________________
કાનૂનન્ય ત
૩૪૧
ગ્રીબા નવાઈ પામી, ચિંતિત મુખે ભેંસનની દાસ્તાં સાંભળી
રહી.
“હું જે માણસને અજાણમાં અહીં ઉપાડી લાવ્યો છું, તે માઇકેલ સન-લૉક્સ છે; અત્યાર સુધી દુ:ખમાં જે મારો બંધુ હતા, તે ખરેખર લેહીની સગાઈએ મારો ભાઈ પણ છે, – એમ હું અત્યારે પહેલી વાર જાણવા પામ્યો છું.”
66
પણ માઇકેલ સન-લૉક્સને તું અહીં શા માટે લાવ્યો છે? ” ન્યાયાધીશે હવે જૅસનને સીધું જ પૂછયું.
જૉર્ગન જૉર્ગન્સને જ વચ્ચે તે પ્રશ્નને જવાબ આપી દીધું. તેણે કહ્યું, “તે એને અહીં શા માટે ઉપાડી લાવ્યો છે, એ હજુ તમે નથી સમજી શકતા? તે પેાતાના દુશ્મનને અહીં ફરી પકડાવી દેવા જ લઈ આવ્યો છે, વળી ! ” એમ કહી તેણે ક્રિશુવિકથી આવેલા બેએક ગાર્ડોને જૅસન અને માઇકલ બંનેની ધરપકડ કરવા હુકમ કર્યા.
પણ ન્યાયાધીશે તરત હાથ ઊંચો કરીને કહ્યું, ‘“ થેાભા ! ” પછી તેણે ફરીથી જૅસનને પૂછ્યું, “તું માઇકેલ સન-લૉક્સને અહીં શા માટે લાવ્યો છે?'
જૉર્ગન જૉર્ગન્સન એકદમ ચિડાઈ
..
ગયો. તે બાલી ઊઠયો, આ વળી શું છે? આ માઇકેલ રાજદ્રોહી – બંડખાર છે; અને હજુ ફરીથી ઘણું ઘણું તેાફાન મચાવી શકે તેમ છે; માટે તેની ધરપકડ કરી તેને નવા ઉધમાત મચાવતા રોકવા જોઈએ. હું અહીં ડેન્માર્કના રાજાના પ્રતિનિધિ તરીકે ઊભા છું – મારી આજ્ઞાનું પાલન થવું જ જોઈએ.”
ગાર્ડી ફરીથી આગળ વધવા તૈયાર થયા, પણ લોકોનું ટોળું તેમની આસપાસ ફરી વળ્યું. ગાર્ડો એ ધક્કામુક્કીમાં એક બાજુ દૂર ધકેલાઈ ગયા. જૉર્ગન જૉર્ગન્સન ગુસ્સાથી લાલ-પીળા થઈ ગયો. તેણે કઢાય તેટલા મોટો પિટા કાઢીને કહ્યું, “સાંભળેા ! હમણાં જ મેં આ માણસનું માથું લાવનારને વીસ હજાર ક્રાઉન ઇનામ આપવાની