________________
૩૫૬
આત્મ-બલિદાન મારે ત્યાં એક મહેમાન હમણાં લગભગ કાયમ માટે રહેવા આવ્યા છે, તેમની નજરે તારે હરગિજ નહિ ચડવું. અલબત્ત, એ મહેમાન આંધળા છે, એટલે તેમની નજરે ચડવાનો સવાલ જ નથી; પણ તેમના સાંભળવામાં આવે એવી કશી હિલચાલ કે ચેષ્ટા પણ તારે કદી નહિ કરવી.”
ગ્રીબાએ તરત જ એ શરત કબૂલ રાખી; કારણ કે, તેની યોજના પણ માઈકેલ સન-લૉકસથી અણછતા રહેવાની જ હતી. પણ તેણે ઠાવકાઈ દેખાડીને એટલું જ કહ્યું કે, “માલિક, હું એવી રીતે રહીશ કે જેથી તમે પોતે તેમને નહીં કહો ત્યાં સુધી તે જાણી પણ નહિ શકે કે હું પણ આ ઘરમાં રહું છું.”
આમ ગ્રીબાએ પ્રેમીની ચાલાકી દાખવીને માઇકલ સન-લોકસ સાથે એક જ છાપરા હેઠળનો વસવાટ સાધી લીધો. તેમાં તેના બે ઇરાદા હતા – એક તો પતિની નજીક જ કાયમ રહેવું અને તેની માવજત – સારવાર – સેવા બજાવ્યા કરવી. બીજું, એમ પ્રેમ-સેવા દાખવીને કોઈક દિવસ તેને પાછો જીતી લેવો. તે માઇકેલ સન-લૉકસને એવી ખાતરી કરાવવા માગતી હતી કે, પોતે માન-પ્રતિષ્ઠાને કે વિલાસતમને ખાતર નહિ, પણ તેની ઉપરના પ્રેમને ખાતર જ તેને વરી હતી. માઇકેલ સન-લૉકસ જ્યારથી એવું માનતો થઈ ગયો હતો કે. ગ્રીબા કેવળ ઘમંડી અને છીછરી બાઈ છે; તેથી તેના ઉપર તેને ઘણા ઊપજી હોઈ, તેણે તેને ત્યાગ જ કર્યો હતો. એટલે ગ્રીબાએ તેના અંતરનો બુઝાઈ ગયેલ પ્રેમદીપ ફરી સ્નેહ-સેવા વડે પેટાવવા પ્રયત્ન કરી જોવાને નિરધાર કર્યો હતે.
છ મહિના પસાર થઈ ગયા તે દરમ્યાન ઝીબાએ આઇસલૅન્ડની નોકરડીની રીતે આઇસલૉન્ડના માલિકને ત્યાં રહેવાનું વચન બરાબર • પાળી બતાવ્યું. માઇકેલ સન-લૉકસને જરાસરખો અણસાર આવે તેવી