________________
આત્મબલિદાન તે વાત સાંભળી : તેના મોં ઉપરનો આનંદેલ્લાસ એક ક્ષણવારમાં અલોપ થઈ ગયો.
ગ્રીબા પણ હવે જેસનના હાથને પ્રહાર ક્યારે પડે છે તેની રાહ જોતી નીચું જોઈ રહી – સ્ટિફન એરીના મૃત્યુની રાતે તેણે જેસન કાળમુખ જોયું હતું.
ગ્રીબાએ થોડી વારે ઊંચું જોયું તો જેસનનો લેહી ઊડી ગયેલ ચહેરો જોઈ તે ગભરાઈ ઊઠી. તે તરત તેની આગળ ઘૂંટણિયે પડી અને કાલાવાલા કરતી તેની ક્ષમા માગવા લાગી. પણ જેસને તેને ધીમેથી ઊભી કરી અને કહ્યું, “ગ્રીબાબાનુ, કદાચ મેં તમને પૂરેપૂરાં ચાહ્યાં નહિ હોય – મારો પ્રેમ તમને અધૂરો લાગ્યો હશે.”
ના, ના, એમ નથી!” ગ્રીબા બોલી ઊઠી.
"અજ્ઞાન, ભખ્ખાબોલો માણસ છું; પૂરેપૂરો જંગલી જ કહો ને. મારે કોઈ બાન-યુવતીના હાથને સ્પર્શ કરવાની હિંમત કરવી ન જોઈએ, અને કોઈ બાનુયુવતી કદી મારા ઉપર ભાવ દર્શાવવા જેટલાં ઝૂકે પણ નહીં.”
ના, ના, આખી દુનિયામાં કોઈ પણ લેડી-બાનુ તમને પરણે તો તમારી આગળ ભાવપૂર્ણ હૃદયે ઝુક્યા વિના ન રહે.”
તો પછી કદાચ તમારી આફતને સમયે મેં તેનો ગેરણાભ વઈ તમારી સતામણી કર્યા કરી છે, એમ તમને લાગતું હશે.”
“ના, ના, તમે તો ઊલટા મારી આફતને સમયે એક વીરને છાજે તેવી બહાદુરી દાખવી છે.”
“તો પછી ઝીબા, મને કહી દો કે, ગઈકાલથી માંડીને અત્યાર સુધીમાં એવું તે શું બન્યું છે જેથી મારા પ્રત્યેના તમારા ભાવમાં આ ધરમૂળથી પલટો આવી ગયો, વારુ?”
કશું જ બન્યું નથી અથવા તે બધું જ બન્યું છે. જેસન, મેં તમને અન્યાય કર્યો છે. તમારે કશે જ વાંક નથી. પણ હવે મને ખબર પડી કે, હું તમને ચાહતી નથી.”