________________
આત્મ-બલિદાન ત્યારે ઈશ્વર પણ કશું કર્યા વિના રહ્યા ન હતા. અલબત્ત, તેમની કામગીરીની કળા અકળ હોય છે, એ ખરું.
અચાનક દરિયામાં ભરતી આવવાનો અને પાણી કિનારા ઉપર અફળાતું હોવાનો અવાજ સંભળાયો. તે જ ઘડીએ પૉઇન્ટ ઑફ આયર તરફથી આવતો દીવાનો પ્રકાશ તેની નજરે પડયો. તેણે જોરથી હલેસું મારીને હોડી દરિયા તરફ લીધી. એ બધું થતાં ત્રણ જ મિનિટની વાર લાગી હતી, પણ તેના ખ્યાલમાં એટલી વાત એ દરમ્યાન આવી ગઈ કે, રેતાળ પથ્થરના પુસ્તા ઉપર દીવો મૂકવાની પેટી તાજેતરના તોફાનમાં તૂટી-ફૂટીને દરિયામાં ઘસડાઈ ગઈ હતી, અને તેથી એક થાંભલો વીખરાઈ પડેલા પથ્થરોમાં આડો ખસી તેને છેડે દોરડું બાંધી એક દીવો પાણી ઉપર અધ્ધર લટકાવવામાં આવ્યો હતો.
આ બધું તે બીજા વિચારોમાં મગ્ન હતો તે દરમ્યાન જ તેના મગજમાં નોંધાઈ ગયું.
ધુમ્મસ ઊઠવા લાગ્યું હતું, છતાં રાત હજુ કાળી-અંધાર જ હતી. એક પણ તારો ચમકતો ન હતો કે ચંદ્ર પણ દેખા દીધી ન હતી. છતાં સ્ટિફનની ખલાસીની આંખ ઉત્તર તરફ કશુંક કાળું કાળું જોઈ શકી. પેલું આઇરિશ જહાજ તો ક્યારનું દેખાતું બંધ થયું હતું, તો પછી આ શું હોઈ શકે? હા – હા, એ કાળું વાદળ હશે, – એટલે કે તોફાનની આગાહી ! ના, ના, એ તો વધતું જાય છે – મોટું ને મોટું થતું જાય છે – પાસે ને પાસે આવતું જાય છે; – અરે એ તો જહાજનો સઢ છે! ધીમે ધીમે સ્ટિફન જોઈ શક્યો કે, બે કૂવાથંભવાળું એ તો ડબ્લિનનું જહાજ હતું – આઇસલેન્ડથી આયલૅન્ડ તરફ જવા નીકળ્યું હશે; - વ્હાઇટ હેવને જઈ આવીને હવે તે સે બંદરે જઈને લાંગરશે.
– સ્ટિફનના મનમાંથી નવા ઊભા થયેલા બધા વિચારો ઘસડાઈ ગયા, અને અત્યાર સુધીની ટેવ મુજબના વિચારે તેમની જગાએ ધસી આવ્યા. આ જહાજ આઇસલૅન્ડથી પુષ્કળ માલ ભરીને આવતું