SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ સાચી વફાદાર ટાપુ વચ્ચેને દરિયો જામી જઈને નાના હોડકા માટે પણ અગમ્ય બની જતે. અંધ માઇકલ સન-લૉસે એવા નિર્જન ટાપુ ઉપર પોતાને ન મોકલવા માટે ઘણી વિનંતી કરી, તથા આદમ ફેરબ્રધરે તો રીતસર વિરોધનો પોકાર જ ઉઠાવ્યો. પણ જૉર્ગન જોર્ગન્સને ખંધું હસીને એવો જવાબ વાળ્યો કે, અહીં એક કોટડીમાં ગોંધાઈ રહેવું, તેના કરતાં ત્યાં આખા ટાપુ ઉપર છૂટા ફરવું, એ વધુ સારું ગણાય; એટલે સન-લૉકસને ઝીમ્સી મોકલવો એ તેના હિતમાં છે! રેકજાવિકના લોકો પણ પોતાના માનીતા નેતા માઇકેલ સનલૉકસને એટલે દૂર ખસેડવાની વાત જાણી બહુ ગુસ્સે થયા; પણ લોકોનો ગુસ્સો કે જુસ્સો દૂરથી તેને વિદાય આપીને જ છેવટે કૃતાર્થ થયો. માત્ર ઝીબા અને બુદ્દો આદમ હજુ પણ માઇકેલ સન-લૉકસને મદદ શી રીતે પહોંચાડવી તે અંગે પોતપોતાની સ્વતંત્ર યોજનાઓ ઘડવા લાગ્યાં. માઈકેલ સન-લૉકસને ગ્રીસી ટાપુ ઉપર ખસેડ્યા બાદ, પ્રથમ તો તે ટાપુ ઉપરના એકમાત્ર તવંગર કહી શકાય તેવા જોન્સન નામના એક લેભી કંજૂસને સમજાવવામાં આવ્યો કે, તે માઇકેલને આખી જિંદગી સુધીના ગિરમીટિયા* તરીકે રાખી લે. પણ સન-લૉકસનું આંધળાપણું તથા શરીરનું દૂબળાપણું જોઈ, પેલાએ તેને મફતેય રાખવાની ના પાડી. જોન્સન સિવાય બીજું કોઈ ત્યાં નોકર કે ગુલામ રાખી શકે તેવું તાલેવંત નહોતું; એટલે પછી સન-લૉસને એ ટાપુના પાદરીને સેપી • ગિરમીટિયે એટલે “એગ્રીમેન્ટ” – બોન્ડથી બાંધી લીધેલ નોકર. ફીજી દેશમાં એ રીતે હિંદુસ્તાનમાંથી મજૂરે મોકલવામાં આવતા તે 'ગિરમીટિયા.” નામે ઓળખાતા. - સપાટ આ૦ – ૨૩
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy