________________
૩૫૪
આત્મ-બલિદાન દેવામાં આવ્યો. એ પાદરી તેને ખવરાવે.પિવરાવે અને સાચવે; તથા વરસમાં બે વખત તેના સમાચાર રેકજાવિક ગવર્નરને પહોંચાડે. એ બદલ તેને વરસે ત્રણસે ક્રાઉન ભથ્થુ આપવામાં આવે.
માઇકેલ સન-લૉકસને હાથપગે બેડીઓ નાખવામાં ન આવી; પણ એ ટાપુને કિનારો એવી તીણી કરાડવાળે હતે કે તે એકલો થોડાંક ડગલાં જ ભરવાની હિંમત કરવા જાય કે તરત કોઈ ને કોઈ કરાડમાં ગબડી પડી તેના ફુરફુરચા ઊડી જાય.
જે પાદરીની હકૂમત હેઠળ સન-લોકસને મૂકવામાં આવ્યો હતો, તે વસ્તુતાએ તેનો જેલર જ હતો. આ પાદરીને વાચકો બરાબર ઓળખે છે; કારણકે, તે બીજો કોઈ નહિ પણ સ્ટિફન એરીનું લગ્ન ગવર્નર-જનરલ જૉર્ગન્સનની પુત્રી રાશેલ સાથે કરાવવા બદલ રેકજાવિકથી ખસેડી અહીં લગભગ દેશનિકાલ કરવામાં આવેલો સિફસ થીમ્સન જ હતો. અહીં આવ્યો ત્યારે તે જુવાન હતા, પણ અહીં આવ્યા બાદ અહીંને બેકાર એકલવાસ ભૂલવા તે દારૂની લતે ચડી ગયો. એટલે સુધી કે તે આખે વખત લગભગ બેહોશ અવસ્થામાં જ હતું. તેથી કરીને તેના જજમાનને જ્યારે કંઈ લગ્ન કે નામકરણ વગેરેનું કામ હોય, ત્યારે તેઓ અગાઉથી તેને સમજાવી-પટાવીને તેના ઘરના એકાદ ઓરડામાં રાત માટે પૂરી રાખે, જેથી બીજે દિવસે વખતસર તે જાગૃત અવસ્થામાં મળી આવે.
હવે તેની ઉંમર થવા આવી હતી અને એકલો જ પોતાના શેવાળ-છાયા ઘરમાં એક ચીડિયા બુઠ્ઠા નોકર સાથે દહાડા કાઢતો હતો. તે બહુ અસ્થિર મનને, બીકણ, તથા ઢીલુંપોચો માણસ હતો; છતાં બીજી રીતે તે સીધાસાદો અને ભલોળો હતો : કોઈ પણ માણસ પિતાના દુ:ખની વાત સંભળાવીને સહેલાઈથી તેની સહાનુભૂતિ પ્રાપ્ત કરી, તેનો લાભ તેમજ ગેરલાભ ઉઠાવી શકે.
* જુઓ આગળ પાન ૨૫મું - સપાટ