________________
પર
આત્મ-બલિદાન કંઈકે અવાજ ઉઠાવ્યા કરતો હતો, અને માત્ર એક સ્ત્રી - ઝીબા – આ દુઃખના દિવસોમાં પણ તેને વળગી રહી હતી.
આદમ વારેઘડીએ ગવર્નર-જનરલ પાસે દોડી જઈ ફરિયાદ કર્યા કરતો કે, માઇકેલ સન-લૉકસ પ્રત્યે કેદી તરીકે નહિ, પણ જહાજ ઉપર ગુલામી કરવાની સજા પામેલા ગુનેગારની જેમ વર્તવામાં આવે છે. અને ગ્રીબા વારેઘડીએ બિશપના ઘરમાં પોતાને મળેલા ઉતારથી જેલખાના સુધી ખાવાપીવાની વસ્તુઓ લઈને આવ-જા કર્યા કરતી. અલબત્ત, માઇકેલ સન-લૉસને ખબર ન હતી કે પોતાને માટે આ કાળજી કોણ રાખે છે; – ગ્રીબા પોતે જ એ વાતની જાણ તેને ન થાય તેની કાળજી રાખતી. પણ આખું રેકજાવિક ગ્રીબા શું કરતી હતી તે જાણતું હતું. પોતે જ્યાં રાજરાણી તરીકેનો મો ભોગવી ચૂકેલી હતી, ત્યાં કંગાળ – ભુલાયેલી અવસ્થામાં, પોતાના પતિની જેલની દીવાલને સ્પર્શ કરવા ખાતર જ, પોતાના બાળક પુત્રી સાથે તે રેકજાવિકમાં રહેતી હતી.
ધીમે ધીમે લોકોનું માઇકલ સન-લૉસ તરફી થતું જતું વલણ જર્મન જૉર્ગન્સનથી છૂપું રહ્યું નહીં. તેણે હવે માઇકેલ સન-લૉસને એટલે દૂર મોકલી દેવાનો વિચાર કર્યો કે જ્યાં લોકો તેને ઓળખતા જ ન હોય; અને ઓળખે તે પણ સંખ્યામાં એટલા ઓછા હોય કે જેથી તેમનો ઉપયોગ ગવર્નર-જનરલ સામે કરવાનું માઇકેલ સન-લૉકસ જ મુનાસિબ ન માને.
આઇસલેન્ડની હકૂમત નીચે દૂરમાં દૂર કહી શકાય એવી એક જગા હતી : ગ્રીન્સી ટાપુ. આઇસલૅન્ડના મુખ્ય ટાપુથી દૂર પાંત્રીસ માઈલ ઉત્તરે શીતવૃત્તમાં તે ટાપુ આવેલ હતું. તે બહુ નાનો હતો, તેમજ તેમાં વસ્તી નામની હતી, – મુખ્યત્વે માછીમારોની. તે ટાપુમાં વેપાર-વણજ આકર્ષે તેવી કોઈ ચીજ ન હોવાથી બહારથી બહુ ઓછાં જહાજો ત્યાં જતાં. અને શિયાળા દરમ્યાન તો આઇસલેન્ડ અને તે