને પોતાનું ભાગ્ય અત્યાર સુધી પોતાની કેવી ક્રુર મશ્કરી બજાવતું આવ્યું છે તે વિચારીને હેરાન થઈ જવા લાગ્યો. હવે શું કરવું તે બાબત તેના અંતરમાં ઘમસાણ મચી રહ્યું. આ માણસને જીવતે જવા દેવો? તો તેની હત્યા કરવાની પોતાની મા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાનું શું થાય? પોતાના ગ્રીબા પ્રત્યેનો પ્રેમ તેમજ સન-લૉકસ પ્રત્યેને વેરભાવ એ બંને વાનાં ત્યજી, એ બંનેને ભેગાં થઈ સુખી થવા દેવાં? તેની નજર માઈકેલ સન-લૉસના આંધળા Page #365 -------------------------------------------------------------------------- ________________ ३४० આત્મ-બલિદાન મોં ઉપર ઝૂકેલા આંસુ-દદડતા ગ્રીબાના કરુણ ચહેરા ઉપર પડી. અને તરત તેના ઉદાર અંતરાત્માએ વેરભાવને હડસેલી કાથો – તિલાંજલી આપી દીધી. દરમ્યાન, તે માઈકેલ સન-લૉકસને અહીં શા માટે ઉઠાવી લાવ્યો છે એ પ્રશ્ન લોકો તેને પૂછવા લાગ્યા. જેસને હવે જાતને કિંઈક સ્થિર કરી લઈ, ઘેઘરે અવાજે જવાબ આપ્યો – “તમે સ જાણો છો કે હું તો માણસમાં માણસ થઈને જીવવાને લાયક નથી, એટલે આખી જિંદગી એક્લો અટૂલો જ ફરતો રહ્યો છું. મારા બાપુએ મારી માતાને મારી નાખી હતી, અને તેથી મેં મારા બાપુને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. પણ મારું નસીબ જ એવું અવળું છે કે, દરિયાની હોનારતમાંથી મારા બાપુને અજાણમાં મેં જ બચાવ્યા અને તે મારા હાથમાં જ તેમના બીજી પત્નીથી થયેલા બીજા પુત્રને યાદ કરતા મરણ પામ્યા. ત્યારથી મેં એ “બીજા પુત્રને પણ મારી નાખવાનું નક્કી કર્યું હતું. પણ હું મારા શત્રુને દીઠે ઓળખતો ન હતા, અને કદી તેને ભેગો થયો ન હતો. પણ હું કશુંક કરી શકું ત્યાર પહેલાં તો તમે લોકોએ મને પકડી, મારા ઉપર કામ ચલાવી, મને જીવતો ગંધકની ખાણમાં દાટી દીધો. ત્યાં નસીબની અવચંડાઈને કારણે હું મારા દુમનને ઓળખ્યા વિના જ ભેગો થયો, અને તેના ઉપર મને ઊપજેલા ભાવને કારણે તેનો મિત્ર - સાથી – અરે – ભાઈ જ બની ગયો. મને તેના ઉપર નાના બાળક ઉપર ઊપજે એવો વાત્સલ્યને ભાવ ઊપજ્યો હતો, અને તે પણ મને લગભગ એવા જ ભાવપૂર્વક ચાહતો હતો, એ વાત હું સેગંદપૂર્વક કહી શકું તેમ છું. તમે લોકોએ તો મને જાનવર ગણીને બધા ખ્રિસ્તી માણસની સોબતમાંથી અળગો ફગાવી દીધો હતે; પણ હું કબૂલ કરું છું કે, ખાણોમાં ભેગા થયા પછી આ માણસની સોબતથી મારા અંતરમાં માણસાઈને દીવો પ્રગટયો અને હું માણસ બન્યો.” Page #366 -------------------------------------------------------------------------- ________________ કાનૂનન્ય ત ૩૪૧ ગ્રીબા નવાઈ પામી, ચિંતિત મુખે ભેંસનની દાસ્તાં સાંભળી રહી. “હું જે માણસને અજાણમાં અહીં ઉપાડી લાવ્યો છું, તે માઇકેલ સન-લૉક્સ છે; અત્યાર સુધી દુ:ખમાં જે મારો બંધુ હતા, તે ખરેખર લેહીની સગાઈએ મારો ભાઈ પણ છે, – એમ હું અત્યારે પહેલી વાર જાણવા પામ્યો છું.” 66 પણ માઇકેલ સન-લૉક્સને તું અહીં શા માટે લાવ્યો છે? ” ન્યાયાધીશે હવે જૅસનને સીધું જ પૂછયું. જૉર્ગન જૉર્ગન્સને જ વચ્ચે તે પ્રશ્નને જવાબ આપી દીધું. તેણે કહ્યું, “તે એને અહીં શા માટે ઉપાડી લાવ્યો છે, એ હજુ તમે નથી સમજી શકતા? તે પેાતાના દુશ્મનને અહીં ફરી પકડાવી દેવા જ લઈ આવ્યો છે, વળી ! ” એમ કહી તેણે ક્રિશુવિકથી આવેલા બેએક ગાર્ડોને જૅસન અને માઇકલ બંનેની ધરપકડ કરવા હુકમ કર્યા. પણ ન્યાયાધીશે તરત હાથ ઊંચો કરીને કહ્યું, ‘“ થેાભા ! ” પછી તેણે ફરીથી જૅસનને પૂછ્યું, “તું માઇકેલ સન-લૉક્સને અહીં શા માટે લાવ્યો છે?' જૉર્ગન જૉર્ગન્સન એકદમ ચિડાઈ .. ગયો. તે બાલી ઊઠયો, આ વળી શું છે? આ માઇકેલ રાજદ્રોહી – બંડખાર છે; અને હજુ ફરીથી ઘણું ઘણું તેાફાન મચાવી શકે તેમ છે; માટે તેની ધરપકડ કરી તેને નવા ઉધમાત મચાવતા રોકવા જોઈએ. હું અહીં ડેન્માર્કના રાજાના પ્રતિનિધિ તરીકે ઊભા છું – મારી આજ્ઞાનું પાલન થવું જ જોઈએ.” ગાર્ડી ફરીથી આગળ વધવા તૈયાર થયા, પણ લોકોનું ટોળું તેમની આસપાસ ફરી વળ્યું. ગાર્ડો એ ધક્કામુક્કીમાં એક બાજુ દૂર ધકેલાઈ ગયા. જૉર્ગન જૉર્ગન્સન ગુસ્સાથી લાલ-પીળા થઈ ગયો. તેણે કઢાય તેટલા મોટો પિટા કાઢીને કહ્યું, “સાંભળેા ! હમણાં જ મેં આ માણસનું માથું લાવનારને વીસ હજાર ક્રાઉન ઇનામ આપવાની Page #367 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન ઘોષણા કરી હતી. પણ હવે તો તમારા જાનની અને તમારા છુટકારાની તમને પડી હોય, તો દૂર ખસી જાઓ! ગાર્ડોને આગળ આવવા દો! નહિ તો તમે સૌના જાન અને આઝાદી ખતરામાં છે, એ સમજી રાખજો.” ન્યાયાધીશ હવે સામું ત્રાડી ઊઠ્યો, “ભો! થોભો!” જૉર્ગન જૉર્ગન્સન ન્યાયાધીશને સંબોધીને બરાડી ઊઠ્યો, આ બંને જણા નાસી છૂટેલા કેદીઓ છે, એ યાદ રાખજે.” પણ આ કાનૂન-પર્વત છે, અને અહીં આથિગ છે, એ તમે પણ યાદ રાખજો. તેઓ કેદી હોય કે નહિ, પણ આઇસલેન્ડના પ્રાચીન કાયદા અનુસાર તેઓને જે કંઈ કહેવું હોય તે કહેવાની અહીં છૂટ છે. ન્યાયાધીશે મક્કમતાથી જવાબ આપ્યો. જૉર્ગન જૉર્મન્સન તુચ્છકારપૂર્વક બોલ્યો, “તમારા આઇસલૅન્ડના કાયદાની મારે શી પંચાત ?” પછી તેણે લોકોના ટોળા તરફ વળીને કહ્યું, “ડેન્માર્કના રાજાના નામથી હું તમને ફરમાવું છે કે, આ બે જણની ધરપકડ કરો !” અને રાજાના રાજાના નામથી હું ફરમાવું છું કે, તેમના ઉપર કોઈએ હાથ નાખવાને નથી.” ન્યાયાધીશે બૂમ પાડી. પછી તેણે જેસન તરફ ફરીને પૂછયું, “માઇકેલ સન-લૉકસને તું અહીં શા માટે લાવ્યો છે, તે બોલી નાખ.” પણ જેસન કંઈક જવાબ આપે તે પહેલાં જૉર્ગન જૉર્ગન્સન પાછો બોલી ઊઠ્યો, “મારા સંરક્ષકો રેકજાવિકમાં છે, અહીં હું એકલો જ છું. તમે બધા જ રાજદ્રોહીએ છો. તમારામાં કઈ મારા દેશના દુશ્મનની ધરપકડ કરવા આગળ નહીં આવે, તે હું પોતે એની ધરપકડ કરીશ.” એમ કહી તેણે પોતાને જન્મે ખુલ્લો કરી, અંદરના કમર-પટ્ટામાંથી એક પિસ્તોલ કાઢી અને તેને ઘોડે ચડાવ્યો. સૌનો શ્વાસ થંભી ગયો. માત્ર ગ્રીબાએ તરત જ માઇકેલ સન-લૉકસના અમળાતા શરીર ઉપર ઊબડી પડીને આડ કરી દીધી. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ કાનૂન-પર્વત જૅસન હવે ટટાર થઈને જૉર્ગન સામું જોઈને બોલી ઊઠયો, “બુઢ્ઢા, જો તું આ માણસના વાળને પણ અડકવા જશે તેની સાથે હું તને ચીરી નાખીને તારાં બે ફડચાડિયો કરી નાખીશ.” ટોળામાંના એક માણસે આગળ ધસી આવી, જેસનને પડખે ઊભા રહી, તેને પોતાની બંદૂક આપવા માંડી. પણ જેસને તેને બાજુએ ધકેલી મૂક્યો. ન્યાયાધીશ હવે જેસનને ફરીથી પૂછયું, “તું માઈકેલ સનલૉકસને અહીં શા માટે લાવ્યો છે?” જેસન હવે થોડો વખત ચૂપ ઊભો રહ્યો; જાણે મન સાથે અમુક ઝઘડો પતવતો હોય તેમ. પછી તે બોલ્યો, “હું પણ આઇસલૅન્ડર છું; અને આ કાનૂન-પર્વતનું હજારો વર્ષથી ચાલ્યું આવતું મહાતમ બરાબર જાણું છું – કે કોઈને અન્યાય થયો હોય કે કોઈ ઉપર જુલમ થયો હોય, તો તે ગમે તેમ કરીને અહીં આવી પહોંચે – ભલે પછી તે હલકટમાં હલકટ ગુલામ હોય – તોપણ અહીં તે તમો સૌની વચ્ચે મનુષ્ય તરીકેનું સમાન પદ પામે છે. અરે, તે વેરાન વગડામાં છુપાઈ રહેતો બહારવટિયો હોય, છતાં તે જો આ કાનૂનપર્વત ઉપર પગ મૂકે, અને તેને પાછો બહાર ચાલ્યો જવા દેવામાં આવે, તો તે હંમેશ માટે નિર્દોષ અને મુકત બની જાય છે. બોલો, એ વાત સાચી છે કે નહિ?” હજાર હજાર કંઠેથી અવાજ નીકળ્યો, “સાચી વાત છે; તદ્દન સાચી વાત છે.” તો આઇસલેન્ડના ન્યાયાધીશો અને દેશબંધુઓ, હું આને શા માટે અહીં લાવ્યો છું તે તમે સાંભળો ! આ માણસને જમણો જો જુઓ – તેમાં એક ખીલો ઠોકી દેવામાં આવ્યો હતો (લોકોમાં ઘેરો ગણગણાટ.); તથા તેની આ આંખો સામું જુઓ – તે તદ્દન આંધળી થઈ ગઈ છે. શાથી? નરકમાં પણ ન સંભવે તેવી બર્બરિયાત Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આત્મઅલિદાન અને અમાનુષી જાલમપણું જે એનું કારણ છે. (લોકમાં વિરોધને હુંકાર). એ માણસને ગુને કે અપરાધ શો હશે, તે તો હું જાણતો નથી – અને તે જાણવાની મને પરવા પણ નથી. ભલે તે મારા જેવો નાચીઝ હોય, મોટો ગુનેગાર હોય કે નરાધમ હોય – પણ કોઈ પણ ગુના બદલ આવી નરકને અને મોતને ટપી જાય તેવી સજા ન હોઈ શકે. (નહિ', “નહિ' એવા સેંકડો પોકાર.) તો સાંભળો ! ” પણ તે જ ઘડીએ અચાનક ભૂમિના પેટાળમાંથી કારમે કડાકો અને ગડગડાટ અચાનક ફાટી નીકળ્યો; અને ભલભલાની છાતી કંપી ઊઠી. જેસને એને જ અનુલક્ષીને કહેવા માંડયું, “જુઓ સાંભળો, આ કડાકો ટાપુના પર્વત ઊપસી આવ્યા અને તેની બધી જમીન ઊકળતા લાવાથી ઢંકાઈ ગઈ હતી તે વખતના જેવો કડાકો છે! ભગવાન તમને સૌને તમારાં કૃત્યો – અપકૃત્યોને બદલે આપવા તૈયાર થયા હોય એમ લાગે છે. પણ ભાઈઓ યાદ રાખો કે, “બદલો આપવાનું – પાપની સજા કરવાનું કામ ભગવાનનું છે; માણસનું કામ તો મદદ કરવાનું જ છે !' મને આને ઉપાડી તમે સૌ વચ્ચે થઈને પસાર થવા દો, એટલે તે આઝાદ બને.” આટલું બેલી તેણે ગ્રીબાના ખોળામાંથી માઇકેલ સન-લૉકસને પોતાના હાથમાં ઊંચકી લીધે, અને પછી સૌ લોકોને હાકલ કરીને કહ્યું, “ચાલો, જગા આપો – મને પસાર થવા દો!” તરત જ ન્યાયાધીશ અને બિશપે અળગા ખસી જઈ, તેને રસ્તો આપ્યો. ત્યાર પછી તો જેસન સન-લૉકસ સાથે લોકોના ટોળાએ આપેલા માર્ગમાં થઈને બહાર નીકળી ગયો. ચારે તરફથી હજારો અવાજ એકીસાથે પ્રગટયા – “છૂટા ! નિર્દોષ ! આ બંને જણ આજથી નિર્દોષ અને આઝાદ બને છે!” Page #370 -------------------------------------------------------------------------- ________________ પ્રલયકાળ પણ એટલાથી કશું પત્યું ન હતું ! હર્ષનાદ કરતા ટોળાએ આપેલા રસ્તામાં થઈને સન-લોકસને તેડી જેસન બહાર નીકળ્યો તો ખરો; તયા ગ્રીબાએ બેહોશ માઇકલ સન-લૉસને પોતાના ખોળામાં લઈ લીધો અને તેને ભાનમાં લાવવાના તરત સૂઝે એવા પ્રયાસો કરવા પણ માંડયા. પરંતુ જૉર્ગન જૉર્ગન્સન એટલાથી નમતું જોખે તેમ નહોતો. તેણે તરત આથિગના સભ્યો તરફ અને પાસે ઊભેલા ટોળા સામે જોઈને ત્રાડ નાખી, “તમારા હજાર વર્ષ જરીપુરાણા, જંગલી કાયદાઓને અમલ કરીને શું રાજી થાઓ છો? જેસન અને માઇકેલ સન-લોકસ વચ્ચે કેવો મોટો તફાવત છે, એ તમે બેવકૂફ કેમ ભૂલી જાઓ છો? જેસન આઇસલેન્ડ દેશનો કેદી છે તથા તમારા જ દેશનો અઠંગ ગુંડો છે, એટલે તમે ભલે તેને તમારા જંગલી કાયદા અનુસાર નિર્દોષ જાહેર કરો અને છૂટો મૂકો. ભગવાન તમારું ભલું કરે ! – પણ માઇકેલ સન-લૉકસ તો ડેન્માર્કનો કેદી છે; કારણ કે, તેણે ડેન્માર્કના રાજા સામે રાજદ્રોહ કરી તેમની સત્તા ઉથલાવી નાખવા પ્રયત્ન કર્યો હતો. એટલે તેને તમારા જંગલી કાયદા અનુસાર મુકત કે નિર્દોષ જાહેર કરી શકાય નહિ. ડેન્માર્કના રાજાજી જ તેને માફી બક્ષી શકે, એટલે હજુ તે ગુનેગાર અને કેદી જ છે!” એ અરસામાં માઇકેલ સન-લૉસ ગ્રીબાની મમતાભરી માવજતથી ભાનમાં આવી ગયો હતો. જોર્ગન જોર્ગન્સન વાઘની પેઠે તેના તરફ ૩૪૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આત્મ-બલિદાન જ ટાંપી રહ્યો હતો. તે હવે જૈસન તરફ જોઈને હસતો હસતો બોલ્યો, “આ હરામજાદો નાહકનો જ બેહોશ બનવાનો ઢોંગ કરી રહ્યો હતો - જો હવે તે કેવો ટટાર થઈ ગયો છે? તું એને ઊંચકીને લઈ આવ્યો ખરો, પણ તેથી તે બચી શકવાનો નથી – ઊલટો તું તો એને એના મોતના હાથમાં સોંપવા માટે જ અહીં ઉપાડી લાવ્યો છે!” જૈસને એ વાતનો કંઈ જવાબ આપ્યો જ હોત, પણ એટલામાં ભારે કડાકો થયો અને આખી ધરતી જાણે થરથર ધ્રુજવા લાગી. સાથે જ દક્ષિણ તરફથી પૂરપાટ ઘોડો દોડાવતો એક માણસ આવ્યો અને થોભ્યા વગર બૂમો પાડી સૌને ચેતવવા લાગ્યો, “ભાગો! ભાગો ! બરફનો પર્વત ઓગળીને ગબડતો ગબડતો આ તરફ આવી રહ્યો છે. જેને જીવ વહાલ હોય તે ભાગે!” લોકો આભા બની કશું કરે તે પહેલાં દક્ષિણ-પશ્ચિમ તરફથી બીજો એક જણ પૂરપાટ ઘેડો દોડાવતો આવ્યો અને બૂમ પાડવા લાગ્યો, “દરિયામાં નવા ટાપુ નીકળવા લાગ્યા છે, અને બધી નદીઓ સુકાઈ ગઈ છે. દરિયા તરફ લાલચોળ પથરાઓને વરસાદ વરસે છે, અને સમુદ્રનાં પાણી એ પથરાઓ અંદર પડવાથી સુસવાટા કરતાં ઊકળવા લાગ્યાં છે.” પેલો હજુ વિદાય થાય, એવામાં દક્ષિણ-પૂર્વમાંથી ત્રીજો માણસ પૂરપાટ ઘોડો દોડાવતો આવ્યો અને બૂમો પાડવા લાગ્યો કે, હેકલા તરફનો મુલક ધોવાઈ ગયો છે અને ધરતીના પટ ઉપર એક તસુ પણ હરિયાળી જગા બાકી રહી નથી. તેને પૂછપરછ કરતાં વધુ ખુલાસે એ મળ્યો કે, ઊકળતા પાણીનું પૂર પર્વત ઉપર ધસી આવ્યું છે અને તેની આગળ ધકેલાતાં બરફનાં ગચિયાંથી ખેતરો, દેવળે, ઢોર, ઘોડા, પુરુષ-સ્ત્રીઓ-બાળકો, બધું દરિયામાં ફંગોળાઈ ગયું છે. ત્યાં ભેગાં થયેલાં સૌ માણસે હવે એકસામટી ભયંકર ચીસ નાખી, ચારે દિશામાં જ્યાં ઠીક લાગ્યું ત્યાં દોડવા લાગ્યાં. કઈ તરફ Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રલયકાળ ३४७ ભય છે અને કઈ તરફ સલામતી છે, તેનો ખ્યાલ કર્યા વિના દરેક જણ જ્યાંત્યાં – એકબીજાની પાછળ – દોડવા લાગ્યું. ઘણાં તો પાછળ મૂકેલાં પોતાનાં સ્ત્રી-બાળકોની ભાળ મેળવવા, જે બાજુ ભય હતો તે તરફ જ દોડ્યાં. બીજું કેટલાંક પોતાની સલામતીને વિચાર કરીને જ ઊલટી દિશામાં દોડી ગયાં. બે મિનિટમાં તો આખો કાનૂન-પર્વતવાળો પ્રદેશ નિર્જન – વેરાન બની ગયો. માત્ર ઝીબા હજુ અધપર્ધા બેહોશ અને શૂનમૂન બની ગયેલા માઇકેલ સન-લૉકસને ટેકવીને સ્થિર ઊભી રહી. અને બીજા બે જણ જે ત્યાં રહ્યા તે જૉર્ગન જૉર્ગન્સન અને જેસન. જૉર્ગન જૉર્ગન્સન હવે શું કરે છે, તે તરફ તાકીને જે સન સ્થિર ઊભો રહ્યો હતો. પણ એટલામાં જૉર્ગન જૉર્ગન્સનના વીસ અંગરક્ષકો, તેની પરવાનગી વિના જ – તેને આથિગની બેઠક વખતે એકલો મૂકવો ઠીક નથી એમ માની રકજાવિકથી દોડતા આવી પહોંચ્યા. જૉર્ગન જૉર્ગન્સને પોતાના હુકમ વિના અહીં દોડી આવી રેકજાવિકને સૂનું મૂકવા બદલ તેમને ઠપકો આપવાને બદલે ઊલટું સમજદારી દાખવીને અહીં દોડી આવવા બદલ ધન્યવાદ આપ્યા. પેલા લોકોએ ઉતાવળા ઉતાવળા ખબર આપ્યા કે