________________
આત્મબલિદાન
Ge
“પણ ડૈન્માર્કે અહીં આવ્યું ત્યાર પહેલાંના અમે અહીં છીએ; એટલે અમે આ બેઠક ડેન્માર્કના રાજાને નામે સ્થગિત કરવાના નથી.” ન્યાયાધીશે મક્કમતાથી જવાબ આપ્યા.
૩
જૉર્ગન જૉર્ગન્સને હવે લોકોના ટોળા તરફ ફરીને બૂમ પાડી, “એ રાજદ્રોહીને જીવતો કે મૂએલા પકડી લાવનારને બે હજાર ક્રાઉન ઇનામ આપવામાં આવશે. કોને એટલા તવંગર થવું છે, બાલા!”
“કોઈ આઇસલૅન્ડર બચ્ચો એવા લાહીના પૈસાથી તવંગર થવા નહિ ઇચ્છે, ” બિશપ જૉન બાવી ઊઠયા. જે એને પકડવા એ અમારી ફરજ હશે, તો અમે આવી કશી ઇનામની લાલચ વિના જ એમ કરવા તત્પર થઈશું.
..
“ખરી વાત છે, ખરી વાત છે!” સેંકડો લાકા બૂમ પાડી ઊઠયા.
66
જૉર્ગન જૉર્ગન્સન હવે બિશપ, ન્યાયાધીશ, અને આલ્ડિંગના ૩૬ સભ્યા તરફ ફરીને બાલ્યા, “તો એમ વાત છે? તમે સૌ એ ગુનેગારને નાસી છૂટવામાં મદદ કરવાના ગુના કરી રહ્યા છો. તમે એ ગુનેગારના મદદગાર છો; અને લોકોને છેતરવાના અને ધાખામાં રાખવાના ગુના પણ કરી રહ્યા છો.”
પછી તેણે લાકોના ટોળા તરફ ફરીને કહ્યું, “આઇસલૅન્ડના લાકો, તમે જાણા છો કે એ રાજદ્રોહી આઇસલૅન્ડના વતની નથી – એ કાયદેસર માબાપ વગરને – વર્ણસંક૨ અંગ્રેજ છે. તેને આ ટાપુમાંથી હાંકી કાઢવા જોઈએ. મેં હમણાં બે હજાર ક્રાઉનનું ઇનામ જાહેર કર્યું; પણ હવે તેને જીવતો પકડી લાવનારને હું દશ હજાર ક્રાઉન આપીશ; અને તેને મૂએલા લાવનારને વીસ હજાર ક્રાઉન !"
66
બિશપ જૉન હવે શાંત રહી શકયા નહિ. તે બાલી ઊઠયા, તમે વળી કોણ છો કે માણસાને આમ ખુલ્લંખુલ્લા હત્યા કરવા ઉશ્કેરી-પૂરી રહ્યા છો ? ”