________________
૧૭૪
આત્મબલિદાન હવે શું કરવું? સન લૉકસ પાસે દોડી જઈને જેસનને આપેલું વચન તથા તેનું હૃદય તોડવું, કે પછી જેસન પાસે રહીને પોતાનું હૃદય ભાગી નાખવું અને સન-લોકસની આશાઓને પણ? તેને વિચાર આવવા લાગ્યો કે, ભવિતવ્યતા કેવી અવળચંડી છે? – આ કાગળ એક કલાક પહેલાં જ તેને મળ્યો હોત તો? જેસને પણ ભુલકણા થઈને એ કાગળ તેને થોડો મોડો કેમ આપ્યો? પણ ખરો તો સન-લૉકસનો જ વાંક કહેવાય કે તેણે આટલે એક કાગળ લખવામાં આટલું મોડું કર્યા કર્યું. ગ્રીબા ઊંડા નિસાસો નાખીને પોકારી ઊઠી, “ હોય, કોઈ છોકરી પોતે જેને ચાહતી હોય તેના માથા ઉપર આટલી આફતો લાવવા સરજાઈ હશે ખરી?”
આમ ને આમ વિચારોમાં અટવાઈ તેણે પથારીમાં ધમપછાડા માર્યા કર્યા પછી મેડી રાતે તેને ઊંઘ ઘેરી વળી.
સવાર થવા આવી હતી, અને દૂરથી ગાતા ગાતા આવતા જસનનો અવાજ, જાગી ઊઠેલી ગ્રીબાને પ્રાત:કાળની શાંતિમાં સંભળાવા લાગે. થોડી વારમાં તો જેસને ગ્રીબાની બારી નીચે આવી “શી-ઈઈ-ત' એવો અવાજ કર્યો.
બે વાર, ત્રણ વાર એવો અવાજ આવ્યો એટલે ગ્રીબાને ઊઠીને બારીએ આવ્યા વિના ચાલ્યું નહિ.
જેસન ગ્રીબા માટે ડાં પંખીને શિકાર કરી લાવ્યો હતો અને ગ્રીબા બારીએ આવતાં તે રાજી રાજીના રેડ થઈ જઈ ઊભરાતે હદયે એટલું જ બોલી શક્યો, “સુપ્રભાત, ગ્રીબા ! કેવું રળિયામણું પ્રભાત છે? ના, ના, રાત પણ બહુ રળિયામણી હતી. રસ્તામાં આવેલી પેલી નદી પણ! હે, શ્રીબા! મને બધી જ વસ્તુઓ હવે આમ રળિયામણી કેમ લાગે છે! મને તું મૂરખ ન માને, તો તને કહ્યું કે, મને આખા વખત આનંદથી નાચ્યા કરવાનું જ મન થાય છે!”