દક્ષિણ તરફ લાવા ફાટી નીકળવાથી તે તરફના લોકો રેકજાવિક તરફ ભાગી આવવા માંડ્યા છે, અને રેકજાવિકમાં ભારે ભીડ જામી છે. જૉર્ગન જૉર્ગન્સને તો એ કુદરતી કારમી આફતના સમાચારો તરફ કશું જ લક્ષ આપ્યા વિના એ લોકોને તાબડતોબ માઇકેલ સનલૉકસની ધરપકડ કરવાનું ફરમાવ્યું. માઈકેલ સન-લૉકસ છેક જ આંધળી અવસ્થામાં કશું જોયા-સમજ્યા વિના એક બાજુ ગ્રીબા સાથે ઊભો હતો. જેસને જૉર્ગન જૉર્મન્સનનો હુકમ સાંભળ્યો કે તરત ત્રાડ નાખી અને લોકોને પોતાની મદદે દોડી આવવા જણાવી માત્ર પોતાના Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ આત્મબલિદાન ખુલ્લા હાથ વડે જ અંગરક્ષકો ઉપર હુમલા શરૂ કર્યો. લેાકા તો પોતાની જ ફિકરમાં પડયા હતા, એટલે તે તેની મદદે દોડી ન આવ્યા. પણ જૅસન એકલાએ જ પેાતાના લેાખંડી બાહુઓથી કેટલાય અંગ-રક્ષકોને ઠેકાણે પાડી દીધા હોત; પરંતુ જૉર્ગન જૉર્ગન્સને તરત પેાતાની પિસ્તોલ ફરીથી હાથમાં લઈ જૅસન તરફ નિશાન લઈને ફોડી. જસનને તો તેના જમણા હાથ જુઠો થઈને લબડી પડયો ત્યાં સુધી કશી ખબર જ ન પડી; પણ હવે અંગ-રક્ષકોએ તેને પાછળથી પકડી લીધા અને જમીન સાથે દબાવી દીધા. દરમ્યાન બીજા અંગરક્ષકો માઇકેલ સન-લૉસ અને ગ્રીબાને પકડીને રેવિક તરફ દોડી ગયા. - પણ તે જ ઘડીએ દક્ષિણ તરફથી ધૂણી અને કાળી રેતી ભરેલી હવાનું મેાજું દીવાલની માફક ધસી આવ્યું અને ચારે તરફ અંધારું – અંધારું થઈ ગયું. જાણે પ્રલયકાળનું દટંતર આવી પૂગ્યું. જે લોકો હજુ ત્યાં ઊભા હતા તે ગાભરા થઈ પવનના તેાફાનમાં ઊડતી રેતીના કણની માફક આમતેમ વીખરાઈ ગયા. જૉર્ગન જૉર્ગન્સન અને ભેંસનને પકડી રાખનારા અંગરક્ષકો પણ ટપટ જીવ બચાવીને નાઠા; અને જૅસન એકલા જ આખા મેદાન ઉપર એકલા અટૂલેા પડી રહ્યો. દક્ષિણ તરફના પર્વતની ટોચ ઉપર લાલ વાળાઓને પ્રકાશ છવાઈ રહ્યો હતા, તે તેની નજરે પડયો. કેપ્ટરના જવાળામુખી ફાટવા લાગ્યા હતા. છતાં જૅસન દિવસના અંધારામાં બાથેાડિયાં મારતા અને લથડિયાં ખાતા એ ઉજજડ વેરાનમાં રસ્તા ફ્ફાસતે। ભાગવા લાગ્યો. તે ગાંડાની પેઠે બૂમા પાડતા હતા કે, “ અલ્યા ભગવાન તું કયાં છે? મેં ખાતરી આપી હતી કે પાપીની કમાણી મેાત છે', તે કયાં ગઈ?” તેના અંતરમાં અશ્રદ્ધા અને કિન્નાના જ્વાળામુખી ફાટી પડયો. Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રયકાળ અંધારામાં કોણ કથા ભાગનું હતું તેનું કશું ઠેકાણું રહ્યું ન હતું. બર્ગની ખીણ તરફ ખડકોની એક ઘાટીમાં જૉર્ગન જૉર્ગન્સન રસ્તો ચૂકી અટવાઈ ગયો. બનવાકાળ, તે જેસન પણ પડતો આથડતો ત્યાં જ આવી પહોંચ્યો. જૉર્ગને એને એ તરફને કોઈ ખેડૂત ધારી, જાવિક તરફને રસ્તો પૂછથી, અને જે તે સાચો રસ્તો બતાવે તે પાંચ ક્રાઉન ઇનામ આપવા જણાવ્યું. પણ તરત જ બંને જણ એકબીજાને ઓળખી ગયા. જર્મન જૉર્મન્સને તરત જ પિસ્તોલ ઉપર હાથ નાખ્યો. પરંતુ આથિગ વખતે જેસન ઉપર ફોડયા બાદ તેણે તેને ફરી ભરી ન હતી; એટલે તેને નકામી ગણી દૂર ફેંકી દીધી. જેસનના અંતરમાંથી તરત જ વિજયના આનંદની ટીસ ઊઠી. તે જાણતો હતો કે પોતે એ બુટ્ટા કરતાં ઘણો વધુ બળવાન છે, પરંતુ તેને જમણો હાથ જૉર્ગન જૉર્ગન્સનના પિસ્તોલના બારથી નકામો થઈ ગયો હતો, એટલે બંને જણા સરખા જ બની ગયેલા ગણાય. આવા ન્યાયી વંદયુદ્ધમાં એને ખતમ કરી નાખવાનું મળ્યું તેથી તે હુંકાર કરી ઊઠયો. પણ બીજી જ ક્ષણે તેના અંતરમાં કશો ખટકો થઈ આવ્યો. તે બે ડગલાં પાછો ખસીને એક બાજુ હાથ લાંબો કરીને બોલ્યો – જા, પેલો રેક જાવિક જવાને રસ્તે છે.” જર્મન જૉર્ગન્સન હુમલાની જ આશા રાખી રહ્યો હતો. જેસનના બદલાયેલા અવાજ અને વર્તણૂક્યી તે આભો થઈ ગયો. તેના ગળામાં ડચૂરો ભરાઈ આવ્યો : કંઈક બોલવા ઇચ્છવા છતાં તે કશું બેલી શક્યો નહિ. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ આત્મ-બલિદાન ભલે, મારી નબળાઈ ગણવી હોય તો નબળાઈ ગણજે, બેવકૂફી કહેવી હોય તે બેવકૂફી કહેજે – પણ તું એક વખત મારી માને બાપ હતો! ભગવાન મારી મા ઉપર કરુણા લાવે અને તને માફ કરે. મારા ભાઈના જીવના બદલામાં પણ તારા લેહીમાં હું મારા હાથ રંગવા માગતા નથી. પણ ઉતાવળ કર, મારી આંખો આગળથી જલદી દૂર થા!” - જોંગન જૉર્ગન્સન તરત જ પોતાના ઘોડાને એડી મારી, ત્યાંથી ભાગ થયો. તે ગમે તેવો દુષ્ટ માણસ હતો, પણ તેનું પાષાણ હૃદય પણ અત્યારે શરમથી ઘવાયા વિના ન રહ્યું. સાચી વફાદાર કસરને ભયંકર જ્વાળામુખી ફાટી નીકળવાને કારણે આખા આઇસલૅન્ડનું જીવન જૂનના અંતથી માંડીને બીજા વરસના જાન્યુઆરી સુધી અસ્તવ્યસ્ત થઈ ગયું. દક્ષિણના તથા દક્ષિણ-પૂર્વના પ્રદેશમાંથી ઘરબાર વગરનાં થયેલાં સેંકડો લોકો રેકજાવિક તરફ ભીડ કરતાં ધસી આવ્યાં હતાં; અને રાજધાનીની વસ્તી બે હજારથી વધીને વીસ હજાર થઈ ગઈ હતી. તેઓ બધાં ક્યાં કેવી રીતે રહેતાં હતાં અને શું ખાતાંપીતાં હતાં તે કોણ જાણે. દરિયા-કિનારો ખુલ્લો રહેતો ત્યાં સુધી તો એ બધાં લોકો માછલાં ઉપર ગમે તેમ કરીને જીવે. પણ ખાડીમાં બધે ઢીંચણપૂર બરફ છવાઈ જાય, ત્યારે તે માછલાંનાં હાડકાં અને લીલ-શેવાળ તથા દરિયા-કિનારે થતી વનસ્પતિ ઉપર જ તેમને ભૂખે મરવું પડે! Page #376 -------------------------------------------------------------------------- ________________ સાચી વફાદાર ૩૫૧ આ સંકટગ્રસ્ત લોકોને મદદ મોકલવા માટેની ધા યુરોપમાં સર્વત્ર પહોંચી ગઈ હતી; તથા બટાકા, અનાજ અને ભોજનથી ભરેલાં જહાજ આઇસલૅન્ડ તરફ ધસી રહ્યાં હતાં. પરંતુ બરફમાં જ જકડાઈ જવાથી રેક જાવિકથી દૂર દરિયામાં જ તે બધાં અટવાઈ રહ્યાં. એક મહિના બાદ તેઓ જ્યારે કિનારે પહોંચ્યાં, ત્યારે બટાકા ચામડાનાં ડીમચાં જેવા થઈ ગયા હતા અને અનાજ તથા બીજા ખાદ્ય પદાર્થો પથ્થરની શિલાઓ જેવા ! છેવટે ફેબ્રુઆરીના અંત સુધીમાં બધા માણસો ફરી પોતપોતાને ઘેર પાછાં ફરવા લાગ્યાં – ભલે એ સ્થળ ગમે તેવું ઉજજડ વેરાન બની ગયું હોય! વતનની મોહિની એવી ચીજ છે. આ કારમી કટોકટી દરમ્યાન માઇકેલ સન-લૉકસને ભાગ્યે કોઈ યાદ કરતું હોય. જોર્ગન જૉગન્સનને તે વખતે પોતાના હરીફને ખતમ કરવાની સારી તક હતી, પરંતુ ડેન્માર્કની રાજસત્તાની એને ખાસી બીક હતી; – કદાચ તે લોકો માઈકેલ સન-લૉકસની બાબતમાં આગળ કંઈ પગલું ભરવા ન માગતા હોય તો? ઉપરાંત તેને પોતાને પણ હવે લોકો ઉપરનો કાબૂ ગુમાવી બેઠેલા માઇકલ સન-લૉસને મસળી નાખવામાં કંઈ પ્રયોજન દેખાતું ન હતું – એ તુચ્છ મગતરું હવે તેને શું કરી શકે તેમ હતું? પણ એ બંને બાબતોમાં તે ભૂલ કરતો હતો : માઇકલ સનલૉકસ જેવો નિષ્ફળ નીવડેલો બંડખાર આવે કે મરે તે બાબત કંપનહેગનવાળા“ને જરાય પડી ન હતી; અને જવાળામુખીની બરબાદી ભુલાતી ગઈ તેમ તેમ પોતાને ખાતર દુ:ખ વેઠનાર માઈકલ સનલૉક લોકોને વધુ યાદ આવવા લાગ્યો હતો. અત્યાર સુધી માઈકેલ સન-લૉકસ રેપૂજાવિકની જેલની કેટડીમાં પડી રહ્યો હતો. માત્ર એક પુરુષ – આદમ ફેરબ્રધર – તેને માટે * કૉપનહેગન એટલે ડેન્માર્કની રાજધાની. અર્થાત ડેમાર્કના રાજસત્તા. - સ૫૦ Page #377 -------------------------------------------------------------------------- ________________ પર આત્મ-બલિદાન કંઈકે અવાજ ઉઠાવ્યા કરતો હતો, અને માત્ર એક સ્ત્રી - ઝીબા – આ દુઃખના દિવસોમાં પણ તેને વળગી રહી હતી. આદમ વારેઘડીએ ગવર્નર-જનરલ પાસે દોડી જઈ ફરિયાદ કર્યા કરતો કે, માઇકેલ સન-લૉકસ પ્રત્યે કેદી તરીકે નહિ, પણ જહાજ ઉપર ગુલામી કરવાની સજા પામેલા ગુનેગારની જેમ વર્તવામાં આવે છે. અને ગ્રીબા વારેઘડીએ બિશપના ઘરમાં પોતાને મળેલા ઉતારથી જેલખાના સુધી ખાવાપીવાની વસ્તુઓ લઈને આવ-જા કર્યા કરતી. અલબત્ત, માઇકેલ સન-લૉસને ખબર ન હતી કે પોતાને માટે આ કાળજી કોણ રાખે છે; – ગ્રીબા પોતે જ એ વાતની જાણ તેને ન થાય તેની કાળજી રાખતી. પણ આખું રેકજાવિક ગ્રીબા શું કરતી હતી તે જાણતું હતું. પોતે જ્યાં રાજરાણી તરીકેનો મો ભોગવી ચૂકેલી હતી, ત્યાં કંગાળ – ભુલાયેલી અવસ્થામાં, પોતાના પતિની જેલની દીવાલને સ્પર્શ કરવા ખાતર જ, પોતાના બાળક પુત્રી સાથે તે રેકજાવિકમાં રહેતી હતી. ધીમે ધીમે લોકોનું માઇકલ સન-લૉસ તરફી થતું જતું વલણ જર્મન જૉર્ગન્સનથી છૂપું રહ્યું નહીં. તેણે હવે માઇકેલ સન-લૉસને એટલે દૂર મોકલી દેવાનો વિચાર કર્યો કે જ્યાં લોકો તેને ઓળખતા જ ન હોય; અને ઓળખે તે પણ સંખ્યામાં એટલા ઓછા હોય કે જેથી તેમનો ઉપયોગ ગવર્નર-જનરલ સામે કરવાનું માઇકેલ સન-લૉકસ જ મુનાસિબ ન માને. આઇસલેન્ડની હકૂમત નીચે દૂરમાં દૂર કહી શકાય એવી એક જગા હતી : ગ્રીન્સી ટાપુ. આઇસલૅન્ડના મુખ્ય ટાપુથી દૂર પાંત્રીસ માઈલ ઉત્તરે શીતવૃત્તમાં તે ટાપુ આવેલ હતું. તે બહુ નાનો હતો, તેમજ તેમાં વસ્તી નામની હતી, – મુખ્યત્વે માછીમારોની. તે ટાપુમાં વેપાર-વણજ આકર્ષે તેવી કોઈ ચીજ ન હોવાથી બહારથી બહુ ઓછાં જહાજો ત્યાં જતાં. અને શિયાળા દરમ્યાન તો આઇસલેન્ડ અને તે Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ સાચી વફાદાર ટાપુ વચ્ચેને દરિયો જામી જઈને નાના હોડકા માટે પણ અગમ્ય બની જતે. અંધ માઇકલ સન-લૉસે એવા નિર્જન ટાપુ ઉપર પોતાને ન મોકલવા માટે ઘણી વિનંતી કરી, તથા આદમ ફેરબ્રધરે તો રીતસર વિરોધનો પોકાર જ ઉઠાવ્યો. પણ જૉર્ગન જોર્ગન્સને ખંધું હસીને એવો જવાબ વાળ્યો કે, અહીં એક કોટડીમાં ગોંધાઈ રહેવું, તેના કરતાં ત્યાં આખા ટાપુ ઉપર છૂટા ફરવું, એ વધુ સારું ગણાય; એટલે સન-લૉકસને ઝીમ્સી મોકલવો એ તેના હિતમાં છે! રેકજાવિકના લોકો પણ પોતાના માનીતા નેતા માઇકેલ સનલૉકસને એટલે દૂર ખસેડવાની વાત જાણી બહુ ગુસ્સે થયા; પણ લોકોનો ગુસ્સો કે જુસ્સો દૂરથી તેને વિદાય આપીને જ છેવટે કૃતાર્થ થયો. માત્ર ઝીબા અને બુદ્દો આદમ હજુ પણ માઇકેલ સન-લૉકસને મદદ શી રીતે પહોંચાડવી તે અંગે પોતપોતાની સ્વતંત્ર યોજનાઓ ઘડવા લાગ્યાં. માઈકેલ સન-લૉકસને ગ્રીસી ટાપુ ઉપર ખસેડ્યા બાદ, પ્રથમ તો તે ટાપુ ઉપરના એકમાત્ર તવંગર કહી શકાય તેવા જોન્સન નામના એક લેભી કંજૂસને સમજાવવામાં આવ્યો કે, તે માઇકેલને આખી જિંદગી સુધીના ગિરમીટિયા* તરીકે રાખી લે. પણ સન-લૉકસનું આંધળાપણું તથા શરીરનું દૂબળાપણું જોઈ, પેલાએ તેને મફતેય રાખવાની ના પાડી. જોન્સન સિવાય બીજું કોઈ ત્યાં નોકર કે ગુલામ રાખી શકે તેવું તાલેવંત નહોતું; એટલે પછી સન-લૉસને એ ટાપુના પાદરીને સેપી • ગિરમીટિયે એટલે “એગ્રીમેન્ટ” – બોન્ડથી બાંધી લીધેલ નોકર. ફીજી દેશમાં એ રીતે હિંદુસ્તાનમાંથી મજૂરે મોકલવામાં આવતા તે 'ગિરમીટિયા.” નામે ઓળખાતા. - સપાટ આ૦ – ૨૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આત્મ-બલિદાન દેવામાં આવ્યો. એ પાદરી તેને ખવરાવે.પિવરાવે અને સાચવે; તથા વરસમાં બે વખત તેના સમાચાર રેકજાવિક ગવર્નરને પહોંચાડે. એ બદલ તેને વરસે ત્રણસે ક્રાઉન ભથ્થુ આપવામાં આવે. માઇકેલ સન-લૉકસને હાથપગે બેડીઓ નાખવામાં ન આવી; પણ એ ટાપુને કિનારો એવી તીણી કરાડવાળે હતે કે તે એકલો થોડાંક ડગલાં જ ભરવાની હિંમત કરવા જાય કે તરત કોઈ ને કોઈ કરાડમાં ગબડી પડી તેના ફુરફુરચા ઊડી જાય. જે પાદરીની હકૂમત હેઠળ સન-લોકસને મૂકવામાં આવ્યો હતો, તે વસ્તુતાએ તેનો જેલર જ હતો. આ પાદરીને વાચકો બરાબર ઓળખે છે; કારણકે, તે બીજો કોઈ નહિ પણ સ્ટિફન એરીનું લગ્ન ગવર્નર-જનરલ જૉર્ગન્સનની પુત્રી રાશેલ સાથે કરાવવા બદલ રેકજાવિકથી ખસેડી અહીં લગભગ દેશનિકાલ કરવામાં આવેલો સિફસ થીમ્સન જ હતો. અહીં આવ્યો ત્યારે તે જુવાન હતા, પણ અહીં આવ્યા બાદ અહીંને બેકાર એકલવાસ ભૂલવા તે દારૂની લતે ચડી ગયો. એટલે સુધી કે તે આખે વખત લગભગ બેહોશ અવસ્થામાં જ હતું. તેથી કરીને તેના જજમાનને જ્યારે કંઈ લગ્ન કે નામકરણ વગેરેનું કામ હોય, ત્યારે તેઓ અગાઉથી તેને સમજાવી-પટાવીને તેના ઘરના એકાદ ઓરડામાં રાત માટે પૂરી રાખે, જેથી બીજે દિવસે વખતસર તે જાગૃત અવસ્થામાં મળી આવે. હવે તેની ઉંમર થવા આવી હતી અને એકલો જ પોતાના શેવાળ-છાયા ઘરમાં એક ચીડિયા બુઠ્ઠા નોકર સાથે દહાડા કાઢતો હતો. તે બહુ અસ્થિર મનને, બીકણ, તથા ઢીલુંપોચો માણસ હતો; છતાં બીજી રીતે તે સીધાસાદો અને ભલોળો હતો : કોઈ પણ માણસ પિતાના દુ:ખની વાત સંભળાવીને સહેલાઈથી તેની સહાનુભૂતિ પ્રાપ્ત કરી, તેનો લાભ તેમજ ગેરલાભ ઉઠાવી શકે. * જુઓ આગળ પાન ૨૫મું - સપાટ Page #380 -------------------------------------------------------------------------- ________________ સારી વફાદાર ૩૫૫ પણ માઇલ સન-લૉકસના આવ્યા બાદ સિક્સ પોતાના પચીસેક વર્ષના દારૂના લાંબા ઘેનમાંથી જાણે જાગ્રત થઈ ગયો અને તેના જીવનમાં ઊથલપાથલ મચી રહી. પોતાનો કેદી-પરોણો આવ્યો ત્યાર બાદ તેની સરભરા માટે શું કરવું અને શું ન કરવું એની ગડભાંજમાં પડી તે લગભગ હતાશ થવાની અને ફરી દારૂની લતે ચડવાની તૈયારીમાં હતું, તેવામાં એક અજાણી બાઈ પોતાના હાથમાં એક બાળકને તેડીને તેના ઘરને બારણે આવીને ઊભી રહી. તે જુવાન હતી, ઘાટીલી હતી, પણ તેનાં કપડાં છેક ગરીબ માણસને છાજે તેવાં જ હતાં. તેણે આવીને પાદરીને ત્યાં ઘરકામ કરનાર નેકરડી તરીકે રહેવા મરજી બતાવી. પોતાની કરુણાજનક કહાણી સંભળાવતાં તે લગભગ રડી જ પડી : તે પોતે પરદેશી બાઈ છે, પણ આઇસલેન્ડના વતનીને પરણી હતી. તાજેતરમાં તેને પતિ ગુજરી જતાં તે નિરાધાર – નિરાશ્રય બની ગઈ છે. તેના સાંભળવામાં આવ્યું કે, ગ્રીન્સીના પાદરી એકલા જ છે તેથી તેમને ઘરકામ સંભાળે તેવી બાઈની જરૂર હશે; એટલે તે અહીં આજીવિકા શોધવા આવી છે. તેના જેવી જુવાન બાઈને બીજા કોઈને ઘેર કામ કરવા રહેવું સહીસલામત ન કહેવાય એટલે પિતાને અને પિતાના બાળકને પાદરીસાહેબને ઘેર ખાવાપીવાનું અને રહેવાનું મળશે, તો તે એમનું બધું ઘરકામ બરાબર સંભાળશે ઈવ, ઇ. એ અજાણી બાઈ ઝીબા જ હતી; અને તે પોતાની કહાણી સિંક્સને સંભળાવતી હતી તે દરમ્યાન એ ભલા પાદરીની આંખમાં આસુ જ આવી ગયાં. તેણે