________________
સારી વફાદાર
૩૫૫ પણ માઇલ સન-લૉકસના આવ્યા બાદ સિક્સ પોતાના પચીસેક વર્ષના દારૂના લાંબા ઘેનમાંથી જાણે જાગ્રત થઈ ગયો અને તેના જીવનમાં ઊથલપાથલ મચી રહી. પોતાનો કેદી-પરોણો આવ્યો ત્યાર બાદ તેની સરભરા માટે શું કરવું અને શું ન કરવું એની ગડભાંજમાં પડી તે લગભગ હતાશ થવાની અને ફરી દારૂની લતે ચડવાની તૈયારીમાં હતું, તેવામાં એક અજાણી બાઈ પોતાના હાથમાં એક બાળકને તેડીને તેના ઘરને બારણે આવીને ઊભી રહી. તે જુવાન હતી, ઘાટીલી હતી, પણ તેનાં કપડાં છેક ગરીબ માણસને છાજે તેવાં જ હતાં. તેણે આવીને પાદરીને ત્યાં ઘરકામ કરનાર નેકરડી તરીકે રહેવા મરજી બતાવી. પોતાની કરુણાજનક કહાણી સંભળાવતાં તે લગભગ રડી જ પડી : તે પોતે પરદેશી બાઈ છે, પણ આઇસલેન્ડના વતનીને પરણી હતી. તાજેતરમાં તેને પતિ ગુજરી જતાં તે નિરાધાર – નિરાશ્રય બની ગઈ છે. તેના સાંભળવામાં આવ્યું કે, ગ્રીન્સીના પાદરી એકલા જ છે તેથી તેમને ઘરકામ સંભાળે તેવી બાઈની જરૂર હશે; એટલે તે અહીં આજીવિકા શોધવા આવી છે. તેના જેવી જુવાન બાઈને બીજા કોઈને ઘેર કામ કરવા રહેવું સહીસલામત ન કહેવાય એટલે પિતાને અને પિતાના બાળકને પાદરીસાહેબને ઘેર ખાવાપીવાનું અને રહેવાનું મળશે, તો તે એમનું બધું ઘરકામ બરાબર સંભાળશે ઈવ, ઇ.
એ અજાણી બાઈ ઝીબા જ હતી; અને તે પોતાની કહાણી સિંક્સને સંભળાવતી હતી તે દરમ્યાન એ ભલા પાદરીની આંખમાં આસુ જ આવી ગયાં. તેણે બીજું કંઈ બોલ્યા વિના તેને સીધી ઘરનું રસોડું સંભાળવા જ મોકલી દીધી. માત્ર એક જ શરત પાદરીએ રજ કરી કે, આઇસલેન્ડવાળા માલિકને ઘેર આઇસલૅન્ડની નોકરીઓ જે રીતે રહે છે તે રીતે તેણે રહેવું પડશે – એટલે કે, તેણે પોતાના કમરની સરહદમાં જ રહેવાનું તથા બહારના મહેમાન – મુલાકાતીની નજરે કદી નહિ ચડવાનું. પાદરીએ વધારામાં ઉમેર્યું કે, “ખાસ કરીને