________________
આત્મ-અલિદાન
વીસ-વીસ હાથા મજબૂત રીતે જૅસનને પકડી રહ્યા હતા; પણ તેમ કરવાની કશી જ જરૂર ન હતી. જૅસન ઘેટાની પેઠે શાંત-ચૂપ ઊભા હતો.
૨૦};
જ્યારે લેાકો તેને જેલખાના તરફ લઈ ચાલ્યા, ત્યારે તેણે ઊંઘમાંથી ઝબકીને જાગ્યો હોય તેમ ગ્રીબા ઉપર વેદનાભરી અને પડકારના અભિમાનભરી નજર નાખી.
૯
સા
સન ઉપર નજીકમાં નજીકની અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. બિશપ જૉન એ અદાલતના પ્રમુખ હતા; અને તેમની સાથે પડોશીઓમાંના નવ જણ બેઠા હતા.
આઇસલૅન્ડમાં ગુનેગારને સજા ન ફરમાવાય ત્યાં સુધી કેદ પુરાય તેમ ન હેાવાથી, અદાલત એ રાતે જ સેનેટના ડહેલામાં બેઠી. બહાર બરફની ઝડી વરસતી હતી છતાં અદાલતમાં આટલી
મેાડી રાતેય પ્રેક્ષકોની ખાસી ભીડ થઈ ગઈ.
કેદીને સ્ટિફન એરીના પુત્ર જૅસન તરીકે
સંબાધવામાં આવ્યો. તેના ઉપર દેશના બીજા રિપબ્લિકના પ્રમુખ માઇકેલ સન-લૉગ્સનો જાન લેવાનો પ્રયત્ન કરવાનો આરોપ મુકાયો. તેણે કશા જ બચાવ કર્યો નહિ.
અદાલતે પહેલા સાક્ષી તપાસ્યો, તે ગ્રીબા પાતે હતી. તેણે પોતાની જુબાની અંગ્રેજી ભાષામાં આપી, જેનો દુભાષિયાએ અદાલતને અનુવાદ સંભળાવવા માંડયો. ગ્રીબા થર થર ધ્રૂજતી હતી. તેની આંખા