બીજું કંઈ બોલ્યા વિના તેને સીધી ઘરનું રસોડું સંભાળવા જ મોકલી દીધી. માત્ર એક જ શરત પાદરીએ રજ કરી કે, આઇસલેન્ડવાળા માલિકને ઘેર આઇસલૅન્ડની નોકરીઓ જે રીતે રહે છે તે રીતે તેણે રહેવું પડશે – એટલે કે, તેણે પોતાના કમરની સરહદમાં જ રહેવાનું તથા બહારના મહેમાન – મુલાકાતીની નજરે કદી નહિ ચડવાનું. પાદરીએ વધારામાં ઉમેર્યું કે, “ખાસ કરીને Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આત્મ-બલિદાન મારે ત્યાં એક મહેમાન હમણાં લગભગ કાયમ માટે રહેવા આવ્યા છે, તેમની નજરે તારે હરગિજ નહિ ચડવું. અલબત્ત, એ મહેમાન આંધળા છે, એટલે તેમની નજરે ચડવાનો સવાલ જ નથી; પણ તેમના સાંભળવામાં આવે એવી કશી હિલચાલ કે ચેષ્ટા પણ તારે કદી નહિ કરવી.” ગ્રીબાએ તરત જ એ શરત કબૂલ રાખી; કારણ કે, તેની યોજના પણ માઈકેલ સન-લૉકસથી અણછતા રહેવાની જ હતી. પણ તેણે ઠાવકાઈ દેખાડીને એટલું જ કહ્યું કે, “માલિક, હું એવી રીતે રહીશ કે જેથી તમે પોતે તેમને નહીં કહો ત્યાં સુધી તે જાણી પણ નહિ શકે કે હું પણ આ ઘરમાં રહું છું.” આમ ગ્રીબાએ પ્રેમીની ચાલાકી દાખવીને માઇકલ સન-લોકસ સાથે એક જ છાપરા હેઠળનો વસવાટ સાધી લીધો. તેમાં તેના બે ઇરાદા હતા – એક તો પતિની નજીક જ કાયમ રહેવું અને તેની માવજત – સારવાર – સેવા બજાવ્યા કરવી. બીજું, એમ પ્રેમ-સેવા દાખવીને કોઈક દિવસ તેને પાછો જીતી લેવો. તે માઇકેલ સન-લૉકસને એવી ખાતરી કરાવવા માગતી હતી કે, પોતે માન-પ્રતિષ્ઠાને કે વિલાસતમને ખાતર નહિ, પણ તેની ઉપરના પ્રેમને ખાતર જ તેને વરી હતી. માઇકેલ સન-લૉકસ જ્યારથી એવું માનતો થઈ ગયો હતો કે. ગ્રીબા કેવળ ઘમંડી અને છીછરી બાઈ છે; તેથી તેના ઉપર તેને ઘણા ઊપજી હોઈ, તેણે તેને ત્યાગ જ કર્યો હતો. એટલે ગ્રીબાએ તેના અંતરનો બુઝાઈ ગયેલ પ્રેમદીપ ફરી સ્નેહ-સેવા વડે પેટાવવા પ્રયત્ન કરી જોવાને નિરધાર કર્યો હતે. છ મહિના પસાર થઈ ગયા તે દરમ્યાન ઝીબાએ આઇસલૅન્ડની નોકરડીની રીતે આઇસલૉન્ડના માલિકને ત્યાં રહેવાનું વચન બરાબર • પાળી બતાવ્યું. માઇકેલ સન-લૉકસને જરાસરખો અણસાર આવે તેવી Page #382 -------------------------------------------------------------------------- ________________ સાચી વફાદાર ૩૫૦ રીતે કદી તે એની પાસે જતી નહિ. સન-લૉકસની છેક નજીક જઈને જે કઈ કામ કરવાનું હાતું, તે પેલા બુઢ્ઢો નોકર જ કરતા. પણ ગ્રીબાએ બીજી રીતે પાદરીનું આખું અંધારિયું ગેાજું ઘર આનંદ અને વ્યવસ્થાના પ્રકાશથી ભરી કાઢયુ . માઇકેલ સન-લૉક્સ અંધ હોવા છતાં ઘરમાં થયેલા એ ફેરફાર તરત અનુભવી શકો. તે એક દિવસ પેાતાનું અંધ માં પાદરી તરફ ઊંચું કરીને કહેવા લાગ્યો, “કોઈ તા એમ જ કહે કે, ઘરમાંથી સૂર્યના પ્રકાશ કી દૂર થતા જ નથી!” આ "7 66 ખરી વાત ! મારી ભલી ઘર કારભારણને એ પ્રતાપ છે. પાદરીએ હકાર ભણતાં કહ્યું. મેં એનાં પગલાં સાંભળ્યાં છે; તે કોણ છે વારુ?” 66 · ગરીબ બિચારી જુવાન બાઈ છે તાજેતરમાં વિધવા થઈ છે.” જુવાન ? ” 66 " "6 “ હા, જુવાન સ્તે.” 66 ‘બિચારી, બાપડી ! '” - ત્યાર પછી કેટલાક દિવસ બાદ ગ્રીબાએ – માઇકેલ સનૉક્સ અને પાદરી વચ્ચે આ પ્રમાણે વાતચીત થતી સાંભળી “તમે, મહાશય, કદીય પરણવાના વિચાર કરેલા ખરે ?” માઇકલે પૂછ્યું. “ હા; મને અહીં મેકલી દેવામાં આવ્યો, ત્યારે મારું લગ્ન થવાની અણી ઉપર હતું; પણ મારે અહીં આવવાનું થતાં તે ભલી બાનુ અહીં આવીને મારી સાથે વસવાની હિંમત ન કરી શકી. ત્યાર "" પછી તેા બીજી કોઈ સી પ્રત્યે મેં નજર પણ નાખી નથી. “પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે, તમારી પ્રત્યે એ બાઈએ આવા ભૂંડો વ્યવહાર કર્યો હાવા છતાં, તમે હજુ તેને ભાવપૂર્વક યાદ કરતા જ હશેા ! ” Page #383 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન “ હા, એ ખરી વાત છે.” પાદરીએ નિસાસા નાખ્યો. બીજી એક વાત કહા — તમે રાવિકમાં સામાન્ય સ્થિતિએ હતા ત્યારે પણ કોઈક દિવસ આચાર્ય કે ધર્માધ્યક્ષ થવાની લાલસા તમને થઈ હશે જ, ખરું ને ?” ૩૫૮ 66 “એમ હતું ખરું; કારણ કે જુવાનીમાં એવાં મહત્ત્વાકાંક્ષી સ્વપ્ના દરેકને હાય છે. 66 અને તમને અહીં માકલી દેવામાં આવ્યા ત્યાર પછી તમારી એ બધી આશા મરી ગઈ, ખરું ને?” .. “હા, ખરી વાત છે. ” “એ જ જૂની કહાણી ! ' માઇકેલ સન-લૉક્સ ગણગણ્યો; “પુરુષના જીવનમાં પ્રકાશ કે અંધારું ભરનાર સ્ત્રી જ હોય છે. છીછરી સ્ત્રીએ કેટલાય પુરુષોનાં જીવનમાં પૂળા મૂકથો હાય છે.” અને એમ કહી તેણે જે ઊંડો નિસાસા નાખ્યો, તે ગ્રીબાના હૃદયને જાણે આરપાર વીંધી ગયો. ર એક વર્ષ પસાર થઈ ગયું. આખા વર્ષ દરમ્યાન પોતાના પતિ સાંભળી શકે એવા એક શબ્દ પણ ગ્રીબાએ ઉચ્ચાર્યો ન હતા. પણ તેથી તેના કાન જરાય નવરા રહ્યા ન હતા – માઇકેલ સન-લૉક્સ જે કંઈ બાલે તે રજેરજ તે સાંભળ્યા કરતી. માઇકેલ સન-લૉક્સને જે જોઈએ તે માગ્યા પહેલાં રજૂ કરી દેવું, એ જ એને જાણે ધંધા હતા. દરેક વખતે માત્ર હળવું પગલું જ સન-લૉકસને કાને પડે કદાચ કપડાંને થોડો ઘણા સળવળાટ પણ સંભળાય. પરંતુ એ પગલું અને કપડાંને સળવળાટ હરવખત માઇકેલને અચાનક બીજી કોઈ સ્ત્રીની – ગ્રીબાની – દુ:ખભરી યાદ જ તાજી કરાવતાં. — ઉનાળામાં માઇકેલ સન-લૉક્સ પાદરીના હાથના ટેકે બહાર જરા ફરવા નીકળતા. બાકી, શિયાળામાં તે નવેમ્બરની શરૂઆતથી ગાઢી Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ સાચી વફાદાર લાંબી રાત શરૂ થતી, તે પછીના મહિનાની ૨૧મી તારીખથી સૂર્ય તેની ઉત્તર તરફની મુસાફરી શરૂ કરે ત્યાં સુધી ચાલુ રહેતી. એ દરમ્યાન કદી સૂર્ય ક્ષિતિજ-રેખાની ઉપર આવે જ નહિ. દરમ્યાન બરફ જામવા માંડે, અને માઇકેલ સન-લૉકસ બેવડા અંધારામાં જકડાઈ જાય. એક અંધારું શિયાળાનું અને બીજું વધુ ગાઢ અંધારું તેના અંધાપાનું. એ ગમગીન અવસ્થા દરમ્યાન એક વખત માઇકેલ સન-લૉકસ ગણગણ્યો કે, મારી પાસે ફિડલ જેવું કંઈ વાજિંત્ર હોય, તો આ બધા ભારે કલાકો કંઈક સરળતાથી પસાર કરી શકાય. ગ્રીબા તેના એ બોલ સાંભળી ગઈ. ગ્રીબાની પાસે પૈસાની સગવડ તે હતી જ, એટલે તેણે તરત પત્રવ્યવહાર શરૂ કર્યો અને એક દિવસ વસંત ઋતુ બેસે તે પહેલાં પાદરીને નામે કોઈ અજાણી વ્યક્તિએ ભેટ મોકલેલું દેવળ માટેનું “ર્ગન'વાનું આવી પહોંચ્યું. કોઈ સંરક્ષક દેવદૂત આપણા મનની વાત જાણી લઈ, આપણને જોઈતી વસ્તુઓ પૂરી પાડે છે, ખરું ને?” માઈકેલ સનલૉક્સ રાજી થતો પાદરીને કહેવા લાગ્યો. ગ્રીબા એના ચહેરા ઉપરનો એ રાજીપ દેખીને અધ અધ થઈ ગઈ. નવું વાજિત્ર દેવળમાં પહેલે દિવસે વગાડવાનું હતું ત્યારે લોકો દેવળમાં ખાસ ઉત્સાહથી ભેગા થયા. માઇકેલ સન-લૉસ ઑર્ગન વગાડવા લાગ્યો અને લોકો ગાવા માંડયા. ગ્રીબા પણ લોકો સાથે ગાવામાં ભળી, – પ્રથમ બહુ ધીમેથી, પણ પછીથી તે ઉત્સાહમાં આવી જઈ મોટેથી જ ગાવા લાગી. અચાનક વાજિત્ર વાગતું બંધ થયું અને ગ્રીબાએ જોયું કે માઈકેલ સન-લૉકસ નવાઈ પામી પોતાનો અંધ ચહેરો તે ઊભી હતી તે તરફ કુતૂહલપૂર્વક વાળીને જોઈ રહ્યો છે. એ જ દિવસે પાછળથી માઇકેલ સન-લૉસે પાદરીને પૂછયું, “દેવળમાં મોટેથી સારું ગાતી હતી એ બાઈ કોણ હતી?” Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આત્મબલિદાન 64 બીજી કોણ વળી ? આપણી ઘર-કારભારણસ્તા. પાદરીએ વિધવા થઈ છે – પરદેશી છે, "" કરવા રહે છે. .. જવાબ આપ્યો; “ બિચારી જુવાન વયે અને પેાતાના છેકરા સાથે અહીં કામ "T “ છેકરા સાથે રહે છે? ” એટલું પૂછી સન-લૉક્સ ચૂપ થઈ ગયા; અને ઘેાડી વાર બાદ માત્ર એટલું જ ગણગણ્યો; “ બાપડી, બિચારી ! ’ .. ગ્રીબા આ સવાલ-જવાબ સાંભળતી હતી. તે એકદમ તને સંભાળી લઈ અંદર ચાલી ગઈ; અને પછીથી કોઈ વખત આમ છતા ન થઈ જવાય તે માટે કાળજી રાખવાનું નક્કી કરીને રસેડા ભણી જ પુરાઈ રહેવા લાગી. બે વર્ષ એ રીતે પસાર થઈ ગયાં. પણ હવે ગ્રીબાના બાળકપુત્ર ત્રણ વર્ષને થયો હતેા. તે ચાલતો થોડું અને બાલતો વધારે. આખા ઘરમાં મરજીમાં આવે ત્યાં જતાં કોઈ તેને રોકી શકતું નહીં. એક વખત પેાતાના અંધારા અંધાપામાં એકલા બેઠેલા માઇકેલ સન-લૉક્સ તેને જડી ગયો; અને તે બે વચ્ચે મિત્રતા શરૂ થઈ. સન-લૉસે પૂછ્યું – “બેટા તારું નામ શું? ” “ માઇકેલ.” નાનકાએ જવાબ આપ્યો. પણ પછી તરત ઉમેર્યું, “તમારા છેાકલાનું નામ કેઉં છે?” .. બેટા, મારે છેકરા નથી.' 46 “છેકલે! જ નથી ?' C “પણ જો હોત તે તેનુંય નામ હું માઇકેલ જ પાડત.” નાનકો સન-લૉક્સના અંધ માં સામું થેાડી વાર જોઈ રહ્યો; પછી કશેાક વિચાર આવતાં એ તરત એના ઢીંચણ ઉપર ચડી, એને ગળે વળગીને બાલ્યો, “હું તમાલા છેાકલા થઈછ.” Page #386 -------------------------------------------------------------------------- ________________ સાચી વફાદાર “ હા, બેટા; તું જ મારા છોકરા બન; મારી હાથ-લાકડીસ્તા. મને બહુ એકલું એકલું લાગે છે; મારાથી બહાર ફરવા પણ જવાતું નથી.' 66 છેકરા હવે નીચે ઊતરી, અચાનક દેડકાની પેઠે બેસીને બાલ્યો, જો’એ, જો' હું કોન છું?” “બેટા, મારાથી જોઈ શકાતું નથી; હું આંધળો છું.” “આંધલા એટલે ?” 66 ૩૬૧ “જે કશું ન દેખી શકે તે. પણ બેટા, તું મારા છેાકર બન્યો છે એટલે તું તારી આંખા વડે જોઈને મને દારજે એટલે આપણે બહાર ફરવા જઈશું અને પંખીઓને ગાતાં સાંભળીશું.” 64 ખલી મજા!" પૂછ્યું. એટલામાં પાદરી બહારથી અંદર આવ્યા. માઇકેલ સન-લૉક્સે તેમને પૂછ્યું, “અરે, આ છકરાને ભેટો અત્યાર સુધી મને કેમ નહીં થયો હોય વારુ?” “એમાં નવાઈ પામવા જેવું કશું નથી; તમે આઇસલૅન્ડવાસીના ઘરમાં દશ વર્ષ રહેા, તાપણ નાકરનાં છેાકરાં કદી જોવા ન પામેા.” “આ છેકરાની આંખાના રંગ કેક છે, વારુ ? ” સન-લૉન્સે "" “ ભૂરા. “તે। પછી તેના વાળના રંગ સાનેરી જ હશે!” “હા; બિલકુલ શણ જેવા.” સન-લૉક્સ પેાતાની બેઠક ઉપર ઢળી પડયો અને ગણગણ્યો, “બધું સમુંસૂતરું ચાલ્યું હા તે મારે પણ એના જેવા જ છેાકરા અત્યારે હાત ! ગ્રીબાએ આ બધા વાર્તાલાપ ઘૂંટણિયે પડીને બારણા પાછળથી સાંભળ્યો હતેા. તેનું હૃદય ધબકારે ચડીને જાણે ફાટી પડવા લાગ્યું. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ આત્મ-બલિદાન તે તરત જ પોતાના કમરામાં દોડી ગઈ. ત્યાંના અરસામાં તેણે પિતાનું ગાભરું બની લાલ લાલ થઈ ગયેલું મોં જોયું. અચાનક પહેલી જ વાર તેને એમ લાગ્યું કે, પોતે હજુ સુંદર ચહેરા-મહોરાવાળી છે. માઇકેલ સન-લૉસને તેને (ઝીબાન) સુંદર ચહેરો ખૂબ જ પ્રિય હતો એ વિચાર આવતાં તે હર્ષ-પુલકિત થઈ ગઈ. પણ તરત તેને વિચાર આવ્યો કે, માઇકેલ સન-લોકસ તો હવે અંધ બની ગયો છે – તે મારું મુખ શી રીતે ફરી કદી જોવા પામવાને છે? એ વિચાર તેના હૃદયને તરવારના ઘાની પેઠે ચીરી નાખવા લાગ્યો. તે લગભગ જડ બની જઈને સ્થિર ઊભી રહી. તેની સર્વ સંજ્ઞા જાણે લુપ્ત થઈ ગઈ. જ્યારે ફરીથી તેનું વિચારતંત્ર ચાલુ થયું. ત્યારે કોણ જાણે કેવી રીતે તેને હસાવિક વૈદનો વિચાર જ પહેલો સ્ફર્યો. ગંધકની ખાણામાં ખોદકામ કરવા જનારા મજૂરો ગંધકની ધૂણીથી આંધળા બની જાય, ત્યારે તેમની આંખોનો ઉપચાર કરનાર તરીકે હસાવિક મશહૂર હતે. અને એ વૈદનો વિચાર જ ગ્રીબાને તે આખો દિવસ તથા પછીના દિવસે પણ જકડી રહ્યો, – તેને કેમ કરીને અહીં બોલાવવો અને માઇકેલ સન-લૉકસની આંખોને ઇલાજ કરાવવો ! અને એ વિચારના ભારથી તે જાણે ગૂંગળાઈ જવા લાગી. છેવટે તેણે પોતાની પાસેની રોકડના સંગ્રહમાંથી જરા આડકતરા કહેવાય તેવા માર્ગે એ વૈદને પૈસા મોકલાવ્યા અને તેને ગ્રીન્સી બોલાવ્યો, ત્યારે જ તે કંઈક સાંસતી થઈ. પણ એ વૈદ આવે તેની રાહ જોવાના વચગાળામાં તેના અંતરને જુદો જ એક ભય ઘેરી વળ્યો. માઈકેલ સન-લૉકસ અને પોતાના દીકરા વચ્ચે પહેલી મુલાકાત થઈ ત્યાર બાદ રોજ સન-લૉકસ અંદરના કમરા તરફ મોં કરીને બૂમ પાડતે, “નાનકા માઇકલ! નાનકા માઇકલ! બેટા અહીં આવ ” Page #388 -------------------------------------------------------------------------- ________________ સાચી વફાદાર ૩૬૩ અને ગ્રીબા તરત નાનકા માઇકેલને લૂછી-પૂછી, તેના સોનેરી વાળ ઓળી કરી, તેને બહાર મોકલી દેતી. પણ ત્યારથી તેના લક્ષમાં આવી ગયું હતું કે, માઈક્લ સન-લૉકસ તેના (ગ્રીવાના પગલાના અવાજને લક્ષ દઈને સાંભળવા પ્રયત્ન કર્યા કરતો. અને એ વસ્તુથી તેને એવો ડર લાગવા માંડ્યો કે, પોતાને પ્રગટ થવાને યોગ્ય સમય આવે તે પહેલાં જ સન-લૉસ એને ઓળખી તો નહી કાઢે? પણ એ ડર કરતાંય બીજો એક ભય તેને હવે રૂંધવા લાગ્યો - માઇકેલ સન-લૉસ તેને બીજી જ કોઈ પરદેશી રી – ઘરની નોકરડી – ગણીને અને જાણીને તે તેના તરફ આકર્ષાને નહીં હોય ! તરત જ ગ્રીબાનું અંતર માઇકેલ સન-લૉકસ તરફ ધૃણા અને તિરસ્કારથી ભરાઈ ગયું. કારણ કે, ઝીબાએ જોયું હતું કે, માઇકેલ સન-લોકસે ભૂલથી પણ તેને (ઝીબાને) અહીં કદી યાદ કરી ન હતી. ગ્રીબાને તે તેણે જાણે પોતાના મનમાંથી સદંતર ભૂંસી જ નાખી હતી. - આવો વિચાર કોઈ પુરુષને પોતાની પ્રેમપાત્ર માટે આવ્યો હોત, તે તે એમ જ નક્કી કરી બેસત કે, “એ મને સદંતર ભૂલી જ ગઈ છે – અને બીજા કોઈને સ્વીકારીને ભવિષ્યમાં સુખી થશે. હું તો તેની કશી ગણતરીમાં જ નથી, તે પછી હું પણ મારો જુદો રસ્તો શોધી લઉં એમાં શું ખોટું?” પણ સ્ત્રીને તર્કવિચાર જુદી જ રીતે ચાલે છે – ગ્રીબાએ એમ જ વિચાર્યું કે, “મને તે એ છેક જ ભૂલી ગયા છે, પણ મને ભૂલીને એ કયાં જવાના છે? હું છું ત્યાં સુધી જોઉં તો ખરી કે, બીજી કોણ એમને જીતી જાય છે! અરે, મારી પાસેથી કોઈ એમને ઝુંટવી લે એમ નથી!” એક વખત સન લૉકસ પાદરીને પૂછી જ બેઠો – “આ નાનક માઇકેલની મા દેખાવે કેવી છે?” Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આત્મ-બલિદાન . પેલા પાદરીએ જવાબ આપ્યો, “મારા જેવા બુઠ્ઠા ખસૂટની આંખો જો બરાબર કદર કરી શકતી હોય, તે મને તો તે યુવતી બહુ સુંદર દેખાય છે – એ નોકરડી થવાને લાયક જ નથી. તેના વાળ સુંદર મજાના છે, અને તેને અવાજ તો મધુર અને હૃદયસ્પર્શી છે.” એક વાર તેને અવાજ સાંભળ્યો છે,” માઇકેલ સનલૉકસે કહ્યું; “પણ તેનો પતિ આઇસલૅન્ડનો હતો અને તે ગુજરી ગયા છે એમ તમે કહો છે, ખરું ને?” હા, તેણે એમ જ કહ્યું હતું. અને એક બાબતમાં તે બિલકુલ મારા જેવી છે.” * કઈ બાબતમાં વળી?” “પતાને પતિ ગુજરી ગયો ત્યાર બાદ તે બીજા કોઈ પુરુષ ઉપર નજર નાખવા માગતી નથી – અને કદાચ એ ઇરાદાથી જ તે આ ગ્રીન્સી ટાપુમાં આવીને જીવતી દટાઈ ગઈ છે. હું પણ હવે બીજી કોઈ સ્ત્રીને મારી પ્રેમપાત્ર તરીકે મનમાં સ્થાપતો નથી તેમ!” “આહા!” સન-લૉકસ આંધળાઓ જે રીતે ધીમેથી ગણગણે છે તે રીતે ગણગણ્યો; “ભગવાને જો મને પેવીને બદલે આવી મધુર, આવી વફાદાર, આવી સીધીસાદી સ્ત્રી આપી હોત તો!– પેલીને બદલે – અને છતાં – અને છતાં – ” ગ્રીબા એ સાંભળી તરત જ મનમાં પોકારી ઊઠી, “બાપરે, આ તો મારા ઉપર પ્રેમમાં જ પડતા જાય છે ને કંઈ?” અને તેણે ત્યારથી જ તેને પોતા પ્રત્યે વધુ ને વધુ પ્રેમમાં જકડતા જવાનો વિચાર કર્યો. એમ કરતાં કરતાં તે જ્યારે હંમેશ માટે તેને બની રહે, ત્યારે તેને પોતાના હાથ વીંટીને કહી દેવું, “સન-લોકસ, સન-લૉક્સ, હું ગ્રીબા છું, ઝીબા !” ગ્રીબા આ નવા વિચારના જુસ્સામાં ઝુલતી હતી તે અરસામાં જ હસાવિક વૈદ્ય ગ્રીન્સી આવી પહોંચ્યો. તેણે કહ્યું કે, તેને આદમ Page #390 -------------------------------------------------------------------------- ________________ સાચી વફાદાર રબ્રધર નામના કોઈ અજાણ્યા માણસે લંડનથી કાગળ લખીને એક જણની આંખોની દવા કરવા અહીં મોકલાવ્યો છે. અહીં કહી દઈએ કે, ગ્રીબાએ જ આદમ ફૅબ્રિધરના નામથી એ કાગળ તેને ફી સાથે મોકલાવ્યો હતો. હસાવિકે પ્રથમ તો દિવસના અજવાળામાં માઇકેલ સન-લોકસની આંખ તપાસવાનો પ્રયત્ન કર્યો. પણ દરિયા તરફથી આવેલા ધુમ્મસને કારણે પ્રકાશ ધૂંધળો થઈ ગયો હોવાથી, છેવટે તેણે મીણબત્તી મંગાવી અને ગ્રીબાને તે બરાબર પકડીને પાસે ઊભા રહેવા જણાવ્યું. ગ્રીબા કદી પોતાના પતિની આટલી નજીક વર્ષોથી આવી ન હતી. પણ અત્યારે તો તે તેના શ્વાસોચ્છવાસને અવાજ તો શું પણ તેને ધક્કોય પોતાના દિલે અનુભવાય એટલી નજીક ઊભી હતી. તેના પતિની આંખ ઉપર એક પાતળું પડળ જ તેને દેખાઈ જતી અટકાવી રહ્યું હતું. ઘડીભર તો પોતાની તરફ મોં કરી રહેલો માઇકેલ સનલૉકસ પોતાને જ બરાબર નિહાળી રહ્યો છે એમ પણ તેને લાગ્યું, અને તેને હાથ કંપી ઊઠ્યો. તરત જ પેલો વૈદ્ય બોલી ઊઠ્યો – જો, જો, બાઈ, તારા હાથમાંની મીણબત્તી આ મહેરબાનના મોં ઉપર જ પડશે!” ગ્રીના મહાપરાણે સાંસતી થઈ; પણ એ વૈદ્ય નિરીક્ષણ કર્યા બાદ પોતાના પતિ ફરી દેખતો થઈ શકશે કે નહિ એ બાબત શો ફેસલો આપશે તેની ચિંતામાં પડીને તરત પાછી ધ્રૂજવા લાગી. વૈદ્ય થોડી વાર ચૂપ રહ્યો – ત્યાર પછી તેણે સન-લૉકસને કહી દીધું – “તમારી આંખ ફરી દેખતી ન થઈ શકે એવું કશું જ કારણ હું જોઈ શકતો નથી.' તરત જ બાઈકેલ સન-લૉકસ બોલી ઊઠયો – “ભગવાનની દયા! દયાનિધિનો જય!” Page #391 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન પણ ગ્રીબાના હાથમાંની મીણબત્તી હવે જમીન ઉપર જ પડી ગઈ. અને તે તરત જ મહાપરાણે હોઠ ભીડેલા રાખી કમરાની બહાર દોડી ગઈ. બહાર જઈને તે પણ ડૂસકાં ભરતી ભરતી મોટેથી બોલવા લાગી – “ભગવાનનો જય! કરુણાળુ પ્રભુ તમારો !” પછી પોતાના કમરામાં દોડી જઈ તેણે પોતાના પુત્રને હાથમાં તેડી લઈ, તેના સામું જોઈ જોઈ વારાફરતી રડવા માંડયું તથા હસવા માંડયું. હા, હા, તે દેખતા થશે જ અને પોતાના પુત્રને પોતાના પુત્ર તરીકે તરત ઓળખશે. હા, હા, નાનકા, તને એ તરત ઓળખી કાઢશે; કારણકે, તારું માં અદ્દલ તારા બાપુ જેવું જ છે, બેટા !” વૈદ્ય બીજે દિવસે એક મહિના સુધી માઇકેલ સન લૉકસની આંખમાં નાખવાની દવા આપીને વિદાય થયો. મહિને પૂરો થયે તે ફરી પાછો આવવાનું અને તેની આંખ ફરી તપાસી આગળ શું કરવું તે વિચારવાનું કહી ગયો હતે. પણ ગીબાને હવે એક જુદી જ ચિંતા કોરી ખાવા લાગી – માઈકેલ સન-લોકક્સ ફરી દેખતે થશે અને પિતાને જોશે, ત્યારે તેના મનમાં પિતા પ્રત્યેનો મૂળ ધિક્કાર કાયમ જ હશે, તો અત્યાર સુધી પિતે તેના અંધાપાને ગેરલાભ લઈ તેની પાસે રહેવાની આચરેલી ધૃષ્ટતા બદલ તેને ફરીથી હાંકી કાઢશે – અથવા તેનાથી તદ્દન વિમુખ થઈ જશે. પછી પોતે તેના આ કારાવાસમાં તેની સેવા બજાવવા માટે તેની પાસે નહિ રહી શકે. તેના કરતાં તે આવે ને આવો અંધ રહ્યો હોત, તે પોતે તેની સેવા-ચાકરી કરતી તેની નજીક રહી શકત અને તેની સંભાળ રાખી શકત. અને તરત તેને હાથે કરીને આ વૈદ્યને બોલાવવા બદલ પસ્તાવો થવા લાગ્યો. પણ થોડી વાર બાદ તરત તેને વિચાર આવ્યું કે, પોતે પાસે રહી શકે તે માટે પતિને અંધ રહેવા દેવા – તેમની આંખોને ઇલાજ થઈ શકે તેમ હોય તોપણ ન થવા દેવો – Page #392 -------------------------------------------------------------------------- ________________ ફરી પાળે કાંથી ! ૩૩૦ એ તે વફાદાર પત્નીનું લક્ષણ ન કહેવાય ! અને માઇકેલ સન-લૉક્સને તેની વફાદારી ઉપર જ વહેમ હતા ને? તેને તે ધન-પ્રતિષ્ઠા – વૈભવની જ યાર માનતેા હતા; પેાતાના ઉપર પ્રેમની નહિ ! “ધતૂ, મારે તેમની નજીક રહેવાના અને તેમની સેવા કરવાના લાભ છેાડીને, તેમને દેખતા કરવાના જ લાભ રાખવા જોઈએ. તે જ હું તેમની સાચી વફાદાર પત્ની ગણાઉં!' . ફરી પાછા કર્યાથી ! માઇકેલ સન-લૉક્સને તેના કારાવાસનાં અઢી વર્ષ દરમ્યાન બહારની દુનિયા સાથે બહુ થોડા જ સંપર્ક રહ્યો હતા. કાનૂન-પર્વત આગળ તેની ફરીથ્રી ધરપકડ કરવામાં આવી, ત્યાર બાદ રૅાવિકની જેલમાં તેણે તે દિવસે જે કંઈ બન્યું હતું તેને બધા હેવાલ સાંભળ્યો હતો – તેની સાથે જોતરેલા સાથી કોણ હતો, તેણે શું કર્યું હતું અને કહ્યું હતું, અને છેવટે તેની વીસુચિત યોજના પડી ભાગી ત્યાર બાદ તે કેવી રીતે કોઈ ન જાણે તેમ અલેાપ થઈ ગયો હતો – તે બધું. ગ્રીન્સી આવ્યા પછી તેણે આદમ ફૅબ્રધરને એક જ પત્ર લખ્યો હતો, જેમાં તેણે તેમની તબિયતના સમાચાર પૂછયા હતા, ગ્રીબાની આજીવિકાની શી વ્યવસ્થા છે તે જાણવા ઇંતેજારી દર્શાવી હતી, તથા જૅસનના છેલ્લા જે કંઈ સમાચાર મળ્યા હાય તે જણાવવા આજીજી કરી હતી. પણ તેના. એ કાગળ આદમ ફૅરબ્રધરને પહોંચ્યો જ નહીં – કારણ કે, આઇસલૅન્ડના ગવર્નર-જનરલ એ જ ત્યાંના પેસ્ટમાસ્ટર-જનરલ પણ હતો ! Page #393 -------------------------------------------------------------------------- ________________ આત્મ-બલિદાન બીજી બાજુ આદમે પિતા તરફથી બે કાગળો માઇકેલ સનલૉકસને લખ્યા હતા : એક કૉપનહેગનથી લખ્યો હતો; કારણ, ગ્રીના ગ્રીષ્મી ચાલી ગઈ પછી તે પોતે તેના પૈસાની મદદથી ડેન્માર્કના રાજાને રૂબરૂ મળવા કૉપનહેગન ચાલ્યો ગયો હતો. અને બીજો તેણે લંડનથી લખ્યો હતો– કૉપનહેગનમાં નિષ્ફળ નીવડયા પછી તે જુદી જાતની કોશિશ કરી જોવા લાંડન ગયો હતો. પણ એના બંને કાગળોનીય એ જ વલે થઈ હતી. આમ બે લાંબાં વર્ષ સુધી ધરતીને છેડે આવેલા ગ્રીન્સીમાં દેશનિકાલ થયા બાદ, માઈકલ સન-લૉસને કોઈના કશા જ સમાચાર મળ્યા ન હતા. પણ એ સમય દરમ્યાન જૉર્ગન જૉર્ગન્સન તરફથી સન-લોકસ માટે ત્રણ અલિખિત હુકમે આવ્યા હતા ખરા! પહેલો હુકમ તેના ગ્રીસ્સી પહોચ્યા બાદ છ મહિના વીતતાં જ આવ્યો હતો – કે એક ડેનિશ યુદ્ધ-જહાજ બારામાં ચોકીપહેરો રાખવા મોકલી આપવામાં આવ્યું હતું. બીજો હુકમ એક વર્ષ વીત્યા બાદ આવ્યો હતો – એક વાવટો ધજાદંડ સાથે મોકલી આપવામાં આવ્યો હતો તે ફરકાવીને પેલા પાદરીએ, કેદી સહીસલામત છે તેની નિશાની, દિવસમાં બે વખત પેલા યુદ્ધ-જહાજને પહોંચાડવાની હતી. અને ત્રીજો હુકમ એક મોટું તાળું અને કૂંચીના રૂપમાં આવ્યો; - માઇલ સન-લૉક્સને હવે છૂટો રાખવાને બદલે એક ઓરડામાં કેદ પૂરી દેવાનો હતો અને બહાર એ તાળું લગાવવાનું હતું. આ ત્રણે હુકમ આદમ ફેરબ્રધરે ડેન્માર્કમાં અને લંડનમાં જઈને જે ધમાલ મચાવી હતી તેના જવાબરૂપે હતા. પણ પછી તરત જ ચોથે હુકમ આવ્યો કે, પાદરીએ પોતાના જાનના જોખમે કેદી છટકી ન જાય તેની તકેદારી રાખવાની છે, કારણકે, ગમે તે ઘડીએ હવે માઇકેલ સન-લૉસને પ્રાણદંડની સજા કરવાની છે. આ છેલ્લા ભૂંડા સમાચાર, હસાવિકના વૈદે માઇકેલ સન-લૉકસની આંખોના નૂર બાબત આપેલા સારા સમાચારની લગોલગ જ આવ્યા; Page #394 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછે ક્યાંથી ! ૩૬૯ એટલે વૈદે આપેલા સમાચારથી જે આશા અને ઉલ્લાસ પ્રગટયાં હતાં, તે બધાં એક ઝટકે નાબૂદ થઈ ગયાં. માઇકેલ સન-લૉકસે એ સમાચાર પૂરી સ્વસ્થતાથી સાંભળ્યા. તેણે કહ્યું કે, તેના પોતાના જીવનમાં એક પણ સારી ઘટના તેની તરત જ પછી વધુ ભૂંડી ઘટના આવ્યા વિના સંભવી જ ન હતી. પેલો પાદરી બિચારો તો એ હુકમ સાંભળી લગભગ ભાગી જ પડ્યો. કારણ કે આ છેલ્લાં બે વર્ષ દરમ્યાન, માઇકેલ સન-લૉકસ તેના પુરાનું સ્થાન લેવા લાગ્યો હતો – એ પુત્રા, જે તેની દારૂડિયાપણાની કુટેવને રોકવાની બાબતમાં પિતા સમાન નીવડ્યો હતો ! પણ ભલા સિક્સની યાતના કરતાં પણ ગ્રીબાની યાતના વળી વિશેષ હતી. તે તો હવે બહાર કશોક અવાજ આવે, એટલે માઇકેલ સન-લૉકસને દેહાંતદંડ દેવા લઈ જવા માટે સૈનિકો જ આવ્યા છે એમ માની લેતી. અને બરફના પહાડો કિનારે અથડાઈને તૂટવાનો અવાજ આવે, ત્યારે તે એમ માની લેતી કે, સૈનિકોએ માઇકેલ સન-લૉકસને બંદૂકે દઈ દીધો છે. તેની બિચારીની બધી તપસ્યા – બધી જ આશાઓ એકદમ ધૂળભેગી થઈ ગઈ હતી. એક વખત તે ધૂનમાં ને ધૂનમાં ડેનિશ યુદ્ધ-જહાજ જે તરફ ખડું હતું તે તરફ દોડી ગઈ – તપાસ કરવા કે, માઇકેલ સન-લૉકસને માટે દેહાંતદંડનો જે હુકમ આવ્યો છે તેમાં નામ લખવા કે વાંચવામાં કંઈ ભૂલ તો નથી થઈ?– કારણ કે, આ બિચારે આંધળો આવા નિર્જન ટાપુમાં પુરાઈ રહ્યો છે, તેનાથી કોને કશો ડર હોઈ શકે ભલા, જેથી તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે! પણ કિનારે ગયા પછી તેની હિંમત ભાગી ગઈ, અને તે કોઈને મળ્યા વિના ઘર તરફ પાછી ફરી. તે વખતે તેણે ઘરમાંથી આવતો તેના નાના પુત્ર સાથે વાતચીત કરતા કોઈ અજાણ્યાનો અવાજ સાંભળ્યો. એ અવાજ માઇકેલ સન-લૉસનો તો નહતો જ. આ૦ – ૨૪ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આત્મ-બલિદાન તો બેટા, તારું નામ માઇકેલ છે, કેમ? અને તારું માં તારી માના મેને કેટલું બધું મળતું આવે છે!” અને એટલું બોલતાંમાં તો તે અવાજ બોલનારના ગળામાં જ જાણે રંધાઈ જવા લાગ્યો – જાણે કશા ભારે દુ:ખની યાદનો ડચૂરો કંઠમાં ભરાયો હોય ! ગ્રીબા એકદમ ગાભરી બની ગઈ. તે જેવી હાંફળીફાંફળી તે કમરામાં દાખલ થઈ કે તરત જ એક જણ ઢીંચણ ઉપર બેસાડેલા નાનકા માઇકેલને જમીન ઉપર મૂકી દઈને ઉતાવળે બેઠક ઉપરથી ઊભો થઈ ગયો. એ માણસ જૈસન હતો. આ બે વર્ષ દરમ્યાન યુરોપમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક નવી ખેંચતાણ ઊભી થઈ હતી. નેપોલિયન બોનાપાર્ટ ઈંગ્લૉન્ડ ઉપર ચડાઈ કરવા ડેન્માર્કને જહાજી કાફલો કબજે કરવા સારુ ડેન્માર્ક ઉપર જમીનમાર્ગે હુમલો શરૂ કર્યો. પણ ઇંગ્લેન્ડને નૌકાધ્યક્ષ નેલ્સન તેના કરતાં વધુ ચોકંદો નીકળ્યો – તેણે એકદમ કૉપનહેગન તરફ દરિયામા ધસી જઈ, ડેન્માર્કનાં બધાં જહાજો કબજે કરી ઇંગ્લેન્ડ ઘસડી આપ્યાં. આદમે આ વાત સાંભળી કે તરત તેણે નેલ્સન પાસે દોડી જઈ ખબર આપી કે, ડેન્માર્કનું એક યુદ્ધજહાજ હજુ બાકી છે : માઇકેલ સન-લૉકસ નામે એક બ્રિટિશ પ્રજાજનને એ ટાપુમાં પૂરી રાખવા એ જહાજને કેટલાય દિવસથી ગ્રીન્સી ટાપુ તરફ મૂકી રાખવામાં આવ્યું છે. નેલ્સને તરત એ જહાજને પણ કબજે કરવા પોતાનું એક યુદ્ધજહાજ આદમ સાથે ગ્રીન્સી તરફ રવાના કરી દીધું, તથા એ બ્રિટિશ પ્રજાજનને પણ મુક્ત કરી પેલા ડેનિશ જહાજ સાથે લેતા આવવાનો હુકમ કર્યો. પણ નેલ્સને ડેન્માર્કનાં યુદ્ધજહાજોનો આમ કબજો લીધે છે એ સમાચાર જૉર્ગન જૉર્મન્સનને રેકજાવિક પહોંચ્યા કે તરત તે Page #396 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછો ક્યાંથી ! ૩૭૨ સમજી ગયો કે, આમાંથી તો ડેન્માર્ક અને ઇંગ્લૅન્ડ વચ્ચે યુદ્ધ જ ફાટી નીકળશે – અને એ યુદ્ધમાં ઇંગ્લેન્ડની નૌકા-તાકાત જ જીતશે. એ બધી ધમાલમાં અગત્યની અને બિન-અગત્યની વાતોની તો ખીચડી જ થઈ જશે. ઇંગ્લેન્ડવાળા કદાચ માઇકેલ સન-લૉસને બ્રિટિશ પ્રજાજન ગણી તેનો કબજો મેળવવા અને તેને પહેલાંની પેઠે આઇસલૅન્ડના ગવર્નર-જનરલ કે પ્રેસિડન્ટ બનાવવા પ્રયત્ન કરશે. એટલે પિતાનું પદ સહીસલામત રહે તે ખાતર તેણે તરત ગ્રીસ્સી આગળ મૂકી રાખેલા યુદ્ધ-જહાજના કમાન્ડરને તાબડતોબ થોડા સૈનિકો જમીન ઉપર ઉતારી, માઈકેલ સન-લૉસને દેહાંતદંડ દેવાનો હુકમ લખી મોકલ્યો. પણ આ હુકમની વાત રજાવિકમાં તરત ફેલાઈ ગઈ, એટલે જ્યારે એ હુકમ લઈને જનારા બે ડેનિશ સંરક્ષકોને આઇસલૉન્ડનું નિર્જન વેરાન વીંધી ગ્રીન્સી તરફના કિનારે દોરી જવા માટે કોઈ ભેમિયા-જાણકારની શોધખોળ ચાલી, ત્યારે કાવિકમાંથી કોઈ એ કામ કરવા તૈયાર ન થયું. આ અરસામાં જ જૈસને અચાનક રેકજાવિકમાં પાછી દેખા દીધી હતી. અત્યાર સુધી તે કયાં ગયો હતો કે તે શું કરતો હતો તે કોઈ જાણતું ન હતું. જોકે, તે શરીરથી અને મનથી એવો ભાગી પડ્યો હતો કે ભાગ્યે કોઈ તેને ઓળખી પણ શકે. તે રાતદિવસ પીઠાંમાં પડી રહેતો અને ખૂબ દારૂ ઢીંચ્યા કરતો તથા મોટેથી ગાયા કરતો. તેના ચેનચાળા જોઈ સૌએ તે લાંબુ જીવે એની આશા જ છોડી દીધી હતી. તે કંઈ નુકસાન ન કરી બેસે એટલી જ દરકાર લોકો રાખતા. પણ જૉર્ગન જૉર્ગન્સનને જ્યારે ભાળ મળી કે જેસન આવ્યો છે, ત્યારે તેણે તેને રાજભવનમાં તેડાવી મંગાવ્યો. પણ જેસનની સ્થિતિ એવી વિચિત્ર થઈ ગઈ હતી કે, જૉર્ગન જૉર્ગન્સને તેને તરત જ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આત્મ-બલિદાન મકાન બહાર કઢાવી મૂક્યો. પછી તો જેસને દારૂ પીવામાં અને બૂમબરાડા પાડ્યા