________________
પ્રીત ન કરિ કેય”
૧૭૫ ગ્રીબા બિચારી શો જવાબ આપે? પોતાના પ્રેમમાં મસ્ત બનેલા આ ભલા જુવાનિયાનું અંતર કેમ ચીરી શકાય?
ગ્રીબાને ચૂપ રહેલી અને તેના મનમાં રહેલી દિધાની મૂંઝવણથી જે અકલ્પનીય સુંદર બની ગયેલી જોઈ, જેસન જ શરમિંદો થઈ બોલી ઊઠ્યો, “ગ્રીબા, માફ કરજે; હું બધું ગાંડું ગાંડું શું બોલ્યા કરું છું? પણ અત્યારે હું જાઉં; મારી પનચક્કી ઉપર એક જ આડો પાટડો હવે નાખવાનો બાકી છે – પછી આખું મકાન પૂરું થઈ જશે, ત્યારે આનંદથી વાતો કર્યા કરવાની ઘણીય ફુરસદ મને મળશે.”
એટલું બોલી, હસતો હસતો, હાથ હલાવીને ગ્રીબાને અભિવાદન કરતો કરતો તે ચાલતો થયો.
ગ્રીબાને વિચાર આવ્યો કે, જેસન આગળ બધી વાત કરવાથી તેના હૃદયને ભારે આઘાત લાગ્યા વિના રહેવાને નથી; – પણ એમ કરવા જતાં પોતાનું હૃદય પણ ભાગી પડ્યા વિના રહેશે ખરું? એટલે તેણે પત્ર લખીને જ એને બધી પરિસ્થિતિ સમજાવી દેવાનો વિચાર કર્યો.
તેણે ચાર લાંબાં પાન આજીજી – વિનંતી – મનામણાનાં લખી" પણ નાખ્યાં. પરંતુ પછી તેને વિચાર આવ્યો કે, આ કાગળ તેને માટે પાછળ મૂકી ગુપચુપ ચાલ્યા જવું એ કેવળ સ્વાર્થીપણું કહેવાય; તેના કરતાં પોતે મોઢામોઢ જ બને તેટલી હળવાશથી વાત કરીને જવું વધુ સારું નહિ?
સૂર્ય નીચો ઢળ્યો એટલે જેસન ગ્રીબા પાસે પાછો આવ્યો. તેણે પનચક્કીનું મકાન પૂરું કર્યું હતું અને તે ગ્રીબાને કંઈક નિર્દોષ આનંદથી તે બાબતની ઉજવણી કરવા નિમંત્રણ આપવા આવ્યો હતો. પણ ગ્રીબાએ પહેલાં નક્કી કર્યા પ્રમાણે જમીન તરફ નજર રાખી જેસનને કહેવા ધારેલી વાત બાધેભારે ઉપાડી. જેસને જડસડ થઈને