________________
૨૦૨
આત્મબલિદાન પાસે બેસી રહેતી એટલે કોઈ કોઈ વખત તને શાંત પાડી સુવાડી દેતાં મને ભારે તકલીફ પડતી હતી.”
જેસનને નિરાંત થઈ – ડોસી બહેરી જ હતી, અને જો તે એકલીએ જ અહીં તેની સાર-સંભાળ રાખી હોય, તો પોતે બેભાનમાં કશું અજુગતું બોલી ગયો હશે તો પણ તેણે સાંભળ્યું નહિ જ હોય. ' તેણે હવે કહ્યું, “ડેસીમા, આટલા દિવસ ભૂખ્યો રહ્યો તેનો બદલો હવે વાળવાનો છું – મને ખૂબ ખાવાનું આપે.”
હા, બેટા, હા, તને ભૂખ લાગી એ તો સારી નિશાની કહેવાય.” એમ બોલતી ડોસી કંઈ ખાવાનું રસોડામાંથી લઈ આવવા દોડી.
ખરી રીતે તો જેસને ખાવાની વાતનું તો બહાનું જ કાઢયું હતું. ડોસી ત્યાં ઊભી હોય, ત્યાં સુધી તેને ઊઠીને ઊભો થવા ન જ દે. એટલે ડેસી જેવી દૂર ખસી કે તરત તે છલાંગ મારી પથારીમાંથી બેઠો થયો અને લથડિયાં ખાતો ખાતો શેરી તરફ બહાર ચાલ્યો ગયો.
રાત પડી હતી અને વાદળ પણ નીચાં ઝઝૂમી રહ્યાં હતાં. બરફ વરસવાની તૈયારી હતી. પણ શહેરમાં રોશની થઈ હોવાથી અને ગોબારા ફોડાતા હોવાથી અજવાળા જેવું હતું. ક્યાં જવું છે તેનો ખ્યાલ વિના તે આગળ ને આગળ ચાલ્યો તથા પુલ આગળ થિંગ્વલિર-રોડ ઉપર પહોંચ્યો. ત્યાંના ગાઢ અંધકારમાં પેલા ત્રણ ડેનિશ લોકે તેને મળ્યા - જેમની સાથે એક વખત તેને વાતચીત થઈ હતી.
“એટલે કે, છેલ્લી ઘડીએ તમારી હિંમત ઓસરી ગઈ ખરું ને?– હું પાસે જ ઊભો હતો અને તમારી હિલચાલ બરાબર નિહાળી રહ્યો હતો. અરે, પણ બીશ નહિ – અમે તમારા મિત્રો જ છીએ, અને તમે અમારામાંના જ એક છો. આપણે હવે અંદર અંદર સંતાકુકડી રમવાની જરૂર નથી.” એક જણે કહ્યું.
“લોકો કહે છે કે એ પોતાની પત્નીના બાપની શોધમાં ખાડી તરફ જવા ઊપડવાનો છે. આ વખતે કાળજી રાખજો કે તે હાથમાંથી છટકી