________________
૨૦૩
ધરપકડ ન જાય. બુદ્રો જૉન ગવર્નર-જનરલ બનીને હવે અહીં પાછો આવે છે. ગૂડ-નાઈટ.” બીજો જણ ધીમેથી બોલ્યો.
આટલું કહી, તેઓ જાણે ઑસનને મળ્યા જ ન હોય તેમ માં ફેરવી બેદરકારીભરી રીતે આગળ ચાલતા થયા.
જેસને રાજભવન તરફ નજર કરી તો આખું મકાન રેશનીથી. જળાંહળાં થઈ રહ્યું હતું, અને અંદરથી - સંગીત-વાજિત્રના અવાજ આવતા હતા. આગળના આંગણામાં ઘાસ ઉપર સ્ત્રી-પુરુષોનાં જોડાં સુંદર વસ્ત્રોમાં સજજ થઈ, આમતેમ આંટા મારતાં હતાં.
પુલ ઉપરથી તે રાજભવન તરફ વળ્યો એટલામાં એક ઘોડેસવાર દરિયા તરફ પુરપાટ જતો તેની નજરે પડ્યો. પહેલાં પણ તેણે આ જ ઠેકાણે આવે જ સમયે અંધારામાં માઇકેલ રસોકસને પિતાની . પાસેથી પસાર થતો જોયો હતો.
ત્યાર પછી શું થયું તેની તેને બહુ ઝાંખી જ યાદ રહી. તે આંગણામાંનાં માણસો ભેગો જઈને ઉભો રહ્યો. બહાર બરફ વરસ શરૂ થયો, પણ અંદર મકાનમાં કાચની બારીઓમાં થઈ, નાચ-ગાનનો કાર્યક્રમ ચાલતો દેખાતો – સંભળાતો હતો. જેસનને આછો આછો ખ્યાલ આવ્યો કે, અંદર ઝીબા પોતાના લગ્નની ઉજવણી કરી રહી છે – જે ગ્રીબાને પોતે પોતાના પ્રાણ કરતાંય વધુ ચાહતો હતો. પિતાની આ સ્થિતિની શરમે તે લગભગ ગાંડો થઈ ગયો અને ભાન ભૂલી ગયો. જ્યારે તે કંઈક ભાનમાં આવ્યો, ત્યારે તેને માલૂમ પડયું કે, પોતે પોતાના દુશમનની શોધમાં મકાનની અંદર ઘૂસી આવ્યો છે, અને એક કમરામાં ખિન્ન મુખે ગ્રીબા તેની સામે જ ઊભી છે. .
જૈસન, તમે અહીં શા માટે આવ્યા છો?” ગ્રીબા પૂછતી હતી. .
“તું શા માટે અહીં આવી છો?” જેસને પૂછયું. “તમે મારી પાછળ પાછળ કેમ આવ્યા છો?” ”