________________
ધાર અધકાર : મનના અને રાત્રીના
૯૯
પછી જ્યારે જહાજે લંગર ઉપાડયું અને પૉઇન્ટ ઑફ આયર તરફ તેણે આગળ વધવા માંડયું, ત્યારે સ્ટિફન હેાડીને થંભાવી, અંધારામાં પોતાની પાસે થઈને પસાર થતા એ જહાજને જોઈ રહ્યો. પેાતાના વિદાય થતા દીકરાની નજીક રહેવાય ત્યાં સુધી રહેવા માટે જ તે એ તરફ આવ્યો હતો.
સ્ટિફનને અચાનક થઈ આવ્યું કે પાતે પેાતાના લાડકા પુત્રને આ છેલ્લી વાર જ મળે છે – હવે આ દુનિયામાં ફરી તેઓ ભેગા થઈ શકવાના નથી. તરત જ તેનું કર્કશ હૃદય પણ ઢીલું થઈ ગયું અને તે ડૂસકે ડૂસકે રડી પડયો.
એમ તે દરિયા ઉપર કયાં સુધી સ્થિર બેસી રહ્યો તેનું તેને ભાન ન રહ્યું. તેના અંતરમાં આઇસલૅન્ડના પોતાના બેજવાબદાર જીવનનાં ભૂંડાં સંભારણાં ઊભરાઈ આવ્યાં; અને પછી મૅન-ટાપુ ઉપર આવીને પોતે જે કંઈ કર્યું હતું તે બધાનાં પણ. એ બેમાંથી કયું જીવન ભૂંડું હતું તે એ નક્કી ન કરી શકયો. આઇસલૅન્ડમાં તેણે તેને ચાહતી પત્ની તજી દીધી હતી, અને અહીં મૅન-ટાપુમાં પેતે જેને ચાહતો હતો તે પુત્રને અબઘડી તજ્યો હતો. હવે તેની પાસે શું બાકી રહેતું હતું ? કશું જ નહિ. તે પોતે બધાથી તિરસ્કૃત, બધાથી અછૂત મનાતો એવા એકલા બાકી રહેતો હતો! જો સંજોગે જરા જુદા હોત, તો પોતે શું થઈ શકયો હાત તેનો વિચાર તેને આવ્યા. અને તરત જ તેના વિચારો બદલાવા લાગ્યા. પેતે વચગાળામાં સારા થવા જે કંઈ પ્રયત્નો કર્યા તેનાથી શું સારું પરિણામ આવ્યું, વારુ ? તેનો સન-લૉક્સ હવે નાનકો સન-લૉક્સ નહાતો રહ્યો. તેની આગળ તેને શરમાવા જેવું – દબાવા જેવું થયું હતું. શા માટે? એ પેાતે બીજા કોઈનો વિચાર કરવાને બદલે પોતાને માટે જ જીવ્યા કર્યો હોત, તો તેને કોની આગળ શા માટે શરમાવું પડત, ભલા?
સેતાન સ્ટિફનના મનમાં આ બધા ઉત્પાત મચાવી રહ્યો હતો,