________________
३४०
આત્મ-બલિદાન મોં ઉપર ઝૂકેલા આંસુ-દદડતા ગ્રીબાના કરુણ ચહેરા ઉપર પડી. અને તરત તેના ઉદાર અંતરાત્માએ વેરભાવને હડસેલી કાથો – તિલાંજલી આપી દીધી.
દરમ્યાન, તે માઈકેલ સન-લૉકસને અહીં શા માટે ઉઠાવી લાવ્યો છે એ પ્રશ્ન લોકો તેને પૂછવા લાગ્યા. જેસને હવે જાતને કિંઈક સ્થિર કરી લઈ, ઘેઘરે અવાજે જવાબ આપ્યો – “તમે સ જાણો છો કે હું તો માણસમાં માણસ થઈને જીવવાને લાયક નથી, એટલે આખી જિંદગી એક્લો અટૂલો જ ફરતો રહ્યો છું. મારા બાપુએ મારી માતાને મારી નાખી હતી, અને તેથી મેં મારા બાપુને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. પણ મારું નસીબ જ એવું અવળું છે કે, દરિયાની હોનારતમાંથી મારા બાપુને અજાણમાં મેં જ બચાવ્યા અને તે મારા હાથમાં જ તેમના બીજી પત્નીથી થયેલા બીજા પુત્રને યાદ કરતા મરણ પામ્યા. ત્યારથી મેં એ “બીજા પુત્રને પણ મારી નાખવાનું નક્કી કર્યું હતું. પણ હું મારા શત્રુને દીઠે ઓળખતો ન હતા, અને કદી તેને ભેગો થયો ન હતો. પણ હું કશુંક કરી શકું ત્યાર પહેલાં તો તમે લોકોએ મને પકડી, મારા ઉપર કામ ચલાવી, મને જીવતો ગંધકની ખાણમાં દાટી દીધો. ત્યાં નસીબની અવચંડાઈને કારણે હું મારા દુમનને ઓળખ્યા વિના જ ભેગો થયો, અને તેના ઉપર મને ઊપજેલા ભાવને કારણે તેનો મિત્ર - સાથી – અરે – ભાઈ જ બની ગયો. મને તેના ઉપર નાના બાળક ઉપર ઊપજે એવો વાત્સલ્યને ભાવ ઊપજ્યો હતો, અને તે પણ મને લગભગ એવા જ ભાવપૂર્વક ચાહતો હતો, એ વાત હું સેગંદપૂર્વક કહી શકું તેમ છું. તમે લોકોએ તો મને જાનવર ગણીને બધા ખ્રિસ્તી માણસની સોબતમાંથી અળગો ફગાવી દીધો હતે; પણ હું કબૂલ કરું છું કે, ખાણોમાં ભેગા થયા પછી આ માણસની સોબતથી મારા અંતરમાં માણસાઈને દીવો પ્રગટયો અને હું માણસ બન્યો.”