________________
૨૦૪
આત્મ-બલિદાન તું તેની પાછળ પાછળ કેમ આવી છે?”
તમે એ માટે અહીં આવ્યા છો?” એટલું પૂછતાં પૂછતાંમાં તે રીબા કરગરી પડીને બોલવા લાગી, “જેસન, મેં તમને અન્યાય કર્યો છે, એ વાત ખરી છે, પણ તમે મને માફી બક્ષી હતી. મારે શું કરવું તે પસંદ કરવાનું મેં તમારી ઉપર છોડયું હતું, તે વખતે તમે જે મને એમ કહ્યું હતું કે, મારે તમારી પાસે જ રહેવાનું છે, તો હું જરૂર ત્યાં જ રહેત. પણ તમે મને મુક્ત કરી – તમે મને તેને સોંપી દીધી, અને હવે તો તે મારો પતિ છે.”
* પણ એ માણસ સ્ટિફન એરીનો પુત્ર છે.” જૈસન ત્રાડી ઊડ્યો. : ..*
. “એટલે તમે એને માટે આવ્યા છો કેમ? હું પૉર્ટીવૂલવાળી રાત ભૂલી નથી–” ઝીબા બોલી ઊઠી.
તે એ વાત જાણે છે?” “ના.” હું અહીં આવ્યો છું તે એ જાણે છે?” ના.” મારે એને મળવું છે.” શા માટે?
: મને એની ભેગો કર.”
પણ શા માટે? તમારે શાથી તેને મળવું છે? તમારો અપરાધ તો મેં કર્યો છે.”
તેથી જ મારે એને મળવું છે."
પણ જેસન એ માણસે તમારો શો અપરાધ કર્યો છે? હું એકથી જ તમારી અપરાધી છું. તમારે વેર લેવું હોય તો મારી ઉપર જ લઈ શકો છો.” •
• ૧. એટલે કે માઇકેલ સન-લૉક્સનું ખૂન કરવા માટે.