________________
કાનૂન-પર્વત લઈ ચુંબન કરવા લાગ્યું અને ડૂસકાં ભરવા લાગ્યું: “મારા પતિ! મારા પતિ !”
જેસને નજર કરી, તે તે ગ્રીબા હતી. એક ક્ષણમાં જેસન બધું સમજી ગયો – જેને તે જાનની પરવા કર્યા વિના ઉપાડી લાવ્યો હતો અને અત્યાર લગી જેને બચાવવા અને મદદ કરવા તે કોશિશ કરતો આવ્યો હતો, તે માઇકેલ સન-લૉકસ જ હતો – તેને પિતાને જાની દુશ્મન – જેના ઉપર વેર લેવાની તેણે પોતાની માની આગળ પ્રતિજ્ઞા લીધી હતી!
આ જાણકારીના આઘાતથી જેસન એકદમ તો તમ્મર ખાઈ ગયો. પણ જૉર્ગન જૉર્ગન્સને તેને મારેલા ટાણાથી તે સતેજ થઈ ગયો –
હમેશના બબૂચક! તું જેને વેર લેવા શોધે છે તે માઇકેલ સન-લૉક્સ આ જ માણસ છે! તું એને જ અહીં સુધી ઉપાડી લાવ્યો છે! અને તારી જાતને નુકસાન કરીને પણ તેને મદદ કરવાનું આ પહેલી વાર જ તેં નથી કર્યું !” આ પણ લોકો જૉર્ગન જૉર્ગન્સનની આ ઉશ્કેરણીભરી બેલી ઉપર ફિટકાર કી ઊઠ્યા.
દરમ્યાન ઝીબા માઇકેલ સન-લૉસ ઉપર હદયના બધા ભાવો અને હૂંફ વરસાવતી તેને પાછો ભાનમાં લાવવા પ્રયત્ન કરતી રહી. * જેસન એ બધું જોઈને પોતાનું ભાગ્ય અત્યાર સુધી પોતાની કેવી ક્રુર મશ્કરી બજાવતું આવ્યું છે તે વિચારીને હેરાન થઈ જવા લાગ્યો. હવે શું કરવું તે બાબત તેના અંતરમાં ઘમસાણ મચી રહ્યું. આ માણસને જીવતે જવા દેવો? તો તેની હત્યા કરવાની પોતાની મા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાનું શું થાય? પોતાના ગ્રીબા પ્રત્યેનો પ્રેમ તેમજ સન-લૉકસ પ્રત્યેને વેરભાવ એ બંને વાનાં ત્યજી, એ બંનેને ભેગાં થઈ સુખી થવા દેવાં? તેની નજર માઈકેલ સન-લૉસના આંધળા