________________
કાનૂન-પર્વત
૩૩૭ હત્યા? એ રાજદ્રોહી તો કાયદાના રક્ષણ બહાર નીકળી ગયેલો બહારવટિયો ગણાય. કોઈ પણ માણસ તેને મારી નાખી શકે. આઇસલૅન્ડને, ડેન્માર્કનો, અરે આખી દુનિયાને એ જ કાયદો હોઈ શકે. બહારવટિયાને મારી નાખવો એ હત્યા નથી. માટે તેની પાછળ દોડો! તેને જે મૂએલો મારા પગ આગળ લાવીને નાખશે, તેને વીસ હજાર કાઉન મળશે!”
પણ એટલામાં ટોળાની બહારથી એક માણસને ઊંચકીને અંદર ધસી આવતા બીજા એક માણસને જોતાં વેંત જૉર્ગનની જીભ સિવાઈ ગઈ; અને તેનું મોં મડદા જેવું ફીકું પડી ગયું. લોકોના ટોળાએ કરી આપેલા રસ્તામાં થઈ, જેસન માઇકલ સન-લૉકસને ખભે ઉપાડી કાનૂન-પર્વત સમક્ષ ચાલ્યો આવ્યો. ત્યાં આવી તેણે બેહોશ સનલૉકસને જમીન ઉપર મૂકી દીધો.
સૌ કો ફાટેલી આંખે જડસડ થઈ એ દશ્ય જોઈ રહ્યા.
જેસને આસપાસ અચાનક વ્યાપી ગયેલી ચુપકીદી તોડતાં બૂમ પાડીને કહ્યું, “તમે સૌ જાણે છે કે હું કોણ છું. તમારામાંના કેટલાક મને ધિક્કારતા હશો, અને કેટલાક મારાથી ડરતા હશો. પણ તમે સૌ મને જંગલી જાનવર જેવો ગણી કાઢો છો એ નિર્વિવાદ છે, તેથી જ તમે સૌએ મળીને મને પાંજરામાં પૂરી દીધો હતો. પણ હું એ પાંજરું તોડીને બહાર આવ્યો છું. તમે સૌ આનંદથી નિરાંતે પોતાનાં ઘરોમાં રહો છો અને સૂઆ છો. પણ આ મારો સાથી – તેને બિચારાને શાં શાં કષ્ટ અને શા શા જુલમો વેઠવા પડ્યા છે, તેને હું સાક્ષી છું. તમારો રાજા માઇકલ સન-વૉકસ ક્યાં મૂઓ છે? મને બતાવે – એ હરામજાદાએ આ બિચારા ઉપર શા શા જુલમ ગુજાર્યા છે, તેની વાત મારે તમો સૌ સમક્ષ તેને સંભળાવવી છે એ માઈકેલ સન-લોકસને મારી સમક્ષ રજૂ કરે!”
આ૦ - ૨૨