કરવામાં માઝા જ મૂકી દીધી. કોઈ તેને કશો ઠપકો આપવા કે સલાહ આપવા પ્રયત્ન જ કરતું નહિ. પણ એ જ જૈને જયારે ચૌટાં-પીઠાંમાં ચર્ચાતી જૉગન જૉન્સનના છેલ્લા હુકમની વાત સાંભળી, ત્યારે અચાનક તે જાગ્રત થઈ ગયો; –તેનાં ઘેન-સુસ્તી સદંતર નાબૂદ થઈ ગયાં. એટલે જ્યારે ગાડે ભમિયાને શોધવા એ પીઠામાં આવ્યા, ત્યારે તે એકદમ ઠેકડો મારીને ઊભો થઈ ગયો અને બોલ્યો, “હું તમને રસ્તો બતાવવા સાથે આવવા તૈયાર છું.” પણ તારા જેવા ગરાડીને સાથે લઈ જઈને શું કરીએ?” એક ડેનિશ ગાર્ડ બોલી ઊઠયો. જેસન કંઈક વિચાર કરીને પાછો સુસ્તીમાં પડી ગયો હોય તેવો દેખાવ કરીને બોલ્યો, “મા'ળું એમ બને ખરું. ભલે, ભલે, તમે બીજો કોઈ ભેમિયો જ શોધી લો.” પણ લોકોને ખબર પણ પડે કે તેનું શું થયું છે, તે પહેલાં તો તે રેકજાવિકની બહાર નીકળી ગયો અને નિર્જન વગડો ખૂંદતો ગ્રીન્સી તરફ વેગે આગળ વધવા લાગ્યો. બીજે જ દિવસે ગાડૅને બીજો સારો ભોમિયો મળી ગયો અને તેઓ પણ ગ્રીન્સી તરફ કૂચકદમ કરવા લાગ્યા. ત્યાર પછીને દિવસે જ કૉપનહેગનથી એક ડેનિશ કપ્તાન રેકજાવિક આવ્યો. તેણે જૉર્ડન જૉર્ગન્સનને ખબર આપ્યા કે, વેસ્ટમેન ટાપુઓ આગળ એક બ્રિટિશ યુદ્ધજહાજને આઇસલૅન્ડના ઉત્તરકિનારા તરફ પૂરપાટ ધસી જતું મેં જોયું છે. જૉર્ગન જૉર્ગન્સન તરત સમજી ગયો કે, એ બ્રિટિશ યુદ્ધજહાજ ગ્રીન્સી આગળ મૂકવામાં આવેલા ડેનિશ યુદ્ધજહાજનો કબજો Page #398 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછે. ચાંથી! ૩૦૩ લેવા જ જાય છે. પણ જો ઇંગ્લેંગ્લૅન્ડવાળાઓને દૂરને ખૂણે મૂકવામાં આવેલા એ યુદ્ધ-જહાજની માહિતી કોઈની ફૂટથી મળી હાય, તો તે યુદ્ધ-જહાજ ત્યાં કયા કેદીને સાચવવા મૂકવામાં આવ્યું છે તેની પણ તેમને માહિતી આપી હાવી જોઈએ. બ્રિટિશ દરિયાઈ-કમાનોની તાસીર જૉર્ગન જૉર્ગન્સન બરાબર પિછાનતો હતો : તે ચાંચિયાનો ધંધા કરનારા તથા ખૂન-તરસ્યા તોફાની માણસા હોતા; અને જો ગ્રીમ્સી પહોંચ્યા પછી તે માઇકેલ સન-લૉક્સને મારી નાખવામાં આવેલો જાણશે, તો તે રેકાવિક આવીને તેને – જૉર્ગન જૉર્ગન્સનને · પણ ગમે ત્યાંથી પકડી કાઢીને નજીકને થાંભલે લટકાવી દીધા વિના નહિ રહે. જૉર્ગન જૉર્ગન્સન તરત જ સાબદા થઈ ગયા : માઇકેલ સન-લૉક્સને ઠાર કરવાનો પાતે મેલાવેલો હુક્મ કેમ રદ કરાવવા અને માકૂફ રખાવવા એની પેરવીમાં તે તરત પડયો. પહેલો હુકમ લઈને જનારા ગાર્ડે એક દિવસની મુસાફરી જેટલા આગળ નીકળી ગયા હતા; અને પેાતાના એવા કોઈ માણસ ઉપર તેને ભરાંસા ન હતો કે, જે ચીવટ રાખી પેાતાનો નવા હુકમ તેમને વેળાસર પહોંચાડવા પ્રયત્ન કરે! એટલે પેલા ગાર્ડની પાછળ દોડધામ કરતો તે પાતે જ ઊપડયો કદાચ થિંગ્વેલિર પહેાંચતા સુધીમાં જ તે પેલા ગાર્ડને પકડી પાડી શકશે, અથવા કંઈ નહિ તો છેવટે હુસાવિક આગળ હોડીમાં બેસતા પહેલાં તો જરૂર પહોંચી વળશે – એમ માનીને. આમ ચાર મંડળીએ ગ્રીમ્સી તરફ ધસમાટ ધસી રહી હતી : અંગ્રેજ યુદ્ધ-જહાજ ડેનિશ યુદ્ધ-જહાજનો કંબજો લેવા; ગવર્નર-જનરલ જૉર્ગન જૉર્ગન્સનના ગાર્ડે માઇકેલ સન-લૉકસને તાબડતોબ ઠાર કરવાનો હુકમ લઈને; જૉર્ગન જૉર્ગન્સન પોતે એ હુક્મ રદ કરાવવા માટે; અને જૅસન જે સૌથી પહેલો ઊપડયો હતો તે કયા હેતુથી ત્યાં ગયો હતો તે કોઈ જાણી શકે તેમ ન હતું. અને ગ્રીમ્સી સૌથી પહેલાં પહોંચ્યા પણ જૅસન જ. - Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આત્મ-બલિદાન જેમને નાનકા માઈકેલને ઢીંચણ ઉપરથી નીચે ઉતારીને એકદમ ઊભા થઈ જઈ ઝીબા સામું જોયું કે તરત ગ્રીબા ગાભરી બની જઈને લથડિયું ખાઈ ગઈ. પણ જેસને તરત તેને સંભાળીને હાથમાં પકડી લીધી તથા તેના કાનમાં ધીમેથી કહ્યું, “મારે એક અગત્યની વાત તને કહેવાની છે – તે સાંભળી લીધા પહેલાં તું બૂમાબૂમ કરીને બીજા કોઈને અહીં ન બોલાવતી.” ગ્રીબા જાણે તેનો સ્પર્શ ડંખ્યો હોય તેમ તરત તેના હાથમાંથી છૂટી થઈ જઈને જરા દૂર ઊભી રહીને ફાટેલી આંખ સાથે પૂછવા લાગી, “હું અહીં છું એવું જાણીને તમે અહીં આવ્યા છો?” “તમે ક્યાંથી આવ્યા છે?” “રેકજાવિકથી.” ખાડામૈયા તથા પથ્થરની તીણી ધારો ઉપર ચાલવાથી ચિરાડા પડેલા અને લોહીલુહાણ થયેલા તેના પગ તરફ નજર કરી લઈને ગ્રીના બોલી, “પગે ચાલતા આવ્યા છે?” “હા, પગપાળો જ આવ્યો છું.” જેસને જવાબ આપે. “કયારે ત્યાંથી નીકળ્યા હતા?” “પાંચ દિવસ પહેલાં.” “તો તો આખે નિર્જન વગડો ખૂંદીને આટલે સુધી આવવા માટે રાત અને દિવસ ચાલ્યા હશો?” “રાત અને દિવસ જ ચાલ્યો છું.” એકલા જ?” “હા, એકલો જ.” ગ્રીબા હવે ધીરજ ગુમાવીને બોલી ઊઠી, “શું થયું છે? શું થવાનું છે? મારાથી કશું ન છુપાવતા. મેં ઘણું ઘણું સહન કર્યું છે, Page #400 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછા ક્યાંથી! ૩૭૫ તો એ નવું પણ હું સહન કરી શકીશ. તમે શા માટે આવ્યા છે, એ મને કહી દો.” “તારા પતિને બચાવવા માટે!” એટલું કહી જૈસને ગ્રીબાને સાંસતી થવા વિનંતી કરતાં કરતાં એ વાત કહી સંભળાવી કે, માઇકેલ સન-લૉસને તલણ ઠાર કરવાનો હુકમ લઈને ગાડે રેકજાવિકથી આ તરફ આવવા નીકળી ચૂક્યા છે. એટલું સાંભળતાંમાં તો ગ્રીબા હૃદયાફાટ રુદન કરવા મંડી ગઈ. જેસને અસહાયપણે ચૂપ રહી, તેને ડ્રમ હળવો થવા દીધો. તે મનમાં એટલું જ વિચારી રહ્યો કે, “ગ્રીબા પેલાને કેટલી બધી ચાહે છે!” પછી ઝીબા જ્યારે જરા સાંસતી થઈ, એટલે જૈસને મંદ હસતાં હસતાં, પોતાની આંખમાંથી મોટાં ફોરાંએ વહેતાં આંસુ અવગણીને કહ્યું, “આમ ગભરા થઈ જવાની જરૂર નથી. એ હુકમને પહેલેથી જાણી લઈ, તેને ઉપાય કરવા તો હું પોતે આટલો ઉતાવળે દોડી આવ્યો છે. હજુ વાત એટલી વણસી નથી ગઈ કે જેથી તેનો કોઈ ઉપાય જ ન થઈ શકે.” હવે વળી શો ઉપાય થઈ શકે? તમે જ કહો છો કે ઠાર કરવાનો હુકમ લઈને ગાડ ઉતાવળા અહીં આવી રહ્યા છે !” ગ્રીબા ડૂસકાં ભરતાં ભરતાં બોલી. પણ હજુય નાસી છૂટવાનો ઉપાય થઈ શકે ને?” “અશકય; બહાર આખું એક યુદ્ધ જહાજ તૈયાર ઊભું છે; અને કિનારા તરફના બધા રસ્તા ઉપર તપાસ રખાય છે.” જેસન એ સાંભળી હસી પડયો. “અરે કિનારાની એકે એક કરાડ ઉપર ચોકીપહેરો હોય, તોપણ દરિયા-રફતે નાસી છૂટવું હોય તો નાસી છુટાય. અને બંદરમાં યુદ્ધજહાજ ભલે ઊભું હોય, તો પણ હું શેર્લેન્ડની જે કિસ્તીમાં આવ્યો છું, તે હજુ કિનારા ઉપર જ માછલાં Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આત્મ-અલિદાન ભરવાને બહાને થાભી છે; અને હું નિશાની ન કરું ત્યાં સુધી ઊપડવાની નથી. "" ગ્રીબા હવે સંપૂર્ણ ગાભરી બની ગઈ હતી. પાણીમાં ડૂબતું માણસ બીજા કશાના વિચાર કર્યા વિના તરણાને પણ પકડે તેમ, તે પેાતાના પતિને બચાવી લેવાને એક-માત્ર માર્ગ કે ઉપાય જૅસન જ કરી શકે તેમ છે એમ માની, બીજો કશે! વિચાર કર્યા વિના તેના તરફ આશાભરી નજરે જોતી મંદ અવાજે બોલી ઊઠી, “તમે મારા પતિને ભગાડવાની કોશિશ કયારે કરી શકવા ધારા છે? ’ “આવતી કાલે પરોઢ થતા પહેલાં બે કલાક અગાઉ.” “કેમ એટલા મેાડા ?' 66 કારણ કે, આજકાલ ચાંદનીવાળી રાતો છે; અને શરૂઆતમાં અજવાળું વધારે હોય.” “તો હું તે વખતે તૈયાર થઈ રહીશ.” Co તારા નાનકાને પણ તૈયાર રાખજે. “હા, હા, તેને પણ તૈયાર રાખીશ જ.” “કોઈને કશી વાત ન કરતી; અને કોઈ કંઈ પૂછે તો બને તેટલો જવાબ ટાળજે. તું જે કંઈ સાંભળે, અથવા હું જે કંઈ કરું કે કરવાના ઢોંગ કરું તોય એક શબ્દ પણ બોલતી નહિ; માં ઉપર પણ કશે ફેરફાર દેખાવા દેતી નિહ કે જેથી કોઈ કંઈ સમજી જાય. બોલ, વચન આપે છે?” "" “હા, હા, વચન આપું છું.” પણ આટલે સુધી આવ્યા પછી અચાનક તેના મનમાં કશાક વિચાર સ્ફુર્યો. તેણે ડરતાં ડરતાં આડું જોઈને અને નાનકા માઇકેલના માથાના વાળમાં આંગળીઓ ફેરવતાં ફેરવતાં કહ્યું, “પણ જૅસન, તમે મને દગા તો નહીં દે ને ?'' “તને શા માટે દગા દઉં, વાહ? કેવા સવાલ પૂછે છે? બીજા કોઈની વાત તો કદાચ ન કહી શકું; પણ તને હું દૂભવું કે દગા દઉં, એવું તું ખરેખર માને છે?” Page #402 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછા કાંથી ! ગ્રીબા વિચારમાં પડી ગઈ. એવી વિચારગ્રસ્ત કે વિચારમૂઢ અવસ્થામાં જ તે આગળ બોલવા લાગી 66 “એક વાત સાંભળી લો; હું જો કે અહીં રહું છું, પણ મારા પતિ એ વાત જાણતા નથી. તે આંધળા છે, અને મને દેખી શકતા નથી; તથા મેં પણ અમુક કારણાથી તેમની આગળ છતા થવાય એવું કાંઈ જ કર્યું નથી — તેમની સાથે આ બધા સમય દરમ્યાન સીધા એક શબ્દ પણ હું બોલી નથી. ,, - 66 એક શબ્દ પણ નહીં. 66 તું આ ઘરમાં કેટલા સમયથી રહે છે? ” "" બે વર્ષથી. So મેાઢામેાઢ એક શબ્દ પણ બોલી નથી?” "9 ३७७ જૅસનને હવે સન-લૉગ્સ સાથે ગંધકની ખાણમાં થયેલી વાતચીત યાદ આવી; અને બીજી જ ક્ષણે તે બધું સમજી ગયા. માઇકેલ સનલૉક્સે પેાતાની પત્નીના પ્રેમ બીજો કોઈ પડાવી ગયો હોવાની વાત કરી હતી, અને એમ પણ કહ્યું હતું કે, ‘એ માણસ મારી નજરે કદી ન ચડે એમાં જ એનું હિત છે!' ગ્રીબાની બધી યાતના, તેનું બધું રહસ્ય હવે તેને સમજાઈ ગયું : માઇકેલ સન-લૉક્સ ગ્રીબાને બેવફા સ્ત્રી ગણી ધિક્કારતો હતો; એટલે તેને પેાતાની જાણમાં કદી પેાતાની પાસે રહેવા દે જ નહીં! ગ્રીબાએ જૅસનને વિચારમાં પડી ગયેલો જોઈને પૂછ્યું, “ પણ મને તમારી વાત તો કરો : તમે અત્યાર સુધી કયાં હતા?” “ હું ? અકુયેરી, હુસાવિક, રેવિક, રણવગડો – એમ બધે જ હતો, — એટલે કે કયાંય નહિ!” - 66 તમે શું કરતા હતા ? ’” “ દારૂ પીવા, જુગાર રમવા, ટૂંકમાં ખરાબ તેટલું બધું કરતો હતો; – એટલે કે કશું જ કરતો ન હતો! ” Page #403 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન “ જૅસન ! મેં એક વખત તમારા અપરાધ કર્યો; પણ ત્યાર પછી તમે આખા વખત મારે માથે બળતી સગડી જ સ્થાપી રાખી છે.” “ના, ના, તેં મારા કા અપરાધ કદી કર્યો નથી; એ તો હું જ થોડી વાર પાગલ બની ગયા હતો, – અને એમ માની બેઠો હતો કે હું જ તારી સાર-સંભાળ રાખનાર છું એટલે મને તારા ઉપર બધા અધિકાર છે. પણ એ બધું ગાંડપણ તો કયારનું પતી ગયું. મારા બોલવા ઉપર એટલી ખાતરી રાખ, હું કશેા બીજો ભાવ રાખીને અહીં આવ્યો નથી – મારે માત્ર તને સુખી થયેલી જોવી છે; – મારા જેવા કંગલાથી કંઈ થઈ શકતું હાય તે કરી છૂટીને.” “જૅસન, એક વાત મને કહે! — હું તો મારા પતિને ભૂલી શકું એમ ન હતું; પણ બીજી કોઈ સ્ત્રી તમને ચાહી શકી હોત અને તમને સુખી કરી શકી હોત; તમે એમ કેમ ન થવા દીધું?” “ હે ? બીજી કોઈ સ્ત્રી?” ૩૭૮ “ હા, હા, કયાંક ને કયાંક તે તમારી રાહ જોતી જ હશે; એટલે તમે જીવનથી હતાશ ન બની જશો. તમને સુખી જોઈશ તો જ મારા અંતરનો એક કાયમનો ખટકો દૂર થશે.' "" '' 66 ‘હું જીવનથી હતાશ શા માટે થાઉં? હું હરિંગજ હતાશ થયા નથી. ” એટલું બાલી જૅસન ફીકું હસવા લાગ્યા. પણ પછી એક ક્ષણમાં ગંભીર બની જઈને બાલ્યા, “તો તું ઘરબાર, સગાં-સાગવાં બધું છોડીને અહીં આ વેરાન વગડામાં તારા પતિની સાથે એક છાપરા નીચે રહેવાનું મળે એટલા માટે જ આવી છે, એમ?'' “હા. એ જ્યાં હાય ત્યાં જ મારું ઘર; એમનાં સગાંસાગવાં એ જ મારાં સગાં-સાગવાં.” 66 અને તું આ બે લાંબાં વર્ષો સુધી, એની સમક્ષ પ્રગટ થવાનો સમય આવે એની રાહ જોતી જ ગુપચુપ અહીં પડી રહી છે?” “હા; ભલે ને સાત વર્ષ કે ચૌદ વર્ષ રાહ જોવી પડે તોપણ "" શું?” Page #404 -------------------------------------------------------------------------- ________________ સબસે ઊંચી પ્રેમ-સગાઈ... આ ધ કલાક બાદ, દિવસ પૂરો થયો અને ઘરમાં મીણબત્તીઓ પટાવવામાં આવી. પોતાના કમરામાં એકલા બેઠેલા પાદરી પાસે ગ્રીબા દોડી ગઈ અને કહેવા લાગી, “કોઈ અજાણ્યો માણસ બહાર આવ્યો છે, તે તમને મળવા માગે છે.” ભલા સિક્સે પોતાનાં ચશમાં પુસ્તક ઉપર મૂકી દીધાં અને ગ્રીબાને કહ્યું, “એ અજાણયાને અંદર આવવા દો.” તરત જ જૈસન અંદર દાખલ થયો. તેણે નમન કરીને કહ્યું, “સર સિસ, મારી મા તમારું નામ આભાર અને આંસુ સાથે યાદ કરતી તે વખતથી તમારું શુભ નામ હું જાણું છું.” “તારી માનું નામ શું હતું, બેટા?” “ રાશેલ; જૉર્ગનની પુત્રી અને સ્ટિફન ઓરીની પત્ની.” “તો તારું નામ જેસન હોવું જોઈએ, ખરું ને?” હા, બાપજી.” “દીકરા, મારા ભલા દીકરા,” એમ બોલતા એ ભલા પાદરી ઊડ્યા અને જૈસનના બંને હાથ પકડી લઈને બોલ્યા, “મને તારી બધી યાદ આવે છે. તારો ભાઈ પણ મારે ત્યાં છે. ચાલ, હું તને તેની પાસે લઈ જાઉં!” થોભે,” જેસન બોલ્યો; “પહેલાં મારા ભાઈને લગતો એક સંદેશ તમે સાંભળી લો.” Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ આત્મ-લિદાન ભલા પાદરીનું માં એકદમ પડી ગયું. તે મહાપરાણે બોલ્યા, “તો તું જૉર્ગન જૉર્ગન્સન પાસેથી આવ્યો છું કે શું?” "" ' ના. CC તો કોની પાસેથી આવ્યો છે?” “ મારાં ભાભી પાસેથી આવ્યો છું.” 66 તારી ભાભી? માઇકેલ સન-લૉક્સની પત્ની ?” 66 હા, હા; ભાઈએ તમને કદી તેમને વિષે વાત નથી કરી ?' 66 હા; વાત તો કરી છે; પણ પેાતાને નઠોરપણે દગા દેનાર બેવફા પત્ની તરીકે, તથા પોતે જેને અંતરથી ધિક્કારે છે એવી સ્ત્રી તરીકે તેને ઓળખાવી છે.” “એ ખરું હશે બાપજી; પણ મરવા પડેલા અને પસ્તાતા મનખ ઉપર એવા બધા રોષ રાખવા ન છાજે, ' 66 તો શું તે મરવા પડી છે?” “હા, બાપજી; તે ક્ષમા-યાચના કરી કરીને ટળવળ્યા કરે છે, અને મારા ભાઈની માફી તેમને નહિ મળે, ત્યાં સુધી તે શાંતિથી મરી શકશે નહિ.” “ બિચારી ! ભલી દીકરી !'' “ ભાભીના ગમે તેટલા દેાષ હાય, પણ ભાઈએ તેમની આખરી ઘડીએ એટલી દયા તો દાખવવી જ જોઈએ.' 66 ભલા ભગવાન !” એટલું બોલીને પાદરી ભગવાનને યાદ કરવા લાગી ગયા. tr "" ભાભી અત્યારે એકલાં વેદનામાં તરફડે છે; કોઈ તેમની મદદમાં નથી કે કોઈ તેમના ઉપર દયા લાવનાર નથી.” “તે કયાં છે?” પાદરીએ પૂછ્યું. “હુસાવિકમાં. ” જૅસને જવાબ આપ્યો. પણ તેણે મને શા સંદેશા કહાવ્યો છે?” 