________________
૮૮
આત્મ-બલિદાન તમારી પાસે હવે કશું રહ્યું છે, બાપુ?” માઇકેલે જક કરીને પૂછ્યું.
ના.”
બાપુ, આપણે હવે જુદા પડવાના છીએ; કદાચ જલદી પાછા ભેગા નહિ થઈ શકીએ. મેં તમને એક વચન આપ્યું છે, તો તમે મને એક વચન આપશો?”
શું વચન?”
“કે તમે હવે એ રસ્તે ફરી પૈસા ભેગા કરવા પ્રયત્ન નહિ કરો.”
“પણ હવે એમ કરવાની જરૂર જ નહિ રહે ને?”
પણ તમે મને વચન આપો છો?” “હા.” “તો હવે તમે મને એ પૈસા આપો.” સ્ટિફને થેલી માઇકલના હાથમાં મૂકી દીધી. “તમારી ચૌદ વર્ષની જિંદગીની આ કમાણી છે, ખરું ને?” “હા, એમ કહી શકાય.”
હવે એ પૈસા મારા છે, એટલે હું એનું જે ઇચ્છું તે કરી શકું, ખરું ને?”
હા, બેટા, તારે એ પૈસાનો જે ઉપયોગ કરવો ઠીક લાગે તે
કરજે.”
તો મને એ પૈસા તમને પાછા આપી દેવા ઠીક લાગે છે. તમે એ લઈ લો. પણ થોભો! તમારું વચન યાદ રાખજો, બાપુ, કારણ, તમારી બાકી રહેલી જિંદગી એ પૈસા આપીને એક રીતે હું ખરીદી જ લઉં છું.”
માઈકલ જહાજ ઉપર પહોંચી ગયો ત્યાર પછી પણ બંદર તરફ પાછા ફરવાને બદલે સ્ટિફને હેડી દરિયા તરફ આગળ જ લીધી.