________________
૩૩૮
આત્મ-બલિદાન લોકોને શ્વાસ એકદમ ભી ગયો. ન્યાયાધીશે ધ્રૂજતે અવાજે કહ્યું, “પણ તું જે માણસને ઉપાડી લાવ્યો છે, તેને ઓળખતા નથી
શું ?
એને ઓળખતા નથી; પણ દુ:ખસંકટમાં એ મારો સાથી – મારો મિત્ર – મારો ભાઈ છે, એટલું હું જાણું છું. પણ તમારે હાકેમ માઇકેલ સન-લૉક્સ કયાં છે? મારે સૌથી પ્રથમ તેનું કામ છે; જેથી તમે સૌ સમક્ષ એ હરામજાદાએ આની ઉપર આચરેલા અત્યાચારની વાત હું કહી સંભળાવું.” - જૉર્ગન જૉર્ગન્સન સમજી ગયો કે વાત શી છે. એટલે તે જરા મરડાટભર્યું હસીને બોલ્યો, “બેવકૂફ, માઈકેલ સન-લૉસ કયાં છે તે હું તને બતાવું,?”
બિશપ જોન તરત આગળ ધસી આવ્યા અને તેમણે પોતાના બે હાથના પંજા ગવર્નર-જનરલના મોં ઉપર ઢાંકી દીધા.
જૈસન જૉર્ગનને તરત જ ઓળખી ગયો. તે બોલ્યો, “આ બુદ્રાને હું ઓળખું છું. તેને મેં ખાણો તરફ આવેલ જોયો હતો. તો એ પાછો આવ્યો છે શું? મને યાદ આવ્યું, હવે તે ફરી ગવર્નરજનરલ થયો છે એમ મેં સાંભળ્યું હતું. તે માઇકેલ સન-લૉકસ કયાં છે? અત્યારે તે શું છે? કોઈ મને બતાવો તો ખરા કે, આ બધામાં માઇકલ સન-લૉકસ કોણ છે?”
બિશપ અને ન્યાયાધીશે તેના પ્રશ્નને કશો જવાબ ન આપે. જોર્ગન જૉર્ગન્સન હવે મરડાટમાં હસી પડયો અને માથું ધુણાવવા લાગ્યો. જૈસનના મનમાં થઈને અચાનક એક વિચાર પસાર થઈ ગયો – અને તરત જ તેણે પોતાનું મોં પંજા વડે ઢાંકી દીધું.
ત્યાર બાદ શું બન્યું તે જેસન જાણી શક્યો નહિ. પણ પોતાની પાછળ કશી ધમાલ થઈ એટલે તેણે જાણ્યું. એક બાજુથી આવીને કોઈ જમીન ઉપર સૂતેલા સન-લૉસ ઉપર ઝૂકી પડયું અને તેને હાથમાં