________________
“પ્રીત ન કરિયે કેય”
૧૭૭ “પણ મારા દિલનો પ્રેમ કેટલી ઝડપે વધતો વધતે વધુ ઊંડો અને સાચો બની રહેશે, એ તમે જાણતા નથી. મને થોડો સમય આપો.”
“એથી કંઈ નહિ વળે.” ગ્રીબાએ નન્નો જ રટવા માંડયો.
“થે, તમે બીજા કોઈને ચાહો છો?” પણ ગ્રીબા એ પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં તેણે ઉતાવળે ઉમેર્યું, “નહિ, નહિ, તમને એ પ્રશ્ન પૂછવાનો મને કંઈ અધિકાર નથી; એટલે તમે જવાબ આપશો તેય હું તે સાંભળીશ નહિ.”
જેસન તમારું દિલ બહુ મોટું છે; મેં તે મને મારા વચનમાંથી મુક્ત કરવા તમને વિનંતી કરી હતી, પણ તમે તો તમારા દિલના મોટાપણાથી મને ઊલટી શરમિંદી કરી મૂકી છે. એટલે હવે તમે જ મારે માટે નિર્ણય આપે – મેં તમને પરણવાનું વચન આપ્યું છે, જો તમે હજુ ઇચ્છતા હો તો હું મારું વચન પાળીશ.”
જેસન બિચારો દુઃખી હૃદયે ગણગણયો, “ના, ઝીબા, ના; તમને તમારા વચનને કારણે બાંધી રાખવાં, એ તો તમારા ઉપર જુલમ ગુજાર્યો કહેવાય.”
પણ તમારી પોતાની શી સ્થિતિ થશે, તેનો તે વિચાર કરો.”
“એમ કરવાની કશી જરૂર નથી. આમ છે તેમ જ કરીશ તેથી મારું હૃદય તે તૂટેલું જ રહેશે; પણ સાથે સાથે તમારું હૃદય શા માટે તૂટવું જોઈએ, તથા જે માણસ મને તમારાથી વિખૂટો પાડે છે, તેનું પણ?”
આટલું કહી, તે ભાગેલે અવાજે, “ભગવાન તમારું બંનેનું ભલું કરો,” એમ કહી ચાલતો થયો.
ગ્રીબાએ હાથ આમળતાં આમળતાં “જેસન, જેસન” કહીને બૂમ પાડી; અને તરત પાછળ જઈ તેના હાથ પકડયા અને કહ્યું, આ૦ – ૧૨