66 Page #406 -------------------------------------------------------------------------- ________________ સબસે ઊંચી પ્રેમસગાઈ... ૩૮૧ “એવી વિનંતી કહાવી છે કે, તમે એમના પતિને એમની મરણ-પથારીએ હાજર રહેવાની પરવાનગી આપે.” બુઢા પાદરીએ હતાશાથી મૂંઝાઈને પોતાના બંને હાથ આકાશ તરફ ઊંચા કરી દીધા. પણ જેસને તરત જ ઉમેર્યું, “એક જ દિવસ માટે – એક જ કલાક માટે. તમે ના પાડતા પહેલાં જરા થોભો અને વિચાર કરો, બાપજી. ભાભી બિચારાં છેક એકલાં છે. તેમણે ગમે તે અપરાધ કર્યા હશે, પણ તે હવે પસ્તાવો કરે છે. તેમને પોતાના પતિને આખરીવાર મળવું છે. તે તમને આજીજી કરે છે કે તમે એટલી પરવાનગી આપે. ભગવાન તમારું ભલું કરે!” બિચારા પાદરીને અંતરમાં પારાવાર દુ:ખ થયું પણ તેણે જવાબ આપ્યો, “દીકરા, એ વસ્તુ અશક્ય છે. બહાર અમારી ચોકી કરતું એક જહાજ ખડું છે. દિવસમાં બે વખત મારે વાવટા વડે નિશાની કરવાની હોય છે કે કેદી સહીસલામત છે; અને દિવસમાં બે વખત જહાજનો ઘંટ મને જવાબ વાળે છે. માટે એ વાત અશક્ય છે, અશક્ય છે. તારી ભાભી ઇચ્છે છે તેમ કરવાનો એક ઉપાય નથી – એક રસ્તો નથી.” ઉપાય અને રસ્તો તે હું બતાવી શકું તેમ છું, બાપજી !” જેસને ધીમેથી કહ્યું. “પણ એને એમ બહાર જવા દેવાની હિંમત મારે કરવી ન જોઈએ; એવી ખોટી હિંમત દાખવવા જઈને મારાથી મારું પદ જોખમમાં મૂકી શકાય નહીં !” “પણ મારા ભાઈ જરૂર પાછા આવશે; પછી શો વાંધો છે?” અરે ગયે અઠવાડિયે જ રેકજાવિકથી સંદેશે આવ્યો છે કે, ગમે તે ઘડીએ કેદીને ઠાર કરવાનો હુકમ આવશે – માટે સાબદા રહેજો.. માઇકેલ સન-લૉક પણ એ વાત જાણે છે – સૌ કોઈ જાણે છે.” Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આત્મ-બલિદાન પણ મારા ભાઈ પાછા જ આવશે, પછી શું?” “દીકરા, તું એવું અણસમજમાં જ કહે છે. કોઈ પણ માણસ એક વખત આ જગામાંથી બહાર નીકળે, અને અહીં ગમે તે ઘડીએ તેને ઠાર કરવાનો છે એવી તેને ખબર હોય, તે પછી તે અહીં મોતના મુખમાં રાજીખુશીથી પાછો આવે ખરો? તું કેવી દુનિયા બહારની વાત કરે છે?” “પણ હું સોગંદપૂર્વક કહું છું કે, તે પાછા આવશે.” ના, ના, હું એક સીધોસાદો બુઢો પાદરી છું; અને આવી દૂરની જગાએ મને જીવતો દાટી દેવામાં આવ્યો છે તોપણ દેહધારી કોઈ માણસ એમ છૂટો થયા પછી મરવા પાછો આવે એમ માનવા હું તૈયાર નથી. ઉપરાંત તારે દીકરા, મારો પણ વિચાર કરવો જોઈએ.” “તમારો પણ વિચાર કરીને જ મેં એક રસ્તો વિચારી રાખ્યો છે; અને મારા ભાઈ પાછા જ આવશે તેની તમને ખાતરી થાય તે માટે હું એક બાંહેધરી તમને આપી શકું તેમ છું.” “કઈ બાંહેધરી વળી?” તે કેદખાનામાંથી બહાર જાય તેટલો વખત તેમની જગાએ હું પુરાઈ રહીશ.” શું? તું કહે છે તેનો અર્થ શો થાય તેની તને ખબર છે કે નહિ?” હા, હા, એ અર્થ સમજીને જ હું આ પ્રસ્તાવ રજૂ કરું પણ તું જાણે છે કે, ગમે તે દિવસે, ગમે તે કલાકે પેલા યુદ્ધજહાજમાંથી ખલાસીઓ મારા કેદીને ઠાર કરવાનો હુકમ લઈને આવી પહોંચશે?” “હા, હા, પણ તેનું શું? તે તમારા કેદીને ઓળખે છે? પહેલાં અહીં આવીને કદી તેને જોઈ ગયા છે, ખરા?” ના; કદી નહિ.” Page #408 -------------------------------------------------------------------------- ________________ સબસે ઊંચી પ્રેમ સગાઈ... ૩૮૩ તો પછી એ તમારો કેદી નથી – તેની જગાએ બીજે માણસ છે એમ તેઓને શી રીતે ખબર પડવાની હતી?” “તેમને તેવી ખબર પડી ન જ શકે, એ વાત તો બરાબર છે.” તો પછી હું સૂચવું છું તે રસ્તો સ્વીકારવામાં તમારે માથે શું જોખમ રહે છે?” મારા જોખમની વાત હું ક્યાં કરું છું, બેટા?” એટલું બોલતાંમાં તો એ ભલા પાદરીની આંખમાંથી આંસુ નીકળી પડયાં. “હું તો તારા માથા ઉપર શું જોખમ આવી પડે તેની વાત તને કરું છું. તે તો મને શરમિંદો કરી દીધે, દીકરા! પણ તું જો આમ તારી જાનને જોખમમાં મૂકવા તૈયાર હોય, તો પછી મારે મારું પદ જોખમમાં મૂકવું જ જોઈએ. હું તેમ કરવા તૈયાર છું, દીકરા. હવે તો તું જ બરાબર વિચારી લે.” ભગવાન તમારું ભલું કરે.” “તો ચાલ હવે આપણે તરત એને મળી લઈએ. તે ગમે તે સિંહ જેવો છે, છતાં અંદરથી ફલ જેવો કોમળ છે. તેની પત્નીનો છેલો સંદેશ તેને સંભળાવી લઈએ. તેની પત્નીએ તેના પ્રત્યે ગમે તેટલો ગેરવર્તાવ કર્યો હશે, પણ તે મરવાની તૈયારીમાં છે એ સાંભળી તેને જરૂર દુ:ખ થશે.” એમ કહી, પાદરી પિતાના ખીસામાંથી ચાવી બહાર કાઢવા જતો હતો, તેવામાં જેસન બોલી ઊઠ્યો, “બાપજી, તમને હું જરૂર કરતાં વધુ આ બાબતમાં સંડોવવા માગતો નથી. આપણે જે કરવા માગીએ છીએ તે થઈ જાય ત્યાં સુધી તમે તો તે વાતથી અણજાણ જ રહેવા જોઈએ.” ઠીક છે, બેટા.” પાદરીએ વિચાર કરીને કહ્યું, અને જેસનના હાથમાં ચાવી મૂકી દીધી. . “તમને મારા ઉપર વિશ્વાસ છે ને?” જૈસને પૂછયું. “હા, હા, મને તારા ઉપર પૂરે વિશ્વાસ છે.” Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આત્મ-બલિદાન તો પછી તમે તમારા કમરામાં ચાલ્યા જાઓ; અને સવારના પહોરમાં જહાજનો ઘંટ સંભળાય ત્યાં લગી કમરાની બહાર નીકળતા નહીં. કાલે સવારે તમે કેદીની ઓરડી તરફ આવશો, ત્યારે હું તમારા હાથમાં આ ચાવી પાછી મૂકી દઈશ. પણ ફરીથી મને કહો, તમને મારા ઉપર પૂરો વિશ્વાસ છે?” હા, હા.” “તમને એવી ખાતરી પડે છે કે, આ યોજનાનું જે કંઈ પરિણામ આવે તે હું વેઠી લઈશ, અને તમને કશી આંચ આવવા નહીં દઉં?” મને ખાતરી છે કે તે આપેલી બાંહેધરી તું બરાબર પાર પાડશે. " જેસન કેદીના કમરાનું બારણું ઉઘાડીને અંદર દાખલ થયો. અંદર તદ્દન અંધારું હતું – સિવાય કે, એક ખૂણામાં સૂકી લીલ બળતી હતી તેનું રાતું અજવાળું પડતું હતું. તેની પાસે માઇકેલ સન-લોકસ નીચું મોં કરીને બેઠો હતો. તેણે તાળામાં ચાવી ફરવાનો અવાજ સાંભળીને જ પૂછ્યું, તમે છો, સર સિમ્ફસ?” “ના.” જેસને કહ્યું. “તો કોણ છો?” એક મિત્ર.” માઇકેલ સન-લૉકસે જાણે નજરે જોવું હોય તેમ પોતાની અંધ આંખો આગંતુક તરફ ફેરવી. “એ અવાજ કોનો છે?” માઇકેલ સન-લૉસે પૂછયું. તમારા ભાઈનો.” જેસને જવાબ આપ્યો. સન-લૉસ એકદમ ઊભો થઈ ગયો, અને બોલ્યો, “જેસન?” “હા, જે સન.” Page #410 -------------------------------------------------------------------------- ________________ સબસે ઊંચી પ્રેમસગાઈ ... 66 તો ભાઈ, પાસે આવ; મને તારી સાથે ભેટવા દે. ” બંને જણા એકબીજાના હાથમાં ભિડાઈ ગયા; અને એકી સાથે હસવા તથા રડવા લાગ્યા. થેાડી વાર બાદ જ સને કહ્યું. 66 * સન-લૉક્સ, હું તમારે માટે એક સંદેશ લાવ્યો છું.” 66 પેલી તરફથી તેા નથી ને? હે...?” 66 ના, પેલી તરફથી નહીં, પણ વહાલા બુઢ્ઢા આદમ ફૅરબ્રધર "> પાસેથી. “તે કયાં છે?" “હુસાવિકમાં છે. 66 ‘તો તું એમને તારી સાથે લેતો કેમ ન આવ્યો, ભાઈ?” 66 ,, તે આવી શકે તેમ નથી. ૩૮૫ "" “કેમ, કેમ ? તે બીમાર છે કે શું?” 66 ‘તે આખા વગડો ખૂંદી તને મળવા માટે હુસાવિક સુધી આવ્યા; પણ હવે તેમનાથી એક ડગલું પણ આગળ ભરાય તેમ નથી.” 66 જૅસન, ભાઈ, મને સાચેસાચું કહી દે, તે મરવા તો નથી પડયા ને ?’' 6 “ તે બિચારા તમને રાત અને દિવસ સંખ્યા કરે છે. સનલૉક્સ ! મારા દીકરા સન-લૉક્સ એમ સતત બેાલતા તે વિલાપ કર્યા કરે છે. "" 66 મારા ભલા બાપુ! મારા વહાલા 'બાપુ ! ભગવાન તેમના ઉપર આશીર્વાદ ઉતારે. "" “ તે કહાવે છે કે, તે સમુદ્રો અને તમને એક વાર જોયા વિના કેદમાં છો એમ તે જાણે છે, છતાં આવ ૨૫ ડહાળી અહીં સુધી આવ્યા છે, મરી શકે તેમ નથી. તમે અહીં વેદનામાં અને મૂંઝવણમાં તે વાત Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ આત્મ-બલિદાન ભૂલી જઈ એ પોકાર્યા કરે છે કે “બેટા સન-લૉસ! દોડી આવ! દોડી આવ! ઉતાવળ કર! હવે બહુ વખત નથી!” હાય!” માઇકેલ સન-લોકસ કરુણ કંદન કરી ઊઠયો; “આ અંધાપો! આ કેદ! એક દિવસ પણ મને કોઈ ત્યાં જવા દે, તો હું મારી આખી જિંદગી નોછાવર કરું! એક જ દિવસ! એક જ દિવસ!” જૈસનથી પણ પોતે ખામુખા ઊભી કરેલી સન-લૉકસની આ વેદના જોઈ શકાતી નહોતી. પણ તેને પોતાની યોજના પાર પાડવી હતી; એટલે થોડી વાર ચૂપ રહી તેણે આશ્વાસન આપતાં કહ્યું, “તમને ભાઈ એક દિવસ છૂટી મળી શકે તેમ છે; અને તમે ભલે અંધ હો, તો પણ તમને દોરીને લઈ જનાર પણ તૈયાર છે ! ખરું કહું છું. મેં બધી ગોઠવણ કરી લીધી છે. તમે કાલે સવારે જ આ સ્થળ છોડી શકશો.” એ શબ્દો સાંભળતાં જ માઇકેલ સન-લૉસ હર્ષનો પોકાર કરી ઊઠયો. પણ પછી થોડો વિચાર કરીને બોલ્યો, “પણ મારાથી આ ભલા પાદરીને દગો ન દઈ શકાય.” તે બહુ ભલા માણસ છે; તે તમને એક દિવસ જવા દેવા કબૂલ થયા છે.” પણ તેમને ચેતવણી મળી ચૂકી છે કે, ગમે તે ઘડીએ મને હાજર કરવાનો અને સોંપી દેવાનો હુકમ તેમને મળશે. એ ભલા પાદરીએ આ કેદખાનું પણ મને ઘર જેવું કરી આપ્યું છે, હું મારા જાન બચાવવા પણ તેમને આંચ આવે એવું કશું ન કરું.” તેમને ખાતરી છે કે, અહીં તમારે મોતના મોંમાં પાછા ફરવાનું હશે તો પણ તમે પાછા આવ્યા વિના નહીં રહો.” જૈસને કહ્યું. તો હું એ ભલા બાપજીનો આભાર માની આવું.” સનલૉકસ બારણા તરફ જતો જતો બોલ્યો. Page #412 -------------------------------------------------------------------------- ________________ સબસે ઊંચી પ્રેમ-સગાઈ.... ૩૮૭ પણ જેસન વચ્ચે આવીને ઊભો રહ્યો. તેણે કહ્યું, “રમે ભલા પાદરીને આપણા સાહસમાં જન્મેવાર બનાવવા ન જોઈએ. મેં તેમને જણાવવાનું જરૂરી હતું તેટલું જણાવી દીધું છે; અને તેમને પૂરો સંતોષ થયો છે. આપણે જે કરવાના છીએ તે થઈ ચૂકે ત્યાં સુધી તે એ બધાથી અણજાણ રહે એ જ સારું છે. કારણ કે, પછી કંઈ અણધાર્યું બને, તો પણ તેમને માથે કશી જવાબદારી ન આવે.” “પણ હું પાછો અચૂક આવીશ જ.” સન-લૉકસ બોલ્યો. “હા, હા; પણ સાંભળો – આવતી કાલે સવારે પિ ફાટતા પહેલાં બે કલાક અગાઉ તમારે કિનારે પહોંચી જવાનું છે. ત્યાં નાના ધક્કા પાસે એક નાની હોડી ઊભી હશે, અને થોડે દૂર દરિયામાં એક માછી-જહાજ તૈયાર હશે. અહીં ઘર-કારભારણ તરીકે કામ કરતી ભલી બાઈ તમને ત્યાં દોરી જશે ...” તે બાઈ જ શા માટે મને દોરી જશે?” જેસન એ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં કંઈક વિચારમાં પડી ગયો. તેણે પૂછયું, “એ બાઈ સામે તમારે કંઈ વાંધો છે, ભાઈ?” ના, ના, વાંધો તો શો હોય? બહુ ભલી બાઈ છે – દુઃખિયારી છે; તેનો પતિ ગુજરી જતાં બિચારી જીવનમાં આનંદ અને આશા વિનાની બની ગઈ છે. બહુ ભલી-ભેળી છે, મોંએ કશું બોલતી નથી; પણ તેનો અવાજ દૂરથી સાંભળતાં મારા કોઈ નિકટના સ્વજનની યાદ આવે છે, જે એક વખત મને બહુ વહાલું હતું.”. તો તે સ્વજન હવે તમને વહાલું રહ્યું નથી?” ભગવાન જાણે; હું કશે જવાબ આપી શકું તેમ નથી. તેણે મારા જીવનમાં તેમજ તારા જીવનમાં હોનારત સરજી મૂકી છે – પોતાની જાત મારા વૈભવને તેણે વેચી દીધી અને તને આપેલું વચન ફોક કરી દીધું.” એ બધું તો પતી ગયું ભાઈ! હું તો એ બધું કયારનું ભૂલી પણ ગયો છું: ભાભી હંમેશને માટે તમારી જ છે.” Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આત્મ-બલિદાન હા, હા, તે મારી જ છે – જીવનમાં અને મૃત્યુમાં પણ! તે ગમે ત્યાં ભૂલી ભટકશે, પણ છેવટે તેને મારી પાસે જ આવવું પડશે – આવવું જ પડશે.” તો પછી ભાઈ સન-લૉસ, તે હજુ તમને વહાલાં છે, ખરું?” “કોઈ કોઈ વખત તો મને એવું લાગે છે કે, તે મને પહેલાં કદી ન હતી તેટલી વહાલી છે. હવે તો હું આંધળો બન્યો છું, પણ હું તેને હંમેશ મારી પાસે જ જોઉં છું! કદાચ એ સ્વપ્ન હશે, બેવકૂફી જ હશે !” “પણ એ સ્વપ્ન કદાચ સાચું પડે તો?” જેસને પૂછવું. એ વસ્તુ બને તેવી જ નથી. છતાં તે ક્યાં છે? તેનું શું થયું છે? તે એના બાપુ પાસે છે? તે શું કરે છે? તને કશી ખબર છે, ભાઈ?” તમને થોડા જ વખતમાં એ બધા સમાચાર મળશે. કાલે તમે અહીંની ભલી ઘર-કારભારણ બાઈને કહેજો, એટલે તે તમને તેની પાસે લઈ જશે.” “પણ તું જ મને કેમ તેની પાસે નહીં લઈ જાય?” “કારણ કે, તમે પાછા આવે ત્યાં સુધી મારે અહીં જ રહેવાનું છે.” શું? મારી જગાએ તું અહીં જેલમાં રહેશે?” હા.” મારી જગાએ બંધક-જામીન તરીકે? હૈ? બેલી નાખ, ભાઈ !” “પણ એમાં શો વાંધો છે?” “પણ ખરે જ, તું સાચા દિલથી એમ કરવા માગે છે?” “મારા પૂરા દિલથી હું તેમ કરવાને છું, વળી.” Page #414 -------------------------------------------------------------------------- ________________ સબસે ઊંચી પ્રેમ-સગાઈ... ૩૮૯ સન-લૉકસે ધીમે ધીમે પોતાના હાથ લાંબા કર્યા. જ્યારે તેના હાથ જૈસનને અડક્યા, ત્યારે તે તરત તેને ગળે વળગીને સકાં ભરવા લાગ્યો. જેસન, જેસન, આ તો માત્ર ભાઈ કરે તે કરતાંય ઘણું વધારે છે; તું કેવું જોખમ ખેડે છે તેનો તને ખ્યાલ નથી પણ મને બરાબર ખ્યાલ છે. એટલે મારે તારાથી એ છુપાવવું ન જોઈએગમે તે ઘડીએ – ગમે તે ક્ષણે દરિયામાં ઊભેલા જહાજને હુકમ મળશે કે મને તત્સણ ઠાર કરવો. હવે ધાર કે, હું મારા વહાલા બાપુને મળવા ચાલ્યો ગયો હોઉં, અને મારી ગેરહાજરીમાં જ એ હુકમ આવે, તો પછી તારું શું?” “અહીં જ હોઈશ, વળી!” જેસને સીધોસાદો જવાબ આપી દીધો. બહાદુર જુવાન, તું શું બોલે છે? તું તારે માટે વિચાર ન કરી શકતો હોય, તો મારે માટે તો કર. મેં જે કહ્યું તેવું કાંઈ બને, તો પછી જીવનભર હું એક ક્ષણ પણ સુખી રહી શકે ખરો? ના, ના; કદી નહિ. ભલે મને મારી આંખોનું નૂર પાછું મળે – મારું પદ પાછું મળે – મારાં સગાં-મિત્રો પાછાં મળે – અને હું સો વર્ષ જીવું, તોપણ!” પણ તમે પાછા આવશો જ, પછી શું?” પણ હું કદાચ પાછો ન પણ આવી શકું! આ ટાપુ અને મુખ્ય ભૂમિ વચ્ચે પાંત્રીસ માઈલનો સાગર પડયો છે, તેમાં ગમે ત્યારે બરફ જામી જાય કે દરિયાઈ તોફાન આવી ચડે. આવા પ્રદેશમાં પાછા આવવા એકે એક દિવસનો હિસાબ ગણનારો કાં તો મૂર્ખ હેવો જોઈએ કે ધૂર્ત. પણ હું એ બેમાંનો એકેય નથી – એટલે હું તને એવી ખાતરી આપી શકતો નથી કે હું ધારેલે સમયે પાછો આવી શકીશ.” Page #415 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન 66 પણ જે તાફાન તમને અહીં પાછા આવતા રોકી રાખશે, તે જ તાફાન પેલા હુકમને પણ આ ભૂમિ ઉપર આવતા રોકી રાખશે ને! અને આવી આડી-અવળી કલ્પના કરવાની શી જરૂર છે? તમે કહો છો તે હુકમ આજે કાલે કે પરમ દિવસે આવશે જ, એવું માનવાને તમારી પાસે શું કારણ છે? એ હુકમ આટલા દિવસ નથી આવ્યો, તો બે-પાંચ દિવસ વધુ પણ નહિ આવે એમ કેમ ન માનવું? એટલે, મારું અહીં તમારી જગાએ રહેવાનું તો કેવળ ઔપચારિક જ છે— તેમાં હું કશું જ જોખમ ખેડતો નથી, કે તમે મને કશા જોખમમાં નાખતા પણ નથી.” “એ જ શરતે પાદરીબુવા મને અહીંથી જવા દેવા માગે છે?” "" હા. 