________________
ધાર અધકાર : મનતા અને રાત્રીના
૯૧
હોવું જોઈએ – તે જો આ તરફના છીછરા ખડકાળ કિનારાવાળા દરિયા તરફ આવીને તૂટી જાય, તો તેનો માલસામાન ઉપાડી લઈ, ચિકન રૉક્સ આગળ પડયા - પાથર્યા રહેતા એક ફ્રેન્ચ દાણચોરને વેચી નાખી, સારા પૈસા ઊભા કરી શકાય ! આ પૉઇન્ટ ઑફ આયર આગળ થાંભલે લટકાવેલા આ એક જ દીવા છે, જે જોઈને ટાપુની ઉત્તરે આવેલા આ છીછરા અને ખડકાળ કિનારાવાળા ભાગની જાણ જહાજવાળાને થઈ શકે. આસપાસ માઈલેાના માઈલા સુધી બીજે કયાંય ઝૂંપડું સરખું નથી કે જ્યાં કોઈ જાતનો દીવા કે પ્રકાશ હોય. આ દીવો કોઈ ઓલવી નાખે, તો જહાજ પવનના અને વહેણના જોરે આ તરફ જ ધસ્યું આવે, અને થોડી જ વારમાં તેના ભૂકા બેાલી જાય. દીવાદાંડી ન હેાવાથી માત્ર આ દીવાને આધારે જ જહાજવાળાઓ આ તરફના ખડકોથી દૂર દરિયા તરફ રહે છે.
સ્ટિફન ક્ષિતિજ-રેખા ઉપર મેટા ને મેટા થતા જતા એ ડાઘા તરફ જોઈ જ રહ્યો. તેના મનમાં અવળા વિચારો ઊભરાતા ચાલ્યા. હું જ આ દીવો તોડી નાખું, તો એ જહાજ જરૂર આ તરફના ખડકો ઉપર અફળાઈને નાશ પામે ! સ્ટિફને પેાતાની હોડીને તરત પૉઇન્ટ ઑફ આયર તરફ લીધી, અને બે મિનિટમાં તો તેણે થાંભલા ઉપર લટકતા પેલા ફાનસને તોડી જ પાડયું. ફાનસ તૂટીને પાણીમાં પડયું અને બધે અંધારું-અંધારું થઈ ગયું.
એ જહાજમાં સ્ટિફનને શેાધીને મારી નાખવાની પ્રતિજ્ઞા લઈને નીકળેલા તેનો રાશેલથી થયેલા પુત્ર જૅસન પણ હતો. સ્ટિફને તો એ જહાજ તૂટી જાય પછી તેમાંનો હાથ લાગે તેટલા માલસામાન લૂંટી લેવા જ ફાનસ તોડી પાડયું હતું.
કિનારાથી દૂર હંકારી ગયા. પણ દરમ્યાન એટલે સઢ છાડવા તે ઊભા થયા. તે જ વખતે તેના ખેાળામાંથી કશુંક નીચે પડયું. તેનો અવાજ સાંભળી
સ્ટિફન હવે હોડીને પવન વધવા લાગ્યા હતા,