________________
ધરપકડ “તે ક્યાં છે?” જેસન ઘૂરકી ઊઠ્યો.
“તે મારા બાપુને શોધવા હમણાં જ ચાલ્યા ગયા. મારા બાપુ અહીં આવતાં જહાજ તૂટી જવાથી કયાંક કિનારે અટવાઈ પડયા છે. મારા પતિએ તેમની શોધમાં માણસો મોકલ્યાં હતાં, પણ તે બધાં ખાલી હાથે પાછાં આવ્યાં; એટલે અર્ધા કલાક અગાઉ તે પોતે જ અહીંથી ગયા.”
તે ઘોડેસવાર થઈને ગયો, ખરું ને?” જેસન જવાબની રાહ જોયા વિના જ બારણા તરફ દોડયો.
થોભ, ભ, તમે ક્યાં જાઓ છો?” એટલું બોલતીકને ગ્રીના ઠેકડો મારીને બારણા વચ્ચે આવીને ઊભી રહી; “જૈસન, વિચાર કરો, તે મારા પતિ છે.”
મને જવા દે.”
“તમે તેમની પાછળ જઈ તેમને મારી નાખવા માગો છો, ખરું ને? તમારે જવું હોય તો પહેલાં મને ખતમ કરે.”
“ના, તારા ઉપર તો હું પ્રાણાંતે પણ હાથ નહિ ઉપાડું.” તો પછી તમારે કિન્નો ભૂલી જાઓ.",
ના, જ્યારે તે ખતમ થશે, ત્યારે હું મારો કિન્નો ભૂષીશ; તે પહેલાં નહિ જ.”
તો તમે મારા પ્રત્યે દયાભાવ ન દાખવવાના હો, તો મારે પણ દાખવવાનો રહેતો નથી.” એમ કહી ગ્રીબાએ મોટેથી બૂમ પાડી. તરત જ સંગીત બંધ થયું અને સંખ્યાબંધ માણસો ત્યાં દોડી આવ્યાં.
જેસને તરત જ પોતાના બંને હાથની અદબ મોં ઉપર વાળી, બારીના કાચને તોડી બહાર ભૂસકો માર્યો. તે એક મિનિટ બાદ તો આખો કમરો ગાભર સ્ત્રીપુરુષોથી ભરાઈ ગયો. જૈસનને લોકો લોહી-નીંગળતો અને બરફ-ભર્યો પકડી લાવ્યા
હતા.