66 તો હું નથી જવાનો.” સન-લૉક્સે મક્કમપણે કહી દીધું. ૩૯૦ 66 “ તમે જો નહિ જાએ, તો બુઢ્ઢા આદમ બાપુનું હ્રદય ભાગી પડશે; કારણ કે, હું જાતે જઈને તેમને ખબર આપીશ કે તમે આવી શકતા હતા છતાં ન આવ્યા. "" “પણ હું શાથી ન આવ્યો એ કારણ તું તેમને નહીં જણાવે ?” “ના; હું તો એમ જ કહીશ કે, તમારામાં તેમને માટે લાગણીનો છાંટાય રહ્યો નહોતો એટલે જ તમે નથી આવ્યા. ,, માઇકેલ સન-લૉક્સ એકદમ ચૂપ થઈ ગયો. થોડી વાર બાદ જૅસને માયાળુપણે પૂછયું, “સન-લૉક્સ, ભાઈ તમે જશેા ને ?” સન-લૉસે ટૂંકમાં જવાબ આપી દીધા, “ હા, ” Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભગ્ન હૃદય ! મધરાત પછી જેસન સન-લૉસના કમરામાં જ સૂઈ રહ્યો. ચાર કલાક બાદ તે ઊડ્યો, અને ઘરની બહાર નીકળી ડોકિયું કરી આવ્યો. હજુ વખત થયો ન હતો એટલે તે પાછો આવ્યો. પણ રખે ઊંઘી જવાય એ બીકે તે જાગતો જ બેસી રહ્યો. પાદરીબુવાના ઘરમાં બધું જ સૂમસામ હતું. કમરામાં સન-લૉસના ઊંઘવાના અવાજ સિવાય બીજો કશો અવાજ સંભળાતો ન હતો. થોડી વારમાં બરફ વરસવા માંડ્યો અને ચાંદો બુઝાઈ ગયો -- ચારે બાજુ અંધારું થઈ ગયું. “હવે કોઈ ન દેખે તેમ નીકળી જવાનો વખત છે,” એમ કહીને તેણે બારી બરાબર બંધ કરી દઈ દીવો પેટાવ્યો, અને સનલોકસને જગાડયો. સન-લૉકસ ઊઠયો, તથા ખિન્નતામાં ઘેરાઈ ગયેલાની પેઠે ચુપાચુપ કપડાં પહેરીને તૈયાર થઈ ગયો. જેસને આડીઅવળી વાતો કરતાં કરતાં થોડી કૉફી બનાવી દીધી. પછી તે અંધારામાં ફંફોસતો ગ્રીબાના કમરા તરફ ગયો અને ધીમેથી તેના બારણા ઉપર ટકોરા માર્યા. ગ્રીબા તૈયાર જ હતી – તે આખી રાત ઊંઘી જ ન હતી. તેણે છાતી ઉપર ઘેટાના ચામડાની ખાઈ લટકાવી હતી, જેમાં ઊંઘતા નાનકા માઇકલને સુવાડી ઊંચકી જવાની જોગવાઈ તેણે કરવા ધારી હતી. • ૩૯૧ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ આત્મ-બલિદાન જૈસને ધીમેથી ગ્રીબાને કહ્યું, “બધી તૈયારી થઈ ચૂકી છે; પણ હું તને એક વાત પૂછવા માગું છું – સન-લૉકસ કહે છે કે તેને તેની આંખનું નૂર પાછું મળે પણ ખરું, – એ સાચી વાત છે?” “હા, હા, હસાવિકના નેત્રૌદ્યો એમ ખાતરીબંધ કહ્યું છે.” ગ્રીબાએ જવાબ આપ્યો. તો પછી તું કોણ છે એ વાત તેને કરીશ તો પણ વાંધો નથી - તને એ હજુ પણ ચાહે છે.” ગ્રીબા બિચારીને એ સાંભળી, હર્ષનું ડૂસકું આવી ગયું. બબ્બે વરસની તપસ્યા બાદ પોતાને એ સદ્ભાગ્ય પ્રાપ્ત થશે એ બદલ તે ઈશ્વરને ધન્યવાદ દેવા લાગી. જેસનને મનમાં થયું. “મારે તો આને વિચાર સરખો આવતો નથી!” એ વિચાર આવતાં તેનું હૃદય એકદમ ખિન્ન થઈ ગયું. ધીમે ધીમે તે સન-લૉકસની કોટડી તરફ પાછો ફર્યો. પણ સન-લોકસ તો જૈસનનો જ વિચાર કર્યા કરતો હતો. તે તરત જ બોલ્યો, “ભાઈ, જેસન! વિચાર તો કર – અત્યાર સુધી તને હું મારે ખરાબમાં ખરાબ દુશ્મન ગણતો આવ્યો છું – અને તું પણ મારી હત્યા કરવા જ મારી પાછળ પાછળ આઇસલૅન્ડ આવ્યો હતો. પણ છેવટે આખી દુનિયામાં તું જ મારે માટે તારું જીવન ખતરામાં નાખવા તૈયાર થયો છે.” “હા, જીવન વસ્તુ જ કેવો વિચિત્ર સટ્ટો છે?” જૅસન એટલે જવાબ આપી ખડખડાટ હસી પડયો. ભગવાન આપણ પામર જનોના રાગદ્વેષના કેવા ધાગા ઉરાડી દે છે?— આપણે કેવાં કેવાં વેર-ઠેષ સેવતા હોઈએ, પણ આપણી મારફતે જ તે પોતાનું ધાર્યું પાર પાડે છે!” બધી તૈયારી થઈ ચૂકી એટલે જેસન મીણબત્તી બુઝાવીને સન-લૉકસને કોટડી બહાર દેરી ગયો. ગ્રીબા ઓસરીમાં જ તૈયાર Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ ભગ્ન હૃદય! ઊભી હતી. નાનકો માઇકેલ તેની છાતી સરસે ઝેળીમાં નિરાંતે ઊંઘતો હતો. જૈસને બારણું ધીમેથી ઉઘાડ્યું. બહાર નીકળ્યા પછી જેસને સન-લોકસને ધીમેથી કહ્યું, “હજુ પિ ફાટવાને બે કલાકની વાર છે. ભાઈ, તમે દેખતા હોત તો પણ આગળ એક ડગલું ભરવા જેટલી જગા ન દેખાય તેવું અંધારું છે. માટે તમારા હાથ આ ભલી બાઈના હાથમાં મૂકો, અને ગમે તે થાય પણ કદી એ હાથ હવે છોડતા નહીં. ” અને તેણે બંનેના હાથ જોડી આપ્યા. “આ ભલી બાઈને મારે જ્યાં જવાનું છે તે સ્થળની ખબર છે ને?” સન-લોકસે પૂછપરછ કરી. તમારે વૈને જ્યાં જવાનું છે તે રસ્તાની એને બરાબર ખબર છે.” જૈસને જવાબ આપ્યો. પછી તેણે કહ્યું, “હવે મોડું ન કરશો – ચાલતાં થાઓ. ધક્કા આગળ બે માણસે હોડી લઈને તમારી રાહ જોતા હશે. પણ થોભો !” પછી જેસને ગ્રીબા તરફ વળીને પૂછયું, “તારી પાસે થોડાઘણા પૈસા છે?” હા,” ગ્રીબાએ ધીમેથી જવાબ આપ્યો. તો એ માણસોને થોડા પૈસા આપજો. મેં તેમને સો કાઉન આપવાના કહ્યા છે. એ લોકોને સાવચેતીથી હોડી હંકારવા કહેજો! બસ, ત્યારે આવજો !” “આવો !” બંનેએ એકીસાથે જેસનને જવાબ આપ્યો. પછી ગ્રીબાએ ધીમેથી સન-લૉકસનો હાથ ખેંચતાં કહ્યું, “ચાલો !” આવજો ! આવજો !” જેસને ફરીથી વિદાય આપતાં કહ્યું. આ જીવનમાં ચાહેલાં અને ધિક્કારેલાં બંને સ્વજનોને તે આખરી વિદાય આપતો હતો. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ આત્મ-બલિદાન સન-લૉક્સ આગળ ચાલતો એકદમ ભી ગયો. તે ભાગી પડેલે અવાજે બોલ્યા, “ભાઈ, જેસન, મને છેવટના એક વખત ફરી ભેટી લે!” જેસન ઘરના બારણા આગળ લાંબે વખત ઊભો રહ્યો, અને બધા અવાજ લક્ષ દઈને સાંભળવા લાગ્યો. પેલાં ધકકે પહોંચી હોડી ઉપર ચડયાં ત્યારે થયેલો થોડો ગૂંચવાટ, પછી ધીમેથી પાણીમાં પડતાં હલેસાંનો અવાજ, પછી લંગર ઉપાડયું તે વખતે થયેલો સાંકળનો અવાજ - પછી પાછો હલેસાંનો દૂર જતો અવાજ – બધું જ તેણે કાન માંડીને બરાબર સાંભળ્યા કર્યું. થોડી વારમાં રાત્રીની અંધકારભી નીરવતામાં એ બધા અવાજ ડુબી ગયા. જૈસને હવે થોડાક બાજુએ ફરીને બંદરમાં ઊભેલા ચેકિયાટ જહાજ તરફ નજર કરી. તેમાંથી આવતો દીવાનો પ્રકાશ તેને બરાબર દેખાતો હતો. તેની આસપાસ કશી હિલચાલ તેને જણાઈ કે સંભળાઈ નહિ. છતાં તે ત્યાં સ્થિર થઈને ઊભે જ રહ્યો. ધીમે ધીમે પર્વતોની ટોચ ઉપરથી ધૂંધળો પ્રકાશ ઉદયમાન થયો. ભળભાંખળું થયું - પેલાં સહીસલામત દૂર નીકળી ગયાં છે –” એમ બોલી જેસન ઘરમાં પાછો ફર્યો. અંદર આવી તેણે મીણબત્તી પાછી સળગાવી. પછી કબાટમાંથી કાગળ કલમ વગેરે લખવાનો સામાન શેધી કાઢયો અને પોતાના અણઘડ હાથે લખવા માંડ્યું – ભાઈ, તમારા સાંભળવામાં મારે વિષે ગમે તે વાત આવે, પણ મારી ચિંતા કરતા નહીં. હું નાસી છૂટયો છું અને સહીસલામત છું. પણ મને ફરી મળવાની આશા ન રાખતા. હું ફરી તમારી આગળ છતો થવા હિંમત કરી શકીશ નહિ. તમે હવે તમારા સુંદર વતન તરફ પાછા ફરજો; મારે તો મારા વહાલા વતન આઇસલૅન્ડમાં જ રહેવાનું Page #420 -------------------------------------------------------------------------- ________________ ભગ્ન હૃદય! ૩૯૫ છે. ગ્રીબા, વિદાય ! સન-લૉકસ, એ તમને જ ચાહે છે; અને આખી જિંદગી તેણે એકલા તમને જ ચાહ્યા છે. વિદાય ! હું ખુશી આનંદમાં છું. ભગવાન તમારું બંનેનું ભલું કરે.” કાગળ પૂરો કરી, તેણે બીડી દીધો. પછી ટેબલ ઉપર તેને મૂકી તેના ઉપર કમરાની ચાવી મૂકી. પછી તે વિચારમાં પડી ગયો – “તેઓએ મારા જણાવ્યા મુજબ સન-લૉસને સૂઈ જવા અને ઊંઘી જવા સમજાવી દીધો હશે. જ્યારે તે જાગશે, ત્યારે તો તેઓ દૂર દરિયામાં પહોંચી ગયાં હશે. બધા સઢમાં જોરદાર પવન ભરેલું જહાજ વેગે આગળ ધપ્યું જતું હશે. થોડા વખતમાં સન-લૉકસને ખબર પડશે કે, પોતાને છેતરવામાં આવ્યો છે! એટલે તે તરત પિતાને પાછો અહીં લઈ આવવા બુમરાણ મચાવશે. પણ તેઓ તેનું જરાય સાંભળશે નહિ. કારણ કે, ગ્રીબાએ મેં શીખવ્યા મુજબ, પેલા લોકોને બધી સૂચનાઓ આપી દીધી હશે. બીજે અઠવાડિયે અથવા એ પછીને અઠવાડિયે તેઓ શેટલેંઝ પહોંચી જશે. ત્યાં પહોંચ્યા પછી તેમને મારો આ પત્ર મળશે. પછી તો તેઓ ઇંગ્લેન્ડ જ પહોંચી જશે!” બરફ વરસો બંધ પડ્યો હતો, અને દિવસ ચડવા લાગ્યો હતો. થોડા વખતમાં મકાન ઉપરથી ચોકિયાટ જહાજને આલબેલ જણાવતો ધ્વજ ફરકાવવામાં આવ્યો અને જહાજ તરફથી પણ જવાબમાં દાંટ વગાડવામાં આવ્યો. ત્યાર પછી, બાટમાંથી મળી આવેલી પાદરીબુવાના દારૂની બાટલી જેસન ગટગટાવી ગયો, અને પછી પોતે લખેલો કાગળ અને કમરાની ચાવી હાથમાં લઈ તે બહાર નીકળ્યો. પાદરીના કમરા પાસે જઈ તેણે એ કાગળ અને ચાવી તેમના હાથમાં મૂકી દીધાં. “પેલ સહીસલામત નીકળી ગયો ને?” Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ આત્મ-બલિદાન હા, હા. બંને જણ નીકળી ગયાં, વળી!” જેસને જવાબ આપ્યો. વને જ્ઞાન એટલે કોણ?” પાદરીએ પૂછયું. “બુઢા ખૂટ, તમને ખબર નથી કે પેલી એની પત્ની હતી?” પત્ની? કોણ? કોની?” “કેમ બાવાજી, તમારી ઘર-કારભારણસ્તો! એ માઈકેલ સનલૉકસની સગી પત્ની હતી !” “ભલા ભગવાન! મને શી ખબર? પણ તેઓ ક્યારે પાછાં આવશે, વાર?” - “તેઓ હવે કદી પાછાં નહિ આવે,” એટલું બોલતાંમાં જૈન ખડખડાટ હસી પડયો. “કદી પાછાં નહિ આવે?” “તેઓ કદી પાછાં ન આવે એવી જ પેરવી મેં બરાબર કરી છે.” “ભલા ભગવાન ! આ બધું શું છે?” “અબે બુ! એ બધું શું છે તે કહી બતાવું?– રેકજાવિકમાંથી હુકમ નીકળી ચૂક્યો છે અને આજે જ અહીં આવી પહોંચશે. સન-લૉકસને ઠાર મારવાનોસ્તો !” “હું? આજે જ હુકમ આવી પહોંચશે? તે પછી – તે પછી – શું એને બદલે તેં મરવાનું નક્કી કર્યું છે?” “બુટ્ટા! તમારે તેની શી પંચાત? મારે મરવું કે નહિ એની પંચાત મને હેય કે બીજાને? પણ જાણી રાખો કે, મોત આમ મારી પાસે સામું ચાલતું ન આવ્યું હોત, તે મારે તેની પાસે જવું પડત. મારી જિંદગી હવે વધુ લંબાવ્ય જવામાં કશો માલ નહોતે રહ્યો.” પણ હું એવું કદી નહિ બનવા દઉં – તું નિર્દોષ માર્યો જાય એ હું કદી જોઈ નહિ રહું!” Page #422 -------------------------------------------------------------------------- ________________ ભગ્ન હૃદય! ૩૯૭ “પણ બાવાજી, તમારે એ બનવા દેવું જ પડશે – કારણ કે, એમ કર્યા વિના તમારો છૂટકો જ નથી. પણ સાંભળો – આ કાગળ છે, તે સન-લૉકસ માટે છે. શેટલેન્ડઝ જતું જે પહેલું જહાજ મળે, તેની મારફતે તે એને પહોંચાડાવજો – “થૉરા જહાજ, શેટલેંઝ’ એટલું સરનામું બસ છે. પણ બુદ્રાજી, તમારો થોડે વધુ દારૂ મને આપી દો જોઉં – મારે હવે જરા ઊંઘી જવું છે – લાંબી ઊંઘ મારે કાઢવાની છે – બહુ લાંબી ઊંઘ !” “ભગવાન તારું ભલું કરે, બેટા, ભગવાન તારા ઉપર પોતાના સર્વ આશીર્વાદ વરસાવે !” ભલે, ભલે, તમે મારે માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરો; હું તો એ ભગવાનને પ્રાર્થના નથી કરવાને. તેણે આ દુનિયા મારા જેવા માટે બનાવી જ નથી – આ દુનિયામાં મારા જેવા માટે તેણે કશું જ રાખ્યું નથી. હું અહીં સન-લોકક્સના બદલામાં હોઈશ જ એની ખાતરી રાખજો – તમને કશી આંચ નહિ આવવા દઉં, સમજ્યા?” કમરામાં જઈ, જૈસને મોટેથી થોડાં પ્રેમગીતો ગાવા માંડયાં - પણ થોડી વાર પછી તેના હૃદયની કાળી અંધાર ખિન્નતા તેના અંતરમાં ફરી પાછી વ્યાપી ગઈ – અને તે ડૂસકે ડૂસકે રડવા લાગ્યો. તેનું હૃદય ભાગી પડયું હતું. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જીવન દઈને જીવન કમાવાય ! ૫છીને દિવસે હુકમ આવી પહોંચ્યો. એક દિવસની મહેતલ કેદીને આપવામાં આવી હતી. – અને પછીને દિવસે વહેલી સવારે તે ચાર સૈનિકો માઈકેલ સન-લૉકસને ઠાર કરવા આવી પહોંચ્યા. ચારે સૈનિકો બાવાજીના ઘર પાસેની એક ખુલ્લી જગામાં લશ્કરી ઢબે બંદૂક તાકી તૈયાર ઊભા રહ્યા. જેસનને તેની કોટડીમાંથી બહાર લાવવામાં આવ્યો. તે સ્થિર પગલે ચાલતો હતો, અને તેના ચહેરા ઉપર પડકાર હતો. આટલા દિવસ કમનસીબ જ તેની પાછળ પડેલું હતું, – હવે તે પિતાના કમનસીબને જ હાથતાળી આપવા માગતો હતો! તેને પડખે બુઢો પાદરી સિક્સ ચાલતો હતો. આ કેદી કોણ છે એ તે એકલો જ જાણતો હતો. ગ્રીન્સીનું કોઈ જ કે સૈનિકોમાંનું કોઈ સન-લૉસને કે જેસનને ઓળખતું ન હતું. પણ બુટ્ટા પાદરીથી કાંઈ બોલી શકાય તેમ ન હતું – ખરી વાત તે કોઈને કહેવા જાય, તો તેનું પોતાનું જ આવી બને. બુઢો પાદરી ગાભરો થઈ ગયો હતો – અને ઉતાવળે પ્રાર્થના બબડયે જતો હતો. ચોખ્ખો પ્રાત:કાળ હતો. જેસન પોતાને માટે નિરધારેલી જગાએ જઈને સ્થિર – ટટાર ઊભો રહ્યો. તેના હાથ તેની પીઠ પાછળ બાંધી દેવામાં આવ્યા. ૩૯૮ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ જીવન દઈને જીવન કમાવાય! તે જ ઘડીએ સૂ વાદળની કિનારોને ચકચકિત બનાવી દીધી અને જેસનના મોં ઉપર ઉજજવળ પ્રકાશ છવાઈ રહ્યો. સૈનિકોએ ગોળીઓ ચલાવી, અને ઘવાયેલો જૈસન તરત જ નીચે તૂટી પડયો. તેણે ખુલ્લી છાતીએ હૃદય ઉપર જ સૈનિકોની ગોળીઓ ઝીલી હતી – કોઈ પણ માણસની છાતીમાં સારા માટે કે નરસા માટે એવું મોટું હૃદય નહિ ધબક્યું હોય. એક કલાક બાદ તો ત્યાં મોટું ધાંધળ મચી રહ્યું. જૉર્ગન જૉર્ગન્સન ત્યાં પૂરપાટ દોડી આવ્યો હતો, પણ તે મોડો પડયો હતો. એક નજર નાખતાં વેંત તે બધું સમજી ગયો : તેના હુકમને અમલ થયો હતો, પણ સન-લૉકસ ભાગી છૂટયો હતો અને જેસન તેની જગાએ ઠાર થયો હતો. તેના બંને દુશ્મનો તેને હાથતાળી આપીને તેના હાથમાંથી છટકી ગયા હતા. તે વિમૂઢ થઈને ત્રાડી ઊઠ્યો : “આને શો અર્થ?” પેલો બુઢો પાદરી એક ક્ષણમાં નમાલું ઘેટું મટીને વિકરાળ વરુ બની ગયો. જેસનના સ્વાર્પણથી તેને પોતાની પામરતા ઉપર તિરસ્કાર આવી ગયો હતો. તે બોલી ઊઠ્યો – “એનો અર્થ એ છે કે, હું એક કંગાળ કાયર છું અને તું એક શાપિત જાલીમ છે.” બંને જણ એકબીજા સામે તાકીને જોઈ રહ્યા, એવામાં જ બંદર ઉપરથી તેપને કારમો ગડગડાટ સંભળાયો – બ્રિટિશ યુદ્ધજહાજ આવી પહોંચ્યું હતું. ડેનિશ યુદ્ધ-જહાજે તરત શરણાગતી સ્વીકારી લીધી. આદમ ફેરબ્રધર હવે કિનારે ઊતર્યો. તેને બધા સમાચાર Page #425 -------------------------------------------------------------------------- ________________ આત્મબલિદાન સંભળાવવામાં આવ્યા. જ્યાં જેસન પડેલો હતો ત્યાં તે તરત દોડી ગયો અને તેની સમક્ષ ઘૂંટણિયે પડયો. તેણે તેના બહેરા બની ગયેલા કાનમાં કહ્યું, “મારા બહાદુર બેટા ! તારા જીવનનું તોફાન હવે હંમેશને માટે શમ્યું છે, અને તારા તોફાની આત્મા હવે આરામ પામ્યો છે. ઊંયે જા, દીકરા! શાંતિમાં પોઢી જા! ઈશ્વર તને ભૂલવાના નથી.” પછી તે પાછો ઊભો થઈ, આસપાસ ઊભેલાઓની સામે નજર કરીને ઘેરે અવાજે બોલ્યો, “કોઈ જો એમ માનતું હોય કે, આ જગતમાં ન્યાય નથી, તે અહીં આવે અને નજરે જુએ – અહીં એક બાજુ આઇસલૅન્ડનો ગવર્નર-જનરલ કહેવાતો માણસ ઊભે છે, અને બીજી બાજુ આખી દુનિયામાં તેને એકમાત્ર સગો અને સંબંધી સૂતો છે. એક જીવે છે – બીજો મરી ગયો છે. એક સત્તા અને સમૃદ્ધિમાં માતેલો જીવે છે, અને બીજો પાછળ પડીને મારી નખાયેલા વરુની જેમ અહીં પડયો છે. પણ તમે એ બેમાંથી કોણ થવાનું પસંદ કરશો? – આખી દુનિયા જેને ચરણે પડેલી છે એ માણસ બનવાનું?– કે જે આખી દુનિયાને ચરણે પડેલો છે, એ માણસ બનવાનું?” જૉર્ગન જૉર્ગન્સને માથું નીચું નમાવી દીધું. આદમ ફેરબ્રધરે પોતાના ચાબખા તેની પીઠ ઉપર ચમચમાવવાના ચાલુ રાખ્યા – જા, ભલા માણસ, સત્તાને તારે સ્થાને જઈ હવે નિરાંતે બેસી જા – તારું પદ છીનવી લે એવું કે આ દુનિયામાં હવે બાકી રહ્યું નથી. પણ એટલું યાદ રાખજે કે, તું શેરીઓના કાદવની પેઠે નર્યા સોનાના ગમે તેટલા ઢગ ભેગા કરીશ, તું બધાં જીવતાં માણસ ઉપર ગમે તેવી મોટી સત્તા અને હકૂમત પ્રાપ્ત કરીશ, તેમ છતાં તારું જીવન હવે એક શાપરૂપ – ઠપકારૂપ – શરમરૂપ બની રહેવાનું છે ! Page #426 -------------------------------------------------------------------------- ________________ જીવન દઈને જીવન કમાવાય! ૪૦૧ મનુષ્યલોકમાંને કંગાળમાં કંગાળ માણસ પણ એમ જ કહેશે કે, ભગવાન, બીજું ગમે તે આપજો, પણ જોર્ગન જૉર્ગન્સન જેવું જીવન ન આપશો! જા, જા, આ પવિત્ર ભૂમિને તારી શાપિત જાત વડે વધુ કલંકિત ન બનાવ!” અને જૉર્ગન જૉર્ગન્સન, ફટકારાયેલા કૂતરાની જેમ, ત્યાંથી દૂમ દબાવીને ભાગ્યો. તેઓએ જૈસનને નાનકડા દેવળની લગોલગ આવેલી અણસ્પર્શી જમીનમાં દાટયો. સર સિફસે પોતાને હાથે તેની કબર ખોદી. ત્યાં નક્કર લાવાનું તળ હતું. એમ જૂની આગથી ભારેલા પેટાળમાં તેમણે આગ જેવા ભભૂકતા જેસનના હૃદયને ઢબૂરી દીધું. આકાશ ભૂરું હતું, અને સૂર્ય બરફ ઉપર ઉજજવળ પ્રકાશ પાથરી રહ્યો હતો. જેસન જ્યારે પૃથ્વી ઉપર જન્મ્યો હતો, ત્યારે મધરાત હતી; પણ જ્યારે તે એમાંથી વિદાય થયો, ત્યારે ભવ્ય પ્રભાત હતું. જના ગ્રીન્સી ટાપુના ખડક ઉપર, લાવાનાં ગચિયાંને એક પિરામિડ છે. અત્યારે તો તે શેવાળથી છવાઈ ગયો છે; પણ ત્યાં જેસન ચિરશાંતિમાં પોઢેલો છે. સમાત Page #427 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશને [ આવી ફૂદડી મૂકેલાં પુસ્તક જ હાલમાં ઉપલબ્ધ છે.] * લે મિઝરાઇલ ચાને દરિદ્રનારાયણ સંપાગે પાળદાસ પટેલ ૭૫.૦૦ [(વિકટર હ્યુગે કૃત વિખ્યાત નવલકથાનો વિસ્તૃત સંક્ષેપ.] કાંતિ કે ઉત્ક્રાંતિ સંપા. ગોપાળદાસ પટેલ ૫.૦૦ [વિકટર હ્યુગે કૃત નવલકથા “નાઈન્ટી શ્રી નો વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] • લાફિંગ મૅન યાને ઉમરાવશાહીનું પિત અને પ્રતિભા ૮.૦૦ સંપા. ગોપાળદાસ પટેલ [વિકટર હ્યુગની નવલકથાને વિસ્તૃત સચિત્ર સંક્ષેપ.] પ્રેમ-બલિદાન સંપા. ગોપાળદાસ પટેલ ૧૨.૦૦ [વિકટર હ્યુગે કૃત વિખ્યાત નવલકથા “ટોઈલર્સ ઑફ ધ સી ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] ધર્માધ્યક્ષ સંપા, ગે પાળદાસ પટેલ ૧૦૦૦ [વિકટર હ્યુગો કૃત નવલકથા “હંચબૅક ઑફ નોત્રદામ”ને સચિત્ર સંક્ષેપ.. “નિકેલસ નિકબી” યાને કરણું તેવી ભરણું સંપા૦ ગેપાળદાસ પટેલ [ડિકન્સ કૃત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] *પિકવિક કલબ યાને એ સારું, જેનું છેવટ સારું ૩૦.૦૦ સંપા. ગોપાળદાસ પટેલ [ડિકન્સ કૃત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ.] ૪૦૨ Page #428 -------------------------------------------------------------------------- ________________ અમારાં પ્રકાશના * ડામ્બી અન્ય સન' ચાને તવ’ગરનું સ ́તાન " સંપા॰ ગેાપાળદાસ પટેલ [ડિકન્સ કૃત નવલક્થાના વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] વેર અને ક્રાંતિ સંપા॰ બિપિનચંદ્ર ઝવેરી [ચાર્લ્સ ડિકન્સ કૃત વિખ્યાત નવલકથા એ ટેલ આફ ઢ સિટીઝ’ને સરળ સચિત્ર સંક્ષેપ.] આલિવર ટ્વિસ્ટ ચાને એક અનાથ બાળકની કહાણી' સંપા॰ ગોપાળદાસ પટેલ [ડિકન્સ કૃત જાણીતી નવલકથાને સચિત્ર છાયાનુવાદ.] *જુગારીની દુહિતર સંપા॰ ગોપાળદાસ પટેલ [ડિકન્સ કૃત ધ ઓલ્ડ મ્યૂરિયેાસિટી શૉપ' નવલકથાને વિસ્તૃત સ’ક્ષેપ.] * * આશા અને ધીરજ સ'પા॰ ગોપાળદાસ પટેલ [અલેકઝાન્ડર ઝૂમા કૃત અદ્ભુત રસ-પ્રધાન નવલકથાના છાયાનુવાદ.] ફાઉન્ટ આફ મોન્ટેક્રિસ્ટો સંપા॰ ગોપાળદાસ પટેલ [કિશારાના ઇતર વાચન માટે સરળ સંક્ષેપ, સચિત્ર.] શ્રી મસ્કેટિયસ - -૧ ચાને પ્રેમશૌય ના રાહે ! સંપા॰ ગોપાળદાસ પટેલ [અલેકઝાન્ડર ડૂમા કૃત વિખ્યાત નવલકથાને સચિત્ર, વિસ્તૃત સક્ષેપ.] શ્રી મસ્કેચિસ –૨ યાને વીસ વર્ષ બાદ! સંપા॰ ગોપાળદાસ પટેલ [ડૂમા કૃત ટવેન્ટી ઈચસ આફ્ટર'ના ચિત્ર સંક્ષેપ...] શ્રી મસ્કેટિયસ – ૩ યાને કામિની અને કાંચન સપા॰ ગોપાળદાસ પટેલ [મા કૃત ‘વાઇકાઉન્ટ ૬ બ્રાજèાન'ના સચિત્ર સંક્ષેપ...] ૪૦૩ ૧૨.૦૦ ૩.૦૦ ૫.૫૦ ૮૦.૦૦ ૩૦.૦૦ ૪.૦૦ ૮.૦૦ ૮.૦૦ ૧૦,૦૦ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ અમારા પ્રકાશનો * શ્રી મસ્કેટિયર્સ -૪ યાને પ્રેમ-પક સં. ગોપાળદાસ પટેલ ૧૫.૦૦ [મા કૃત “લુઈઝા દ લા વાલિયેરને સચિત્ર સંક્ષેપ.] * શ્રી મસ્કેટિયર્સ – ૫ યાને દગા કિસીકા સગા નહિ! ૧૫.૦૦ સંપા. ગોપાળદાસ પટેલ [મા કૃત “મેન ઇન ધી આયર્ન માસ્કને સચિત્ર સંક્ષેપ.] કુટુંબ-પરિવાર અનુ. કમુબહેન પુત્ર છોપટેલ ૧૧.૦૦ [ગુરુદા કૃત હિંદી નવલકથા ગુષ્ઠનને સચિત્ર અનુવાદ.] પ્રેમનાથ અનુકમુબહેન પુત્ર છો. પટેલ ૧૦.૦૦ [ગુરુદત્ત કૃત હિંદી નવલકથા “પ્રવચનાને અનુવાદ. ] ભૂલ કેની? સંપા, કમુબહેન પુત્ર છોપટેલ ૭.૦૦ [ગુરુદા કૃત હિંદી નવલકથા “ભૂલ ને અનુવાદ] પ્રચારને માગે અનુ. કમુબહેન પુત્ર છો. પટેલ ૧૨.૦૦ [ગુરુદા કૃત નવલકથા “પતના માર્ગને અનુવાદ.] * ગગાજળ અનુ. કમુબહેન પુત્ર છે. પટેલ ૧૨.૦૦ [ગુરુદત્ત કૃત બે ભાગની વિરાટ નવલકથા “ગંગાકી ધારા' નો સરળ સંક્ષેપ.. * ધન અને ધરતી સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ ૮૦. [ગુરુદત્તની નવલકથા : નોકરી કરતાં સ્વરોજગાર ઉત્તમ !]. મેતીની માયા સંપા. ગોપાળદાસ પટેલ ૧.૫૦ નિૉબેલ-પ્રાઈઝ વિજેતા જૉન સ્ટાઇનબેકની લખેલી લોકકથા પલને સંક્ષિપ્ત અનુવાદ, સચિત્ર.] એક ગધેડાની આત્મકથા સંપા. પુત્ર છે. પટેલ કિશન ચન્દર કૃત હિંદી વ્યંગકથાનો સચિત્ર અનુવાદ; ન્યાયમૂર્તિ શ્રી. એમ.પી. ઠક્કરની પ્રસ્તાવના સહિત.] Page #430 -------------------------------------------------------------------------- ________________ અમારાં પ્રકાશને ૪૦૫ * તપસ્યા અને નિગ્રહ સંપા. ગોપાળદાસ પટેલ ૫.૦૦ [વિખ્યાત ચ લેખક આનાતોલ ક્રાંસની નવલકથા થાઈને સંક્ષિપ્ત અનુવાદ.] * હદયપલટ સંપા. ગોપાળદાસ પટેલ ૨૫૦૦ [ટૉલ્સ્ટૉય કૃત નવલકથા “રિઝરેકશન અને વિસ્તૃત સંક્ષેપ.] ગુને અને સજા સંપાગોપાળદાસ પટેલ ૧૨.૦૦ | ડિસ્ટયેસ્કી કૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ.] * આંધળાઓના દેશમાં સંપાગોપાળદાસ પટેલ ૩.૦૦ [એચ. જી. વેલ્સ કૃત રસિક લઘુકથાનો અનુવાદ.] *પ્રીત કિયે દુઃખ હેય સ્કિૉટ કૃત કેનિલવથ '] ,, ૨૦.૦૦ પ્રેમ-વિજય [સ્કૉટ કૃત નવલકથા “આઈવથહો'] ૮૦.૦૦ સ્કિટ કૃત નવલકથા “કન્ટિન ડરવાડ"] પ્રેસમાં) મનનિકા સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ ૩.૦૦ મારી જીવનદષ્ટિ ૨.૦૦ * પંજયથી સંપા. ગોપાળદાસ પટેલ ૧૦૦.૦૦ [ગુરુ નાનક, ગુરુ અમરદાસ, તથા ગુરુ અજુનદેવનાં પાંચ અમૂલ્ય ભક્તિ-પદોને અનુવાદ, ઉપધાત, ટિપ્પણ સાથે.] * ગુરૂ નાનકનાં ત્રણ ભક્તિપદે સંપા. ગોપાળદાસ પટેલ [ઉપરના “પંજગ્રંથી' પુસ્તકમાંથી ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ પદોને જુદો સંગ્રહ.] * ધરતીમાતા સંપા. ગોપાળદાસ પટેલ ૧૦.૦૦ [[સર આલ્બર્ટ હાવર્ડના સૉઈલ એન્ડ હેલ્થ' પુસ્તકનો અનુવાદ; જેમાં લેખક જૂની ખેતી-પદ્ધતિની જોરદાર હિમાયત કરે છે.] ગાંધી' ફિલમની કહાણું સંપા. ગોપાળદાસ પટેલ ૧૦.૦૦ [ફિલમ-નિર્માણની એક અનોખી કથા.] Page #431 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશને વિચારમાળા સંપા. કમુબહેન પુત્ર છે. પટેલ ૦.૭૫ [‘સત્યાગ્રહ ની સુંદર વિચારકલિકાઓનો સંગ્રહ.] ચિંતામણિમાળ સંપાકમુબહેન પુત્ર છે. પટેલ ૧.૦૦ [‘નવજીવન' માસિકનાં વિચાર-પુપોની ફૂલગૂંથણી.] અમરેલ સંપા. કમુબહેન પુત્ર છે. પટેલ ૨.૦૦ દેશ દેશનાં ડાહ્યાં સ્ત્રી-પુરુષોનાં વિચાર-મૌક્તિકે.] આત્મ-ધનમાળા સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ | [આત્મસંશોધનને લક્ષમાં રાખીને ચૂંટેલાં સુભાષિતો.] વિચાર-મણિમાળ સંપા. મુબહેન પુત્ર છે. પટેલ ૨૦૦૦ [પ્રેરક વિચારકલિકાઓ.] પારસમણિ સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ ૨.૦૦ [[વિચારસૃષ્ટિનું શાધન કરનારાં સુવાક્યો.] અવળવાણી સંપા, કમુબહેન પુત્ર છોપટેલ ૨.૦૦ [ચાબખા, કોરડા અને કડવી-વાણ જેવાં સુવાક્યો.] ભારત પર ચડાઈ | મગનભાઈ દેસાઈ ૦,૭૫, [ચીની આક્રમણને ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] ગીતાનું પ્રસ્થાન | મગનભાઈ દેસાઈ ૫.૦૦ [મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] * કેળવણકરનું પિત અને પ્રતિભા [શ્રી. મગનભાઈ દેસાઈ અભિનંદન ગ્રંથ. રાષ્ટ્રીય કેળવણીકાર, સ્વતંત્ર વિચારક અને સાધકની વિચારસૃષ્ટિ અને જીવનચરિત્ર.] * કળા એટલે શું? મગનભાઈ દેસાઈ ૬.૫૦ [ટોસ્ટય કૃત આર્ષ ગ્રંથ “વોટ ઇઝ આર્ટ'ને અનુવાદ.] ઈશાવાસ્ય ઉપનિષદ સંપા. મગનભાઈ દેસાઈ ૨.૦૦ * શ્રીસુખમની પદ્યમાં અનુવાદક મગનભાઈ દેસાઈ [પાંચમા શીખગુરુ અર્જુનદેવકૃત * શ્રીજ૫ગુરુ નાનકદેવકૃત] પદ્યમાં અનુવાદક મગનભાઈ દેસાઈ ૫.૦૦ ૧૦,૦૦ Page #432 -------------------------------------------------------------------------- ________________ અમારાં પ્રકાશને ४०७ * ૩૦ મી જાનેવારી | મગનભાઈ દેસાઈ ૧.૫૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિઃ અગિયાર ફેટો-ચિત્રો સહિત.] નવી યુનિવર્સિટીએ | મગનભાઈ દેસાઈ ૧.૨૫ [યુનિક શિક્ષણ વહીવટ અને માહિતી આપતી પુસ્તિકા; ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખ સહિત.] * ગાંધીજીને જીવન માગ | મગનભાઈ દેસાઈ ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત સાધનની ઝીણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] ગીતાને પ્રબંધ | મગનભાઈ દેસાઈ ૨.૦૦ અષ્ટાદશા ધ્યાયિની ગીતાના વિષયની ગોઠવણું અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ. ] સાવધાન ! મગનભાઈ દેસાઈ ૦.૧૦ [અંગ્રેજીના પ્રશ્ન અંગે સમજ આપતી પુસ્તિકા.] મિડલ સ્કુલઃ “અદકેર અંગ” મગનભાઈ દેસાઈ ૧.૦૦ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રેજોએ શા હેતુથી ‘મિડલ સ્કૂલની ફાચર મારી હતી, તેની ચર્ચા.] * જિજ્ઞાસુના પ્રશ્ન (ગાંધીજીને) સંપા. મગનભાઈ દેસાઈ ૧.૦૦ કર્મયોગ કે જ્ઞાન-સંન્યાસયોગ અંગે ગાંધીજીને પૂછેલા પ્રશ્નો, તેમના જવાબ સાથે.] * કળા વિશે ટોય અને ગાંધીજી મગનભાઈ દેસાઈ [ કળા વિષેના ટૉયના મૌલિક વિચારોના વિવરણ સાથે ગાંધીજીના કળા વિશેના વિચારોના ઉતાર.] સરસ્વતીચંદ્રને ગૃહત્યાગ સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ ૧૨.૦૦ [સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કૃત પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાનો વિસ્તૃત સંક્ષેપ. શ્રી. સેમાલાલ શાહની પીંછીથી દોરેલાં મુખ્ય પાત્રોનાં લાક્ષણિક ચિત્રો સહિત.] Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩-૦૦. અમારા પ્રકાશને નીલગગાનાં નીર પુરુષોત્તમ ભોજાણી ૫.૦૦ [યુગાન્ડા જઈ વસેલા ગુજરાતી ભાવુક હૃદયમાં ફુરેલાં કાવ્યોને સંગ્રહ, સચિત્ર.] ખેરાક અને સ્વાથ્ય ઝવેરભાઈ પટેલ સંત કાન્સિસનું જીવનગાન અનુત્ર છે. ધનજીભાઈ ફકીરભાઈ ૧૦.૦૦ * રાષ્ટ્રનું અણમેલ રત્નઃ મગનભાઈ દેસાઈ સંપા. બિપિન આઝાદ * રગે રગે કાંતિકારી ઃ આચાર્ય કૃપલાની સંપા. બિપિન આઝાદ દાંતના રેગે ડૉ. પટ્ટણી * ભગવાન પાણિનિ ધનવંત ઓઝા * દાદા માવલંકર ૩.૦૦ * ગમાર !! [ટૉલ્સ્ટૉય કૃત પરીકથા “ઇવાન ધ ફૂલ”] ૫.૦૦ * મધરાતે આઝાદી [આઝાદી મળ્યાના દિવસોની કરુણકથા] ૨૫.૦૦ સત્યાગ્રહી બાપુ સંપા. રમેશ ડી. દેસાઈ ૦.૬૦ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગોની રસિક વાર્તાઓ, સચિત્ર.] સરદારશ્રીને વિને સંપા. મુકુલભાઈ ક્લાથ; ૨.૦૦ કલ્યાણજી વિ૦ મહેતા [બારડોલીની લડતના વિનેદના ૬૫ પ્રસંગો સહિત.] ૧.૦૦ પ્રાપ્તિસ્થાન આચાર્ય શ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રેડ અમદાવાદ-૫૪ Page #434 -------------------------------------------------------------------------- ________________ ધ ઍડશન સ્રાને આત્મ-બલિદાન હૉલ કેઈન કૃત સપાટ ગોપાળદાસ પટેલ નિકોલસ નિકશ્મીનુ એક પાત્ર મિ. રિફનયસ સ્કૂલ-માસ્તર